________________
શ્રમણ કથા
બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ નમો નમો નિમ્મલદંસણસ્સ
શ્રી આનંદ ક્ષમા લલિત સુશીલ સુધર્મસાગર ગુરુભ્યો નમઃ
આગમકથાનુયોગ-૪
.
33
શ્રમણ કથા-ચાલુ
(આગમ–સટીકં આધારિત ભ્રમણ કથા)
શ્રમણ-કથા વિભાગમાં અત્યાર સુધીની કથાઓ મૂળ આગમ આધારિત હતી. હવે પછીની કથાઓ નિર્યુક્તિ-ભાષ્ય-ચૂર્ણિ-વૃત્તિ આધારે નોંધેલ છે.
લેખન પદ્ધતિમાં મહત્ત્વનો ફેરફાર એ કરેલ છે કે, મૂળ આગમ આધારિત કથા આગમના ક્રમ પ્રમાણે લખેલ છે, જ્યારે નિયુક્તિ આદિના કથાનક અ-કારાદિ (પ્રાકૃત) નામોના ક્રમમાં નોંધેલ છે.
અતિમુક્ત મુનિ કથા ઃ
રાજા કંસના નાનાભાઈ અને મથુરાના ઉગ્રસેનના પુત્ર અતિમુક્ત હતા. તેણે સંસારનો ત્યાગ કર્યો અને ભગવંત અરિષ્ટનેમિના શાસનમાં દીક્ષા ગ્રહણ કરી હતી. તેમણે ભવિષ્યવાણી કરેલી કે, દેવકી (કૃષ્ણ વાસુદેવની માતા) નલકુબેર સમાન આઠ પુત્રોને જન્મ આપશે. કૃષ્ણ આદિની કથામાં આવા બીજા પ્રસંગોમાં પણ અતિમુક્ત મુનિનો ઉલ્લેખ આવે છે. (તે સિવાય વિશેષ કથા પ્રાપ્ત નથી)
૦ નોંધ :- આ અતિમુક્તમુનિ અને ‘અઇમુત્તો' નામે ઓળખાતા અતિમુક્ત મુનિ બંને અલગઅલગ છે.
૦ આગમ સંદર્ભ :
અંત ૧૩;
— X
આવ યૂ ૧-૫ ૩૫૭;
૦ અંગર્ષિ કથા :
ચંપા નામે નગરી હતી, ત્યાં કૌશિકાર્ય નામના ઉપાધ્યાય હતા. તેમને બે શિષ્યો હતા. અંગર્ષિ અને રુદ્ર. અંગથી ભદ્ર હોવાને કારણે તેનું નામ અંગર્ષિ પાડવામાં આવેલ હતું. જે રુદ્ર હતો. તે ગ્રંથિછેદક હતો. તે બંનેને ઉપાધ્યાયે લાકડા લાવનાર રૂપે સ્થાપિત કર્યા.
૪૨ ૩