Book Title: Bharat Bahubali Mahakavyam
Author(s): Sulochanashreeji
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana
Catalog link: https://jainqq.org/explore/005718/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુણ્યકુશલગણિ રચિત શ્રી ભđબાહુબલી મહાકાવ્યમ ભાવાનુવાદિકા વિદુષી સાધ્વીજી સુલોચનાશ્રી Page #2 -------------------------------------------------------------------------- ________________ क्या प्रसन्नता, क्या हँसी ! -यही छवि आंखों में बसी ! Page #3 -------------------------------------------------------------------------- ________________ સે-૩૨ તા. રચનકાર , ન્સ-પૂ. શ્રાવણ શુક્લા ૧૨ વિ. સ. ૧૯૮૯ના દિવસે (મહેસાણા - ગુજરાત)માં મણીભાઈ અને હીરાબેનના કુળદીપક રૂપે S Oજન્મેલા મૂળચંદભાઈ જાઈની જેમ ઉઘડતી જવાનીના ઉંબરે ! RT-TYP૧૮ વરસની ઉંમરમાં વિ. સં. ૨00૮ના પોષ વદ પના દિવસે રાણપુર (સૌરાષ્ટ્ર)માં પોતાના પરમ શ્રદ્ધેય આચાર્ય ભગવંત શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરીને ભાનવિજયજી મહારાજ (સ્વ. આચાર્ય દેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી)નું શિષ્યત્વ સ્વીકારે છે. ' મુનિશ્રી ભદ્રગુપ્તવિજયજીના રૂપે દીક્ષા જીવનના આરંભથી જ પોતાના ગુરુદેવોના માર્ગદર્શન તળે એમની અધ્યયનઅધ્યાપનની સુદીર્ઘ યાત્રા આરંભાય છે. ૪૫ આગમોના સટીક અધ્યયન ઉપરાંત દાર્શનિકે, ભારતીય અને પશ્ચાત્ય તત્ત્વજ્ઞાન, કાવ્ય-સાહિત્ય વગેરે “માઈલસ્ટોન’ વીતાવતી એમની યાત્રા સર્જનાત્મક ક્ષિતિજો તરફ વળી. ‘મહાપંથનો યાત્રી’ નામના પુસ્તકથી ૨૦ વરસની ઉંમરે આરંભાયેલી એમની લેખનયાત્રા ૧૦૦ જેટલા પુસ્તકોનું સર્જન કરીને પણ અનવરત-અથક ચાલે છે. જાતજાતનું મૌલિક સાહિત્ય, જ્ઞાનસાર-પ્રશમરતિ જેવા ગ્રંથો પર તત્વજ્ઞાનની સર્વગ્રાહી વિવેચના, જૈન રામાયણ વગેરે લાંબી કથાઓ ઉપરાંત નાની નાની વાર્તાઓના સાહિત્યની સાથે કાવ્યગીતો, પત્રોના માધ્યમથી જીવનસ્પર્શી સ્વચ્છ અને સ્વસ્થ માર્ગદર્શન... આમ સાહિત્યસર્જનની યાત્રા રોજબરોજ વધુ ને વધુ સમૃદ્ધ બનતી જાય છે. પ્રેમાળ સ્વભાવ, પ્રસન્ન અને મૃદુ-મધુર આંતર-બાહ્ય વ્યક્તિત્વ અને સંઘશાસન માટે બહુજનહિતાય- બહુજનસુખાય એવી વિવિધ પ્રવૃત્તિઓ એમના જીવનનું મહત્વપૂર્ણ પાસુ છે. વિશેષ કરીને ઉગતી પેઢી અને નાના બાળકોના સંસ્કાર-સર્જનની પ્રક્રિયામાં એમની રુચિ છે-સંતુષ્ટિ છે. પ્રવચન, વાર્તાલાપ, સંસ્કાર શિબિર, જાપ-ધ્યાન અનુષ્ઠાન અને પરમાત્મ ભક્તિના વિશિષ્ઠ આયોજનોના માધ્યમથી એમનું બહુમુખી વ્યક્તિત્વ એટલું જ ઉદ્દાત્ત અને ઉન્મત બન્યું છે. ગુજરાત રાજસ્થાન/મહારાષ્ટ્ર/તામિલનાડુ/આન્દ્ર/મધ્યપ્રદેશ પ્રદેશોમાં વિહારયાત્રા દ્વારા એમના હાથે અનેક ધર્મપ્રભાવનાના કાર્યો સંપન્ન થયા છે. “અરિહંત' (હિન્દી માસિક પત્ર) તથા વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ : મહેસાણા દ્વારા એમનું સાહિત્ય હિન્દી-ગુજરાતી-અંગ્રેજી ભાષામાં નિયમિત પ્રગટ થતું રહે છે. કોલ્હાપુર (મહારાષ્ટ્ર) ખાતે તા. ૪-પ-૮૭ના દિવસે એમના ગુરુદેવે એમને આચાર્યપદ. પ્રદાન કર્યું ત્યારથી એઓ આચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ તરીકે ઓળખાય છે. છેલ્લાં કેટલાય વરસોથી. સતત શારીરિક અસ્વસ્થતા વચ્ચે પણ એમની સાહિત્યઉપાસના જીવંત રહી. તા. ૧૯-૧૧-૧૯૯૯ના દિવસે શ્યામલ-અમદાવાદ ખાતે એમનો દેહવિલય થયો.. આચાર્ય શ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ Page #4 --------------------------------------------------------------------------  Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુણ્યકુશલગણિ વિરચિત શ્રી ભરતબાહુબલી મહાકાવ્યમ્ ભરોને સાને ગુજરાતી અનુવાદ : જ છે. આ ભાવાનુવાદિકા વિદુષી સાધ્વીજી સુલોચનાશ્રી Page #6 -------------------------------------------------------------------------- ________________ We @ @@ 99999999999 / 9 / 9 / 9 /@ @ @ @ @@@@@@@@@@@ સંકલન/સંપાદન સાધ્વીજી સુલોચનાશ્રીજી @ પ્રકાશક શ્રી વિશ્વવ્યાણ પ્રકાશન ટ્રસ્ટ કંબોઈનગર પાસે, મહેસાણા - ૩૮૪૦૦૨ ગુજરાત ૯ ફોન : (૦૨૭૬૨) ૫૦૬૪૮ @ @ @ @ @ પ્રથમ પ્રકાશન ઃ માર્ચ, ૨૦૦૦ પ્રત : ૫૦૦ મૂલ્ય : રૂા. ૧ર૦.૦૦ @ @ @ પ્રાપ્તિસ્થાન @ @ @le Agee40ed90999999999999999999999999999999999 @ સાધ્વીજીનો ઉપાશ્રય - પીપરડીની પોળ, કેલીકો ડોમ પાછળ, અમદાવાદ-૧ * ' @ ©©© પાર્શ્વ પ્રકાશન નિશાપોળના નાકે, રીલીફ રોડ, અમદાવાદ - ૧ Jછ©©©© જયેશ શાહ ૪૦૬, આનંદમંગલ - ૨, ફેમીના ટાઉનની પાછળ, સી.જી. રોડ, સ્વસ્તીક ચાર રસ્તા અમદાવાદ - ૯ છ કે મુદ્રક દુંદુભિ પ્રિન્ટર્સ અમદાવાદ -૯ ફોન : ૯૪ ૦ ૮૨૩ @@@@ હ999999999999999999999999999 (LING ON 100 తరం RSONSOReme Page #7 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ કર પરમ પૂજ્ય ગુરુદેવ ! પરમ આરાધ્ય! પરમ શ્રદ્ધેય ! પરમ આદરણીય ! વિશેષણો ખૂટી પડે – ઉપમાઓ શોધી ના જડે... સરખામણી માટે શબ્દો ન સાંપડે... એવા મારા...તમારા... આપણા સહુના પરમપ્રિય ગુરુદેવ, સાહેબજી ... પૂજ્યપાદ આચાર્યભગવંત · શ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ સાહેબના દિવ્ય ચરણકમળમાં સાદર... સબહુમાન... પ્રસન્નતાના પારાવાર શા સાહેબ ! આપે તો પ્રભુના શાસનની અપૂર્વ અને અસીમ પ્રભાવના કરીને પ્રભુ પ્રત્યેનું આંશિક ઋણ અદા કર્યું ! સાહિત્યસર્જનની એક આગવી દુનિયા વિકસાવી... બધા જ વિષયોમાં સફળ અને સક્ષમ સર્જક બનીને જિનશાસનના ગગનમાં સદા-સદા માટે છવાઈ ગયા ! સહુના મનને-જીવનને સાંત્વના... સમતા અને સ્વસ્થતા આપવામાં આપ અજોડ હતા... અને માટે જ છેલ્લી ક્ષણ... છેલ્લી પળ સુધી આપે અસ્વસ્થતાની આંધી વચ્ચે પણ આત્મસમાધિ અને નિજાનંદનો દીવો અખંડ રાખી ! જીવનની પળેપળને સભર બનીને માણી... અને મૃત્યુની પળે પણ સ્મિત છલકતી શાંતિની કરી લ્હાણી ! સ્મૃતિઓનું આખું એક વિશ્વ ઊભું છે આસપાસ ! આપે જે ચીંધ્યું... જે શીખવાડ્યું... જે સમજાવ્યું... એ સ્વાધ્યાયની થોડી પળો... થોડી ક્ષણો જે સાર્થક બની એની ફલશ્રુતિઉપલબ્ધિરૂપ આ ભરતબાહુબલી ગ્રંથ આપને અનંત ઉપકારોની સ્મૃતિ સાથે સમ્યકૃતયા સમર્પણ ! 3 Page #8 -------------------------------------------------------------------------- ________________ જ. તે જ ગુજરાતના ચરણે.... કાવ્યપ્રેમીના કરકમલમાં ST - વિરલ કહી શકાય તેવું નામ અને કામ ધરાવનાર જગદ્ગુરુશ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજનો શિષ્ય પરિવાર સંયમધર્મથી સાહિત્યોપાસના સુધીના બધાં ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન કરનાર નીવડ્યો છે. જગદ્ગુરુશ્રીના પટ્ટધરશ્રી વિજય સેનસૂરીશ્વરજી મહારાજના વિશાળ શિષ્યવૃન્દમાં અનેક શાખા પૈકીની એક કુશલ શાળા થઈ છે, એ શાળાના પંડિત સોમકુશલગણીના શિષ્ય શ્રી કનકકુશલગણી અને પુણ્યકુશલગણી બન્ને ગુરુ ભાઈઓ સંસ્કૃત સાહિત્ય રચનાના ક્ષેત્રે પ્રાસાદિક કલમના સ્વામી પૂરવાર થયા છે. તેમાં શ્રી પુણ્યકુશલગણીએ આ મહાકાવ્યનું સર્જન કર્યું છે. વિ.સં. ૧૯૪૧માં રચનાનો પ્રારંભ કર્યો છે અને વિ.સં. ૧૯૫૯માં રચના પૂર્ણ થઈ છે.મહાકાવ્યના લક્ષણમાં તો આઠ સર્ગની વાત આવે છે. અહીં ૧૮ સર્ગ છે. કુલ ૧૫૩૫ શ્લોક છે. તેમાં છંદો - વૈવિધ્ય પણ સારા પ્રમાણમાં છે. ત્રણ સર્ગ: અનુષ્ટ્રપ, એક સર્ગ: રથોદ્ધતા, બે સર્ગઃ વંશસ્થ, બે સર્ગ: સ્વાગતા, એક સર્ગઃ પ્રહર્ષિણી, એક સર્ગઃ વિયોગિની અને એક સર્ગઃ ઇંતવિલંબિતમાં છે. આના પર એક સંસ્કૃતમાં વિષયસ્થલટિપ્પણી જેવી પંજિકા છે પણ અગ્યાર સર્ગ સુધીની જ તે મળે છે. આ ગ્રથનું આ પૂર્વે એક સુંદર પ્રકાશન તેરાપંથ પરંપરાના મુનિ દુલહરાજના કરેલા હિન્દી અનુવાદ સાથે મુનિ નથમલજીના સંપાદનરૂપે પ્રકાશિત થયેલું છે. પણ ગુજરાતમાં આ ગ્રન્થ પઠન-પાઠનમાં જાણીતો ન હતો તેથી સાધ્વીજીશ્રી સુલોચનાશ્રીજીએ તેનો ગુજરાતી અનુવાદ કર્યો અને એ સરળ ગુજરાતી અનુવાદ સાથે આ પ્રકાશન થઈ રહ્યું છે. વૃદ્ધ કહી શકાય તેવી વયે પણ એક યુવાનને છાજે તેવા ઉલ્લાસ અને ઉત્સાહથી સાધ્વીજીશ્રી સુલોચનાશ્રીજીએ આ જ્ઞાનોપાસનાનું કાર્ય પાર પાડ્યું છે. તેઓ જ્ઞાનનાં પરમ પ્રેમી છે. ખંતીલા છે અને આ પહેલા પણ હીરસૌભાગ્ય પણ કાવ્ય જેવા મોટા ગજાના ગ્રન્થનો અનુવાદ આપી ચૂક્યા છે. જેને સંઘના સાહિત્ય પિપાસુ વિદ્વાનો દ્વારા સા આવકાર સાંપડ્યો હતો. આશા છે કે આ ગ્રન્થને પણ તેવી જ રીતે આનંદભર્યો આવકાર સાંપડશે અને પૂજ્ય સાધુ સાધ્વીજી મહારાજ તથા વિદ્વાનો પઠન પાઠનમાં ઉપયોગમાં લઈને સાધ્વીજીએ કરેલા શ્રમને સાર્થક બનાવશે... ... Page #9 -------------------------------------------------------------------------- ________________ “કાવ્યમાં કથાવસ્તુ અલ્પ છે પણ સાહિત્યિક વર્ણનો સુંદર પ્રમાણમાં છે. મહાકવિ કાલિદાસની પ્રાસાદિક શૈલીના દર્શન થાય છે. ભરત અને બાહુબલી એ બન્ને ભાઈઓના પ્રેમનું વર્ણન રોચક શૈલીમાં થયું છે. જલક્રીડા, વનવિહારના વર્ણનો પણ મનોહારિ છે. ભરત ચક્રવર્તીએ કરેલા ચાર પ્રકારના યુદ્ધનું વર્ણન, છેલ્લે દેવોનું થયેલું આગમન વગેરે વર્ણનો પ્રવાહબદ્ધ શૈલીમાં લખાયા છે. ભાંડારકરની બે બુકના અભ્યાસ પછી કે હેમલઘુ પ્રક્રિયાના અભ્યાસ પછી વ્યુત્પત્તિ ખીલવવા માટે રઘુવંશ વગેરે મહાકાવ્યનો અભ્યાસ થાય છે તેના સ્થાને આ ભરતબાહુબલી મહાકાવ્યનો. અભ્યાસ પ્રચલિત કરવા જેવો છે. આના દ્વારા જૈન શ્રમણોની સાહિત્યોપાસનાને પણ પ્રસારિત કરવા દ્વારા શ્રત સેવાનો લાભ મળશે અને સંસ્કૃત ભાષાના જ્ઞાન સાથે આવા નામાંકિત શલાકા પુરુષના જીવન ચરિત્રને જાણવાનું પણ મળશે એ લાભ વધારાનો. સાધ્વી સંસ્થાએ પણ આ દાખલા ઉપરથી શીખવા જેવું છે. આવી કોટિના હજી ઘણાં ગ્રન્થો જ્ઞાન ભંડારમાં છે જેને લોકભોગ્ય બનાવવા માટે તેના ગૂર્જર અનુવાદ વગેરે જરૂરી છે. અન્ને આવા અલંકારરૂપ મહાકાવ્ય ગ્રન્થને સારી રીતે આવકારી તેના અધ્યયન દ્વારા પ્રભુ શાસનના કથાસાહિત્યનો પરિચય પામી સમ્યજ્ઞાનની અભિવૃદ્ધિ કરી તે દ્વારા સમ્યગ્દર્શન અને સમ્યગુચારિત્રની સાધના કરી પરંપરાએ મોક્ષ સુધીના ભાગીદાર બનીએ એ જ એક શુભકામના સાથે. મહાવદિ ૧૩, શ્રી નેમિ-અમૃત-દેવ-હેમચન્દ્રસૂરિ પારસનગર, નવા ગામ (સોનગઢ) કું વિ.સં. ૨૦૧૬ શિષ્યાણ Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રાયમ કાવ્ય બે પ્રકારે હોય છે - પ્રેક્ષ્ય અને શ્રાવ્ય. પ્રેક્ષ્ય કાવ્ય-રંગશાળાનાં નાટક પર ઘટના બતાવે છે અને શ્રાવ્ય કાવ્ય સાંભળવામાં કે અભ્યાસમાં ઉપયોગી હોય છે. કલિકાળસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યે પ્રેક્ષ્યના પાઠ્ય અને ગેય એમ બે ભેદ કહ્યા છે. નાટક, પ્રકરણ આદિ પાઠ્ય અને રાસ, ગીત આદિ ગેયકાવ્ય કહ્યાં છે. એ પ્રમાણે શ્રાવ્યના પણ ગદ્ય-પદ્ય અને ચમ્પૂ એમ ત્રણ પ્રકાર બતાવ્યા છે. મહાકાવ્યમાં પ્રાયઃ કોઈ એક મહાન વ્યક્તિના જીવનનું સર્વાંગીણ ચરિત્રનું આલેખન હોય છે, પરંતુ ‘ભરતબાહુબલિ મહાકાવ્યમ્'માં તો ફક્ત યુદ્ધપ્રસંગનું એકપક્ષીય વર્ણન ક૨વામાં આવ્યું છે. પ્રસ્તુત કાવ્યમાં પદલાલિત્ય, અર્થની રમણીયતા, ભાષાની પુષ્ટિ સુંદર અને રસપૂર્ણ ગુંફિત ક૨વામાં આવી છે તે સમજવામાં ઘણી સુગમ પડે તેમ છે. આ મહાકાવ્યમાં ગુણપ્રચુરતા અને રસપ્રચુરતા બતાવવામાં આવી છે, જેમાં કાવ્યનો પ્રથમ ગુણ શ્લેષ છે. આ કાવ્યનો પાંચમો સર્ગ શ્લેષપ્રધાન છે. જૈન કાવ્યોમાં મોટેભાગે સાધનાને અનુકૂળ શાંતરસની પ્રધાનતા હોવા છતાં પણ જૈન મહાકવિઓએ જ્યાં જે ૨સો જોઈએ તે તે રસોની માધુર્યતા પરિપૂર્ણ રીતે બતાવી છે. એ પ્રમાણે પ્રસ્તુત મહાકાવ્યના રચયિતા મહાપુરુષે પણ શ્રૃંગા૨૨સ અને વી૨૨સનું મન મૂકીને અવતરણ કર્યું છે. તેમજ શબ્દાલંકાર અને અર્થાલંકારનો પણ પ્રચુર માત્રામાં પ્રયોગ કર્યો છે. ઉપમા, ઉત્પ્રેક્ષા આદિની અપેક્ષાએ અર્થાન્ત૨ન્યાસ પણ અધિક માત્રામાં છે. પ્રસ્તુત મહાકાવ્યમાં મહાપુરુષે કોઈ કોઈ સ્થાને સિદ્ધાંતનો પણ નિર્દેશ કર્યો છે. જેમાં શરીર, મન સંબંધીની અનેક ધારણાઓથી બંનેના ભેદનું વિશદ વર્ણન કરી સમજાવ્યું છે કે મનના આવેગોની અસર શરીર પર કેવી થાય છે. દા.ત. રણસંગ્રામમાં બાણોની વર્ષા ચાલુ હોય ત્યારે રણોત્સાહી યોદ્ધાઓં પરસ્પર એકબીજા પર પ્રહાર કરતાં કપાઈ ગયેલાં માથાં વિનાનાં ધડો પણ રણોન્માદથી ઊછળતા તલવાર ને ભાલાઓથી લડી રહ્યા હોય છે, વગેરે... વગેરે... વળી આ મહાકાવ્યમાં કથાવસ્તુ ભલે થોડી છે પરંતુ ભરતબાહુબલિના પરસ્પરના પ્રેમનું વર્ણન, બાલક્રીડા, જલક્રીડા, વનવિહાર, ભોગવિલાસિતા, બહલીપ્રદેશનું રોમાંચક વર્ણન, તેમજ બાર બાર વર્ષીય યુદ્ધયાત્રાનું વી૨૨સથી ભરપૂર વર્ણન, રણભૂમિમાં દેવોનું આગમન, બંને ભાઈઓ પાસે દેવોનું અલગ અલગ નિવેદન અને દેવોની વાતના સ્વીકારરૂપે દૃષ્ટિયુદ્ધ, મુષ્ટિયુદ્ધ, યષ્ટિયુદ્ધ અને દંડયુદ્ધ - આ ચારે પ્રકારની યુદ્ધનીતિમાં Page #11 -------------------------------------------------------------------------- ________________ ક TE પ્રત્યેક યુદ્ધમાં બાહુબલિના રોમાંચક વિજયના કારણે ભરત ચક્રવર્તીનો પ્રબળ રોષ હળ અને તેની ફલશ્રુતિરૂપે બાહુબલિ પર ચક્રરત્નનું છોડવું, બાહુબલિનો પરાકાષ્ઠાએ પહોંચેલો તીવ્ર રોષ, તીવ્ર રોષનું રૂપાન્તર, ભગવાન ઋષભદેવના માર્ગનું અનુગમન અને સાધુતાનો સ્વીકાર, શીતા, ઉષ્ણ અને વર્ષાઋતુનાં કષ્ટોની સહનશીલતા. પરંતુ અહંકારના કારણે કેવલજ્ઞાનની અપ્રાપ્તિ, ભગિની સાધ્વીજી બાહ્મી-સુંદરીની પ્રેરણાથી ગર્વનું ખંડન ને પ્રાંતે કેવલ્યની પ્રાપ્તિ. આ પ્રમાણે બાહુબલિજીનો પરિચય કરાવીને ગ્રંથકાર ભરત ચક્રવર્તીની દિનપ્રતિદિન વધતી તીવ્ર વિરાગતા અને અનાસક્તતાના કારણે આસાભુવનમાં કેવલ્યની પ્રાપ્તિ અને ભરતરાજાનું મહાભિનિષ્ક્રમણ વગેરે ઘટનાનું રોમાંચક વર્ણન તે ખરેખર કવિની કાવ્યકુશળતા અને પ્રત્યેક ઘટનાને ઉપસાવવાની આગવી વિશેષતા પ્રગટ થાય છે. પ્રસ્તુત મહાકાવ્યમાં ૧૮ સર્ગો છે. ૧૫૩૫ (પંદરસો પાંત્રીસ) શ્લોકોની સંખ્યા છે અને પ્રત્યેક સર્ગમાં અલગ અલગ છંદો આપવામાં આવ્યા છે. દા.ત.૭ સર્ગ ઉપજાતિમાં, ૩ સર્ગ અનુષ્ટ્રપ, ૧ સર્ગ રથોદ્ધતા, ૨ સર્ગ વંશસ્થતિમાં, ૨ સ્વાગતા, ૧ પ્રહર્ષિણી, ૧ વિયોગિની અને ૧ તૃત વિલંબિત. ગ્રંથના રચયિતા - સમયમર્યાદા: મોગલ સમ્રાટ અકબર પ્રતિબોધક જગદ્ગુરુ હીરવિજયસૂરીશ્વરજીના પટ્ટધર તપાગચ્છાધિપતિ વિજયસેનસૂરીશ્વરજીના સામ્રાજ્યમાં તેઓશ્રીના પ્રશિષ્ય પંડિત સોમકુશલગણીના શિષ્ય કનકકુશલગણી અને પુણ્યકુશલગણી, બંને ગુરુભાઈઓમાં કનકકુશલગણીવર્ય અનેક ગ્રંથોની રચના કરી, અને પુણ્યકુશલગણીએ સત્તરમી શતાબ્દ (વિ.સં. ૧૯૪૧)માં “ભરત બાહુબલિ મહાકાવ્યની રચનાનો પ્રારંભ કર્યો અને વિ.સં. ૧૯૫૯માં પ્રાય: આ ગ્રંથ સંપૂર્ણ બન્યો. તેઓના ગુરુભ્રાતા કનકકુશલગણીવર્યે તેના ઉપર પંજિકા- પદભંજિકાનું નિર્માણ કર્યું, પરંતુ ઘણી શોધના અંતે ૧૧ સર્ગ સુધીની પંજિકા મળે છે; તેમાં પણ ત્રીજા સર્ગની અડધી પણ પંજિકા મળતી નથી. એટલે આમાં આપણે પંજિકા લીધી નથી. તેરાપંથીના પંચમ આચાર્ય સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત માધવગણી પોતાની પ્રવચનસભામાં પ્રસ્તુત મહાકાવ્ય વારંવાર વાંચતા. તે સમયે આ કાવ્ય ઘણું લોકપ્રિય બનેલું...ત્યારબાદ પ્રસ્તુત કાવ્યની પ્રત ખોવાઈ ગયેલી. કાલાન્તરે કાલૂગણીની શોધના અંતે વિદ્વાન શ્રાવક ચોપડાજી દ્વારા આગ્રા શહેરના વિજયધર્મલક્ષ્મી જ્ઞાનભંડારમાંથી મૂળપ્રત મળી. તેમાં પણ તૂટક શ્લોકો અને બારીક અક્ષરોવાળી હસ્તલિખિત પ્રત ઉપર મહામનીષી તેરાપંથી યુવાચાર્ય નથમલજીએ સંશોધન કરી મુમુક્ષુઓના અધ્યયન-અધ્યાપન ીિ માટે મુનિ દુલ્લહરાજજીને તેનો હિંદી ભાષામાં અનુવાદ કરવા પ્રેરિત કર્યા. અનુવાદ Sિ Page #12 -------------------------------------------------------------------------- ________________ Sજી સહિત ભરતબાહુબલિ મહાકાવ્ય તૈયાર કરી આ ગ્રંથને ઘણો સરળ બનાવી દીધો. હું એટલે આ મહાકાવ્યને વિદર્ભોગ્ય અને લોકભોગ્ય કરવાનો યશ તેરાપંથી સંઘના વિદ્વાન આચાર્યોને ફાળે જાય છે. મેં તો તૈયાર થયેલી રસવતીને ફક્ત પીરસવાનું જ કામ કર્યું છે. સર્વજ્ઞ પરમાત્મા ભગવાન મહાવીરે બતાવેલા શ્રમણજીવનમાં જ્ઞાનોપાસના અગ્રસ્થાને કહી છે. ચોવીસ કલાકમાં પંદર કલાક જ્ઞાનોપાસના કરવાની આજ્ઞા છે. શ્રમણ-શ્રમણીના જીવનમાં જો આવી જ્ઞાનોપાસના ના હોય તો સંયમજીવન શુષ્ક બની અનેક દોષોનું ભાજન બની જાય છે. પરમપાવન ધર્મભૂમિ પાટણ નગરીના રહેવાસી ધર્મનિષ્ઠ સંસારી માતા-પિતા (શેઠ પોપટલાલ બાદરચંદ તથા કીલીબેન)ના સુસંસ્કારોથી સિંચાઈને અને પૂજનીય * ગુરુવર્યોની પ્રેરણાથી નાની બાળવયમાં હુ શ્રમણી બની. પરમોપકારી ગુણીજી સુનંદાશ્રીજીની છત્રછાયા મળીને અમારા સૌના પરમોપકારી પૂજનીય ગુરુદેવ સંઘસ્થવર, દીર્ઘતપસ્વી, આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિસૂરીશ્વરજી (પૂ. બાપજી મહારાજ)ની નિશ્રા અને શિક્ષા મળી. તેથી હું જ્ઞાનોપાસનામાં પરોવાઈ ગઈ. પ્રકરણ ગ્રંથો, કર્મગ્રંથો, કમ્મપયડી, પંચસંગ્રહ, વિશેષાવશ્યક આદિ દ્રવ્યાનુયોગનું અધ્યયન, સંસ્કૃત, પ્રાકૃત ભાષાનું અધ્યયન - ઉપદેશમાલા, જ્ઞાનસાર, પ્રશમરતિ, ધ્યાનશતક અધ્યાત્મ કલ્પદ્રુમ આદિ આધ્યાત્મિક ગ્રંથોનું પરિશીલન, નવ્યન્યાય - સ્યાદ્વાદમંજરી - સ્યાદ્વાદરત્નાકર - સંમતિતર્ક આદિ દાર્શનિક ગ્રંથોનું અધ્યયન કરી, પૂ. શ્રી બાપજી મહારાજ અને આચાર્ય ભગવંત શ્રી, મનહરસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી અનેક સાધ્વીજી મહારાજને અધ્યાપન કરાવવાની મને અમૂલ્ય લાભ મળ્યો. ત્યાર બાદ તે પૂજ્યોની પ્રેરણા અને આશીર્વાદથી - સ્યાદ્વાદમંજરી, હીરસૌભાગ્ય મહાકાવ્ય - શાંબ - પ્રદ્યુમ્ન મહાકાવ્ય આદિ ગ્રંથોનો ગુજરાતી ભાષામાં ભાવાનુવાદ કરવાનો અવસર પ્રાપ્ત કરાવનાર મારા અગણિત ઉપકારી તે તે ગુરુવર્યોની હું ઘણી ઘણી ઋણી છું. ખાસ તો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવામાં પ્રોત્સાહિત કરનાર અને મારી તેમજ, મારા પરિવારની જ્ઞાનોપાસના, સંયમયાત્રા અને વિહારયાત્રામાં સતત પ્રેરણાદાતા પૂજનીય ગુરુદેવ સ્વ. શ્રી આચાર્ય ભગવંત શ્રી વિજયભદ્રગુપ્તસૂરીશ્વરજી મ.સા.નો આ પ્રસંગે જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે. હું તો સાવ અનભિન્ન હોવા છતાં, જેઓએ પોતાની સાહિત્યયાત્રામાંથી અમૂલ્ય સમય ફાળવીને મારા પ્રત્યેક અનુવાદિત ગ્રંથોનું ખૂબ જ ચીવટથી ઝીણવટપૂર્વક સંશોધન કરી સુધારાવધારા કરી આપ્યા છે. છેલ્લે “પ્રગતિના પંથે” (પંચસૂત્ર)ને ગુજરાતી અનુવાદ કરવાના પ્રેરણાદાતા ) પરમ ઉપકારી પૂજનીય આચાર્ય-ભગવંત શ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મહારાજે મને , Page #13 -------------------------------------------------------------------------- ________________ S) ભરતબાહુબલિ મહાકાવ્યમ્'નો ગુજરાતી અનુવાદ કરવા પ્રોત્સાહિત કરી તે માટેનું (go વારંવાર માર્ગદર્શન આપતા રહ્યા તે રીતે તેઓશ્રીના પ્રેરણાબળથી આવા શ્લેષાત્મકરસાત્મક અને અલંકારાત્મક મહાકાવ્યનો ભાવાનુવાદ કરવા માટેની સફળતા મળી. બાકી આવા મહાન ગ્રંથોનો અનુવાદ કરવાની મારી શું હેસિયત છે ! પરમકૃપાળુ પરમાત્માની પરમકૃપા અને પૂજનીય ગુરુવર્યોના દિવ્ય આશીર્વાદની જ આ ફળશ્રુતિ છે. વિદ્વાનોની દષ્ટિએ આ મહાકાવ્યની ઉક્તિના અનુવાદમાં ઘણી તૂટીઓ રહી ગઈ હશે તો શ્રી ઉમાસ્વાતિ મહારાજે જેમ કહ્યું છે – । “यच्चासमंज्झसमिह छन्दा समयार्थतोऽभिहितम् पुत्रापराधवनगम भर्षयितव्यं बुधैः सर्वत्र" એ જ ક્ષમાયાચનાના સૂરમાં મારો સૂર મિલાવીને કહું છું કે આ અનુવાદમાં જે કાંઈ અસંજસ લખાયું હોય, જિનવચન અને ગ્રંથકારના અભિપ્રાયથી વિપરીત લખાયું હોય તો એક પુત્રીના અપરાધની જેમ સુજ્ઞપુરુષો મને ક્ષમા કરશો. * પ્રાંતે મારા આ લેખનકાર્યમાં તેમજ સાધના-આરાધનામાં સદેવ સહયોગી બનતી " . મારી અંતેવાસિની સાધ્વી – સત્યરેખાશ્રી - ભાગ્યપૂર્ણાશ્રી - શીલપૂર્ણાશ્રી – ભદ્રકીર્તિશ્રી - આનંદપૂર્ણાશ્રી - સંયમપૂર્ણાશ્રીનો પણ સહયોગ કેમ ભૂલી શકાય! વિશેષ તો મારા આ સંપૂર્ણ અનુવાદના લખાણના ગરબડ-સરબડ શબ્દદેહને સુંદર મરોડવાળા અક્ષરોમાં પ્રેસકોપી કરી આપનાર મારી અંતેવાસિની શિષ્યા ભાગ્યપૂર્ણાશ્રીજી અને આનંદપૂર્ણાશ્રીજીના સહકારની ઘણી ઘણી અનુમોદના કરું છું. . આ ગ્રંથનું આટલું ઝડપી પ્રકાશનકાર્ય કરનાર દુંદુભિ પ્રિન્ટર્સના માલિક જયેશભાઈને આપને કેમ ભૂલી શકાય! મારા ગત્યે અનુવાદિત પુસ્તક-પ્રકાશનમાં સદેવ આર્થિક રીતે સહયોગી બનનાર ભિવંડીવાસી અંજુબહેન હેમચંદ્ર ચંદરિયાને વારંવાર યાદ કરું છું. પ્રાંતે મારા શુભકાર્યમાં નિરંતર સાથ સહકાર આપનાર નામી-અનામી સુજ્ઞ વ્યક્તિઓનો ઘણો ઘણો આભાર માનું છું કે જેમણે શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન સંસ્થાનું પ્રકાશક તરીકેનું સૂચન કર્યું છે. “ગુણે વિંદ વહુના - તા. ૩૦-૧-૨૦૦૦ સા. સુલોચનાશ્રી જીવરાજ પાર્ક ભુવનભાનુસૂરિ આરાધના ભવન Page #14 -------------------------------------------------------------------------- ________________ <સુકૃતના સહભાગી> ૧. રંગવર્મા સોસાયટીનાં શ્રાવિકા બહેનો (જ્ઞાન ખાતું) પાલડી, અમદાવાદ ૨. આંબાવાડી જેન સંઘનાં શ્રાવિકા બહેનો (જ્ઞાન ખાતું) અમદાવાદ ૩. શ્રી હાલારી વિશા ઓસવાલ જૈન સંઘ તથા શ્રી ભક્તિવર્ધક હાલારી જૈન સંઘ - ભિવંડી ૪. અંકુર જૈન સંઘનાં શ્રાવિકાબહેનો હસ્તે વિમળાબહેન, નારણપુરા, અમદાવાદ ૫. શેફાલી જેન સંઘ - જ્ઞાનખાતું ૩. એક સદગૃહસ્થ તરફથી - હસ્તે સુનંદાબેન વોહરા આ પુસ્તકનું પ્રકાશન જ્ઞાનખાતામાંથી થયેલ હોઈ સગૃહસ્થોએ પુસ્તકની કિંમત ચૂકવીને જ ઉપયોગ કરવો. Page #15 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા | સર્ગ શ્લોક છંદ પ્રથમઃ ૭૮ ૦ ૦ ૦ | વંશસ્થવિલ ઉપજાતિ દ્વિતીયઃ ૧૦૭. તૃતિય: ચતુર્થ: ૭૯ ૦ ૦ અનુષ્ટ્રપ વિયોગિની દ્વતવિલંબિત પંચમ: ૮૧ ૦ ષષ્ઠમ: ઉ૫ સ્વાગતા સપ્તમઃ /૩ રથોદ્ધતા ઉપજાતિ અષ્ટમ: ૭૭ ઉપજાતિ નવમ: * દશમ: ૭૫ ઉપજાતિ ૧૩૬ 2 6 એકાદશ: ૧૦૫ અનુરુપ ૧૪૯ ૧૬૬ દ્વાદશ: ૭૩ ઉપજાતિ 6 & ૬૭ વંશસ્થવિલ ૧૭૯ ત્રયોદશ: ચતુર્દશ: ૭૯ ઉપજાતિ ૧૯૨ A 2 4 પંચદશઃ ૧૩૧ અનુરુપ ષોડષ: સ્વાગતા ૧૬ : ૧૭ ૧૮ ૨૦૦ ૨૨૬ ૨૩૯ સપ્તદશ: ૮૯ પ્રહર્ષિણી અષ્ટાદશ: ૮૩ | ઉપજાતિ ૨૫૫ ૧૫૩૫ મહાકાવ્યના રચયિતા-તપાગચ્છાધિપતિ શ્રી વિજયસેનસૂરીશ્વરજી મ.ના પ્રશિષ્ય પંડિત શ્રી સોમકુશલગણિના શિષ્ય પુણ્યકુશલગણિજી-રચનાકાલ વિ. સં. ૧૯૪૧થી પ્રારંભ. સમાપ્તિ પ્રાયઃ ૧૯૫૯ ૩ સર્ગની અડધી પંજિકા છે. બાકી ૧૧ સર્ગ સુધીની પંજિકા છે. 11 Page #16 -------------------------------------------------------------------------- ________________ પૂ. વિદૂષી સાધ્વી સુલોચનાશ્રીજી મ.સા.ના ગુજરાતી ભાષાંતરના પુસ્તકો * સ્યાદ્વાદમંજરી * હીર સૌભાગ્ય મહાકાવ્ય ભાગ - ૧-૨-૩ * શાંબ પ્રધુમ્ન - ભાગ - ૧-૨ * સુલસા ચરિત્ર * મંગલ સ્વાધ્યાય * શરણાગતિ *પ્રગતિના પંથે 12 Page #17 -------------------------------------------------------------------------- ________________ ऐं नमः ॐ ह्रीं श्रीं शंखेश्वर पार्श्वनाथाय नमः 2િ5 હીં શ્રીં અહંમ નમઃ 4 હું શ્રી ગુરવે નમઃ શ્રી ભરત બાહુબલિ મહાકાવ્યનો સંક્ષિપ્ત ભાવાનુવાદ મહાકાવ્યનો ટૂંકો પરિચય : ઇક્વાકુ કુલભૂષણ ભગવાન શ્રી ઋષભદેવના સુપુત્ર ભરત ચક્રવર્તી છ ખંડ પૃથ્વી પર વિજય પ્રાપ્ત કરી પોતાની રાજધાની અયોધ્યા નગરીમાં મહામહોત્સવપૂર્વક પ્રવેશ કરી રાજસભામાં પધાર્યા ત્યારે આયુધશાળાના પરિવારને સમાચાર આપ્યા કે “મહારાજાધિરાજ ! ચક્રરત્ન આયુધશાળામાં પ્રવેશ કરતું નથી.” ભરત મહારાજાએ મહામંત્રી સામે પ્રશ્નસૂચક દૃષ્ટિ કરી. મહામંત્રીએ જણાવ્યું કે “જ્યાં સુધી એક પણ રાજા આપશ્રીની છત્રછાયામાં ના આવે ત્યાં સુધી ચક્રરત્ન આયુધશાળામાં પ્રવેશી નહીં શકે.” છ ખંડ સાધ્યા બાદ મહારાજા વિચાર કરે છે કે “એવો કોણ માથાભારે રાજવી છે જે હજુ મારી આજ્ઞાનો સ્વીકાર કરવા તૈયાર નથી ?” મહામંત્રીએ જણાવ્યું, “મહારાજા, બીજા કોઈ નહિ. આપના જ લઘુભ્રાતા તક્ષશિલા નગરીના મહારાજા બાહુબલિ.” ત્યાર બાદ મંત્રીમંડળ સાથે પરામર્શ કરી બોલવામાં ચતુર, વાચાળ, સમયનો જાણકાર સુવંગ નામના દૂતને મહારાજા તક્ષશિલા મોકલે છે. સુવેગ દૂત ત્યાંથી પ્રસ્થાન કરી તક્ષશિલા નગરીમાં એ: છે. બહલી (તક્ષશિલા)નગરના ભૂભાગની સંપત્તિ, સૈનિકોનો થનગનાટ, નગરીનો વૈભવ વગેરે વિધવિધ આશ્ચર્યનો અનુભવ કરતો બાહુબલિની રાજસભામાં પહોંચી જાય છે. સાક્ષાત્ ઇન્દસભાની ભ્રાંતિ કરાવે તેવી મહારાજા બાહુબલિજીની રાજસભામાં ઉપસ્થિત થાય છે. ત્યાં મહારાજા સમક્ષ બે હાથ જોડી બેસે છે. હવે પછીનો વિષય મહાકાવ્યથી શરૂ થાય છે. છાયામઃ ગર अथार्षभि' भरतभूभुजां बलाद्, हृतातपत्रः स्वपुरोमुपागतः । विमृश्य दूतं प्रजिघाय वाग्मिनं, ततौजसे तक्षशिलामहीभुजे ।।१।। મહારાજા ભરત ભારતવર્ષના રાજાના છત્રોનું બળપૂર્વક હરણ કરીને અર્થાત્ છ ખંડ પૃથ્વી પર વિજય પ્રાપ્ત કરી પોતાની નગરી અયોધ્યામાં પધાર્યા અને મંત્રીમંડળ સાથે વિચારવિમર્શ કરી મહાપરાક્રમી બળવાન એવા તક્ષશિલાના મહારાજા પાસે વાષ્પટુ - બોલવામાં નિપુણ એવા સુવંગ નામના દૂતને મોકલ્યો. ततः स दूतो विषयान्तरं रिपो - र्गतो वपुष्मानिव विस्मयं दधौ । रसान्तरं गच्छत एव विस्मयो, ह्यनेकधा भावविलोकनाद् भवेत् ।।२।। ૧. કાઉર્મિત - ગમ રૂ/રૂષદ ૨. વિષયના બે અર્થ થાય છે (૧) તે (વિષયસ્તૂપવર્તનમ્ - મિ. ૪/૧૩) (૨) વિ-અર્થ (ન્દ્રિયાથ વિષય - ગમતુ ર૦) ૩. રસાજારના બે અર્થ થાય છે (૧) રસ + અન્તર બીજી ભૂમિ (નાતી મેરિની રસી- મો ૪/૩) (૨) રપ + અન્તર બીજો રસ (ૐર ગતિ) - મિ. ર/ર૦૮,૨૦૨ શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧ Page #18 -------------------------------------------------------------------------- ________________ ત્યાર પછી દૂતે શત્રુના પ્રદેશમાં પ્રવેશ કર્યો અને ભાવવિભોર બની ગયો, અર્થાત્ આશ્ચર્યનો અનુભવ કર્યો. જેમ કોઈ માણસ એક રસનો અનુભવ કર્યા બાદ બીજા રસનો અનુભવ કરે એટલે શબ્દાદિ રસ અથવા શૃંગાર આદિ રસમાં વિસ્મિત બને તેમ એક ભૂમિમાંથી બીજી ભૂમિમાં જતાં અનેક પ્રકારના અવનવા આશ્ચર્યકારી પદાર્થો અને ભૂભાગને જોતા વિસ્મિત બની ગયો. (અહીં રસામૃથ્વી, રસ = શૃંગાર આદિ નવરસ, રસ = શબ્દ આદિ ઇન્દ્રિયોના વિષય, એ રીતે રસ શબ્દના ત્રણ અર્થ તેવી જ રીતે વિષય = શબ્દાદિ વિષય અને વિષય એટલે દેશ પણ થાય.). प्रतापभृत्स्वामिबलाभिशङ्कित - स्तमोहरस्तीक्ष्णकरो' न तापकृत् । करेण दूरादिति वादिनस्त्विहा - वलोक्य लोकान् स विसिष्मियेऽधिकम् ।।३।। “મહાપ્રતાપી આપણા સ્વામી બાહુબલિના પ્રતાપથી તીક્ષ્ણ કિરણવાળો સૂર્ય પણ શંકિત બની પોતાનાં કિરણો વડે દૂરથી જ અંધકારને દૂર કરે છે. પરંતુ પ્રતાપને ફેલાવતો નથી,” એમ બહલી પ્રદેશના લોકોને બોલતા સાંભળી દૂત વિસ્મિત બની ગયો. शरच्छशाङ्कद्युतिपुञ्जपाण्डुरं, स धैनुकं वीक्ष्य गवेन्द्रदूरगम् | यशा महीभर्तुरिवाङ्गमाश्रितं, ततान नेत्रे विगलत्पयोमहः ।।४।। શરદપૂર્ણિમાના ચંદ્રની ઉજ્જવલ કાંતિના પિંડ સમાન એવી ગાયોના સમૂહ કે જેના માલિક ગોવાળિયા દૂર ઊભા છે, તે જોઈ આશ્ચર્યથી દૂતનાં નેત્રો વિસ્ફારિત થઈ ગયાં, અહીં કવિ કલ્પના કરે છે કે એ ગાયોનો સમૂહ જાણે મહારાજા બાહુબલિનો મૂર્તિમંત યશનોનપિંડ ના હોય ! વળી ગાયોના આંચળમાંથી ઝરતી દૂધની ધારા રાજાનો યશ દૂર દૂર તરફ ફેલાઈ રહ્યો છે, એમ બતાવતી ન હોય! स सौरभेयो रवलोक्य शङिकतः, क्वचिच्चरन्तीविविधा वनान्तरे । वपुर्यशोभिः सह जुह्वतां जवाद्, द्विषां चिताधूमततीरिवाऽसिताः ।।५।। બહલી દેશના કોઈ અરણ્યભાગમાં વિવિધ પ્રકારની કાળી ગાયો અર્થાત્ ભેંસોના સમૂહને ચરતો જોઈ શંકિત બનેલો દૂત વિચારે છે કે રાજાના યશની સાથે જલદીથી હોમાયેલા શત્રુઓના શરીરમાંથી નીકળતી જાણે ધુમાડાની શ્રેણી ના હોય ! ककुद्मतो वीक्ष्य मदोत्कटान् मिथः, क्रुधा कलिं संदधतः स दुर्धरान् । गवीश्वरोदीरितभूभृदाज्ञया, निषिद्धयुद्धांश्चकितश्च विस्मितः ।।६।। દુર્ધર અને મદોન્મત્ત આખલાઓ ક્રોધિત થઈને પરસ્પર ઝઘડતા હતા, ત્યારે ગોવાળિયાઓએ કહ્યું: “આપસમાં લડવાની આપણા સ્વામીની આજ્ઞા નથી” તે સાંભળતાંની સાથે જ આખલાઓ १.तीक्ष्णकरस-सूर्य २. मिङ् ईषद्धसने धातोः णबादि प्रत्ययस्य रूपम् । 3. ઘેનુ ગાયોનો સમૂહ (ચેન્ના (સમૂહ) ઘેનુ દોષ૪) ૪. સૌરમેથી-ય ( સૌરમેથી-ગામ ૪/૩૩૧) ૬. સિતા-શ્યામક | ૬. વધુ મા-બળદ (SHISનવાન વ -ભo ૪/રર૩) ૭. નિ:-નર (યુદ્ધ 7 સંધ્ય વનિઃ-ગામ ૩/૪૬૦). શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ ૦ ૨ Page #19 -------------------------------------------------------------------------- ________________ લડવાથી વિરામ પામ્યા. તે જોઈ દૂત વિસ્મિત બની આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો કે અહો ! બહલી દેશના રાજાનો આટલો બધો પ્રભાવ છે ! सगन्धधूलीमृगसंश्रिताः शिला, निविश्य वासांसि वितन्वतीर्मुहुः । चरः सुगन्धीनि युवद्वयी:२ क्वचिद्, बभार निध्याय मुदं वचोतिगाम् ।।७।। કોઈ કોઈ જગ્યાએ તો દૂતે યુવાન યુગલોને જોયાં, કસ્તૂરીમૃગોથી આશ્રિત શીલા ઉપર બેસીને વારંવાર પોતાનાં વસ્ત્રોને સુગંધિત કરતાં હતાં, આ જોઈને દૂતને વચનાતીત આનંદ થયો. मुदं ददानाऽनवलोकितेतर - प्रभुः प्रभूताङ्कराजिराजिनी । प्रियेव रोमाञ्चवती निजेशितु - wलोकि तेनापि मही फलावहा ।।८।। ઘણા ઘણા અંકુરાઓથી સુશોભિત ફળદ્રુપ પૃથ્વી જોઈ, સંતાનસુખથી પરિવરેલી પતિવ્રતા સ્ત્રી પોતાના પતિ સિવાય પરપુરુષને આંખ ઊંચી કરી જોતી નથી અને પોતાના પતિને અનહદ પ્રેમ આપે છે, તેમ બાહુબલિ સિવાય બીજા કોઈ માલિકને જોયો નથી, એવી આ બહલી દેશની ધરા ફલવતી થઈ છતી સ્વામીને આનંદ આપનારી હતી. અર્થાત્ સફળા ને સુશોભિત હતી. नृफल्गु सस्यं परिहाय निस्तुषं, खलेषुः गेहं चलिताँस्त्वितीरिणः । क्षितीश्वराज्ञाऽस्य सदैव पालिनी, स वीक्ष्य मान् मुमुदे दिनात्यये ।।९।। સંધ્યા સમયે ખેડૂતો પોતપોતાનાં ખેતરોમાં શુદ્ધ કરેલા ધાન્યના ઢગલાઓને નિર્જન છોડીને આપસમાં નીચે પ્રમાણે વાતો કરતા જોઈને દૂતને અતિ આનંદ થયો, “કે ભાઈઓ ! આપણા રાજા બાહુબલિના આજ્ઞાપાલકો એ જ આપણું કવચ છે. આપણે શા માટે ચિંતા કરવી !” स निवृतिक्षेत्रण्मुदीक्ष्य दूरतः, स निर्वृतिक्षेत्र विलाससंस्पृहः । बभूव सर्वो हि विशिष्टवस्तुनि, स्मरेत् सराग जनमीक्षिते क्षणात् ।।