________________
૧૪૦
ગાથા =
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ ઢાળ-૧૩ ગાથા-૫
પરમભાવ ગ્રાહકનયઈં રે, ભવ્ય-અભવ્યપરિણામ;
શુદ્ધ અશુદ્ધહ તેહથી રે, ચેતન આત્મારામો રે. ચતુ૦ ૧૩/પા
ગાથાર્થઃ
પરમભાવગ્રાહક્નયથી ભવ્ય-અભવ્ય પરિણામ છે=ભવ્ય અને અભવ્ય સ્વભાવ છે. શુદ્ધ અશુદ્ધહ=શુદ્ધાશુદ્ધપણે સંમુગ્ધ જે પરમભાવગ્રાહકનય, તેહથી આત્મારામને ચેતનસ્વભાવ કહીએ. II૧૩/૫II
ટબો ઃ
ભવ્ય સ્વભાવ અનઈં અભવ્ય સ્વભાવ એ -૨ પરમભાવગ્રાહકનયઈં જાણવા. ભવ્યતાસ્વભાવ નિરૂપિત છઈ. અભવ્યતા ઉત્પન્ન સ્વભાવની તથા પરભાવની સાધારણ છઈ. તે માર્ટિ, ઈંહાં અસ્તિ-નાસ્તિ સ્વભાવની પરિઈં સ્વ-પરદ્રાદિગ્રાહક નથ ૨ પ્રવૃત્તિ ન હોઈ. શુદ્ધાશુદ્ધપણઈ સંમુગ્ધ (સંબદ્ધ) જે પરમભાવગ્રાહકનથ તેણઈ કરી, આત્મારામનઈં ચેતન સ્વભાવ કહિઈં. ।।૧૩/પા
ટબાર્થ ઃ
ભવ્ય સ્વભાવ અને અભવ્ય સ્વભાવ એ બે સ્વભાવ પરમભાવગ્રાહકનયથી જાણવા. ભવ્યતાસ્વભાવ નિરૂપિત છે=દરેક દ્રવ્યમાં જે જે કાર્યો થાય છે તે તે કાર્યોથી નિરૂપિત ભવ્યતાસ્વભાવ છે.
અભવ્યતા=અભવ્યતાસ્વભાવ, ઉત્પન્ન સ્વભાવની છે=જીવમાં અજીવરૂપે ઉત્પન્ન થવાના સ્વભાવની અભવ્યતા છે તેમ દરેક દ્રવ્યોમાં અન્ય દ્રવ્યોરૂપે ઉત્પન્ન થવાના સ્વભાવની અભવ્યતા છે, અને પરભાવની સાધારણ છે=અભવ્યતા પરભાવની સાધારણ છે. જેમ જીવમાં અજીવની અભવ્યતા છે અને અજીવમાં જીવતી અભવ્યતા છે તેથી અભવ્યતા પરભાવની સાધારણ છે અર્થાત્ બે દ્રવ્યો વચ્ચે સાધારણ છે, તે માટે=ભવ્યતાસ્વભાવ નિરૂપિત છે અને અભવ્યતાસ્વભાવ બે પ્રકારનો કહ્યો તે માટે, ઈંહાં=ભવ્ય-અભવ્યસ્વભાવમાં, અસ્તિ-નાસ્તિસ્વભાવની જેમ સ્વપરદ્રવ્યાદિગ્રાહકનય=સ્વદ્રવ્યાદિગ્રાહકનય અને પરદ્રવ્યાદિગ્રાહકનય એમ, બેની પ્રવૃત્તિ ન થાય.
આ રીતે ભવ્ય-અભવ્ય સ્વભાવ બતાવ્યા પછી આત્માનો ચેતન સ્વભાવ કયા નયની અપેક્ષાએ છે ? તે બતાવવા અર્થે કહે છે
શુદ્ધાશુદ્ધપણાથી સંબદ્ધ જે પરમભાવગ્રાહકનય, તેણે કરી તેને આશ્રયીને, આત્મારામનો=સંસારી આત્માનો અને મુક્ત આત્માનો, ચેતન સ્વભાવ કહીએ. ।।૧૩/૫