________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૧, ગાથા-૯
એકસ્વભાવ વગર=સહભાવી એવા અનેક ધર્મોના આધારરૂપ એકસ્વભાવ વગર, સામાન્યનો અભાવ થવાથી=સહભાવી એવા અનેક ધર્મોનો એક આધાર એવા સામાન્યનો અભાવ થવાથી, વિશેષ પામે નહીં અનેક દ્રવ્યોના પ્રવાહઆત્મક અનેક સ્વભાવરૂપ વિશેષ પ્રાપ્ત થાય નહીં અને વિશેષના અભાવથી અનેક પર્યાયરૂપ વિશેષના અભાવથી, અનેક સ્વભાવ વગર સત્તા પણ ઘટે નહીં એક પદાર્થમાં અનેક સ્વભાવ ન સ્વીકારવામાં આવે તો તે પદાર્થની સત્તા પણ ઘટે નહીં, તે માટે=અનેક સ્વભાવ સ્વીકાર્યા વગર એકસ્વભાવરૂપ સત્તા ન ઘટે તે માટે, એક, અનેક-બે સ્વભાવ માનવા જોઈએ=દરેક પદાર્થોમાં કોઈક દૃષ્ટિથી એકસ્વભાવ છે અને કોઈક દૃષ્ટિથી અનેક સ્વભાવ છે એમ માનવું જોઈએ. ૬. I૧૧/૯ ભાવાર્થ :(૫) એકસ્વભાવ :- દરેક પદાર્થોમાં સહભાવી ધર્મો રહેલા છે. જેમ, સંસારી આત્મામાં જ્ઞાન, વીર્ય, સુખ-દુ:ખમાંથી કોઈ એક, ક્રોધાદિ કષાયોમાંથી કોઈ એક કષાયનો પરિણામ ઇત્યાદિ એક કાળમાં વર્તે છે. તે સહભાવી ધર્મો છે. તે સહભાવી ધર્મોનો આધાર આત્મા છે તેથી સ્વભાવનો સહભાવી ધર્મરૂપ સ્વભાવનો, એક આધારસ્વરૂપ સ્વભાવ તે આત્મામાં વિલાસ પામે છે.
આ કથનને ટબામાં દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે –
ઘટાદિ દ્રવ્યમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ એક કાળમાં રહે છે. તે ચારનો આધાર એક ઘટદ્રવ્ય છે તેથી અનેક સહભાવી ધર્મોના આધારરૂપ એકસ્વભાવ ઘટાદિમાં વિલાસ પામે છે.
અહીં પ્રશ્ન થાય કે, એક આધારત્વરૂપ એકસ્વભાવ અને નિત્યસ્વભાવ એ બેમાં શો ભેદ છે ? તેથી કહે છે –
અનેક ધર્મોની આધારકારૂપ એકસ્વભાવતા છે એકકાળમાં સહભાવી એવા અનેક ધર્મોની આધારનારૂપ એકસ્વભાવતા વસ્તુમાં છે જ્યારે અનેકક્ષણમાં વર્તતી અનુગતતા તે નિત્યસ્વભાવતા છે=એક વસ્તુ અનેકક્ષણઅનુગત છે માટે નિત્ય છે. તેથી એકસ્વભાવતા અને નિત્યસ્વભાવતાનો ભેદ છે.
આ રીતે દરેક પદાર્થોમાં એકસ્વભાવતા છે તેની સ્પષ્ટતા કરી અને નિત્યસ્વભાવતા સાથે એકસ્વભાવતાનો ભેદ બતાવ્યો, જેથી પૂર્વમાં નિત્ય-અનિત્ય સ્વભાવ બતાવ્યો તેની સાથે વિરોધનો પરિહાર થાય છે. (૬) અનેક સ્વભાવ :
હવે પદાર્થોમાં અનેક સ્વભાવ કઈ અપેક્ષાએ છે ? તે બતાવે છે –
મૃદાદિ દ્રવ્યનો સ્થાસ, કોશ, કુશૂલાદિ અનેક દ્રવ્યનો પ્રવાહ છે તે અપેક્ષાએ મૃદાદિ દ્રવ્યમાં અનેક સ્વભાવ પ્રકાશે છે.
અહીં પ્રશ્ન થાય કે મૃદાદિના સ્થાસ, કોશ, કુશૂલાદિ પર્યાય છે તેને દ્રવ્ય કઈ રીતે કહી શકાય ? તેથી