________________
૧૧૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨ / ગાથા-૬ જો દેખાતી ઘટાદિ વસ્તુમાં અનેકપ્રદેશ સ્વભાવ ન સ્વીકારીએ તો કોઈક ઘટનો અવયવ કોઈક સ્થાને કંઈક શિથિલ થયો હોય ત્યારે તે ઘટનો તે અવયવ હલાવવામાં આવે તો કંપતો દેખાય છે અને તે ઘટનો બીજો ભાગ સ્થિર દેખાય છે. તેથી નક્કી થાય કે, ઘટ નામનું અખંડ દ્રવ્ય છે અને તેના અનેકપ્રદેશો છે; માટે તેના કેટલાક પ્રદેશો કંપે છે અર્થાત્ હાથથી હલાવવાથી કંપતા દેખાય છે અને તેના કેટલાક પ્રદેશો નિષ્કપ દેખાય છે.
આ રીતે ઘટરૂપ દ્રવ્યમાં અનેકપ્રદેશસ્વભાવ ગ્રંથકારશ્રીએ યુક્તિથી બતાવ્યો. ત્યાં તૈયાયિક કહે કે ઘટ દ્રવ્યમાં અનેક અવયવો છે અને તે અવયવો કરતાં અવયવી એવો ઘટ જુદો છે, તેથી જે અવયવ કાંપે છે, તે અવયવ સકંપ છે અને તે ઘટના અન્ય અવયવો નિષ્કપ છે તેમ તે સર્વ અવયવોમાં રહેલ અવયવી એવો ઘટ પણ નિષ્કપ છે. માટે ઘટ એક અખંડ દ્રવ્ય છે, તેથી ઘટનો એકપ્રદેશસ્વભાવ જ છે, અનેક પ્રદેશ સ્વભાવ નથી” આ પ્રકારે તૈયાયિક કહે તો ગ્રંથકારશ્રી કહે છે –
ઘટના કંપતા અવય ને હલાવીને લોકમાં વ્યવહાર થાય છે કે “આ ઘડો હાલે છે=કંપે છે” એ પ્રયોગ કઈ રીતે સંગત થાય ? અર્થાત્ ઘટના અનેકપ્રદેશ સ્વીકારીએ તો જ સંગત થાય; કેમ કે તે ઘડો એક દેશમાં હાલે છે, બીજા દેશમાં હાલતો નથી માટે અવયવીરૂપ ઘટ નિષ્કપ છે તેમ કહી શકાય નહીં, પરંતુ ઘટના અનેક દેશો છે તેમાંથી એક દેશ હાલે છે અને બીજા દેશો હાલતા નથી તેમ કહી શકાય. માટે ઘટના અનેકપ્રદેશસ્વભાવ સ્વીકારવો જોઈએ.
વળી, ઘટનો એક દેશ હાલે છે અને બીજો દેશ હાલતો નથી તે સ્થાપન કરવા ગ્રંથકારશ્રી નૈયાયિકને યુક્તિ આપે છે –
ઘડાનો એક દેશ જે હાલી રહ્યો છે, તેમાં રહેલા કંપનો જેમ પરંપરા સંબંધ આખા ઘટમાં છે માટે “ઘટ હાલે છે' તેમ કહેવાય છે, તે રીતે તે ઘટના અન્ય દેશ, જે સ્થિર છે તેમાં વર્તતા કંપનો અભાવ છે, તે પણ પરંપરા સંબંધથી હાલતા દેશમાં છે તેથી “આખો ઘટ નિષ્કપ છે” તેમ પણ કહેવાય છે. માટે ઘડો “એક દેશથી હાલે છે અને એક દેશથી હાલતો નથી” એ અસ્મલિત વ્યવહારને કારણે તે ઘટનો અનેક પ્રદેશ સ્વભાવ માનવો જોઈએ.
અહીં કહ્યું કે, દેશવૃત્તિકંપનો પરંપરા સંબંધ ઘટના અન્ય ભાગોમાં છે. તેથી એ પ્રાપ્ત થાય છે, જે દેશ કંપે છે તેની સાથે નજીકનો દેશ સાક્ષાત્ સંબંધવાળો છે, એ રીતે કંપતા દેશની સાથે પરંપરા સંબંધ ઘટના નિષ્કપ એવા અન્ય દેશનો છે, તેથી અખંડ એવો એક ઘટ છે અને તેના અનેક દેશો છે. માટે “દેશથી હાલે છે અને દેશથી હાલતો નથી” એ પ્રમાણે અસ્મલિત વ્યવહાર લોકમાં થાય છે. તેથી ઘટના અનેકપ્રદેશસ્વભાવ માનવો જોઈએ.
વળી, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પ્રત્યેક જીવ અખંડ દ્રવ્ય છે છતાં એમાં અનેકપ્રદેશસ્વભાવ ન માનો તો તે દ્રવ્યની સાથે પરમાણુનો સંયોગ કેમ ઘટી શકે ? અર્થાત્ તે અખંડ દ્રવ્યના એક દેશમાં પરમાણુનો સંયોગ થાય છે અને અન્ય દેશમાં તે પરમાણુનો સંયોગ થતો નથી, તેથી તે