________________
ઉલ
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨) ઢાળ-૧૧, ગાથાગતિતત્વ લક્ષણ છે, તે તેનો ગુણ છે. અધર્માસ્તિકાયમાં સ્થિતિહેતુત્વ લક્ષણ છે, તે તેનો ગુણ છે. આકાશાસ્તિકાયમાં અવગાહનાહેતુત્વ લક્ષણ છે, તે તેનો ગુણ છે. કાળમાં વર્તનાહેતુત્વ લક્ષણ છે, તે તેનો ગુણ છે. જીવમાં ઉપયોગ લક્ષણ છે, તે તેનો ગુણ છે અર્થાત્ જ્ઞાન-દર્શનરૂપ ઉપયોગ ગુણ છે. પુદ્ગલમાં ગ્રહણ લક્ષણ છે અર્થાત્ જીવથી ગ્રહણ થાય છે તે લક્ષણ છે, તે તેનો ગુણ છે. આમ છતાં દિગંબરો જીવદ્રવ્યમાં ચાર ગુણ અને પુદ્ગલદ્રવ્યમાં ચાર ગુણ કહે છે તે ચાર-ચાર ગુણો અસ્તિત્વાદિ સામાન્યગુણોનું ગ્રહણ કરવામાં આવે તો વિવક્ષાથી અપરિમિત થઈ શકે છે માટે જીવના ચાર જ ગુણો છે અને પુદ્ગલના ચાર જ ગુણો છે એમ કહેવું ઉચિત નથી. તેથી છ દ્રવ્યોનાં જે છ લક્ષણો છે, તે છ જ ગુણો છે તેવી શ્રદ્ધા કરવી જોઈએ, જેથી તે ગુણોથી તે દ્રવ્યનો અન્યથી ભિન્નરૂપે બોધ થાય.
જેમ તૈયાયિકદર્શન અનુમાન માટે પંચાવયવી વાક્ય માને છે જ્યારે પૂ. શ્રી ભદ્રબાહુસ્વામીએ દશાવયવી વાક્ય સ્વીકાર્યું છે. આ દશાવયવી વાક્ય ઉચિત નથી એમ ન્યાયદર્શનવાળા કહે છે. તેનો ઉત્તર આપતાં પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબે કહેલ છે કે, પ્રાજ્ઞ માટે વાદમાં હેતુ એક અવયવ જ બોધ કરાવવા માટે સમર્થ છે તેથી પંચાવયવીવાક્ય પણ આવશ્યક નથી. કોઈ પ્રાજ્ઞને દષ્ટાંતાદિ પાંચ અવયવની અપેક્ષા છે તેથી તૈયાયિક જે પંચાવયવી વાક્ય સ્વીકારે છે તે સંગત છે; પરંતુ તેનાથી પણ અલ્પ બુદ્ધિવાળા જીવને અનુમાનમાં દશ અવયવ બતાવવા આવશ્યક છે. તેમ દિગંબરો જીવના અને પુદ્ગલના જે ચાર ચાર વિશેષગુણો કહે છે, તે સ્થાનમાં પણ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોના જે લક્ષણરૂપ એકએક ગુણ છે, તે ગુણથી તેનો બોધ થઈ શકે છે તેથી જીવનો પણ ઉપયોગ એક ગુણ છે અને પુદ્ગલનો પણ ગ્રહણ એક ગુણ છે તેમ સ્વીકારવું જોઈએ, જેનાથી તે દ્રવ્યનો અન્ય દ્રવ્ય કરતાં પૃથગુરૂપે બોધ થાય. વળી, અસ્તિત્વાદિ સામાન્યગુણોની વિવક્ષા કરવામાં આવે તો જીવમાં અને પુદ્ગલમાં અપરિમિત ગુણો પ્રાપ્ત થાય, પરંતુ દિગંબરો જે દશ સામાન્યગુણો કહે છે અને જીવ-પુદ્ગલના ચાર વિશેષગુણો કહે છે, તે સ્કૂલ વ્યવહારથી સ્વીકારી શકાય, પણ જેટલા ગુણો જીવના અને પુદ્ગલના છે તે સર્વનું કથન કરવું હોય તો અનંત ગુણો છે એમ જ કહેવું જોઈએ. આથી જ આગમમાં સ્કૂલ વ્યવહારથી સિદ્ધના આઠ ગુણો કહ્યા છે, અપેક્ષાએ એકત્રીસ ગુણો પણ કહ્યા છે અને અપેક્ષાએ અનંત ગુણો કહ્યા છે.
અહીં પ્રશ્ન થાય કે, જો ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોનાં છ લક્ષણરૂપ એક-એક જ વિશેષગુણ ગ્રહણ કરવો ઉચિત હોય તો જીવનો ઉપયોગગુણ જ કહેવો જોઈએ અને પુદ્ગલનો ગ્રહણગુણ જ કહેવો જોઈએ, પરંતુ નવતત્ત્વ પ્રકરણમાં જીવના લક્ષણને કહેનારી અને પુદ્ગલના લક્ષણને કહેનારી ગાથામાં તો, જીવનમાં અનેક લક્ષણો બતાવ્યાં છે અને પુદ્ગલનાં પણ અનેક લક્ષણો બતાવ્યાં છે, તેથી જીવનું ઉપયોગ જ લક્ષણ અને પુદ્ગલનું ગ્રહણ જ લક્ષણ સ્વીકારવું કઈ રીતે ઉચિત ગણાય ? તેથી ગ્રંથકારશ્રી કહે છે –
નવતત્ત્વ પ્રકરણની ગાથામાં બતાવેલાં તે લક્ષણો સ્વભાવ-વિભાવ લક્ષણનું અન્યોન્ય નાન્તરીયકત્વના અવિનાભાવિત્વના પ્રતિપાદન માટે છે ઇત્યાદિ પંડિતોએ વિચારવું જોઈએ.
આશય એ છે કે, શુદ્ધ આત્માનો જે સ્વભાવ હોય તેને સામે રાખીને જીવનો વિચાર કરીએ તો જીવનો ઉપયોગસ્વભાવ છે અને સંસારીઅવસ્થામાં જે સંસારી જીવો દેખાય છે તેનો વિચાર કરીએ તો, સંસારી