१०।। દૂરથી વાડ વિનાનાં ખેતરો જોઈ દૂતને નિર્વસ્ત્ર એવી પોતાની પ્રિયા સાથે રતિક્રીડા કરવાની ઇચ્છા થઈ. ખરેખર દરેક મનુષ્યોને કોઈ વિશિષ્ટ વસ્તુ જુએ ત્યારે પોતાની પ્રિય વ્યક્તિની ક્ષણમાત્ર સ્મૃતિ ઊભરાઈ આવે છે. स वेपमानं सरसीजले विधुं, विलोक्य कान्तास्त्वितिवादिनीर्मुहुः | शशाङ्क ! राजासि बिभेषि मा प्रभो - बलात् प्रभुनः सकृपो व्यलोकत ।।११।। ૧. અધૂલીનૃ-જૂરીમૃગ (જૂરી જન્યધૂપ-૦ રૂ/રૂ૦૮) ૨. યુવાવયુવ-યુવતિન્યુલાનિ . ३. नृफल्गु-आरक्षकजनरहितम् । ૪. ચં-ઘાન, (ધાન્ય તુ ચં-ભ૦ ૪/ર૩૪) ૫. વર્ત-નિકાન (ાનધાનં પુનઃ રચનામ૦ ૪/૩૫) ૬. ફિનાલ્ય-સંધ્યા સમયે | છે. અહીંયાં ક્ષેત્રનો અર્થ ખેતર કર્યો છે. (ક્ષેત્રે તુ વાર વાર--મ- ૪/૩૧) - निवृतिक्षेत्र - अर्थात् वाड़रहित भेतर ૮. અહીં ક્ષેત્રનો અર્થ સ્ત્રી કર્યો છે. (તાર): ક્ષેત્રે વધૂ -મ0 રૂ/૧૭૭) - નિવૃત્તિક્ષેત્ર- અર્થાત નિર્વસ્ત્ર વાન્તા | શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૩ Page #20 -------------------------------------------------------------------------- ________________ સરોવરના જળમાં કંપાયમાન ચંદ્રના પ્રતિબિંબને જોઈને નગરવાસી સ્ત્રીઓ વારંવાર ચંદ્રને કહી રહી છે, “ચંદ્ર ! તું રાજા છે, છતાં અમારા સ્વામી બાહુબલિને જોઈ શા માટે ડરે છે? અમારા સ્વામી. તો દયાળુ છે. વિના અપરાધે કોઈને પણ કષ્ટ આપતા નથી.” આ પ્રમાણે દૂત બહલી પ્રદેશમાં અવનવા અનુભવો માણી રહ્યો છે. क्वचिन् मृगीयूथमयद् यदृच्छया, स वीक्ष्य विस्फाररवेप्यसंभ्रमम् । गतेऽपि कर्णान्तिकमित्यतर्कयत्, कृपार्षभीणां विषयेषु शाश्वती ।।१२।। નિર્ભયપણે અને સ્વેચ્છાપૂર્વક ફરી રહેલા હરિણીઓના સમૂહને જોઈ દૂત વિચાર કરે છે કે, આટલી નજીકમાં ધનુષના ટંકાર સાંભળવા છતાં જરાયે સંભ્રાન્ત કે નાસભાગ કર્યા વિના હરિણીઓ કૂદાકૂદ કરી રહી છે ! ખરેખર ઋષભદેવના પુત્રોના દેશમાં દયા શાશ્વત રહેલી છે, જેથી હરકોઈ પ્રાણીને જીવવાનો અધિકાર મળે છે. विकस्वराम्भोजमुखी परिस्फुरद् - विसारनेत्रा दयितेव तस्य च । रथाङ्गनामस्तनराजिनी३ चलत् - तरङ्गनाभिः सरसी मुदेऽभवत् ।।१३।। પ્રિયાની જેમ દૂતને એક નાનકડી તલાવડીએ ખુશ કર્યો કે જેનું વિકસ્વર કમલરૂપી મુખ છે. આમ-તેમ ફરતી માછલીઓ રૂપી નેત્રવાળી, ચક્રવાક રૂપી સ્તનવાળી, અને ઊછળતા તરંગો રૂપી નાભિવાળી તલાવડી આનંદ આપનારી થઈ. श्रमच्छिदे तस्य विरुद्धपुष्पव - ल्लताप्रसक्तैः श्रितसारिणीजलैः । अभूयताऽवेगचरैः समीरणैः, क्रमं न लुंपन्ति हि सत्तमाः क्वचित् ।।१४।। પક્ષીઓથી વ્યાપ્ત એવાં પુષ્પોથી યુક્ત અર્થાત્ ભિન્ન ભિન્ન પાંગરેલાં પુષ્પોથી યુક્ત લતાઓથી સ્પર્શિત અને સરિતાના જલથી આશ્રિત થયેલો પવન દૂતના મુસાફરીના થાકને દૂર કરવા માટે મંદ મંદ ગતિએ ચાલવા લાગ્યો. ખરેખર ! ઉત્તમ પુરુષો પોતાની ક્રમપરંપરાનું કયારે પણ ઉલ્લંઘન કરતા નથી. प्रफुल्लकंकेल्लिनवीनपल्लवै - रमुष्य सायंतनवारिदभ्रमम् । वनं क्वचित् श्यामलताभिरञ्चितं, दिनेपि दोषाभ्रममादधे पुनः ।।१५।। વિકસ્વર અશોક વૃક્ષના નવાં નવાં પાંદડાંઓથી દૂતને સંધ્યાકાલીન વાદળાંઓનો ભ્રમ થયો. વળી કોઈ જગાએ શ્યામ લતાઓથી વ્યાપ્ત વનને જોઈને દિવસે પણ રાત્રિનો ભ્રમ પેદા કરતો હતો. ૧. વિષ : - (વિષયસૂવર્તનમ્ - ૨. વિસારનો અર્થ છે માછલી (વિસ્તાર ૦ ૪/૧૩) ની શી... ગમે ૪૧૦) : રિસ્પરવિસારનેત્રા माननयना। ३. रथाङ्गनाम-चक्रवाक (चक्रवाको रथाङ्गाह्वः - अभि० ४/३९६) ૪. વિરુદ્ધપુતાપ્ર - આના બે અર્થ છે “નીરળ આ વિશેષણ છે ! ૧- વિદ્ધા મિવારના, पुष्पवती - रजस्वला, एतादृशी लता, तत्र प्रसक्तैः - प्रसंगवदिभः । २-विरुद्धा-विभिः-पक्षिभिः रुद्धा-व्याप्ता, પુષ્કવિ-સુનવ... | - - - - - - શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૪ Page #21 -------------------------------------------------------------------------- ________________ जनाद् बलं बाहुबलेर्भटैः पथि, द्रुमेषु भूभृत्सु च चिह्नितं चरः । भुजाशुगास्त्रैः परिपीय कंपितः, सकण्टका एव हि दुर्गमा द्रुमाः ||१६|| પ્રત્યેક માર્ગમાં વૃક્ષો અને પર્વતો ઉપર બાહુબલિના પરાક્રમી સૈનિકોનાં બાહુબાણ અને અસ્ત્રોનાં ચિહ્નો હતાં. વળી ત્યાંના લોકોના મુખથી સૈનિકોની પરાક્રમગાથાને સાંભળતો દૂત ભયભીત બની ગયો, કેમ કે કાંટાવાળાં વૃક્ષો જ દુર્ગમ હોય છે. भुजद्वयोन्मूलितभूरुहावलिं निभाल्य किं हस्तिभिराह वदन्तमूचे जनतेत्यसौ भटै रभञ्जनः साकमरातिकांक्षितैः३ ।।१७।। - બન્ને ભુજાઓથી ઉખેડી નાંખેલી વૃક્ષોની પંક્તિ જોઈને દૂતે પૂછ્યું : “શું આ વૃક્ષોને હાથીઓએ ઉખેડી નાંખ્યાં છે ?” આ સાંભળી ત્યાંના જનસમૂહે કહ્યું કે “ના ભાઈ ના, આ તો અમારા વીર સુભટોએ જાણે શત્રુઓની આકાંક્ષાને ઉખેડી નાંખી ના હોય તેમ વૃક્ષોને પોતાના હાથે જ ઉખેડીને ફેંકી દીધાં છે.” सुधारसस्वादुफलानि नो भटैः, करानवापानि विमृश्य मुष्टिभिः । તદ્રુમન્યનિપાતિતાન્યો, વિજોય ત્યું વિમસાધ્યનુમટે ? ।।૧૮।। અતિ ઊંચાં વૃક્ષો ઉપર રહેલાં અમૃત સમાન સ્વાદિષ્ટ ફળો હાથથી લઈ શકાશે નહિ ! એમ વિચારી અમારા પરાક્રમી સુભટોએ વૃક્ષોના સ્કંધ (થડ) પર જબ્બર મુષ્ટિપ્રહાર કરીને બધાં ફળો ભૂમિ પર પાડી દીધાં છે. તે નીચે પડેલાં ફળોને તો તમે જુઓ ! - એ પ્રમાણે જનતાએ દૂતને કહ્યું. ખરેખર વીર સુભટોને શું અસાધ્ય હોય ? · हतेभकुम्भस्थलजन्ममौक्तिकै रिह प्रियावक्षसि हारमादधुः । भटा यशोन्यास मिवौजसां क्षिता वितस्तदुत्खातरदान् निभालय ।।१९।। હે દૂત ! અમારા વી૨ સુભટોના પરાક્રમને તો જુઓ કે જેઓએ હાથીઓના કુંભસ્થલને વિદારણ કરી તેમાંથી નીકળેલાં મોતીઓના હાર બનાવી પોતાની પ્રિયાના વક્ષસ્થલ પર ધારણ કરાવ્યા છે. તે જાણે પોતાના પરાક્રમનો મૂર્તિમંત યશ ના હોય ! વળી આ બાજુ તો જુઓ, હાથીઓના દંતૂશળને લીલા માત્રમાં ઉખેડી ઉખેડીને જમીન પર આમતેમ ફેંકેલા છે. - इतोपि दोर्दण्डदलीकृतं शिला तलं निरीक्षस्व घनैरभङ्गुरम् । विरोधिनां वक्ष इवोद्भटैर्भटै रभेद्यमच्छेद्यमिदं ह्यविक्रमैः ।।२०।। - · હે દૂત ! આ બાજુ જુઓ. અમારા વીર સુભટોના બાહુબળે મોટા મજબૂત મુગલોથી પણ જે ના તૂટી શકે તેવા પ્રકારની પથ્થરની શિલાઓને લીલા માત્રમાં ટુકડેટુકડા કરી નાખી છે. તે જાણે શત્રુઓનાં વક્ષસ્થલને ભેદી નાંખ્યાં ના હોય ? ખરેખર ! આવી શિલાઓને ભેદવી કે તોડવી તે નિર્બળ વ્યક્તિઓ માટે સર્વથા અશક્ય જ હોય છે. ૧. આશુT: – બાણ (વાન્હાશુ પ્રિવ૨સાયપત્રવાાઃ - અમિ૦ રૂ/૪૪૨) ૨. પરિણ્વીય - આવ્યર્થ । રૂ. જાતિ - શત્રુ (પ્રત્યમિત્રાવમિમાત્યરાતી - મિ૦ રૂ/૩૧૩) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૫ Page #22 -------------------------------------------------------------------------- ________________ शरैरनावृत्तमुखैमनोतिगै - र्धनुर्धरैर्विद्धमनन्यविक्रमैः । द्रुमावलिस्कन्धमिमं च पश्य नो, महौजसां ह्योजसि कोऽपि विस्मयः ? ||२१|| હે દૂત ! અનન્ય પરાક્રમી ઘનુર્ધારી અમારા સુભટોએ પેલાં વૃક્ષોનાં થડને મનોવેગી, સીધા સરલ એવાં બાણો વડે કેવી રીતે વીંધી નાખ્યાં છે, તે તો તમે જુઓ ! ખરેખર ! બળવાન પુરુષોની શક્તિ માટે કાંઈ આશ્ચર્ય હોતું નથી. सलीलमुत्पाट्य गिरिगजेन्द्रवन्, महाबलैर्नोत इतस्ततः करैः । गजैरिवानोकह इत्यनेकधा, बलं भटानां कुरु दृष्टिगोचरम् ।।२२।। જેમ મદોન્મત્ત હાથી પોતાની સૂંઢથી વૃક્ષોનાં ઝુંડનાં ઝુંડને ઉખેડી ઉખેડીને આમતેમ ફેંકી દે છે, તેમ અમારા બળવાન યોદ્ધાઓ પોતાના બાહુ વડે લીલા માત્રમાં પર્વતને ઉપાડીને આમતેમ લઈ જાય છે. આવા તો અમારા સુભટોનાં વિવિધ પ્રકારના પરાક્રમને હે દૂત ! તમે જોતા જ રહો ! महाभुजैनः प्रभुरीदृशैर्वृतः, स दुःप्रधर्षो मनसापि वज्रिणा । यदीयदोर्दण्डपविप्रथाहता', महीभृताः सागरमाश्रयन्ति हि ।।२३।। આવા પ્રકારના મહાન, બળવાન, અને પરાક્રમી યોદ્ધાઓથી પરિવરેલા અમારા સ્વામીનો પરાજય કરવા માટે ઇન્દ્ર મનથી પણ ઇચ્છે નહીં કેમ કે ઇન્દ્ર તો વજથી પર્વતોને તોડે છે. જ્યારે અમારા સ્વામીનો તો બાહુદંડ જ વજનું કામ કરે છે. તેથી તેમની ભુજારૂપી વજની ધારાથી હણાયેલા રાજાઓને સમૂહનો આશ્રય લેવો પડે છે. अमुष्य नामापि बभूव शूलकृद्, विरोधिनां मूर्धनि निःप्रतिक्रियम् । रसायनं नः प्रणिपाततः प्रभोः, परं न तस्यास्ति महीतलेऽखिले ।।२४।। અમારા સ્વામી બાહુબલિના નામ માત્રથી શત્રુ રાજાઓના મસ્તકમાં ફૂલ રોગ ઉત્પન્ન થાય છે. તે રોગને દૂર કરવા માટે અમારા સ્વામીને નમસ્કાર કરવા સિવાયનું અખિલ બ્રહ્માંડમાં બીજું કોઈ ઔષધ નથી. भुजंगराजं वसुधैकधुर्वहं, भुजस्य दायादमवेक्ष्यग्नो नृपम् । प्रयान्तमित्येत्य जगाद नागराट्, रसासहस्ररूपगीयते भवान् ।।२५।। નાગજાતિના આદ્યપતિ અને પૃથ્વીની ધુરાને ધારણ કરનારા એક માત્ર અમારા સ્વામી કે જેના બાહુબલની સ્પર્ધા કરનાર આ દુનિયામાં કોઈ નથી, એમ જોઈને અહીંથી વિદાય લેતા એવા શેષનાગે અમારા સ્વામી પાસે આવીને કહ્યું કે સ્વામી, હું મારી હજારો જીભ વડે આપની સ્તુતિ કરું છું. अमुष्य सैन्याश्वखुरोद्धतं रजः, पतिं द्विजानां सकलङ्कमाधित । सकंपमारातिमनोप्यहर्निशं, वरं नदीनामपि पङ्किलं किल ।।२६।। ૧. વિ . ૧૪ (શતકોટિક વિ શન્કો - ગામ રા૫૪) २. निःप्रतिक्रियम् - प्रतीकाररहितम् ।। ३.दायादमवेक्ष्य-दायादं-स्पर्द्धक, अवेक्ष्य-विचार्य । ૪. ૨સા-જીહવા ૬. કિશાન પર - ચંદ્રમાને ૬. નલીનાં વર- સૂર્યમાને શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૯ Page #23 -------------------------------------------------------------------------- ________________ એમ સંભળાય છે કે, અમારા સ્વામીના અશ્વસૈન્યની ખૂરીથી ઊખડી ગયેલી રજકણોએ ચંદ્રને કલંકિત કર્યો, શત્રુરાજાઓના મનને રાતદિન કંપિત કરી નાંખ્યાં અને સમુદ્રને કાદવકીચડથી ભરી દીધો. . स्वतातजन्मोत्सववारिणार्चितः, स्वयं सुमेरुर्गभितो न चूर्णताम् । મહેન્દ્રકુચા તવોલ્યુડીનયા, વયે ટૂર્નવં રિતયામ T.ર૭/ અમને શંકા થાય છે કે બાહુબલિજીએ પોતાની વજ જેવી શક્તિશાળી મઠ્ઠીથી સુમેરુ પર્વતને ચૂર્ણ કેમ ના કર્યો? બરાબર, સમજાયું કે મેરુ પોતાના પિતા ઋષભદેવના જન્મોત્સવથી પવિત્ર જલ વડે પુજાયેલ હતો માટે. जगत्त्रयी यस्य च कीर्तिमल्लिकां, दधात्यजत्रं शिरसा विकाशिनीम् । स एक वीरो भुवनत्रये धनु - बिभर्ति कंदर्प इवाफलं न हि ||२८|| ત્રણે જગત જેની કીર્તિરૂપી વિકસ્વર માળાને હંમેશાં પોતાના મસ્તક પર ધારણ કરે છે એવા ત્રણે જગતમાં અચૂક નિશાન પાડનાર ધનુર્ધારી કામદેવ જેમ એક છે, તેમ ત્રણે જગતમાં મહાપરાક્રમી વીર માત્ર બાહુબલિ એક જ છે. महाप्रतापानलतापितं द्विषद् - बलैकतानं च रसेन्द्रयोगतः | अमुष्य तेजः कनकं दिने दिने, भवत्यनूनैरमलप्रभाभरेः३ ।।२९।। પ્રચંડ અગ્નિથી તપી ગયેલું તાંબુ પારાના સંયોગથી જેમ દેદીપ્યમાન સુવર્ણ બને છે, તેમ શત્રુઓના બલથી તામ્ર(રક્ત) બની ગયેલું બાહુબલિનું તેજ મહાપ્રતાપરૂપી અગ્નિમાં તપીને રાજાઓનો યોગ થવાથી દિનપ્રતિદિન સુવર્ણરૂપે તેજસ્વી બને છે. न सांयुगीनो मम कश्चिदाहवे, विचिन्तयत्येवमहर्निशं त्वसौ । अतः क्षितीशो मनुते समागतं, रणं क्षणीकृत्यं महाभटैर्वृतः ।।३०।। દૂત!બળવાન સુભટોથી પરિવરેલા અમારા સ્વામી હંમેશાં એ જ વિચારે છે કે યુદ્ધભૂમિમાં મારી સામે ઊભો રહેવા માટે કોઈ પણ રાજા સમર્થ નથી. આથી જ્યારે યુદ્ધનો અવસર આવે ત્યારે તેને મહોત્સવરૂપ માની વધાવી લે છે. अयं विपक्षांस्तृणवन्नुमन्यते, त्वयं विपक्षरतिरिच्यते गिरेः । अयं धुनीते रिपुसञ्चयं क्षणात्, त्वयं न कैश्चित् सुरशैलवद् द्रुतः ।।३१।। ૧. ત-િશાલ તા-તાંબુ ૨. જન-જાવ-ભચાર, વાણી-જાના I TR-પારો ३. पाठान्तरं-ऽधिकं विराजत्यमलप्रभाभरम । ૪. યુપીના યુદ્ધમાં નિપુણ (યુનો છે પાણ૦ ૩/૪૧૭) ૬. વાવ-યુદ્ધ (ગ્રાના વ... જામ રૂ/૪૬૦) ૬. સળીય-હાવીર . શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૭ Page #24 -------------------------------------------------------------------------- ________________ બાહુબલિજી શત્રુઓને તૃણની જેમ તુચ્છ માને છે, જ્યારે શત્રુઓ તેમને પર્વતથી અધિક માને છે. શત્રુઓના સમૂહને પોતે ક્ષણવારમાં ધ્રુજાવી દે છે. જ્યારે પોતે મેરુ પર્વતની જેમ નિષ્કપ અને અડોલ બની રહે છે. अनेन राज्ञा रजनीमणीयितं,' तदान्यभूपैः किल तारकायितम् । अतो निदेशोस्यर नृपैर्न लभ्यते, त्वसौ निदेशं न दधाति कस्यचित् ।। ३२ ।। વળી હે દૂત! અમારા રાજા ચંદ્રસમાન છે, જ્યારે બીજા રાજાઓ તારા સમાન છે. આથી અમારા રાજાની આજ્ઞાનું કોઈ પણ રાજા ઉલ્લંઘન કરતા નથી, અને પોતે બીજા કોઈની આજ્ઞાને સ્વીકારતા નથી. विधेरिवास्मादऽहितैरहितैः पुनः, फलान्यलभ्यन्त कलिक्रमार्थिमिः । प्रभुः स एवात्र यतो विशेषतः, फलाफलावाप्तिरनुत्तरा भवेत् ।। ३३।। જેમ વિધાતા પાસેથી પોતપોતાનાં કર્મને અનુસાર ફળ મળે છે, તેમ અમારા સ્વામી પાસેથી પણ યુદ્ધના અર્થી શત્રુ રાજાઓને અને આજ્ઞાધારી મિત્ર રાજાઓને પોતપોતાના કાર્યને અનુરૂપ અનુત્તર ફળની પ્રાપ્તિ થાય છે. ખરેખર ! સ્વામી તે જ કહેવાય કે જે સેવકના પોતપોતાના કાર્યને અનુરૂપ ફળ આપનારા હોય છે. स किन्नरो नात्र स नात्र मानवः स कोपि विद्याधरपुङ्गवो न हि । न येन कर्णेषु दधे नृपार्षभे - यशः, शरच्चन्द्रकरातिसुन्दरम् ।।३४।। ખરેખર !આ લોકમાં કોઈ એવો કિન્નર નથી, કોઈ માનવ નથી કે કોઈ વિદ્યાધર રાજા નથી કે જેઓએ બાહુબલિ રાજાની શરદપૂર્ણિમાના ચંદ્રસમાન ઉજ્જવળ એવી યશોગાથા સાંભળી ના હોય ! गिरं जनानामिति मानशालिनी, निशम्य तेनेति हृदा व्यतर्यंत । बलं प्रभोर्मे बलिनोपि मा वृथा, महीभृति स्यात् करिणीपतेरिव ।।३५।। દૂતને બહલી દેશની જનતાની ગૌરવપૂર્ણ વાણી સાંભળીને હૃદયમાં આશંકા થઈ – “મારા સ્વામી ભરત બળવાન હોવા છતાં પણ આ બાહુબલિની સામે ટક્કર ઝીલી શકશે કે કેમ ?” ગમે તેવો બળવાન હાથી હોય પરંતુ પર્વત પાસે તેનું બળ નિરર્થક જાય છે તેમ નિરર્થક નો નહિ થાય ને? मदीयभूपाम्बुदतूर्यगर्जित - ध्वनौ प्रवृत्ते शरभीभवन्नयम् । भटैर्वत्तोऽसून किल मोक्ष्यते रणे, न च स्मयं हि प्रथमोभिमानिनाम् ।।३६।। १. रजनीमणीयितम्-चन्द्रायितम् । ૨. નિલેશ-ગાશ, આશા (ગર શિક્તિનિરો લેશો... ગમતા ૨/૧૨૧) . ગતિ:-શત્રુ (વૈદિરતી નિયાંસુ-મિ. ૩/૩૧૩). ૪. ડિત-મિત્ર ५. कलिक्रमार्थिभिः- क्लेशांस्लिसमीहकैः । ૬. નીતિ ના બે અર્થ છે - (૧) રાજામાં (૨) પર્વતમાં શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦૮ Page #25 -------------------------------------------------------------------------- ________________ મને લાગે છે કે મારા સ્વામી ભરતની મેઘગર્જના સમાન રણભેરી ફુંકાશે કે તરત જ અહંકાર કે શિરોમણિ એવા બાહુબલિ અષ્ટાપદ (બળવાન પશુ)ની જેમ રણભૂમિમાં પોતાના સૈનિકોની સાથે કૂદી પડશે ને પોતાના પ્રાણોને ત્યજી દેશે પરંતુ પોતાના અભિમાનને છોડશે નહીં. કેમ કે બાહુબલી અભિમાની પુરુષોમાં પ્રથમ છે. चरो विचिन्त्येति हृदा गिरा ततो, जगाद चैषां पुरतो न किञ्चन । निशम्य कर्णान्तकटु प्रियं वचो, वदन्ति वाचा न हि वाग्मिनः क्वचित् ||३७ ।। ત્યાર પછી દૂતે આ પ્રમાણે મનમાં વિચારીને પ્રજા સમક્ષ કાંઈ પણ પ્રત્યુત્તર આપ્યા નહિ. ખરેખર પંડિત અને વિચક્ષણ પુરુષો કાનને પ્રિય કે અપ્રિય લાગે તેવાં કડવાં કે મીઠાં વચન સાંભળીને કચાંય પણ કોઈને જવાબ આપતા નથી. सुकृष्टाभिरुदग्रकन्धरं, मृगाङ्गनाभिः स विलोकितः क्वचित् । स शालिगोपीभिरपीक्षितः क्वचित्, सविभ्रमं विभ्रमवामदृष्टिभिः ३ ।।३८।। ત્યાંથી આગળ ચાલતાં દૂતે જોયું કે કોઈ કોઈ જગ્યાએ સુમધુર ગીતોથી આકર્ષાયેલી હ૨ણીઓ ઊંચી ડોક કરીને જોતી હતી. વળી કોઈ જગ્યાએ ડાંગરના ખેતરની રખવાળી કરતી ખેડૂતપત્નીઓ દૂતની સામે હાવભાવપૂર્વક કટાક્ષ કરતી હતી. स राजधानीभिरनङ्गभूपते रसस्य पूर्वस्य च४ केलिसदमभिः । तरङ्गितामोदभरः पुरन्ध्रिभिः व्यलङ्घत ग्रामपुराण्यनेकशः ।। ३९ ।। - કામદેવની રાજધાની અને શૃંગા૨૨સની ક્રીડા ભૂમિ સમાન નગરવાસી સ્ત્રીઓની પાસેથી ચાલતો દૂત હર્ષથી રોમાંચિત બની જતો. આ પ્રમાણેનાં કૌતુકોને જોતાં તેણે અનેક નગરો અને ગામો પસાર કર્યાં. चरः पुरो गन्तुमथैहत त्वरां, महीधरोत्साह इवाङ्गवानऽयम् । न हि त्वरन्ते क्वचिदर्थकारिणो, विलम्बनं स्वामिपुरो हिताय नो । ।४०।। હવે દૂતે આગળ જવા માટે પોતાની ગતિનો વેગ વધાર્યો તે જાણે મહારાજા ભરતનો મૂર્તિમંત ઉત્સાહ ના હોય ! ખરેખર કર્તવ્યશાળી પુરુષો પોતાનું પ્રયોજન સિદ્ધ કરવામાં શું ત્વરા નથી કરતા ? અર્થાત્ - કરે જ. તે સમજે છે કે વિલંબ કરવાથી સ્વામીનું અહિત થાય છે. विलङ्घिताध्वा कतिचिद् दिनैश्चरः, पुरीप्रदेशान् जितनाकविभ्रमान्६ । सरःसरित्काननसंपदाञ्चिता नुपेत्य संप्रापयदुत्सवं दृशोः ।।४१।। ૧. શાલિગોપીમિ - લમણિમમિ । ૨. સવિક્રમ – સવિતાનું | - રૂ. ધમનીય ટાક્ષ દૃષ્ટિવાની સ્ત્રીઓ | ४. पूर्वस्य रसस्य प्रथमस्य रसस्य-श्रृगाराख्यस्य रसस्य । પુ. લિજ્ઞમિઃ – ઝીયાવસતિમિર 1 ૬. નાળ :- વર્ગ (મુવિસ્તાવિતાવિષા ના :- અમિ૦ ૨/૧) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૯ Page #26 -------------------------------------------------------------------------- ________________ એક પછી એક માર્ગને પસાર કરતો દૂત કેટલાક દિવસ વ્યતીત થયે તક્ષશિલાના પ્રદેશમાં પહોંચ્યો, સરોવર, નદી, તળાવ, જંગલ અને ઉદ્યાનોની શોભાથી સ્વર્ગપુરીની શોભા જેણે જીતી લીધી છે, તેવી તક્ષશિલા નગરીના પ્રદેશને જોઈ આનંદિત બની ગયો. पुरी परीतेयमनेकशो हयै र्नमोंशुमत्सप्ततुरङ्गमाङ्कितम् । स्मयाद् विहस्येति खुरोद्धुरं रजः, क्षिपद्भिरुच्चैश्चलताञ्चितक्रमैः ।।४२।। તક્ષશિલા નગરીમાં ચારેબાજુ અનેક પ્રકારના ઉત્તમ ઘોડાઓ જોયા. તે પવનવેગી ઘોડાઓ અહંકારથી હાંસી કરતા પોતાની ખૂરીથી પૃથ્વીની રજને ઉખેડીને આકાશમાં સૂર્યની સામે ફેંકતા હતા. શા માટે ? આકાશના સૂર્ય પાસે તો ફક્ત સાત જ ઘોડા છે, જ્યારે અમારી તક્ષશિલામાં તો સંખ્યાતીત છે. वनायुदेश्यैः पवनातिपातिभि स्तिरः क्षिपद्भिस्त्विति वारिधौ रजः । अयं रजोभिर्यदि पूर्यतेऽखिलो, रयस्तदा नः स्खलति क्वचिन्न हि ।। ४३ ।। વળી કોઈ જગ્યાએ તો વનાયુ પ્રદેશના પવનવેગી ઘોડાઓ ભૂમિની રજકણો ઉખેડીને સમૂહમાંસમુદ્રમાં ફેંકતા હતા, અહીં કવિ કલ્પના કરે છે કે ઘોડાઓ એમ માનતા હતા કે આ રજકણોના સમૂહથી સમુદ્ર પુરાઈ જાય તો અમારો વેગ ચાંય સ્ખલના પામે નહિ. खलूरिकाकेलिनिबद्धलालसैः १, ससैन्धवैः २ सादिश्मनोनुगामिभिः । नितान्तमभ्याशवशाल्पितक्लमैः, समुच्छलत्केसरकेशराजिभिः ।।४४।। તે વનાયુ દેશના ઘોડાઓની પાસે પૂરી અને વેગનો અભ્યાસ કરવા આવેલા - ઊછળતી કેશવાણીથી શોભતા સિંધુ દેશના ઘોડાઓ આયુધશાળામાં નિરંતર અભ્યાસ કરવા છતાં શ્રમિત થતા નહિ . क्रमं विनीतैरिव नावलङ्घितुं, कृतप्रयत्नं परिधारितैर्मुहुः । अखेदमेदस्विबलैर्महाभुजै - स्तरङ्गितास्तस्य मुदस्ततो हयैः ।।४५।। चतुर्भिः कलापकम् । જેમ વિનીત શિષ્ય ક્રમનું (આચારનું) ઉલ્લંઘન કરતો નથી તેમ ખેદરહિત પુષ્ટ અને પરાક્રમી ક્રમબદ્ધ ચાલતા ઘોડાઓ દૂતના આનંદને વધારતા હતા. - स सिंधुरैः सन्निहिताभ्रमुप्रिय भ्रमैर्भ्रमदभ्रामरवर्द्धितक्रुधैः । चलन्नगेन्द्रैरिव वारण७च्छलात्, कपोलपालीविगलन्मदाम्बुभिः ।।४६।। ૧. સ્વસૂરિા-શસ્ત્રાભ્યાસ કરવાનું મેદાન - (સુરતી તુ શ્રમો યોગ્યામ્યાપ્તતવ્યૂ હતૂરિયા - અમિ॰ રૂ/૪પુર) ૨. સૈન્યવઃ-સિન્ધુ દેશમાં ઉત્પન્ન અશ્વ રૂ. સારી-ઘોડેસ્વાર(અશ્વારોòત્વશ્વવાર, સારી થ સુરશી ય સમિ૦ રૂ/૪ર૧) ૪. વેશ અપના ગળાના વાળ શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૭ ૧૦ ૧. સિન્ધુરઃ-હાથી (સ્તવે મંદિવસિન્ધુરના વન્તિન-મિ૦ ૪/૨૮૬) ૬. અમ્રમુપ્રિયઃ-ઐરાવત હાથી (પેજાવતો રૂપ્તિમાઃ શ્વેતાબોડમ્રમુપ્રિયા - અશ્મિ ૨/૬૧૧) ૭. વાજળ-હાથી (માતાવાળ... અમિ૦ ૪/૨૮૩) ૮. પાની-હોના (ગેટિક પાત્યત્ર કૃત્યપિ - અમિ૦ ૪/૭૧) Page #27 -------------------------------------------------------------------------- ________________ કપોલ પ્રદેશમાંથી નિરંતર ઝરતા મદની સુગંધમાં આસક્ત બનેલી ભમરાઓની પંક્તિઓ વારંવાર કપોલ પ્રદેશમાં આવવાથી ક્રોધિત બનેલ ઐરાવત સમાન હાથીઓ જાણે હરતાફરતા હિમાલય ના હોય ! તેમ સમીપે ચાલતા હાથીઓ દૂતને હર્ષાન્વિત બનાવતા હતા. रदद्वयीचिन्हितवप्रभित्तिभि र्निजप्रतिच्छायरुषा पुनः पुनः । निषादिदूरीकृतमानवे' पथि, व्रजद्भिरानन्दितलोचनो ययौ ।। ४७ ।। દુર્ગના કિનારે કિનારે ચાલતા હાથીઓ પોતાનાં પ્રતિબિંબ દુર્ગની દીવાલોમાં પડવાથી અત્યંત કુદ્ધબની પોતાના બન્ને દંતૂશળો વડે દીવાલોને કોચતા જોઈ તેમજ હાથીઓથી દૂર રહેવાની માણસોને હાકલ કરતા મહાવતોને જોઈ દૂત ઘણો ખુશ થયો. એ દૃશ્ય જોવામાં દૂતને મજા પડી. विरोधिलक्ष्मीकबरीविडम्बिनं २, जयश्रियः पाणिमिवासि मुद्वहन् । करेण शौर्योल्लसदासुरीकचः४, पदातिवर्गो ददृशेऽमुना पुरः ।।४८ ।। ત્યાંથી આગળ ચાલતાં દૂતે હાથમાં ખુલ્લી તલવારો ધારણ કરેલા એવા મૂછાળા વી૨ સુભટોને જોયા. તે જાણે શત્રુઓની જયલક્ષ્મીની ખેંચી કાઢેલી વેણીઓ ના હોય ! અર્થાત્ શત્રુઓની જયલક્ષ્મીને હાથમાં પકડેલી ના હોય તેવી તલવારોને ધારણ કરેલા પદાતિ સૈન્યને જોયું. अयं रसो वीर इवाङ्गवान् स्वयं, रतीश्वरो वा किमिहागतः पुनः । क्वचिद् धनुर्बाणधरं भटोच्चयं, स वीक्ष्य तत्रैवमतर्कयत्तराम् ।।४९ ।। નગરના કોઈ કોઈ ભાગમાં ધનુર્ધારી સુભટોના સમૂહને જોઈને દૂતે વિચાર્યું કે અહીંયાં સાક્ષાત્ વી૨૨સ ઊતરી આવ્યો લાગે છે. અર્થાત્ મૂર્તિમંત કામદેવ આવ્યો ના હોય ! नियन्तुर्दरानेमिविवृत्तिहारिभि र्गुरोर्विनेयैरिव जीर्णपद्धतिम् ७ । अलङ्घयद्भिर्हृदयानुगामिभिः, सदा कुलीनै 'रपि युग्यवाहिभिः ।।५० ।। વિનીત શિષ્ય ગુરુમહારાજની પૂર્વપરંપરાનું જેમ ઉલ્લંઘન કરે નહિ તેમ ક્રમબદ્ધ ચાલતી ૨થોની શ્રેણી જે પૂર્વના સારથિઓ જે માર્ગે રથ ચલાવતા તે માર્ગનું ઉલ્લંઘન કર્યા સિવાય મનોહર લાગતા અને ક્રમબદ્ધ ફરી રહેલા ચક્રની ધારાવાળા રથો તે જ માર્ગને અનુસરતા હતા. વળી કુલીન શિષ્યો ગુરુ ૧. નિપાવી-મહાવત (-૧૫ાજોરે સાવિયતૃમહામાત્રનિષાવિન મિ૦ રૂ/૪૨૬) ૨. રીવેણી (વેલું વર્ચય-મિ૦ રૂ/૨રૂ૪) રૂ. અણિ-તલવાર ૪. આપુીપ-દાઢી-મૂછના વાળ – અભિધાન ચિન્તામણી કોશમાં દાઢીનું નામ માસુરી છે. કવિએ આસુરીનો પ્રયોગ કર્યો છે. ૧. ડીયર-કામદેવ ૬. નિયા-સારથિ (નિયના પ્રાખિતા...સાથી-મિ રૂ/૪ર૪) ૭. ખીર્ણપાલિમ્ – પ્રાચીન માર્ગ ૮. શીન:-પૃથ્વી, નીને-પ્રો-પૃથ્વીની સાથે લાગેલા ૧. આ શ્લોકમાં રથ અને વિનયી શિષ્યની તુલના કરી છે. વિનેયપક્ષ - િર્વમિ વિનેયક - મુરો નીર્ણપદ્ધતિ वृद्धपंक्ति अलंघयद्भिः । શ્રી ભરતબાહુબલિ મહાવ્યમ્ ૦ ૧૧ Page #28 -------------------------------------------------------------------------- ________________ મહારાજના ઇંગિત આકારને સમજનાર અને પોતાના આચારમાં ચુસ્ત હોય તેમ વૃષભોથી જોતરાયેલા રથોની શ્રેણી સારથિથી ખેંચાતી ક્રમબદ્ધ પૃથ્વી પર ચાલતી હતી. रथैरथाङ्गध्वनिबन्धबन्धुरै - श्चलदभिरावासवरैरिवोरुभिः । स कौतुकाकूतविलोलमानसः, प्रहृष्टदृष्टिर्नगरीमवाप सः ||५१।। ' વળી ક્રમસર ચાલતા વિશાળ રથોની ઘૂઘરીઓના મંજુલ સ્વરથી શોભતા રથો તે જાણે હરતાં ફરતાં શ્રેષ્ઠ આવાસો (ઘર) ના હોય ! તેવા પ્રકારના રથોને જોવાથી મનમાં અનેક પ્રકારના અભિપ્રાયો બાંધતો કુતૂહલપ્રિય દૂત હર્ષથી વિકસિત નેત્રોવાળો થયો અને તક્ષશિલા નગરીમાં પહોંચ્યો. चरः पुरस पूपरिखां पयोभृतां, विलोक्य पाथोधिरयं किमागतः | निषेवितुं बाहुबलिं बलात् स्वयं, निजां श्रियं रक्षितुमित्यचिन्तयत् ।।५२।। દૂતે નગરીમાં જતાં આગળ પાણીથી ભરેલી ખાઈ જોઈને વિચાર્યું કે સાક્ષાત્ સમુદ્ર બાહુબલિની સેવા માટે સ્વયં ઉપસ્થિત થયો લાગે છે, અથવા સૈન્યથી પોતાની લક્ષ્મીની રક્ષા કરવા માટે સમુદ્ર આવ્યો લાગે છે. चरसरत्नस्फटिकाश्मभित्तिकं, विलोक्य वप्रं त्विममूहमातनोत् । श्रियं पुरा वीक्षितुमात्मनः क्षिता - वयं किमादर्शवरः प्रकल्पितः ।।५३।। મણિરત્નોથી યુક્ત સ્ફટિકના પથ્થરોથી બનાવેલ ગઢ શોભે છે એ જોઈને દૂતે વિચાર્યું આ નગરીએ પોતાની શોભા જોવા માટે પૃથ્વી પર દર્પણોની સુંદર રચના કરી ના હોય ! अथो पुरीद्वारमवाप्य संकुलं, स्थद्विपाश्चैः स कथंचिदासदत् । । प्रवेशमावेश इवान्तराशयं, ततक्षमं योगभृतां स विस्मयः ||५४।। નગરીનો દરવાજો વિશાળ હોવા છતાં, રથો, હાથીઓ અને અશ્વોની અવરજવરથી સંકીર્ણ થયેલા દરવાજામાં દૂતે જેમ ક્ષમાશીલ યોગીઓના હૃદયમાં ક્રોધનો પ્રવેશ દુષ્કર હોય છે તેમ મહામુશ્કેલીથી નગરીના દરવાજામાં પ્રવેશ કર્યો. पुरोन्तरं प्राप्य तटं पयोनिधे - रिवोरुमुक्ताफलरत्नराजितम् । चरो दृशं दातुमभूमन्न तु क्षमो, गजाश्वसंघट्टभयात् सवेपथुः ।।५५।। મુક્તાફળો (મોતીઓ) ને રત્નોથી સુશોભિત એવો નગરનો મધ્યભાગ સુંદર હતો. તે સમુદ્રના તટની જેમ અત્યંત વિશાળ હોવા છતાં હાથીઓ અને ઘોડાઓની અથડામણના ભયથી કંપિત થયેલો દૂત જોવા માટે પણ અસમર્થ બન્યો. इहापणश्रेणिभिरदभुतश्रिया, मनोरमाभिः कृतलोचनोत्सवः । चतुष्करमागाद् बहुवस्तुसंचय - प्रपातदुःप्रापधरातलं त्वसौ ।।५६ ।। ૧. સર્વપશુ–સવમ્યઃ | ૨. ચતુ-ચૌટાબજાર - (વનુષ્ય તુ થાને રતુ-ગામ૪/૫૨) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૨ Page #29 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીતલમાં દુષ્માપ્ય એવી અનેક પ્રકારની અદ્ભુત વસ્તુઓનો સંચય છે, જેમાં એવા ચૌટા (બજાર)માં સુંદર દુકાનોની પંક્તિને જોતો દૂત હર્ષવિભોર બની ગયો. सुवर्णकुम्भस्तनशालिनी स्फुरत् - सुवृत्तमुक्ताफलराशिसुस्मिताम् । विशालनेत्रां स्फुटविद्रुमाधरां, चतुष्कभूवारवधू स ऐक्षत ||५७।। બજારની ભૂમિમાં દૂતને ગણિકાની કલ્પના થઈ. તે ભૂમિ સુવર્ણના કળશોરૂપી સ્તનવાળી દેદીપ્યમાન ઉજ્વળ ગોળાકાર મોતીઓ રૂપી સ્મિતવાળી, વિવિધ પ્રકારના સુંદર વસ્ત્રોરૂપી નેત્રોવાળી, પરવાળારૂપ અધરવાળી એવી સુંદર ભૂમિને જોઈ. क्वचित्रसरामाऽथ सलक्ष्मणा क्वचित्, क्वचित् ससुग्रीवबला सुधामभिः३ । अलङ्कृता वीरवरैश्च तस्य पू:, प्रमोदमीक्ष्वाकुपुरीव साऽपुषत् ।।५८ ।। ક્યાંક સુંદર રમણીઓ, કયાંક શ્યામ સુંદર કેશવાળા અને લાંબી ડોકવાળા શ્રીમંતો, ક્યાંક મોટા પ્રાસાદો તેમજ વીર સુભટોથી સુશોભિત એવી તક્ષશિલા નગરીએ અયોધ્યા નગરીની જેમ દૂતને પ્રસન્ન કર્યો. જેમ અયોધ્યા રામચંદ્રજી-લક્ષ્મણજી તેમજ વાનરોના અધિપતિ સુગ્રીવના બળવાન સૈન્યથી અલંકૃત છે તેમ તક્ષશિલા નગરી પણ અયોધ્યાની જેમ શોભતી હતી. અહીં શ્લોકમાં શ્લેષ બતાવ્યો છે. स शंखकुन्देन्दुलक्ष रोचिषो, यशश्चचयाकर्तुरिवोद्भवत्क्षणान् । पुरीविहारानवलोक्य दूरतः, सुधामयान् प्रापदतुच्छसंमदम् ।।५९।। શંખ, મુચકુંદનાં પુષ્પો અને ચન્દ્રસમાન અત્યંત ઉજ્વલ પ્રાસાદોને દૂરથી જોઈને દૂત આનંદવિભોર બની ગયો. નિરંતર મહોત્સવને મનાવતા પ્રાસાદો જાણે માલિકોના યશનો સમૂહ ના હોય ! चलन्मृगाक्षीनवहेमभूषणप्रकामसंघट्टपतिष्णुरेणुभिः । विनिर्मितस्वर्णनगावनिभ्रम, स राजमार्ग गतवांस्ततः परम् ।।६०।। ત્યાર પછી દૂત નગરીના રાજમાર્ગ પર આવ્યો. તે રાજમાર્ગ સુવર્ણનાં અવનવાં આભૂષણોથી અલંકૃત એવી સુંદરીઓના ચાલવા વડે આભૂષણોના પરસ્પર અથડાવાથી નીચે પડેલા સુવર્ણની રજકણોની રાશિથી જાણે સોનાના મેરુ જેવો ભ્રમ પેદા કરતો હતો. ૧. વારવધૂ-વેશ્યા (ગામ) ૩/૧૨૭) ૨. આ કોકમાં તક્ષશિલા નગરીની અયોધ્યાની સાથે તુલના કરી છે. કેટલાક શબ્દોનો શ્લેષ મનનીય છે. વિક विशिष्टा सा पूर-क्वचित सरामा-सस्त्रीका | अयोध्यापक्षे-सरामचन्द्रा । सलक्ष्मणा-लक्ष्मणा:-धनाढ्यास्तैः सह वर्तमाना । अयोध्यापक्षे-ससुमित्रातनया । ससुग्रीवबला-सशोभनशिरोधररूपा । अयोध्यापक्षे सुग्रीवो-वानरेश्वरस्तस्य વર્તસંન્ય, તેન સર વર્તમાના | 3. સુધામ-એનો સ્વતંત્ર અર્થ આ પ્રમાણે થાય છે, સુ-શ્રેષ્ઠ, ઘામમઃ-પ્રાસાદોથી અને વીરવરેનું વિશેષણ માનવાથી એનો અર્થ આ પ્રમાણે... સુ-શ્રેષ્ઠ, ઘામ -તેજથી યુક્ત સુંદર તેજથી યુક્ત - ૪. વનસ-સફેદ (કલાતજોરાવનHધવનાળુના-મેo /ર૬). ૫. વિડ-પ્રાસાદ ૬. ચના:-મેરપર્વત શ્રી ભરતબાહુબલિ મહાક્રવ્યમ્ ૦ ૧૩. Page #30 -------------------------------------------------------------------------- ________________ अनेकराजन्यरथाश्ववारणैर्निषिद्धसंचारमिवावनीरुहैः । वनायनं विश्वजनेक्षणक्षणप्रदं प्रलीनारिमनोरथं ततः ||६१।। ત્યાર પછી દૂત રાજમાર્ગ પરથી ચાલતાં ચાલતાં રાજમહેલના દરવાજા સુધી પહોંચ્યો. વૃક્ષોનાં ઝુંડોથી જેમ વનમાર્ગ સંકીર્ણ થઈ જાય તેમ તે દરવાજો આજ્ઞાંતિ રાજાઓના રથ, અશ્વ અને હાથીઓના સમૂહથી સંકીર્ણ થઈ ગયેલો હતો. તેથી રાજમહેલના દ્વારમાં પ્રવેશ પણ દુર્લભ હતો. વળી તે દરવાજો સર્વે મનુષ્યોની આંખોને આહ્વાદ આપતો અને શત્રુઓના મનોરથોને ક્ષીણ કરતો હતો. क्वचिच्च वैडूर्यमणिप्रभाभरैः, कृताम्बुदभ्रान्तिमनोज्ञविभ्रमम् । सपद्मरागांशुभिरर्पिताशनिभ्रमं सशुद्धस्फटिकाश्मकान्तिभिः ।।६२।। વળી તે દ્વારની કોઈ કોઈ દીવાલો પર વૈદૂર્ય રત્નો અને મણિરત્નનાં કિરણોથી મેઘનો ભ્રમ પેદા કરતો. વાદળોમાં જેમ વીજળીના ચમકારા થાય તેમ પધરાગ મણિનાં કિરણોથી વીજળીનો ભ્રમ પેદા કરતો હતો. चलबलाका भ्रमदं सविद्रुमार्जुनांशुभिर्दत्तसुरायुधभ्रमम् | चरो नृपद्वारमवाप वेत्रिभिर्निवारितस्वैरगमागर्म क्रमात् ।।६३।।। વળી શુદ્ધ સ્ફટિક રત્નોની કાંતિથી હાલતી ચાલતી બગલાઓની પંક્તિ ના હોય તેવો ભ્રમ થતો, તેમજ પરવાળા સાથે એકમેક થયેલાં સુવર્ણનાં કિરણોથી ઇન્દ્રધનુષ જેવું મનોહર દૃશ્ય પેદા કરતું હતું. આવા પ્રકારના રાજદ્વારમાં સ્વેચ્છાએ કોઈ પ્રવેશ કરે નહિ તે માટે પ્રતિહારીઓ (ચોકીદારો)ની ચોકી ઠેર ઠેર દેખાતી. चरन्तमायान्तमुदीक्ष्य वेत्रिणः, क एष वैदेशिक इत्युदीरयन् । . चरः प्रभोः कस्य कुतस्त्वमागतः, प्रभोर्निदेशात् प्रविविक्षुरत्र नः ||६४।। દૂતને આવતો જોઈને દ્વારપાલો વિચારે છે. આ કોણ પરદેશી આવી રહ્યો છે? નજીકમાં આવ્યો ત્યારે તેને પૂછ્યું “તમે કોણ છો ? કયાં રાજાના દૂત છો ? ક્યાંથી આવ્યા છો ? અમારા રાજાની આજ્ઞાથી જ રાજમહેલમાં તમારો પ્રવેશ થઈ શકશે.” अयं बभाषि प्रथमस्य चक्रिणश्वरो भवत्स्वामिनमागतस्ततः | अखण्डषट्खण्डनरेन्द्रमौलिमिनतक्रमः श्रीभरतः प्रशास्ति याम् ।।६५।। દૂતે કહ્યું : પ્રથમ ચક્રવર્તી મહારાજા ભરતનો હું દૂત છું. તમારા સ્વામી મહારાજા બાહુબલિજી પાસે આવ્યો છું. ભરતક્ષેત્રની છયે ખંડ પૃથ્વીના રાજાઓ જેના ચરણકમળમાં પ્રણામ કરી રહ્યા છે એવા ભરત ચક્રવર્તી મહારાજા જ્યાં શાસન કરે છે એવી અયોધ્યા નગરીથી હું આવ્યો છું. ततो निबद्धाञ्जलयो नृपं च ते, समेत्य नत्वा स्मवदन्ति वेत्रिणः । चरो युगादेखनयस्य चक्रिणो, निवारितो द्वारि विलम्बते विभो ! ।।