________________
૨ ]
[ શ્રી સિદ્ધપદ
છતાંય બધાં કૃત અને શાસ્ત્રનું એક માત્ર લક્ષ્ય આ અધ્યયન જ છે.
કારણકે બધાં જ શ્રુતસ્કંધના જ્ઞાન દ્વારા જે મેળવવાનું છે. તે આ અધ્યયન રૂપ છે માટે અપેક્ષાએ સૌથી અગત્યનું આ અધ્યયન છે.
ગણધર ભગવંતે “નમે અરિહંતાણું” દ્વારા મંગલાચરણ કર્યું તે પછી પણ “નમો સિદ્ધાણું” થી પુનઃ મંગલાચરણ કરે છે. અહીં મન થઈ શકે કે જે અરિહંતને કરેલ નમસ્કાર પણ મંગળ કરનાર છેતે પછી અરિહંતને નમસ્કાર કર્યા પછી સિદ્ધને શા માટે નમસ્કાર કરે ? આ પ્રશ્ન ખૂબ વિચાર માંગે છે.
એ વાત તે આપણે સિદ્ધ કરી ચુક્યા છીએ કે અરિહંતને ભાવથી કરેલ નમસ્કાર અનંત દુઃખમાંથી દૂર કરીને મેક્ષને અપાવનાર છે સર્વ આધિ-વ્યાધિને દૂર કરનાર છે
તે પછી,
અરિહંત ભગવાનને નમસ્કાર કરવા દ્વારા જ સર્વ કાર્ય સિદ્ધ થઈ જાય છે તે સિધ્ધ ભગવતેને નમસ્કાર કરવાની શી જરૂર છે?
દરેક પ્રશ્નનને ગંભીરતાથી વિચારવાની જરૂર હોય છે. ઉપરથી જોઈએ તે વિરોધ દેખાય પણ જરા ઊંડા ઉતરીએ તે સમજ પડે કે તે વિરોધ કેવળ આપણું દષ્ટિને છે. પણ વસ્તુતત્વને નથી.
દષ્ટિના વિરોધના કારણે જ આપણને સૃષ્ટિના વસ્તુતત્ત્વમાં પણ વિરોધ ભાસે છે, કે
અહીં પણ અરિહંતને કરેલો નમસ્કાર સર્વ વસ્તુની