________________
૧૦૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ટાળ-૧૧ | ગાથા-૧૨ સર્વ દ્રવ્યમાં પરમભાવ સ્વભાવ ન સ્વીકારીએ તો શું દોષ આવે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
જો દરેક દ્રવ્યમાં પરમભાવસ્વભાવ ન સ્વીકારીએ તો, દરેક દ્રવ્ય અનંતધર્માત્મક હોવા છતાં કોઈ એક ધર્મથી તે વસ્તુને બતાવવામાં આવે છે તે બતાવી શકાય નહીં. જેમ ધર્માસ્તિકાયમાં ગતિસહાયકતારૂપ પરમભાવસ્વભાવ ન સ્વીકારીએ તો, તેમાં દ્રવ્યત્વ, જડત્વ આદિ સ્વભાવે છે, છતાં અન્ય દ્રવ્યોથી તેને પૃથગુ બોધ કરાવવા અર્થે ગતિસહાયક સ્વભાવથી ન કહેવામાં આવે તો તેનું કથન થઈ શકે નહીં. તેથી અનંતધર્માત્મક વસ્તુને કોઈ ચોક્કસ ધર્મથી બોલાવવા માટે જે સ્વભાવ ઉપયોગી છે તે જ પરમભાવ સ્વભાવ છે.
આ રીતે અત્યાર સુધી વર્ણન કર્યા એ ૧૧ સામાન્ય સ્વભાવ સર્વ દ્રવ્યોના જાણવા. તેથી એ પ્રાપ્ત થાય કે, વિશેષ સર્વ સ્વભાવો સર્વ દ્રવ્યોમાં પ્રાપ્ત થતા નથી, પરંતુ આ ૧૧ સ્વભાવો સર્વ દ્રવ્યોમાં સામાન્યથી પ્રાપ્ત થાય છે.
વળી, ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ઢાળમાં જે અર્થ બતાવ્યો, તેનો આગમથી અર્થ વિચારીને જે મહાત્મા જાણે છે તે જિનવચનાનુસાર છ દ્રવ્યોની ઉચિત વિચારણા શાસ્ત્રવચન, યુક્તિ અને સ્વાનુભવ અનુસાર કરી શકે છે અને તેના બળથી તે મહાત્મા ગતવર્તી ભાવોના યથાર્થ સ્વરૂપને જાણનારા થવાથી સમ્યજ્ઞાનવાળા બને છે. સમ્યજ્ઞાન સમ્યફચિ કરાવીને સદા સ્વહિતમાં જ પ્રવૃત્તિ કરાવે છે, જેથી તે મહાત્મા સુખપૂર્વક સંસારના વિસ્તારને પામી શકે છે, તેથી તેવા મહાત્માનો જગતમાં સુયશ પ્રસરે છે. અર્થાત્ તે મહાત્માનો મનુષ્યભવ સફળ છે કે જેઓ ભગવાનના વચનના યથાર્થ પરમાર્થને જાણીને અવશ્ય કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ કરશે. આથી બુદ્ધિમાન પુરુષે આગમનો અર્થ યથાર્થ વિચારીને પોતાનો સુયશ જગતમાં વિસ્તારવો જોઈએ. ll૧૧/૧૨