________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-પ-૬.
આ રીતે ગ્રંથકારશ્રીએ ગાથા-૪ અને ગાથા-પ દ્વારા ધર્માસ્તિકાયનું અને અધર્માસ્તિકાયનું લક્ષણ કર્યું. ત્યાં પ્રશ્ન થાય કે, પાણીમાં માછલી ગતિ કરે છે ત્યારે ગતિમાં અપેક્ષાકારણ જલ થાય છે અને માછલી પાણીમાં સ્થિર થવા યત્ન કરે છે ત્યારે એ જળ જ તેની સ્થિતિમાં પણ કારણ બને છે. તેથી માછલી આદિની ગતિનું અપેક્ષાકારણ જલાદિ દ્રવ્યમાં પણ ધર્માસ્તિકાયના અને અધર્માસ્તિકાયના લક્ષણની અતિવ્યાપ્તિ થાય છે; કેમ કે ગતિમાં અપેક્ષાકારણ તે ધર્માસ્તિકાય અને સ્થિતિમાં અપેક્ષાકારણ તે અધર્માસ્તિકાય-એમ સ્વીકારીએ, તો જલાદિ પણ માછલી આદિને આશ્રયીને ગતિમાં અને સ્થિતિમાં અપેક્ષાકારણ બને છે. તે દોષના નિવારણ અર્થે ગાથાના ઉત્તરાર્ધથી ગ્રંથકારશ્રી કહે છે –
સર્વ જીવ-પુદ્ગલ દ્રવ્યની સાધારણ ગતિની હેતુતા જે દ્રવ્યમાં હોય તે ધર્માસ્તિકાય દ્રવ્ય છે અને સર્વ જીવ-પુદ્ગલ દ્રવ્યની સાધારણ સ્થિતિની હેતુતા જે દ્રવ્યમાં હોય તે અધર્માસ્તિકાય દ્રવ્ય છે. આવું લક્ષણ કરવાથી જલાદિ સર્વ જીવ-પુદ્ગલને ગતિમાં કે સ્થિતિમાં અપેક્ષાકારણ બનતા નથી પરંતુ માછલી આદિ કેટલાક જીવોને જ ગતિમાં કે સ્થિતિમાં અપેક્ષાકારણ બને છે. માટે જલાદિમાં ધર્માસ્તિકાયના અને અધર્માસ્તિકાયના લક્ષણની અતિવ્યાપ્તિ નથી.
આનાથી એ પ્રાપ્ત થાય છે, માછલી આદિને ગતિમાં જેમ ધર્માસ્તિકાયની સહાયતાની અપેક્ષા છે તેમ જલાદિની પણ અપેક્ષા છે. જેમ છદ્મસ્થને ચક્ષુ આદિ ઇન્દ્રિયથી બોધ કરવામાં આવ્યાઘાતવાળી ઇન્દ્રિયની અપેક્ષા છે છતાં નબળી ચક્ષુવાળાને ચશ્માંની પણ અપેક્ષા રહે છે તેમ માછલીને તથા પ્રકારની દેહરચનાને કારણે ગતિમાં ધર્માસ્તિકાયથી અતિરિક્ત જલની પણ અપેક્ષા રહે છે અને સ્થિતિમાં પણ જલાદિની અપેક્ષા રહે છે. આથી જ જલમાં માછલી સ્વસ્થતાથી સ્થિર પણ રહી શકે છે અને જલના અભાવમાં સતત તરફડાટ કરે છે. II૧૦/પા. અવતરણિકા :
ધર્માસ્તિકા દ્રવ્યનઈ વિષઈં પ્રમાણ કહઈ છઈ – અવતરણિકાર્ચ -
ધમસ્તિકાય દ્રવ્યને વિશે પ્રમાણ કહે છે –
ગાથા -
સહજ ઊર્ધ્વગતિગામી મુક્તનઈ, વિના ધર્મ પ્રતિબંધ ગગનિ અનંતઈ રે કહિંઈ નવિ કલઈ, ફિરવા રસનો રે ધંધ.
સમe II૧૦/.