६६ ।। ૧. વાવા-બગલા (બાવા સિવદા - - ૪/૩૨૧) ૨. વિકુમ-મવાળા અર્જુન-સુવર્ણ (તપનીવવાનીપથન્દ્ર મડનું-મ ૪/૧૧૦) સુરાપુર્વ-ઇન્દ્રધનુષ ની ભરતબાહુબલિ મહાક્ષત્રમ્ ૦ ૧૪ Page #31 -------------------------------------------------------------------------- ________________ ત્યાર પછી કારપાળ મહારાજા બાહુબલિ પાસે આવી હાથ જોડી નમસ્કાર કરીને નિવેદન કર્યું, “પ્રભો !ઋષભદેવના પુત્ર ચક્રવર્તી ભરતની પાસેથી એક દૂત આવ્યો છે. અમે એને દરવાજે રોક્યો છે. આપના આદેશની પ્રતીક્ષા કરી રહ્યો છે.” नटीकृतानेकमहीभुजो भ्रवः, ससंज्ञयादेशविधायिवेत्रिभिः । प्रवेशयामास चरं धराधिपो, विवेकवान् न्यायमिवातुलैर्गुणैः ।।६७।। અનેક રાજાઓને નચાવનારી બાહુબલિ રાજાની ભૂકુટિ સંજ્ઞાથી આદેશ મેળવી દ્વારપાળોએ વિવેકી પુરુષો જેમ અસાધારણ ગુણની સાથે ન્યાયને પ્રવેશ કરાવે તેમ દૂતને રાજમહેલમાં પ્રવેશ કરાવ્યો. विचित्रचित्रं मणिभिः समाचितं', परिज्वलत्काञ्चनभित्तिभूषितम् । તતા પ્રવિષ્ટ સ કૃપાનયાન્તરં, વિશિષ્ટમિન્દ્રાન્નયતોગપિ સન્ડ્રિયઃ TI૬૮ાા. દૂતે બાહુબલિના આદેશથી રાજમહેલમાં પ્રવેશ કર્યો. તે રાજમહેલનો અંદરનો ભાગ મણિરત્નો વડે વિવિધ પ્રકારનાં ચિતરામણીથી ચિત્રિત અને દેદીપ્યમાન સુવર્ણોની ભીંતોથી વિભૂષિત હતો. તે ઇન્દ્ર મહારાજાના ઇન્દ્રાલયથી પણ અધિક શોભા ધારણ કરતો હતો. चरः सचित्रार्पितसिंहदर्शनात्, विलङिघतालड़धोरण तीव्रयत्नतः । गजाद् विवृत्तान् मदवारिसौस्भागतद्विरेफात् क्वचिदप्यशङ्कत ।।६९।। મહેલના એક ભાગમાં દૂતે એક દૃશ્ય જોયું. ચિત્રિત સિંહનાં દર્શનથી ભયભીત બનેલો હાથી મહાવતે કરેલા અંકુશના પ્રહારોની પણ પરવા કર્યા વિના પાછો ફરી ગયો. મદઝરતા તે હાથીના મદની સુવાસ લેવા માટે આવેલા ભ્રમરોની પંક્તિ જોઈને ક્ષણભર તો દૂત પણ ભયથી વિહ્વળ બની ગયો. - स इन्द्रनीलाश्ममयैकमण्डपं, विलोक्य मेघागममेघविभ्रमम् । गजेन्द्रगर्जारवरेनृत्तबर्हिणं, बभार संभारमयं मुदां ततः ।।७।। - ' હવે દૂતે ઇન્દ્રનીલ મણિઓથી બનેલો મંડપ જોયો, જેમાં મેઘની ગર્જનાને સાંભળીને મયૂર નૃત્ય કરી રહ્યા છે, જેમાં, વર્ષાઋતુના મેઘના આગમનની શોભા બતાવવામાં આવી છે તેવા મંડપને જોઈને દૂત અત્યંત હર્ષિત બન્યો. ततौजसं सोऽथ सभासदां वरैविराजितं तीक्ष्णकरं ग्रहैरिव । शशाङ्कमृक्षैरिव वासवं सुरैरिव द्विपेन्द्रं कलभैरिवानिशम् ।।१।। દૂતે મંડપમાં સિંહાસન પર બિરાજમાન મહારાજા બાહુબલિને જોયા. જેમનું તેજ ચારે તરફ ફેલાઈ રહ્યું છે તેવા અને ગ્રહોમાં જેમ સૂર્ય, નક્ષત્રોમાં ચંદ્ર, દેવોમાં ઇન્દ્ર, હાથીઓમાં ઐરાવણ હાથી તેની જેમ સભાસદોમાં શ્રેષ્ઠતાને તેઓ ધારણ કરતા હતા. ૧. જાતિ-ક્ષતિ | ૨. સાથો-મહાવત (ગોળા તિવા નાનીમવાનE-મ૦ ૩/૪ર૬). ૩. વડ-હાથીઓનો અવાજ (ર્નચ કરવા અથવા ગયા ૨વા) I શ્રી ભરતબાહુબલિ મહાક્તવ્યમ્ ૦ ૧૫ Page #32 -------------------------------------------------------------------------- ________________ ततायतां द्या'मिव सर्वतः समां, सभां सुधर्मामिव संश्रितश्रियम् । धृतैकमूर्ति बहुमूर्तितां गतं, सरत्नचामीकरभित्तिसंक्रमात् ||७२।। વળી તેમની રાજસભા ઇન્દ્ર મહારાજની સુધર્મા સભાથી પણ અધિક શોભાયમાન અને આકાશની જેમ લાંબી પહોળી સમચોરસ હતી કે જેમાં મણિરત્નોથી જડાયેલા સુવર્ણની ભીંતોમાં ચારેબાજુ બાહુબલિનાં પ્રતિબિંબો પડવાથી કલ્પના થતી કે બાહુબલિ એક હોવા છતાં જાણે ઘણાં રૂપો ધારણ કર્યા ના હોય ! अपूर्वपूर्वाद्रिमिवांशुमालिनं, महामृगेन्द्रासनमप्यधिष्ठितम् । महोभिरुद्दीपितसर्वदिग्मुखैर्वपुर्दुरालोकमलं च बिभ्रतम् ।।७३।। સિંહાસન પર આરૂઢ થયેલા રાજા તે જાણે પોતાનાં તીણ કિરણોથી સર્વે દિશાઓના મુખને ઉદીપન કરતો ઉદયાચલ પર આરૂઢ થયેલો સૂર્ય ના હોય! કે જેનું તેજસ્વી શરીર શત્રુઓને દુષ્પક્ષ્ય લાગતું હતું. मिमानमन्तर्न दधानमुच्चकैर्यशो बहिर्यातमिवैकतां गतम् । सुधाब्धिडिण्डीरभरानवस्कर, सितातपत्रच्छलतो नृपोपरि |७४।। વળી બાહુબલિ ઉપર છત્ર શોભતું હતું તે જાણે ક્ષીર સમુદ્રનું ફીણ, સમુદ્રમાં સમાતું નહિ હોવાથી શુદ્ધ ફીણનો પિંડ છત્રરૂપે આવીને રહ્યો ના હોય ! किमुर्वशीभिः सुहृदा बलद्विषा भ्युपास्तुमेनं प्रहिताभिरागतम् । विलासिनीभिर्ददतीभिरित्यमुं, वितर्कमुद्वेल्लितचामरोभयम् ।।५।। રાજાની બન્ને બાજુ વાચંગનાઓ ચામર વીંઝી રહી હતી, તે જાણે બાહુબલિ રાજાના મિત્ર ઇન્દ્ર મહારાજે બાહુબલિજીની સેવા માટે સ્વર્ગમાંથી બે ઉર્વશીઓને મોકલી ના હોય ! प्रकाममंसार्पितहारहारिणं, सनिर्भरं मेरुमिवोन्नतप्रथम् । . यशः प्रतापाभिहतेन्दुभास्कराश्रितं स्वकर्णार्पितकुण्डलच्छलात् 11७६ ।। બાહુબલિ રાજાના ગળામાં પહેરેલો હાર ખ્યાતિ પામેલા ઉરંગ મેરુની જેમ સુંદર લાગતો હતો. વળી બાહુબલિના યશ અને પ્રતાપથી પરાજય પામેલા ચંદ્ર અને સૂર્ય કાનન કુંડળના બહાને રાત-દિવસ બાહુબલિની સેવામાં ઉપસ્થિત રહ્યા ના હોય ! એવાં બન્ને કુંડળો શોભતાં હતાં. भुजद्वयीशौर्यमिवाक्षिगोचरं, चरो महोत्साहमिवाङ्गिनं पुनः । चकार साक्षादिव मानमुन्नतं, वसुन्धरेशं वृषभध्वजाङ्गजम् । ७७।। ૧. થો-આવાશન | ૨. ફિન્કી-સમુદ્રનું ફણ (હિન્દીરોડર્થિવ નિઃ-ગામ ૪/૧૪૩) Iકનવ-વિશુદ્ધ (નિઃ શનિવર મિ૦ ૬/૭૨) રૂ. ઉર્વશી-અપ્સરા (સ્વ વધ્યોગક્ષરસઃ ર્વથા ઉર્વશીનુણગમર/૨૭) ૪. વન-ઇન્દ્ર (બળ નામનો રાક્ષસ જેનો શત્રુ છે તે અર્થાત્ ઈન્દ્ર) ૬. ઉન્નતાથ-guધ્યાન-ઉન્નત ખ્યાતિવાળી શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ ૦ ૧૬ Page #33 -------------------------------------------------------------------------- ________________ ઋષભપુત્ર બાહુબલિની બન્ને ભુજાઓ તે જાણે સાક્ષાત્ મૂર્તિમંત વીરરસ ના હોય ! અથવા બાહુબલિનો સાક્ષાત્ અહંકાર ના હોય ! - તેવી શોભતી હતી. स दर्शनात् क्षोणिपतेः प्रकंपितो, ज्वलत्कृशानोरिवतीव्रतेजसः | ન નો નાખ્યામાં યં વિનોવિકતું, સને મ સ વિમિત્યંતયત |૭૮. અત્યંત જાજ્વલ્યમાન પ્રચંડ અગ્નિને જોવાથી જેમ મનુષ્ય કંપી ઊઠે તેમ બાહુબલિ રાજાની સામે જોવા માટે અસમર્થ અને ભયથી કંપી રહેલા દૂતને મનમાં વિમાસણ થઈ કે આમની સામે હું કેવી રીતે બોલીશ ? - ભરતકૃતિવાર સોડથ સંયોગ પાળી, क्षितिपतिमवनम्यात्यन्तपुण्योदयाढ्यम । विधिवदवनिनाथस्याग्रतः सन्निविष्टः, क्वचिदपि हि विधिज्ञा नैव लुम्पन्ति मार्गम् |७९।। મહારાજા ભરતનો દૂત બે હાથ જોડી અગણિત પુણ્યના સ્વામી બાહુબલિ રાજાને પ્રણામ કરીને રાજાની સામે બેઠો. ખરેખર વિધિના જાણકાર સમ યજ્ઞપુરુષો ક્યારેય પણ મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી. इति भरतदूतागमो नाम प्रथमः सर्गः આ પ્રમાણે ભરત મહારાજાના દૂતના આગમનપૂર્વકનો પ્રથમ સર્ગ સમાપ્ત. ૧. વાયઃ | Page #34 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः सर्गः પૂર્વ પરિચય : ભરત મહારાજાનો દૂત બાહુબલિની સામે કેટલાક સમય સુધી મૌનપણે બેઠો ત્યારે દૂતના મનોગત ભાવ જાણી બાહુબલિએ બાળપણમાં ભારતની સાથે વિતાવેલા રોમાંચક પ્રસંગોનું વર્ણન કર્યું અને વડીલ બંધુ ભરત પ્રત્યે પોતાનો ભ્રાતૃભાવ પ્રગટ કરીને દૂતના આગમનનું પ્રયોજન પૂ. પોતાના આગમનના અભિપ્રાયને સ્પષ્ટ કરતાં દૂત મહારાજા ભરતના પ્રબળ પરાક્રમ અને ઐશ્વર્યનો ઉલ્લેખ કર્યો. સાથોસાથ ચક્રવર્તીની સેના, નવનિધાન, ચૌદ રત્નોનું વર્ણન કરતાં નમિ-વિનમિનો પરાજય અને બાકીના ૯૮ ભાઈઓ ભરતના અનુશાસનમાં આવી ગયાની પણ વાત કરી. સાથે એમ પણ કહ્યું :- “ભારતવર્ષના તમામ રાજાઓએ ભરત મહારાજાની આજ્ઞા શિરોધાર્ય કરી છે તેમાં ફક્ત એક આપ જ બાકી છો. તે માટે ભરત મહારાજાએ આપને સંદેશો પાઠવ્યો છે કે આપ પણ ચક્રવર્તીના અનુશાસનમાં આવી જાવ.” આ પ્રમાણનું છેલ્લું વાકય સાંભળીને બાહુબલિનું મુખ લાલઘૂમ થઈ ગયું. આ બધી વાતનું વર્ણન મહાકાવ્યના દ્વિતીય સર્ગમાં આવે છે : अथाग्रतो बाहुबलेनिविष्टो, विवक्षुरप्याह न किञ्चिदेषः ।। तेजोभिरेतस्य विघूर्णितात्मा', नृपा महोमिटविलङ्घनीयाः ।।१।। રાજાની સામે બેઠેલો દૂત રાજાના તેજથી એવો અંજાઈ ગયો કે બોલવાની ઇચ્છા હોવા છતાં પણ કંઈ જ બોલી શક્યો નહીં. ખરેખર રાજાઓનું તેજ અલંઘનીય ને દુ:પ્રેક્ષ્ય હોય છે. न किञ्चिदूचानमवेक्ष्य दूतं, जगाद राजा विदिताशयार्थः । , मुखेन दृष्ट्या च विदन्ति सर्व, विचक्षणाः स्वान्तगतं हि भावम् ।।२।। | વિચક્ષણ પુરુષો સામી વ્યક્તિના મુખના હાવભાવ અને દૃષ્ટિની ચપળતા વડે તેના અંતરના સર્વે ભાવો જાણી શકે છે. તે રીતે મૌનપણે બેઠેલા દૂતના અભિપ્રાયો જાણીને મહારાજા બાહુબલિ બોલ્યા. आसीत् तव स्वागतमप्ययोध्यागतस्य चैतावदखण्डमार्गे । तवागमात् तृप्तमिदं मनो मे, तृषातुरस्येव जलावलोकात् ।।३।। દૂત, તું અયોધ્યાથી અવિચ્છિન્ન પ્રયાણ કરીને આવ્યો છું, તો તારો માર્ગ કુશળ રહ્યોને ! હું તારું સ્વાગત કરું છું. વળી જળને જોવાથી તૃષાતુર વ્યક્તિને જે આનંદ થાય તેવો આનંદ તારા આગમનથી મને થયો છે. नितान्ततृष्णातुरमस्मदीयं, बन्धुप्रवृत्या सुखयाद्य चित्तम् । दूरेस्तु धाराधरवारिधारा, सारङ्गरमानन्दति गर्जिरेव ।।४।। ૧. વિધૂતાના-વિગ્રાન્તા | ૨. વન્યુકવૃજ્યા-મરતાવિવૃત્તાન્તન ! રૂ. સારા-ચાતક (IRોનમોવુઃ- ૪/૩૬૬) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ ૦ ૧૮ Page #35 -------------------------------------------------------------------------- ________________ હે દૂત ! મારા જ્યેષ્ઠ બંધુ ભરતના સમાચાર જાણવા માટે હું અત્યંત આતુર છું. તો તેના કુશળ સમાચાર કહીને મારા ચિત્તને તું શાંત કર. ખરેખર મેઘની જલધારા તો દૂર રહી પરંતુ તેનો ગર્જારવ પણ ચાતક પક્ષીને આનંદ આપનારો બને છે. तास्ताः समस्ता इति बाललीला', सोत्कण्ठमातेनुरदोमनो नः | दन्ताबलानामपि दूरगाना, क्रीडाभुवो विन्ध्यगिरेरिवाद्य ।।५।। દૂર દૂર જંગલોમાં રહેલા હાથીઓને વિંધ્યાચલની ક્રીડાભૂમિ જેમ ઉત્કંઠિત કરે છે તેમ ભારતની સાથે કરેલી બધી બાલક્રીડાઓ આજે મને ઉત્કંઠિત કરી રહી છે. यस्याऽसमऽज्येष्ठतयाहमेव, बन्धुः स बन्धुर्भरतोद्य दृष्टः । - त्वदर्शनाद् दूत ! पयोदकालः, शतहदारदर्शनतो हि वेद्यः ।।६।। હે દૂત, ભરતનો હું નાનો ભાઈ છું. તને જોવાથી હું માનું છું કે મેં મારા મોટા ભાઈ ભરતને જોયો. વિજળીને જોવાથી જેમ વર્ષાકાળનું દર્શન થાય તેમ તારામાં મને મારા મોટા ભાઈનું દર્શન થયું છે. एनं भुजाभ्यामपसार्य दूरात्, प्रसह्य ताताङ्कमहं निषण्णः । तातेन ते ज्येष्ठ इति प्रसाद्य, भ्रातायमत्यन्तमहं निषिद्धः ।।७।। બાલ્યાવસ્થામાં એક વખત પિતાજીના ખોળામાં બેઠેલા ભરતને મેં મારા બે હાથે ખેંચીને ઉઠાડી મૂક્યો ને પિતાજીના ખોળામાં હું બેસી ગયો ત્યારે પિતાજીએ વાત્સલ્યભાવથી કહ્યું, “બાહુબલિ, ભરત તારો મોટો ભાઈ છે. આવું ન કરાય.” हठादपास्ता भरतस्य हस्तान्, मयेक्षुयष्टी रुदतोस्य कामम् । विधाय खण्डं स्वयमेत्य तातैः, प्रत्यऽर्पितं नाववनेरिवास्याः ||८|| અરે, એક વખત તો મેં ભરતના હાથમાંથી શેરડીના સાંઠાને ઝૂંટવી લીધો અને ભરત રોવા લાગ્યો. ભરતનું રુદન સાંભળીને પિતાજી પોતે આવ્યા ને પોતાના હાથે શેરડીના બે ટુકડા કરી અમને બન્ને ભાઈને એકેક વહેંચી આપ્યા. તે જાણે પૃથ્વીના બે ભાગ કરીને એકેકને આપ્યા ન હોય! गजं विनिर्यन्मदवारिधारं, कदाचिदारुह्य चरन् सलीलम् । ज्यायानुपादाय हठादपास्तो, मयाम्बरेस्मानिपतन् धृतश्च ।।९।। એક વખત મદોન્મત્ત હાથી પર બેસીને ક્રીડા કરવા માટે જઈ રહેલા મોટા ભાઈ ભરતને મેં હાથી ઉપરથી આકાશમાં ઉછાળી દીધો અને નીચે પડતા ભરતને મેં બે હાથમાં ઝીલી લીધો હતો. श्रीतातहंसेन शमंगतेन', विदूरमुक्तास्त्ररुचा पदे स्वे । न्यधायि यो वन्हिरिवोरुतेजास्तस्यास्ति कच्चि भरतस्य भद्रम् ।।१०।। ૧. વાનીના બાલક્રીડા ૨.૪ત્તાવ-હાથી (વત્તાવન દિMભિવીનવ-મ૪/ર૮૩) 3. રાઠવા-વિજળી (કાતિવી રાહલા-પ૦ ૪/૧૭૧) ४. श्रीतातहंसेन-श्रीवृषभस्वामिसूर्येण । ૫. પાન-શર્નિાતેના . . વિ-કુશળક્ષેમ (થિલિટરિકને-૦ ૬/૧૭૬) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૯ Page #36 -------------------------------------------------------------------------- ________________ સૂર્ય સમાન મારા પિતાજીએ તેજસ્વી શસ્ત્રો-અસ્ત્રોનો ત્યાગ કરી અગ્નિ સમાન તેજસ્વી ભરતને પોતાના સ્થાને સ્થાપન કર્યો છે. તે ભાઈ ભરતને કુશળક્ષેમ છે ને ? न्यवेशि तातेन भुजेऽस्य लक्ष्मीः, सत्क्षेत्रभूम्यामिव सस्यराजिः | या शात्रवावग्रहशक्तिनाशात्, सा नीतिवृष्ट्या ववृधेऽधुनास्मात् ।।११।। જેમ ફળદ્રુપ ભૂમિમાં ધાન્યનું વાવેતર થાય તેમ પિતાજીએ ભરતની ભુજા પર રાજ્યલક્ષ્મીનું તેવા પ્રકારનું વાવેતર કર્યું છે કે જે રાજ્યલક્ષ્મી ભરતની ન્યાય નીતિ રૂપી વર્ષાથી અને શત્રુઓ રૂપી દુષ્કાળથી નિરંતર વૃદ્ધિ પામી રહી છે. परस्परामावहतोरपीहां, समानसौहार्दयुषोरपीह । अथान्तरे नौ पतितो विदेशः, प्रेमायोर्नक्रमिवान्तरक्षणोः ।।१२।। હે દૂત, અમારા બન્ને ભાઈઓને પરસ્પર પ્રેમ અને ગાઢ મિત્રતા છે. મળવાની ઘણી સ્પૃહા છે પરંતુ પ્રેમ અને લાગણીથી ભીંજાયેલી બે આંખો વચ્ચે જેમ નાક રૂપી દીવાલ છે તેમ અમારા બન્ને વચ્ચે દૂર દેશાંતરની દીવાલ ખડી છે. परा चर ! भ्रातरमन्तरेण, शशाक न स्थातुमहं मुहूर्तम् । ममाऽधुनोपोष्यत एव दृष्ट्या, व्यस्तितो मे दिवसाः प्रयान्ति ।।१३।। હે દૂત, પહેલા હું ભાઈ વિના એક મુહૂર્ત પણ રહી શકતો ન હતો પરંતુ આજ મારી આંખો ઉપવાસી રહી છે તેથી ભાઈનાં દર્શન વિનાના મારા દિવસો નિરર્થક જાય છે. सा प्रीतिरङ्गीक्रियते मया नो, जायेत यस्यां किल विप्रयोगः । जिजीविवा वां यदि विप्रयुक्तौ, प्रीतिर्न रीतिर्हि विभावनीया ।।१४।। હું એવી પ્રીતિનો સ્વીકાર કરતો નથી કે જે પ્રીતિમાં વિરહની વ્યથા રહેલી છે. જો વિયોગની વ્યથા હૃદયમાં ભરીને જીવવું તે પ્રીતિ નથી પરંતુ રીતિ (વ્યવહાર) જ છે.. हृतक्षेत्रभूम्यां परिवापमेतै नौ प्रीतिबीजैः शतधा विवृद्धम् | अन्योन्यसंपर्कपयोदवृष्ट्या, त्ववग्रहोरेऽत्रास्ति विदेश एव ।।१५।। હૃદયરૂપી ખેતરમાં વાવેલું અમારા બન્નેનું પ્રેમરૂપી બીજ એકબીજાના સંપર્કરૂપી મેઘની વૃષ્ટિથી શતગણું વધ્યું છે, પરંતુ આજ વિદેશરૂપી અંતરાયે (દુર્મિક્ષે) તેને સૂકવી નાંખ્યું છે. तत् तत् पितुर्लालनमप्यशेषं, ता बाललीलाः सह बान्धवैश्च । स्मृत्वा मनो मे स्वयमेव शान्ति, याति द्विपस्येव नगाहृतस्य ।।१६।। જેવી રીતે વિષ્ણપર્વતથી લાવેલો હાથી શાંતિનો અનુભવ કરે તેમ માતા-પિતાએ સારી રીતે કરેલું લાલનપાલન અને બાળપણમાં ભાઈઓની સાથે કરેલી બાલક્રીડાઓની સ્મૃતિથી મારું મન શાંતિનો અનુભવ કરે છે. श्रीतातपादाब्जरजापवित्रीकृता जितस्वनगरैकलक्ष्म्यः । मनोभिनन्दन्ति पुरीप्रदेशाः, कलाधरस्येव कराश्चकोरम् ||१७ ।। १. जिजीविव-इत्यत्रठजीव प्राणधारणे धातोः णबादि प्रत्ययस्य उत्तमपुरुषस्य द्विवचनम् । ૨. રિવાપ-બીજ-સંતતિને વધારવાવાળા , રૂ. સવપ્રહ-સૂક/અકાલ (દ્ધિને પ્રાપ્ત કરાવવા-મ રા૦) ૪. નાર-ચંદ્ર (મ) ર/૧૬). શ્રી ભરતબાહુબલિ મહાક્તવ્યમ્ ૦ ૨૦ Page #37 -------------------------------------------------------------------------- ________________ જેવી રીતે ચંદ્રનાં કિરણો ચકોરને આનંદિત કરે છે તેમ પિતાજીના ચરણકમળની રજથી પવિત્ર થયેલી સ્વર્ગપુરીની શોભાને જેણે જીતી લીધી છે, તેવી અયોધ્યા નગરી અને તેનો પ્રદેશ મારા મનને આનંદિત કરે છે. न मादृशी क्वापि पुरी जगत्यामिति स्मयाद् या वलयं बिभर्ति । कल्याण'सालच्छलतस्त्विदानी, सा तादृगेवास्ति पुरी शिवाढ्या ? ||१८|| અયોધ્યા નગરી પોતાની ચારેબાજુ સુવર્ણના પ્રકારના બહાનાથી ગર્વ કરતી વલયને ધારણ કરી રહી છે, તે જાણે આ પ્રમાણે કહી રહી ના હોય : “જગતમાં મારા જેવી સુંદર બીજી કોઈ નગરી નથી.” આવી કલ્યાણમયી કોશલા આજે પણ જેવી ને તેવી જ છે ને ? नितान्तबन्धुप्रणयप्रदीपो, निरन्तरस्नेहभराद् बिभर्ति । तेजस्तमोहारि चरिष्णु दिक्षु, मातः परं भूदिह खेदवातः ।।१९।। બંધુજનોના અત્યંત પ્રેમરૂપી દીપક નિરંતર સ્નેહરૂપી તેલથી વૃદ્ધિ પામેલા અંધકારને દૂર કરી ચારે દિશાઓમાં પ્રકાશને પાથરી રહ્યા છે, તેવા પ્રેમરૂપી દીપકને ખેદરૂપી વાયુનો સ્પર્શ ન થાય તે જ હું ઇચ્છું છું. नीतोहमिन्द्रत्वमहं त्विदानी, तातेन नैतुं विभवाम्ययोध्याम् । सोत्कंठमेतद् हृदयं ममास्ते, रथाङ्गनाम्नोरिव ही रजन्याम् ।।२०।। હે દૂત, પિતાજીએ મને સ્વતંત્ર રાજ્યનો સ્વામી બનાવ્યો છે. તેથી હું અયોધ્યા જઈ શકતો નથી, પરંતુ રાત્રીમાં જેમ ચક્રવાક ચક્રવાકીને મળવા ઝંખે તેમ મારું મન અયોધ્યા જવા માટે તલસી રહ્યું છે. किं दूत ! साकूतमिहागतोसि, किं वा मम भ्रातुररिर्बलाढ्यः । शक्तोऽपि दावाग्निररण्यदाहे, सारथ्यमीहेत समीरणस्य ।।२१।। - હે દૂત, કયા પ્રયોજનથી તું અહીં આવ્યો છે? શું મારા ભાઈ ભરતનો કોઈ બળવાન શત્રુ પાક્યો છે ? હા, શક્તિશાળી એવા દાવાગ્નિને પણ જંગલને ભસ્મીભૂત કરવા માટે પવનની સહાયતાની જરૂર પડે છે. निःशङ्कमातंकमरातिभूभूद्हृत्कुंजवास्तव्यमपास्य दूत ! त्वद्भर्तुराविष्कुरु शासनं मे, पुरो नृपाश्चारपुरस्सरा हि ।।२२।। હે દૂત, શત્રુરાજાના હૃદયરૂપી કુંજમાં રહેલા ભયને દૂર કરી નિઃશંકપણે તારા સ્વામી ભરતની આશાને મારી આગળ પ્રગટ કર ! કેમ કે રાજાઓ પહેલાં દૂતને જ આગળ કરે છે. इतीरयित्वा बहलीक्षितीशः, ससंभ्रमं सप्रणयं सनीति । क्षणं विशश्राम चरोऽथ भालस्थलीमिलत्पाणिरुवाच भूपम् ।।२३।। આ પ્રકારે બહલી દેશના અધિપતિ બાહુબલિએ પ્રેમપૂર્ણ ન્યાયપુર:સર વચન કહીને એક ક્ષણમાત્ર વિશ્રામ કર્યો, ત્યારે બે હાથ જોડી, મસ્તકે લગાડીને તે રાજાને કહ્યું : ૧. રાળ-સુવર્ણ (ત્યા તો - ગમ ૪/૧૦૨) ૨. લાલા:-કિલ્લો (કાવારો વરાઃ સાદે - ગમે. ૪/૩૬) ૧. ભારયે-સાડાવ્ય | શ્રી ભરતબાહુબલિ મહાક્ષત્રમ્ ૦ ૨૧ Page #38 -------------------------------------------------------------------------- ________________ राजन् । भवन्तं भरताधिराजः, प्रादुर्भवन्नीतिवचोमिघत्ते । ममाननेन क्षितिवल्लभा हि, नीतिप्रियाः प्रीतिपरा न चैवम् ।।२४।। રાજન, ભરતાધિપતિ મહારાજા ભરતે મારા મુખે આપને ન્યાયપૂર્વક કહેવડાવ્યું છે, કેમ કે રાજાઓ નીતિપ્રિય હોય છે પરંતુ પ્રીતિપરાયણ હોતા નથી. सा भारती भारतभूमिभर्तु माललम्बे नृपमौलिभिर्या । ध्रियेत नित्यं नवमल्लिकेव, स्फुरन्तमामोदभरं वहन्ती ।।२५।। મહારાજા, ભારતવર્ષના અધિપતિ ભરત ચક્રવર્તીની વાણીને મોટા મોટા રાજવીઓ સુગંધીદાર પુષ્પોની માળાની જેમ આનંદપૂર્વક ધારણ કરે છે. તે વાણીને કહેવા માટે હું આવ્યો છું. वयं चरा स्वामिनिदेशनिघ्ना स्तमोहरास्तापकरा जगत्याम् । श्रितानुवृत्तिं न विलङ्घयामः, करा इवोष्णद्युतिबिम्बचारम् ।।२६।। રાજન, અમે દૂત છીએ. અમારા સ્વામીના આદેશને આધીન છીએ. અમે લોકો પોતાના સ્વામીના બળ અને પરાક્રમને જણાવીને જગતમાં અંધકારને દૂર કરીએ છીએ ને પ્રકાશ ફેલાવીએ છીએ. વળી સૂર્યનાં કિરણો જેમ સૂર્યના માર્ગનું ઉલ્લંઘન કરતાં નથી તેમ અમે પણ અમારા આશ્રયદાતા સ્વામીની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. संदेशहारी निजनायकस्य, नैर्बल्यमाविष्कुरुते पुरस्तात् । प्रत्यर्थिनां यः सपयोधिवन्हिसमानतां गच्छति संश्रयारि ||२७।। દૂત જો પોતાના સ્વામીની નિર્બળતા શત્રુરાજા સમક્ષ કરે તો સમુદ્રના અગ્નિ (વડવાનલ)ની જેમ પોતે જ પોતાના આશ્રયનો નાશ કરે છે, અર્થાત્ પોતે જ પોતાનો દુશ્મન બને છે. अतस्त्वया श्रीभरतानुजन्मन् !, वचश्चरस्याप्यवधारणीयम् । मलीमसं वारिदवारि भावि, न हि श्रिये किं सरसीवरस्य ? ||२८ ।। આથી શ્રી ભરતરાજાના લઘુબંધુ એવા આપ, દૂતના વચનને ધ્યાનપૂર્વક સાંભળો. શું વર્ષાનું મલિન પાણી પણ ભવિષ્યમાં માનસરોવરની શોભા માટે નથી હોતું? शतं सुतानां वृषभध्वजेन, भिन्नेषु देशेष्वथ विन्यवेशि । नामाङ्कतो राजपदेऽभिषिच्य, सतां हि वृत्तं सततं प्रवृत्त्यै ।।२९।। રાજન, મહારાજા ઋષભે પોતાના સો પુત્રોને પોતપોતાના નામપૂર્વક ભિન્ન ભિન્ન દેશોમાં રાજ્યાભિષેક કરેલો, અર્થાત્ ભિન્ન ભિન્ન દેશોનું રાજ્ય આપ્યું હતું, ખરેખર સપુરુષોની પ્રવૃત્તિ નિરંતર આચરણીય ને આદરણીય હોય છે. ૧. નિન-પરાધીન (નાથવા નિખ -મિ રૂ/ર૦) ૨. ... વાર-થથા શિરણE સૂર્યમંડનવારે (નાલિતામંતિ) | રૂ. વિદિ-વડવાનલ ४. संश्रयारि-संश्रयस्य-आश्रयस्य, अरिस-शत्रु, संश्रयारिस-आश्रयवैरी । ૬. સજીવરચ-માનસરસ-માનસરોવરની શ્રી ભરતબાહુબલિ મહાક્તવ્યમ્ ૦ ૨૨ Page #39 -------------------------------------------------------------------------- ________________ तदन्तरे कोपि बलातिरिक्तो, भुवस्तलं प्लावयितुं सहिष्णुः ।। कल्पान्तकालाब्धिरिवोत्तरङ्गः, सौभ्रात्रसीमैव निषिद्धिरस्य ||३०।। રાજન, એ સો ભાઈઓમાં એવા ઘણા બળવાન અને પરાક્રમી પણ છે કે જે કલ્પાંત કાળના તોફાની સમુદ્રની જેમ આખી પૃથ્વીને પોતાની કરી શકવા માટે સમર્થ છે, પરંતુ સમુદ્રને જેમ મર્યાદા છે, તેમ સો ભાઈઓને પણ પોતાના પિતાજી ઋષભની મર્યાદા રોકે છે. ज्येष्ठोऽग्रसंजाततया गुणैश्च, तातेन यः स्वीयपदे न्यवेशि । तस्य प्रतापाब्धिहिरण्यरेता, प्रत्यर्थिपाथांसि तनूकरोति ।।३१।। રાજન, ભરત મહારાજા જન્મથી અને ગુણોથી બધા કરતાં જ્યેષ્ઠ ને શ્રેષ્ઠ છે એટલે જ પિતાજીએ પોતાના પદ ઉપર તેમને સ્થાપન કર્યા છે. તેમનો પ્રતાપરૂપી વડવાનલ શત્રુઓરૂપી સમુદ્રના જલનું શોષણ કરે છે. केचिन् नृपा मौलिमणीमपास्य, निवेश्य मौलौ गुरुमेतदाज्ञाम् । अप्यूर्ध्वजानुक्रमवर्तमानाः, प्रभोः पुरः प्राङ्गणमाश्रयन्ति ।।३२।। કેટલાક રાજાઓ પોતાના મુગટના મણીને કાઢી તેના સ્થાને મહારાજા ભરતની બલવત્તર આજ્ઞાને ધારણ કરે છે અને જમીન પર ઢીંચણના સહારે ભરત રાજાની સામે બેસે છે. भूपालवक्षस्थललम्बिहार-संघट्टसंघर्षणचूर्णगौरम् । राजाजिरं राजति तस्य कीर्तिशीतांशुरोचिश्छुरितश्रियेव२ ।।३३।। રાજાઓના વક્ષસ્થલ પર રહેલા હીરા મોતીના સફેદ હારો પરસ્પર અથડાવાથી પૂર્ણ થઈ ગયા અને તે ચૂર્ણથી રાજસભાના પ્રાંગણને પણ સફેદ બનાવી દીધો છે તે જાણે મહારાજા ભરતની કીર્તિરૂપી ચન્દ્રની ચન્દ્રિકા ના હોય ! सुतामुपादाय नृपाश्च केचित्, प्रणेमुरेनं स्वजनं विधाय । गिरीन्द्रमुख्या इव नीलकण्ठं, प्रभूतभूत्यैकनिबद्धचित्तम् ||३४।। ભસ્મધારી શંકરને હિમાલય આદિ મોટા પર્વતો, પોતાની કન્યાઓ અર્પણ કરી સ્વજન બનાવીને જેમ પ્રણામ કરે છે, તેમ, કેટલાક રાજાઓ પ્રચુર ઐશ્વર્યના સ્વામી ભરત મહારાજાને પોતાની કન્યાઓને ભેટણારૂપે આપી પોતાના સ્વજન બનાવીને પ્રણામ કરે છે. महामृगेन्द्रासनसन्निविष्ट, नृपैः परीतं त्रिदशैरिवेन्द्रम् । स्वयं तमायान्ति नरेन्द्रलक्ष्म्यो, महीध्रकन्या इव वारिराशि ||३५।। ૧.સાપવિડિરતા -કરાવવાવાનલ-પ્રતાપરૂપી વડવાનલ ૨.૪ લાયબામૃતાત્ય ભરતપણે મૂતિ-સંપતિઃ મહાદેવપક્ષે મૂતિઃ-ભસ્મ ( ૫ મીટાઇ-નદીઓ જિ.પારિજાપિસમુદ્ર શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૩ Page #40 -------------------------------------------------------------------------- ________________ જેમ દેવોથી પરિવરેલા ઇન્દ્ર શોભે તેમ રાજાઓથી પરિવરેલ ભરત મહારાજા શોભે છે. વળી નદીઓ પોતે જ સમુદ્રમાં જઈને મળે છે, તેમ રાજલક્ષ્મીઓ સ્વયં આવીને ભરતને મળે છે. ' सर्वेषु भूभृत्सु विभाति सोयं, परोन्नतिर्मेरुरिवाभिनन्द्यः । आक्रान्तनिःशेषमहीनिवेशः, प्रोद्दीप्रकल्याणमनोरमश्रीः ||३६ ।। બધા પર્વતોમાં જે સુવર્ણમય ઉન્નત મેરુપર્વત અભિનંદનીય છે તેમ બધા રાજાઓમાં ઉત્કૃષ્ટ વૈભવશાળી મહારાજા ભરત અભિનંદનીય છે, કે જેઓએ ભારતવર્ષની સમસ્ત પૃથ્વીને પોતાના સામ્રાજ્યમાં સમાવી લીધી છે. वज्राहतानां वसुधाधराणां, भवेच्छरण्यः किल वारिराशिः । नैतद्भिया त्रस्तमहीश्वराणां, लोकत्रयेप्यस्ति परः शरण्यः ||३७।। રાજન, એમ સાંભળવામાં આવ્યું છે, ઇન્દ્રના વજથી જેની પાંખો છેદાઈ ગઈ છે એવા પર્વતોનું આશ્રયસ્થાન સમુદ્ર છે, પરંતુ અહીંયાં તો ભરત મહારાજાના ભયથી ત્રાસી ગયેલા રાજાઓનું નિર્ભય આશ્રયસ્થાન ત્રણે લોકમાં ક્યાંય રહ્યું નથી. निस्वान निस्वानरभियास्य नष्टैविरोधिभिर्वानशिरे दिगन्ताः । तदीयसौधाग्रविरूढदूर्वांकुरप्रलुब्धैरुषितं कुरङ्गैः ।।३८।। બાણોના અવાજથી ભયભીત બનેલાં મૃગલાંઓ દૂર દૂર ભાગી જાય તેમ શત્રુ રાજાઓ, મહારાજા ભરતની રણભેરીના અવાજથી દિશાઓના અંતભાગે દૂર દૂર પલાયન થઈ ગયા છે અને તેઓના મહેલો ઉપર ઊગી ગયેલા ઘાસના અંકુરાઓને ખાવા માટે હરણિયાઓએ વાસ કર્યો છે. विलोक्य यत् सैन्यहयावधूतं, रजो नवाम्भोधरराजिनीलम् । श्यामाननीभूय च राजहंसै३, पलायितं शुद्धपरिच्छदाढ्यैः ।।३९।। મહારાજા ભરતની અશ્વસેનાની ખુરીઓથી ઊખડીને ઊંચી ગયેલી રજકણોએ આકાશને વાદળોની જેમ આચ્છાદિત કરી દીધું છે અને તે રજકણોથી વૈભવશાળી એવા કેટલાક રાજાઓ પણ શ્યામ મુખવાળા થઈ રાજ્ય છોડીને પલાયન થઈ ગયા. अस्य प्रयाणेषु हयाराग्रोद्धृत रजोभिर्मलिनीकृतानि । अद्रष्टुमर्हाणि मुखानि कैश्चिल्लात्वा गतं क्वापि भुवोन्तराले ।।४०।। મહારાજા ભરતની રણયાત્રાના પ્રવાસમાં અશ્વસૈન્યના ઘોડાઓની ખરીઓથી ઊડી રહેલી રજકણોએ કેટલાક રાજાઓનાં મોઢાં એવાં મલિન બનાવી દીધાં છે કે જોવા જેવાં રહ્યાં નથી, એવાં કાળાંમેશ મોઢાં લઈને બિચારા ક્યાંક ભાગી ગયા છે. ૧. 'નિવાન' બાણના અવાજમાં પ્રચલિત છે. ૨. નિસ્વાન-નિષ-અવાજ ૩. ‘ાસ'ના બે અર્થ થાય છે, મોટા રાજા તથા રાજહંસ પક્ષી. ૪. પરિ’િના પણ બે અર્થ થાય છે - સારા પરિવારથી યુક્ત અથવા શ્વેત પંખોથી યુક્ત • રાજાના પક્ષમાં પહેલો અર્ધ રાજહંસ તથા બીજો અર્થ સંગત થશે. શ્રી ભરતબાહુબલિ મહાક્ષત્રમ ૨૪ Page #41 -------------------------------------------------------------------------- ________________ अनावृतं पश्यतु मा मुखाब्जमयं पतिर्नः प्रभुतोपपन्नः । इतीव रेणुच्छलतो हरिद्भिः १, समाददे नीलपटी २ समन्तात् ।।४१।। ભરત રાજાની ચતુરંગી સેનાના ચાલવાથી ઊડેલી રજકણોએ દિશાઓને ઢાંકી દીધી. શા માટે ? (કવિ કલ્પના કરે છે) દિશાઓએ વિચાર્યું કે ઐશ્વર્યશાળી અમારા સ્વામી અમારું ખુલ્લું મુખકમળ જોઈ ના જાય એ માટે દિશાઓએ જાણે શ્યામરંગનું ઉત્તરીય વસ્ત્ર ઓઢી લીધું ના હોય ! અર્થાત્ ઘૂંઘટ કાઢ્યો ના હોય ! मदेन हस्तीव वनप्रदेशो, मृगारिणेवाग्निरिवाशुगेन ३ । उर्वानलेनेव पयोधिराभाच्चक्रेण राजाधिकदुःप्रधर्षः । । ४२ ।। મદથી હાથી, સિંહથી વનપ્રદેશ, પવનથી અગ્નિ, અને વડવાનલથી સમુદ્ર જેમ દુર્ધર્ષ છે તેમ ચક્રથી દુર્ધર્ષ એવા મહારાજા ભરત શોભી રહ્યા છે. यथारुण'स्तीक्ष्णरुचेरिवाग्रे, तथास्य चक्रं पुरतो बभूव । दुरुत्तरारातितमःप्रहारनितान्तदाक्षिण्यतया सतेजः । । ४३ ।। જેમ સૂર્યની આગળ અરુણ નામનો સારથિ ચાલે છે, તેમ મહારાજા ભરતની આગળ ચક્રરત્ન ચાલે છે, તે ચક્રરત્ન શત્રુઓરૂપી ગાઢ અંધકારનો નાશ ક૨વા માટે અત્યંત તીક્ષ્ણ અને તેજસ્વી છે. राजन् ! भवबंधुबलां६बुराशिश्चतुर्दिगाप्लावनबद्धकक्षः । प्रकाममेतत्प्रणिपातसेतुबन्धप्रबन्धेन विगाहवीयः ।। ४४ ।। રાજન, આપના ભાઈ ભરતરાજાની સેનારૂપી સમુદ્ર ચારે દિશાઓને પોતાનામાં શમાવી (ડુબાડી દેવામાં) લેવામાં બદ્ધકક્ષ બની ગયો છે. તેના પર નમસ્કારરૂપી સેતુબંધ બાંધવામાં આવે તો જ તેને પાર કરી શકાય. परिस्फुरत्कान्तिसहस्रदीप्रं, तीक्ष्णद्युतेर्बिम्बमिवोल्वणाभम् ७ । चक्रं दधानो वसुधाधराणां, स दुःसहः शक्र इवात्तशम्बः ।।४५।। હજારો કિરણોથી અત્યંત ઉગ્ર અને તેજસ્વી સૂર્યની જેવી કાંતિવાળા ચક્રને ધારણ કરનાર ભરત મહારાજાનું તેજ રાજાઓ માટે દુઃસહ છે. જેમ તેજસ્વી વજ્રને ધારણ કરનાર ઇન્દ્ર દેવો માટે દુઃસહ છે, તેમ રાજાઓને દુઃસહ લાગે છે. ૧. ત્િ-દિશા (ગાડશા વિત્ જ્ઞરિત્ પ્-મિ૦ ૨/૮૦) ૨. નીલપટી-શ્યામોત્તેરીયમ્ શ્યામ ઉત્તરીય રૂ. આશુોન-પવર્તન । ૪. ગામાત્-વિશાખતેમ્ન | ૧. અરુણઃ-સૂર્યનો સારથિ (અરુળો રુહાપ્રબઃ-અમિ૦ ૨/૧૬) ૬. વર્જા-સેના (વતું સૈન્યમનીવિની-અમિ૦ રૂ।૪૦૧) ૭. તત્વળામમ્-ભીષળામમ્ | ૮. આત્તશમ્નઃ-ગાત્ત પ્રાપ્તઃ, શમ્યો વર્ણ, યેન સ શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૫ Page #42 -------------------------------------------------------------------------- ________________ किमत्र चित्रं क्षितिवल्लभाना, जये सुराणामयमप्यजय्यः | अस्त्येव देवासुरवृन्दवन्द्यः, सतां प्रभावो हि वचोतिरिक्तः ||४६।। મહારાજા ભરતે પૃથ્વી પરના રાજાઓને જીતી લીધા એમાં કંઈ આશ્ચર્ય નથી. પરંતુ એ તો દેવો માટે પણ અજેય છે. એટલું જ નહીં પણ દેવ અને દાનવોના સમૂહને પણ તેઓ નમસ્કરણીય છે. ખરેખર મહાન પુરુષોનો પ્રભાવ વચનાતીત હોય છે. योऽखण्डषट्खण्डधराधराणां, गौरांशुगौरातपवारणानि । हर्तुं यशांसीव नृपः प्रवृत्तः, संवर्तपाथोधिरिवातिरौद्रः ।।४७ ।। પ્રલયકાળના સમુદ્રની જેમ અતિરૌદ્ર સ્વરૂપને ધારણ કરનાર મહારાજા ભરત ભારતવર્ષના છએ ખંડના રાજાઓના ઉજ્જવલ છત્રોને નમાવવા માટે તૈયાર થયા છે. विद्याधरैराठ्यप्रलङ्घनीयं, गुणैरिवेज्यं सलिलैरिवाब्धिम् । गतस्य वैतादयगिरिं नृपस्य, तेजोतिदुःसह्यमभूदिवांशोः ।।४८|| વિનયાદિ ગુણોથી યુક્ત પૂજનીય વ્યક્તિ અને જલથી પરિપૂર્ણ સમુદ્ર જેમ અલંઘનીય છે તેમ વિદ્યાધરોથી સંપન્ન વૈતાઢ્ય પર્વત અલંઘનીય છે, પરંતુ ચક્રવર્તી મહારાજા ભરત જ્યારે વૈતાઢચ પર્વત પર ગયા ત્યારે તેમનો પ્રતાપ સૂર્યની જેમ વિદ્યાધર માટે દુસહ થઈ પડ્યો. सेनानिवेशा नृपतेरिहास्य, पञ्चाशदासन्नधिकोत्सवाढ्याः । . तुरङ्गमातङ्गपुरीषसर्गः, कूटानि तन्वन्त इवातनूनि ।।४९ ।। વૈતાઢ્ય પર્વત પચાસ યોજનાના વિસ્તારવાળો હોવાથી ભરત મહારાજાના સૈન્યની છાવણીઓ પણ પચાસ ભાગમાં વહેંચાઈ ગઈ હતી, નિરંતર વધતા ઉત્સાહથી પરિપૂર્ણ એવી છાવણીઓમાં રહેલા હાથી ઘોડાની લાદો (વિષ્ટા)થી જાણે વૈતાઢ્ય પર્વતનાં મોટાં મોટાં શિખરો બની ગયાં હતાં. तातप्रियापत्यतयाप्रतीतौ, यौ पन्नगेन्द्राननलब्धविद्यौ । मौनं श्रिते स्वामिनि भारताईगिरीन्द्रसंप्राप्तमहर्द्धिराज्यौ ।।