________________
ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા
તીથંકર કહેવા જોઈ એ. પરંતુ એમના પછીના તેવીસ મહાપુરુષોને શા માટે તીર્થંકર કહેવામાં આવે છે?
૧૭
કેટલાક વિદ્વાને એમ પણ કહે છે કે ધમની વ્યવસ્થા જેવી એક તીર્થંકર કરે છે, તેવી જ વ્યવસ્થા અન્ય તીર્થંકર કરે છે. એટલે એક ઋષભદેવને જ તીર્થંકર માનવા જોઈએ અન્યને નહીં.
ઉલ્લેખિત પ્રશ્નોના ઉત્તરમાં એમ કહી શકાય કે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અનેકાન્ત વગેરે જે આધારભૂત મૂલ સિદ્ધાંત છે; તે શાશ્વત, સત્ય અને સદા -- સર્વદા અપરિવર્તનીય છે. ભૂતકાલના અનન્તકાળમાં જે અનન્ત તીર્થંકરા થયા છે, વર્તમાનમાં જે સીમધર સ્વામી વગેરે તીર્થંકર છે અને અનાગત અનન્તકાલમાં જે અનન્ત તીર્થંકર થનાર છે, તે સર્વે દ્વારા ધમના મૂલ સ્થંભસ્વરૂપ એવાં આ શાશ્વત સત્યેાના સંધમાં સમાન રૂપથી પ્રરૂપણા કરવામાં આવી છે, કરવામાં આવે છે અને કરવામાં આવશે.
ધર્મનાં મૂલ તત્ત્વાના નિરૂપણમાં એક તીર્થંકરથી અન્ય તીથ કરને કિંચિત્ માત્ર પણ મતભેદ કે મતફેરી રહ્યો નથી અને કદી રહેશે નહીં, પરંતુ પ્રત્યેક તીથંકર પાતપાતાનાં સમય, દેશ, કાલ તેમજ જનમાનસની ઋજુતા, તત્કાલીન માનવની શક્તિ, બુદ્ધિ, સહિષ્ણુતા વગેરેને ધ્યાનમાં રાખી એ કાલ અને કાલના માનવને અનુરૂપ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા માટે પોતપેાતાની નવીન આચારસંહિતાનું આયેાજન કરે છે.
એક તીર્થંકર વડે સંસ્થાપિત શ્રમણ, શ્રમણી, શ્રાવક અને શ્રાવિકારૂપી તીર્થમાં કાલ પ્રભાવથી એક અથવા અન્ય પ્રકારની અનેક વિકૃતિઓ ઉત્પન્ન થઈ જાય છે. તીના દીર્ઘકાલીન વ્યવધાન તથા અન્ય કારણાવશાત્ ભ્રમ ફેલાવા લાગે છે. કાઈ કોઈ વાર તેા તીર્થ વિલુપ્ત અથવા વિલુપ્તપ્રાયઃ વિશૃંખલ અથવા શિથિલ થઈ જાય છે ત્યારે અન્ય તીથકરના ઉદ્ભવ થાય છે અને તે વિશુદ્ધ સ્વરૂપના નવીન તીર્થની સ્થાપના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org