________________
૩૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ટાળ-૧૦ | ગાથા-૧૨ અર્થ=ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોની જેમ કાળદ્રવ્યરૂપ અર્થ, યુક્તિગ્રાહ્ય છે, તે માટે કેવળ આશાગ્રાહ્ય કહી પણ કેમ સંતોષ ધરાય?= જીવાભિગમાદિમાં કાળને જીવ-અજીવનો પર્યાય કહ્યો છે તે રૂપ આજ્ઞાગ્રાહ્ય કહીને સ્વતંત્ર કાળદ્રવ્યનો અપલાપ કરવામાં આવે તો પણ કેમ સંતોષ થાય? એમ બીજા આચાર્ય કહે છે. I/૧૦/૧રા ભાવાર્થ
કાળદ્રવ્ય વિષયક બીજા આચાર્યો કહે છે કે અઢીદ્વીપમાં જ્યોતિષનાં વિમાનો ચક્રગતિથી પરિભ્રમણ કરે છે તેને આશ્રયીને પદાર્થમાં થતા પરત્વ-અપરત્વ, નવું-પુરાણું આદિ ભાવોની સ્થિતિ છે. જેમ જ્યોતિષચક્રમાંથી સૂર્ય-ચંદ્રનું એક ચક્ર પરિભ્રમણ પૂર્ણ થાય તેને એક અહોરાત્ર કહેવાય. તેને આશ્રયીને જે પહેલો જન્મેલો હોય તે પર કહેવાય અને જે પાછળથી જન્મેલો હોય તે અપર કહેવાય. તે રીતે જે ઘટ પહેલાં નિષ્પન્ન થયેલો હોય તે પુરાણો કહેવાય અને પાછળથી થયેલો હોય તે નવો ઘટ કહેવાય. આ પ્રકારની પદાર્થના ભાવોની સ્થિતિ છે. તે નવા-પુરાણા આદિ પદાર્થોના ભાવોની સ્થિતિ જ્યોતિષચક્રના ચારને આશ્રયીને દિવસ આદિની ગણનાથી થાય છે અને પદાર્થમાં પરત્વ-અપરત્વ, નવું-પુરાણું આદિ ભાવોની સ્થિતિ છે તેનું અપેક્ષાકારણ કાળદ્રવ્ય મનુષ્યલોકમાં છે તેમ અન્ય આચાર્ય કહે છે.
અહીં પ્રશ્ન થાય કે, સૂર્ય-ચંદ્રને આશ્રયીને કાળદ્રવ્ય મનુષ્યલોકમાં કેમ સ્વીકાર્યું ? તેથી કહે છે –
અર્થના વિષયમાં=પદાર્થના વિષયમાં, સૂર્યની ક્રિયાના ઉપનાયક-સૂર્યની ક્રિયાના બળથી નિર્ણય કરાતો, દ્રવ્યનો ચાર-જીવમાં અને પુદ્ગલમાં થતાં પરિવર્તન, એને અનુકૂળ ક્ષેત્રપ્રમાણ કલ્પવું ઘટે, તે માટે અન્ય આચાર્યો મનુષ્યલોકમાં કાળદ્રવ્ય કહે છે. અન્ય ક્ષેત્રમાં કાળદ્રવ્ય સ્વીકારતા નથી; કેમ કે અન્ય ક્ષેત્રમાં સૂર્ય-ચંદ્ર અવસ્થિત છે, પરંતુ તે સૂર્ય-ચંદ્ર ક્રિયાશીલ નથી તેથી તેને આશ્રયીને દ્રવ્યનું પરિવર્તન કહેનાર તે ક્ષેત્ર બને નહીં, માટે અઢીદ્વીપમાં જ કાળદ્રવ્ય છે. વળી, જીવમાં અને પુદ્ગલમાં થતા નવા-પુરાણા વિભાગોના કે પરત્વ-અપરત્વ ભાવના અપેક્ષાકારણરૂપે કાળદ્રવ્યને સ્વતંત્ર દ્રવ્ય સ્વીકારવા માટે અન્ય આચાર્ય કહે છે કે કાળદ્રવ્યને છઠું દ્રવ્ય સ્વીકારીએ તો જ “શ્રી ભગવતીસૂત્રમાં છ દ્રવ્યો કહ્યા છે તે વચનનું નિરૂપચરિત વ્યાખ્યાન થઈ શકે અને પાંચ દ્રવ્યો સ્વીકારીએ તો, અન્ય આચાર્યો જેમ કાળદ્રવ્યને જીવઅજીવના પર્યાયરૂપે સ્વીકારીને કાળદ્રવ્યને ઉપચરિત સ્વીકારે છે તેમ માનવું પડે.
વળી, કાળદ્રવ્યને નિરુપચરિત સ્વીકારવા માટે અન્ય આચાર્ય યુક્તિ આપે છે –
જેમ, ગતિનું સાધારણ અપેક્ષાકારણ ધર્માસ્તિકાય છે, સ્થિતિનું સાધારણ અપેક્ષાકારણ અધર્માસ્તિકાય છે અને અવગાહનાનું સાધારણ અપેક્ષાકારણ આકાશાસ્તિકાય છે તેમ જીવમાં અને ધર્માસ્તિકાયાદિ અજીવોમાં પરિવર્તન પામતા પર્યાયોમાં વર્તતા વર્તનાપર્યાયનું સાધારણ અપેક્ષાકારણ કાળદ્રવ્ય સ્વીકારવું જોઈએ. જો અન્ય આચાર્ય માને છે તેમ વર્તનાપર્યાયનું સાધારણ અપેક્ષાકારણ કાળદ્રવ્ય ન માનીએ તો ધર્માસ્તિકાયાદિમાં પણ અનાશ્વાસ થાય અર્થાત્ જેમ કાળ સ્વતંત્ર દ્રવ્ય નથી તેમ ધર્માસ્તિકાયાદિ પણ સ્વતંત્ર દ્રવ્ય નથી, પરંતુ જીવ અને પુદ્ગલ બે દ્રવ્યો જ છે, એમ માનવાનો પ્રસંગ આવે.