________________
૨૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ટાળ-૧૦ | ગાથા-૯ અન્ય સ્વરૂપ નથી. અને આકાશના દેશ સ્વરૂપ જ આકાશનો અંત માનીએ તો તેનું અંતપણું કહેતાં વખતોવ્યાઘાત થાય.' તે માટે અલોકાકાશને અનંત જાણવું અંત વગરનું જાણવું. ll૧૦/લા ભાવાર્થ -
પૂર્વગાથામાં કહ્યું કે, લોક અને અલોક-એ રીતે આકાશદ્રવ્ય બે પ્રકારનું છે. તેથી લોકાકાશ શું છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
ધર્માસ્તિકાયાદિ અન્ય દ્રવ્યોથી યુક્ત એવો જે આકાશદ્રવ્યનો દેશ તે લોકાકાશ છે અને જે સ્થાનમાં ધર્માસ્તિકાયાદિ અન્ય દ્રવ્યો નથી માત્ર આકાશ છે એવો આકાશદ્રવ્યનો દેશ તે અલોકાકાશ છે.
અહીં પ્રશ્ન થાય કે, લોક પછી અલોકાકાશ શરૂ થાય છે, તેનો અંત ક્યાં છે ? તેથી કહે છે –
અલોકાકાશને અવધિ નથી અર્થાતું લોકાકાશથી માંડીને ઉત્તર ઉત્તરમાં સર્વત્ર અલોકાકાશ છે પરંતુ આટલા સુધી અલોકાકાશ છે, પછી નથી તેવી મર્યાદા અલોકાકાશની નથી.
અહીં કોઈ પ્રશ્ન કરે કે જેમ લોકાકાશની મર્યાદા પૂરી થાય છે અને તેના પછીના સ્થાને અલોકાકાશનો અંત પ્રાપ્ત થાય છે અર્થાત્ “આગળના અલોકાકાશની અપેક્ષાએ અહીં અલોકાકાશનો અંત પ્રાપ્ત થાય છે તેમ આગળ પણ કોઈક સ્થાને અલોકાકાશનો અંત પ્રાપ્ત થવો જોઈએ અને તેમ સ્વીકારીએ તો અલોકાકાશ નિરવધિ છે તેમ કહી શકાય નહીં. તેને ગ્રંથકારશ્રી કહે છે –
લોકાકાશ તો ભાવરૂપ છે તેથી તે અલોકાકાશની અવધિરૂપે ઘટે અર્થાતુ લોકાકાશમાં અલોકાકાશનો અભાવ છે માટે ત્યાં સુધી અલોકાકાશની અવધિ છે તેમ કહી શકાય, પરંતુ આગળમાં અન્ય કોઈ દ્રવ્ય નથી તેથી કેવળ અભાવને અલોકની અવધિ કહી શકાય નહીં અર્થાત્ જો આગળમાં અલોકાકાશનો અભાવ સ્વીકારવો હોય તો તે અભાવનો આધાર કોઈ દ્રવ્ય સ્વીકારવું પડે. જેમ લોકાકાશ પાંચ દ્રવ્યના સમૂહરૂપ છે તેમાં અલોકાકાશનો અભાવ છે માટે ત્યાં અલોકની અવધિ પ્રાપ્ત થાય છે તે રીતે લોકાકાશ પછીના અલોકાકાશને સ્વીકાર્યા પછી તેના ઉત્તરમાં અન્ય કોઈ દ્રવ્ય હોય તો તેમાં અલોકાકાશનો અભાવ છે તેમ કહી શકાય; પરંતુ આગળમાં કોઈ દ્રવ્ય નથી તેથી તે દ્રવ્યના પર્યાયરૂ૫ અલોકાકાશનો અભાવ નહીં હોવાથી અલોકાકાશ નિરવધિ છે તેમ સ્વીકારવું જોઈએ.
વળી, અલોકાકાશનો અંત ભાવરૂપે માનીએ તો ત્યાં અન્ય કોઈ દ્રવ્ય નથી તેથી આકાશના ભાવરૂપે જ અલોકાકાશનો અભાવ છે-તેમ પ્રાપ્ત થાય અને આકાશના દેશરૂપ જ અલોકાકાશનો અંત છે-તેમ કહીએ તો પરસ્પર વચનનો વિરોધ થાય. જેમ કોઈ કહે કે, “મારી મા વંધ્યા છે'-તે વચન માતા સ્વીકાર્યા પછી વંધ્યા કહેવું-તે વિરોધી છે તેમ, અલોકાકાશના અમુક ભાગ પછી આકાશદ્રવ્યના ભાવને સ્વીકારીને તે આકાશદ્રવ્યમાં અલોકાકાશનો અભાવ છે તેમ કહેવું વિરોધી છે; કેમ કે જો આગળ પણ આકાશદ્રવ્ય હોય તો ત્યાં અલોકાકાશની અવધિ પૂરી થાય છે તેમ કહી શકાય નહીં, માટે અલોકાકાશને અનંત જાણવું.
તેથી એ ફલિત થાય છે, જેમ કાળ, ભૂત પણ અનાદિનો છે, માટે પ્રારંભ વગરનો છે અને ભવિષ્ય પણ સદા રહેનારો છે, માટે અંત વગરનો છે છતાં કેવળજ્ઞાની ભૂત-ભવિષ્યને પૂર્ણ જુએ છે તોપણ તેનો