________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ગાથા-૧૪/ ઢાળ-૧૧-૧૨નું યોજનનું સ્વરૂપ
૧૩૧
જેમ શબ્દાદિ ત્રણ નયો સર્વ જીવોને સમ્યગ્દષ્ટિ સ્વીકારે છે, વ્યવહારનય સમ્યક્ત્વ જેણે ઉચરાવ્યું હોય અને સમ્યક્ત્વના આચારો જેઓ સેવતા હોય તેને સમ્યગ્દષ્ટિ સ્વીકારે છે જ્યારે નિશ્ચયનય અપ્રમત્ત મુનિને સમ્યક્ત્વ સ્વીકારે છે તે રીતે ચેતન સ્વભાવના વિષયમાં પણ જુદા જુદા નયોનું જુદું જુદું વક્તવ્ય પ્રાપ્ત થાય અને પ્રમાણનું વક્તવ્ય સર્વનયના સમૂહરૂપ એકવાક્ય પ્રાપ્ત થાય. એ રીતે એકવીસ સ્વભાવવિષયક નય-પ્રમાણથી બોધ કરીને સુંદર અનુયોગના પરિક્ષાનથી યશવાળા બનેલા વિબુધ પુરુષે તે એકવીસ સ્વભાવોની સંગતિ છએ દ્રવ્યોમાં સર્વ નયદૃષ્ટિથી તથા પ્રમાણથી જાણવા યત્ન ક૨વો જોઈએ. જેથી સ્વઅનુભવ અનુસા૨ સર્વ નયોની દૃષ્ટિથી અને પ્રમાણરૂપ સમૂહવાક્યથી છએ દ્રવ્યોમાં વર્તતા એકવીસ સ્વભાવવિષયક સર્વ શંકા દૂર થાય અને ચિત્તમાં સર્વજ્ઞનાં વચન કઈ રીતે છ દ્રવ્યોના સ્વરૂપને બતાવે છે ? તે રીતે તેના સ્વીકારવિષયક મેરુ જેવો નિષ્મકંપ બોધ થાય, તેવો શુભ ભાવ ચિત્તમાં ધારણ કરો, જેથી સર્વ કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થાય. II૧૨/૧૪ll
પૂર્વ ઢાળ અને પ્રસ્તુત ઢાળના આત્મકલ્યાણ અર્થે યોજનનું સ્વરૂપ :
છ દ્રવ્યોની વિચારણાથી જેમ ક્ષપકશ્રેણીને અનુકૂળ વીર્ય સંચિત થાય છે અને ક્ષપકશ્રેણીનું પ્રબળ કારણ બને એવું નિર્મળ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે એમ છ દ્રવ્યોની વિચારણા માટે તેના અંગભૂત ગુણોની વિચારણા પણ આવશ્યક છે, તેથી દિગંબર પ્રક્રિયા અનુસાર ગુણના ભેદો પ્રસ્તુત ઢાળમાં બતાવેલ છે.
જેઓ તે ભેદોનું સ્વરૂપ પ્રસ્તુત ઢાળના બળથી યથાર્થ જાણશે, સ્યાદ્વાદ અનુસાર દ્રવ્યમાં વર્તતા તે તે ગુણોથી તે છએ દ્રવ્યો કઈ રીતે પૃથક્ છે ? તેનું યથાર્થ જ્ઞાન ક૨શે અને દિગંબરનાં વચનો માટે, “પરનાં વચન છે” એવો વિભાગ કર્યા વગર દિગંબરનાં પણ વચનો સ્યાદ્વાદની મર્યાદાનુસાર કઈ રીતે યુક્તિયુક્ત છે ? અને અજ્ઞાનતાને કારણે તેઓનાં અમુક વચનો કઈ રીતે સ્યાદ્વાદ વચનાનુસાર નથી ? તેનો યથાર્થ બોધ ક૨વામાં યત્ન ક૨શે; વળી તૈયાયિકનાં વચનો પણ એકાંતવાદથી ગ્રસ્ત હોવા છતાં તે તે નયદૃષ્ટિથી કઈ રીતે સંગત છે ? અને એકાંતવાદની દૃષ્ટિ હોવાથી કઈ રીતે અસંગત છે ? તેના યથાર્થ ૫૨માર્થને જાણીને પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોવાની નિર્મળ પ્રજ્ઞા પ્રસ્તુત ઢાળના ભાવનથી જેઓ વિકસાવશે તેમને સમ્યક્ત્વ પ્રાપ્ત થશે અને પ્રાપ્ત થયેલું હશે તો નિર્મળ-નિર્મળતર થશે તથા સ્યાદ્વાદના બોધમાં કંઈક વિપર્યાસ હશે તો પ્રસ્તુત ઢાળના ભાવનથી તે વિપર્યાસ દૂર થશે. માટે કોઈપણ દર્શન પ્રત્યે પક્ષપાત કર્યા વગર અનુભવ અનુસાર તત્ત્વ જોવા માટે સર્વજ્ઞનાં વચનોથી યત્ન કરવામાં આવશે તો એકાંતવાદરૂપ સમ્યક્ત્વના અનાચારો નાશ પામશે અને અનેકાંતવાદરૂપ સમ્યક્ત્વના આચારો સ્થિર થશે, જેથી કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થશે. માટે ઢાળ-૧૧ અને ઢાળ-૧૨માં કહેલા સર્વ પદાર્થોનો નયતથાપ્રમાણથી અધિગમ ક૨વા માટે સમ્યગ્ યત્ન કરવો જોઈએ.