५०।। एतस्य सेनाधिपतिं सुषेणं, मार्गे न्यरुद्धामविलङ्घनीयौ । रयं तटिन्या इव सानुमन्तौ, प्रसृत्वरं तौ कटकाभिरामौर ||५१।। પૂજ્ય પિતાજી ઋષભદેવના પ્રિય પૌત્રો તરીકે પ્રસિદ્ધિને પામેલા કચ્છ-મહાકચ્છના પુત્રો નમિ અને વિનમિ, જ્યારે ઋષભદેવ પ્રવજિત થઈને મૌનપણે વિચરી રહ્યા હતા, ત્યારે દાદા પાસેથી રાજ્યની માગણી કરવા આવેલા, તે યુગાદિ દેવની સેવામાં નિરંતર તત્પર એવા નમિ-વિનમિને જોઈને પ્રસન્ન થયેલા ધરણેન્દ્ર અડતાલીશ (૪૮) હજાર વિદ્યાઓ સહિત વૈતાઢ્ય પર્વતના દક્ષિણ શ્રેણિ અને ઉત્તર શ્રેણિ એમ બે ભાગ કરીને બન્ને ભાઈઓને વૈતાઢ્ય પર્વતના રાજ્ય ઉપર પ્રતિષ્ઠિત કરેલા. વિદ્યાઓથી અધિષ્ઠિત એવા મહાન સામ્રાજ્યના સ્વામી નમિ-વિનમિએ આગળ વધતી ભરત ચક્રવર્તીની ૧. દુષ્ય-પૂ I २. नमिविनमिपक्षे-कटकं-सैन्यं, तेन अभिरामौ-मनोहरौ । पर्वतपक्षे-कटका - अद्रिनितंबा, तेन अभिरामौ-मनोहरौ । શ્રી ભરતબાહુબલિ મહાક્ષત્રમ્ ૦ ૨૬ Page #43 -------------------------------------------------------------------------- ________________ સેનાના સેનાપતિ સુષેણને માર્ગમાં જ રોકી રાક્યો, જેમ ધસમસ કરતા નદીના વેગને વચમાં આવેલા પર્વતો રોકે તેમ. મહદ્ધિક અને બલવાન એવા નમિ-વિનમિએ ચક્રવર્તીની સેનાને આગળ વધવા દીધી નહીં. • वैमानिकैः स्यन्दनसन्निविष्टैरधोमुखैरूर्ध्वमुखैश्च बाणैः । संपादितोल्कं बहुधा प्रवृत्तैः, खगामिभिर्भूमिचरैर्निघर्षात् ।।५२।। तौ द्वादशाब्दी भरतेन सार्ध, वितेनतुर्द्वन्द्वमनिन्द्यसत्त्वौ । सुरासुराणामपि चित्रदायि, विन्ध्याचलेनेव गजौ मदान्धौ ।।५३।। પ્રશંસનીય પરાક્રમી નમિ-વિનમિએ ભરતની સેના સાથે બાર વર્ષ સુધી યુદ્ધ કર્યું. એ યુદ્ધમાં વિમાનમાં બેઠેલા વિદ્યાધરો આકાશમાંથી નીચે ભૂમિ પર બાણોની વર્ષા કરતા અને ભૂમિ પર રહેલા રથમાં બેઠેલા રથિકો ઊંચે આકાશમાં બાણોની વર્ષા કરતા. આ પ્રમાણે સતત બાણોની વર્ષાના ટકરાવાથી ઉલ્કાપાત થતો હતો. એ યુદ્ધ દેવ અને અસુરોને પણ આશ્ચર્યકારી લાગતું, એ સમયે એમ લાગતું કે મદોન્મત્ત બે હાથીઓ જાણે વિધ્ય પર્વતની સાથે ટક્કર લઈ રહ્યા ન હોય ! अभङ्गुरं भारतवर्षनेतुर्दृष्ट्वा बलं तौ स्वसुतामदत्ताम् । स्त्रीरत्नलाभान् मुदितः स सार्वभौमोपि ताभ्यामददाच्च राज्यम् ।।५४।। ભરત ચક્રવર્તીના અખંડ પરાક્રમને જોઈને નમિ-વિનમિએ ભરતની સાથે સંધિ કરી પોતાની પુત્રીને ભારત સાથે પરણાવી. આ પ્રમાણે સ્ત્રીરત્નની પ્રાપ્તિથી ખુશ થયેલા ભરત ચક્રવર્તીએ પણ તે બન્નેને પોતપોતાનાં રાજ્ય સુપ્રત કર્યા (પાછાં આપ્યાં). एवं शरच्चन्द्रमरीचिगौर, पूर्वापराम्भोधिगतान्तमेषः । . आदाय वैताढ्यगिरिं चचाल, विद्याभृतां श्लोकमिवातितुङ्गम् ।।५।। એ પ્રકારે ભરત ચક્રવર્તી વૈતાદ્ય પર્વત પર વિજય પ્રાપ્ત કરીને આગળ વધ્યા તે જાણે પૂર્વ સમુદ્રથી પશ્ચિમ સમુદ્ર પર્વત ફેલાયેલા વિદ્યાધરોના શરદપૂર્ણિમાના ચન્દ્ર સમાન ઉજ્વલ અને ઉન્નત યશને લઈને આગળ વધ્યા ન હોય ! स कन्दरद्वारमवार्यवीर्यः, क्रमादथोद्घाट्य विवेश तत्र | काकिण्यसंख्येयमहाप्रभावतिरोहितध्वान्तभरे पुरस्तात् ।।५६।। ત્યાર પછી અદ્વિતીય પરાક્રમી મહારાજા ભરતે અનુક્રમે વૈતાઢ્ય પર્વત પર આવેલી તમિસા ગુફાનું દ્વાર ઉઘાડીને તેમાં પ્રવેશ કર્યો. ગુફામાં રહેલો નિબિડ અંધકાર કાકિણી રત્નનાં અસંખ્ય કિરણોથી દૂર દૂર ભાગી ગયો. स मल्लिकाक्रोडविलोललीलैर्मन्दाकिनीशीकरिभिः सिषेवे । करीन्द्रकुम्भस्खलनातिमन्दैर्मार्गे हतक्लान्तिभरैः समीरैः ।।५७।। ૧. નિરંત્તો-પન્નાથનીયવતી ! ૨. જિળી-ચક્રવર્તીનું રત્નવિશેષ શ્રી ભરતબાહુબલિ મહાક્રવ્યમ્ ૦ ૨૭ Page #44 -------------------------------------------------------------------------- ________________ માલતી પુષ્પોના ઝુંડમાંથી નીકળતો, ગંગા નદીના શીતળ જલકણોથી શીતળ ગજેન્દ્રોના કુંભસ્થળો વડે સ્ખલના પામવાથી અતિ મંદગતિવાળા, આ પ્રમાણે સુગંધી-શીતલ અને મંદ પવન પથિકોના શ્રમને દૂર કરતો માર્ગમાં મહારાજા ભરતની સેવા કરે છે. स भूभृदुत्कृष्टतरप्रभावो, भूतैः पृथिव्यादिभिरप्यसेवि । औत्कृष्ट्यतः प्राघुणकेषु सत्सु, स्वीयं हि माहात्म्यमलोपनीयम् ।। ५८ ।। “મહારાજા ભરત ઉત્કૃષ્ટ પ્રભાવશાળી છે એમ માનીને પૃથ્વી આદિ પાંચે ભૂતો પણ તેની સેવા કરે છે : કહ્યું છે કે :- કોઈ પુણ્યશાળી અતિથિની પધરામણી થાય ત્યારે પોતાની મોટાઈને ભૂલીને તેની સેવામાં તત્પર રહેવું જોઈએ. सनौविमानैरवतीर्यसिन्धू, तपस्क्रियाराधितसन्निधानः । द्युलोकलक्ष्मीमुषि जान्हवीये, सेनानिवेशं विततान तीरे ।। ५९ ।। ભરત મહારાજાએ દિવ્ય વિમાન જેવી નૌકામાં બેસીને સિંધુ નદી પાર કરીને સ્વર્ગની શોભાને પણ શરમાવે તેવા ગંગા નદીના તટ પર વિશાળ સેનાનો પડાવ નાંખ્યો અને ત્યાં તપશ્ચર્યા વડે સાધના કરી નવ નિધાનોને પોતે આધીન કર્યાં. विलोक्य तं मन्मथहारिरूपं, पुष्पेषुबाणाग्रविभिन्नतन्वा' । बाणान्तपक्षानिव संबभार, गङ्गापि रोमोद्गमलक्षतो द्राक् ।। ६० ।। મહારાજા ભરતનું કામદેવ સમાન સુંદર રૂપ જોઈને ગંગા પણ રોમાંચિત બની ગઈ, જાણે કે કામદેવનાં બાણોથી ઘવાયેલું ગંગાનું શરીર કામનાં બાણોની પાંખોને ધારણ કરી રહ્યું ના હોય ! व्यजीज्ञपद् दूतिमुखेन भूपं, सा स्वर्वधूरेवमनन्यरूपम् । का स्मेरनेत्रा विभवेदलज्जा, कामाभिलाषं स्वमुखेन वक्तुम् ? ।।६१ ।। અનુપમ સૌંદર્યવાન ભરતને ગંગા દેવીએ પોતાની દૂતી દ્વારા સંદેશો કહેવડાવ્યો. ખરેખર, વિકસ્વર નેત્રવાળી એવી કોણ નિર્લજ્જ સ્ત્રી હોય કે પોતાના સ્વમુખે કામેચ્છાને પ્રગટ કરે ? प्रीतिर्भवत्यस्ति ततो विचारस्तया विधीयेत न मर्त्यमात्रो । પ્રીતિÉનહાર નવેવ ! લેવી, મળયોને વિધુરાનેયમ્ ।।૬।। દૂતીએ કહ્યું :- હે નરદેવ, ગંગાદેવીને આપના પ્રત્યે સાહજિક પ્રેમ ઉત્પન્ન થયો છે. પ્રેમ થવામાં કોઈ વિચા૨ ક૨વાનો હોતો નથી, કેમ કે પ્રેમમાં કોઈ તર્ક-વિતર્ક હોતા નથી. એ રીતે ગંગાદેવી હાલ આપના વિયોગે વિહ્વળ બની ગયાં છે. त्वं मानुषीभोगनिमग्नचित्तः, स्वर्गाङ्गनानां न हि वेत्सि लीलाम् । पीयूषसिन्धोरमृतैकसङ्गः, कथं निवेद्यो लवणाब्धिमीनैः । । ६३ ।। હવે ગંગાદેવીની દૂતી આગળ ચાલીને કહે છે : હે રાજન, આપનું ચિત્ત મનુષ્ય સંબંધી ભોગોમાં ૧. મુશ્કેપુ... તન્ના-પુદ્દેશો-રામત્સ્ય, વાળાપ્રાણિ-શરોપરિમાતૈર્વિમિન્ના-વિજ્ઞતા તનુસ્તયંતિ । ‘તન્વી' ત્યવિ પાઇઃ | ૨. અનૂહા-વિતર્વરહિતા / શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૮ Page #45 -------------------------------------------------------------------------- ________________ નિમગ્ન છે તેથી સ્વર્ગલોકની દેવાંગનાઓની લીલાને કેવી રીતે જાણી શકો ? હકીકત છે કે લવણ સમુદ્રના ખારા જળમાં રહેનારી માછલીઓને ક્ષીર સમુદ્રના અમૃતસમા જળના સંગનો અનુભવ કેવી રીતે હોઈ શકે. स्वरूपलावण्यकलावलेपाच्छक्रेऽपि या दृष्टिमदान्न किञ्चित् । लक्ष्मीरिवास्वे रजनीव चन्द्रे, बिभर्ति रागं भवदीहिनी सा ||६४ ।। પોતાના અદ્વિતીય રૂપલાવણ્ય અને કલાઓથી ગર્વિષ્ઠ બનેલાં ગંગાદેવી, લક્ષ્મી જેમ દરિદ્રીની સામે જુએ નહીં તેમ દેવરાજ ઇન્દ્ર સામે પણ ક્યારેય પોતાની આંખ ઊંચી કરીને જોતાં નથી. એવી ગંગાદેવી રાત્રિ જેમ ચન્દ્રને ઇચ્છે તેમ, આપના પ્રત્યે તીવ્ર અનુરાગને ધારણ કરનારી બની છે. मन्दाक्षमन्दाक्षमवेक्ष्य चाहं, तस्या मुखं सानिम निर्निमेषम् । भवन्तमेता सुभगावतंसं, सर्वान्तराकारविदो ह्यभिज्ञाः ||६५।। લજ્જાથી કંઈક મીંચાયેલી આંખો અને જીવિત હોવા છતાં નિદ્માણ એવા તેના મુખને જોઈને હું ભાગ્યશાળીઓમાં શિરોમણી એવા આપની પાસે આવી છું. ખરેખર વિચક્ષણ પુરુષો જ ઇંગિત આકારના જાણનાર હોય છે. असंस्तवाद्रिः किल दूतिवाक्यवज्रेण भिन्नो विहितान्तरायः । एवं तयो रागवतोर्बभूव, संपृक्तिरन्योन्यरसातिरेकात् ।।६६ ।। દૂતીના વચનરૂપી વજથી વચમાં અંતરાય કરવાવાળા અપરિચયરૂપી પર્વતના ટુકડેટુકડા થઈ ગયા અને તે બન્નેનો ગાઢ સંપર્ક થવાથી પરસ્પર એકબીજાના અતિરેક રાગમાં અનુરક્ત બની ગયાં. विस्मृत्य शुद्धान्तरवधूविलासाँस्तत्र क्षितीशोऽब्दसहस्रमस्थात् । નાઃ રીક્મવિસ્મૃતિઃ ચાત, વિં મન્નિવાપુBરસપ્રવજ્યા? TI૬૭IT. ગંગાદેવીના રાગમાં આસક્ત બનેલા મહારાજા ભરત પોતાના અંતઃપુરની રાણીઓના વિલાસીને ભૂલી ગંગા નદીના તટ પર એક હજાર વર્ષ સુધી નિરાંતે રહ્યા. મલ્લિકા પુષ્પના રસમાં ચકચૂર બનેલો ભ્રમર કરીર (કરડા)ના વૃક્ષને શું ભૂલતો નથી ? वशीकृतान्तःकरणस्तथापि, न स्थातुमैहिष्ट रथाङ्गपाणिः | सन्तो युगान्तेप्यविलङ्घनीयान्, धर्मार्थकामान् न विलङ्घयन्ति ।।६८।। ગંગાદેવીએ પોતાના પ્રેમમાં ભરત મહારાજાના ચિત્તને એવું વશ કરી દીધું હતું કે એમને બીજું કંઈ પણ યાદ આવે નહીં. છતાં પણ વધુ સમય ત્યાં રહેવાની ઇચ્છા કરી નહીં. ખરેખર સજ્જન પુરુષો અલંઘનીય એવા ધર્મ, અર્થ, કામનું યુગાન્ત પણ ઉલ્લંઘન કરતા નથી. ततश्चचालाधिपतिर्नृपाणामुदीच्यवर्षार्द्धमहीमहेन्द्रान् । विजेतुमोजोधिकदुःप्रधर्षान्, दैत्यानिवेन्द्रो रविवत् तमांसि ।।६९ ।। ૧. સાનિ:-બાર ! - ૨. શુદ્ધાન્તા-અંતઃપુર (શુદ્ધાન્તઃ ચાન્તિઃપુરમ્ - મ૦ રૂરૂિ૫૧) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૯ Page #46 -------------------------------------------------------------------------- ________________ રાજાઓના અધિપતિ ભરત ચક્રવર્તી ત્યાંથી ઉત્તરાપથના દુર્ઘષ રાજાઓને જીતવા માટે આગળ ચાલ્યા. ઇન્દ્ર દૈત્યો પ્રત્યે અને સૂર્ય જેમ અંધકાર પર વિજય મેળવવા માટે પ્રયાણ કરે તેમ ઓજસ્વી ભરત મહારાજા દુર્ઘર્ષ રાજાઓને જીતવા માટે આગળ ચાલ્યા. अनममौलीनपि नम्रमौलीन्, धृतातपत्रानधृतातपत्रान् । विधाय राज्ञः स्वपुरं स आगान्न दोष्मतां चित्रकरं हिं किञ्चित् । ।७० ।। જે રાજાઓ નમતા ન હતા તેઓનાં મસ્તક નમાવીને અને જેઓ શ્ત્રો મૂકતા ન હતા તેઓને છત્રો વિનાના કરીને દિગ્વિજય કરી ભરત મહારાજા પોતાની રાજધાની તરફ પધાર્યા, ખરેખર પરાક્રમી પુરુષોને કંઈ જ આશ્ચર્યકારી અર્થાત્ અશક્ય હોતું નથી. षट्खण्डखण्डीकृतकाश्यपीन्द्र छत्रः स वर्षायुतषड्भिरेवम् । आयात ऊर्ध्वकृततोरणाङ्कां वास्तोष्पतिर्द्यामिद राजधानीम् ।।७१।। છએ ખંડના રાજાઓ પર વિજય પ્રાપ્ત કરી પોતાનું એકછત્રી સામ્રાજ્ય સ્થાપન કરી, ૬૦ હજાર વર્ષોની વિજયયાત્રા સમાપ્ત કરી ઇન્દ્ર જેમ અમરાવતીમાં પ્રવેશ કરે તેમ રાજાઓના રાજા ભરત મહા૨ાજાએ ધ્વજા અને તોરણોથી અલંકૃત એવી અયોધ્યા નગરીમાં પ્રવેશ કર્યો. सर्वेपि शक्रप्रमुखा द्युलोकादेत्यादधुस्तस्य च तीर्थतोयैः । राज्याभिषेकं सजगत्यधीशाः पुरातनः कोपि विधिर्न लोप्यः । । ७२ ।। પ્રાચીન પરંપરા અનુસાર દેવલોકમાંથી ઇન્દ્ર મહારાજા આદિ દેવગણ અને પૃથ્વીલોકમાંથી સમસ્ત રાજા મહારાજાઓએ આવીને સર્વે તીર્થોના પવિત્ર જળથી મહારાજા ભરતનો રાજ્યાભિષેક કર્યો ! કારણ કે પ્રાચીન વિધિનો લોપ કોઈને પણ કરવો યોગ્ય નથી. महीशितुर्द्वादशवर्षमात्रे, जातेभिषेकेऽपि न कोऽपि बन्धुः । आयातवानित्थमनेकशङ्काशङ्कुरे प्रभिन्नं हृदयं बभूव ।। ७३ ।। ચક્રવર્તી મહારાજા ભરતના રાજ્યાભિષેકનાં બાર વર્ષ થવા છતાં પણ પોતાનો કોઈ પણ ભાઈ આવ્યો નહીં તેથી મહારાજાનું હૃદય અનેક શંકારૂપી ભાલાથી વિીર્ણ થઈ ગયું છે. स एव बन्धुः समये य एता, तदेव सौजन्यमजातदौष्ठ्यम् । स एव राजा न सहेत योत्राहमिन्द्रतां कस्यचिदुद्भटस्य ||७४ ।। તે જ બંધુ છે કે જે સમય પર આવીને ઊભો રહે ! વળી તે જ સજ્જનતા છે કે જેમાં દુષ્ટતાનો લેશ ના હોય અને તે જ રાજા છે કે જે કોઈની પણ ઉદ્ધતાઈ કે અહમિન્દ્રપણાને સહી શકે નહીં. न बन्धुषु भ्रातृषु नैव ताते, न नात्र संबन्धिषु राज्यकृद्भिः । स्नेहो विधेयो न यशःशितांशौ, तेषां पयोदन्ति यदेतदेव ।। ७५ ।। ૧. વ્યાશ્યપીન્દ્રઃ-વાયી-પૃથ્વી, તસ્યા ફાસ્વામી-જાના | ૨. વાસ્તોતિઃ-ઇન્દ્ર (સુત્રામવાોતિવત્મિશઃ - અમિ૦ ૨૦૮૬) રૂ. શવુઃ-માના (શત્ત્વ શંł-અમિ૦ રૂ।૪૬૧) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૩૦ Page #47 -------------------------------------------------------------------------- ________________ રાજકારણમાં બંધુઓ, ભાઈઓ, પિતા અથવા બીજા કોઈ પણ સ્નેહીજનો પ્રત્યે એવો સ્નેહ રાખવો ના જોઈએ કે જે રાજાઓના યશરૂપી ચન્દ્રને આચ્છાદિત કરવામાં વાદળનું કામ કરે. तदर्पदीपं शममानयाम्यहमिन्द्रतातैलभरातिवृद्धम् । श्री ताततेजोधिकदीप्तिदीप्रमकाण्डदोकाण्डसमीरणेन ||७६ ।। એટલા માટે ભરત મહારાજા વિચારે છે જે અહમિંદ્રતારૂપી તેલથી ભરેલો અને પોતાની જાતને પિતાજીના તેજથી પણ અધિક તેજસ્વી માનનાર એવો જે કોઈ હોય તેના અહંકારરૂપી દીપકને પવિત્ર ભુજાદંડરૂપી પવનના ઝપાટા વડે બુઝાવી દઉં. • यथाधिपत्यं त्रिदिवस्य जिष्णुर्यथा ग्रहाणां तरणिश्च भुङ्क्ते । यथा नदीनां तटिनीश एकस्तथाहमीहे जगदाधिपत्यम् ।७७ ।। જેમ સ્વર્ગના અધિપતિ ઇન્દ્ર, ગ્રહોનો અધિપતિ સૂર્ય અને નદીઓના અધિપતિ સમુદ્ર છે તેમ હું પણ સમગ્ર વિશ્વનો સમ્રાટ બની સમસ્ત પૃથ્વીનો ભોક્તા બનું.' ततो विमृश्येति हृदन्तरुच्चैश्चरान् करानर्क इवातिदीप्रान् । स बान्धवस्नेहरसातिरेकं, प्रसह्य संशोषयितुं मुमोच | ७८ ।। આ પ્રમાણે મનમાં બરાબર વિચારીને મહારાજા ભરતે ભ્રાતૃસ્નેહના અતિરેકને દબાવીને બંધુઓને પોતાને સ્વાધીન કરવા માટે સૂર્યના કિરણ જેવા તેજસ્વી દૂતોને સ્થાને સ્થાને મોકલ્યા છે. ते भारती३ चारमुखान्निशम्य, तां भारती यास्य हृदन्तरूढा । चक्रुर्युगादेः शरणं तदैव, त्राता सुतानां विधुरे हि तातः ||७९ ।। પહેલેથી જ પોતાના હૃદયમાં બેઠેલી વાણી દૂતોના મુખેથી સાંભળીને તરત જ બધા ભાઈઓ ભગવાન ઋષભદેવના શરણમાં ચાલ્યા ગયા, કેમ કે, સંકટના સમયે પુત્રો માટે પિતા જ શરણરૂપ હોય છે. तदात्मजेभ्यो विहितानतिभ्यः, प्रत्यर्पि पैत्रं भरतेन राज्यम् । कोपः प्रणामान्त इहोत्तमानामनुत्तमानां जननावधिर्हि ||८०।। તે બધા ભાઈઓના પુત્રો ભરત મહારાજાને પોતાના સ્વામી બનાવીને નતમસ્તક બની ગયા. ત્યારે ભરત મહારાજાએ પણ તેઓને પોતપોતાનાં રાજ્યો પાછાં આપી દીધાં. ખરેખર ઉત્તમ પુરુષોનો ક્રોધ સામી વ્યક્તિ નમે ત્યાં સુધી જ ટકે છે, જ્યારે અધમ પુરુષોનો ક્રોધ જીવનપર્યત રહે છે. अथान्यदा भालनियुक्तपाणिद्वयाम्बुजः शस्त्रनिवासरक्षी । द्वात्रिंशता भूमिभुजां सहस्तैर्निषेव्यमानं नृपमित्युवाच ||८१।। બત્રીસ હજાર મુગટબદ્ધ રાજાઓ જેમની સેવા કરે છે તેવા ભરત ચક્રવર્તી પાસે કોઈ એક દિવસે આયુધશાળાના રક્ષકે બે હાથ જોડીને વિનંતિ કરી. ૧. અવા-વાદ્ધેતિ (મ. ૬ ૭૮), વાઉં-ગાર્હત્રિમ્ | ૨.નિષ્ણુ-ઇન્દ્ર (વિશુર્વિષ્ણુનાની-મ- રા૧૨૮) '૩. ભરતજી ટુચ-મારતી, તાં ભારત શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૩૧ Page #48 -------------------------------------------------------------------------- ________________ देव ! त्वदस्त्रालयमुग्रतेजो, 'रथाङ्गमायाति न देवसेव्यम् । भीरोमनः शौर्यमिवास्वगेहं२, निधानवद्दानमिवातिदीनम् ।।८२।। હે દેવ, દેવોથી સેવ્ય એવું અતિ તેજસ્વી ચક્રરત્ન આપના શસ્ત્રાગારમાં પ્રવેશ કરતું નથી. જેમ ભીરુ માણસના મનમાં શૂરવીરતા, દરિદ્રીના ઘરમાં નિધાન, અને કંગાલ-અતિ ગરીબ માણસના મનમાં દાનગુણ પ્રવેશી શકતાં નથી તેમ આયુધ શાળામાં ચક્રરત્ન પ્રવેશતું નથી. राजेन्द्र ! तं हेतुमहं तु जाने, यन्नो तदायाति न शस्त्रधाम । शुभाशुभं क्षोणिभुजे निवेद्यं, नियोगिभियात्मनरा हि ते स्युः ।।३।। હે રાજેન્દ્ર, ચક્રરત્ન આયુધશાળામાં કેમ પ્રવેશતું નથી? તેનું કારણ હું જાણતો નથી, પરંતુ મારી ફરજ છે કે કોઈ પણ સારું ય ખોટું કાર્ય મહારાજાને જણાવી દેવું. ખરેખર રાજકર્મચારીઓ રાજાને સંપૂર્ણપણે વફાદાર હોય છે. आकर्ण्य तां तस्य सरस्वती स, जगाद चित्तोन्नति गर्भवाक्यम् । .. अखण्डषट्खण्डमहीधरेषु, प्रोच्चैःशिराः कोप्यविलध्यशक्तिः ||८४ ।। | ચિત્તમાં ઉન્માદ પેદા કરવાવાળી તેની વાણી સાંભળીને ભરત મહારાજા બોલ્યા : સંપૂર્ણ છએ ખંડના રાજાઓમાં એવો કોણ મારી શક્તિનું ઉલ્લંઘન કરનારો માથાભારે પાડ્યો છે કે જેણે મારી સામે માથું ઊંચકર્યું છે? इतीरिणं तीरितराज्यभारो, राजानमूचे सचिवोऽथ नत्वा । . नरेन्द्र ! सर्व स्वयमेव वेत्सि, विश्वंभरा हि क्वचिदस्तिवीरा ||८५।। આ પ્રકારે પૂછવાથી રાજનીતિમાં વિચક્ષણ એવા મંત્રીશ્વરે નમસ્કાર કરીને કહ્યું : મહારાજા, આપ પોતે જ બધું જાણો છો કે આ પૃથ્વીમાં ક્યા કયા વીરપુરુષો રહેલા છે. तदा भवान् मंत्रिभिरोदितस्तद्, भवत्समीपं प्रहितोस्मि राजन् ! तवापि तस्यापि हितं वचोऽहं, भाषे चिरं तेऽभिमुखं त्विदानीम् ।।८६ ।। એ સમયે ભરત મહારાજાએ આગ્રહપૂર્વક મંત્રીઓને પૂછ્યું ત્યારે મંત્રીઓએ આપનું નામ બતાવ્યું. ત્યારે ચક્રવર્તીએ આપની પાસે મને મોકલ્યો છે, માટે હું આપની સમક્ષ આપના અને તેઓના હિત માટે કંઈક કહેવા ઇચ્છું છું. भवाँस्तुलां तस्य रथाङ्गपाणेनं काञ्चिदारोहति शौर्यसिन्धुः । निम्नोऽतिदीर्घः सरसीवरः किं, पाथोनिधेर्याति कियन्तमंशम् ।।८७ ।। ૧. રથા-ચક્ર (૨થા થાકોડરિ ચ-ગમરૂા૪૧૨) ૨. મરચાં -દરિદ્રનું ઘર | રૂ. લોનિમુખે-Mિ-પૃથ્વી મુ ક્તિ મુવ-૨ના, તને ! છે. નિયોજી-શર્મ-ચિવ (કાય મંત્રી) (નિયોની વારિ-ભ૦ રૂારૂ૮૩) ૫. ચિત્તોતિ -અહંકાર (માનોિ િમય:- રાર૩૧) ૬. વિશ્વેમરા-પૃથ્વી (વિશ્વા વિશ્વેમર ઘર • મિ૦ ૪.૧) ૭. રોજિત-કp: I શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૩૨ Page #49 -------------------------------------------------------------------------- ________________ મહારાજા ! આપ શૌર્યના સમુદ્ર છો, છતાં પણ ચક્રવર્તી ભરત મહારાજાની તુલનામાં આવી શકો નહીં, અતિ ઊંડું, અતિ વિશાળ એવું પણ સરોવર સમુદ્રના કેટલા અંશની તુલનામાં આવી શકે. भ्राता मदीयोयमिति स्वचित्ते, निश्चिन्ततामावहसे यदत्र । युक्तं न तत् ते क्षितिराट् ! सुखाय, न संस्तवो हि क्षितिवल्लभेषु ।।८।। આપ આપના મનમાં નિશ્ચિત થઈને રહ્યા છો કે ભરત તો મારો ભાઈ છે, પરંતુ મહારાજા, એ વિચારવું યોગ્ય નથી, કારણ કે રાજાઓમાં સંબંધ જેવું કાંઈ હોતું નથી. त्वन्मौलिकालायस'सञ्चयोत्र, कठोरतां गच्छति मार्दवं न । तस्य प्रतापाग्निभरेण भावी, मृदुत्वभाक् चक्रघनाभिघातः ||८९ ।। આપનું મસ્તક લોખંડના શસ્ત્રની જેમ કઠોર છે, કોમળ નથી, પરંતુ ભરત મહારાજાના પ્રતાપરૂપી અગ્નિથી અને ચક્રરત્નના અભિઘાતથી કોમળ થઈ જશે. भवान् बली यद्यपि सार्वभौम, विजेतुमभ्युत्सहतेऽवलेपात् । मदोत्कटोऽपि द्विरदाधिराजः, किं दन्तघातैर्व्यथते सुमेरुम् ।।१०।। યદ્યપિ આપ બળવાન છો, એવા અહંકારથી ચક્રવર્તીને જીતવા માટે ઉત્સુક પણ હો, પરંતુ મદોન્મત્ત હાથી પોતાના તૂશલના ઘાતથી સુમેરુપર્વતને શું તોડી શકે ખરો ? કદી નહીં. क्व सर्वदेशाधिपतिः स चक्री, त्वमेकदेशाधिपतिनपः क्व ? महानपि द्योतयते हि दीपो, गृहं जगद्द्योतकरोऽत्र भानुः ।।११।। સઘળાયે દેશોના અધિપતિ ચક્રવર્તી ક્યાં અને એક દેશના અધિપતિ આપ ક્યાં! મોટામાં મોટો પણ દીપક એક ઘરને પ્રકાશિત કરે છે, જ્યારે સૂર્ય તો સમસ્ત જગતને પ્રકાશિત કરે છે. किं राजराजोपि च यक्षलक्ष्म्या, संसेव्यमानोऽपि निधीश्वरोपि । श्रीदोपि नो तस्य तुलां करोमि, विश्वेश्वरस्याप्यहमुत्तरेशः ||९२ ।। वितयं चित्तनान्तरिति प्रणष्टा, कैलासदुर्ग समुपेत्य दूरम् । वस्वोकसाराधिपतिर्निलीनो, मनस्विभिः स्वं हि बलं विचार्यम् ।।९३।। હું યક્ષરાજોનો અધિપતિ છું. સંપત્તિઓના સ્વામીઓથી સેવાતો છું. લોકોને લક્ષ્મીનું દાન કરનારી અને ઉત્તર દિશાનો અધિપતિ હોવા છતાં, વિશ્વેશ્વર - સમસ્ત પૃથ્વીના માલિક ભરત મહારાજાની તુલનામાં આવી શકું નહીં' - એમ મનમાં વિચારીને અલકાપુરીનો સ્વામી કુબેર ભંડારી કૈલાસ પર્વતની કોઈ ગુફામાં સંતાઈ ગયો છે. ખરેખર બુદ્ધિશાળી પુરુષોએ પોતાના બલોબલનો વિચાર કરવો જ જોઈએ. सिंहासनार्ध किल वज्रपाणिर्यस्मै प्रबन्धेन दिदासिता हि । मर्येष्वमयेष्वपि तस्य वैरी, खपुष्पवन्नैव विभावनीयः ।।१४।। એ ભરત ચક્રવર્તીને ઇન્દ્ર જેવા ઇન્દ્ર પણ આદરપૂર્વક પોતાનું અધસિંહાસન આપવા ઇચ્છે છે અને જેમનો દેવ, દાનવ કે મનુષ્યલોકમાં આકાશપુષ્પની જેમ કોઈ પણ દુશ્મન નથી. ૧. #ાનાયર-લો (નોરં વાનાય નં-મિ૪૧૦૩) ૨. સ્વો સારા-અલકાપુરી (સતા વરસાRT-મ૨ ૧૦૫) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૩૩ Page #50 -------------------------------------------------------------------------- ________________ तत् त्वं विहाय स्मयमप्यशेष, ज्येष्ठं किल भ्रातरमेहि नन्तुम् । न कापि लज्जा भवतोस्य नत्या, ज्येष्ठो हि बन्धुः पितृवत् प्रसाद्यः ।।९५।। .. તેથી આપ પણ આપના અહંકારને છોડીને મોટા ભાઈ ભરત મહારાજાને નમસ્કાર કરવા પધારો. વડીલ બંધુને નમસ્કાર કરવામાં કોઈ શરમ રાખવી જોઈએ નહીં, કારણ કે મોટા ભાઈ પિતાજીની જેમ પૂજનીય કહેવાય છે. एतावदुक्तवति भारतसार्वभौमसंदेशहारिणि मुखं नृपतेर्बभार । फुलारविन्दसरसां श्रियमुद्यतेशी, पुण्योदयाञ्चितजनाप्यमुदग्रकीर्तेः ।।१६।। ચક્રવર્તી ભરત મહારાજાના દૂતની વાણી સાંભળતાં સાંભળતાં મહાન પુણ્યોદયથી મેળવેલી અઢળક કીર્તિના સ્વામી બાહુબલિજીનું મુખ ઊગતા સૂર્યનાં કિરણોથી વિકસિત થયેલા લાલ કમળની જેમ લાલ-લાલ થઈ ગયું. इति दूतवाक्योपन्यासवर्णनो नाम द्वितीयः सर्गः આ પ્રમાણે દૂતે કહેલા સંદેશાના વિસ્તૃત વર્ણનપૂર્વકનો બીજો સર્ગ સમાપ્ત શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૦ ૩૪ Page #51 -------------------------------------------------------------------------- ________________ તૃતીય સમૂ પૂર્વપરિચય : દૂતની વાણી સાંભળીને બાહુબલિએ અત્યંત કોપાયમાન થઈ દૂતને કહ્યું : “હાથી, ઘોડા, ૨થ કે પાયદળ કોઈનું રક્ષણ કરતાં નથી. એ તો મૂર્ખ મનુષ્યોનો એક આડંબર છે. મારા જેવા શૂરવીરો માટે તો પોતાનું બાહુબળ જ ધરાને ધ્રુજાવવા માટે બસ છે. તારા સ્વામી ભરતની વિજયયાત્રાની પોકળ વાતોનો બકવાસ બંધ કર ! ચાલ્યો જા અહીંથી.' આ પ્રમાણે બાહુબલિનાં તિરસ્કૃત વચનો સાંભળીને દૂત ભયભીત બનીને ધ્રૂજી ગયો. એનું ઉત્તરીય વસ્ત્ર અને પાઘડી નીચે પડી ગયાં. જીવ લઈને એ ત્યાંથી નાઠો. માર્ગમાં બાહુબલિના સુભટોનો વીરતાપૂર્વકનો વાર્તાલાપ સાંભળતો જલદીથી પહોંચી ગયો પોતાના સ્વામી ચક્રવર્તી ભરતના રાજ્યના સીમાડામાં, ત્યારે નગરવાસીઓ તેની વાત સાંભળવા માટે આતુર હતા. મહારાજા ભરત પણ સભામંડપમાં સિંહાસન ઉપર શોભાયમાન થયા. દૂતે પ્રણામ કરીને મહારાજાને બાહુબલિ સંબંધી બધી વાત કરી અને કહ્યું : ‘હે સ્વામિન્ ! આપના નાના ભાઈ બાહુબલિ આપની આજ્ઞા સ્વીકારવા માટે જરાય તૈયાર નથી. મને રાજસભામાંથી કાઢી મૂક્યો.’મહારાજા ભરતે ધૈર્યપૂર્વક દૂતની વાત સાંભળી તેને ઉપહાર આપીને વિદાય કર્યો. આ પ્રમાણે ત્રીજા સર્ગમાં ગ્રંથકાર વિસ્તારપૂર્વક બતાવે છે. दीप्रदन्तद्युतिज्योत्स्नादीप्तोष्ठाधरपल्लवम् । दधानः स्मितमुद्योतमिव पीयूषदीधितिः १ ।।१।। દૂતની વાણી સાંભળીને ઉજ્જલ દંતપંક્તિની દેદીપ્યમાન કાંતિથી પ્રકાશિત થયો છે અધરપલ્લવ (નીચેનો હોઠ) જેનો આવા બાહુબલિજીના મુખ પર કંઈક સ્મિત ફરક્યું, તે જાણે મુખ ઉપર ચંદ્રનો પ્રકાશ રેલાયો ના હોય ! क्षिपन् गुञ्जारुणे नेत्रे, विद्रुमे इव वारिधिः । कोपीवीचिचयोद्रेकात्, स्वदोर्दण्डतटोपरि ।।२।। બાહુબલિએ લાલ ચણોઠી જેવી બે આંખોનું તેજ પોતાના ભુજાદંડ પર ફેંક્યું, તે જાણે તોફાને ચઢેલા સમુદ્રના તરંગોએ સમુદ્રના તટ પર બે પરવાળાં ફેંક્યાં ના હોય ! अमिमान्तभिवान्तस्तु, बहिर्यातुमिवोद्यतम् । धरन् शौर्यककुद्मन्तं, त्रुट्यदङ्गद ेबन्धनः ।।३।। શૌર્યરૂપી વૃષભને ધારણ કરનારા બાહુબલિના અંતઃકરણમાં તે શૌર્ય સમાતું ન હતું. તેથી તે બહાર આવવા માટે પ્રયાસ કરી રહ્યું હતું. તેમના પ્રબળ પરાક્રમથી ભુજાઓ ઉપર ધારણ કરેલા બાજુબંધ (કડાં) પણ તૂટું તૂટું થતાં હતાં ! ૧. પીયૂષલીપિતિઃ - ચંદ્ર ૨. પર્વ - બાજુબંધ (પૂરમંર્ં લાડુભૂષા - અમિ૦ રૂ।રૂર૬) I શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૩૫ Page #52 -------------------------------------------------------------------------- ________________ वहन् बालातपारक्तसानुस्वर्णाद्रिविभ्रमम् । वपुषा कोपताम्रेण, सततौन्नत्यशालिना ।।४।। ક્રોધથી ઉન્નત અને લાલ બની ગયેલું બાહુબલિનું શરીર જાણે શિખર પર રહેલા બાળસૂર્યની લાલિમાથી રક્ત બનેલા સુવર્ણગિરિ (મેરુપર્વત)ની શોભાને ધારણ કરતું હતું. मौनमुद्रामथोन्मुच्य, हृद्घटाभारतीरसम् । व्यक्तीचकार भूजानि वृषभध्वजनन्दनः ।।५।। હવે ઋષભનંદન મહારાજા બાહુબલિજીએ મૌનનો ત્યાગ કરી હૃદયરૂપી ઘટમાંથી વાણીરૂપી રસને વહાવ્યો. त्वया भरतभूभर्तर्भारती वाग्मिनां वर ! | भाष्यलीलारसं नीता, सच्छिष्येण गुरोरिव ।।६।। હે વાચાલશિરોમણિ દૂત, તેં મહારાજા ભરતની વાણીને સુંદર ભાષ્યરૂપે બનાવીને ખરેખર બહુ સારી રીતે પ્રગટ કરી, જેમ શિષ્ય ગુરુની વાણીને કહી બતાવે તેમ. दूत ! त्वत्स्वामिनो धाष्टयं, वाचालत्वं तवोद्धतम् । एतद्वयं ममात्यन्तं, हास्यमास्ये तनोति हि ।।७।। હે દૂત ! તારા સ્વામીની ધૃષ્ટતાં અને તારી ઉદ્ધત વાચાળતા એ બન્ને મારા મુખ પર અત્યંત હાસ્ય ફેલાવે છે. ऋषभध्वजवंशोयं, बुभूषेऽनेन पूर्वतः । पूर्वकर्तायमेवातः, पश्चात्कर्तास्म्यहं ततः ||८|| ઋષભદેવનો વંશ સહુ પ્રથમ ભરતથી શોભિત હતો, તેથી વંશનો પૂર્વકર્તા ભરત છે. ત્યાર પછીનો કર્તા તો હું છું. भूभृदाक्रमणे चित्रं, किं युगादेस्तनूरुहाम् । किं पादा अपि नोष्णांशोभूभृदाक्रमणोल्वणाः ? ||९|| ઋષભના પુત્રો માટે બીજા રાજાઓ પર આક્રમણ કરવું એમાં શું મોટું આશ્ચર્ય છે ! શું સૂર્યનાં તષ્ણ કિરણો પર્વતો પર આક્રમણ નથી કરતાં ? षट्खण्डाखण्डलत्वाच्च, दृप्तो मद्विग्रहादृते । मुक्त्वैकं सिंहसंरम्भ, दन्तीव द्रुमभङ्गतः ।।१०।। જેમ હાથી સિંહની સાથેનું યુદ્ધ મૂકીને વૃક્ષોને ધરાશાયી બનાવે અને પોતાની જાતને પરાક્રમી માને, તેમ ભરત મારી સાથે યુદ્ધ કર્યા વિના છ ખંડનો વિજેતા બન્યો એ તો તેના અહંકારનું તાંડવ છે. ૧. મૂળનિઃ-મૂ-પૃથ્વી, નાયા-પત્ની અતિ ચચ સ મૂગાનિ • રાજા ૨. મૃ-રાજ ૩. મુમૃ-પર્વત ૪. સંભ-આવેશ તીવ્રતા (માવેશતો સંરને - મિ. દા૧૩૬). શ્રી ભરતબાહુબલિ મહાક્રવ્યમ્ ૦ ૩૬ Page #53 -------------------------------------------------------------------------- ________________ अद्यप्रभृति मे भ्राता, पूज्योऽयं तातपादवत् । अतः परं विरोधी मे, भ्राता नो तादृशः खलु ।।११।। આજ સુધી મારા માટે ભરત પિતાજીની જેમ પૂજનીય હતો, પણ હવે તો મારો વિરોધી છે. ખરેખર આવા પ્રકારની વ્યક્તિ ક્યારે પણ ભાઈ હોઈ શકે જ નહીં. सिंहिकासुत मेवैकं, स्तुमस्तं करवर्जितम् । ग्रहाणामीश्वरं योत्र, सहस्रकरमत्ति हि ।।१२।। હાથ વિનાના રાહની અમે પ્રશંસા કરીએ છીએ કેમ કે એક પણ હાથ નહિ હોવા છતાં પણ હજાર હાથ (કિરણો)વાળા ગ્રહોના સ્વામી સૂર્યનું ભક્ષણ કરી જાય છે, અર્થાત્ ગળી જાય છે. तुष्टः कनीयसां राज्य यमद्यापि भूविभुः । मत्तः सिंहादिव पलं, सेवामर्थयते वृथा ।।१३।। પૃથ્વીના સ્વામી ભરતે પોતાના બધા નાના ભાઈઓનાં રાજ્ય ઝૂંટવી લીધાં છતાં પણ હજુ તેને સંતોષ થયો નથી. માટે જ મારી સેવાની ભીખ માંગી રહ્યો છે. જેમ કોઈ માણસ સિંહની પાસેથી તેના માંસની યાચના કરે તેમ ફોગટ મારી સેવાની અપેક્ષા રાખી રહ્યો છે. अयं ह्यूनशतभ्रातृराज्यादानैर्न तृप्तिभाक् । वडवाग्निरिवाम्भोभिर्वसन् रत्नाकरेपि हि ।।१४।। જેમ સમુદ્રમાં રહેલો વડવાગ્નિ સમુદ્રના પાણીથી તૃપ્ત થતો નથી, તેમ ભરત પણ પોતાના ૯૮ ભાઈઓની રાજ્ય-સંપત્તિને લીધા છતાં પણ તૃપ્ત થયો નથી. कीनाशरे इव दुष्टाशः, सर्वग्रासी नृपद्विपः । मद्दोर्दण्डाङ्कुशाघातं, विना मार्गे न गत्वरः ।।१५।। ભરતરૂપી હાથી યમરાજની જેમ દુષ્ટ આશયવાળો અને સર્વભક્ષી છે. એ હાથી તો મારા ભુજારૂપી અંકુશના ઘાત વિના સીધેસીધો માર્ગ પર નહીં આવે. यद् वा भरतभूपालो, मामनिर्जित्य पूर्वतः । षट्खण्डी जेतुमुद्यातः, क्लेशायाजनि तस्य तत् ।।१६।। . અથવા મહારાજા ભરત પહેલાં મને જીત્યા વિના છ ખંડ પૃથ્વીને જીતવા ગયો તેથી તેનો એ પ્રયાસ વ્યર્થ છે. द्युसद्विद्याधराधिक्यात्, स किं भापयिता मम | महाब्धिीनबाहुल्यात्, किमगस्तेर्भयङ्कः ? ||१७ ।। . એના ઘણા સેવકો દેવો અને વિદ્યાધરો છે એમ જણાવીને શું તું મને ભય બતાવે છે ? પરંતુ તું જાણતો નથી કે ઘણી માછલીઓવાળો મહાસમુદ્ર અગમ્ય ઋષિ માટે ક્યારે પણ ભયંકર બન્યો નથી. ૧. સિકિાસુ-રાહુ (તમો રાહુ રિયો-મિ ૨ રૂ૫). ના-પમરાજ (વરીના મૃત્ સમર્સિવાની-મ૦ રા૫૮) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ ૩૭ Page #54 -------------------------------------------------------------------------- ________________ रत्नानि निधयश्चास्य, रणायातस्य मेऽग्रतः । અત્તર દિ ભવિષ્યત્તિ, દ્રો પત્રાવ દલ્લિનઃ II૧૮TI જ્યારે ભરત રણસંગ્રામમાં મારી સામે આવશે ત્યારે તેનાં ચૌદ રત્નો અને નવ નિધાન એના બચાવ માટે આડે આવશે ખરાં? જ્યારે હાથી વૃક્ષોને ઉખેડતો હોય ત્યારે વૃક્ષનાં પાંદડાં વૃક્ષને બચાવી શકે ખરાં ? जगत्रयजनं जेतुमलंभूष्णुर्भवान् भुज ! । कातरो भ्रातरं हन्तुं, तं त्वां वीरीकरोम्यहम् ।।१९।। હવે બાહુબલિ પોતાની ભુજાઓને સંબોધીને કહે છે, “હે ભુજાઓ! તમે ત્રણે લોકને જીતવા માટે સમર્થ છો, પરંતુ ભાઈ ભરતને મારવા માટે કાયર છો. પણ હવે તો મારે તમને વીર અને શૂરવીર બનાવવી પડશે. * न कोपि समरे वीरः, प्रतिष्ठाता ममाग्रतः । इत्यूहिनस्तवायातो, भुज ! सांग्रामिकोत्सवः ।।२०।। હે ભુજાઓ! તમે ઘણા સમયથી વિચારી રહી છો કે યુદ્ધમાં અમારી સામે કોઈ પણ વીર પુરુષ ટકી શકે નહીં ! તો લ્યો હવે તમારી પરીક્ષા માટે રણસંગ્રામનો મહોત્સવ આવી રહ્યો છે.” रे स्नेह ! मन्मनोगेहनिवासिनथ मास्य भूः | अन्तरायी रणे स्नेहो, न हि वैरिजयप्रदाः ||२१।। હવે પોતાના હૃદયમાં રહેલા ભ્રાતૃસ્નેહને ઉદ્દેશીને કહે છે : “હે સ્નેહ ! તમે રણભૂમિમાં અંતરાયરૂપ બનશો નહીં, કેમ કે યુદ્ધમાં સ્નેહ શત્રુઓને જીતવા માટે બાધક બને છે. स मन्मुष्टिप्रदीपान्तः, शलभीभविता स्वयम् । तमांसीवान्यभूपाला, न स्थास्यन्ति रणान्तरे ।।२२।। યુદ્ધભૂમિમાં ભરત મારી મુષ્ટિરૂપી દીપકમાં પતંગિયાની જેમ પડીને ભસ્મીભૂત થઈ જશે અને બીજા રાજાઓ તો અંધકારની જેમ ક્યાંય વિલીન થઈ જશે. काश्यपी करमारूढा, कामिनीव विरोधिभिः । कदर्थ्यते हि यत् स्वैरं, त्वत्प्रभोस्तत् त्रपाकरम् ।।२३।। કોઈ સ્વચ્છંદી કામી પુરુષના હાથમાં ફસાઈ ગયેલી યુવતીની જેવી ઘોર કદર્થના થાય, તેમ શત્રુના કબજામાં ગયેલી પૃથ્વીની પણ તેવી જ કદર્થના થાય છે. એટલે જ બીજાઓનાં રાજ્ય ઝૂંટવી લેવાં એ તારા સ્વામી માટે લજ્જાસ્પદ છે. षट्खण्डविजयात् तेन, जिष्णुता यात्ववाप्यत । अपूर्वजिष्णुतामाप्तुं, मत्तस्तामयमीहते ।।