________________
૯૧
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ | ગાથા-૯-૧૦ અર્થે એકસ્વભાવ વગર અનેકસ્વભાવ ન સંભવે અને અનેકસ્વભાવ વગર એકસ્વભાવ પણ ન સંભવે તે બતાવવા ગ્રંથકારશ્રી અર્થે કહે છે –
એકસ્વભાવ વગર સામાન્યભાવરૂપ એકસ્વભાવ વગર, વિશેષ પ્રાપ્ત થાય નહીં. આશય એ છે કે અનેક સહભાવી ધર્મોની આધારતારૂપ એકસ્વભાવ વગર વિશેષની પ્રાપ્તિ થાય નહીં–તે સામાન્યમાં વર્તતા અનેક ધર્મોરૂપ વિશેષની પ્રાપ્તિ થાય નહીં, કેમ કે આધારરૂપ સામાન્ય વગર વિશેષ પ્રાપ્ત ન થાય. જેમ ઘટરૂપ એક આધારમાં રૂપ, રસ, સ્પર્શ, ગંધરૂપ જે વિશેષ પ્રાપ્ત થાય છે તે એકસ્વભાવવાળા એક આધાર વગર પ્રાપ્ત થઈ શકે નહીં. જો એક આધાર વગર અનેક વિશેષની પ્રાપ્તિ છે તેમ સ્વીકારીએ તો, ઘટપટાદિ પૃથક પ્રાપ્ત થાય છે તેમ રૂપ, રસ, સ્પર્શાદિની પણ પૃથક પ્રાપ્તિ થવી જોઈએ; પરંતુ એક આધારરૂપ ઘટમાં રૂપાદિ ચારેયની પ્રાપ્તિ થાય છે અને સંપૂર્ણ ઘટમાં તે ચારેય વ્યાપીને પ્રાપ્ત થાય છે તે રીતે થઈ શકે નહીં.
વળી, વિશેષભાવરૂપ અનેકસ્વભાવ વગર સત્તા પણ ઘટે નહીં એક વસ્તુમાં અનેક દ્રવ્યના પ્રવાહરૂ૫ જો વિશેષભાવ ન હોય અર્થાત્ તે વિશેષભાવરૂપ અનેકસ્વભાવ ન હોય, તો તે વસ્તુની સત્તા પણ ઘટે નહીં; કેમ કે કોઈ વિશેષભાવના સ્પર્શ વગરની માત્ર સત્તા ક્યાંય ઉપલબ્ધ નથી અને જે સત્તા દેખાય છે તે સર્વ અનેક વિશેષભાવોના પ્રવાહરૂપ જ દેખાય છે. આથી જ મનુષ્યની સત્તા બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા આદિ અનેકસ્વભાવથી યુક્ત પ્રાપ્ત થાય છે. માટે અનેકસ્વભાવનો અપલાપ કરીએ તો એકસ્વભાવરૂપ સત્તાનો પણ અપલોપ થાય, માટે પદાર્થમાં એક-અનેક બંને સ્વભાવો માનવા જોઈએ. II૧૧/લા અવતરણિકા -
એકસ્વભાવનું અને અનેકસ્વભાવનું વર્ણન કરીને અત્યાર સુધી કુલ છ સ્વભાવો બતાવ્યા. હવે ભેદસ્વભાવને અને અભેદસ્વભાવને બતાવવા કહે છે –
ગાથા -
ગુણ-ગુણિનઈ સંજ્ઞા, સંખ્યાદિક ભેદઈ, ભેદભાવો જી, અભેદવૃત્તિ સુલક્ષણ ધારી હોઈ, અભેદ સ્વભાવો જી; ભેદ વિના એકત્વ સર્વનિ તેણું, વ્યવહાર વિરોધો જી,
વિણ અભેદ કિમ નિરાધારનો, ગુણ-પજવનો બોધો જી. I/૧૧/૧ના ગાથાર્થ :
ગુણ-ગુણીનો સંજ્ઞાના ભેદથી, સંખ્યાદિના ભેદથી ભેદસ્વભાવ છે. સુલક્ષણધારી એવી અભેદ વૃત્તિ હોવાથી અભેદસ્વભાવ છે. ભેદ વગર સર્વનું એકત્વ થાય દ્રવ્ય, ગુણ અને પર્યાયત્રણેયનું એકત્વ થાય. તેણેeતેનાથી, વ્યવહારનો વિરોધ છે. અભેદ વગર નિરાધાર એવા ગુણપર્યાયનો બોધ કેમ થાય ? અર્થાત્ થાય નહીં. ll૧૧/૧૦||