________________
૪૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૧૬ ભાવાર્થ :
વળી, દિગંબરો ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોની જેમ અરૂપી એવા કાળદ્રવ્યને સ્વીકારે છે અને ચૌદ રાજલોકના દરેક આકાશપ્રદેશ ઉપર એક એક કાલાણ રહેલા છે તેમ કહે છે. તેઓ કહે છે કે તે કાલાણુમાં ઊર્ધ્વતાપ્રચય સંભવે છે પરંતુ તિર્યકુપ્રચય નથી.
કઈ રીતે ઊર્ધ્વતાપ્રચય સંભવે છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
જેમ, માટીમાંથી કુંભાર ઘડો બનાવે છે ત્યારે તે માટીદ્રવ્ય પ્રથમ સ્થાસથાળી આકારે હોય છે, પછી કોશ આકારે થાય છે, પછી કુશૂલાદિ આકારે થાય છે અને અંતે ઘટ આકારે થાય છે. તેથી તે માટીમાંથી
સ્થાસથી માંડીને ઘટ સુધીના પર્યાયો ઉત્તર ઉત્તરની ક્ષણમાં ક્રમસર થાય છે. તે ક્રમસર થતા પર્યાયો ઊર્ધ્વતાપ્રચયરૂપ છે અર્થાતું પ્રથમ ક્ષણમાં પ્રથમ પર્યાય છે, બીજી ક્ષણમાં બીજો પર્યાય છે એ પ્રમાણે તે પર્યાયોનો પ્રચય ઊર્ધ્વતાસ્વરૂપ છે તેમ ચૌદ રાજલોકમાં દરેક આકાશપ્રદેશ ઉપર રહેલા કાલાણુઓમાં પણ સમય, આવલિકા, મુહૂર્ત, દિવસ, રાત, માસ, વર્ષ વગેરે ક્રમસર થનારા પર્યાયો છે; કેમ કે દરેક કાલાણમાં પહેલો સમયપર્યાય પ્રગટે છે, ધીમે ધીમે તે વૃદ્ધિ પામીને આવલિકારૂપે થાય છે અને તે પર્યાય મુહૂર્ત, દિવસ, રાત વિગેરરૂપે ક્રમસર થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે, ચૌદ રાજલોકમાં જે કાલાણુઓ છે તે દરેક કાલાણુઓમાં સમય આદિના ક્રમથી પર્યાયોનો પ્રચય ઉત્તર ઉત્તર થાય છે તેથી ઊર્ધ્વતાપ્રચય એ કાલાણુમાં સંભવે છે.
વળી, દિગંબરો કહે છે કે જેમ સ્કંધમાં પ્રદેશનો સમુદાય એકબીજા સાથે એકવાક્યતાથી જોડાયેલો છે તેવો કાલાણમાં પરસ્પર કોઈ સંબંધ નથી, પરંતુ દરેક કાલાણુઓ સ્વતંત્ર રહેલા છે. તેથી ધર્માસ્તિકાય આદિ પાંચે દ્રવ્યોમાં તિર્યકુપ્રચય પ્રાપ્ત થાય છે અર્થાત્ ભિન્ન ભિન્ન પ્રદેશો પરસ્પર સંલગ્ન થઈને એક દ્રવ્યરૂપે પ્રતીત થાય છે તેવો તિર્યકુપ્રચય કાલાણમાં નથી. માટે કાલાણુને અસ્તિકાય કહેવાતું નથી અને ધર્માસ્તિકાય આદિ દ્રવ્યો અનેક પ્રદેશના સમુદાયરૂપ એક દ્રવ્ય હોવાથી તેઓમાં તિર્ય) એવા પ્રદેશોનો એક સમુદાયરૂપ પ્રચય છે.
વળી, જેમ કાલાણુમાં તિર્યક એવા પ્રદેશોનો સમુદાય નથી પરંતુ દરેક કાલાણુ પૃથફ છે તેમ પરમાણુદ્રવ્ય પણ પરસ્પર પૃથગુરૂપે રહેલા છે. તેથી સ્કંધથી પૃથગુ એવા પરમાણુમાં પણ તિર્યપ્રચયની પ્રાપ્તિ નથી, તોપણ પરમાણુપુદ્ગલોમાંથી સ્કંધો બને છે ત્યારે તેમાં તિર્યકુપ્રચયની પ્રાપ્તિ છે, માટે પરમાણુપુગલમાં તિર્યકુપ્રચયની યોગ્યતા છે તેથી પરમાણુદ્રવ્યનો પણ પુદ્ગલાસ્તિકાયમાં અંતર્ભાવ કરેલ છે; કેમ કે તિર્યકુપ્રચયની યોગ્યતાને કારણે પરમાણુમાં ઉપચારથી અસ્તિકાયનો વ્યવહાર થઈ શકે છે; પરંતુ કાલાણુઓમાં સ્કંધ થવાની યોગ્યતા નથી, તેથી તેઓ સદા પરસ્પર પૃથગુરૂપે જ ચૌદ રાજલોકમાં રહેલા છે. માટે ઉપચારથી પણ કાળદ્રવ્યને અસ્તિકાય કહેવાય નહીં.
આ પ્રકારે દિગંબરો ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોની જેમ કાલાણુને પૃથફ સ્વીકારીને કાલાણુમાં ઊર્ધ્વતાપ્રચયનું સ્થાપન કરે છે અને તિર્યપ્રચયના અભાવને કારણે કાળ અસ્તિકાય નથી તેમ સ્થાપન કરે છે તથા દ્રવ્યની સંખ્યાથી લોકાકાશના પ્રદેશ પ્રમાણ અસંખ્યાત દ્રવ્યરૂપ કાલાણને સ્વીકારે છે અને તે કાલાણુઓના સમયે, આવલિકા વગેરે પર્યાયો સ્વીકારીને દિવસ, રાત, માસ આદિની સંગતિ કરે છે. I૧૦/૧છા