२४।। ૧. રાયવી-પૃથ્વી (શયની પર્વતમારા-૦િ કારૂ) થી ભરતબાહુબલિ મહાકાવ્ય૫૦ ૩૮ Page #55 -------------------------------------------------------------------------- ________________ છ ખંડ જીતીને ભરત પોતાની જાતને વિશ્વવિજેતા માની બેઠો છે અને હવે મારા ઉપર વિજય પ્રાપ્ત કરવા ઇચ્છે છે, પરંતુ ખરેખર તો એનો વિજય પરાજયમાં પલટાઈ જશે. यथा ते भ्रातरस्तातं, जग्मू राज्यैकनिस्पृहाः | તથાઉં તાતા , વયિત્વા નિણં વનમ્ રિપI જેમ રાજ્ય પ્રત્યે અનાસક્ત બનેલા અઠ્ઠાણું ભાઈઓ પિતાજી પાસે ગયા ને સાધુ બની ગયા, તેમ હું પણ જઈશ. પરંતુ કયારે ? ભરતને મારું પરાક્રમ બતાવ્યા પછી જઈશ. परा' भूतिरेरनेनात्र, चतुर्दिग्विजयेऽर्जिता । पराभूतिभवित्र्यस्य, मत्तोपि समराङ्गणे ।।२६।। ભરતે ચારે દિશાઓ જીતીને પરા-ભૂતિ (ઉત્કૃષ્ટ સંપત્તિ) મેળવી છે એવી રીતે સમરાંગણમાં પણ મારાથી પરાભૂતિ (પરાભવ) મેળવશે. गजाश्वरथपत्तीनां, कोटीषु गणना न मे | વિંદ રફતે તૂનેષ, પવનઃ પાતિકુનઃ? રિ૭ll એના હાથી, ઘોડા, રથ, પાયદળ કરોડોની સંખ્યામાં હોય તેની મારા માટે તો કોઈ જ કિંમત નથી. જે પવન મોટાં-મોટાં વૃક્ષોને ઉખેડી નાખવા સમર્થ છે તેને ઢગલાબંધ આકડાના (ક્યાસ) પાનની શું ગણતરી હોય? वाच्यो दूत ! ममाकूतो, भ्रातुरग्रे त्वया पुनः | ત્રાતારો નૈવ સંશા, નાથ્થરથરિયા Tીર૮T હે દૂત ! મારી સાથે થયેલી બધી વાતો અને મારો આશય તું બંધ ભરતને જણાવજે અને સાથે સાથે એમ પણ કહેજે કે રણભૂમિમાં હાથી-ઘોડા-રથ કે સૈનિકો કોઈ રખેવાળ બનતા નથી. आडम्बरो हि बालानां, विस्मापयति मानसम् । मादृशां वीरधुर्याणां, भुजविस्फूर्तयः पुनः ।।२९।। - ચતુરંગી સેનાનો આડંબર તો બાલજીવોને વિસ્મિત કરે છે, પરંતુ શૂરવીરોમાં અગ્રણી એવા મારા જેવા માટે તો ભુજાસ્ફોટ જ અપેક્ષિત છે. मद्बाहुवायुसञ्चारे, धान्येनेव त्वयैव च । स्थास्यते सङ्गरे नान्यैस्तुषैरिव खलक्षितौ ।।३०।। જેમ પ્રબળ પવનના ઝપાટાથી ખલીભૂમિમાં (ખળામાં) ફક્ત ઘાન્ય જ બચે છે પરંતુ તૃણ (ફોતરાં) નહીં; તેમ રણસંગ્રામમાં મારી ભુજાના સંચલનથી ફક્ત ભરત જ બાકી રહેશે, બીજા બધા તો ફોતરાંની જેમ ક્યાંય ફેંકાઈ જશે. ૧, પરા- પ્ટા | ૨. ભૂતિઃ-લક્ષ્મી ૩. રામૂતિ-પરાભવ શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૩૯ Page #56 -------------------------------------------------------------------------- ________________ भ्रातुः संसर्पिदोर्दर्पज्वरिताङ्गस्य दोर्मम । मुष्टिभैषज्यदानेन, चिकित्सां च विधास्यति ।।३१।। મારા ભાઈનું શરીર પ્રસરતા ભુજાબળરૂપી અહંકારથી વર (તાવ)યુક્ત બની ગયું છે. મારા હાથની મુષ્ટિ (મૂડી)રૂપી ઔષધના દાનથી એની ચિકિત્સા થશે. संश्रितः सकलश्रीभिस्तटिनीभिरिवार्णवः | सस्मयोत्रैव मा भूयास्तदायादा हि भूरिशः ||३२।। જેમ સમુદ્ર નદીઓનાં જલથી પરિપૂર્ણ છે તેમ ભરત બધી જાતના વૈભવોથી પરિપૂર્ણ છે, પરંતુ એણે તેનો ગર્વ રાખવા જેવો નથી, કેમ કે તેના પ્રતિસ્પર્ધીઓ (ભાગીદારો) ઘણા છે. आरूढस्तरुशाखाग्रं, वनौकाः क्षितिलम्बिनम् । વિંદ નાચ તિરાર, રતિ મસ્જિન ? સારૂરૂ II મદથી ઉન્મત્ત બનેલો કપિ (વાંદરો) વૃક્ષની શાખા પર જઈને જમીન પર રહેલા હાથીનો શું તિરસ્કાર કરી શકે? उपमानोपमेयाभ्यामाचन्द्रार्क भुवस्तले । युवामुदाहरिष्येथे, तन्न लोप्या स्थितिः क्वचित् ।।३४।। આ પૃથ્વી પર જ્યાં સુધી સૂર્ય ચંદ્ર રહેશે ત્યાં સુધી અમે બન્ને ભાઈઓ (ભરત-બાહુબલિ) ઉપમાન-ઉપમેય રૂપે એક દષ્ટાંત તરીકે રહીશું. તેથી અમારે ક્યારેય પણ મર્યાદાનો લોપ કરવો ન જોઈએ. दूत ! त्वं सत्वरं गत्वा, कथयेरिति सोदरम् । मत्तस्य हि गजेन्द्रस्य, सैंहीक्ष्वेडा मदापहा ||३५।। હે દૂત!તું જલદી જઈને ભાઈને કહે કે મદોન્મત્ત હાથીનો મદ, સિંહના એક સિંહનાદથી ઓગળી જાય છે.” इत्युदात्ता गिरस्तस्य, वैरिहृत्स्फोटनोत्कटाः ।। नाराचा इव तीक्ष्णाग्राश्चस्नुश्चारहदान्तरम् ।।३६ ।। શત્રુઓના હૃદયને વિદીર્ણ કરવાવાળી ઉત્કટ અને ભાલાના જેવી તી બાહુબલિની વાણીથી દૂતનું હૃદય જાણે ભૂદાઈ ગયું. संनिधायिन्यहं चास्य, निर्जीवा माऽभवंतराम् । ફુલીવાર તનુ વેમ્પ, વતિમ તલા મુકુ Il3oll. બાહુબલિની વાણી સાંભળીને દૂતનું શરીર એકદમ કંપવા લાગ્યું – જાણે પોતે નિર્જીવ બની જશે એવો આભાસ મનમાં થયો. ૧. કોઈપણ ભાઈ-ભાઈ લડવો ત્યારે એમ કહેવાશે કે આ ભરતબાહુબલીની જેમ લડી રહ્યાં છે. શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૪૦ Page #57 -------------------------------------------------------------------------- ________________ अप्युत्तरीयमस्यांसान्निपपातेति तद्भयात् । एतत्संपर्कतो नाशो, निश्चयाद् भविता मम ||३८|| દૂતના ખભા ઉપર રહેલું ઉત્તરીય વસ્ત્ર(ખેસ) પણ નીચે પડી ગયું. એને થયું કે હું પણ એની પાસે (દૂતની પાસે) રહીશ તો એની જેમ મારો પણ નાશ થઈ જશે એ ભયથી જાણે નીચે પડી ગયું ના હોય ! उच्चैः पदादयं वीरः, पातयत्येव मां किल । શીર્ષાવસ્ય વાતાષ, રૂતીવાનવેદનમ્† ||8|| “આ વી૨ શિરોમણિ બાહુબલિ મને ઊંચા સ્થાનેથી નીચે પટકી દેશે” એમ માનીને જાણે દૂતની પાઘડી પણ નીચે પડી ગઈ ! अस्मान् निर्वसनानेवं, मा पश्यन्तु सभासदाः । इतीवास्य हिया मग्नं, रोमभिः स्वेदपाथसि ||४०|| “આ સભાસદો મને નિર્વસ્ત્ર (નગ્ન) ના જુએ”! એમ માનીને લજ્જાથી શરીરના પસીનામાં દૂતની રોમરાજી ડૂબી ગઈ. અર્થાત્ દૂત ભય વડે પસીનાથી રેબઝેબ થઈ ગયો. निर्वारिरिव कासारो, निःपत्र इव पादपः । निस्तेजा इव शीतांशुः, स सभ्यैरप्यदृश्यत ।।४१।। સભાજનોએ દૂતની હાલત પાણી વિનાનું તળાવ, પાંદડાં વિનાનું વૃક્ષ ને તેજ વિનાના ચંદ્ર જેવી નિસ્તેજ જોઈ. आयातः केन मार्गेण, केन यास्यामि वर्त्मना । • इत्यूहिनं त्वमुञ्चस्तं, करे धृत्वा बहिर्जनाः ।।४२ ।। “કયા માર્ગેથી હું આવ્યો હતો અને કયા માર્ગથી હું જાઉં” આ પ્રમાણે વિચારતા દૂતને લોકોએ હાથ પકડીને બહાર કાઢી મૂક્યો. पञ्चास्यादिव सारंगः सर्पवक्त्रादिवोन्दुरः । आदाय जीवितं सोथ, निर्गतो राजमन्दिरात् ||४३|| સિંહના મુખમાંથી હરણિયું અને સાપના મુખમાંથી ઉંદર પોતાનો જીવ બચાવવા માટે ભાગી છૂટે તેમ દૂત પણ રાજમહેલમાંથી જીવ લઈને નાઠો. वीरविग्रहवृत्तान्तमेघागमजलावहा । दूतश्रवणपाथोधितीरसत्वरगामिनी ।। ४४ ।। लोकानां मुखशैलाग्रात्, पतन्ती विस्तृता पुरः । प्रवृत्तितटिनी साथ, प्रससार भुवस्तले ।। ४५ ।। ભરત બાહુબલિ બન્ને વીરોના યુદ્ધની ચર્ચારૂપી વર્ષાના જલથી પૂર્ણ, દૂતના કાનરૂપી સમુદ્રતટમાં ૧. ગજવેદનમ્ - પાઘડી શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૪૧ Page #58 -------------------------------------------------------------------------- ________________ જવા માટે તીવ્ર ગતિવાળી, લોકોના મુખરૂપી પર્વતના શિખર ઉપરથી પડેલી યુદ્ધચર્ચારૂપી નદી પ્રસરતી પ્રસરતી સમસ્ત પૃથ્વીમાં ફેલાઈ ગઈ. दूतत्वं भरतेशस्य, कृतं बाहुबलेः पुरः | मम कीर्तिचिरं स्थाष्णुरित्यामोदमुवाह सः ||४६ ।। દૂતના મનમાં બાહુબલિજી સમક્ષ મહારાજા ભરતેશ્વરનું દૂતપણું થયું એ વાતનો સંતોષ થયો, કેમ કે “એથી મારો યશ ચિરકાળપયત સ્થિર રહેશે.” अमन्दानन्दमेदस्विमानसः पुरवीथिषु । सञ्चरन्निति वीराणां, गिरं शुश्राव दूरतः ||७|| આનંદથી પ્રફુલ્લિત થયેલા દૂતે નગરના માર્ગે ચાલતાં-ચાલતાં દૂરથી વીરપુરુષોનો વાર્તાલાપ સાંભળ્યો. वयं वीरा अयं स्वामी, न यावत् प्रस्तुतो रणः | अस्मद्भाग्यैरिवाकृष्ट, इदानीं स उपस्थितः ||८|| જ્યાં સુધી યુદ્ધનો પ્રસ્તાવ ઉપસ્થિત થયો નહોતો ત્યાં સુધી અમે વીરો અને આ અમારા સ્વામી એટલું જ માત્ર હતું. હવે તો અમારાં ભાગ્યથી આકર્ષાઈને યુદ્ધનો પ્રસ્તાવ ઉપસ્થિત થયો. कीनाशा नामिव द्रव्यमस्माकमफलं बलम् | इति चिन्तयतामद्य, प्रस्तुतोऽयं रणोत्सवः ।।४९।। કંજૂસ માણસોની લક્ષ્મી જેમ નિષ્ફળ છે તેમ યુદ્ધ વિના અમારી શક્તિ નિષ્ફળ છે. આવું વિચારતાં વીરપુરુષો માટે યુદ્ધ એ મહોત્સવ સમાન છે. स वीरो यस्य शस्त्राप्रैः, सव्रणः करणो रणे । स्वर्ण तदेव यद् वन्ही, विशुद्धं निहतं घनैः ।।५०।। તે જ શૂરવીર કહેવાય કે રણસંગ્રામમાં જેના શરીરે શસ્ત્રોના ઘા પડ્યા હોય, જેમ સોનું તે કહેવાય જે અગ્નિમાં તપીને વિશુદ્ધ બન્યું હોય. अद्यप्रभृति वो भारो, निरूहे वपुषा च नः | दीयतां तद्भतिर्नस्तत्, तेऽस्त्राणीत्युदतेजयन् ।।१।। આજ સુધી તો આપણે શરીર પર શસ્ત્રોના ભાર જ વહન કર્યા છે. હવે તેનું મૂલ્ય ચૂકવવાનો અવસર આવ્યો છે. એમ વિચારીને સૈનિકો પોતપોતાનાં શસ્ત્રોને તીણ (ધારદાર) કરવા માટેની તૈયારી કરવા લાગ્યા. अयमभ्यधिको हीनः, स्वामिकृत्यकरस्त्वयम् । विग्रहादेव वीराणां, पत्युर्ज्ञानं भवेदिति ।।५२ ।। ૧. ફ્રીનાક-કંજૂસ (શીનાશના ભુકાર્યમુદય-મ0 રૂારૂર) ૨. મૃત્તિ-મૂલ્ય (મૃતિ ચા નિયા - ભ૦ રૂાર૬) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૪૨ Page #59 -------------------------------------------------------------------------- ________________ આ ઘણો નિર્બળ છે.” “આ ફક્ત સ્વામીનું કાર્ય જ કરી જાણે છે. આ વારમાં અગ્રણી છે.” આવી ચર્ચાનો નિશ્ચય તો યુદ્ધમાં જ થશે. यच्छराः करिकुम्भेषु, निपेतुः षट्पदा इव । तैः किञ्चित् स्वस्वामिनोग्रे, दर्प्यते शौर्यवत्तया ||५३।। જેનાં બાણો હાથીના કુંભસ્થલ પર ભમરાની જેમ પડે છે, તે જ વીરપુરુષ પોતાના પરાક્રમનું અભિમાન પોતાના સ્વામી સમક્ષ કરી શકે છે. क्षरक्षितिजधाराक्तं, रूषितं रणरेणुभिः । वैरिभिर्यन् मुखं वीक्ष्यं, वीरमानी स एव हि ।।५४।। એ જ પરાક્રમી છે કે રણસંગ્રામમાં જેનું મુખ શસ્ત્રોના ઘા વડે રૂધિરની ધારાથી ટપકતું હોય, યુદ્ધની રજકણોથી મલિન બન્યું હોય તે જ શત્રુઓ દ્વારા પણ દર્શનીય હોય. शुण्डागण्डोपधानान्य द्विपचर्मास्तिराञ्चिते । संपरायरमहीतल्पे, क्षतजन्माङ्गरागिणिः ।।५।। नाराच मण्डपस्याधो, यैर्वपुर्यस्य शय्यते । वीजितः पत्रिपत्रौधैर्धन्यास्ते स्वामिनः पुरः ||५६ ।। પોતાના સ્વામી સમક્ષ તે જ ધન્યાતિધન્ય કહેવાય છે કે જેને હાથીના ચામડાનું પાથરી હોય, મરેલા હાથીની સૂંઢ અને કુંભસ્થલ જેનું ઓશીકું હોય, ક્ષત-વિક્ષત થયેલા સૈનિકોના રુધિરવ્યાપ્ત યુદ્ધભૂમિરૂપી શય્યામાં બાણોના મંડળ નીચે જે સૂતો હોય અને બાણોના પંખાથી સતત ભીંજાતું જેનું શરીર હોય, એ જ શુરવીરમાં અગ્રણી કહેવાય છે. धिगस्तु तं रणे नाथं, यो विहाय गृहं गतः | ह्रीनिमीलिमुखं तस्य, पश्येत् कान्ता कथं पुनः ||५७।। તે પુરુષોને ધિક્કાર છે કે જે યુદ્ધભૂમિમાંથી પોતાના સ્વામીને છોડીને ઘરે ભાગી ગયો હોય ! લજ્જાથી મ્યાન થયેલું તેનું મુખ તેની પત્ની પણ જોવા ઇચ્છતી નથી. कुलदेव्यो निमित्तज्ञा, सत्यमस्मान् वदन्त्विति । एतस्मिन् सङ्गरे विघ्नो, न भावी सन्धिलक्षणः ? ||५८ ।। કુલદેવીઓ અને જ્યોતિષીઓ અમને સાચેસાચી વાત બતાવે કે આ યુદ્ધમાં સંધિરૂપી કોઈ વિઘ્ન તો ઉપસ્થિત નહીં થાય ને ? ૧. ઉપધાન-તકિયો (કીર્ષનુ દાનવ-મ૦ રૂ/રૂ૪૭). ૨. સાથ-દ્ધ (અયાન સવાયા-ભિ૦ રૂઝિદુર) ३. शतजन्मना-रक्तस्य, अंगराग:-विलेपनं अस्ति यस्मिन् तत् क्षतजन्मांगरागि, तस्मिन् । . ના-બાણ (નારાયણ સ-મ0 રૂ૪િ૪૩) 5. પરી-બાણ (ત્રી હિમા-મ૦ રૂ૪િ૪ર) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૪૩ Page #60 -------------------------------------------------------------------------- ________________ इतो बाहुबलिवीर, इतो भरतभूपतिः । इतो वीरा वयं कर्मसाक्षी साक्षी भविष्यति ।।९।। अमीषां कर्मषु क्रोधभरलोहितचक्षुषाम् । भानुरेवास्य विश्वस्य, शुभाशुभविलोकिता ||६०|| આ બાજુ વીરોમાં અગ્રણી બાહુબલિજી છે. એ બાજુ મહારાજા ભરત ચક્રવર્તી છે. અને એક બાજુ અમે શૂરવીરો છીએ, આ બધાનો સાક્ષી સૂર્ય છે, કેમ કે ક્રોધથી લાલઘૂમ થઈ ગયેલી આંખોવાળા આ બધાનાં શુભ-અશુભ કાર્યોને જોનારો જગતમાં એકમાત્ર સૂર્ય જ છે. इति वीरगिरं श्रृण्वन्, सिंहनादमिव द्विपः । शौर्यस्यायतनं बाहुबलेर्देशं चरोऽत्यजत् ।।६१।। હાથી જેમ સિંહનાદને સાંભળતાં વ્યગ્ર બની જાય છે, તેમ વીર સૈનિકોની આવા પ્રકારની વાતો સાંભળતાં વ્યગ્ર બનેલ દૂતે શૌર્યના મંદિર સમાન બાહુબલિના દેશનો ત્યાગ કર્યો. . धनुर्बाणाञ्चितकरान्, धनुर्वेदानिवाङ्गिनः । पार्वतीयान् महोत्साहानिव मूर्तान् भटानसौ ।।६२ ।। . दूरलक्षीकृताकाशसञ्चरविहगान् क्वचित् । दग्धस्थाणूपमाकारानर्पितश्वापदापदार ||६३।। सर्वतश्चञ्चलाकारान्, द्रुमशाखाधिरोहिणः । नानाफलरसास्वादतत्परान् वानरानिव ।।६४।। भूपतिर्भरताधीशो, जेतुं तक्षशिलेश्वरम् । आगन्ता वर्मनाऽनेन, रोत्स्यतेऽस्माभिरन्तराः ||६५।। कषायैरिव संसारी, नगैरिव नदीरयः । ददर्श बहलीभूपभक्तानित्यभिधायिनः ।।६६ ।। . હવે બાહુબલિના દેશમાંથી નીકળતાં દૂતે કેવાં કેવાં દશ્યો જોયાં તે બતાવે છે: પર્વતોમાં રહેનારા કેટલાક સુભટો હાથમાં ધનુષ્ય-બાણો લઈને આમ તેમ ફરતા જોયા. તે જાણે મૂર્તિમાન સાક્ષાત્ ધનુર્વેદ ના હોય ! બળી ગયેલાં વૃક્ષોનાં ઠૂંઠાં જેવા અતિ શ્યામ શરીરવાળા કેટલાક સૈનિકો આકાશમાં ઊડતાં પક્ષીઓને લક્ષ્ય બનાવીને બાણો ફેંકવાની તૈયારીમાં હતા, તો કેટલાક તો જંગલી જાનવરોને ભયભીત કરવા માટે ધનુષ્યના ટંકારો કરતા હતા. વિચિત્ર આકૃતિવાળા કેટલાક ચંચળ પ્રકૃતિવાળા સુભટો વાનરની જેમ વૃક્ષોની શાખાઓ પર १. कर्मसाक्षी-सूर्य (हरिदश्वो जगत्कर्मसाक्षी-अभि० २।१२) २. अर्पितश्वापदापदा-अर्पिता श्वापदेभ्यः आपदो यैः, ते, तान् । ३. अन्तरा (अव्यय) - १५i (मध्येऽन्तरन्तरेणान्तरेऽन्तरा - अभि० ६।१७४।) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૦ ૪૪ Page #61 -------------------------------------------------------------------------- ________________ ચઢીને વિવિધ પ્રકારનાં ફળોનો આસ્વાદ કરવામાં તત્પર હતા, કેટલાક તો મનમાં એ પ્રમાણે વિચારતા કે ભરતાધિપતિ ભરતરાજા તક્ષશિલા નગરીના રાજા બાહુબલિજીને જીતવા માટે આ રસ્તેથી જ પસાર થશે તે પહેલાં આપણે ભરત રાજાના સૈન્યને વચમાં જ રોકી લઈશું. જેમ ક્રોધાદિ કષાયો જીવોને સંસા૨માં રોકે, પર્વતો જેમ નદીઓના વેગને રોકે તેમ આપણે રોકી રાખીશું, પરંતુ આગળ વધવા નહીં દઈએ. આ પ્રમાણે બાહુબલિના ભક્ત પાર્વતીય લોકોની અરસપરસ વાતો સાંભળતો અને જોતો દૂત ત્યાંથી આગળ ચાલ્યો. भारत्येति प्रवीराणां समशय्यत तस्य हृत् । किं जयो बहलीशस्य, भावी वा भारतो जयः ।। ६७ ।। બહલી દેશના સુભટોની વાતો સાંભળીને દૂતના મનમાં એવો સંશય ઉત્પન્ન થયો કે શું યુદ્ધમાં વિજય બાહુબલિજીનો થશે કે ભરત ચક્રવર્તીનો ? किमूनं भरतस्यापि षट्खण्डजयकारिणः । नमतोस्यापि का लज्जा, हठो हि बलवत्तरः ||६८ ।। 1 કેટલાક એમ વિચારતા કે છ ખંડના વિજેતા ભરત મહારાજાને શું ઓછું છે ? અને બાહુબલિ પણ જો મોટાભાઈને નમી જાય એમાં શું શરમ જેવું છે ? પરંતુ આગ્રહ (અહંકાર) બળવાન છે. कुक्षिपूर्तिर्मुनेर्नासीच्चुलुकाचान्तनीरधेः । तथापि वितता कीर्त्तिर्यतः कीर्त्तिप्रिया नृपाः ||६९ ।। એક જ ચાંગળામાં સમુદ્રનું પાન ક૨ના૨ અગસ્ત્ય ઋષિનું શું ક્યારે પણ પેટ ભરાયું છે ? છતાં પણ તેમની યશકીર્તિ કેટલી ફેલાઈ છે ! એમ રાજાઓ પણ કીર્તિપ્રિય હોય છે. एकछत्रं मम स्वामी, भुवं कर्त्तास्ति सांप्रतम् । त्यक्तायं नैकवीरत्वमहंकारो हि दुस्त्यजः । ७० ।। મારા સ્વામી ભરત હવે વિશ્વમાં એકછત્રી રાજ્યની સ્થાપના કરવા ઇચ્છે છે. જ્યારે બાહુબલિ મહાપરાક્રમી હોવાથી એકલા હોવા છતાં અભિમાન છોડવા માંગતા નથી. ખરેખર અહંકાર દુસ્યાજ્ય છે. अनयोरप्यहंकारवेश्मरत्नैकतेजसि । પતીમવિતારોમી, યોદ્ધારઃ સમરાને ||૧|| આ યુદ્ધમાં ભરત-બાહુબલિના અહંકારરૂપી દીપકની જ્વાળામાં વીર સૈનિકોના પ્રાણ પતંગિયાની જેમ ભસ્મીભૂત થઈ જશે. एको बाहुबलिर्वीरः, सह्यः केन तरस्विना । आवृतस्त्वीदृशैर्वीरैः समीरैरिव पावकः ।।७२।। 1 એકલા બાહુબલિના પરાક્રમ આગળ કોઈ પણ પરાક્રમી યોદ્ધો ટકી શકતો નથી . તો જ્યારે વી૨ સુભટોથી પરિવરેલા હશે ત્યારે તો ખરેખર દુર્જય બની જશે. પવનથી અગ્નિ પ્રજ્વલિત થાય તેમ બાહુબલિનું પરાક્રમ ઓર દીપી ઊઠશે. શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૪૫ Page #62 -------------------------------------------------------------------------- ________________ स्वस्वामिविजयाश्चर्य, हृद्यद्याप्यस्य विद्यते । तद् द्रष्टुमिव तच्चेतस्तेषां शौर्य विवेश तत् ।।७३।। દૂતના મનમાં હજી પણ પોતાના સ્વામી ભરત મહારાજાના વિજયની શંકા છે. શાથી?બાહુબલિ અને તેમના સુભટોના શૌર્યને જોવાથી જાણે તેના મનમાં તેઓનું શૌર્ય પ્રવેશ કરી ગયું ના હોય! सोथ स्वस्वामिनो देशं, चैतन्यमिव योगिराट् । चकोर इव शीतांशुं, क्रमात् प्रापदनातुरः |७४ ।। જેમ યોગીરાજ ચૈતન્યને અને ચકોર પક્ષી ચંદ્રને પ્રાપ્ત કરે તેમ દૂત આતુરતા વિના અનુક્રમે પોતાના સ્વામીના દેશમાં પહોંચી ગયો. भीतं बाहुबलेर्देशाद्, भयमायातमत्र किम् ? बालाबालजरद्वक्त्रवास्तव्यं स व्यतर्कयत् ।।५।। પોતાના દેશમાં દૂતે બાલ-વૃદ્ધ અને યુવાન બધાયે માણસોના મુખ પર ભયની લાગણી જોઈને વિચાર્યું કે બાહુબલિના દેશથી ભયભીત બનેલો ભય શું અહીં સુધી આવી પહોંચ્યો ? तैलबिन्दुरिवाम्भस्सु, दीपज्योतिरिवालये । तत्रातङ्ककृदातङ्कः, सर्वत्र व्यानशेतराम् ।।७६ ।। પાણીમાં તેલનું ટીપું અને મકાનમાં દીપકનો પ્રકાશ જેમ ફેલાઈ જાય છે, તેમ ત્રાસ ઉત્પન્ન કરનાર યુદ્ધનો ભય સર્વત્ર ફેલાઈ ગયો. भयाम्भोनिधिरुद्वेलः, प्रावर्तत जनोक्तिभिः । तृतीयारकपर्यन्ते, संवर्त इव सङ्गतः ।७७ ।। ત્રીજા આરાના અંતે પ્રલયકાળના સંવર્તવાયુથી સમુદ્રમાં જેમ ભરતી આવે તેમ પ્રજાજનોની ચર્ચાથી ભયરૂપી સમુદ્રમાં જાણે ભરતી આવી ગઈ. दयितेनानुनीताऽपि, प्रिया विप्रियकारिणम् । । नैच्छद् बाहुबलेस्त्रासोस्तीत्युक्ता साऽमिलद् वरम् ।।७८ ।। પતિએ મનાવવા છતાં પણ રિસાયેલી પત્ની પતિ ઉપર પ્રેમ કરતી નથી, પરંતુ જ્યાં પતિએ કીધું કે “બાહુબલિનો ભય આવી રહ્યો છે” ત્યારે તરત જ પતિને ભેટી પડી. एता बाहुबलिः काचिदिति कान्तोक्तिभापिता । कण्ठं जग्राह कान्तस्य, निम्नीभूतस्तनद्वयम् ।७९।। કોઈ પતિએ પોતાની પ્રિયાને કહ્યું, “બાહુબલિ આવી રહ્યા છે આટલું સાંભળતાં જ ભયભીત બનેલી પત્ની પોતાના પતિના કંઠે વળગી ગઈ જેથી તેનાં બન્ને સ્તન નીચા નમી ગયાં. काचित् कान्ता प्रियं ग्रामगत्वरं वीक्ष्य सत्वरम् । आलम्व्याञ्चलमित्यूचे, त्राता मां कोप्युपद्रवे ? ||८०।। શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૪૯ Page #63 -------------------------------------------------------------------------- ________________ બહા૨ગામ જવાની તૈયારી કરતા પોતાના પતિને જોઈને કોઈ સ્ત્રી પતિનો છેડો પકડીને બોલે છે, ‘હે સ્વામિન્ ! આપ અમને છોડીને ચાલ્યા જશો તો આ ઉપદ્રવમાંથી મારું કોણ ૨ક્ષણ ક૨શે ?’ संग्रांमायोद्यतं कान्तं, काचिदित्याह कामिनी । नाथ ! त्वदविरहे नाहमलं स्थातुमपि क्षणम् ||८१ ।। યુદ્ધ માટે તૈયાર થતા પોતાના પતિને જોઈને કોઈ સુંદરીએ કહ્યું,‘હે નાથ ! આપનો વિયોગ એક ક્ષણ માત્ર પણ સહી શકીશ નહીં.’ सस्नेहं काचिदित्याह मयि प्रीतिर्न तादृशी । क्षीरकण्ठेपि नोत्कण्ठा, कृतयुद्धोद्यमं प्रियम् ।।८२ ।। યુદ્ધમાં પ્રયાણ કરવા ઉત્સુક બનેલા પતિને જોઈને પ્રેમપૂર્ણ વાણી વડે પોકારે છે, ‘હે દેવ ! આપને મારા પ્રત્યે, પુત્રો પ્રત્યે પણ જેટલો પ્રેમ નથી કે તેટલો પ્રેમ યુદ્ધ માટે છે ?' चापमासज्य कण्ठेषु, कान्ताकङ्कणलक्ष्मसु । सन्निपत्य भयाद् वीरास्तस्थुरास्थानमण्डपे' ।। ८३ ।। પ્રિયાનાં કંકણો દ્વારા ચિહ્નિત થયેલો કંઠ (ગળા)માં ધનુષ્યને ધારણ કરીને વીર સૈનિકો ભયથી એકીસાથે સભામંડપમાં આવીને ઊભા રહ્યા. अस्ति तक्षशिलान्तर्वा, बहिर्नियतिवान् स वा । अनुशिष्येति तन्मार्गे, प्रजिध्युर्हरिकान् प्रजाः । ८४ ।। તક્ષશિલા ગયેલો દૂત હજી તક્ષશિલામાં છે કે બહાર નીકળી ગયો, એ સમાચાર જાણવા માટે પ્રજાજનોએ ગુપ્તચરોને તક્ષશિલાના માર્ગે મોકલ્યા. किं दुर्गस्तस्य किं शैलः, किं वप्रश्च महौजसः ? जन्हुकन्या प्रवाहस्य, यथा न सलिला परम् ।।८५ ।। ગંગાના પ્રવાહને જેમ કોઈ રોકી શકે નહીં, તેમ મહાપરાક્રમી બાહુબલિને દુર્ગ, પર્વત કે કિલ્લો કોઈ રોકી શકે તેમ નથી ! निन्यिरे वल्लवैर्गावो, ग्रामान्तः सति भास्करे । भयादङ्गीकृतावेगैः, समीरैरिव रेणवः ।।८६ ।। જેમ ત્વરિત વાયુ ધૂળ (રેત)ને ઉડાડી મૂકે તેમ સૂર્યાસ્ત થતા પહેલાં ભયભીત બનેલા ગોવાળો પોતાની ગાયોને જલદીથી ગામમાં લઈ જતા. जनास्तत्र भयोद्भ्रान्ता, रतिं प्रापुर्न कुत्रचित् । पाथोधाविव पीताब्धिपीततोये तिमिव्रजाः । ८७ ।। ૧. આસ્થાનમંડળં-સભાભવન (આસ્થાનįમિન્દ્રમ્ · અમિ૦ ૪ I૬૩) ૨. મેજિ-ગુપ્તચર (Èરિો મૂતપૂરુષ-અમિ૦ રૂ।રૂ૧૭) રૂ. ગન્તુળન્યા-ગંગા (ત્રિસ્રોતા નાન્હવી • અમિ૦ ૪ ૧૪૭) ૪. વાવઃ-ગોવાળો (Tોપોસંચ્યવન્તવાદ - અમિ૦ રૂ♭િ૧૩) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૪૭ Page #64 -------------------------------------------------------------------------- ________________ અગત્ય ઋષિએ સમુદ્રનું પાન કરી જવાથી જેમ માછલીઓ નિરાનંદ બની ગયેલી તેમ તે પ્રદેશની ભયાતુર જનતા નિરાનંદ બની ગઈ ! તેને કયાંય પણ આનંદનો અનુભવ થતો નહીં. सर्वत्रापि खलक्षेत्रभूनिवेशाः पदे पदे । सस्यैहींना अदृश्यन्त, द्विजिह्वा' इव सद्गुणैः ।।८८|| | દુર્જનો જેમ સગુણોથી રહિત હોય તેમ તે પ્રદેશમાં સ્થાને સ્થાને ખળાં અને ખેતરો ધાન્ય વિનાનાં થઈ ગયાં. इति स्वरूपं लोकानामनुत्साहैकमन्दिरम् । वीक्षमाणस्ततो दूतः, साकेतनगरं गतः ||८९ ।। આ પ્રમાણે તે પ્રદેશનું સ્વરૂપ અને લોકોના અનુત્સાહને જોતો જોતો દૂત સાકેતપુરમાં પહોંચી ગયો. .. स साकेतपुरोद्देशानवाप्य स्वर्गजित्वरान् । राजहंस इवाऽनन्दत्तरां मानसविभ्रमान् ।।१०।। જેમ રાજહંસ માનસરોવર પાસે જઈને જે આનંદનો અનુભવ કરે તેમ સ્વર્ગપુરીને જીતનારી અયોધ્યાનગરીના પ્રદેશમાં પહોંચીને તેણે આનંદનો અનુભવ કર્યો. भरतेशचरोद्यैता, बहलीश्वरसन्निधेः । कि वक्ष्यतीति सोत्कण्ठचित्तैर्लोकैरनुद्रुतम् ।।११।। મહારાજા ભરતેશ્વરનો દૂત બહલીદેશના રાજા બાહુબલિ પાસેથી આવ્યો છે તે મહારાજા ભરતને શું શું કહેશે તે સાંભળવાની ઉત્કંઠાથી તેની પાછળ પાછળ લોકો ચાલ્યા આવ્યા. बहिर्मुक्तहयस्तम्बेरमस्यन्दननीतितः । पदातीयितभूपालसुरकिन्नरसञ्चयम् ।।१२।। नैकरत्नांशुवैचित्र्यकल्पितेन्द्रायुधभ्रमम् ।। सिंहद्वारं विवेशेष, भरतस्यक्षितीशितुः ।।१३।। દૂત મહારાજા ભરતના રાજમહેલના સિંહદ્વારમાં પ્રવેશ કર્યો ! રાજમહેલના પ્રાંગણમાં હાથી, ઘોડા, રથોના કાફલાને લઈ જવાની પ્રવેશબંધી હોવાથી એને બહાર રાખી પગે ચાલતાં. રાજા, દેવો અને કિન્નરોના સમૂહોથી સિંહદ્વાર સંકીર્ણ હતું, વળી સિંહદ્વારની ભીંતો ચિત્ર-વિચિત્ર રત્નોથી અંકિત હોવાને કારણે તેમાંથી નીકળતાં કિરણો વડે તે (સિંહદ્વાર) ઇન્દ્રધનુષ્યનો ભ્રમ પેદા કરતું હતું. मृगेन्द्रासनमासीनं, शैलश्रृङ्गमिवोन्नतम् ।। दुःप्रेक्ष्यं सिंहवच्छौर्यात्, कौशलेन्द्रं ददर्श सः ।।९४ ।। પર્વતના શિખર સમા ઊંચા સિંહાસન પર બેઠેલા, સિંહની જેમ દુષ્યસ્ય અને સાક્ષાત્ શૌર્યની મૂર્તિ સમા ભરત મહારાજાને દૂતે જોયા. ૧. જિ-દુર્જન (શનિ મારી • મિ. ૩ ૪) ૨. કુલ-જનુ તપાછળ થી ભરતબાહુબલિ મહાકથ૦૪૮ Page #65 -------------------------------------------------------------------------- ________________ सार्वभौमस्तमायातं, दूराद् दूतमतिप्रियम् । दृशा पीयूषवर्षिण्या, स्नपयामास सन्ततम् ।।९५।। ચક્રવર્તી ભરત મહારાજાએ દૂરથી આવેલા પોતાના અતિપ્રિય દૂતને જોઈને પોતાની અમીભરી દૃષ્ટિથી તેને સ્નાન કરાવ્યું. आयातो भूरिभिर्वत्स ! वासरैस्त्वमनातुरः | बन्धोर्बाहुबलेः कच्चिद्, भद्रमस्तीति वेदय ||९६ ।। વત્સ, તું સ્વસ્થ છે ને ? ઘણા દિવસે તું આવ્યો. મારો ભાઈ બાહુબલિ કુશળક્ષેમ છે? તે તું કહે. इति राज्ञा स्वयं पृष्टो, नत्वा सप्रीति सोऽब्रवीत् । स्वामिसंभाषिता भृत्या, गच्छन्ति हि परां मुदम् ।।९७।। ભરત મહારાજાએ પોતે જ પૂછવું, તેથી આનંદવિભોર બનેલા દૂતે નમસ્કાર કરીને પ્રેમપૂર્ણ વાણીથી કહ્યું: ખરેખર પોતાનો માલિક પ્રિય સંબોધનથી સેવકને સંબોધે ત્યારે સેવકને આનંદની સીમા રહેતી નથી. स्नेहो मयि विधीयेत, तदल्पा अपि वासराः | बभूवुर्भूप ! भूयांसः, क्षणं स्नेहे हि वर्षति ||१८|| હે રાજન, આપનો મારા પ્રત્યે સ્નેહ છે. એટલે થોડા દિવસો પણ અધિક લાગ્યા. સ્નેહમાં એક ક્ષણ પણ વર્ષ સમાન લાગે છે. शङ्कमानो यमो यस्मान्, नाकाले हन्ति जीवितम् । નૃMi પૃય ત૨, ૩ શાલીગ્રી !? TISSI/ કુશાગ્ર બુદ્ધિવાળા હે સ્વામિન ! જેનાથી શંકાશીલ બનેલા યમરાજની પણ અકાળે કોઈપણ જીવના જીવનને હરણ કરવાની તાકાત નથી, એવા બાહુબલિના આપ શું કુશળક્ષેમ પૂછો છો ? मानमातङ्गमारूढः, केन प्रभ्रश्यते हठात् । सोयं बाहुबलिर्वीरो, वीरमानी जगत्त्रये ||१००।। બાહુબલિ પોતે પોતાની જાતને ત્રણે લોકમાં પરમ વીર માને છે અને અહંકારરૂપી હાથી ઉપર આરૂઢ થયેલા છે. એમને એ હાથી ઉપરથી કોણ નીચે પટકી શકે? देव ! तस्य मदोद्धृतरजो नोच्चिक्षिपे मनाक् । मम व्यक्तोक्तिवात्याभि:२, पुजीभवदिवाभितः ||१०१।। ૧. વરિ-વર્ષ સુવાવતિ | ૨. વાત્સા-તોફાન (વાતૂનવાળે વાતાનાં - ગામદકિ૭) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૪૯ Page #66 -------------------------------------------------------------------------- ________________ હે દેવ!બાહુબલિના મદથી ઊડેલી રજ મારી સ્પષ્ટ વાણીરૂપી હવાથી જરા પણ ઊંચે ઊડી નથી, પરંતુ ચારેબાજુ ઢગલારૂપે બની ગઈ. पयोधिरिव कल्लोलेस्तेजोभिरिव भानुमान् । दुःप्रधर्षा भटैरेष, केन जेयो रणाजिरे ।।१०२।। ઊછળતા તરંગો વડે સમુદ્ર અને ઉગ્ર કિરણો વડે સૂર્ય જેમ દુષ્યધર્ષ (સામનો કરી શકાય નહીં) છે, તેમ સુભટો વડે બાહુબલિ પણ દુષ્યધર્ષ છે, રણસંગ્રામમાં તેને કોણ જીતી શકે ! कृशानुः शीततां याति, वेगं त्यजति चानिलः । सकम्पः स्यात् सुवर्णादिर्जलधेधूलिरुद्भवेत् ।।१०३।। परं देव ! तव भ्राता, त्वदाज्ञां न दधाति च | . नास्य चक्रेन्द्रचक्राद्यातङ्कस्ताटङ्कति' श्रुतौ ।।१०४।। અગ્નિ કદાચ શીતલબની જાય,વાયુ પોતાનો વેગને છોડી શકે, મેરુ પર્વત કંપી ઊઠે અને સમુદ્ર કદાચ મર્યાદાનું ઉલ્લંઘન કરે પરંતુ હે દેવ!બાહુબલિ આપની આજ્ઞાને જ્યારે પણ શિરોમાન્ય કરી શકશે નહીં. એમના કાનમાં ચક્રવર્તી અને ચક્રનો આતંક કયારે પણ કુંડળરૂપ બની શકે નહીં, અર્થાતુ ચક્ર અને ચક્રવર્તી એ બન્ને શબ્દો સાંભળવા તૈયાર જ નથી. दूतत्वात त्वमवध्योसीत्युक्त्वाहं मोचितो बहिः । किंकरैः कुलभोगीवर, तेन दुर्दान्ततेजसा ।।१०५।। તું દૂત છે માટે અવધ્ય છે” એમ કહીને દુર્દાત્ત અને તેજસ્વી બાહુબલિએ મને પોતાના સેવકો દ્વારા બહાર કાઢી મૂક્યો, જેમ કોઈ કુલસર્પને પકડીને બહાર ફેંકી દે તેમ મને રાજસભામાંથી બહાર ફેંકી દીધો. षट्खण्डाधिपतिरयं तदीयवाचा, क्रुद्धोऽपि प्रसभमुवाच नोग्रवाचम् । अम्भोधिर्जलदजलैः किमुत्तरङ्गः ? શીતાંશુ વિમવતિ સામુwાને ? TI૧૦૬II છ ખંડના સ્વામી ભરત મહારાજા દૂતની વાણી સાંભળીને અત્યંત કોપાયમાન થયા, પરંતુ કંઈ પણ બોલ્યા નહીં. વરસાદનું પાણી ગમે તેટલું પડે તો પણ સમુદ્ર ક્યારે પણ ઊછળતો નથી, ચન્દ્ર ગ્રીષ્મ ઋતુમાં ક્યારે પણ ગરમ થતો નથી, તેમ મહાન પુરુષો ક્યારે પણ ગરમ થતા નથી. ગંભીર મનવાળા હોય છે. ન | १. ताटंकति-ताटंका-कुण्डलम्, तस्य इव आचरति इति ताटकति । ૨. સુરમોની - કુલસર્પ શ્રી ભરતબાહુબલિ મહાક્રવ્ય ૫૦ Page #67 -------------------------------------------------------------------------- ________________ सत्कृत्य रत्नकनकाभरणप्रदानवाक्यावकाशविदुरं विससर्ज दूतम् । पुण्योदयान्यहृदयः सदया क्षितीशो, नो तादृशां हि विनिषेवणमत्र वन्ध्यम् ।।१०७।। મહાન પુણ્યશાળી અને ભાગ્યશાળી મહારાજા ભરતે દૂતનું સુવર્ણ અને રત્નોનાં આભૂષણોથી સન્માન કરીને તેને વિદાય કર્યો. ચક્રવર્તી સમાન મહાપુરુષોની સેવા ક્યારે પણ નિષ્ફળ જતી નથી. इति दूतप्रत्यागमो नाम तृतीयः सर्गः આ પ્રમાણે અયોધ્યામાં દૂતના પ્રત્યાગમનપૂર્વકનો ત્રીજો સર્ગ સમાપ્ત १. वाक्यावकाशविदुर-वाक्यस्य वचनस्य योऽवस्य योऽवकाशोऽवगाहनं तत्र विदुरं पंडितं । २. सदयः-शद्-शोभनं अयः भाग्य-सदयः-सद्भाग्यः (अभि० ६/१५ अयस्तु तच्छुभम् ।) ३. तादृशा-चक्रवर्तिसदृशानाम् । ४. विनिषेवणं-पर्युपासनम् । ની ભરતબાહુબલિ મહાકાવ્ય ૫૧ Page #68 -------------------------------------------------------------------------- ________________ અનુર્ણ સાઈ પૂર્વ પરિચય : દૂતની વાણી સાંભળીને મહારાજા ભરત ઉદ્વિગ્ન બની ગયા. બાળપણનાં સંસ્મરણો એક પછી એક આંખ સામે તરવરી ઊઠ્યાં. નાનપણમાં બાહુબલિનાં પરાક્રમો પણ યાદ આવી ગયાં. આ પ્રમાણે મહારાજા ભરત ભૂતકાલીન વિચારોમાં ડૂબી ગયા : એક બાજુ ચક્રવર્તીપણું અને બીજી બાજુ ભાઈની ઉદંડતા, એક બાજુ રાજનીતિ અને બીજી બાજુ ભ્રાતૃસ્નેહ...આ બન્નેમાંથી શું માર્ગ કાઢવો ? ક્યારેક મન કહે છે કે ભાઈનો ઘાત કરીને ચક્રવર્તી બનવાનો શો અર્થ? બીજું મન કહે છે કે રાજાઓએ રાજનીતિને અનુસરવું જોઈએ ! અન્યાય અને ઉદ્ધતાઈને નાબૂદ કરવી જ જોઈએ. તેમ છતાં બંધુપ્રેમ આડે આવે છે ! આ રીતની દ્વિધામાં પડેલા ભરત મહારાજા પાસે સેનાપતિ સુષેણ આવી નમસ્કાર કરીને રાજાઓની શ્રેષ્ઠ મર્યાદા, રાજનીતિ, યુદ્ધનીતિ, આદિ અનેક પ્રકારની યુક્તિપ્રયુક્તિથી મહારાજા ભરતને યુદ્ધ માટે પ્રોત્સાહિત કરે છે. अथ दूतगिरा ज्वलन्नपि, क्षितिराजः क्षपितारिविग्रहम् । वचनं प्रणयाञ्चितं दघे, वदनेम्भोद इवाम्बुविद्युता ।।१।। દૂતની વાણી સાંભળીને મહારાજા ભરતનું અંતઃકરણ ક્રોધથી પ્રજ્વલિત થવા છતાં પણ મુખથી પ્રેમપૂર્ણ વચન બોલ્યા. વિદ્યુતના તાપથી તપવા છતાં પણ વાદળો શીતલ પાણી જ વરસાવે છે. अहमेव गतो विलोलता, पवनोद्भूत इवावनीरुहः । यदमुं प्रजिघाय बान्धवं, प्रति दौत्याय न हीदृशा मताः ||२|| મહારાજા ભરતે કહ્યું કે આમાં મારો જ દોષ છે. પવનથી કંપી રહેલાં વૃક્ષોની જેમ ચંચળ બનીને મેં દૂતને પોતાના ભાઈ પાસે મોકલ્યો. ખરેખર તો નિકટવર્તી બંધુજનો પાસે સ્વયં જવું જોઈએ. દૂત દ્વારા સમાચાર ન મોકલાવાય. वितनोमि यदीह विग्रहं, बलिना सार्धमहं स्वबन्धुना । . उपमां जलवासिनस्तिमेरहमेतास्मि तदा जनोक्तिभिः ||३|| જો આ સમયે બળવાન બંધુ બાહુબલિની સાથે યુદ્ધ ન કરું તો લોકો મને જલમાં રહેલી માછલીની જેમ સરખાવશે. निहतायनभूभृदुर्मिकेर, दिविषच्छैवलिनीरयेऽपि यः । न हि वेतसवृत्तिमाश्रितः, किमहं तस्य पुरोभिमानिनः ।।४।। સ્વર્ગની નદી ગંગાના ઊછળતાં તરંગો માર્ગમાં આવતા મોટા મોટા પહાડોને પણ ઉખેડી નાખે છે, તો તેની સામે ટકવા માટે વેતસ (નેતર)ના વૃક્ષનું શું ગજું? તેમ સ્વાભિમાની બળવાન બાહુબલિ સામે મારી શું ગણતરી ? १. प्रजिघाय-हिंत्-गतिवृद्धयोः धातोः, णबादिप्रयत्ययत्य उत्तमवचनस्य एकवचनम् । २. निहता...