________________
પક
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧, ગાથા-૧ થાય છે. તેનાથી નક્કી થાય છે કે તેમાં અસ્તિત્વગુણ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ધર્માસ્તિકાયાદિ પદાર્થો અસ્તિરૂપે છે અને તેમાં વર્તતો ભાવ અસ્તિત્વ છે.
(૨) વસ્તુત્વગુણ - દરેક પદાર્થો વસ્તુસ્વરૂપ છે તેથી તેમનામાં વસ્તુત્વગુણ છે. વસ્તુત્વગુણ દરેક વસ્તુઅનુગત હોવાથી જાતિરૂપ છે અને તે તે વસ્તુમાં વિશ્રાંત હોવાથી, તે તે વ્યક્તિરૂપ છે. આથી જ, ઘટરૂ૫ વસ્તુને જોઈને “આ વસ્તુ છે તેવો બોધ થાય છે ત્યારે તે વસ્તુમાં રહેલો વસ્તુત્વગુણ તે વ્યક્તિમાં વિશ્રાંત જણાય છે અને તેવો વસ્તુત્વગુણ દરેક વસ્તુમાં સદશ હોવાથી વસ્તુત્વ જાતિ સર્વ વસ્તુઓમાં સાધારણ છે તેથી વસ્તૃત્વગુણ સર્વવસ્તુ સાધારણ પણ છે અને તે તે વ્યક્તિમાં વિશ્રાંત પણ છે.
અહીં પ્રશ્ન થાય કે, વસ્તૃત્વગુણ સર્વ વસ્તુમાં છે તેમ સ્વીકારી શકાય; પરંતુ પુરોવર્તી કોઈ વસ્તુમાં તે વસ્તુત્વગુણ વિશ્રાંત છે તેમ કેમ કહી શકાય ? તેથી બતાવે છે –
ચક્ષુથી કોઈ વસ્તુનો બોધ થાય છે ત્યારે પ્રથમ અવગ્રહરૂપ બોધ થાય છે, પછી ઈહા થાય છે અને ત્યારપછી અપાય થાય છે ત્યારે પુરોવર્તી વસ્તુમાં રહેલ વસ્તુત્વ, કોઈ વિશેષતા વગર સામાન્યથી જણાય છે, તેથી અવગ્રહકાળમાં વસ્તુત્વનો સામાન્ય બોધ હોય છે, ઈહાકાળમાં તેનો નિર્ણય કરવા માટે ઊહ ચાલે છે, અપાયકાળમાં પુરોવર્તી વસ્તુમાં રહેલો વસ્તુત્વગુણ વિશેષરૂપે દેખાય છે અને પૂર્ણ ઉપયોગમાં સંપૂર્ણ વસ્તુનું ગ્રહણ થાય છે. તેથી વસ્તુત્વગુણ સર્વ વસ્તુસાધારણ પણ છે અને તે તે વ્યક્તિવિશ્રાંત પણ છે; કેમ કે અવગ્રહકાળમાં વસ્તુનું સામાન્યગ્રહણ થાય છે તેથી સર્વ વસ્તગત વસ્તુત્વગુણનું જ્ઞાન થયું અને અપાયકાળમાં પુરોવર્સી દેખાતી વસ્તુમાં વર્તતા વસ્તુત્વગુણનું જ્ઞાન થયું. માટે વસ્તુત્વગુણ જાતિરૂપ પણ છે અને વ્યક્તિરૂપ પણ છે અર્થાત્ સર્વ વસ્તુગત વસ્તુત્વગુણ જણાય ત્યારે જાતિરૂપે વસ્તુત્વગુણ દેખાય છે અને તે તે વસ્તુમાં રહેલા વસ્તુત્વગુણનો બોધ થાય છે ત્યારે તે તે વ્યક્તિરૂપે વસ્તુત્વગુણ જણાય છે.
(૩) દ્રવ્યત્વગુણ:- ગુણપર્યાયની આધારતા દ્રવ્યમાં છે. તે આધારતાથી અભિવ્યંગ્ય એવી જાતિવિશેષ તે દ્રવ્યત્વ છે, માટે દ્રવ્યત્વ એ દ્રવ્યનો ગુણ છે. આ દ્રવ્યત્વગુણ સર્વ દ્રવ્યોમાં સાધારણરૂપ પણ છે અને તે તે દ્રવ્યોમાં વિશ્રાંત પણ છે, આથી જ પુરોવર્તી ઘટને જોઈને પ્રામાણિક વિચારક કહી શકે છે કે “આ દ્રવ્ય છે માટે તેમાં દ્રવ્યત્વ છે અને સર્વ દ્રવ્યમાં દ્રવ્યત્વ છે'.
અહીં નૈયાયિક કહે કે, દ્રવ્યત્વ એ જાતિરૂપ છે માટે ગુણ નથી. નયાયિક પુદ્ગલદ્રવ્યમાં રૂપાદિ ગુણોને સ્વીકારે છે, ચેતનદ્રવ્યમાં ચેતનાગુણ સ્વીકારે છે; પરંતુ દ્રવ્યમાં રહેલા દ્રવ્યત્વને જાતિરૂપે સ્વીકારતો હોવા છતાં ગુણરૂપે સ્વીકારતો નથી, તેથી તેને ગ્રંથકારશ્રી કહે છે –
નૈયાયિકાદિની વાસનાથી દ્રવ્યત્વગુણ નથી એવી આશંકા કરવી નહીં; કેમ કે જૈનશાસ્ત્રની વ્યવસ્થા અનુસાર ગુણો સહભાવી છે અને પર્યાયો ક્રમભાવી છે તેથી ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાં સદા દ્રવ્યત્વગુણ રહેનાર છે માટે દ્રવ્યત્વને જૈનશાસનની પ્રક્રિયા અનુસાર ગુણ કહેવામાં કોઈ દોષ નથી.
અહીં નૈયાયિક કહે કે, દ્રવ્યત્વ જો ગુણ હોય તો પુદ્ગલમાં જેમ રૂપાદિ ગુણો ઉત્કર્ષ-અપકર્ષવાળા થાય છે તેમ દ્રવ્યમાં રહેલું દ્રવ્યત્વ પણ ઉત્કર્ષ-અપકર્ષવાળું થવું જોઈએ.