________________
૧૧૭
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨ | ગાથા-૭-૮ પરમાણુના કદની અપેક્ષાએ અનેક દેશો છે માટે આકાશાદિના અનેક પ્રદેશો છે એમ માનવું જોઈએ. જો પરમાણુ આકાશના એક દેશમાં વૃત્તિ નથી પરંતુ સંપૂર્ણ આકાશમાં વૃત્તિ છે એમ સ્વીકારવામાં આવે તો આકાશના અનેક પ્રદેશો નથી એમ સિદ્ધ થાય, પરંતુ પરમાણુ આકાશાદિપ્રમાણ છે એમ સ્વીકારવું પડે; કેમ કે સંપૂર્ણ આકાશાદિમાં પરમાણ રહેલો છે માટે પરમાણુ આકાશાદિના જેટલા જ કદવાળો છે.
અહીં પૂર્વપક્ષી કહે કે આકાશ અખંડ દ્રવ્ય છે અને તેના અનેક પ્રદેશો નથી તથા પરમાણુ આકાશમાં દેશથી પણ રહેતો નથી અને પરમાણુ આકાશમાં સર્વથી પણ રહેતો નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે –
જો આમ સ્વીકારવામાં આવે તો પરમાણુમાં અવૃત્તિપણું જ પ્રાપ્ત થાય અને દરેક દ્રવ્ય અન્ય દ્રવ્યમાં વૃત્તિ છે એ અનુભવસિદ્ધ વ્યવહાર છે માટે પરમાણુનું અવૃત્તિપણું સ્વીકારી શકાય નહીં.
પરમાણુની આકાશમાં બે પ્રકારે વૃત્તિ નથી તેમ સ્વીકારવાથી પરમાણુમાં અવૃત્તિપણાની કેમ પ્રાપ્તિ છે ? તેમાં યુક્તિ બતાવે છે –
યાવદ્ધિશેષનો અભાવ હોય ત્યાં સામાન્યનો પણ અભાવ પ્રાપ્ત થાય. જેમ આંબાનું વૃક્ષ નથી, લીમડાનું વૃક્ષ નથી એવાં સર્વ વૃક્ષોનો અભાવ હોય તો વૃક્ષસામાન્યનો અભાવ પ્રાપ્ત થાય, તેમ બે પ્રકારની વૃત્તિથી અતિરિક્ત ત્રીજા પ્રકારની વૃત્તિ નહીં હોવાને કારણે દેશથી અને સર્વથી પરમાણુની આકાશાદિમાં વૃત્તિ નથી એમ કહેવામાં આવે તો વૃત્તિસામાન્યનો અભાવ પ્રાપ્ત થાય, માટે પરમાણુને અવૃત્તિ સ્વીકારવાની આપત્તિ આવે, જ્યારે પરમાણુની આકાશાદિમાં વૃત્તિ છે એ અનુભવ સિદ્ધ છે. તેના બળથી નક્કી થાય છે, આકાશાદિ અખંડ દ્રવ્યો હોવા છતાં પરમાણુના કદપ્રમાણ અનેક પ્રદેશસ્વભાવવાળા છે. I૧૨/ળા અવતરણિકા -
હવે જીવના વિભાવસ્વભાવને બતાવે છે –
ગાથા :
જી હો ભાવ સ્વભાવહ અન્યથા, લાલા છઈ વિભાવ વડ વ્યાધિ; જી હો એ વિણ ન ઘટઈ જીવનઈ, લાલા અનિયત કર્મ ઉપાધિ.
ચતુo II૧૨/૮ ગાથાર્ચ -
ભાવસ્વભાવથી અન્યથા વિભાવસ્વભાવ છે, જે વડવ્યાધિ જેવો છે-મોટી વ્યાધિ જેવો છે. એ વગર=વિભાવસ્વભાવ માવ્યા વિના, જીવને અનિયત કર્મ ઉપાધિ ઘટે નહીં. II૧ર/૮. ટબો:
સ્વભાવથી જે અન્યથાભાવ, તે વિભાવસ્વભાવ કહિઈ. તે મહા વ્યાધિ રૂપ છઈ.