-निहताः पातिताः अयनभूभृतो-मार्गपर्वता याभिरेतादृशा ऊर्मिकाः कल्लोला यत्रासी, तस्मिन् । રૂ. લિવિય..- પૂરે ! શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ ૦ ૫૨ Page #69 -------------------------------------------------------------------------- ________________ निहताद् दृढ़मुष्टिना मया, सभयोस्मादहमन्तिकं पितुः । गतवान् किल तेऽग्रजस्तुदन्निति तातेन निषिद्ध एष माम् ।।५।। એક વખત બાળપણમાં મેં મારી દૃઢ મૂઠીથી બાહુબલિને પ્રહાર કરતાં હું ભયથી દોડતો પિતાજી પાસે પહોંચી ગયો હતો, કેમ કે એ મને મારવા માટે પાછળ પડ્યો હતો. ત્યારે તેને પિતાજીએ વાર્યો કે ભરત તારો મોટો ભાઈ છે. श्रुप्तयापि रणस्य वार्तया, मनसोत्साहमऽयं दधौतराम् । कथमस्य दधाति नाधुना, भुजयोरुत्सवमागतो रणः ।।६।। બાહુબલિ બચપણમાં પણ યુદ્ધની વાત સાંભળતો ત્યારે તેનું મન ઉત્સાહથી ભરાઈ જતું. તો હમણાં તેની સામે યુદ્ધ ઉપસ્થિત થાય તો તેની ભુજાઓમાં ઉત્સાહનો કેવો થનગનાટ થશે ! कठिनो भटिमाधिकत्वतो', युधि कामोस्य तथा प्रवर्तते । नो तथाऽस्य च राज्यसंग्रहे, समरस शौर्यवतां हि वल्लभः ।।७।। અતિ શૂરવીર અને પરાક્રમી હોવાથી બાહુબલિની ઇચ્છા જેવી યુદ્ધમાં રહે છે, તેવી તેને રાજ્યનો સંગ્રહ કરવામાં નથી. ખરેખર વીરપુરુષોનું મન યુદ્ધમાં જ હોય છે, કેમ કે એ એનો પ્રિય વિષય હોય છે. यदि तबलमस्य दोर्द्धयेहमशङ्केपि यतो विशेषतः | युधि नास्य विभुस्तदासितुं, पुरतः कोपि विभावसोरिवरे ||८|| જ્યારે બચપણમાં તેના ભુજાબળથી હું ડરતો હતો, તો હવે યુદ્ધમાં વિશિષ્ટ પ્રકારના તેના બાહુબળ આગળ કોણ ઊભું રહી શકે ? ભડભડતી આગ સામે જેમ કોઈ પણ ટક્કર ઝીલી શકે નહીં તેમ બાહુબલિ સામે પણ કોઈ ટકી શકે નહીં. बहुधास्य बलं हि शैशवे, वसुवत् स्वर्णकृता परीक्षितम् । अपरीक्षितमेव पूर्वतो, विदुषा वस्त्वनुतापकृद् भवेत् ।।९।। - સુવર્ણકાર (સોની) જેમ સોનાની પરીક્ષા કરે તેમ બચપણમાં મેં તેની શક્તિની અનેકવાર પરીક્ષા કરી છે. વિદ્વાન પુરુષો પરીક્ષા કર્યા સિવાય કોઈ પણ વસ્તુને સ્વીકારતા નથી, કેમ કે પરીક્ષા કર્યા વિનાની વસ્તુ પાછળથી સંતાપ આપનારી બને છે. इतरस्य जये ममेदृशो, न विचारः खलु बान्धवस्त्वयम् । जलदो हि कृशानुशान्तये, प्रभविष्णुः शमयेन्त विद्युतम् ।।१०।। બીજાઓ પર વિજય પ્રાપ્ત કરવામાં મને ક્યારે પણ આવા વિચાર આવ્યા નથી, પરંતુ આ તો મારી સામે ભાઈ છે. એટલે વિચારવું પડે છે. મેઘ અગ્નિને શાંત કરવા માટે સમર્થ છે, પણ વીજળીને (વિદ્યુત) શાંત કરી શકતો નથી! १. भटिमाधिकत्वतो-वीरतातिशयत्वतः | ૨. વિભાવવિ -નરિવ | શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૫૩ Page #70 -------------------------------------------------------------------------- ________________ इतरेऽपि मदीयबान्धवा, यदनापृच्छ्य ययुस्तमां च माम् । मम तद्विरहस्त्वरुन्तुदः', करिणोऽशान्तरुचेरिवाङ्कुशः ।।११।। બીજા બધા મારા ભાઈઓ મને પૂછ્યા સિવાય જ ચાલ્યા ગયા અને ભગવાન પાસે દીક્ષિત બની ગયા. તેનો મર્મભેદી વિરહ હજુ પણ મને સાલે છે. મદોન્મત્ત હાથી માટે જેમ અંકુશ મર્મભેદી લાગે તેમ તેનો પ્રત્યાધાત હજુ પણ મારા દિલમાં ખૂંચી રહ્યો છે. अयमेव समस्तबन्धुषु, स्थितिमा नेकतमोऽवशिष्यते । समसंहृततारकावलेस्तिमिरारेरिव भार्गवोऽहनि ||१२|| જેમ સમસ્ત તારાઓના તેજને હરનાર સૂર્યની સામે દિવસમાં ફક્ત એક શુક્રનો તારો જ બાકી રહે તેમ મારા બધા ભાઈઓમાં ફક્ત આ એક મર્યાદાવાન બાહુબલિ જ બાકી રહ્યો છે. न निधिर्न मणिर्न कुञ्जरो, न च सैन्याधिपतिर्न भूमिराट् । दुरवार्यतमैकबान्धवी, मम तृष्णा न हि येन शाम्यति ।।१३।। મારા એક માત્ર બંધુ બાહુબલિ માટેની ચાહના મારાં નિધિ, રત્નો, હાથી, સેના, સેનાધિપતિ કે રાજા કોઈ જ શમાવી શકે નહીં, કેમ કે એના પ્રત્યે મને અગાધ પ્રેમ છે. अहमप्यभजं दविष्ठतां, किल तेनापि विदूरतः स्थितम् । वपुषैव पृथक्कृतावुभाविति तातेन हृदा च नौ न हि ||१४|| હું બાહુબલિથી બહુ દૂર છું અને એ મારાથી દૂર છે. આ પ્રમાણે ક્ષેત્રથી દૂર હોવા છતાં પિતાજીએ અમારા બન્નેનાં શરીર જુદાં આપ્યાં છે, પરંતુ અમારા બન્નેનાં હૃદય જુદાં નથી. भवतात् तटिनीश्वरोन्तरा, विषमोऽस्तु क्षितिभृच्चयोन्तरा । सरदस्तु जलाधिकान्तरा, पिशुनो माऽस्तु किलान्तरावयोः ।।१५।। અમારા બન્ને વચ્ચેના અંતરમાં સમુદ્ર-પર્વત, નદીઓ ભલે હોય પરંતુ અમને જુદા પાડવા માટે કોઈ ચાડીખોરનું ચાલી શકશે નહીં. प्रणयस्तटिनीश्वरादिकैः पतितैरन्तरयं न हीयते । पिशुनेन विहीयते' क्षणादधिकः सिन्धुवराद्धि मत्सरी ।।१६।। સમુદ્ર, નદીઓ આદિ વચમાં આવવા છતાં પણ પરસ્પરના પ્રેમમાં ક્ષીણતા આવતી નથી, પરંતુ કોઈ ઇર્ષ્યાખોર ચાડિયો વચમાં આવી જાય તો તે સમુદ્રથી પણ મોટું અંતર પાડી શકે છે. अपचीयत एव संततं वयसा सार्धमिहासुमद्वपुः । हृदयावनिलब्धसंभवः, प्रणयः सज्जनयोर्न हि क्वचित् ।।१७।। १. अरुंतुदः-भर्भधाती (स्यान्मर्मस्पृगरुन्तुदः - अभि० ३ १६५ ) २. स्थितिमान्-भर्भाधावान ३. भार्गवः-शुअल (उशना भार्गवः कविः - अभि० २ । ३३) ४. खडी ' दुरवार्यतमा' - ४या 'दुर्वार्यतमा' लेखे । एकबान्धवी- एक बन्धु-सम्बन्धिनी । ५. विहीयते - न्यूनीक्रियते । ६. अपचीयते - इत्यत्र कर्मकर्तृत्वमवसातव्यम् । શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૫૪ Page #71 -------------------------------------------------------------------------- ________________ પ્રાણીઓનાં શરીર ઉમર સાથે દિવસે-દિવસે ક્ષીણ થતાં જાય છે, પરંતુ બે સજ્જન પુરુષોની હૃદયભૂમિમાં અંકુરિત થયેલી પ્રીતિ ક્યારેય પણ ક્ષીણ થતી નથી. द्विजराजनदीशयो'स्तुलां, हरिणौर्वी दधतोरवर्णदौ । लभते क इहाऽयशोपि तौ, धरतो नोभ्ज्झत एव तौ परम् ।।१८।। ચંદ્ર પોતાને કલંકિત કરનાર હરણનો કયારેય પણ ત્યાગ કરતો નથી, સમુદ્ર પોતાનું શોષણ કરનાર વડવાગ્નિને ક્યારેય પણ ત્યજતો નથી, તેમ સજ્જન પુરુષો પોતાને પીડા આપનાર વ્યક્તિઓને પણ ક્યારેય ત્યજતા નથી. अगुणानपि नोभ्ज्झति स्वकान्, स हि गम्भीरिमसंश्रितः पुमान् । निवसन्ति तदत्र संपदो, ह्यमृतं तिष्ठति नागभीरके ।।१९।। જે પુરુષ નિર્ગુણી એવા પણ પોતાના સ્વજનોને છોડતા નથી, તે જ ખરેખર ગંભીર છે અને તેને જ બધા પ્રકારની સંપત્તિઓ આવી મળે છે. છીછરા પાત્રમાં ક્યારે પણ અમૃતનો વાસ હોતો નથી. स्वयमेव निजं निहत्य योऽनुशयीतैति स निन्दनीयताम् । તદશાવિનિપાતના યક, સરિતઃ નિ તરં પ્રવાસ ? Tરિ૦ | જે વ્યક્તિ પોતાના સ્વજનને મારીને પછી પશ્ચાત્તાપ કરે છે તો પણ તે નિંદાને પાત્ર બને છે. જેમ નદીનો પ્રવાહ તટ પર રહેલાં વૃક્ષોને ઉખેડી તટને પ્રકાશિત કરે છે, તેમ પોતાની દુર્જનતાને પ્રકાશિત કરે છે. स विभुः किमिहावनेर्मतः, स्वपरौ वेत्ति हिताहिती न यः । स्वपरानवबोधहेतुतो, न हुताशं किल कोपि संस्पृशेत् ।।२१।। ભૂમંડલમાં રાજા (સ્વામી) તેને જ કહેવાય કે જે સ્વ-પરનો ભેદ તેમજ હિત અને અહિતને ગણે છે, પરંતુ જે સ્વ-પરના હિતાહિતને જાણતો નથી તે ખરેખર અગ્નિની જેમ અસ્પૃશ્ય બને છે. तरसैव न केवलं विभोर्मतिमत्ताधिकवृद्धिमश्नुते । तरसोपि.मतिः प्रवर्धते, तदुदीर्णोत्र धियैव धीधनः ।।२२। માલિકની બુદ્ધિમત્તા એ જ એની પ્રગતિનું કારણ છે. એકલું બળ કામ આપતું નથી. બળથી બુદ્ધિ પ્લાન થાય છે. એટલા માટે જ અમાત્યોને ઘધન (બુદ્ધિરૂપી ધન છે જેની પાસે) કહેવાય છે. कुलकेतुरिहोच्यते स या, स्वकुलं रक्षति सर्वथापदः । प्रियबन्धुरिभो हि यूथपोऽधिकशक्तिहरिरेक एव यत् ।।२३।। આ લોકમાં એ જ પુરુષ કુળધ્વજ કહેવાય છે કે જે આપત્તિઓમાંથી પોતાના કુળનું રક્ષણ કરે છે. એટલા માટે જ હાથી પોતાના બંધુજનોને પ્રિય બની ચૂથપતિ થઈ શકે છે, જ્યારે સિંહ શક્તિશાળી હોવા છતાં પણ પોતાનો કોઈ પ્રિયબંધુ નહીં હોવાને કારણે એકલો જ રહે છે. ૧. નિર/ન-ચન્દ્ર નાશ-સમુદ્ર ૨. સર્વ-વડવાનલ (એર્વક સંવર્નરોગનિવહિવો મિત્ર ૪ ૧૬૬) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૫૫ Page #72 -------------------------------------------------------------------------- ________________ अविमृश्य करोति यः क्रियां, बहुधा सोऽनुशयीत' तत्फले । ગુણ ઘનિ નાભિ વના, વિન મને વિચીત વિ વતી? રજા ' જે કોઈ વિચાર કર્યા વિના (વગર વિચારે) પ્રવૃત્તિ કરે છે, તેને ભવિષ્યમાં ઘણું પસ્તાવાનું થાય છે. યુદ્ધભૂમિમાં બળવાન યોદ્ધાની ધનુષ્યની કમાન જો તૂટી જાય તો તેની શું દશા થાય ? તેનું બળ ત્યાં કામ આવતું નથી. अहमेव करोमि दुर्नयं, यदि तर्हि प्रकरोति को नयम् । शुचये सुरवाहिनीरजलं, जगतामस्ति तदेव साम्प्रतम् ||२५।। જો હું પોતે જ અન્યાય કરું તો પછી બીજું કોણ ન્યાય કરનાર છે? ગંગા નદીનું જળ લોકોને પવિત્ર કરવા માટે છે અને તે જ ઉચિત છે. नृपनीतिलताऽधिरोपिता, जगदावाल पदे मयाद्य सा । बलिबन्धुवधैकपशुना, कथमुच्छिद्यत एव मूलतः ।।२६।। જગતરૂપી ક્યારામાં રાજનીતિરૂપી લતાઓનું મેં મારી જાતે જ આરોપણ કર્યું છે. એ જ રાજનીતિરૂપ લતાને આજે પરાક્રમી બંધુના વધરૂપી કુઠાર (કુહાડો) વડે મૂળમાંથી કેવી રીતે ઉખાડી શકું? सुलभा हरिणीदृशः श्रियः, खलु राज्यस्थितयोप्यदुर्लभाः । न हि बन्धुरवाप्यते पुनर्विधुरे तिष्ठति यो वृतीयितुम् ।।२७।। આ સંસારમાં સુંદર સ્ત્રીઓ, સંપત્તિ મળવી સુલભ છે. અરે, રાજ્યની પ્રાપ્તિ પણ સુલભ છે, પરંતુ ભાઈ મળવો અતિ દુર્લભ છે, કે જે સંકટ સમયે આપણને ઘેરીને ઊભો રહે ! न हि तातकुलं कलक्यते, विशदं बन्धुवधेन सांप्रतम् । ' તે નિભાવે સુધા, વિન એ ઘૂમરે વનમ્? રિટા હું ભાઈનો વધ કરીને પિતાજીના નિર્મળ અને પવિત્ર કુલને કલંકિત નહીં કરું! કોણ એવો પુરુષ હોય કે જે સુધા સમાન ઉજ્જવળ ઘરને ઘુમાડાથી મલિન કરે? अजितेऽपि जितेऽपि बान्धवे, मम वाच्यं स्फुरतीति भूतले । कलिताखिलभूमिभृन्नयो, भरतेशोऽकृत बन्धुविग्रहम् ।।२९ ।। વિજય અથવા પરાજય ભાઈ પર મેળવું પરંતુ સારાયે જગતમાં મારી તો નિંદા થવાની કે સમસ્ત રાજનીતિના જાણકાર ભરતાધિપતિ ભરતે પોતાના જ ભાઈની સાથે યુદ્ધ કર્યું. ૧. અનુરો-પાપતિ | ૨. વાગ્નિી-ગંગાનદી . સાહિતે ! ૪. આવા-છોડની ચારે બાજુ પાણી ભરવા માટે બનાવેલા કયારા - (સ્થાનિવનિવિનિમવા સ્થાન મે કાલા) ૫. વિપુ-ટ્ટ | ૬. વૃધિતુ-રિરિવારિતુનું ! : શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૫૬ Page #73 -------------------------------------------------------------------------- ________________ इति वादिन एव भूविमोः, समदोऽभ्येत्य सुषेणसैन्यराट् । करचुम्बितभालपट्टिकः, पुरतः शिष्य इवास्त सद्गुरोः ।।३०।। મહારાજા ભરત આ પ્રમાણે બોલી રહ્યા હતા ત્યારે સ્વાભિમાની સુષેણ સેનાધિપતિ રાજ્યસભામાં આવી બે હાથ જોડી પ્રણામ કરીને વિનયી શિષ્ય જેમ ગુરુ સામે બેસે તેમ ભરત મહારાજાની સામે બેઠો – બોલ્યો : मगध ध्वनिमिश्रमन्मथध्वजनादः प्रथम निषिद्धयताम् । चमराञ्चितवारवर्णिनीकरयुक्कङ्कणसंरवोद्धतः ||३१।। મહારાજા ! પહેલાં મંગલ પાઠકોની બિરદાવલિઓથી મિશ્રિત વાજિંત્રોના અવાજ અને ચામર વીંઝનારી વારાંગનાઓના હાથમાં રહેલા કંકણના અવાજો બંધ કરાવો ! अथ भारतवासव ! श्रुती३, गिरि मे मन्त्ररसैकसद्मनि । विनिधेहि गिरि स्वकन्यके, इव सारस्वततीरसंमुखे ।।३२ ।। મહારાજા ભરતેશ્વર ! હિમાલય જેમ પોતાની બે પુત્રીઓ ગંગા અને યમુનાને સમુદ્રના કિનારા સન્મુખ મોકલે છે, તેમ વિચારવા યોગ્ય રહસ્યભૂત એવી મારી વાણી આપના કાન પર આવી રહી છે. તેને આપ સાવધાન થઈને સાંભળો. त्वयि दिग्विजयोद्यते प्रभो !, विदधे कैश्चन् चापचापलम् । विनिवेदयितुं बलं तवेत्ययमारक्षति नः स्वसेविनः ||३३।। હે સ્વામિનું, આપ દિગ્વિજય કરવા માટે તૈયાર થયા હતા, ત્યારે કેટલાક રાજાઓએ આપનું બળ જાણવા માટે ધનુષ્યબાણની સ્પર્ધા રાખી હતી, કેમ કે તેઓના મનમાં વિચાર આવેલો કે આ રાજા અમારા જેવા સેવકોની રક્ષા કરવા માટે સક્ષમ છે કે નહીં ?” . प्रतिपक्षवनद्रुमावलीपरिदाहाय दवायितं तदा । भवता पवनायितं मया, तदनुस्थातुमलं न कोप्यभूत् ||३४।। બળવાન શત્રુઓરૂપી વનવૃક્ષોની ઘટાને ભસ્મીભૂત કરવા માટે આપ દાવાગ્નિ સમાન બન્યા હતા. અને ત્યારે એ દાવાગ્નિને વધુ પ્રદીપ્ત કરવા માટે મેં પવનનું કામ કર્યું હતું. ત્યાર પછી કોઈ પણ શત્રુ આપની સમક્ષ આવ્યો નથી. रिपुवंशकृते तवाग्रतोऽहमभूवं परशुर्नृपोत्तम ! | समुदेष्यत एव किं रवेररुणोऽग्रे न भवेत् तमोहते ? ||३५।। ૧. માધ-મંગલપાઠક (માધો માધમ રૂ૪૫૨) ૨. મન્મથષ્યના-બાજા (વાઈ વાવિત્રમાતો સૂર્ય સૂર મરદ્ધન:- રર૦૦) ૩. - I ૪. રિ-ભાત્યાનું (વાણીમાં) ૬. વર્તવે સમનિ-આ ગિરિનું વિશેષણ છે. હિંદ વિશિષ્ટયાં રિ - મંત્ર... - આનન • સૈરવ | ક. વિનિરિ-થાય .. છે. વાર્તિ-વવ વ ારિતમ્ ! ૮. નાયિતં-વાયુવડારિત નું શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૫૭ Page #74 -------------------------------------------------------------------------- ________________ હે રાજન, જેમ ઊગતા સૂર્યની પહેલાં તેના સારથિ અરુણ અંધકારને દૂર કરે તેમ શત્રુઓના વંશને નિર્મળ કરવા માટે આપની આગળ મેં પરશુ (કુહાડો)નું કામ કર્યું હતું. अभवं जितकाशिशेखरस्तवतेजोभिरहं पदे पदे । तरणेरिव दीप्तिभिभृशं, ज्वलति ध्वान्तहृते धनञ्जयारे ।।३६ ।। અંધકારને દૂર કરવા માટે સૂર્યનાં કિરણોથી અગ્નિ વધુ પ્રજવલિત બને છે, તેમ આપના તેજના પ્રભાવથી હું સ્થાને-સ્થાને વિજેતા બન્યો છું. विरचय्य भवन्तमुच्चकैः, समरं द्वादशहायनावधिम् । विनमिर्नमिना सहाऽनमद्, रिपवो हि प्रबला नताः श्रिये ||३७ ।। “હે સ્વામિનું, વૈતાઢ્ય પર્વતના રાજા નમિ અને વિનમિ સાથે આપે બાર-બાર વર્ષો સુધી ઘોર સંગ્રામ ખેલીને તેઓને નમાવ્યા હતા ને તેમના પર વિજય મેળવ્યો હતો એ યાદ છે ને ? પ્રબળ શત્રુઓને નમાવવા એ રાજાઓ માટે અત્યંત શોભાસ્પદ છે. विहिते मनसि त्वयायितुं, स दरीद्वारकपाटसंपुटम् । उदघाटयदुग्रतेजसा, त्रिदशो यश्चलयेद् भुवं ध्रुवा ।।३८ ।। દેવ ! આપે વૈતાદ્ય પર્વતની ગુફામાં જવા માટે મનમાં સંકલ્પ કર્યો કે તરત જે દુનિયાને ધ્રુજાવનારી આપની પરમ તેજસ્વી ભૂકુટિના ઇશારાથી અંજાઈને ખુદ ગુફાના અધિષ્ઠાયક દેવે ગુફાનાં દ્વાર ખોલી નાખ્યાં હતાં. निचखान तवाभिधाङ्कितान्, विजयस्तम्भभरानहं विभो ! |,. सुरशैवलिनीतटान्तरेष्विव कीलान् भवदीयकीर्तिगोः ||३९।। હે સ્વામિન્! મેં ગંગા નદીના તટની મધ્યમાં આપના નામથી અંકિત વિજયસ્તંભ (કીર્તિસ્તંભ) રોપ્યો છે. તે જાણે આપની કીર્તિરૂપી ગાયને બાંધવા માટેનો ખૂટો ના હોય ! निधयोऽपि तदैव दृश्यतां, गतवन्तः सुकृतैरिवाहृताः । सुरसिन्धुमनोरथा इव प्रचितश्रीभरभासुरान्तरा:६ ||४०।। દેદીપ્યમાન એવી પ્રચુર લક્ષ્મીથી ભરપૂર એવાં નવનિધાન આપના દૃષ્ટિપથમાં આવ્યા હતાં. તે આપના પુણ્યથી ખેંચાઈને જ આવ્યાં. તે જાણે ગંગા નદીના મૂર્તિમંત મનોરથો ન હોય ! इति भारतवर्षपर्षदि, प्रभुतामाप्तवतः प्रभोऽधुना । अभवत् तव काचिदूनता, धुसदा पत्युरिवाधिकश्रियः ।।४।। ૧. નવરાશી-યુદ્ધમાં વિજયી (બિતાવો જિતાશી-કમ- રૂ ૪૭૦) ૨. ઘનમ્બયા-અગ્નિ (ઘનશ્વયો વ્યવિહુતારાના-મ૦ ૪.૧૬૩) 3. ગાયિતુ-ગાતુન્ ૪. ત્રિવ-દેવ ५. निघखान-अध्यारोपयम् । अत्र णबादेः उत्तमपुरुषस्य एकवचनम् । ૬. પિત... પ્રતિ-પુષ્ટ, યા મરો ત્રાતિશયોન માસુરી અત્તર-મધ્યે ઘણાને નિયયઃ | શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૫૮ Page #75 -------------------------------------------------------------------------- ________________ હે સ્વામિન્ ! આપને હમણાં કોઈ જાતની ન્યૂનતા નથી. આપે ઇન્દ્રની જેમ ભરતક્ષેત્રની પર્ષદામાં સાર્વભૌમતા પ્રાપ્ત કરી છે ને ઉત્તરોત્તર અધિક અધિક લક્ષ્મી પ્રાપ્ત કરી રહ્યા છો. न सुरो न च किन्नरो नरो, न च विद्याधरकुञ्जरोऽपि न । तव येन निदेशनीरजं', शिरसाऽधार्यत नो जगत्त्रये ।। ४२ ।। *→ હે પ્રભો ! ત્રણ લોકમાં એવો કોઈ દેવ-દાનવ-કિન્નર, નર, કે વિદ્યાધરેન્દ્ર નથી કે જેણે આપના આદેશરૂપી કમળને શિરોધાર્ય કર્યું ના હોય. तदियं तवका सरस्वती, बलवान् बाहुबलिर्ययोच्यते । · इतराद्रिमहोन्नतत्त्वतः, किमु नीचोत्र सुपर्वपर्वतः ? ||४३|| ત્યારે આપની વાણી બાહુબલિની આટલી બધી પ્રશસ્તિ કેમ કરી રહી છે ? શું ગમે તેટલા ઊંચા પર્વતની ઊંચાઈથી મેરુ પર્વત કયારે પણ નાનો બની શકે ખરો ? विजितस्तव बान्धवत्वतो, न हि केनापि महीभुजा त्वयम् । कलया किलर सूर्यदत्तयाऽधिकदीप्तिर्भवतीह चन्द्रमाः || ४४ || બીજા રાજાઓએ આજ સુધી બાહુબલિનો પરાભવ નથી કર્યો તે શા માટે ? કે આપ તેના ભાઈ છો. એ સર્વજનપ્રસિદ્ધ છે કે સૂર્ય દ્વારા પ્રાપ્ત થયેલી કલાથી ચંદ્ર અધિક-દીપ્તિમાન બને છે. अनुजस्तव बान्धवो बली, यदि सीमन्तकभृद्धरेरिव ३ । विभवत्यथ किं न तर्ह्यसौ, चतुराशान्तजयी भवानिव ।। ४५ ।। આપના નાના ભાઈ બાહુબલિ ઇન્દ્રના નાના ભાઈ વિષ્ણુની જેમ જો બળવાન હોય તો પણ ચારે બાજુની દિશાઓને જીતવામાં આપની જેમ ક્યારે પણ સમર્થ થઈ શકે નહીં. प्रथमं भवदत्युपेक्षणाद्, वृषकेतोस्तनयत्वतः पुनः । बलवानिति सर्वथा प्रथाऽभवदस्य स्मयवानयं ततः ।। ४६ ।। પહેલી વાત તો એ છે કે આપની એના પ્રત્યેની અતિ ઉપેક્ષા અને ઋષભદેવના પુત્ર હોવાથી બાહુબલિ બળવાન છે એ પ્રમાણે લોકોમાં તેની પ્રસિદ્ધિ થઈ છે, તેથી જ તે અભિમાની બની ગયા છે. अयमीश्वर एकमण्डले, भरते त्वं पतिरस्तशात्रवः । बलरिक्तबलातिरिक्तयोरिदमेवास्ति सदन्तरं द्वयोः ।। ४७ ।। બાહુબલિ અને આપમાં મોટું અંતર છે. બાહુબલિ એક દેશના સ્વામી છે, જ્યારે આપ તો જગતમાંથી શત્રુઓનો નાશ કરનાર અને સમસ્ત ભૂમંડલના સ્વામી છો. વળી આપણી સેના અને એની સેનામાં પણ સમુદ્ર અને ખાબોચિયા જેટલું અંતર છે. ૧. નિર્દેશનીરખું-આજ્ઞામનમ્ | ૨. વિઝન-બ્રૂયત । રૂ. અર્થની દૃષ્ટિથી અહીં ‘ચમન્ત મૃત્’ હોવું જોઈએ. '‘ચમન્તર’ ભગવાન વિષ્ણુના હાથમાં રહેલ મણિનું નામ છે. (અમિ૦ ૨૧૩૭-મળિઃ ચમન્તનો દસ્તે) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૫૯ Page #76 -------------------------------------------------------------------------- ________________ अथवार्षभितेजसां भरे, बलवत्ता किमु चित्रकारिणी । जलधेर्लहरीचयोच्चताविषये कोपि न विस्मयो महान् ।।४८ ।। વળી ઋષભદેવના કુળમાં ઉત્પન્ન થયેલી તેજસ્વી વ્યક્તિઓમાં બળવાનપણું હોય એમાં શું મોટું આશ્ચર્ય છે! સમુદ્રના તરંગો ઊંચા ઊછળે એમાં કંઈ વિસ્મય પામવા જેવું નથી. विनिवेश्य विभुर्निजे पदे, बलिनं त्वां परिभाव्य नाभिसः । व्रतमाददिवांस्ततोभवानिह सौभ्रात्रमलूलुपन्न हि ||४९।। નાભિરાજાના પુત્ર ઋષભસ્વામી આપને બળવાન જાણીને પોતાના પદ (સ્થાન) પર સ્થાપિત કરીને દિક્ષિત થયા છે, તેથી આપે બંધુઓના દેશ પર પ્રભુત્વ સ્થાપન કર્યું તેમાં કંઈ પણ બંધુપણાનો લોપ થતો નથી. प्रणयात् त्वमजूहवस्तरां', निजबन्धुं न स आगतः स्वयम् । न च चारपुरोभिमानवाननुनिन्येऽनुनयो हि नेदृशाम् ||५०।। આપે પ્રેમથી પોતાના ભાઈને બોલાવ્યા છતાં તે ન આવ્યા. એ કેટલા અહંકારી છે કે જેમણે દૂતની આગળ પણ મોટાભાઈ તરીકેનો વિનય પણ ન દર્શાવ્યો ? એવા પ્રકારના અહંકારી વ્યક્તિઓ પ્રત્યે આપણે શા માટે નરમાશ રાખવી જોઈએ ? प्रणयस्त्वयि नाभिभूपसूजननाकाशदिनेश ! यादृशः । न हि तादृश एव बान्धवे, धृतये हि प्रणयो द्विपक्षतः ।।१।। ઋષભદેવના વંશરૂપી આકાશમાં સૂર્યમાન એવા હે સ્વામિનુ! આપનામાં ભાઈ પ્રત્યેનો પ્રેમ છે તેવો પ્રેમ બાહુબલિમાં નથી. પ્રેમ તો ઉભયપક્ષી હોવો જોઈએ. ઉભયપક્ષી પ્રેમથી જ સુખ પ્રાપ્ત થાય છે. प्रणयामृतवीचिसञ्चयं, स्मयरेणुहृदयस्थलीभवा । किल कोपसमीरणोत्थिता, कुरुते म्लानिमपङ्किलं क्षणात् ||५२ ।। હૃદયરૂપી થાળીમાં રહેલી અહંકારરૂપી રજકણો ક્રોધરૂપી પવનથી ઊડેલા પ્રેમરૂપી અમૃતના તરંગોને ક્ષણમાત્રમાં મલિન કરી દે છે. वसुधेयमपीहते पति, न हि बन्धुप्रणयादिविह्वलम् । प्रणयीह मदीहकः कथं, त्वितरत्रेति तदीयतर्कणात् |५३।। આ પૃથ્વી પણ ભ્રાતૃસ્નેહથી વિહ્વળ બનેલી વ્યક્તિને પોતાના સ્વામી તરીકે સ્વીકારવા ઇચ્છતી નથી. એ પણ વિચારે છે કે જે રાજા બંધુ આદિ સ્વજનોના પ્રેમમાં આસક્ત છે તે મારો પ્રેમી કેવી રીતે બની શકે ? १. अजूहवस्तराम्-आकारयामासिथ । ૨. ધૃત-ગુણાય | 3. નાભિનં-માનિન્યાય ! ૪. વાસ્ક | શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૦૦ Page #77 -------------------------------------------------------------------------- ________________ प्रणय यदुपाधिमत्ता, परिहीयते दिने दिनेऽधिकम् । अमृताम्बुनिधेरपांभरं किमु न श्यामयते मषीचयः ? ।। ५४ ।। ઉપર ઉપરનો પ્રેમ જેવી રીતે વધતો જાય છે, તેવી રીતે દિનપ્રતિદિન ક્ષીણ થતો જાય છે. મષી (કાજલ)નો ઢગલો ક્ષી૨સમુદ્રના પાણીને શું શ્યામ નથી કરતો ? नृपतेः स्वजनाश्च बान्धवा, बहवो नोचित एषु संस्तवः । अवमन्वत एव संस्तुता, यदधीशं जरिणं यथाऽजराः ।। ५५ ।। રાજાઓને સ્વજનો, બંધુઓ વગેરે ઘણા હોય છે, પરંતુ તેઓની સાથે પરિચય રાખવો ઉચિત નથી. યુવાનો જેમ વૃદ્ધોની અવગણના કરે તેમ અતિ પરિચયથી સ્વજનો સ્વામીની અવગણના કરે છે. अपि दुर्नयकारिणं निजं, नृपतिः प्रीतिभरान्न' बाधते । प्रणये कलहो न सांप्रतं, वसुधाधीश इवाऽनयच्छलः २ ।। ५६ ।। બીજી વાત એ કે પોતાની વ્યક્તિ અન્યાય કે અનીતિ કરે તો પ્રેમના કારણે રાજા તેને રોકી શકે નહીં. રાજા માટે જેમ અનીતિ યોગ્ય નથી તેમ પ્રેમમાં કલહ કરવો એ પણ યોગ્ય નથી. प्रणयस्य वशंवदो नृपः स्वजनं दुर्नयिनं विवर्धयेत् । निवसन्नपि विग्रहान्तरे, विकृतो व्याधिरलं गुणाय किम् ? ।। ५७ ।। પ્રેમમાં આધીન બંનેલો રાજા પોતાના સ્વજનોના અન્યાયને ચલાવી લે છે અને તેને રોકી શકતો નથી, રાજા માટે તે ગુણકારી નથી. શરીરમાં રહેલો વિકૃત વ્યાધિ શું ગુણ માટે થાય ખરો ? नृपतिर्न सखेति वाक्यतः, सचिवाद्या अपि बिभ्यति ध्रुवम् । पृथुलज्वलदुग्रतेजसो, दवधूमध्वजतो ३ गजा इव ।। ५८ ।। “રાજા કોઈનો પણ મિત્ર હોતો નથી” એ પ્રમાણેના નીતિશાસ્ત્રના વચનથી અમાત્ય-આદિ પ્રધાનમંડળ પણ રાજાથી ડરે છે. જંગલમાં ચારે તરફ ફેલાયેલા પ્રચંડ દાવાનળથી હાથીઓ પણ ભયભીત બની જાય છે. बहवो नृपसंपदर्थिनो, बहवश्चापि खला भुवस्तले । न हि तेषु महीभुजा स्वयं, प्रविधेयो गतशङ्कसंस्तवः ।। ५९ ।। આ સંસારમાં રાજ્યવૈભવના અભિલાષીઓમાં ઘણા દોષ છે, તેમ દુર્જનો પણ ઘણા હોય છે. તેથી રાજાઓએ સ્વયં નિઃશંક બનીને તેવી વ્યક્તિઓ સાથે પરિચય ક૨વો યોગ્ય નથી. चकते" प्रतिपक्षलक्षतो, गजयूथान्न हि केसरीव यः । स हि राज्यमखण्डविक्रमः परिभुङ्क्ते ह्यभयः श्रियां पदम् ||६० ।। १. प्रीतिभरात् - स्नेहातिशयात् । २. यथा वसुधाधीशे - पार्थिवे अनयः-छद्म न युक्तम् । ३. दवधूमध्वजः - वाग्नि ४. चकते - बिभेति । શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૬૧ Page #78 -------------------------------------------------------------------------- ________________ જે રાજાઓ લાખો શત્રુઓથી ભયભીત બનતા નથી, તે અખંડ પરાક્રમી રાજા રાજ્યનો ઉપયોગ કરી શકે છે. હાથીઓના ટોળાથી નહીં ડરનારો કેશરી સિંહ જ વનની સંપત્તિનો ઉપયોગ કરી શકે છે, કેમ કે અભય છે અને અભય એ જ સંપત્તિનું સ્થાન છે. अबलोऽपि रिपुर्महीभुजा, हृदये शङ्कुरिवाभिमन्यताम् । उदयन्नपि कुञ्जराशनाङ्कुरलेशो न हि किं विहारभित् ।।६१।। રાજાના હૃદયમાં નિર્બળ એવો પણ શત્રુ શલ્ય (ખીલા)ની જેમ ખૂંચવો જોઈએ! મહેલમાં ઊગતો એવા પીપળાના વૃક્ષનો નાનકડો અંકુર પણ સંપૂર્ણ મહેલને શું ધરાશાયી કરતો નથી ? न पृथग्जनवत् क्षितीश्वरो, दधते दैन्यभराद् दयालुताम् । सदयस्त्वयमित्युदीरणादवजानन्ति जना रयादिमम् ।।६२।।। સામાન્ય વ્યક્તિઓની જેમ રાજા, દીનતાથી ભરેલી વ્યક્તિઓ પર દયાનો ભાવ રાખતા નથી કેમ કે “આ રાજા તો દયાળુ છે' એમ માનીને લોકો રાજાની જલદી અવગણના કરે છે. वसुधाधिपतेर्वचःशरा, उपलीभूय न यैरुरीकृताः । मृदुता न हि तेषु सांप्रतं, घनटंकी भवतीह तन्नृपः ||६३।। . જે વ્યક્તિઓ પાષાણની જેમ કઠોર બનીને રાજાનાં વચનરૂપી બાણોને ઝીલતા નથી તેના પ્રત્યે રાજાઓએ કોમળ બનવું ઉચિત નથી. એવી કઠોર વ્યક્તિઓ પ્રત્યે તો પાષાણને ભેદનારી તીક્ષ્ણ છરી જેવા બનવું જોઈએ. स्वजनैन च बान्धवैर्न वा, न च वाहै. पवनातिपातिभिः । विजयेन विशिष्यते नृपो, महसेवात्र मणिमहानपि ।।६४।। સ્વજનો-બાંધવા કે પવનવેગી ઘોડાઓથી રાજાની મહત્તા નથી પરંતુ પોતાના તેજ અને વિજયથી જ તે મહાન બને છે, જેમ મણિરત્ન પોતાના તેજથી જ મહાન હોય છે તેમ. विनिहत्य रणाङ्गणागतं, त्वपि बन्धुं जयमर्जयेन्नृपः | कलयेद् ग्रहकान्तिसंहृतेः', किमु तेजस्विदरत्वमंशुमान् ।।६५।। રણસંગ્રામમાં આવેલ વ્યક્તિ ભલે તે પોતાનો ભાઈ જ હોય પરંતુ તેને મારીને પણ રાજાએ વિજય પ્રાપ્ત કરવો જોઈએ !ચંદ્ર આદિ ગ્રહોના તેજનું સંહરણ કરવાથી જ સૂર્ય પોતે તેજસ્વી બની શકે છે. अनुनीतिमतां वरः क्वचित्, क्वचिदीर्ष्यालुरसौ क्षितीश्वरः । અનુનીતિરક્ષિયાન્વિતા, પ્રતિપક્ષેગુ થવાયતળિયે Tદદ્દા/. ૧. કુષ્પરાશન:-પીપળાનું વૃક્ષ (બિતોશ્વર્ય શ્રીવૃક્ષ યુઝરશનમિ. ૪૧૨૭) ૨. વિરમ-કસરત | રૂ. પૃથક-સામાન્ય લોક (વિવસ્તુ પૃથકનઃમ૦ ૩૫૨૬) ૪. રાતે-વઘ ઘારને ખ્યાતિ ધાતુ: I ५. ग्रहकान्तिसंहृतेः-शशांकादिसर्वग्रहतेजासंहरणात् । ૬. વિનુ-તિ તિર્વે ! શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય - ૬૨ Page #79 -------------------------------------------------------------------------- ________________ રાજા નમ્ર વ્યક્તિઓ સાથે ક્યારેક નમ્ર બને છે તો ક્યારેક ક્રોધી પણ બને છે, પરંતુ ભવિષ્યમાં લાભ થવાનો હોય તો શત્રુઓ સાથે પણ તેને અનુનય કરવો પડે છે. संरुषा विनिषेधयेद् ध्रुवा, स्वजनान् दुर्नयकारिणो नृपः । નમાનિવ વન્દ્રનપ્લગ, સુરપ્રિયા વિરતઃ T૬૭ || અન્યાય ને અનીતિ કરનારા સ્વજનો પ્રત્યે પણ રાજા રોષથી ભયંકર ભ્રકુટી દ્વારા તેને નિષેધ કરે છે. દીપક પોતાની વાળા દ્વારા જેમ પતંગિયાનું દૂરથી નિવારણ કરે છે. તેમ સ્વજનોને પણ અનીતિથી નિવારણ કરે છે. • अनुनीतिरपि क्षमाभृतां, सविधेरेव समीपगस्य वा । પત્નસંપવિ ક્ષમારાવિતા સ્વાદુપ્રિયાન્વિતા TI૬૮II રાજાને ખુશ કરનાર અને તેની પાસે રહેનાર વ્યક્તિ માટે રાજા કલ્પવૃક્ષ સમાન બને છે. જેમાં વૃક્ષો પાસે જવાથી સ્વાદિષ્ટ ફળો મળે છે તેમ રાજા પાસેથી સંપત્તિરૂપ ફળો પ્રાપ્ત થાય છે. यदि भक्तिरिहास्ति बान्धवे, समितं त्वां हरितां जयात्तदा । न कथं स्वयमाययावयं, मिलनौत्सुक्ययुषो हि सज्जनाः ||६९।। બાહુબલિને જો પોતાના ભાઈ ભરત પ્રત્યે ભક્તિભાવ હોત તો આપ જ્યારે દિગ્વિજય કરીને પધાર્યા ત્યારે તેની ખુશી મનાવવા માટે કેમ ના આવ્યા? સજ્જન પુરુષો આવા અવસરે મળવા માટે ઉત્સુક રહે છે. अभिषेकविधौ तव त्वयं, समितासंख्यसुरासुरेश्वरे । कथमागतवान्न सांप्रतं, स्वजनानां समये हि सङ्गमः |७०।। હે દેવ ! આપનો જ્યારે અભિષેક મહોત્સવ ચાલ્યો ત્યારે અસંખ્ય દેવ, અસુર રાજાઓ ઉપસ્થિત હતા ત્યારે પણ બાહુબલિ આવ્યા નહીં, કેમ કે આવા અવસરે તો સ્વજનોએ અવશ્ય હાજરી આપવી જોઈએ. अथ युत्कृषये प्रबोधितश्चरसंप्रेषणगर्जितारवैः । प्रथमं भरतायमुद्धतो, जलदेनेव कृषीबला कथम् ? ||७१।। હે સ્વામિનું, મેઘનો ગર્જારવ ખેડૂતને જાગ્રત કરે છે તેમ દૂતને મોકલવા રૂપ ગજ્જરવ શબ્દોથી બાહુબલિએ આપને યુદ્ધરૂપી કૃષિ માટે જાગ્રત કરી દીધા છે. अधुनास्य मनोवनान्तरेऽभिनिवेशाग्निरुदच्छलत्तराम् । तव राष्ट्रपुरद्रुमोच्चयं, परिदग्धुं किल कस्तदन्तरा ? ||७२ ।। આજ તો બાહુબલિના મનરૂપી વનમાં આગ્રહરૂપી આગ પ્રજ્વલિત થઈ રહી છે. તે આગથી પોતાના જ રાષ્ટ્ર અને નગરોરૂપી વૃક્ષને ભસ્મીભૂત કરવા માટે તૈયાર થયા છે. તેને હવે કોણ બચાવી શકે ? ૧. વMનāન-દીપક (પ્રવીણ વષ્નનáન) - ગમતુ રૂ રૂ૫૦) ૨. લીવ-ખેડુત (કતી પાર્વજો વિનોડજિ-ગામ- રૂ ૧૪) શ્રી ભરતબાહુબલિ મહાક્તવ્યમ્ ૦ ૧૩ Page #80 -------------------------------------------------------------------------- ________________ त्यज तत्त्वममूदृगूहनं कुरु युद्धाय मनो महीपते ! । कलिरेव महीभुजां स्थितिर्विजयश्रीवरणाय सत्तमा । । ७३ ।। એ કારણથી મહારાજા ! આપ બીજા બધા વિચારો છોડી યુદ્ધ માટે મનને તૈયાર કરો ! વિજયશ્રી વરવા માટે યુદ્ધ એ જ રાજાઓની શ્રેષ્ઠ મર્યાદા છે. रथपत्तितुरङ्गसिन्धुरक्षुरतालोद्धतरेणुभिस्त्वया । सविता समयेऽपि नीयतेऽस्तमयं तस्य च का विचारणा ? ||७४।। હે દેવ ! રથો, સૈનિકો, ઘોડા અને હાથીઓના પદાઘાતથી ઊડેલી રજકણો વડે આપ દિવસે પણ સૂર્યને અસ્ત કરી દો છો, હવે બાહુબલિ સંબંધી વિચાર ક૨વો તે યોગ્ય નથી. नृपते ! ऽस्य जयः सुदुर्लभो, न विभाव्यो भवता रथाङ्गतः । दनुजारिमणि' प्रभावतो, न हि दारिद्रपराभवः किमु ? ।।७५ ।। “ચક્રથી પણ બાહુબલ પર વિજય મેળવવો કઠિન છે.” એવું આપ વિચારો તે યોગ્ય નથી. ચિન્તામણિ રત્નના પ્રભાવથી શું દરિદ્રતાનો નાશ નથી થતો ? भवदीययशोध्वगामिनो, भवतात् संचरणं यदृच्छया । जगति प्रतिपक्षपर्वतप्रतिघाताद्हरिदन्तगाहिनः । ।७६ ।। तव पार्थिव ! चक्रमुल्वणं, पुरतो भावि यदा तदासितुम् । परिपन्थिगणः कथं विभुः प्रणवोर मन्त्रपुरो हि पापहृत् ।।७७ ।। આપનો યશરૂપી પ્રવાસી શત્રુઓરૂપી પર્વતોનો નાશ કરી દિશાઓના અંતભાગ સુધી પહોંચી ગયો છે. આપની યશકીર્તિ સ્વેચ્છાપૂર્વક સર્વત્ર વ્યાપી છે. રાજન ! આપની આગળ જ્યારે તેજસ્વી ચક્ર અને સેના ચાલશે ત્યારે શત્રુઓના સમૂહને એની સામે ટકવાની કોઈ ગુંજાયશ નથી ! મંત્રની આગળ રહેલ ૐકાર જેમ પાપનો નાશ કરનાર બને છે તેમ તે નાશ કરનાર બને છે. इति तस्य गिरा रणोत्सवद्विगुणोत्साहविवृद्धमत्सरः३ । न हि किञ्चिदुवाच चक्रभृत्, श्रितमौनो हि नृपोर्थसिद्धये ।।७८ ।। સેનાપતિની વાત સાંભળીને મહારાજા ભરતના રણોત્સવનો ઉત્સાહ દ્વિગુણિત થઈ ગયો અને હૃદયમાં પ્રચંડ ક્રોધ ઉત્પન્ન થયો ! પરંતુ તે કંઈ પણ બોલ્યા નહીં, કેમ કે રાજા કાર્યની નિષ્પત્તિમાં મૌનનો આશ્રય લે છે. १. दनुजारिमणिः- दनुजानां अरिः शत्रुः- इंद्रः, तस्य मणिः - इन्द्रमणिः चिन्तामणिः । ૨. પ્રળવા-કાર (ઓવાપ્રણવો સૌ-મિ૦ ૨૩૧૬૪) રૂ. રત્નોત્સવ...