________________
૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧, ગાથા-૨ તેથી અમૂર્તદ્રવ્યમાં વર્તતા કાર્યના અવચ્છેદસ્વરૂપે અમૂર્તત્વગુણને સ્વીકારવો જોઈએ. આથી જ અમૂર્તમાં થતાં કાર્યો ક્યારેય મૂર્તત્વગુણથી અવચ્છેદ્ય હોતાં નથી. જેમ અમૂર્ત એવા જીવમાં કે ધર્માસ્તિકાયાદિમાં જે જે કાર્યો થાય છે તે સર્વ કાર્યનો અવચ્છેદક ધર્મ અમૂર્તત્વગુણ છે, પરંતુ મૂર્તત્વગુણ નથી.
વળી, “આ દ્રવ્યો ચેતન નથી, અચેતન છે; મૂર્ત નથી, અમૂર્ત છે' એ પ્રકારના વ્યવહારવિશેષના નિયામકપણાથી પણ અચેતનત્વને અને અમૂર્તત્વને પૃથફ ગુણરૂપે સ્વીકારવા જોઈએ; કેમ કે તે પદાર્થમાં રહેલા ગુણથી જ તે દ્રવ્ય અન્ય કરતાં જુદું જણાય છે. જેમ, ચેતનદ્રવ્ય તેમાં રહેલા ચેતનત્વગુણથી જ અચેતનદ્રવ્ય કરતાં જુદું જણાય છે તેમ અચેતનદ્રવ્ય પણ તેમાં રહેલા અચેતનત્વગુણથી જ ચેતન કરતાં જુદું જણાય છે. આ
અહીં નૈયાયિક કહે કે, અચેતનત્વમાં અને અમૂર્તત્વમાં “અ” શબ્દ અભાવનો વાચક છે, તેથી ચેતનમાં રહેલા ચેતનત્વગુણનો અભાવ અચેતન પદાર્થમાં છે અને મૂર્તદ્રવ્યમાં રહેલા મૂર્તત્વગુણનો અભાવ અમૂર્ત પદાર્થમાં છે એમ સ્વીકારી શકાશે. આ સ્વીકારવાથી અચેતનત્વને અને અમૂર્તત્વને સ્વતંત્ર ગુણ સ્વીકારવાની આપત્તિ આવશે નહીં. તેને ગ્રંથકારશ્રી કહે છે –
અચેતનત્વ અને અમૂર્તત્વમાં રહેલ “નગ' પદ પર્યદાસ અર્થમાં છે, પ્રસજ્યપ્રતિષેધ અર્થમાં નથી. જેમ ઘટ નથી' એમ કહીએ ત્યારે ઘટ છે” એ પ્રકારના પ્રસંગની પ્રતિષેધ થાય છે. તેથી તે સ્થાનમાં પ્રસજ્યનો પ્રતિષેધ પ્રાપ્ત થાય છે, પણ “અચેતન છે' એમ કહેવામાં આવે ત્યારે ચેતનના અભાવની પ્રાપ્તિ થતી નથી, પરંતુ વિદ્યમાન એવા જડ પદાર્થમાં ચેતનત્વ ગુણનો નિષેધ કરીને તેનાથી વિપરીત ગુણના સ્વીકારની પ્રાપ્તિ છે તેથી અચેતનત્વ કહેવાથી ચેતનત્વ ગુણના પર્યદાસની પ્રાપ્તિ થાય છે અને તેનાથી વિપરીત ગુણની સિદ્ધિ થાય છે.
વળી, નૈયાયિકના વચન અનુસાર જ અચેતનત્વને અને અમૂર્તત્વને ગુણરૂપે સ્વીકારવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
“અનુષ્ણ-અશીતસ્પર્શ નૈયાયિક પણ સ્વીકારે છે. તેથી તૈયાયિક પણ અનુષ્ણ સ્પર્શમાં રહેલ “અ” અને અશીત સ્પર્શમાં રહેલ “અને અભાવના નિયામક સ્વીકારતો નથી, પરંતુ ભાવાત્મક પદાર્થને સ્વીકારે છે. તેથી જ “અનુષ્ણ-અશીત સ્પર્શ'રૂપ ગુણ જેમ તૈયાયિક સ્વીકારે છે તેમ અચેતનત્વ અને અમૂર્તત્વગુણને પણ તૈયાયિકે સ્વીકારવો જોઈએ. તેથી કોઈક અપેક્ષાથી ભાવાન્તરરૂપ અભાવ છે એમ સ્વીકારાય છે. માટે એ નયના આશ્રયણથી દોષ નથી.
આશય એ છે કે, કોઈક સ્થાનમાં અભાવ ભાવાત્તરરૂપ નથી એમ પ્રાપ્ત થાય છે તે નદૃષ્ટિ છે અને કોઈક સ્થાનમાં અભાવ એ ભાવાન્તરરૂપ પ્રાપ્ત થાય છે એ ન દૃષ્ટિ છે. આથી જ “ઘટ નથી' તેમ કહીએ ત્યારે “ઘટ’ ભાવાત્તરરૂપે પ્રાપ્ત થતો નથી અને અચેતન કહીએ ત્યારે ચેતનત્વ ગુણથી અન્ય એવા અચેતનત્વ ગુણરૂપ ભાવાન્તરની પ્રાપ્તિ થાય છે. તેથી ભાવાન્તરરૂપ અભાવ છે એ પ્રકારના નયની દૃષ્ટિને સ્વીકારીને અમૂર્તત્વ અને અચેતનત્વ ગુણ કહ્યા, તેમાં દોષની પ્રાપ્તિ નથી. II૧૧/શા