________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ | ગાથા-૭-૮ પર્યાયની પરિણતિથી પદાર્થમાં અનિત્ય સ્વભાવ કેમ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે– પદાર્થમાં જે સ્વરૂપે ઉત્પાદ-વ્યય છે તે સ્વરૂપે પદાર્થમાં અનિત્ય સ્વભાવ છે. જેમ માટીમાંથી ઘડો થાય છે ત્યારે પિંડ અવસ્થાનો વ્યય અને ઘટ અવસ્થાનો ઉત્પાદ થાય છે, તેથી માટીમાં અનિત્ય સ્વભાવ છે એવી પ્રતીતિ થાય છે.
૮૦
વળી, અનિત્ય સ્વભાવ ઉત્પાદ-વ્યયરૂપ છે, ધ્રૌવ્યરૂપ નથી તે બતાવતાં કહે છે દ્રવ્યથી છતી વસ્તુ પર્યાયવિશેષરૂપ રૂપાંતરથી નાશ થાય છે, તેથી કરીને પદાર્થમાં નિત્ય સ્વભાવ અને અનિત્ય સ્વભાવ ભાસે છે અર્થાત્ ‘પદાર્થ આ રૂપે નિત્ય છે અને આ રૂપે અનિત્ય છે' એ રૂપ વૈચિત્ર્ય ભાસે છે. આથી જ પિંડ અવસ્થાથી ઘટ અવસ્થાના પ્રાપ્તિકાળમાં માટીરૂપે પુરોવર્સી દ્રવ્ય નિત્ય જણાય છે અને પિંડ અવસ્થાનાં નાશપૂર્વક ઘટ અવસ્થાને આશ્રયીને અનિત્ય જણાય છે. આ રીતે એક જ વસ્તુમાં નિત્ય સ્વભાવ અને અનિત્ય સ્વભાવ વિચિત્રરૂપે ભાસે છે.
--
વળી, કઈ રીતે યિતા છે અને કઈ રીતે અનિત્યતા છે ? તે સ્પષ્ટ કરવા અર્થે યુક્તિ બતાવે છે વિશેષમાં સામાન્યરૂપથી અન્વયને કારણે નિત્યતા છે. જેમ ઘટનાશમાં પણ મૃદ્રવ્યની અનુવૃત્તિ છે અર્થાત્ ઘટનાશરૂપ વિશેષમાં પણ ઘટકાળમાં જે મૃદ્રવ્ય હતું તે જ મૃદ્રવ્ય ઠીકરામાં પણ છે માટે સામાન્યરૂપ મૃદ્રવ્યના અન્વયને કારણે નિત્ય સ્વભાવ ભાસે છે. તે સામાન્ય એવા મૃદાદિમાં પણ સ્થૂલ એવા અર્થાંતર ઘટાદિ નાશને આશ્રયીને અનિત્યતા છે અર્થાત્ ઘટકાળમાં જે માટી છે એ જ માટી ઠીકરાકાળમાં પણ છે, તેથી માટી સામાન્યરૂપે છે તેમાં પણ સ્થૂળ અર્થાંત૨રૂપ ઘટાદિનો નાશ પ્રાપ્ત થયો, તેથી ઠીકરા અવસ્થા દેખાય છે તેને જોઈને તેમાં અનિત્યતા દેખાય છે; કેમ કે ઘટરૂપે માટી નાશ પામી એ પ્રકારની પ્રતીતિ છે.
—
અહીં સ્થૂળ અર્થાતર ઘટાદિનાશ કહેવાથી એ પ્રાપ્ત થાય કે, માટી જ્યારે ઘટરૂપે હતી ત્યારે પણ પૂર્વ પૂર્વ ક્ષણનો ઘટ ઉત્તર ઉત્તર ક્ષણમાં નાશ પામે છે તે સૂક્ષ્મ અર્થાંતર હતું, તેથી સૂક્ષ્મબુદ્ધિથી જોનારને જ પ્રતિક્ષણ નાશ પામતા ઘટની પ્રતીતિ થાય છે, જ્યારે સ્થૂલ દૃષ્ટિથી જોવામાં આવે ત્યારે ઘટનો નાશ થાય તે સ્થૂલ અર્થાંતર નાશ છે, જેને આશ્રયીને અનિત્યતાની પ્રતીતિ સર્વ વિચારકને થાય છે. સૂક્ષ્મબુદ્ધિથી જોનારને તો ઘટ અવસ્થિત રહ્યો ત્યારે પણ માટીમાં પ્રતિક્ષણ નાશ પામતા ઘટને જોઈને અનિત્યતાની પ્રતીતિ થાય છે. II૧૧/૭/
-
અવતરણિકા :
પદાર્થ કથંચિત્ નિત્ય સ્વભાવવાળો છે અને કથંચિત્ અનિત્ય સ્વભાવવાળો છે તેમ ગાથા-૭માં બતાવ્યું. હવે જો પદાર્થને નિત્ય ન સ્વીકારવામાં આવે તો શું દોષ આવે ? અને અનિત્ય ન સ્વીકારવામાં આવે તો શું દોષ આવે ? તે બતાવીને પદાર્થ નિત્ય-અનિત્ય સ્વભાવરૂપ છે તે દૃઢ કરવા અર્થે કહે છે