________________
૧૪૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ / ઢાળ-૧૩ / ગાથા-૭-૮ ગુણસ્થાનક સુધી પણ અરૂપી આત્મા દેખાતો નથી. તેથી હું મારા આત્માને જાણતો નથી” એવી પ્રતીતિ બધા છદ્મસ્થ જીવોને છે અને શ્રુતજ્ઞાનના બળથી સામાન્યથી પોતાનો આત્મા અરૂપી છે તેનું જ્ઞાન થઈ રહ્યું છે. આ સામાન્ય જ્ઞાન વિશેષજ્ઞાનની જિજ્ઞાસા ઉત્પન્ન કરે છે, તેથી યોગી પુરુષો આત્માના પારમાર્થિક સ્વરૂપને જાણવા માટે યત્ન કરે છે. આત્માના પારમાર્થિક સ્વરૂપનો બોધ કરીને વિશ્રાંત થાય તેવી જિજ્ઞાસા ક્ષપકશ્રેણીમાં પ્રગટે છે, તેથી ફલિત થાય કે ક્ષપકશ્રેણીમાં પણ આત્માનું અજ્ઞાન વર્તે છે. પરમાર્થથી જોઈએ તો આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે છતાં વ્યવહારનયની દૃષ્ટિથી આત્મા કર્મની સાથે એકમેક થયેલો હોવાથી કથંચિત્ દેહ અને કર્મ સ્વરૂપ પ્રતીત થાય છે. કર્મકૃત જે જડ સ્વભાવ આત્મામાં વર્તે છે તેને જોનારી નયષ્ટિ તે અસદ્ભુત વ્યવહારનયની દૃષ્ટિ છે. આ નદૃષ્ટિથી આત્માનો અચેતન સ્વભાવ છે, માટે સંસારી જીવોને હું મને જાણતો નથી' એવી પ્રતીતિ થાય છે, તેથી સંસારી આત્મામાં વિલક્ષણ અજ્ઞાન છે તેમ માનવાની આવશ્યક્તા નથી, પરંતુ ઉપચારથી જ આત્મામાં અજ્ઞાનતાની પ્રતીતિ છે, તેમ માનવું જોઈએ. વેદાન્તીઓ આત્મામાં વિલક્ષણ અજ્ઞાન સ્વીકારે છે તે સંગત નથી; કેમ કે આત્મામાં વિલક્ષણ અજ્ઞાન હોય તો તે આત્માનું સ્વરૂપ હોવાથી તે સ્વરૂપનો ક્યારેય નાશ થાય નહીં. વસ્તુતઃ સંસારી આત્મામાં પણ પૂર્ણજ્ઞાન વિદ્યમાન છે; ફક્ત કર્મના સંયોગને કારણે તે જ્ઞાન અવરુદ્ધ છે, તેથી જડ સ્વભાવની પ્રતીતિ થાય છે, માટે આત્મામાં વિલક્ષણ અજ્ઞાન સ્વીકારવું ઉચિત નથી.
આ રીતે અસભૂત વ્યવહારનયની દૃષ્ટિથી આત્માના અચેતન સ્વભાવની સંગતિ બતાવ્યા પછી અચેતન એવા આત્મા સાથે લાગેલાં કર્મો અને અચેતન એવા આત્મા સાથે સંબંધિત એવા મન, વચન, કાયારૂપ નોકર્મ, તેનો પણ મૂર્તસ્વભાવ પરમભાવગ્રાહકનય બતાવે છે. પરમભાવગ્રાહકનય જેમ કર્મ, નોકર્મમાં અચેતન સ્વભાવ બતાવે છે તેમ મૂર્તસ્વભાવ પણ બતાવે છે; કેમ કે કર્મપુદ્ગલો અને મન, વચન, કાયાના પગલો જેમ અચેતન છે તેમ મૂર્તસ્વભાવવાળા પણ છે, તેથી કર્મ-નોકર્મના મુખ્ય ભાવને ગ્રહણ કરનારી દૃષ્ટિ તે બંને ધર્મોને બતાવે છે. આથી જ ગાથા-૯માં પરમભાવગ્રાહકનયની દૃષ્ટિથી કર્મનોકર્મનો અચેતન ધર્મ બતાવેલ અને પ્રસ્તુત ગાથામાં તેનો મૂર્તસ્વભાવ બતાવેલ છે. ll૧૩/ના અવતરણિકા -
જીવને મૂર્ત કયા નયથી કહી શકાય? અને પુદગલ સિવાય અન્ય દ્રવ્યને કયા નયથી અમૂર્ત કહી શકાય ? તે બતાવે છે –
ગાથા :
અસદભૂત વ્યવહારથી રે, જીવ મૂર્ત પણિ હોઈ;
પરમનઈ પુદગલ વિના રે, દ્રવ્ય અમૂર્ત તૂ જોયો રે. ચતુo I૧૩/૮ ગાથાર્થ -
અસદ્ભુત વ્યવહારનયથી જીવ મૂર્ત પણ કહેવાય. પરમનયથી=પરભાવગ્રાહકનયથી, પુદ્ગલ વિના દ્રવ્ય-પુગલ સિવાયના અન્ય સર્વ દ્રવ્યને, અમૂર્ત તું જોયો તું અમૂર્ત જે. ૧૩/૮