-ગોત્સવેન વિષ્ણુનો ય ઉત્સાહ-પ્રાÄ, તેન વિવૃદ્ધો મરો ય૫, ૪. અર્થસિન્દર્ય-વાર્યનિષ્પત્તયે | શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૬૪ Page #81 -------------------------------------------------------------------------- ________________ इति नृपतये सेनाधीशोप्युदीर्य वचोभरं, रणरतिरसोल्लासोद्रेकोद्भवत्पुलकाङ्कुरम् | व्यरमदसकृत्तुखष्टस्तस्मिन् विशिष्य नृपोप्यसौ, भवति नृपतेर्मान्या पुण्योदयेन हि सेवकः |७९ ।। સેનાપતિ સુષણ મહારાજા ભરતને આ પ્રમાણે નિવેદન કરીને વિરામ પામ્યા. સેનાપતિની વાણી યુદ્ધ, પ્રેમ અને ઉલ્લાસ વધારવામાં પ્રેરક અને રોમાંચિત હતી, મહારાજા ભરત પણ સેનાપતિના કાર્યથી સંતુષ્ઠ હતા. તેને અવસરે અવસરે વિશેષ પ્રકારે સન્માનતા હતા. ખરેખર પુણ્યોદયથી જ સેવક પર રાજા સંતુષ્ઠ હોય છે. इति उत्साहोद्दीपनो नाम चतुर्थः सर्गः આ પ્રમાણે રણોત્સાહને પ્રદીપ્ત કરવાના વર્ણનરૂપ ચતુર્થ સર્ગ સમાપ્ત. १. रणरति...-रणे-संग्रामे, रति-रागस्तस्य रसा-स्वादस्तस्योल्लास:- चित्ताभिप्रायविशेषः, तस्योदरेक • आधिक्यं, सेन उद्भवन्त - उत्पद्यमानाः, पुलकाङ्कुरा:- रोमकंटकाः, यस्माद् असौ, तं । REC શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૦ ૩૫ Page #82 -------------------------------------------------------------------------- ________________ पंचमः सर्गः પૂર્વ પરિચય : સેનાપતિની ઉત્સાહપ્રેરિત વાણીથી યુદ્ધ કરવા માટે ઉત્સુક બની મહારાજા ભરતે સેનાપતિને આદેશ કર્યો. યુદ્ધ માટે સૈન્ય તૈયાર કરો. માલવ, મગધ, જાંગલ, લાટ, કચ્છ, સિંધુ આદિ રાજાઓને, તેમજ ભીલ રાજાઓને પણ સમાચાર આપો કે તમે બધા પોતપોતાની સેના લઈને અયોધ્યામાં આવી જાવ. વિદ્યાધર રાજાઓને પણ કહેવડાવો કે પોતાનાં વિમાનો લઈને અહીં આવી જાય. આ પ્રમાણે રાજાના આદેશથી સુષેણ સેનાપતિએ પણ બધાયે દેશોમાં હોશિયાર દૂતોને રવાના કરી દીધા. આદેશ મળતાંની સાથે રાજાઓ, ભીલ રાજાઓ, તેમજ વિદ્યાધર રાજાઓ પણ પોતપોતાની સેના સાથે અયોધ્યામાં આવી ગયા. મહારાજા ભરત પણ શસ્ત્રાગારમાં જઈને શસ્ત્રોની વિધિપૂર્વક પૂજા કરી, રાજમહેલમાંથી બહાર નીકળી શુભ મુહૂર્ત યુદ્ધ માટે પ્રસ્થાન કરે છે. તેજસ્વી કિરણોને ફેલાવતું ચક્રરત્ન આગળ ચાલે છે, તે વગેરેનું વિસ્તૃત વર્ણન ગ્રંથકાર પાંચમા સર્ગમાં વર્ણવે છે. नृपनियोगमवाप्य बलाधिपः, स चतुरं चतुरङ्गचमूविधिम् । रचयतिस्म रणाय विनिर्मिताऽहितदलं तदलद्ध्यनिदेशवान् ।।१।। મહારાજા ભરતના આજ્ઞાંકિત સુષણ સેનાપતિએ ભરત મહારાજાના આદેશ પ્રમાણે શત્રુઓનો નાશ કરનારી ચતુરંગી સેના યુદ્ધ માટે તૈયાર કરી. करटिभिर्निपतन्मदनिरि-गिरिवरैरिव रैभरवाहिभिः । રૂમમુપસ્તુતિ વિના દેતુતો, નરવરં વરબ્બિતવારિ II II , મદ ઝરતી હસ્તીસેના મહારાજા ભરતની સેવામાં ઉપસ્થિત થઈ. તે ગજસેના સુવર્ણનાં આભૂષણોથી મેરુ પર્વત જેવી શોભાને ધારણ કરતી, પ્રચંડ ગર્જરવ કરતી, મેઘની ઘટાની જેમ શોભતી હતી. स तुरगैर्विविधैर्मुमुदेगुणव्रजवनैर्जवनैर्हृदयैरिव । अनुहरद्भिरितैरगणेयतां, सुरहयं रहयन्तमवद्यताम् ।। શુભ લક્ષણોથી લક્ષિત અને મનની જેમ તીવ્ર વેગવાળા (મનોવેગા ડબ: શ્રવત્ અશ્વના ગર્વને હણનાર એવા અશ્વોની સેના જોઈને સેનાપતિ સુષેણનું હૃદય પ્રસન્નતાથી ઊભરાઈ ગયું. अथ रथेषु रथाङ्गसनाथतां, परिचचार च चारदृगेष सः | अनुहरत्सु ततायतविस्तरैः, कुलवरं लवरञ्जितलोचनम् ।।४।। ગુપ્તચરની જેમ તીક્ષ્ણ બુદ્ધિવાળા સુષેણ સેનાપતિએ રથસેનાનું ઉત્તરદાયિત્વ સંભાળ્યું. તે રથો ઊંચાઈ, લંબાઈ અને વિસ્તારમાં મોટાં મોટાં સુંદર ઘરોની જેમ આંખોને આનંદ આપતા હતા. दृशमथाक्षिपदुल्वणसञ्चरद्रिपुविपत्तिषु पत्तिषु सैन्यपः | कटकरार्पितखङ्गधनुष्वसौ, गुरुकलापकलापविराजिषु ।।५।। શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ઉક Page #83 -------------------------------------------------------------------------- ________________ શત્રુઓ માટે ભયભીત કરનારી, ધનુષ્ય; ખગ (તલવાર), બાણ વગેરે વિવિધ શસ્ત્રોથી સજ્જ પદાતિ (પાયદળ) સેના સામે સેનાપતિએ દૃષ્ટિપાત કર્યો. इति चमूमवलोक्य चमूपतिः, प्रगुणितां गुणितान्तकविग्रहाम् । नृपतिमेवमुवाच तनूभवद्रसमयः समयः शरदस्त्वयम् ।।६।। વિવિધ પ્રકારનાં શસ્ત્રોથી સજ્જ અને યુદ્ધ માટે થનગની રહેલી એવી ચતુરંગી સેનાને જોઈને સેનાપતિએ મહારાજા ભરતને કહ્યું, “રાજન, આ શરદઋતુનો સમય અલ્પ જળવાળો છે.” शरदुपैति विधातुमनन्तरं, शुभवतो भवतो विनिषेवणम् । विकचवारिरुहाननशालिनी, विकलहं कलहंसशुचिस्मिता ।।७।। નવપલ્લવિત વૃક્ષોરૂપી મુખવાળી અને કલહંસ જેવી ઉજ્વળ સ્મિતવાળી એવી શરદઋતુ ભાગ્યશાળી એવા આપની સેના માટે પ્રેમપૂર્વક ઉપસ્થિત થઈ છે. अरिषु ते महसा सममुग्रता, शरदि नार दिनाधिपधाम किम् ? वितनुते च गतिं तव गाधतः, सुरवहा रवहारिसितच्छदा ।।८।। શરદઋતુમાં શત્રુઓ માટે આપના તેજની સાથોસાથ સૂર્યનું તેજ પણ ઉગ્ર બન્યું છે અને આ સમયે તો કાંઠા પર રહેલા શ્વેત હંસોના મનોજ્ઞ શબ્દોવાળી ગંગા નદી પણ છીછરું પાણી હોવાથી) આપની ગતિમાં સહાયક બની રહી છે. सुरभिगन्धिविकस्वरमल्लिकावनमहीनमहीन ! विराजते । किममुनेति ददत् परितर्केण, न विषमा विषमायुधपत्रिणः ।।९।। અખંડ ભરતના અધિપતિ એવા છે સ્વામિનું! શરદઋતુમાં નવપલ્લવિત અને સુગંધીદાર મલ્લિકાનું વન પણ સુશોભિત હોય છે. અહીંયાં કવિ ઉàક્ષા કરે છે કે એ નવપલ્લવિત મલ્લિકાના વનથી જ કામદેવનાં બાણો ભાંગી ગયા લાગે છે. अहनि चित्तमुपास्यति कामिनां, कमलिनीमलिनीकुलसंश्रिताम् । जलदमुक्ततया निशि निर्मलं, सितरुचं तरुचञ्चिरुचं पुनः ||१०|| આ ઋતુમાં કામીપુરુષોનાં મન દિવસમાં ભ્રમરોના સમૂહથી લેવાયેલી કમલિનીની ઉપાસના કરે છે અને રાત્રિમાં વાદળોથી રહિત વૃક્ષોમાં વ્યાપ્ત કિરણોવાળા નિર્મળ ચંદ્રની ઉપાસના કરે છે. नृप ! तनूभवति क्रमतोऽधुना, वनबलं नवलम्भितसस्यकम् । स्फुटविलोकयमानतटान्तरं, प्रमदयन् मदयन्नलिनीदलैः ।।११।। આ ઋતુમાં નવું ધાન્ય ઉત્પન્ન કરનાર પાણીનો વેગ ક્રમશ: ઓછો થતો જાય છે, તેથી બન્ને બાજુના કાંઠા સ્પષ્ટ દેખાય છે. વળી તે બન્ને તટ પર રહેલું પાણી વિકસિત કમલિનીનાં પર્ણો વડે મુસાફરોને હર્ષિત કરે છે. विलसितं किमिहातुलसंमदैन वृषभैर्वृषभैरववासितैः । बलचलत्ककुदैव्रजकानने, तव गवेन्द्र ! गवेन्द्रविनोदितैः ।।१२।। - શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૬૭ Page #84 -------------------------------------------------------------------------- ________________ હે ગજેન્દ્ર (ગો-પૃથ્વીના ઇન્દ્ર), આ ઋતુમાં ગોવાળિયાઓથી પ્રેરિત મોટી મોટી કાંપવાળા બળવાન આખલાઓ પરસ્પર મોટા અવાજને કરતા વજ ભૂમિ(ગોકુલ)માં જઈને ક્રીડા કરી રહ્યા છે. अतिविकस्वरकाशपरिस्फुरच्चमरयाऽमरयाचितसेवनम् । नृपममूमुददब्जदलातपत्रपरया परयातुरपि श्रिया ।।१३।। પલ્લવિત સુંદર લીલાછમ “કાશ' નામના ઘાસથી તેમજ કમળના પાનરૂપી છત્રને ધારણ કરવાથી શરદઋતુ, દેવોથી પૂજિત એવા ચક્રવર્તી મહારાજા ભરતને ખુશ કરી રહી છે. सममिलेश्वर ! संप्रति दीप्यते, सकलया कलया सितरोचिषः । पृथुतमप्रथया प्रतिपत्तिथेः, कमलयाऽमलया तव जन्मतः ।।१४।। હે પૃથ્વીનાથ, સંપૂર્ણ કળાથી યુક્ત પ્રતિપદા (પડવા)નો ચન્દ્ર આપના જન્મની જેમ નિર્મળ લક્ષ્મીની સંપત્તિ વડે વધારે ને વધારે તેજસ્વી બન્યો છે. किल भवानुररीकृत उल्लसविनयया न ययाऽभ्युदयभिया । . ' त्वमिव नैष ऋतुर्विनिषेव्यते, जनतया नतया कलितोत्सवम् ।।१५।। ભયભીત બનેલી જે જનતાએ આપનો ઉલ્લાસ અને વિનયપૂર્વક જેમ સ્વીકાર ન કર્યો તેમ તે જનતાએ શરદઋતુનો પણ મહોત્સવ માણ્યો નથી. शरदि पङ्कभरा न भवत्क्षया, मुमुदिरे मुदिरेभ्यविवर्द्धनात् । उपकृतापदि यस्तुदते युधे, विहितसज्जन ! सज्जन एव सः ।।१६।। યુદ્ધ માટે ઉત્સાહિત બનેલા એવા હે રાજન, શરદ ઋતુમાં મેઘનો ગર્જારવ બંધ થઈ જવાથી બિચારા પંક (કાદવ)ના સમૂહને પણ ક્ષય રોગ લાગુ પડ્યો, તેથી તે નિસ્તેજ શુષ્ક બની ગયો છે. સજ્જન તો જ કહેવાય કે પોતાના ઉપકારીના દુઃખે દુઃખી થાય. (અહીંયાં પંક (કાદવ)નો ઉપકારી મેઘ છે. મેઘના ચાલ્યા જવાથી પંક પણ સુકાઈ જાય છે.) तव सभेव नरेश्वर ! सुन्दरा, तरुणयाऽरुणया सुमनाश्रिया । __ अधिकदत्तरतिर्वरसंचरन्, नवनरा वनराजिरराजत ।।१७।। હે નરેશ્વર, આ વનરાજી આપની રાજસભાની જેમ શોભી રહી છે. રાજસભા તરુણ ને તેજસ્વી દેવો અને પંડિતોની સમૃદ્ધિથી સુંદર છે અને જેમાં અધિક રુચિવાળા એવા તરુણો અને પ્રધાનોની અવરજવર છે તેમ વનરાજી પણ તરુણ એવાં લાલ પુષ્પોની શોભાથી સુંદર, આનંદદાયી અને એમાં ફરવા માટે આવેલા તરુણો-યુવાનોની અવરજવરથી યુક્ત છે. निववृते शिखिभिः सततोच्छलत्, कलमरालमऽरालमतिद्विषन् ! । इह विलोक्य शरत्समयं घनाघनगमं नगमञ्जुकलस्वनैः ।।१८।। વક્ર બુદ્ધિવાળા માટે શત્રુ સમાન એવા હે મહારાજા, જેમાં રાજહંસ કૂદાકૂદ કરી રહ્યા છે અને જેમાંથી મેઘનો અવાજ ચાલ્યો ગયો છે એવી શરદઋતુમાં પર્વતો અને વૃક્ષો પર મંજુલ કેકારવ કરવાવાળા મયૂરોએ પણ મોઢું ફેરવી લીધું છે. શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૬૮ Page #85 -------------------------------------------------------------------------- ________________ इह भवानिव नित्यविवर्धिभिः, सुरभिभिः प्रसवैः प्रसवैर्नवैः । वनभुविप्रसरत्फलसन्ततिस्तरुतती रुततीव्रवयोगणा ।।१९।। શરદઋતુમાં વૃક્ષોની પંક્તિ આપની જેમ શોભી રહી છે. આપ જેમ તરુણ પુત્રોથી સુશોભિત છો અને આપની કીર્તિ ચારે તરફ ફેલાયેલી છે તેમ આ વૃક્ષોની શ્રેણી પણ સુગંધિત પુષ્પોથી સુશોભિત છે. અને તેનાં ફૂલો વનભૂમિમાં ચારે તરફ ફેલાયેલાં છે. તેમજ એ વૃક્ષો ઉપર પક્ષીઓનો કલકલ રવ ગુંજી રહ્યો છે. धनुरनुत्तरधी ! करपञ्जरे, नवसुधा वसुधाधिपचक्षुषाम् ।। तव भयादिव गोपतिनाहृतं, रचय ताचय ! तापकरं द्विषाम् ।।२०।। હે અનુપમ બુદ્ધિવાળા ! હે લક્ષ્મીવાન, આપ આપના હાથમાં શત્રુઓને સંતપ્ત કરનાર ધનુષ્યને ધારણ કરો, આપ સર્વ રાજાઓનાં નેત્રોને આનંદ આપનારા અમૃત સમાન છો. આપ જુઓ તો ખરા ! આપના ભયથી શરદઋતુમાં દેવેન્દ્ર પણ પોતાના ઇન્દ્રધનુષ્યને સંહરી લીધું છે. सपदि पीतनदीरमणोदयाच्छुचितरं चितरङ्ग ! सरिज्जलम् । कलय गूढपथं च तव द्विषां, गवि पदं विपदन्तकृतो भियाम् ||२१।। મનોરંજન કરવાવાળા હે રાજન, અગત્યના તારાના ઉદયથી નદીઓનાં નિર્મળ જળ જેમ ચંભિત થાય છે તેમ પૃથ્વી પરની વિપત્તિઓને દૂર કરનાર એવા આપના ઉદયથી શત્રુઓનાં નિર્મળ હૃદય ભયનું સ્થાન બની ગયાં છે. कलमगोपवशास्तव चक्रभृच्छचिरमं चिरमङ्गलकारणम् । परभृतानिभृतस्वरगीतिभिः, किल यशो लयशोभनमुज्जगुः ।।२२।। । હે ચક્રવર્તિનું, શાલી ધાન્યની રક્ષા કરવાવાળી સ્ત્રીઓ આપના નિર્મળ અને ચિરકાલીન મંગલકારી યશનાં ગુણગાન કરે છે. તે સ્ત્રીઓ કોયલની જેમ મંજુલ અને લયબદ્ધ ગીતોથી અતિ મધુર ગરબીઓ ગાઈ રહી છે. (ગાન કરી રહી છે.) गिर इव क्षितिराज ! तवेक्षवोऽतिमधुरा मधुराशिसितारसात् । - व्यपहरन्ति मनांसि सतां मुहू, रसमया समया नगरीभुवः ।।२३।। હે ક્ષિતિરાજ, આપની વાણી ઈસુ (શેરડી)ની જેવી મધુર અને સાકરથી પણ અતિ મીઠી છે. તે શૃંગાર આદિ નવ રસોથી પ્રચુર અને નાગર ગુણોથી યુક્ત વાણી સપુરુષોના ચિત્તને આકર્ષણ કરવાવાળી છે. प्रसरतीह वने कलमोल्लसत्परिमलोऽरिमलोदयवर्जित ! | श्वसितगन्धवहो भवदाननेप्युपवने पवनेरितवत्तया ।।२४।। શત્રુઓના પાપોદયથી રહિત એવા હે રાજન, શરઋતુમાં ઉત્પન્ન થતી કલ (નામની વનસ્પતિ)થી સુગંધિત બનેલો પવન ઉપવનમાં અને આપના મુખમાં સુગંધી ફેલાવી રહ્યો છે. इति रथाङ्गभृदुत्सवमार्तवं, कलय बन्धुरबन्धुरमालय ! । बलिभुवं प्रयियासुरपि क्षणं, सदयितो दयितोरुविपक्षभीः ।।२५।। શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૬૯ Page #86 -------------------------------------------------------------------------- ________________ સ્વજન રૂપી સુંદર લક્ષ્મીના સ્થાનરૂપ હે રાજન, આપ શરદઋતુનો મહોત્સવ કરો. આપ ચક્રવર્તી છો, બાહુબલિના પ્રદેશમાં પ્રયાણ કરવા માટે ઉત્સુક છો, વળી પત્ની સહિત શત્રુઓને ભયભીત ક૨ના૨ા છો. इति समीरयति ध्वजिनीपतौ, विनयतो नयतोयधिपारगम् । नृपमुपेत्य जगाद स कञ्चुकिक्षितिवरोऽतिवरोऽत्र तदेति यः । १२६ ।। આ પ્રમાણે સુષેણ સેનાપતિએ વિનયપૂર્વક નિવેદન કર્યા પછી અંતઃપુરના રક્ષક શ્રેષ્ઠ કંચુકીએ ન્યાયરૂપી સમુદ્રનો પા૨ પામેલા અર્થાત્ ન્યાયવંત એવા મહારાજા ભરત પાસે આવીને આ પ્રમાણે કહ્યું : कुमुदहासवती शरदाश्रिता, क्षितिभुजेति भुजेरितवैरिणा । तव बिभर्ति विशिष्य विभूषणं, विधिमतोऽधिमतो दयिताजनः ।। २७ ।। હે સ્વામિન્, આપ ભાગ્યશાળી છો ! આપના બાહુબળથી ફેંકાઈ ગયેલા શત્રુ-રાજાઓએ કમલિનીને વિકસિત કરનાર શરદઋતુનો આશ્રય લઈ લીધો છે તેની ખુશીમાં આપની રાણીવાસની માનીતી રાણીઓ વિશેષ પ્રકારનાં આભૂષણો ધારણ કરી રહી છે. नृप ! भवन्तमजः कुसुमस्फुरद्धनुकरोऽनुकरोतु कथञ्चन । रतिरपि त्वदनेकनितम्बिनीनिबहतां वहतां हि पतिव्रता ।। २८ । રાજન, પુષ્પના ધનુષ્યને ધારણ કરનાર પુષ્પધન્વા-કામદેવ મહામુશીબતે આપનું અનુકરણ કરી રહેલ છે. કામદેવે આપના રાણીવાસમાં વાસ કર્યો છે. તેની સ્ત્રી રતિ પતિવ્રતા છે, તેથી પતિને છોડી બીજે જતી નથી એટલે રતિસુખ આપને મળી રહ્યું છે. त्वदवरोधजनाद् ऋतुसज्जितात्, क्षितिपराज ! पराजयमश्नुते । त्रिदशराजवधूरपि सांप्रतं, नयनविभ्रमविभ्रमभर्त्सनात् ।।२९।। હે ચક્રવર્તિનું, શરદઋતુને યોગ્ય આભૂષણોથી વિભૂષિત બનેલી આપના અંતઃપુરની રાણીઓના કટાક્ષોની શોભાથી ઇન્દ્રની ઇન્દ્રાણી પણ તિરસ્કૃત બની ગઈ છે. सपदि काचिदधान्मणिनूपुरं, चरणयो रणयोगविचक्षणम् किमिव बोधयितुं विजयश्रियाऽतिशयितं शयितं मदनं हठात् ।। ३० ।। હે રાજન, આપની કોઈ રાણીએ બન્ને પગમાં રણઝણ કરતાં મણિરત્નનાં ઝાંઝરોને (નુપૂરો) જલદીથી ધારણ કર્યાં છે, તે જાણે વિજયશ્રીના મદથી ઊંઘતા કામદેવને જગાડવા માટે જ નુપૂરો પહેર્યાં ન હોય ! परिदधेऽथ रणन्मणिशिझ्जिनीं, सुभग ! काचन काञ्चनमेखलाम् । परिहितेन मनोभवभूपतेरपि हितां पिहितां सितवाससा ।। ३१ ।। હે ભાગ્યશાળી ! આપની કોઈ રાણીએ મણિરત્નની ઘૂઘરીઓના રણઝણ અવાજ કરતા સોનાના કંદોરાને કટીપ્રદેશ પર ધારણ કર્યો છે તે પહેરેલા નીલવસ્ત્રથી આચ્છાદિત હોવા છતાં પણ ધ૨ીઓનો અવાજ કામદેવ માટે હિતકારી થાય છે, અર્થાત્ કામવાસનાને ઉદ્દીપ્ત કરે છે. શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૭૦ Page #87 -------------------------------------------------------------------------- ________________ करयुगं च कयाचन कौतुकादबलया बलयाञ्चितमाददे । भवदतुच्छतमप्रणयोदयाद्, रुचिरया चिरयातमनःशुचा ।।३२।। છે હે રાજન, આપના ચિરકાલીન વિયોગથી વ્યથિત થયેલાં અને આપના પ્રત્યે અત્યંત સ્નેહથી વ્યાકુળ બનેલાં કોઈ રાણીએ કુતૂહલવશાત્ આપની રુચિ પ્રમાણેના કંકણને બે હાથમાં ધારણ કર્યા છે. अधित काचन हारलतां गले, त्वनवमां नवमांसलरोचिषम् । कलभकुम्भततस्तनलम्बिनीं, सुनयना नयनार्पितकज्जला ||३३।। રાજન, કાજલના અંજનથી અંજિત થયેલી સુંદર નેત્રોવાળી આપની રાણીએ ગળામાં હાર ધારણ કર્યો છે. નવીન અને દેદીપ્યમાન રત્નોનો કાન્તિવાળો તે સુંદર હાર હાથીના કુંભસ્થળ સમાન પુષ્ટ અને વિસ્તૃત સ્તન સુધી પહોંચ્યો છે. श्रवणयोस्त्वदनुस्फुटमिच्छती, विकचवारिजवारिजवागमम् । न्यधित काचन कुण्डलमुन्मनोभवसुरं वसुरत्नकरम्बितम् ।।३४।। વિકસ્વર કમલિની પાણીના વેગને જેમ ઇચ્છે છે, તેમ આપના શીઘ્ર આગમનને ઇચ્છતી કોઈ સુંદરીએ સુવર્ણ અને રત્નોથી જડેલાં કુંડળો બન્ને કાનમાં ધારણ કર્યા છે તે જાણે કામદેવને ઉદ્દીપ્ત કરવા માટે ના હોય ! नृप ! दधेऽथ कयाचन कान्तरुक्नवतरो बत ! रोपितमन्मथः ।। उपरिनासिकमध्यधरोष्ठकं, वरमणी रमणीजनकान्तया ||३५।। કોઈ સ્ત્રીએ નાસિકામાં નથણીને ધારણ કરી છે. તે સુંદર નથણી અધર (નીચેનો હોઠ) સુધી લટકતી છે, તે જાણે કામદેવને અર્પણ કરતી ન હોય ! श्रवणपत्रकमौक्तिकराजिना, निचिततारकतारकनायकम् । अनुकरोति मुखेन सुलोचना, शुचितमं चितमङ्गलसज्जना ||३६ ।। મંગલ સામગ્રીથી પુષ્ટ એવી કોઈ સુલોચના સ્ત્રીના બન્ને કાનોમાં મોતી શોભી રહ્યાં છે, તે જાણે પોતાના સુંદર મુખની શોભાથી તારાઓથી વ્યાપ્ત નિર્મળ ચંદ્રની તુલના કરતી ન હોય! अतुलमाभरणं तव कज्जलं, कमललोचन ! लोचनयोयंघात् । अय इवेषुमुखेषु भवद्रुहे, मदयिता दयिता जगतः स्मरः ||३७।। કમળ સમાન નેત્રવાળા હે રાજન, આપની રાણીઓએ આંખોમાં કાજલથી અંજન કર્યું છે તે જાણે જગતને મદાંધ કરનાર કામદેવે પોતાનો દ્રોહ કરનાર શંકર માટે બાણોના મુખ ભાગ પર લોહને જડી દીધું ના હોય ! तव विलासवती च निजेऽलिके, नृपविशेष ! विशेषकमाचरत् । रतिपतेरिव भल्लमुदञ्चितं, छविधरं विधरन्तमनूनताम् ।।३८ ।। હે નૃપતિલક, આપની કોઈ રાણીએ પોતાના ભાલપ્રદેશ (કપાળ) પર સુંદર તિલક કર્યું છે, તે જાણે કામદેવનો ઊંચો ઉઠાવેલો તીક્ષ્ણ ભાલો ના હોય ! શ્રી ભરતબાહુબલિ મહાકચમૂ૦ ૭૧ Page #88 -------------------------------------------------------------------------- ________________ व्यधित कापि तवालसलोचना, निशितकुन्तल ! कुन्तलमण्डनम् । विचिकिलाभिनवप्रसवोच्चयैः, सुमनसां मनसां प्रमदप्रदैः ।।३९ ।। સુંદર કેશવાળા હે સ્વામિનું, મદમાતા નયનવાળી આપની કોઈ સુંદરીએ દેવોના મનને પણ ખુશ કરનારાં વિકસ્વર માલતીનાં પુષ્પોના સમૂહથી કેશને સુંદર રીતે શણગાર્યા છે. इति विभूषणभूषितभूघना, हरिवधूरिव धूतसुरालया | मम दृशः सुदृशस्तव पश्यतो, मुदमदुर्दमदुर्धरदुर्लभा ||४०।। હે રાજન, વિવિધ પ્રકારના અલંકારોથી સુશોભિત આપના અંતપુરની રાણીઓને જોઈને મારી આંખો હર્ષથી નાચી ઊઠી છે. મોટા તપસ્વીઓના તપના પ્રભાવથી પણ દુર્લભ એવી આપની સ્ત્રીઓ જાણે સ્વર્ગલોકનો ત્યાગ કરીને આવેલી દેવાંગનાઓ ન હોય! तव वधूभिरनुत्तरदृष्टिभिस्त्रिजगती जगदीश ! चमत्कृता । अत इहानघरूपतयेरिताः, सुकृतिभिः कृतिभिश्च विशिष्य ताः ।।४१।। .. હે પૃથ્વીપતિ, સુંદર નેત્રોવાળી આપની રાણીઓએ તો ત્રણે જગતને આશ્ચર્યમાં ગરકાવ કરી દિધું છે, તેથી જ આ સંસારમાં પુણ્યવાન પંડિતોએ આપનાં સ્ત્રીરત્નોના અનુપમ રૂપનું વિશેષ પ્રકારે વર્ણન કર્યું છે. प्रथितिमान् नलिनीनिचये त्रयोधिपतया पतयालुकरोऽस्तु मा । इति धिया सुदृशोङ्गपिधित्सया, ह्यु परितः परितः सिचयं न्यधुः ||४२।। રાજન, “કમલિનીઓના સ્વામી તરીકે ત્રણે જગતમાં પ્રસિદ્ધ, એવા સૂર્યનાં કિરણો અમારા શરીર પર પડો નહીં. એવા આશયથી જાણે આપની રાણીઓએ પોતાના શરીરને વસ્ત્રોથી ચારે બાજુથી આચ્છાદિત કર્યું ના હોય ! रतिरधीश ! कयाचिदभीप्स्यते, सरसिजाननया न नयार्णव ! । વિમવિ પુષ્ય ભવતા સને, વનતરોતરતિઢિIIઝરૂા. હે ન્યાયાંબોધિ (ન્યાય કરવામાં સમુદ્ર સમાન) અને આપની ચાહક નમ્ર વ્યક્તિઓ પ્રત્યે મિત્ર સમાન એવા હે રાજન, આપની સાથે વનવૃક્ષોનાં પુષ્પોને ચૂંટવા માટે કમલમુખી એવી કઈ રાણી આનંદ ન માને ! અર્થાત્ આપની સાથે ક્રીડા કરવા બધી રાણીઓ પોતાની જાતને ધન્ય માને છે. सुभगराज ! कयाचन कान्तया, नगवरो गवरोद्धतनीडजः । न भवता सह रन्तुमपेक्ष्यते, किमलिनीमलिनीकृतकुड्मलैः ? ||४४।। સૌભાગ્યશાળી હે રાજન, પક્ષીઓના નિવાસસ્થાન રૂપ વૃક્ષોની ઘન ઘટાથી રમણીય એવા પર્વત પર, આપની કઈ એવી પ્રેમાળ સ્ત્રી આપના સાથે ભમરીઓથી મલિન કરાયેલાં ફૂલોના ગુચ્છાથી ક્રીડા કરવાની ઇચ્છા ના કરે ! અર્થાત્ અવશ્ય કરે. त्वदवरोधवधूर्हतमत्सरव्यसनिदेश ! निदेशत एव ते । ___भज्झटिति वाञ्छति कापि समं त्वया, क्रमनमज्जन ! मज्जनमम्भसि ||४५|| શ્રી ભરતબાહુબલિ મહાક્રવ્યમ્ ૦ ૭૨ Page #89 -------------------------------------------------------------------------- ________________ મત્સરવાળા અને વ્યસની શત્રુઓના દેશનું અપહરણ કરનારા એવા હે જગતપૂજ્ય, આપના અંત:પુરની કઈ એવી સુંદરી હોય કે જે આપના આદેશ અનુસાર આપની સાથે જલક્રીડા કરવા માટે જલદીથી તૈયાર ના થાય ! किल वधूरधिरोदुमपेक्षते, गजवरं जवरञ्जितगोद्विपम् । चलतरं नृप ! कापि तुरङ्गमं, सितवसुं तव सुन्दर ! वाद्भुतम् ।।४६ ।। હે રાજન, આપની કેટલીક સ્ત્રીઓ પોતાની આગવી ચાલ (ગતિ)થી ચિત્તને આનંદકારી એવા હસ્તિરત્ન પર આરૂઢ થવા માટે ઇચ્છે છે, અને કેટલીક સ્ત્રીઓ પવનવેગી સુલક્ષણા શ્વેત એવા અશ્વરત્ન પર બેસવા માટે ઇચ્છે છે. ददतमूहमिमं सुधियां पराशुगभुजङ्गम ! जङ्गमसद्म किम् । सपदि काचिदलङ्कुरुते रथं, धृतरथाङ्ग ! रथाङ्गमनोरमम् ।।४७।। શત્રુરૂપી વાયુનું રક્ષણ કરનારા એવા હે નાગેશ્વર, હે ચક્રવર્તી, આપની કોઈ કોઈ અંગના “શું આ કોઈ જંગમ ઘર છે ?' એવો પંડિતોના મનમાં વિતર્ક-ભ્રમ પેદા કરનાર મનોહર એવા રથમાં તત્કાલ આરામથી બેસી ગઈ. मणिविराजितरैशिबिकाकृते, नृप ! कयाचन याचनमादधे । स्वयमकारि यदीयमलं त्वयाऽनुनयनं नयनन्दितभूभुजा ||४८|| હે રાજન, આપની કોઈક સુંદરીએ મણિરત્નોથી જડિત સુવર્ણની શિબિકાની યાચના કરી છે. તે સુંદરી બીજી કોઈ નહીં પણ ન્યાયપરાયણ એવા આપે પોતે જ તેને સંપૂર્ણપણે સજાવી છે. वनभुवो निलयादपि कामिनः, शरदि माधव ! माधवमासि च । -किल कृषन्ति मनोविविधै मैर्विबुधवल्लभ ! वल्लभया समम् ||४९ ।। પંડિતોને પ્રિય એવા હે માધવ, આપે વનભૂમિમાં વિવિધ પ્રકારનાં વૃક્ષોના નિકુંજો એવા આકારના બનાવ્યા છે, કે જે શરદઋતુમાં અને માધવ (વૈશાખ) માસમાં પોતાની પત્ની સાથે આવેલા કામી પુરુષીના મનને આકર્ષિત કરે છે. तव वधूहृदयानि वनान्तरं, शुभरते ! भरतेश्वर ! शासनात् । जिगमिषन्ति किमस्ति यदग्रतो, वृषभनन्दन ! नन्दनकाननम् ।।१०।। કલ્યાણકારી વૃષભનંદન હે ભરતેશ્વર, આપની અર્ધાંગનાઓનાં મન આપની આજ્ઞાથી વનક્રીડા કરવા માટે થનગની રહ્યાં છે. અર્થાત્ ઇન્દ્રના નંદનવનની શોભાને હરનારા એવા વનમાં જવા માટે ઇચ્છે છે. न भवता सह काननमेष्यते, प्रणतकिन्नर ! किन्नरनायकैः । कृतमनोरति भारतमेदिनीशिखरिशासन ! शासनकारिभिः ।।१।। કિન્નરોએ પણ જેને નમસ્કાર કર્યા છે, એવા ભારતભૂમિના ઇન્દ્ર, આપના આજ્ઞાંકિત રાજાઓ પણ વનની શોભા જોવા માટે અને મનને આનંદિત કરવા માટે આપની સાથે આવવા ઇચ્છી રહ્યા છે. શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૭૩ Page #90 -------------------------------------------------------------------------- ________________ વિરામ તવ તત્ર વિં, ગતિમરિન ! મરિનર્ષિત ! | न रतिखेदमपास्तुमलं स्फुरद्घनरसाऽनरसादर ! दीर्घिका ।।५२ ।। નિર્ભય શિરોમણિ, ગાંભીર્યાદિ ગુણોથી યુક્ત અને મનુષ્યોના મનને સદેવ આનંદિત કરનારા હે મહારાજા, એ વનભૂમિમાં રહેલી વિકસિત કમળોવાળી અને જલતરંગ વડે હિલોળા લેતી વાવડીઓ રતિક્રિડાથી ઉત્પન્ન થયેલા આપના શ્રમને દૂર કરવા માટે શું સમર્થ નથી? षड्तुभूरुहसंपदमाश्रिते, समहिता महितां च वियोगिनाम् । फलपलाशसुमाञ्चिनि काभिहृहितविपल्लवपल्लवराजिनीम् ।।५३।। विधृतवागुरिवागुरिकावलीविगतविप्रियविप्रियभूरुहे । परभृताः परिमोदयति स्फुटं, स्वरवरा रवरागविवद्धिकाः ।।५४ ।। विरहिणां ददति प्रतिवासरं, कुसुममार्गणमार्गणपीडनम् । मुदमपीहतदन्यविलासिनां, गलितविप्रियया प्रियया समम् ।।५५।। पटकुटीः परिताड्य निवत्स्यते, नगरतोऽगरतोरुविहङ्गमे । . बहिरितो विसरैस्तव योषितां, रुचिरकानन ! काननसत्तमे ||५६ ।। चतुर्भिः कलापकम् પરમ સૌભાગ્યશાળી અને પ્રસન્ન મુદ્રાને ધારણ કરનારા એવા હે રાજન, આ નગરની બહાર પક્ષીઓના કલરવથી સુશોભિત વૃક્ષોના સમૂહ છે જેમાં એવી વનભૂમિમાં શિબિરો, છાવણીઓ (વસ્ત્રોના તંબુઓ) નંખાવો, જેમાં આપની સ્ત્રીઓનો સમૂહ નિવાસ કરવા ઇચ્છે છે. વનભૂમિનું વર્ણન કરે છે ? - ઋતુઓનાં વૃક્ષોની સંપત્તિથી યુક્ત, વિકસ્વર પલાશનાં પુષ્પોથી સુશોભિત વૃક્ષોની શોભા કામી પુરુષોના ચિત્તને આનંદકારી ને હિતકારી છે જ્યારે વિયોગીજનો માટે અહિતકારી છે, વળી આ વનમાં શિકારી માણસોની અવરજવર નથી, એટલે પકડવા માટેની જાળોરૂપી ઉપદ્રવથી રહિત હોવાના કારણે વૃક્ષો પર પક્ષીઓનો વાસ ઘણો છે તેથી પક્ષીઓને પ્રિય વૃક્ષો પર રહેલી કોયલોના મધુર પંચમ સ્વર રાગને ઉત્તેજિત કરનાર હોવાથી વિયોગીઓને કામદેવની પીડાથી હંમેશાં વ્યથિત કરે છે અને પ્રિય અવિરહી યુગલોને આનંદ આપે છે. આવા પ્રકારની વનભૂમિમાં ક્રીડા કરવા માટે આપનો રાણીવાસ અત્યંત ઉત્સુક છે. इति तदुक्तिविधावुररीकृते, महिभृताऽहिभृतावनिबाहुना । मुदमवाप्य स कञ्चुकिनायको, विशरणं शरणं निजमाययौ ।।५७ ।। જેમની ભુજાએ શેષનાગની પેઠે પૃથ્વીને ધારણ કરી છે એવા મહારાજા ભરતે અંત:પુરના શ્રેષ્ઠ રક્ષક કંચુકીની વાતને સ્વીકારી ત્યારે પ્રસન્ન થયેલો કંચુકી અક્ષય સ્થાનરૂપ પોતાના નિવાસસ્થાનમાં આવ્યો. इति नृपोऽथ सुषेणमुपादिशत्, बलविरोचन ! रोचनमस्ति चेत् । कलयितुं बहलीशितुराहवं, तव तदाव तदात्वममर्त्यकान् ।।५८ ।। ત્યાર બાદ ભરત ચક્રવર્તીએ સેનાપતિ સુષણને કહ્યું, ચતુરંગી સેનામાં સૂર્યસમાન સુષેણ, બાહુબલિ સાથે યુદ્ધ કરવું હિતકારી છે, તો તેના યુદ્ધભૂહને જાણવા માટે તમે તત્કાળ દેવોને ખુશ કરો. શ્રી ભરતબાહુબલિ મહાક્ષત્રમ્ ૦ ૭૪ Page #91 -------------------------------------------------------------------------- ________________ तदि चतुर्भिरलध्यतमो द्विषत्कृतपराजय ! राजयसे बलैः । युधि धराधवबाहुबलेः पुरो, यदि भवान् कुरुतेऽकुरुते ! स्थितिम् ।।५९।। અલંઘનીય એવી ચતુરંગી સેના વડે શોભી રહ્યા છો અને શત્રુઓનો પરાજય કરવામાં તો તમે કુશળ છો. અને મહારાજા બાહુબલિ સાથેના યુદ્ધમાં શું કરવું અને શું ના કરવું એ સ્થિતિના પણ તમે જાણકાર છો. त्वमिह दूतगिरावय सर्वतः, सुगुणमण्डल ! मण्डलनायकान् । तदनु तद्विजयाय समुत्सुकं, कृतरमोदय ! मोदय मे मनः ||६० ।। હે સદ્ગણી, ચારે દિશાના સર્વ રાજાઓને દૂત દ્વારા સમાચાર મોકલી, વિજયલક્ષ્મીને વરેલો એવો તું બાહુબલિ પર વિજય પ્રાપ્ત કરવા માટે ઉત્સુક થયેલા મારા મનને ખુશ કર. प्रथमतः परितापितविद्विषं, सबलमालवमालवभूपतिम् । वितरणैश्च वसुद्विपवाजिनां, मुदितमागधमागधभूभृतम् ।।६१।। સેનાપતિ, સહુથી પહેલાં શત્રુઓને પરિતાપ કરનારા, મહાપરાક્રમી, તેનાથી સુશોભિત એવા માલવ દેશના રાજાને તથા બિરદાવલિ બોલનારા મંગલ પાઠકોને પ્રસન્ન થઈને દાનમાં ધન, હાથી અને અશ્વો આપનાર એવા મગધ દેશના રાજાને બોલાવ. अपरमाहववृत्तभरोच्छ्वसच्छ्रवणकुन्तलकुन्तलवासवम् । अहितवारणवारणबुद्धिमद्, हरिसमारवमारवभूधनम् ।।६२ ।। વળી યુદ્ધની વાત સાંભળતાં સાથે જ જેના કાનની કેશરાજી વિકસિત થઈ જાય છે એવા કુંતલ દેશના રાજાને તેમજ શત્રુરૂપી હાથીઓ ભગાડવા માટે સિંહ સમાન સિંહનાદ કરવામાં કુશળ એવા મધર દેશના રાજાને બોલાવ. विततमङ्गलजङ्गलपार्थिवं, पृथुललाटललाटविशेषकम् । प्रणतवत्सलकच्छमहीपति, द्विषददक्षिणदक्षिणनायकम् ||६३।। જેનું મંગલ (શ્રેય) ચારે દિશાઓમાં ફેલાયેલું છે, એવા જંગલદેશના રાજાને અને જેના રાજ્યનો વિસ્તાર ઘણો મોટો છે એવા લાટ દેશના તિલક સમાન લાટ દેશના રાજાને, નમ્ર મનુષ્યોને માટે વાત્સલ્યની મૂર્તિ સમાન કચ્છ દેશના રાજાને અને શત્રુઓ માટે સાક્ષાત્ યમ સમાન દક્ષિણ દેશના રાજાને બોલાવ.. अकरुणं कलहे कुरुपुङ्गवं, जवनसैन्धवसैन्धवभूमिपम् । गलदरातिकिरातमहीश्वरं, मलयभूधरभूधरमादरात् ।।६४।। તેમજ રણસંગ્રામ ખેલવામાં નિર્દય એવા કુરુદેશના રાજાને, પવનવેગી એવા અસંખ્ય ઘોડાઓના માલિક સિંધુ દેશના રાજાને, શત્રુઓનો સપાટો બોલાવનાર એવા કિરાત દેશના ભિલ્લરાજાને અને મલયાચલ પર્વતના અધિપતિ એવા મલય દેશના રાજાને આદરપૂર્વક બોલાવ. इति नृपानितरानपि भूरिशः, परमुदारमुदारपराक्रमान् । चरगिरा नयतानगरीमिमां, नरचितां रचितां सुरभूभुजा ||६५।। શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૭૫ Page #92 -------------------------------------------------------------------------- ________________ એ પ્રમાણે દૂત દ્વારા સમાચાર મોકલીને બીજા પણ રાજાઓને તેમજ વીર, શૂરવી૨, પરાક્રમી, સૈનિકોને ઇન્દ્ર મહારાજાએ નિર્માણ કરેલી, પ્રજાજનોથી સંકીર્ણ એવી અયોધ્યા નગરીમાં આદરપૂર્વક બોલાવ. निजहरिध्वनिकम्पितकातरे, वितर वा तरवारिकरे धनम् । વનવ ! પત્તિવયેવ્યતિવુ સહે, પરલૌરવઐતપામવૈ ।।૬।। હે સેનાપતિ, સિંહનાદથી કાય૨ પુરુષોના હૃદયને હચમચાવી દેનાર એવા પરાક્રમી સુભટોના હાથમાં તલવાર અથવા ધન આપો. આપના એ વીર સૈનિકોનું પરાક્રમ શત્રુઓ માટે અતિ દુઃસહ છે, એટલું જ નહીં એ બળવાન સુભટોનો પરાજય કરવા માટે કોઈ પણ સમર્થ નથી એટલા એ બળવાન ને શૂરવીર છે. सतनयास्तनया अपि लक्षशः, प्रहरणाहरणाधिकलालसाः । नयनयोर्मम संदधतूत्सवं, नरहिता रहिताः किल दूषणैः ।।६७ ।। મારા લાખો પુત્રો અને પૌત્રો મારી આંખોના ઉત્સવસ્વરૂપ છે. શસ્ત્રોને ધા૨ણ ક૨વામાં અત્યંત આતુર છે. એ મારા પુત્રો-પૌત્રોમાં કોઈપણ જાતનું દૂષણ નથી બલ્કે તેઓ પ્રજાજનને હિતકારી છે. समुपयन्तु विमानविहारिणः, सविजया विजयार्द्धगिरीश्वराः । વિમવિ યે વદનન્તિ પુત્તરે, વિવિતસાર ! સારસારે ।।૮।। હે યુદ્ધવિશારદ સેનાપતિ, અતિ દુસ્તર એવા રણસંગ્રામમાં દાનપાત્ર(નાવ, વહાણ) સમાન એવા વૈતાઢચ (વિજયાદ્ધ) પર્વતના વિજયી વિમાનવિહારી વિદ્યાધર રાજાઓ પણ આ યુદ્ધમાં આવી જાય. તેના માટે પણ બંદોબસ્ત કરો. इति निगद्य शुभं नतिकारिणामविरतं विरतं नृपमानमत् । पुनरजूहवदेष महीपतीन्, भुजवतो जवतो मनुजैर्निजैः ।। ६९ ।। પ્રણામ કરવાવાળી વ્યક્તિઓ માટે નિરંતર વાત્સલ્ય વહાવનારા મહારાજા ભરત આ પ્રમાણે આદેશ આપીને વિરામ પામ્યા. સેનાપતિ સુષેણે પણ મહારાજાને નમસ્કાર કરીને પરાક્રમી રાજાઓને બોલાવવા માટે ત્વરાપૂર્વક પોતાના માણસોને મોકલ્યા. सकलराजकमेतमवेत्य स, द्रुततया ततयातरणोत्सवम् । नरपतेरभिषेणनमूचिवानशुभहारिणि हारिणि वासरे ।।७० ।। યુદ્ધના સમાચાર મળતાંની સાથે જ યુદ્ધપ્રિય સર્વે રાજાઓ રણોત્સવ માણવા માટે જલદીથી અયોધ્યામાં આવી ગયા તે જાણીને સુષેણ સેનાપતિએ મહારાજા ભરત પાસે આવીને નિવેદન કર્યું, ‘મહારાજા, વિઘ્નોનો નાશ કરનાર, મંગલ દિવસે શત્રુ પર ચઢાઈ ક૨વા માટેની તૈયારી કરાવો.’ क्षितिभुजामुपशल्यनिवेशिनां न नगरी नगरीणवनाञ्चिता । किमियमाशु विरच्यत उन्मदैः, क्षितिपकुञ्जर ! कुञ्जरसंचयैः ।।७१।। અને હે શ્રેષ્ઠ રાજવી, સીમાડાવાસી રાજાઓના મદોન્મત્ત હાથીઓના સમૂહ વડે નગરીના વનભાગોને વૃક્ષોથી રહિત બનાવવાનો આદેશ આપો. શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૭૬ Page #93 -------------------------------------------------------------------------- ________________ भरतराज ! समग्रगमक्रमादचरमं चर मङ्गलकारणम् । त्वमुपनन्तुमितान्तरशात्रवं, जिनवरं नवरङ्गकरार्चनैः ।।७२ ।। વળી હે ભરત મહારાજા, પૂર્વજોની પરંપરા મુજબ મંગલ કરવા માટે બધાને સાથે લઈને અંતરંગ શત્રુઓને જેણે જીતી લીધા છે, એવા શ્રી ભગવાન ઋષભદેવને નવાંગીપૂજા કરવા માટે પધારો. मह जिनाधिपतिं कुसुमैर्नवैः, सुरतरो ! रतरोगपराङ्गमुखम् । तदनु ते समराङ्गणसङ्गतं, सुगुणसंश्रय ! संश्रयते जयः ।।