________________
૭૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧| ગાથા-૬ પરભાવની અપેક્ષાએ પણ અસ્તિસ્વભાવવાળો કહીએ તો તે ઘટ અન્ય મૃદ્દવ્ય સ્વરૂપે પણ છે એમ માનવું પડે અને તેમ સ્વીકારીએ તો સર્વ દ્રવ્યોને સર્વ સ્વરૂપથી અસ્તિત્વ પ્રાપ્ત થાય. જેમ વિવક્ષિત ઘટ વિવક્ષિત મૃદુસ્વરૂપ છે અને અન્ય મૃદુસ્વરૂપ પણ છે એમ કહીએ તો, વિવલિત ઘટ વિવક્ષિત સ્વરૂપે છે અને અન્ય સર્વ સ્વરૂપે પણ છે એમ પ્રાપ્ત થાય. જો આમ સ્વીકારીએ તો બધાં શાસ્ત્રોનો વિરોધ પ્રાપ્ત થાય અને બધા અનુભવસિદ્ધ વ્યવહારનો પણ વિરોધ પ્રાપ્ત થાય; કેમ કે બધાં શાસ્ત્રો ઉપાસ્ય-ઉપાસકના ભેદને માને છે, સંસાર-મોક્ષનો ભેદ માને છે તે સંગત થાય નહીં અને “આ મારું છે', “આ તારું છે' એ પ્રકારનો જે અનુભવસિદ્ધ વ્યવહાર છે તેનો પણ વિરોધ પ્રાપ્ત થાય. માટે સર્વ પદાર્થોમાં પરની અપેક્ષાએ નાસ્તિસ્વભાવ છે એમ માનવું પડે.
અહીં બૌદ્ધ દર્શનવાદી કહે કે, સત્તા વસ્તુમાં સ્વભાવથી જણાય છે; કેમ કે ઘટને જોઈને ઘટની સત્તાની પ્રતીતિ છે, તેથી સત્તા સત્ય છે અને અસત્તા પોતાના જ્ઞાનમાં પરમુખને જોનારી છે, તે માટે કલ્પનાજ્ઞાનનું વિષયપણું હોવાથી તે અસત્ય છે. જેમ ઘટને જોઈને ઘટની સત્તા દેખાય છે તેમ પટના અભાવની સત્તા દેખાતી નથી, પરંતુ પટની ઉપસ્થિતિ થાય તો પટ નથી” એવા કલ્પનાજ્ઞાનના વિષયરૂપે ઘટમાં પટની અસત્તા જણાય છે, માટે ઘટમાં પટની અસત્તા કાલ્પનિક છે, વાસ્તવિક નથી. આ પ્રકારનો બૌદ્ધ મત ઉચિત નથી એ બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
વસ્તુને જોતાંની સાથે જેમ વસ્તુની સત્તા જણાય છે તેમ અન્ય સ્વરૂપે વસ્તુની અસત્તા જણાતી નથી તેનું કારણ તે અસત્તાનો વ્યંજક પ્રાપ્ત નહીં થતો હોવાથી અસત્તા જણાતી નથી, પરંતુ અસત્તા શશશૃંગની જેમ તુચ્છ છે માટે જણાતી નથી એમ જે બૌદ્ધ કહે છે તે ઉચિત નથી. આ કથનને જ દૃષ્ટાંતથી સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
જેમ શરાવમાં ગંધ છે છતાં પાણીના સ્પર્શ વગર ગંધ જણાતી નથી એટલા માત્રથી “શરાવમાં ગંધ નથી' એમ કહી શકાય નહીં. તે રીતે જેમ દેખાતા ઘટમાં ઘટની સત્તા દેખાય છે તેમ વ્યંજકની અપ્રાપ્તિને કારણે=પટની ઉપસ્થિતિરૂપ વ્યંજકની અપ્રાપ્તિને કારણે, ઘટમાં પટની અસત્તા જણાતી નથી તોપણ જ્યારે પટની ઉપસ્થિતિરૂપ વ્યંજક પ્રાપ્ત થાય છે ત્યારે ઘટને જોઈને ઘટમાં પટની અસત્તા જણાય છે.
આ કથનથી શું ફલિત થાય છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
વસ્તુના કેટલાક ગુણો સ્વભાવથી જણાય છે, જેમ ઘટને જોઈને ઘટની સત્તા ઘટના સ્વભાવથી જણાય છે. જ્યારે વસ્તુમાં રહેલા કેટલાક ગુણો પ્રતિનિયત વ્યંજકથી જણાય છે, જેમ સરાવમાં રહેલ ગંધ પાણીના સ્પર્શરૂપ વ્યંજકથી જણાય છે, તેમાં કારણ તે વસ્તુનો તેવો વિચિત્ર સ્વભાવ છે. જેમ ઘટરૂપ વસ્તુની સત્તા વ્યંજક વગર જણાય છે એ રૂપ વિચિત્રતા ઘટમાં છે અને સરાવમાં રહેલી ગંધ પાણીના સ્પર્શરૂપ વ્યંજકથી જણાય છે એ રૂપ વિચિત્રતા સરાવની ગંધમાં રહેલી છે તેમ ઘટમાં રહેલી સત્તા વ્યંજક વગર જણાય છે એ પ્રકારે સત્તામાં વિચિત્રતા છે અને ઘટમાં રહેલી પટની અસત્તા તેના વ્યંજક એવા પટની ઉપસ્થિતિથી જણાય છે એ પ્રકારે અસત્તામાં વિચિત્રતા છે, પરંતુ અસત્તાની તુચ્છતા કહીએ તો