________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧
ગાથા-૧૦
વિત્તિ વીરસ્ય સાસળં=તિ ફ્રિ વીરસ્ય શાસનં=એ જ વીરનું શાસન છે. (પ્રવચનસારોદ્ધાર-૨/૧૪)
‘કૃતિ’ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. ।।૨/૧૪ ||૧૧|૧૦||
૯૩
ભાવાર્થ:
વળી, દરેક પદાર્થોમાં ભેદસ્વભાવ છે અને અભેદસ્વભાવ પણ છે, તે બતાવવા માટે ગ્રંથકારશ્રી કહે
છે
(૭) ભેદસ્વભાવ :
કોઈપણ પદાર્થને ગ્રહણ કરીને વિચારીએ તો પદાર્થમાં ગુણો રહેલા છે અને તે ગુણોનો આધાર તે પદાર્થ છે, જે ગુણી છે. જેમ આત્મદ્રવ્યમાં જ્ઞાન, વીર્ય આદિ ગુણો છે અને તે ગુણોનો આધાર ગુણી એવો આત્મા છે, તેથી ગુણ-ગુણીરૂપ પદાર્થ હોવાથી પદાર્થમાં ભેદસ્વભાવ જાણવો.
વળી, દરેક પદાર્થમાં પર્યાયો વર્તે છે અર્થાત્ પ્રતિક્ષણ નવા નવા ભાવો વર્તે છે અને તે પર્યાયોનો આધાર પર્યાયી છે જે દ્રવ્યસ્વરૂપ છે. જેમ આત્મદ્રવ્યરૂપ પર્યાયીમાં પ્રતિક્ષણ પરિવર્તન પામતા ભાવો દેખાય છે તેથી પર્યાય અને પર્યાયના આધારભૂત પર્યાયી તે બે વચ્ચે ભેદસ્વભાવ છે; કેમ કે પર્યાય શબ્દથી પર્યાયી વાચ્ય નથી અને પર્યાયી શબ્દથી પર્યાય વાચ્ય નથી, માટે પર્યાય-પર્યાયી શબ્દથી વાચ્ય બે વસ્તુ છે તેથી ભેદસ્વભાવ છે.
વળી, આત્માદિ દરેક પદાર્થોમાં કારકો વર્તે છે અને પદાર્થ કારકી છે; જેમ, આત્મા કારકી છે અને આત્મામાં છ કારકો વર્તે છે. આ રીતે દરેક પદાર્થો કારક-કારકીભાવરૂપે દેખાય છે. કા૨ક શબ્દથી કારકી વાચ્ય નથી અને કારકી શબ્દથી કારક વાચ્ય નથી, તેથી ભેદસ્વભાવ દરેક પદાર્થમાં પ્રાપ્ત થાય છે. અને આ ગુણ-ગુણી આદિનો જે ભેદ પ્રાપ્ત થયો તે સંજ્ઞાના ભેદથી ભેદની પ્રાપ્તિ છે; કેમ કે ગુણી દ્રવ્ય છે અને તેમાં ગુણો વર્તે છે. તે બન્નેને કહેનારા વાચક શબ્દો જુદા છે, તેથી સંજ્ઞાના ભેદથી ભેદસ્વભાવની પ્રાપ્તિ થઈ.
વળી, દ્રવ્ય એક છે અને ગુણ-પર્યાય અનેક છે એ રીતે સંખ્યાનો ભેદ પ્રાપ્ત થાય છે. તેથી સંખ્યાના ભેદથી તેઓનો પરસ્પર ભેદ છે. માટે દેખાતી વસ્તુમાં ભેદસ્વભાવ જાણવો.
વળી, દ્રવ્યનું લક્ષણ જુદું છે, ગુણોનું લક્ષણ જુદું છે અને પર્યાયનું લક્ષણ જુદું છે, તેથી લક્ષણના ભેદથી વસ્તુમાં ભેદસ્વભાવ છે.
વળી, ગુણ, પર્યાય આધેય છે અને દ્રવ્ય આધાર છે તેથી પણ ગુણ, પર્યાય અને દ્રવ્ય વચ્ચે ભેદસ્વભાવ છે.
(૮) અભેદસ્વભાવ :
વળી, દ્રવ્ય, ગુણ અને પર્યાય વચ્ચે અભેદ વૃત્તિ છે=એક સ્થાનમાં પરસ્પર વ્યાપીને રહેલા છે, તે