________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬
અધ્યાત્મ વૈભવ તે આવતો નથી, જણાતો નથી. પરંતુ નિર્મળ પરિણતિ દ્વારા તે સ્કુટ-પ્રગટ જ છે, છૂપાયેલો નથી. શું કહ્યું? કે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના વિકલ્પકાળે વસ્તુ પ્રસિદ્ધ નથી, ગુસ છે કેમકે એ વિકલ્પોમાં વસ્તુ આવતી નથી. વસ્તુ તો નિર્વિકલ્પ ચૈતન્યમય શુદ્ધ છે, અને તે શુદ્ધ પરિણતિની અપેક્ષાએ પ્રગટ-પ્રત્યક્ષ જ છે. ચૈતન્યતત્ત્વ નિર્મળ પરિણતિથી પ્રસિદ્ધપ્રગટ જ છે. અહા ! શૈલી તો જુઓ! કેવી સ્પષ્ટ વાત છે!
જુઓ, આ આત્મા ચૈતન્યની નિર્મળ પરિણતિ દ્વારા જણાય છે અને તે જણાય છે ત્યારે તે પ્રત્યક્ષ છે, પ્રગટ છે એમ જણાય છે. તે પરોક્ષ છે, અપ્રગટ છે–એ તો જે રાગની રમતમાં (પ્રેમમાં) બેઠો છે એને માટે છે. જે વ્યવહારરત્નત્રયની રમતમાં (પ્રેમમાં) પડ્યો છે તેને તો ભગવાન આત્મા અપ્રત્યક્ષ-ગુપ્ત છે, કેમકે તેને એ જણાતો જ નથી. (૩-૩૨૩)
(૪૮) અહાહા! “રૂમ ચૈતન્ય' –ફરમ્ એટલે આ. એટલે આ અનાદિ, અનંત, ચળાચળતા રહિત, સ્વસંવેદ્ય પ્રગટ વસ્તુ છે તે ચૈતન્યસ્વભાવમય છે. આત્મા વીતરાગ સર્વજ્ઞસ્વરૂપ ચૈતન્યસ્વભાવમય છે અને તે ચૈતન્યની નિર્મળ પરિણતિ દ્વારા જણાય એવો પ્રત્યક્ષ છે. વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા ત્રણલોકના નાથ સભામાં ઇન્દ્રોને એમ કહેતા હતા કે પ્રભુ! જેમ અમે વીતરાગ સર્વજ્ઞ છીએ એમ તું પણ વીતરાગ સર્વજ્ઞસ્વરૂપ છે. અમે વીતરાગસ્વભાવમાંથી જ વીતરાગ થયા છીએ. માટે કહીએ છીએ કે વીતરાગ ચૈતન્યસ્વરૂપ આત્મા વીતરાગ પરિણતિ દ્વારા જણાય એવો પ્રત્યક્ષ છે. અહાહા ! વીતરાગદેવે વસ્તુ વીતરાગ જ્ઞ-સ્વરૂપ કહી છે અને એને જાણનારી પરિણતિ પણ વીતરાગતામય જ કહી છે. પ્રભુ ! જો તું જિનસ્વરૂપ ન હોય તો જિનપણું પર્યાયમાં ક્યાંથી પ્રગટ થશે? અહા ! તું ચૈતન્યસ્વભાવી આત્મા જિનસ્વરૂપ જ છો અને તેને જાણનારી પર્યાય વીતરાગ-પરિણતિ જ છે. આ વીતરાગ પરિણતિ ધર્મ છે.
(૩-૨૨૫) (૪૯) જેમ સૂર્ય જાજ્વલ્યમાન પ્રકાશે છે તેમ આ ભગવાન આત્મા ચૈતન્યના પ્રકાશ વડે અતિશયપણે ચકચકાટ પ્રકાશી રહ્યો છે.
પ્રશ્ન-- તો એ દેખાતો તો નથી ?
ઉત્તર:- - ભાઈ ! રાગના અંધારામાં એ તને દેખાતો નથી. રાગનાં અંધારાં તો અચેતન છે. દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ જે રાગ છે એ તો અંધારું છે. એ અંધારામાં ચૈતન્ય કેમ દેખાય? અચેતનમાં ચૈતન્ય કેમ જણાય? એ તો ચકચકાટ જ્ઞાનસ્વભાવની વીતરાગી પરિણતિ દ્વારા જણાય છે. અને ત્યારે વ્યવહાર-રાગનું પણ જ્ઞાન થાય છે. આવો વીતરાગનો માર્ગ યથાર્થ સમજ્યા વિના લોકો બિચારા કંઈકને કંઈક માનીને,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com