________________
૭
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧, ગાથા-પ-૬ ભાવાર્થ -
દરેક વસ્તુ દ્રવ્યરૂપ અને પર્યાયરૂપ છે અને પર્યાયથી અતિરિક્ત ગુણ નથી છતાં યાવતું દ્રવ્યભાવી ગુણ છે અને અયાવતું દ્રવ્યભાવી પર્યાય છે એવી વિરક્ષા કરીને પર્યાયથી અતિરિક્ત ગુણ છે તેમ પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું. પ્રસ્તુત ઢાળમાં પૂર્વમાં સામાન્યગુણ અને વિશેષગુણ બતાવ્યા પછી હવે સ્વભાવના ભેદો બતાવે છે, પરંતુ તે પહેલાં ગ્રંથકારશ્રી સ્પષ્ટતા કરે છે કે ગુણથી સ્વભાવ અલગ નથી છતાં પદાર્થમાં અનુવૃત્તિ સ્વભાવથી ધર્મ રહે છે અને વ્યાવૃત્તિ સ્વભાવથી ધર્મ રહે છે, તે ધર્મમાત્રની વિવફા કરીને તેને સ્વભાવ કહેલ છે, તેથી ગુણથી સ્વભાવને જુદા પાડ્યા છે. જેમ, ઘટમાં ઘટવધર્મ અનુવૃત્તિરૂપે છે અને પટત્વધર્મ વ્યાવૃત્તિરૂપે છે, તે બંને ધર્મો ઘટરૂપ વસ્તુના ધર્મો છે. તેની વિવક્ષા કરીને તેને સ્વભાવ કહેલ છે અને તે સ્વભાવને ગુણથી પંડિત પુરુષોએ જુદા કહ્યા છે. જુદા કેમ કહ્યા છે તે બતાવતાં કહે છે –
પોતપોતાના રૂપની મુખ્યતાને લઈને અનુવૃત્તિ સબંધમાત્રને અનુસરીને જે સ્વભાવ છે તેને જ ગુણ કરીને દેખાડ્યા છે.
જેમ, ચેતનરૂપ દ્રવ્યમાં ચેતનત્વ અનુવૃત્તિ સંબંધમાત્રથી રહે છે, તેથી અનુવૃત્તિ સંબંધ માત્રથી રહેનારા સ્વભાવને ચેતનનો ગુણ કહે છે. તે ચેતનદ્રવ્યમાં અનુવૃત્તિરૂપે અસ્તિત્વધર્મ છે અને વ્યાવૃત્તિરૂપે નાસ્તિત્વધર્મ છે, તે ધર્મમાત્રની વિવક્ષા કરીને અસ્તિત્વધર્મ અને નાસ્તિત્વધર્મ કહે છે. તેથી પૂર્વમાં ગુણવિભાગ કહીને હવે ગ્રંથકારશ્રી દિગંબર મતને સ્વીકારીને સ્વભાવવિભાગ કહે છે.
(૧) અસ્તિસ્વભાવ:- પ્રથમ અસ્તિસ્વભાવ બતાવે છે – પદાર્થ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ, સ્વભાવ સ્વરૂપે રહેલ છે, તેથી તે સ્વરૂપથી પદાર્થમાં ભાવરૂપતા છે, જે વસ્તુનો અસ્તિસ્વભાવ છે. જેમ વિવલિત ઘટ પોતાના પરમાણુ દ્રવ્યરૂપે વિદ્યમાન છે, પોતાના નિયત ક્ષેત્રમાં વિદ્યમાન છે, સ્વકાળમાં વિદ્યમાન છે અને પોતાનામાં વર્તતા રૂપાદિ ભાવરૂપે સ્વભાવમાં વિદ્યમાન છે તેથી સ્વદ્રવ્યાદિ રૂપે ઘટમાં જે ભાવ દેખાય છે, તે ઘટના અસ્તિત્વસ્વભાવ છે.
જેમ પરના અભાવથી નાસ્તિત્વસ્વભાવ અનુભવાય છે. અર્થાત્ વિવક્ષિત ઘટ અન્ય મૃરૂપે નથી, વિવક્ષિત ક્ષેત્રને છોડીને અન્ય ક્ષેત્રમાં નથી, વિવલિત કાળને છોડીને અન્ય કાળમાં નથી અને તે ઘટમાં વર્તતા ભાવોને છોડીને અન્ય ભાવમાં નથી એ પ્રકારે અનુભવ અનુસાર પ્રતીત થાય છે, તે રીતે નિજભાવથી=પોતાના દ્રવ્યક્ષેત્રકાળભાવરૂપ નિજભાવથી, ઘટમાં અસ્તિત્વસ્વભાવ પણ અનુભવાય છે, તેથી દરેક પદાર્થોમાં અસ્તિસ્વભાવ સ્વીકારાય છે. ૧૧/પા અવતરણિકા :
ગાથા-પમાં ગુણોથી સ્વભાવનો ભેદ બતાવીને અસ્તિત્વસ્વભાવનું સ્વરૂપ બતાવ્યું. હવે અસ્તિત્વસ્વભાવ ન સ્વીકારવામાં આવે તો શું દોષ આવે ? તે બતાવીને અવ્ય પણ સ્વભાવ બતાવે