________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ / ઢાળ-૧૧ / ગાથા-૨ પરમાણુ જેટલા ક્ષેત્રમાં વ્યાપીને જીવદ્રવ્ય સાથે સંબંધવાળો છે તેટલો જીવદ્રવ્યનો અંશ, તેને પ્રદેશ કહેવાય, જે જીવદ્રવ્યમાં રહેલો પ્રદેશત્વગુણ છે. આવા અસંખ્યાત પ્રદેશપ્રમાણ જીવદ્રવ્ય હોવાથી તે જીવના સર્વ પ્રદેશમાં પ્રદેશત્વગુણ રહેલો છે.
(૭) ચેતનત્વગુણ:- વળી, ચેતનદ્રવ્યમાં ચેતનવગુણ છે. દરેક જીવોને પોતાના જ્ઞાનનો અનુભવ છે, તે અનુભવવિશેષ ચેતનત્વગુણ છે. વળી, દરેક ચેતનદ્રવ્યને “હું સુખી છું, હું દુઃખી છું, હું કષાયવાળો છું, હું શેયને જાણનારો છું.” ઇત્યાદિરૂપે વેદના થાય છે તેના અનુભવવાળો જીવ છે અને તે અનુભવવિશેષ ચેતનવગુણ છે. આત્મામાં ચેતનવગુણ છે આથી જ કર્મના વશથી એક ભવમાંથી અન્ય ભવમાં જીવ જન્મ છે, જમ્યા પછી વૃદ્ધિ પામે છે અને તેના દેહમાં કોઈ ભાગ ભગ્ન થયો હોય કે કોઈ ભાગ ક્ષત થયો હોય તો તેનું સંરોહણ થાય છે-તે સર્વ જીવનધર્મ ચેતનત્વગુણને કારણે થાય છે.
(૮) અચેતનત્વગુણ -ચેતનત્વથી વિપરીત અચેતનત્વગુણ છે, જે ધર્માસ્તિકાયાદિ ચારે દ્રવ્યોમાં વર્તે છે. આથી ધર્માસ્તિકાયાદિને કે પુદ્ગલને કોઈપણ પ્રકારના જ્ઞાનનું કે સુખ-દુઃખાદિનું વેદન નથી.
(૯) મૂર્તત્વગુણ - મૂર્તત્વગુણ રૂપ, રસ, ગંધ, સ્પર્શના સમુદાયથી અભિવ્યંગ્ય છે. જેમ શરાવમાં=માટીમાં, રહેલી ગંધ જલથી અભિવ્યંગ્ય છે. વળી, આ મૂર્તિત્વગુણ પુદ્ગલદ્રવ્યમાત્ર વૃત્તિ છે.
(૧૦) અમૂર્તત્વગુણ:- પુદ્ગલ સિવાય અન્ય સર્વ દ્રવ્યોમાં અમૂર્તત્વગુણ છે, જે અમૂર્તત્વગુણ મૂર્તત્વગુણના અભાવ સાથે સમનિયત છે. તેથી એ પ્રાપ્ત થાય કે અમૂર્ત એવાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવોમાં મૂર્તિત્વનો અભાવ પણ છે અને અમૂર્તત્વગુણ છે તે બંને સમનિયત છે.
અહીં નૈયાયિક શંકા કરે છે કે અચેતનત્વ અને અમૂર્તત્વ એ ચેતનત્વ અને મૂર્તિત્વના અભાવરૂપ છે માટે અચેતનત્વ અને અમૂર્તત્વને ગુણ કહી શકાય નહીં, પરંતુ મૂર્તિત્વગુણનો અને ચેતનવગુણનો અભાવ છે, તેમ કહી શકાય. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – - અચેતનદ્રવ્યવૃત્તિ કે અમૂર્તદ્રવ્યવૃત્તિ જે કાર્ય થાય છે, તે કાર્યની જનકતા તે દ્રવ્યમાં છે. તેનું અવચ્છેદક અચેતનત્વ અને અમૂર્તત્વ છે તેથી અચેતનત્વ અને અમૂર્તત્વને ચેતનત્વના અભાવરૂપ અને મૂર્તત્વના અભાવરૂપ સ્વીકારી શકાય નહીં, પરંતુ સ્વતંત્ર ગુણરૂપે જ સ્વીકારવા જોઈએ. જેમ અચેતન એવા માટી આદિના પુદ્ગલોમાં ઘટારિરૂપ કાર્ય થાય છે અને અચેતન એવા ધર્માસ્તિકાયાદિ દ્રવ્યમાં જીવ અને પુદ્ગલના ગમનાદિથી તે તે કાર્યો થાય છે તે સર્વ કાર્યની જનકતા તે અચેતન માટી આદિ સર્વ દ્રવ્યમાં વર્તે છે અને તે કાર્યની જનકતાનો અવચ્છેદક તેમાં રહેલો અચેતનત્વ ગુણ છે. આથી જ જે માટીના પુદ્ગલો જે જે વખતે ઘટ કે અન્ય અન્ય સ્વરૂપે થાય છે તે સર્વ કાર્યોની જનકતાનો અવચ્છેદક અચેતનત્વગુણ છે. વળી ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોમાં પણ જે કાર્યો થાય છે તે સર્વ કાર્યોનો અવચ્છેદક અચેતનવગુણ છે; કેમ કે તે સર્વ કાર્યો ક્યારેય પણ ચેતનદ્રવ્યમાં થતાં નથી.
વળી, અમૂર્તદ્રવ્યમાં જેટલાં કાર્યો થાય છે, તે સર્વ કાર્યોની જનકતાનો અવચ્છેદક અમૂર્તત્વગુણ છે