________________
શ્રમણ કથા
૩૫
રડો છો ? ત્યારે વૃદ્ધે કહ્યું કે, તારું નામ જે નિંબક રાખ્યું તે બરાબર જ છે. તેથી જ તું આવું વર્તન કરે છે. હવે હું તો અહીં જ રહીશ, ત્યાં કશું પ્રાપ્ત થતું ન હતું, પ્રવજ્યા છોડવી યોગ્ય ન હતી. ત્યારે તેની પણ ધીરજનો અંત આવ્યો. ત્યારે તેણે કહ્યું કે, હું વૃદ્ધ ! બીજે ક્યાંક જઈને રહીએ.
ત્યારે અંબર્ષિએ કહ્યું કે, તું જાતે જ શોધી કાઢ, જો તું વિનીત થઈને વર્તીશ, તો જ ક્યાંક રહી શકીશું. અન્યથા રહી શકીશું નહીં. તે પ્રવજ્યાથી સુબ્ધ થયો અને કહ્યું કે, હું વિનીત થઈ શકતો નથી. ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે, તું આવું ન કર. મહેમાનની માફક રહે, આવતીકાલે જજે.
ત્યારે કોઈ ત્રણ ભુલકે (બાળસાધુ)એ ઉચ્ચાર–પ્રસ્ત્રવણની બાર યોજન ભૂમિમાં સર્વે સામાચારી લખી દીધી. સાધુઓ તેથી સંતુષ્ટ થયા. તે નિંબક પણ બોધ પામ્યો, આરાધના કરી, વિનયવાન્ થયો. (બત્રીશ યોગસંગ્રહના દષ્ટાંતમાં આ ‘વિનયોપગતનું દૃષ્ટાંત છે.)
૦ આગમ સંદર્ભ :-- આવનિ ૧૩૦૦ + 4
આવ યૂ.ર–પૃ. ૧૯૬; – ૪ – ૪ --- ૦ અચલ કથા :
તીર્થકર મલ્લિ જ્યારે પૂર્વભવમાં મહાબલકુમાર હતા. તે વખતના તેમના એક મિત્રનું નામ અચલ હતું. મહાબલકુમારે જ્યારે તેમના બીજા મિત્રો સાથે દીક્ષા લીધી ત્યારે અચલે પણ દીક્ષા લીધી હતી. (કથા જુઓ તીર્થકર મલિ)
૦ આગમ સંદર્ભ :નાયા. ૭૬;
– – » –– ૦ અચલ કથા –
વિદેહ ક્ષેત્રમાં થયેલા નવ બળદેવમાંનો એક બળદેવ અચલ હતો. તે વિતશોક નગરીના રાજા જિતશત્રુ અને તેની રાણી મનોહરીનો પુત્ર હતો. તેણે સંસારનો ત્યાગ કરી, દીક્ષા ગ્રહણ કરી, તેની કથા આ પ્રમાણે છે–
અવર વિદેહમાં સલિલાવતી નામે વિજય હતી. તેમાં વીતશોકા નામે નગરી હતી. ત્યાં જિતશત્રુ રાજા હતો. તેને મનોહરી અને કેકથી નામે બે રાણીઓ હતી. મનોહરીને અચલ નામે પુત્ર હતો અને કેકયીને વિભિષણ નામે પુત્ર હતો. પિતાના મૃત્યુ બાદ અર્ધવિજય ક્ષેત્રને ભોગવતા એવા તે બલદેવ અને વાસુદેવ થયા.
અચલ બળદેવની માતા મનોહરીએ કેટલોક કાલ ગયા પછી પુત્રને પૂછયું કે, હે અચલ ! મેં પતિ અને પુત્ર બંનેની લક્ષ્મીને ભોગવી છે. હવે હું પ્રવજ્યા લઈને પરલોકનું હિત સાધીશ. તેથી તું મને વિસર્જિત કર. પણ અચલ નેહવશ થઈને તેને રજા આપતો નથી. બહું જ આગ્રહ કર્યો ત્યારે અચલે શરત કરી કે, જો તમે દેવલોકમાં જાઓ તો તમારે મને પ્રતિબોધ કરવા આવવું, એવું વચન આપો તો હું તમને અનુમતિ આપીશ. ત્યારપછી મનોહરી રાણીએ દીક્ષા ગ્રહણ કરી. તેણી પરમ ધૃતિ અને બળ વડે અગિયાર