________________
GO
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧, ગાથા-૯
તેની સ્પષ્ટતા કરતાં ટબામાં કહે છે –
પર્યાય પણ આદિષ્ટ દ્રવ્ય કરાય છે અને તેમ કરવાથી આકાશાદિ દ્રવ્યમાં પણ ઘટાકાશાદિ ભેદથી અનેક દ્રવ્યનો પ્રવાહ પ્રાપ્ત થાય છે. તેથી અનેક સ્વભાવ આકાશાદિમાં દુર્લભ નથી.
આશય એ છે કે, માટી ઘટરૂપે થાય છે ત્યારે માટી જ પ્રથમ સ્થાસ અવસ્થામાં, પછી કોશ અવસ્થામાં, પછી કુશૂલ અવસ્થામાં અને અંતે ઘટ અવસ્થારૂપે થાય છે, માટે સ્થાન આદિ માટીદ્રવ્યના પર્યાયો છે. માટીની સ્થાન અવસ્થા તેમાં વર્તતા રૂપ, રસ, ગંધ આદિ પર્યાયોનો આધાર હોવાથી દ્રવ્ય કહેવાય છે અને તે આદિષ્ટ દ્રવ્ય છે; કેમ કે તે વખતે સ્થાઅવસ્થારૂપ માટીમાં જે રૂપાદિ પર્યાયો છે તેનો આધાર સ્થાસદ્રવ્ય છે. તે રીતે કોશઅવસ્થા પણ તે કાળમાં વર્તતા રૂપાદિ પર્યાયોનો આધાર છે. આ રીતે મૃદાદિ દ્રવ્યના અનેક દ્રવ્યરૂપ પર્યાય પ્રાપ્ત થાય છે, તે અપેક્ષાએ પદાર્થ અનેક સ્વભાવવાળો છે. આનાથી એ પ્રાપ્ત થાય કે, સ્થાન અવસ્થામાં અનેક સહભાવી ધર્મો છે, જેનો આધાર સ્થાસઅવસ્થાવાળી માટી છે, માટે તેમાં એક આધારત્વ ધર્મ છે; પરંતુ તે સ્થાસઅવસ્થાવાળી માટી જ પૂર્વમાં મૃદ્દરૂપે હતી, પછી કોશરૂપે થઈ, પછી કુશૂલરૂપે થઈ તે સર્વ અવસ્થા પણ તે રૂપાદિ ધર્મનો આધાર હોવાથી આદિષ્ટ દ્રવ્ય બને અને તે આદિષ્ટ દ્રવ્યોનો પ્રવાહ એક વસ્તુમાં પ્રાપ્ત થયો, તેથી તે દ્રવ્યના પ્રવાહની અપેક્ષાએ તે દ્રવ્યમાં અનેક સ્વભાવ પ્રકાશે છે. જેમ, મનુષ્યના આત્મદ્રવ્યમાં બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થારૂપ અનેક દ્રવ્યોનો પ્રવાહ વર્તે છે; કેમ કે બાલ્યાવસ્થા પણ અનેક ધર્મોનો આધાર હોવાથી આદિષ્ટ દ્રવ્ય છે. મનુષ્યની બાલ્યાવસ્થામાં કષાયનો ઉપયોગ, જ્ઞાનનો ઉપયોગ, વીર્યનું પ્રવર્તન, સુખનો અનુભવ આદિ અનેક પર્યાયો વર્તે છે અને તે સર્વ પર્યાયોનો આધાર બાલ્યાવસ્થા છે, તેથી બાલ્યાવસ્થા આદિષ્ટ દ્રવ્ય છે. તે રીતે યુવાવસ્થામાં અને વૃદ્ધાવસ્થામાં પણ અનેક પર્યાયો પ્રાપ્ત થાય છે, માટે યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા પણ આદિષ્ટ દ્રવ્ય છે. આ રીતે મનુષ્યભવમાં અનેક દ્રવ્યોનો પ્રવાહ પ્રાપ્ત થાય છે તેથી મનુષ્યમાં અનેક સ્વભાવ પ્રકાશે છે
વળી, જેમ મૃદાદિમાં કે મનુષ્યમાં અનેક દ્રવ્યોનો પ્રવાહ પ્રાપ્ત થાય છે તેમ આકાશદ્રવ્યમાં પણ ઘટાકાસાદિના ભેદથી અનેક સ્વભાવ દુર્લભ નથી. તેથી એ પ્રાપ્ત થાય કે વર્તમાનમાં આકાશના કોઈક એક દેશમાં ઘટ રહેલ હોય તે આકાશનો એક દેશ ઘટાકાશ કહેવાય. વળી, કોઈ અન્ય દેશમાં પટ રહેલો હોય તો તે આકાશનો એક દેશ પટાકાશ કહેવાય. તે રીતે આકાશના અનેક દેશોની પ્રાપ્તિ હોવાથી આકાશમાં અનેક સ્વભાવ સંગત થાય છે; કેમ કે એક જ આકાશમાં ઘટાકાશ, પટાકાશ આદિ અનેક ભેદોની પ્રાપ્તિ છે. વળી, તે ઘટાકાશવાળો દેશ પણ તે આકાશદેશમાં વર્તતા આકાશત્વ, અરૂપીપણું, અચેતનત્વ આદિ અનેક ધર્મોનો આધાર હોવાથી દ્રવ્યરૂપ છે અને તેવાં અનેક દ્રવ્યોનો પ્રવાહ આકાશમાં પ્રાપ્ત થાય છે તે અપેક્ષાએ આકાશમાં અનેક સ્વભાવ પ્રકાશે છે.
પદાર્થમાં એકસ્વભાવ અને અનેકસ્વભાવ છે તેમ અત્યાર સુધી સ્થાપન કર્યું. ત્યાં કોઈને પ્રશ્ન થાય કે, વસ્તુનો એકસ્વભાવ છે એમ કહ્યા પછી વસ્તુ અનેકસ્વભાવવાળી છે એમ કેમ કહી શકાય ? અને વસ્તુ અનેકસ્વભાવવાળી છે એમ કહ્યા પછી વસ્તુ એકસ્વભાવવાળી છે એમ કેમ કહી શકાય ? તેના નિવારણ