________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨ | ગાથા-૧૨-૧૩, ૧૪
૧૨૯
વળી, સંસારી જીવો કર્મથી અને દેહથી વિભાગ પામે છે તેથી વર્તમાનમાં વિભાગસ્વભાવવાળા-છે તે રીતે સિદ્ધના જીવોનો દેહની સાથે વર્તમાનમાં વિભાગ થતો નથી તોપણ સિદ્ધના જીવના જ્ઞાનના વિષયભૂત પોતાની પૂર્વની સંસારીઅવસ્થાને આશ્રયીને સિદ્ધના જીવો વિભાગસ્વભાવવાળા છે.
વળી, સંસારી જીવો કર્મવાળી અવસ્થામાં છે તેથી અશુદ્ધ સ્વભાવવાળા છે તોપણ કર્મરહિત એવા શુદ્ધ આત્માનો સ્વભાવ શક્તિરૂપે છે તેથી શુદ્ધ સ્વભાવવાળા છે. સિદ્ધના જીવોમાં વર્તમાનમાં અશુદ્ધ સ્વભાવ નથી પરંતુ માત્ર શુદ્ધ સ્વભાવ છે તોપણ પોતાના જ્ઞાનના વિષયભૂત પોતાની પૂર્વની સંસારીઅવસ્થાને આશ્રયીને અશુદ્ધ સ્વભાવ છે.
આ રીતે દરેક પુદ્ગલોમાં તથા સંસારી અને મુક્ત દરેક જીવોમાં એકવીસ સ્વભાવોની પ્રાપ્તિ છે; કેમ કે પુદ્ગલદ્રવ્ય પર્યાયરૂપે અનિત્ય હોવા છતાં દ્રવ્યરૂપે નિત્ય છે તેમ સિદ્ધના જીવો પણ પર્યાયરૂપે અનિત્ય હોવા છતાં દ્રવ્યરૂપે નિત્ય છે. અર્થાત્ મુક્ત અવસ્થામાં જે જીવદ્રવ્ય છે તે જ દ્રવ્ય સંસારીઅવસ્થામાં પણ હતું, તેથી પોતાના દ્રવ્યની સર્વ અવસ્થાઓ સિદ્ધના જીવોના જ્ઞાનનો વિષય બને છે અને તે જ જ્ઞાનના વિષયભૂત પૂર્વની અવસ્થાને આશ્રયીને વિચારીએ તો સિદ્ધના જીવોને મૂર્તત્વ આદિ સ્વભાવ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. અમે આ સર્વ કથન ‘સમ્મતિતપ્રરત્ન'ની પ્રથમ કાંડની ગાથા-૪૮ને આધારે કરેલ છે.
આ એકવીસ સ્વભાવમાંથી છ સ્વભાવ કાળદ્રવ્યને પ્રાપ્ત થતા નથી; કેમ કે કાળદ્રવ્ય અસ્તિકાય નથી માટે અનેકપ્રદેશસ્વભાવ નથી, ચેતન નથી માટે ચેતનસ્વભાવ નથી, પુદ્ગલની જેમ મૂર્તદ્રવ્ય નથી માટે મૂર્તસ્વભાવ નથી. વળી, કાળદ્રવ્ય એકસમયપ્રમાણ છે તેથી વિભાગસ્વભાવ નથી. કાળ ઉપચારથી દ્રવ્ય છે તેથી તેને શુદ્ધ સ્વભાવ કે અશુદ્ધ સ્વભાવ નથી. આમ આ છ સ્વભાવ એકવીસ સ્વભાવમાંથી ઓછા કરવાથી કાળદ્રવ્યને પંદર સ્વભાવ પ્રાપ્ત થાય છે.
વળી, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણ દ્રવ્યોમાં અનેકપ્રદેશસ્વભાવ છે પરંતુ ચેતનસ્વભાવ, મૂર્તત્વસ્વભાવ, વિભાગસ્વભાવ, શુદ્ધસ્વભાવ અને અશુદ્ધસ્વભાવ એ પાંચ સ્વભાવ નથી. તે આ રીતે
ધર્માસ્તિકાયાદિ અચેતનદ્રવ્યો છે તેથી ચેતન સ્વભાવ નથી. વળી, ત્રણે દ્રવ્યો અમૂર્ત છે તેથી મૂર્તત્વસ્વભાવ નથી. વળી, આ ત્રણે દ્રવ્યો અખંડ એકદ્રવ્ય છે તેથી વિભાગસ્વભાવ નથી. વળી, શુદ્ધ સ્વભાવ કે અશુદ્ધ સ્વભાવ પણ આ ત્રણે દ્રવ્યોને નથી; કેમ કે આ ત્રણે દ્રવ્યો અન્ય દ્રવ્ય સાથે મિશ્ર થઈને અશુદ્ધ બનતાં નથી તેથી અશુદ્ધ સ્વભાવ નથી અને અશુદ્ધ સ્વભાવ નહીં હોવાથી અશુદ્ધિને દૂર કરીને શુદ્ધ થવાનો સ્વભાવ પણ નથી તેથી શુદ્ધ સ્વભાવ નથી. આ રીતે એકવીસ સ્વભાવમાંથી પાંચ સ્વભાવ ઓછા કરવાથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયને સોળ સ્વભાવની પ્રાપ્તિ છે. II૧૨/૧૨-૧૩/ અવતરણિકા :
ઢાળ-૧૧ની ગાથા-પથી અંત સુધી અને ઢાળ-૧૨માં છ દ્રવ્યોના એકવીસ સ્વભાવોનું સ્વરૂપ