________________
૪૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૧૮-૧૯ જોઈએ. ત્યાં કોઈ દિગંબર કહે કે, સૂત્રમાં કાળને અપ્રદેશી કહ્યો છે, માટે અમે કાળના અણુઓને સ્વીકારીએ છીએ, કાળને સ્કંધરૂપે સ્વીકારતા નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે – જો સૂત્રને અનુસરીને પોતાને આવતી આપત્તિના નિવારણ અર્થે દિગંબરો કાલાણુઓ સ્વીકારે તો સૂત્રમાં સર્વત્ર કાળને જીવ-અજીવના પર્યાયરૂપ જ કહ્યો છે અર્થાત્ જીવ-અજીવમાં જે પ્રતિસમય વર્તના થાય છે તે રૂપ જ કાળ છે તેમ સૂત્રમાં કહ્યું છે, તે સૂત્રના ભયથી દિગંબરોએ દ્રવ્યકાળ પણ સ્વીકારવો જોઈએ નહીં, પરંતુ એમ જ કહેવું જોઈએ કે, જગતમાં વર્તતા પાંચ અસ્તિકાયના પર્યાયરૂપ જ કાળ છે, તે પર્યાયથી અતિરિક્ત કોઈ કાળદ્રવ્ય નથી. સૂત્રના બળથી જો દિગંબરો પાંચ અસ્તિકાયના પર્યાયરૂપ કાળને સ્વીકારે તો કાળને દ્રવ્યરૂપે કહેનારાં જે વચનો પ્રાપ્ત થાય છે અને લોકાકાશપ્રમાણ કાળને અણુરૂપે સ્વીકારનાર જે વચન પ્રાપ્ત થાય છે તે સર્વ વચનને ઉપચારથી જોડવાં જોઈએ.
આશય એ છે કે, ગાથા-૧રમાં કોઈક આચાર્યનો મત બતાવતાં કહ્યું કે, “ભગવતીસૂત્રના બળથી કેટલાક આચાર્યો અઢીદ્વીપપ્રમાણ કાળદ્રવ્ય સ્વીકારે છે. વળી, ગાથા-૧૫માં કહ્યું કે ‘યોગશાસ્ત્રના અંતરશ્લોકોમાં ચૌદ રાજલોકપ્રમાણ કાલાણુઓ છે, તે બંને વચનો દિગંબરોએ ઉપચારથી જોડવાં જોઈએ; કેમ કે મુખ્ય વૃત્તિથી તો=પદાર્થને સ્વીકારનાર દૃષ્ટિથી તો કાળ પર્યાયરૂપ જ સૂત્રસંમત છે માટે મુખ્યવૃત્તિથી તો, કાળને દ્રવ્યરૂપે સ્વીકારી શકાય નહીં, ઉપચારવૃત્તિથી જ કાળને દ્રવ્યરૂપે સ્વીકારી શકાય.
કાળને મુખ્યવૃત્તિથી દ્રવ્યરૂપે ન સ્વીકારી શકાય અને ઉપચારવૃત્તિથી જ કાળને દ્રવ્યરૂપે સ્વીકારી શકાય, તેને પુષ્ટિ આપવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
‘તત્ત્વાર્થસૂત્રમાં “એક આચાર્ય કાળને દ્રવ્ય છે એમ કહે છે” એ સ્થાનમાં એક આચાર્યનું વચન બધાને સમ્મત નથી તે બતાવે છે. માટે બધાને સમ્મત હોય તો જ કાળને દ્રવ્યરૂપે સ્વીકારી શકાય અને એક આચાર્ય કાળને દ્રવ્ય કહે છે તેની સંગતિ ઉપચારથી જ કરવી યોગ્ય છે. માટે કાળને દ્રવ્યરૂપે સ્વીકારનાર દિગંબરનું વચન સ્વકલ્પનામાત્રરૂપ છે. I૧૦/૧૮II અવતરણિકા -
ઉપચાર પ્રકાર જ દેખાડઈ છઈ – અવતરણિયાર્થ:
ઉપચારના પ્રકારને જ દેખાડે છે – ભાવાર્થ -
જેમ ‘iTયાં પોષ:' એ પ્રયોગમાં “ગંગા” શબ્દનો અર્થ પાણીનો પ્રવાહ થાય છે છતાં પાણીના પ્રવાહમાં ગાયના વાડારૂપ ઘોષની સંગતિ થાય નહીં, તેથી ત્યાં “ગંગાનો અર્થ લક્ષણાથી=ઉપચારથી, ગંગાનું તીર” થાય છે; તેમ કાળદ્રવ્યરૂપે સૂત્રસંમત નહીં હોવાથી જીવ-અજીવના પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર