________________
૧૨૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨ / ગાથા-૧૨-૧૩ હવાતિમાલા યુÍવપુકાનોર્મતા =એકવીસ સ્વભાવ જીવતા અને પુદ્ગલના મહાયા છે. થતીનાં છોડશ સુત્રધર્માદિના સોળ સ્વભાવ છે. રાત્રે પશ્વત સ્મૃતા =કાળના પંદર સ્વભાવ મનાયા છે. III II૧૨/૧૩ ભાવાર્થ :
પ્રસ્તુત ઢાળમાં બતાવેલા દસ વિશેષ સ્વભાવ છે; કેમ કે આ દસ સ્વભાવો છએ દ્રવ્યોમાં વર્તતા નથી પરંતુ નિયત એવાં કેટલાંક દ્રવ્યમાં વર્તે છે માટે વિશેષ સ્વભાવ છે અને પૂર્વની ઢાળમાં બતાવેલા અગિયાર સ્વભાવો એ દ્રવ્યોમાં વર્તે છે માટે સામાન્ય સ્વભાવ છે. આ સામાન્ય અને વિશેષ સ્વભાવને ભેગા કરવામાં આવે તો કુલ એકવીસ સ્વભાવ થાય છે. આ એકવીસ સ્વભાવો દરેક પુદ્ગલદ્રવ્યમાં અને દરેક જીવદ્રવ્યમાં અવશ્ય પ્રાપ્ત થાય છે. તે આ રીતે –
સર્વ પુદ્ગલને અને સર્વ જીવને એકવીસ સ્વભાવ છે. પુદ્ગલદ્રવ્ય ચેતન સાથે સંબંધિત થાય છે ત્યારે તેને ચેતન સ્વભાવની પ્રાપ્તિ થાય છે. વળી, પુદ્ગલદ્રવ્યને અમૂર્ત એવા આત્મા સાથે સંબંધ થાય છે, છતાં તેમાં પ્રત્યક્ષથી મૂર્તતા દેખાતી હોવાથી, તેને આશ્રયીને પુદ્ગલને અમૂર્તસ્વભાવ કહી શકાય નહીં, પરંતુ જે પુદ્ગલ પરમાણુઓ કે જે સ્કંધો સૂક્ષ્મ પરિણામવાળા છે તે પરોક્ષ છે તેથી સદ્ભુત વ્યવહારનયથી તેને અમૂર્ત કહેવાય છે. જે વર્તમાનમાં મૂર્તિપરિણામવાળા સ્કંધો છે તે પણ ભૂતકાળમાં પરમાણુ આદિરૂપે હતા અને ભવિષ્યમાં પરમાણુ આદિરૂપ થશે તેને આશ્રયીને અસભૂત વ્યવહારનય તે સર્વ પુગલોનો અમૂર્તસ્વભાવ સ્વીકારે છે. વળી, પુદ્ગલના સ્કંધોનો વિભાગ થાય છે અને પુદ્ગલનો જીવ સાથે પણ વિભાગ થાય છે તેથી પુદ્ગલનો વિભાગ સ્વભાવ છે. વળી, પુદ્ગલ જ્યારે જીવ સાથે કથંચિત્ એકમેક ભાવને પામે છે ત્યારે પુદ્ગલમાં અશુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ થાય છે અને જીવથી પૃથફ થાય છે ત્યારે શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ થાય છે. તે રીતે સંસારી જીવોમાં એકવીસ સ્વભાવોની પ્રાપ્તિ છે.
વળી, સિદ્ધના જીવોમાં અનેકપ્રદેશસ્વભાવ હોવા છતાં અને ચેતન સ્વભાવ હોવા છતાં અચેતનસ્વભાવ સિદ્ધના જીવોમાં નથી તોપણ સિદ્ધના જીવોને પોતાની પૂર્વની સંસારીઅવસ્થાનું જ્ઞાન છે, તે જ્ઞાનના વિષયભૂત પોતાનો આત્મા પણ અચેતનસ્વભાવરૂપે સિદ્ધના જીવોને પ્રતીત થાય છે. તેથી વર્તમાનની અવસ્થાની અપેક્ષાએ સિદ્ધના જીવો પોતે ચેતનસ્વભાવવાળા હોવા છતાં પોતાના જ્ઞાનના વિષયભૂત પૂર્વની અવસ્થાની અપેક્ષાએ સિદ્ધના જીવો પણ અચેતનસ્વભાવવાળા છે. જ્યારે સંસારી જીવો મૂળભૂત રીતે ચેતનસ્વભાવવાળા છે, તેમ છતાં પુગલના સંયોગને કારણે વર્તમાનમાં પણ અચેતનસ્વભાવવાળા છે. વળી, સંસારી જીવો કર્મના સંયોગવાળા છે તેથી મૂર્તિત્વસ્વભાવવાળા છે તેમ સિદ્ધના જીવો કર્મના સંયોગવાળા નહીં હોવાથી મૂર્તત્વસ્વભાવવાળા નથી, તોપણ પોતાના જ્ઞાનના વિષયભૂત પોતાની પૂર્વની સંસારીઅવસ્થાને આશ્રયીને મૂર્તત્વસ્વભાવવાળા છે.