________________
૮૫
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧, ગાથા-૮ કહે છે અને આલોકનેત્રપ્રકાશને અને ચક્ષને, નિમિત્તકારણ કહે છે. તેથી એ પ્રાપ્ત થાય કે, જોનાર પુરુષ ઘટ-પટાદિના રૂપનું જ્ઞાન કરે છે તે જ્ઞાન થવાની પૂર્વે તે પુરુષનો બોધને અનુકૂળ જે મનોવ્યાપાર છે તે મનસ્કાર છે. તે મનસ્કારક્ષણ નાશ પામે છે અને ઉત્તરક્ષણમાં રૂપનું જ્ઞાન પ્રગટ થાય છે તે વખતે તે મનસ્કારક્ષણ રૂપના જ્ઞાન પ્રત્યે ઉપાદાન છે તેમ સ્વીકારીને અન્વયી એવા પુરુષને બૌદ્ધ દર્શનવાદી સ્વીકારતો નથી. તે કહે છે કે, મનસ્કારક્ષણ નાશ પામે છે તે ઉત્તરમાં રૂપની જ્ઞાનક્ષણને ઉત્પન્ન કરે છે તેથી મનસ્કારક્ષણ ઉપાદાન છે અને જ્ઞાનક્ષણ એ ઉપાદેય છે એમ પ્રાપ્ત થાય. તે વખતે રૂપના જ્ઞાનકાળમાં વિદ્યમાન પ્રકાશ અને ચક્ષુ એ રૂપના જ્ઞાન પ્રત્યે ઉપાદાન નથી પરંતુ નિમિત્તકારણ છે એ પ્રમાણે બૌદ્ધ મતાનુસાર પ્રાપ્ત થાય, છતાં આ પ્રકારની વ્યવસ્થા બૌદ્ધ મતાનુસાર ઘટે નહીં.
કેમ ઘટે નહીં ? તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ બતાવે છે –
ઉપાદાનકારણથી થતા કાર્યમાં અન્વયી ન હોય અને ઉપાદાનકારણમાં કાર્યની શક્તિમાત્ર સ્વીકારીએ તો, ઉપાદાનતા નિમિત્તકારણમાં પણ કહી શકાય=નિમિત્તકારણમાં પણ કાર્ય કરવાની શક્તિ છે તેમ કહી શકાય. માટે રૂપના જ્ઞાન પ્રત્યે મનસ્કાર ઉપાદાન છે અને પ્રકાશ અને ચક્ષુ ઉપાદાન નથી તેમ કહી શકાય નહીં, પરંતુ આલોકમાં રૂપના જ્ઞાનની શક્તિ સ્વીકારીએ અને ચક્ષુમાં રૂપના જ્ઞાનની શક્તિ સ્વીકારીએ તો, રૂપના જ્ઞાન પ્રત્યે આલોક ઉપાદાન છે અથવા રૂપના જ્ઞાન પ્રત્યે ચક્ષુ ઉપાદાન છે તેમ પણ કહી શકાય; કેમ કે રૂપજ્ઞાનક્ષણમાં જેમ મનસ્કારક્ષણ નાશ પામે છે તેમ પૂર્વની આલોકક્ષણ પણ રૂપજ્ઞાનક્ષણમાં નાશ પામે છે અને પૂર્વની ચıક્ષણ પણ રૂપજ્ઞાનક્ષણમાં નાશ પામે છે. વળી, અવ્યવહિત કારણક્ષણ કાર્ય કરે છે એ નિયમ અનુસાર રૂપના જ્ઞાનની અવ્યવહિતકારણક્ષણ આલોક પણ છે અને ચક્ષુ પણ છે તેથી એ બન્નેને પણ રૂપજ્ઞાન પ્રત્યે ઉપાદાનકારણ છે એમ માની શકાય. જો એમ કહેવામાં આવે કે, મનસ્કારના ઉપયોગવાળો આત્મા રૂપજ્ઞાનકાળમાં અન્વયીરૂપે છે અને આલોકક્ષણ અને ચક્ષુક્ષણ જે પૂર્વની છે તેનો અન્વયી રૂપના જ્ઞાનમાં નથી. માટે રૂપનું જ્ઞાન કરનાર પુરુષનો પૂર્વનો મનસ્કારરૂપ ઉપયોગવાળો આત્મા રૂપના જ્ઞાનમાં અન્વયી છે, તેથી મનસ્કારક્ષણ રૂપના જ્ઞાન પ્રત્યે ઉપાદાનકારણ છે તથા પ્રકાશક્ષણ અને ચક્ષુષણ રૂપના જ્ઞાનમાં અન્વયી નહીં હોવાથી=પ્રકાશક્ષણ અને ચક્ષુક્ષણ મનસ્કારરૂપ ઉપયોગવાળા આત્માની જેમ આધાર નહીં હોવાથી, રૂપના જ્ઞાનમાં નિમિત્તમાત્ર છે, તેમ સ્વીકારીએ તો, રૂપના જ્ઞાનમાં મનસ્કાર ઉપાદાનકારણ છે અને આલોક=પ્રકાશ, “નિમિત્તકારણ છે” તે વ્યવસ્થા સંગત થાય. માટે ઉપાદાનકારણને અન્વયી માનવું જોઈએ અર્થાત્ રૂપના જ્ઞાનને અભિમુખ એવી મનસ્કારક્ષણ અને રૂપની જ્ઞાનક્ષણ વચ્ચે અન્વયી એવા આત્માને માનવો જોઈએ. અન્વયીપણું તે જ નિત્ય સ્વભાવ છે માટે આત્મા દ્રવ્યરૂપે નિત્ય છે તેથી આત્મામાં નિત્ય સ્વભાવ છે.
હવે જો નૈયાયિકાદિ સર્વથા નિત્ય સ્વભાવ માને છે તેમ માનીએ અને અનિત્ય સ્વભાવ ન માનીએ તો તે પદાર્થમાં અર્થક્રિયા ઘટે નહીં. જેમ તૈયાયિક પરમાણુમાં સર્વથા નિત્ય સ્વભાવ માને છે તેમ માનીએ અને પરમાણુમાં અનિત્ય સ્વભાવ સર્વથા નથી તેમ માનીએ તો, પરમાણુ આદિમાં હયણુકાદિ અર્થરૂપે થવાની ક્રિયારૂપ અર્થક્રિયા થાય છે તે ક્રિયા ઘટે નહીં.