________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨ | ગાથા-૫-૬
ભાવાર્થ:
આત્મા એક અખંડ દ્રવ્ય હોવા છતાં આત્મારૂપ અખંડ દ્રવ્ય કદથી અણુપરિમાણ નથી એવો બોધ કરાવવા અર્થે અને અણુપરિમાણ નથી તો કેટલા પરિમાણવાળો છે ? એવો સ્પષ્ટ નિર્ણય કરાવવા અર્થે પરમાણુની અવગાહના તુલ્ય એક પ્રદેશની કલ્પના કરી. વળી આવા પ્રદેશો એક અખંડ આત્મદ્રવ્યમાં કેટલા પ્રાપ્ત થાય છે ? તેનો બોધ કરાવવા અર્થે વ્યવહારનય એક અખંડ એવા આત્મદ્રવ્યમાં પણ ભિન્ન પ્રદેશની કલ્પના કરીને આત્માના અનેક પ્રદેશ સ્વીકારે છે, જેથી બોધ થાય કે આત્મા પરમાણુ જેટલા કદવાળો નથી, પરંતુ તેનાથી અસંખ્યાતગુણા કદવાળો છે. આ રીતે આત્માનો એકપ્રદેશસ્વભાવ અને અનેકપ્રદેશસ્વભાવ સ્વીકારવાથી પ્રદેશને આશ્રયીને આત્માના પૂર્ણ સ્વરૂપનો બોધ થાય છે; કેમ કે વ્યવહારનયથી એક આત્મા અસંખ્યાત પ્રદેશસ્વભાવવાળો છે અને નિશ્ચયનયથી એક આત્મા એકપ્રદેશસ્વભાવવાળો છે, તેથી આત્મા એક. અનેક સ્વભાવવાળો છે.
હવે આત્માને એક દેશસ્વભાવ સ્વીકારવાની યુક્તિ બતાવે છે
જો આત્માને એકપ્રદેશસ્વભાવ ન હોય તો અસંખ્યાત પ્રદેશાદિના યોગથી બહુવચનની પ્રવૃત્તિ થાય. તેથી એક આત્માને સામે રાખીને પણ ‘ઘણા આત્માઓ છે' એમ કહેવાનો પ્રસંગ આવે.
આ કથનને ધર્માસ્તિકાયના દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે.
ધર્માસ્તિકાય એક જ દ્રવ્ય છે, આત્માની જેમ અનેક દ્રવ્યો નથી; છતાં જો ધર્માસ્તિકાયમાં એકપ્રદેશસ્વભાવ ન સ્વીકારવામાં આવે તો ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશોને આશ્રયીને ‘એક ધર્માસ્તિકાય છે’ એવો વ્યવહાર ન થઈ શકે; પરંતુ ‘ઘણા ધર્માસ્તિકાય છે' એ પ્રકારનો વ્યવહાર થવો જોઈએ. જેમ ‘ઘણા ધર્માસ્તિકાય’ જગતમાં નથી પરંતુ એક જ ધર્માસ્તિકાય છે એવો બોધ કરાવવા માટે ધર્માસ્તિકાયને અખંડ દ્રવ્યરૂપે ગ્રહણ કરીને એકપ્રદેશસ્વભાવ ધર્માસ્તિકાયનો સ્વીકારવો જોઈએ તેમ એક આત્માને પણ અખંડ દ્રવ્યરૂપે ગ્રહણ કરીને એકપ્રદેશસ્વભાવવાળો સ્વીકારવો જોઈએ. ૧૨/૫૫
૧૧૨
અવતરણિકા :
હવે વસ્તુનો અનેકપ્રદેશસ્વભાવ સ્વીકારવાની યુક્તિ દેખાડે છે -
ગાથા ઃ
જી હો કિમ સકંપ નિઃકંપતા ? લાલા જો ન અનેક પ્રદેશ;
જી હો અણુસંગતિ પણિ કિમ ઘટઈં, લાલા દેશ-સકલ આદેશ ?
ચતુ॰ ||૧૨/૬ા
ગાથાર્થ ઃ
જો અનેકપ્રદેશ ન હોય તો સકંપ-નિષ્લેપતા કેમ થાય ?=એક વસ્તુમાં એક દેશમાં સકંપતા