________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨ | ગાથા-૧
ઢાળ-૧૨
અવતરણિકા :
હિવઈ, આગલી ઢાળે ચેતન દ્રવ્યનું સ્વરૂપ વર્ણવઈ છઈ, તે જાણોજી -
અવતરણિકાર્ય :
૧૦૩
હવે ૧૨મી ઢાળમાં ચેતનદ્રવ્યનું સ્વરૂપ વર્ણવે છે. તે=તેનું સ્વરૂપ, જાણોજી=આગલી ઢાળથી જાણવું –
ભાવાર્થ:
પૂર્વની ઢાળમાં છ દ્રવ્યોના સામાન્ય સ્વભાવો ૧૧ છે તેનું વર્ણન કર્યું. હવે તે છએ દ્રવ્યોમાં મુખ્ય ચેતનદ્રવ્ય છે અને ચેતનદ્રવ્યના પ્રયોજન અર્થે સર્વ પ્રકારની હિતાહિતની પ્રવૃત્તિની વ્યવસ્થા છે, તેથી ચેતનદ્રવ્યનું વાસ્તવિક સ્વરૂપ શું છે ? તેનો બોધ કરાવવા અર્થે તેને સ્વીકારવાની યુક્તિ બતાવે છે
ગાથા:
જી હો ચેતનભાવ તે ચેતના, લાલા ઉલટ અચેતનભાવ; જી હો ચેતનતા વિણ જીવનઈં, લાલા થાઈં કર્મ અભાવ. ચતુરનર ધારો અર્થ વિચાર. ૧૨/૧॥
ગાથાર્થઃ
ચેતનભાવ તે ચેતના છે. તેનાથી ઊલટો અચેતનભાવ છે=જીવમાં ચેતનભાવથી ઊલટો અચેતનભાવ છે. ચેતનતા વગર જીવને કર્મનો અભાવ થાય.
ચતુર નર=પદાર્થને યથાર્થ જોવાની તીક્ષ્ણ પ્રજ્ઞાવાળા નર, અર્થનો વિચાર ધારો. ।।૧૨/૧/
* અત્રે આખી ઢાળમાં દરેક ગાથામાં ‘જી હો' અને ‘લાલા' શબ્દનો પ્રયોગ થયેલો છે. તે માત્ર ગાથાને રાગમાં દોહરાવવા અર્થે પ્રયોજાયેલ લાગે છે, ક્યાંય કોઈ વિશેષ અર્થ ઉપસ્થિત થતો નથી તેથી અત્રે ગાથાર્થમાં એ બે શબ્દોને છોડીને અર્થ કરેલ છે. વળી, “ચતુર નર ધારો અર્થ વિચાર” દરેક ગાથાના અંતે લખેલ છે પરંતુ તેનો પણ અર્થ અત્રે પ્રસ્તુતમાં માત્ર પ્રથમ ગાથાને અંતે જ અમે મૂકેલ છે.
જ
ટબો ઃ
જેહથી ચેતનપણાનો વ્યવહાર થાઈ, તે ચેતન સ્વભાવ, તેહથી ઊલો તે અચેતન સ્વભાવ. જો જીવનઈં ચેતનસ્વભાવ ન કહિઈં, તો રાગ-દ્વેષચેતનારૂપકારણ વિના જ્ઞાનાવરણાદિ કર્મનો અભાવ થાઈં.