७३।। સાક્ષાત્ ગુણોની મૂર્તિ સમાન છે કલ્પવૃક્ષ, રાગરૂપી વ્યાધિથી પરામુખ બનેલા ભગવાન ઋષભદેવની નવનવાં પુષ્પોથી પૂજા કરો તેથી આપના રણસંગ્રામમાં વિજયશ્રી પ્રાપ્ત થશે. क्षितिपतिर्बलराजनिवेदितं, वचनमादित मादिततागमम् । शुचिवपुः परिधाय च वाससी, अभयदं भयदम्भहरो महत् ।।७४ ।। સુષણ સેનાપતિની મંગલકારી ને કલ્યાણકારી વાણી નિખાલસ અને નિર્ભય હૃદયવાળા મહારાજા ભરતે તરત જ સ્વીકારી, ખાન આદિથી પવિત્ર થઈ, શુદ્ધ અને સુંદર વસ્ત્રો પહેરી અભયપ્રદ ભગવાન ઋષભદેવની પૂજા કરી. प्रहरणालयमेत्य ततः परं, प्रहरणानि रणानितसाध्वसः | विधिवदार्चदरिप्रभृतीनि स, परमया रमया श्रितविग्रहः ।।५।। ત્યાર પછી યુદ્ધની તૈયારી છતાં વ્યાકુળતાથી રહિત પરમ સૌંદર્યવાન ભરત મહારાજાએ આયુધશાળામાં આવીને ચક્ર આદિ મુખ્ય મુખ્ય શસ્ત્રોની વિધિપૂર્વક પૂજા કરી. एवं देवप्रणतचरणाम्भोरुहो भारतेशो, नागाधीशं सुरगिरिमिवोत्तुङ्गमारोहदुच्चैः । मौलिन्यस्यत्कनकमुकुटं सोष्णरुक्पूर्वभूभृ ल्लक्ष्मीलीलामुषमविरतोत्फुल्लनेत्रारविन्दम् ।।७६ ।। દેવો પણ જેનાં ચરણકમળને નમી રહ્યા છે એવા ભરત મહારાજા મેરુ પર્વત જેવા ઊંચા પટ્ટહસ્તિ પર આરૂઢ થયા. સુવર્ણના મુગટથી સુશોભિત અને પોતાની કાન્તિથી સૂર્યોદય વેળાની પૂર્વાચલની શોભાને જેણે હરી લીધી છે એવા નિરંતર વિકસિત નેત્રવાળા હસ્તિરત્ન પર તેઓ આરૂઢ થયા. मू| छत्रं दधदमलरुक् चामरैर्वीज्यमानो, बिभ्रत्पूर्वाचल इव विधोर्बिम्बमुच्छारदाभ्रम् । उत्तानाक्षैः सुरनरगणैर्वीक्ष्यमाणः क्षितीश:, कृत्वा नीराजनविधिमथो निर्जगाम स्वसौधात् ।।७७ ।। મહારાજા ભરતના મસ્તક પર નિર્મળ કાન્તિવાળું છત્ર શોભી રહ્યું છે. બન્ને બાજુ ચામર વીંઝાઈ રહ્યા છે. પૂર્વાચલ પર નિરભ્ર ચન્દ્રના બિંબની જેમ શોભતા, તેમજ હજારો દેવ-મનુષ્યો ઊંચી આંખો શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૭૭ Page #94 -------------------------------------------------------------------------- ________________ કરીને જેમને જોઈ રહ્યા છે, એવા ભરત ચક્રવર્તી આરતી આદિ વિધિપૂર્વકની પૂજા કરીને રાજમહેલમાંથી બહાર પધાર્યા. क्वचित् सरसिजाननानयनविभ्रमैः श्यामलं, विमानमणिरोचिषां समुदयैर्विचित्रं क्वचित् । क्वचित् त्वऽगुरुयोनिभिर्दहनकेतनैर्वात्यया, विहायसि विवर्त्तितैरसमयार्पिताब्धभ्रमम् ।।७८ ।। क्वचित् कुसुमकुड्मलैः सकलिकैर्मनोज्ञश्रियं, भ्रमद्भ्रमरकूजितैर्मुखरतोद्धतं स क्वचित् । क्वचिच्चटुललोचनास्तनघटावलीघट्टनात्, पतिष्णुवरमौक्तिकैर्विशदमानशे श्रीपथम् ।। ७९ ।। ત્યાર બાદ ભરત મહારાજાની સવારી રાજમાર્ગ પર આવી પહોંચી. ત્યારે રાજમાર્ગની શોભાનું વર્ણન કરતાં કહે છે, કોઈ કોઈ જગા સ્ત્રીઓનાં નેત્રોના કટાક્ષોથી શ્યામ અને વિમાનોના મણિરત્નોની કાંતિથી ચિત્રવિચિત્ર લાગે છે. વળી કોઈ જગા ૫૨ જલી રહેલા અગર-ગૂગળના ધૂપની ધૂમ્રસેરો વડે આકાશ આચ્છાદિત થવાથી અકાળે સૃષ્ટિનો ભ્રમ પેદા કરે છે. કોઈ કોઈ સ્થાને પુષ્પોના ગુચ્છાઓથી સુશોભિત બનેલો અને તેની સુગંધ લેવા માટે ઘૂમી રહેલા ભ્રમરોના ગુંજારવથી મુખરિત બનેલો, તેમજ યુવાન સ્ત્રીઓના સ્તનરૂપી કળશોના અથડાવાથી તૂટી ગયેલા હારના મોતીઓથી શ્વેત ચાદર બિછાવી ના હોય તેવા પ્રકારના રાજમાર્ગ પર મહારાજાની સવારી નીકળી. एतस्याग्रे संचचाराथ चक्रं, स्फूर्जज्ज्योतिर्लक्ष्यवैलक्ष्यकारि । . सर्वाशान्तान् व्यश्नुवानैः स्फुलिङ्गैराकाशस्थास्त्रासयद्देवनारीः । ८० ।। મહારાજા ભરતની આગળ ચક્રરત્ન ચાલી રહ્યું છે. તે ચક્રરત્ન પોતાનાં ઝળહળતાં હજારો કિરણોથી લક્ષ્યને આચ્છાદિત કરતુ હતું, તેમજ લાખો તેજનાં કિરણો (તણખાઓથી) ચારે દિશાઓના ભાગમાં ફેલાઈ જવાથી આકાશમાર્ગમાં રહેલી દેવાંગનાઓને પણ ચક્રરત્ન ભયભીત કરી રહ્યું છે. तदिति सुरनरैर्व्यतर्कि चित्ते, किमिदमुपागतमान्तरं महोस्य । प्रथमभवभवः किमेष पुण्योदय इह संश्रित एंव मूर्तिमत्त्वम् ।।८१।। આવા પ્રકારની ભરત મહારાજાની સવારી અને ચક્રરત્ન જોઈને દેવો અને મનુષ્યો મનમાં જુદી જુદી કલ્પનાઓ કરી રહ્યા છે. અરે આ ભરત ચક્રવર્તીનું આંતરિક તેજ બહાર આવી રહ્યું છે કે પૂર્વજન્મમાં ઉપાર્જન કરેલા પુણ્યનો પુંજ સાક્ષાત્ મૂર્તિમંત બનીને આવ્યો છે ! इति सेनासज्जीकरणो नाम पञ्चमः सर्गः આ પ્રમાણે ચતુરંગી સેનાની તૈયારીના વર્ણનપૂર્વકનો પાંચમો સર્ગ સમાપ્ત. શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૭૮ Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠ સમગ્યું: પૂર્વ પરિચય : · રાજમાર્ગ પર પસાર થતી ચક્રવર્તી ભરત મહારાજાની ચતુરંગી સેના આગળ વધી રહી છે. મંગલ પાઠકો બિરુદાવલિથી ભરત મહારાજાનાં યશોગાન કરી રહ્યા છે. તેની પાછળ એક એકથી ચઢિયાતા ઐશ્વર્યવાન બત્રીશ હજાર રાજાઓની પણ વિરાટ સેના આવી રહી છે. નગરવાસી સ્ત્રીઓ મહારાજા ભરતને વધાવી રહી છે. ચારે બાજુ મંગલ વાજિંત્રોના નાદ ગુંજી રહ્યા છે. વૃદ્ધજનો મહારાજા ભરતને આશીર્વચનો સંભળાવી રહ્યા છે. આ પ્રમાણે મહારાજા ભરતની યુદ્ધયાત્રાનું મંગલ પ્રયાણ જોઈને કેટલાક નગરવાસીઓ જુદા જુદા પ્રકારની કલ્પનાઓ કરી રહ્યા છે. કોઈ કહે કે મહારાજા ભરતની કેટલી રાજ્યલાલસા છે કે સગા ભાઈની સાથે યુદ્ધ કરવા તૈયાર થયા છે ! કોઈ કહે કે બાહુબલિનો અહંકાર કેટલો કે મોટાભાઈ સામે નમી જવા તૈયા૨ નથી ? વળી કેટલાક તો યુદ્ધથી જ નારાજ છે. રાજાઓ એટલા સત્તાલોલુપી હોય છે કે પોતાની લાલસાને સંતોષવા હજારો અને લાખો નિર્દોષ જીવોના પ્રાણોની યુદ્ધમાં આહુતિ આપી રહ્યા છે. આ પ્રમાણે નગરવાસીઓની મનઘડંત કલ્પનાઓને સાંભળતાં યુદ્ધયાત્રા નગરના દ્વાર પર આવી પહોંચી. નગરની બહાર સુંદર ઉપવનમાં અંત:પુરની રાણીઓ એકત્રિત થઈ ગઈ હતી. મહારાજા ભરત માલવદેશના રાજાના હાથના સહારે હાથીના હોદ્દા ઉપરથી નીચે ઊતરી ઉપવનમાં વનક્રીડા કરવા માટે ગયા. બીજા રાજાઓ પણ પોતપોતાનાં વાહનોથી ઊતરીને ઉપવનમાં પહોંચી ગયા. આ પ્રમાણે છઠ્ઠા સર્ગમાં ગ્રંથકાર વિસ્તૃત વર્ણન બતાવશે. राजमार्गमतिलङ्घ्य गवेन्द्रः, स्वर्गलोकमिव सत्कमनीयम् । सङ्गतं सुमनसां समुदायैर्गोपुरं वितततोरणमापत् ||१|| સ્વર્ગપુરીના જેવા અત્યંત સુંદર રાજમાર્ગને ઉલ્લંધીને રંગબેરંગી વિવિધ પુષ્પોનાં સુંદર તોરણોથી સુશોભિત એવા નગરીના દ્વાર પાસે પૃથ્વીપતિ મહારાજા ભરત આવી પહોંચ્યા. तारकैरिवनृपै'रनुजग्मे, स्मेरतां विदधरारुचि र राजा‍ । कौमुदं नृपतिवर्त्म' विहायोभ्राजिभिः कलितकान्तिविशेषैः ।।२।। વિશેષ પ્રકારની તેજસ્વી કાંતિને ધારણ કરતો તારાગણ આકાશમાર્ગમાં કૌમુદીપતિ ચંદ્રને અનુસરે તેમ સામંત રાજાઓ સ્વેચ્છાએ પ્રસન્નતાપૂર્વક રાજમાર્ગ પર મહારાજા ભરતનું અનુસરણ કરતા હતા. सेनयाथ तमनुसरन्त्या, ज्योत्स्नयेव रजनीशमयन्त्या । पौरलोचनचकोरविवृद्धानन्दयाभ्यधिकमत्र दिदीपे ||३|| ૧. રૃપે-સામન્તમૂર્ખઃ । ૨. આરુચિ-રુષિ અમિનાથું મર્યાદ્રીત્ય, આરુચિ-યચેષ્ટમ્ કૃત્યર્થઃ । 3. રાના-ચ ૪. જામમાં-વા-પૃથિવ્યાં, મુવંર્ષ | ચન્દ્રમા પક્ષે - મુદ્દે • મુવા સમૂર્ખ | ૧. નૃપતિવર્ત્ય-રાજમાર્ગ શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૭૯ Page #96 -------------------------------------------------------------------------- ________________ જેમ ચંદ્રની પાછળ ચન્દ્રિકા ચાલે તેમ મહારાજા ભરતની પાછળ નગરવાસીઓ ને આનંદકારી ચતુરંગી સેના ચાલી રહી છે. તેનાથી રાજમાર્ગ અત્યંત શોભી રહ્યો છે. वाहिनीभिरवनीधरगाभिर्विस्तृताभिरधिकं घनवाहैः । कुम्भिकुम्भतटवामरयाभिः, पाथसांपतिरिवायमभासीत् ।।४।। પર્વતોમાંથી નીકળતી મેઘની ઘારાના ઘોડાપૂરથી વિસ્તાર પામેલી વેગવતી નદીઓથી જેમ સમુદ્ર શોભે છે, તેમ અશ્વસેનાથી યુક્ત હાથીઓના કુંભસ્થળરૂપી વેગવતી ચતુરંગી સેનાથી મહારાજા ભરત સમુદ્રની જેમ શોભી રહ્યા છે. दानवारिपति'रात्मतुरङ्गभ्रान्तितो भवतु माऽस्मदभीप्सुः । स्वक्षुरोद्धतरजोभिरितीव, व्योम वाजिभिरकारि सवासा३ ।।५।। સેનાના ઘોડાઓએ વિચાર્યું કે દેવોના સ્વામી ઇન્દ્ર પોતાના ઘોડા ઉચ્ચ શ્રવાના ભ્રમથી અમને પોતાના બનાવી ના લે એ માટે પોતાની ખુરીઓથી ઊડેલી રજકણોરૂપી વસ્ત્રથી આકાશને આચ્છાદિત કરી દીધું. वारणाः कुथपरिष्कृतदेहान्, वीक्ष्य सिंहवदनाकृतिवाहान् । बिभ्यतः कथमपीह विधार्या, यंत्रिभिपश्चकितपौरसुनेत्राः ||६|| કવચોથી આચ્છાદિત શરીર અને સિંહના મુખની આકૃતિને ધારણ કરનાર એવા અશ્વોને જોઈને ભયથી નાસભાગ કરી રહેલા અને નગરવાસીઓને ભયભીત કરનારા હાથીઓને મહાવતોએ મહામુશ્કેલીથી વશ કર્યા. कैश्चनोज्झिकतधरैरतिवेगात् सप्तिभिर्गगनमेव ललम्बे | . पार्श्वसंचरदऽनेकपराजी:क्ष्य पक्षिभिरिवाततपक्षैः ।।७।। પોતાની પડખે ચાલી રહેલી હસ્તિસેનાની કતાર જોઈને, વિસ્તૃત પાંખવાળાં પક્ષીઓની જેમ કેટલાક અશ્વો ધરતીને છોડીને તીવ્ર વેગથી આકાશમાં ઊડી રહ્યા હોય એમ લાગતા હતા. ૧. સારવારિરિ-ઇન્દ્ર ૨, અમ:-વાછ35: ३. सवासः-वाससा सहितः सवासः, सवस्त्रम् ईत्यर्थः । ૪. હિંદ...-લિંકનુશાર શ્વાન | ૫. ચન્તા-મહાવત (દરચાર સાયિન્ત્ર-મ૦ રૂ૪િર૬) ૬. તિ–મીતપરસ્ત્રીવા | ૭. સતિ-ઘોડા (જડ સતિવીતી - મિ. કરિ૬૬) ૮. સને-સાથી (દસ્તી મતનગલિપર્યવ - આમ કર૮રૂ I) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૮૦ Page #97 -------------------------------------------------------------------------- ________________ चित्रका'ननहयाधिकभीतैः स्यन्दना मुमुचिरे वृषभैर्भाक् । कण्ठकन्दलविलम्बितयोक्त्रैः २, प्राजन र प्रहरणान्यवमत्य ||८|| વાઘનીં આકૃતિ સમાન મુખવાળા અશ્વોને જોઈ ૨થોમાં જોતરેલા વૃષભ (બળદો) ભયભીત થઈને, ગળામાં બાંધેલા જોતરા અને ચાબુકના પ્રહારોને પણ અવગણી રથોથી જલદી છૂટા થઈ જતા. पत्तिभिः क्वचन शौर्यरसोद्यत्कुन्तलैः कलितकुन्तकराग्रैः४ । मूर्ततामधिगतैरिववीर्यैर्दीप्यतेस्म लहरीभिरिवाब्धेः ||९| વી૨૨સથી વિકસિત થયેલી રોમરાજીવાળા અને હાથોમાં તીક્ષ્ણ ભાલાઓને ધારણ કરનારા સૈનિકો શોભતા હતા. તે જાણે સમુદ્રના તરંગોની જેમ તેમનાં શરીરોમાંથી બહાર ઊછળી આવતો સાક્ષાત્ વી૨૨સ ના હોય ! सिंहनादमुखरैरिवहवीरैस्त्रासिता मदभरालसनागाः ५ । तैः कुरङ्गनयनाश्च६ विहस्तास्ताभिरुत्ससृजिरे शिशवोऽपि ।। १० ।। ભરત મહારાજાના સૈનિકોના મુખમાંથી નીકળતા સિંહનાદને સાંભળીને મદોન્મત્ત હાથીઓએ ભયભીત બની નાસભાગ કરી મૂકી. હાથીઓની નાસભાગથી ભયભીત બનેલી નગરવાસી સ્ત્રીઓ પોતાનાં બાળકોને પણ ત્યજીને ભાગવાની કોશિશ કરતી. खेचरैरपजहे नृपमार्गः, संकुल' स्त्रिदशवर्त्म' जगाहे । नाकिखेचरविमानविहारैस्तैश्च तत्र घनसङ्कटतोहे १० ।।११।। ભરત મહારાજાની અગણિત ચતુરંગી સેનાથી રાજમાર્ગ સંકીર્ણ બની ગયો, તેથી વિદ્યાધરો રાજમાર્ગને ત્યજી આકાશમાર્ગે ગયા. પરંતુ આકાશમાર્ગ પણ દેવો અને વિદ્યાધરોનાં વિમાનોથી સંકીર્ણ હોવાથી ત્યાં પણ તેઓએ સંકડામણ અનુભવી. अन्तरोद्यत ११ रजोपि निरासे, वारुणप्रहरणाम्बुविसृष्ट्या । व्योमगैर्बलविलोकनशौण्डैः १२, पश्यतां न नः १३ इहास्त्विति विघ्नः । ।१२ ।। १. चित्रकः-१६ (व्याघ्रो द्वीपी शार्दूलचित्रको अभि० ४ १५१ ) २. योक्त्रं तरं अथवा नाथ (योत्रं तु योक्त्रमाबन्धः - अभि० ३।५५७ ) . ३. प्राजनं-यालू ( प्राजनं तोत्रतोदने अभि० ३।५५७) ४. कलित... - कलितो - गृहीतो भल्लो येन तत् कलितकुन्तं कलितकुन्तं कराग्रं येषां ते, तैः । ५. दिभरालसगतयो नागा इति शाकपार्थिवादि मध्यमपदलोपी समासः । ६. कुरङ्गनयनाः- स्त्रियः । ७. विहस्त:- व्याडुण (विहस्तो व्याकुलो व्यग्रः अभि० ३ | ३० ) ८. संकुलः - चतुरङ्गसेनासंचारबाहुल्यात् संकीर्णः । ९. त्रिदशवर्त्म - त्रिदशानां देवानां वर्त्म मार्गः- आकाशः । १०. घनसङ्कटमूहे-इत्यपि पाठः । ऊहे इति वहन् प्रापणे धातोः रूपं । ऊहे प्राप्ता । ११. अन्तरोद्यतं - अन्तरा मध्ये, उद्यतं उड्डीयमानं । १२. बलविलोकनशौण्डैः - सेनानिभालनदक्षैः । १३. नः - अस्माकम् । શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૭ ૮૧ Page #98 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વી પર ચક્રવર્તીની સેના ચાલી રહી છે અને આકાશમાં વિદ્યાધરો વિમાનોમાં જઈ રહ્યા છે. વચમાં પૃથ્વી પર ચાલી રહેલી ચતુરંગી સેનાથી ઊડેલી રજકણોથી આકાશ આચ્છાદિત થઈ જવાના કારણે પૃથ્વી પરની સેના દેખાતી નથી. એટલે ચક્રવર્તીની સેનાને જોવા માટે અંતરાય પડે નહીં એ આશયથી કૌતુકી અને વિચક્ષણ વિદ્યાધરીએ વરુણાસ્ત્ર દ્વારા જલનો છંટકાવ કર્યો. જેથી બધી રજકણો નીચે બેસી ગઈ. व्योमगैरिति रजोम्बरमेतद्, दिक्सरोरुहदृशां चकृषे द्राक् । प्रत्यदायि करिभिः पुनरासां, नागजाम्बर मिव श्रुतिकीर्णम् ।।१३।। વિદ્યાધરીએ જલવર્ષા કરીને દિશાઓરૂપી સ્ત્રીઓનાં રજરૂપી વસ્ત્રોને ખેંચીને તેના બદલામાં હાથીઓના ગંડસ્થલથી વિખરાયેલા સિંદૂર રૂપી વસ્ત્રો દિશાંગનાઓને અર્પણ કર્યા. प्रक्षरन्मदजलैर्गजराजैर्जातरूपमयमण्डनकान्तैः । विद्युदन्तरचरैरिवमेघैरुन्नतत्वपरिचारिभिरीये ।।१४।। સુવર્ણનાં આભૂષણોથી સુશોભિત, મદઝરતા અતિ ઉજ્વળ ગજરાજો આગળ ચાલી રહ્યા હતા. તે જાણે વચ્ચે-વચ્ચે વીજળીના ચમકારાથી સુશોભિત એવો ઉજ્વળ મેઘ ના હોય તેવા શોભતા હતા. राजलोकनकृते समुपेतं, भामिनीभिरधिकत्वरिताभिः । लोचनास्यकमलाभिरिताभिः , फुल्लपद्मदलमानसशोभाम् ।।१५।। નયન અને મુખરૂપી કમળની શોભાથી સુંદર એવી નગરવાસી સ્ત્રીઓ મહારાજા ભરતને જોવા માટે અતિ ત્વરાથી એકઠી થઈ હતી. તે વિકસ્વર કમળદળથી યુક્ત માનસરોવરની શોભાને ધારણ કરતી હતી. लीलयैव करिणीशकरात्ता, सैन्यवीक्षणपरात्र गवाक्षात् ।। काचिदूर्ध्वपदधाकृतवक्त्रा, हास्यमापयदनन्तचराणाम् ।।१६।। મહારાજા ભરતની સેનાને જોવામાં તલ્લીન બનેલી, પોતાના ગવાક્ષમાં ઊભેલી કોઈક સ્ત્રીને કોઈ હાથીએ લીલામાત્રમાં પોતાની સૂંઢમાં પકડી લીધી. એ સમયે તે સ્ત્રીના પગ ઊંચે ને મુખ નીચે, એવી હાલત જોઈને આકાશમાં રહેલા વિદ્યાધરો પણ હસી પડ્યા. कामिनी बलविलोकनदायादुद्धता करिवरेण करेण । वल्लिवत्स्तनफलाकलिताङ्गी, कामिनां मुदमदत्त तदानीम् ।।१७।। સેનાને જોવામાં તત્પર બનેલી બીજી પણ કોઈક સ્ત્રીને સ્તનોરૂપી ફૂલોથી યુક્ત વેલડીની જેમ કોઈ ગજરાજે સૂંઢમાં ઊંચકી લીધી તે જોઈને કામી પુરુષો આનંદિત બન્યા. १. दिक्सरोरुहदृशां-आशाङ्गनानाम् । ૨. નાનાખ્ય-સિનૂર પવન (નાર નં-સિજૂર ના નં - ગમ0 કાવર૭I) ३. श्रुतिकीर्णम्-कर्णतालविक्षिप्तम् । ૪. ભામિનીના બે અર્થ છે સુંદર સ્ત્રી અથવા કુપિત સ્ત્રી (ા યોજના મામિની ચા-૦.૩/૧૭૪) ૫. સુતામિ-પ્રતામિક શ્રી ભરતબાહુબલિ મહાક્તવ્યમ્ ૦ ૮૨ Page #99 -------------------------------------------------------------------------- ________________ स्मेरवक्त्रकमलोपरिलोलल्लोचनभ्रमरविभ्रमवामा' | पद्मिनीव गजराजकराग्रे, राजतेस्म चकितेक्षणदृष्टार ||१८ ।। પ્રફુલ્લિત મુખકમળ પર નેત્રોરૂપી ભ્રમરોથી સુંદરતાને ધારણ કરતી અને ભયથી ચળવિચળ નેત્રોવાળી એવી કોઈ સ્ત્રી હાથીની સૂંઢમાં રહેલી કમલિનીની જેમ શોભતી હતી. कुम्भिकुम्भकुचयोरुपमानं, लेभिरे मिलितयोमिथ एव । केचनोरुकरयोरपि साक्षात्, तादृशां ह्यवसरे किमनाप्यम् ? ।।१९।। સેના જોવા આવેલા કામી યુવકો પરસ્પર હાથીના કુંભસ્થળ અને સ્ત્રીઓનાં સ્તનો તેમજ હાથીની સુંઢ અને સ્ત્રીઓની સાથળની સરખામણી કરતા હતા. ખરેખર ભરત મહારાજા જેવા પુણ્યશાળીઓના અવસરમાં શું અલભ્ય હોય? कापि मत्तकरिणीश्वरभीत्या, कान्तमेव निबिडं परिरेभे । क्रष्टुमान्तरमिवोरुभयं द्राक्, सन्निवेष्टुमिव वक्षसि कामम् ।।२०।। મદોન્મત્ત હાથીના ભયથી કોઈ સુંદરી પોતાના પતિને વળગી પડી, અર્થાત્ ગાઢ આલિંગનમાં જકડાઈ ગઈ. તે જાણે પોતાની અંદર રહેલા ભયને બહાર કાઢવા માટે અથવા પોતાના હૃદયમાં કામદેવની સ્થાપના કરવા માટે ના હોય! कन्दुकोप्यनुकृतस्तनलक्ष्मीर्हन्यते किल करेण यथाऽयम् । हस्तिनां गतिरादायि तथैवास्माभिरेवमपसउरिभात् ताः ।।२१।। ગોળ દડો અમારા સ્તનની શોભાનું અનુકરણ કરે છે તેથી એને હાથથી દૂર ફેંકી દઈએ છીએ, અને અમે હાથીની ગતિ (ગજગામિની)ને ગ્રહણ કરી છે. આ પ્રમાણે કલ્પના કરતી સ્ત્રીઓ પોતાને સૂંઢમાં પકડી ના લે એ ભયથી હાથીઓથી દૂર ઊભી રહી. कुम्भिनां प्रसरदुच्छ्वसितानामुत्पतिष्णुकरशीकरवारैः३ । '' तारतारकित मम्बरमासीत्, पांसुसंतमसनीतनिशीथे। ।।२२।। ચતુરંગી સેનાના ચાલવાથી ઊડેલી રજકણો વડે આકાશ મધ્યરાત્રિ જેવું અંધકારમય બની ગયું. એવા અંધકારભર્યા આકાશમાં હાથીઓના પ્રથમ ઉચ્છવાસથી સૂંઢમાં રહેલાં જળબિંદુઓ આકાશમાં છવાઈ ગયા તે મધ્યરાત્રી જેવા આકાશમાં દેદીપ્યમાન તારાગણની જેમ શોભી રહ્યા હતા. १. स्मेर...-स्मेरं-विकस्वर, वक्त्रं-आननं तदेव कमलं, तस्योपरि लालंतश्चलंतो लोचन- भ्रमरास्तेषां विभ्रमः માલિશ, તેન વામા-મનોજ્ઞા | ૨. જોિ-વિતેલન - ભીતનોને યથા ચા તથા રૂા-વિનોવિતા | ૩.તિ.-રતની તાકાત સંવથિકાવો | ४. तारतारकितं-निर्मलमौक्तिकरूपताराव्यम् । ૬. નિશીથ-અધરાત્રિ (નિશીથરૂદ્ધ રાત્રી મનિશા • આમ૨૬૬) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૮૩ Page #100 -------------------------------------------------------------------------- ________________ संचरद्बलरजोनिकुरम्बैश्चुम्बिताम्बरपथैः परितेने । संभ्रमाज्जगदपीरयदेतद्, भानुमानपरशैल' मितः किम् ? ।। २३ ।। વિશાળ સેનાના ચાલવાથી ઊડેલી રજકણો વડે ચારેબાજુ આકાશ આચ્છાદિત થઈ ગયું, ત્યારે લોકો કલ્પના કરવા લાગ્યા કે શું સૂર્ય અસ્તાચલ પર ચાલ્યો ગયો ? અર્થાત્ સૂર્યાસ્ત થઈ ગયો ? भूवरोपरिपुरःप्रसरद्भिः छत्रचक्रमहसां समुदायैः । शर्वरीदिवसनायकयोगाद्, दर्श एव समयोऽभवदेषः ।। २४ ।। ભરત મહારાજાના શિર પરના છત્રમાંથી અને આગળ ચાલી રહેલા ચક્રરત્નમાંથી નીકળતા તેજપુંજ વડે કલ્પના થતી કે સૂર્ય-ચંદ્રનો આ સંગમકાળ છે. एक एव समयो गगनेलाचारिणां दिननिशान्तरतर्कम् । आततान रजसोरुविमानस्पर्शिनाऽनिततमोरिपुधाम्ना३ ।। २५ ।। મોટાં વિમાનોને સ્પર્શ કરવાવાળી અને સૂર્યનાં કિરણોથી અસ્પૃશ્ય એવી ઊડતી રજકણોથી ગગનગામી વિદ્યાધરો અને ભૂમિચારી સૈનિકોના મનમાં એકીસાથે કલ્પના થઈ કે શું અત્યારે રાત્રિ છે કે દિવસ ! अन्तरागतविमानततिर्द्राक्, पस्पृशे गगनरत्नमहोभिः | नैव सैनिकशिरांसि समन्तात्, पांसुपूररचितान्तरविघ्नैः ।।२६।। સૂર્યનાં કિરણો વચમાં રહેલાં વિમાનોની શ્રેણી પર શીઘ્ર પડતાં હતાં ! પરંતુ ભૂમિ પર ચાલનારા સૈનિકોના મસ્તક પર જરા પણ પડતાં નહીં, કેમ કે ચારે બાજુ ઊડતી ધૂળની ડમરીઓથી નભોમંડળ આચ્છાદિત થઈ ગયું હતું. भारतेश्वरमिवेक्षितुमुच्चैरारुरोह गगनं वसुधेयम् । सैनिकोद्धतरजश्छलतः किं पश्यतामभवदेष वितर्कः ।। २७ ।। જોવા આવેલા લોકો કલ્પના કરતા હતા કે સૈનિકોના ચાલવાથી ઊડતી રજકણોના બહાને આ પૃથ્વી ભરતેશ્વરને જોવા માટે ઊંચે આકાશમાં તો ચઢતી નથી ને ! भूचराभ्रचरसैन्यवितानै, रोदसी भरणकोविंदचारैः | निर्ममे जगदनेकमनोपि, प्रायशः प्रभवदेकमनस्त्वम् ।।२८।। આકાશ અને પૃથ્વી પર ચાલવામાં નિપુણ ભૂચર અને ખેચર સૈન્યના સમૂહે વિવિધતાથી ભરેલા જગતને જાણે એક કરી દીધું ના હોય ! પ્રાયઃ જગતમાં રહેલા ભિન્ન-ભિન્ન પ્રકારના મનવાળા મનુષ્યને પણ જાણે એકમના કરી દીધા ના હોય ! ૧. અપીન-અસ્તાવન પર્વત । ૨. વર્શઃ-સૂર્ય અને ચંદ્રનો સંગમકાળ (વર્શઃ સૂર્યનુજ્ઞાન-મિ૦ ૨/૬૪) | રૂ. તમોરિપુષાના-તમોરિપુ:-સૂર્ય:, તસ્ય ધામના-તવેન | ૪. રોવશી-આકાશ અને ભૂમિનો મધ્ય ભાગ (ઘાવામૂયોન્તુ રોલી-અમિ૦ ૬/૧૬૨) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૮૪ Page #101 -------------------------------------------------------------------------- ________________ व्योमगैर्न च विमाननिविष्टैर्मन्दमन्दगतिभिर्विबभूवे । कौतुकानलसदृष्टिनिपातैलचितुं क्षितिचराधिकमार्गम् ।।२९।। | વિમાનોમાં બેઠેલા, મંદમંદ ગતિથી આકાશમાં ચાલનારા તેમજ કૌતુકથી આમ તેમ આંખોને ઘુમાવતા વિદ્યાધર ભૂમિ પર ચાલનારા સૈનિકોથી માર્ગનું અધિક ઉલ્લંઘન કરી શકતા નહીં. किकिनी क्वणितकीर्णदिगन्तैफ्रेमवर्त्म विरराज विमानैः । चक्रनादमुखरैश्च शताङ्गभूतलं तदुभयोः समताभूत् ।।३०।। વિમાનોમાં રહેલી ઘંટડીઓના મંજુલ અવાજવાળાં વિમાનોથી આકાશમાર્ગ શોભી રહ્યો હતો અને રથોનાં પૈડાંના મધુર અવાજથી પૃથ્વી શોભી રહી હતી. આ રીતે આકાશ અને પૃથ્વી બન્ને એકસરખાં શોભતાં હતાં. तं प्रयान्तमवलोक्य सुरस्त्री, काचिदम्बरगता गुणहृष्टा । मौक्तिकैरवचकार विकीर्णैस्तारकैरिव गतैर्भुवमारात् ।। ભરત મહારાજાને પ્રણામ કરતા જોઈને આકાશમાં રહેલી પ્રસન્ન ચિત્તવાળી કોઈ દેવીએ રૂપગુણથી સંપન્ન ભરત મહારાજાને સાચાં મોતીઓથી વધાવ્યા. પૃથ્વી પર વિખરેલાં તે મોતીઓ દૂરથી એવાં લાગતાં હતાં કે જાણે પૃથ્વી પર તારલાઓ ઊગ્યા ના હોય ! अक्षतैः शुचितमैरवकीर्णः७, सोऽक्षतप्रियसुताभिरुपेतः । गोपुरंग सपदि पौरवधूभिवृष्टिभिर्गिरिरिवाम्बुपृषद्भिः१० ||३२।। જેમ પર્વત વર્ષાનાં જલબિંદુઓ વડે વધાવાય (છંટકાય) છે, તેમ નગરવાસી સોહાગણ સ્ત્રીઓએ અતિ ઉજ્વળ અક્ષતો (અખંડ ચોખા) વડે ભરત મહારાજાને વધાવ્યા, ત્યાર બાદ મહારાજા ભરત તરત જ નગરના દ્વાર સુધી પહોંચી ગયા. 'आश्रितः स किल सिन्धुररत्नं११, हस्तिमल्लमिव किं सुरराजः | यात्यतर्कि विबुधैरिति साक्षान्नेक्षणद्वयसहस्रविभेदात् ।।३३।। ઐરાવત હસ્તિ સમાન હસ્તિરત્ન પર આરૂઢ થયેલા મહારાજા ભરતને જોઈને એક ક્ષણ દેવો १. किङ्किनी-धूधरी (किङ्कणी (किङ्किनी) क्षुद्रघण्टिका-अभि० ३३२९) २. शताङ्ग:-२५ (शताङ्गः स्यन्दनो रथा-अभि० ३४१५) ३. गुणहृष्टा-रूपादिभिः गुणैः हृष्टा-प्रीता । ४. अवचकार-संवर्द्धयामास । ५. आरात्-दूरात् । ६. अक्षता:-योगा (लाजाः स्युः पुनरक्षता:-अभि०३१६५) ७. अवकीर्णः-वर्धापितः । ८. उपेतः-समागतवान् । १. गोपुरं-नगरको पानी (पर्धारे गोपुरम - अभि०४।४७) १०. पृषद्-बूंद (बिन्दी पृषत्पृषतविग्रुषा-अभि० ४/१५५) ૧૧. કહેવાય છે કે ચશ્વર્તીનો હસ્તિરત્ન હજાર દેવતાઓથી અધિછિત હોય છે. १२. हस्तिमल्लः-शायी (ऐरावतो हस्तिमल्ला-अभि० २१९१) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૮૫ Page #102 -------------------------------------------------------------------------- ________________ અને પંડિતો પણ ભ્રમમાં પડી ગયા કે સાક્ષાત્ ઇન્દ્ર મહારાજા ઐરાવત પર બેસીને જઈ રહ્યા છે કે શું ? ના...ના... ઇન્દ્ર મહારાજાને તો હજાર નેત્ર છે, જ્યારે આમને તો બે નેત્રો છે. એટલે ઇન્દ્ર નથી. પરંતુ ચક્રવર્તી ભરત જ છે. उर्वशी' गुणवशीकृतविश्वा तं निपीय विममर्श तदेति । यत्पतिस्त्वधिकरूपभरश्रीरस्त्यसौ जगति धन्यतमा सा ।। ३४ ।। પોતાના રૂપ અને ગુણથી આખાયે જગતને જેણે વશ કર્યું છે, એવી દેવોની અપ્સરા ઉર્વશીએ અત્યંત સૌંદર્યવાન મહારાજા ભરતને જોઈને મનમાં વિચાર્યું કે આ ભરતરાજા જે સ્ત્રીના પતિ હશે તે સ્ત્રી આ સંસારમાં ધન્યાતિધન્ય હશે. रम्भा श्रितनभोन्तरयाऽयं, वासवादधिकरूपविलासः । इत्यचिन्त्यत पुनर्नगरीयं, नाकनाथनगरादतिरिक्ता ।। ३५ ।। આકાશમાં રહેલી નલકુબેરની પત્ની રંભાએ મહારાજા ભરતને જોઈને વિચાર્યું કે ભરત ઇન્દ્ર મહારાજાથી પણ અધિક સૌંદર્યવાન છે અને આ અયોધ્યાનગરી ઇન્દ્રની સ્વર્ગનગરી અમરાવતી કરતાં પણ વિશેષ છે. गोपुरं पुर इवाननमस्या, नीलरत्ननयनद्युतिरम्यम् । उत्तरङ्गततभालचकासद्, रत्नतोरणविशेषक' शोभम् ||३६|| जातरूपमयभित्तिकपोलश्रीसनाथवलभीश्वरनासम् । नागदन्त लभ'भ्रुविशिष्ट श्रीविलासकिसलाधरबिम्बम् ।। ३७ ।। मल्लिकाकुसुमकुड्मललेखाहासहारिसुभगस्पृहणीयम् । दन्तुरं कुमुदकुन्दकलापैस्तूर्यनादमुखरं स ललङ्घे ||३८|| ભરત મહારાજા નગરીના મુખ્ય દરવાજા બહાર આવ્યા. તે દરવાજો (પ્રવેશદ્વાર) કેવો છે ! દ્વારરૂપી મુખ પર નીલરત્નરૂપી સુંદર આંખો છે જેની, વચમાં રહેલાં પાટિયાં (પાટડો) રૂપી વિસ્તૃત લલાટ જેનું, તેના પર રત્નમય તોરણરૂપી તિલક છે જેનું, તેમજ સુવર્ણની ભીંતોરૂપી છે, કપોલભાગ જેનો, છતરૂપી સુંદર નાસિકા છે જેની, વળી પ્રવેશદ્વારમાં લાગેલી ખૂંટીઓરૂપી સુંદર ભ્રમરો છે જેની, તેમાં રહેલા શ્રીવિલાસ જેવા પલ્લવ અને પુષ્પોરૂપી છે, અધર જેના, મલ્લિકાનાં પુષ્પોના ગુચ્છરૂપી સુંદર સ્મિત છે જેનું, શ્વેત કમળ અને મુચકુંદનાં પુષ્પોરૂપી સફેદ મોટા દાંત છે જેના, એવા મુખ્ય દરવાજાની બહાર તેઓ પધાર્યા, ત્યારે વિવિધ વાજિંત્રોના અવાજથી આકાશ-પૃથ્વી ગાજી રહ્યાં હતાં. ૧. સર્વશી-૪ર્વશી નામની અપ્સરા ૨. નિપીય-વૃા । 3. નાનાચનારું-નાકનાથ (ઇન્દ્ર)ની નગરી - અમરાવતી ૪. ઉત્તરાં-બારસાત અથવા ભારવથ (તિર્યક્રારોર્ધ્વનાત્તesi-અમિ૦ ૪ l૭૨) ૬. વિશેષ-તિન (તિનò તમાનપત્રચિત્રપુ′વિશેષઃ અમિ૦ રૂ।રૂ૧૭) ૬. વનમી-છજુ (વલમી છવિરાધાર-અમિ૦ ૪ I૭૭) ૭. નવન્તઃ-ખૂંટી (નાવવન્તાસ્તુ વન્તા-અમિ૦ ૪ l૭૭) ૮. લવમઃ-સુન્દર, વજ્ર-ભ્રમર શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૮૬ Page #103 -------------------------------------------------------------------------- ________________ सार्वभौम ! भवता स्पृहणीया, सर्वथैव वृषभध्वजवंशः | दैवतावनिरुहेव सुमेरुः, कौस्तुभेन२ च हरेरिव वक्षः ||३९।। હે ચક્રવર્તી, આપના વડે ઋષભદેવનો વંશ સ્પૃહા કરવા લાયક છે. કલ્પવૃક્ષ વડે જેમ સુમેરુ પર્વત અને કૌસ્તુભ મણિ વડે વિષ્ણુનું વક્ષસ્થલ (છાતી) જેમ સ્પૃહણીય છે તેમ આપના વડે ઇક્વાકુ વંશ સ્પૃહણીય છે. मौक्तिकैरिव यशोभिरशोभि, क्ष्मातलं विमलवृत्तगुणाढ्यैः । दिक्पुरन्ध्रिहृदयस्थलधार्हेतुरम्बुधिरिव त्वममीषाम् ।।४०।। નિર્મળ ગોળાકાર મોતીઓથી બનેલો મુક્તાહાર જેમ શોભે તેમ આપના નિર્મળ યશ વડે પૃથ્વીતલ શોભી રહ્યું છે. દિશાઓરૂપી દેવાંગનાના વક્ષસ્થલ પર ધારણ કરેલા યશરૂપી મોતીના હારના મૌક્તિકના ઉદ્ગમસ્થાન રૂ૫ સમુદ્ર આપ જ છો અર્થાતુ આપ જ યશના હેતુરૂ૫ છો. वामदक्षिणकरद्वयमेतत, स्वर्गरत्नफलदाधिकमूह्यम् । સર્વર્તવ હૃદયેખિતવરનુબાપાત્ તવ વાચવતં! TI૪૧TI હે દાનેશ્વરી, આપનો ડાબો અને જમણો હાથ હંમેશાં મનોવાંછિત વસ્તુને આપવા માટે ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક છે, એમ હું માનું છું. वाहिनीपतिरयं जलताढ्यो, गौरकान्ति रपि संश्रितदोषः । तेजसां निधिपरपि क्षतधामा, तत्कथञ्चिदुपमेय इह त्वम् ।।४२।। હે ચક્રવર્તી ! આપ સમુદ્ર, ચંદ્ર કે સૂર્ય - આ ત્રણમાંની કઈ ઉપમાને લાયક છો ? સમુદ્ર છે પરંતુ જડતા (જલ)થી યુક્ત છે. ચંદ્ર નિર્મળ કાંતિવાળો છે પરંતુ કલંકિત છે. સૂર્ય પ્રતાપી છે પરંતુ સંધ્યા સમયે નિસ્તેજ બની જાય છે. અર્થાત્ હે દેવ, આપ આ ત્રણે ઉપમાથી અનુપમ છો ! आयुगान्तमपि कीर्तिरियं ते, स्थाप्नुरत्र भरतावनिशक्र ! | भाविनोऽपि यदमूमनुसृत्य, क्ष्माभृतो वसुमतीमवितारः ||४३।। હે ભરતેશ્વર ! આપની કીર્તિ યુગાન્તપર્યત શાશ્વત રહેશે. ભવિષ્યમાં થનાર રાજાઓ પણ આપને અનુસરીને પૃથ્વીનું રક્ષણ કરનાર બનશે. ૧. વિતાવનિરુ-કલ્પવૃક્ષ ૨. સ્તુમા-વિષ્ણુના વક્ષસ્થલમાં રહેલું મણિ (મુખમધ્યે તુ તુમ - મિ૦ ર વિરૂ૭). રૂ. 80-જ્ઞાતવ્ય | ૪. જોરાન્તિઃ-ચન્દ્ર છે. તેના નિધિ-સૂર્ય શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૮૭ Page #104 -------------------------------------------------------------------------- ________________ कीर्त्तिनिर्जरवहा' तव राजन्!, विष्टपत्रितयपावनदक्षा । राजहंसरचिताधिकहर्षा, वाहिनीरमणतीरगमित्री ।। ४४ ।। હે રાજન, ત્રણે લોકને પવિત્ર કરવામાં દક્ષ અને શ્રેષ્ઠ રાજાઓરૂપી રાજહંસોથી શોભતી એવી આપની કીર્તિરૂપી ગંગા નદી સમુદ્રને મળવા માટે જઈ રહી છે. त्वत्प्रतापदहने त्वदरीणां भस्मसादिह यशांसि भवन्ति । स्वेच्छयाऽति यशोनवयोगी, भस्मना वपुरनेन विलिप्य ।। ४५ ।। હે દેવ ! આપના પ્રતાપરૂપી અગ્નિમાં આપના શત્રુઓનો યશ ભસ્મીભૂત થઈ ગયો છે. તે ભસ્મને આપના યશરૂપી યુવાનયોગી શરીર પર લગાડીને સ્વેચ્છાએ ત્રણે જગતમાં ફરી રહ્યો છે. व्यानशे तव यशश्चतुराशा, वाहिनीशितुरिवाम्बु विवृद्धमू । तत्र सेतवति कोपि न राजा, मार्गणा रस्त्वनिमिषन्तिनितान्तम् ।।४६।। હે સ્વામિન્, આપનો યશ સમુદ્રમાં આવેલી ભરતીની જેમ ચારે દિશામાં ઊછળી રહ્યો છે. તેના પર બંધ (પુલ) બાંધવા માટે આપનો કોઈપણ શત્રુ રાજા સમર્થ નથી. અને તે યશરૂપી સમુદ્રમાં નિરંતર યાચકોરૂપી અસંખ્ય માછલીઓ તરી રહી છે. देव ! चन्द्रति' यशो भवदीयं सांप्रतं क्षितिभुजामितरेषाम् । तारकन्ति च यशांसि कृतित्वं तत्तवैव न हि यत्र कलङ्कः ।।४७ ।। હે નાથ, આપનો ઉજ્જ્વળ યશ ચન્દ્રની જેમ નિર્મળ કાંતિવાળો છે, જ્યારે બીજા રાજાઓનો યશ તારાઓની જેમ ટીમ-ટીમ તેજવાળો છે. આપના યશરૂપી ચંદ્રમાં કોઈપણ પ્રકારનું કલંક નથી એ જ આપની પવિત્રતાનું સૂચન કરે છે. त्वामपास्य सकलार्थदहस्तं योत्र विह्वलतया श्रयतेऽन्यम् । दुर्मतिः स हि सुधाब्धिमपास्ता, शुष्यदम्बुसरसि स्थितिमान् यः । ।४८ ।। હે દેવ, સકલ વસ્તુને આપનારા આપના પવિત્ર હાથને છોડીને વિહ્વળ બનેલો જે કોઈ દુર્મતિ બીજાનો આશ્રય લે છે તેણે ખરેખર ક્ષીરસમુદ્રને છોડીને સૂકા તળાવનો આશ્રય લીધા બરાબર છે. को गुणस्तव स येन निबद्धा, राजराज ! चपलापि जयश्रीः । नान्यमेव भवतश्च वृणीतेऽतस्त्वदीयसुभगत्वमिहेड्यम् ।।४९ ।। હે સ્વામિન્, આપમાં એવો કયો આકર્ષિત ગુણ જેનાથી બંધાયેલી ચંચળ એવી વિજયલક્ષ્મી આપને છોડીને બીજા કોઈને વરતી નથી ! આ વિષયમાં હું માનું છું કે આપની ૫૨મ સૌભાગ્ય જ ભાગ ભજવી રહ્યું છે. ૧. નિર્ણવજ્ઞા-ગંગા ૨. સેતવતિ-પાનિવનાપતિ ! રૂ. માર્શન-યાચક (માર્જોએ યાવનઃ - અમિ૦ રૂ।પુર) ૪. અનિમિત્તિ-મીનવલાપતિ । ૬. ચન્દ્રતિ-ચન્દ્રવલાપતિ । ૬. તાત્તિ-તારાવવાપત્તિ । ૭. ફચમ્-સ્તોતવ્યમ્ । શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૮૮ Page #105 -------------------------------------------------------------------------- ________________ पश्य पश्य गगनक्षितिचारि, त्वद्बलं खररुचं पिदधाति । इत्यवेत्य' गगनान्तविहारी, ख्यातिमेति कथमत्र महस्वी २ ? ।। ५० ।। અરે. જુઓ... જુઓ, આકાશ અને પૃથ્વી પર ચાલનારી આપની સેનાથી સૂર્યદેવ કેવા ઢંકાઈ ગયા છે ? તે શા માટે ??? ‘અહીં રહેવાથી મારી ખ્યાતિ કેવી રીતે જળવાશે ?' એમ વિચારીને જ જાણે સૂર્ય આકાશના અંતભાગમાં જતો રહ્યો ના હોય इत्थमर्थिजनवाक्यपदान्याकर्णयन् क्षितिपतिर्विलुलोके । शाखिभिः परिवृतानि समन्तात्, काननानि सविधे पुर एव ।। ५१ ।। મંગલપાઠકોની બિરદાવલિને સાંભળતાં મહારાજા ભરત નગરની સમીપમાં વૃક્ષોની ઘટાથી યુક્ત ચારેબાજુ ૨હેલાં ઉપવનો જોઈને પ્રસન્ન થયા. स्वस्वनागहयपत्तिरथाढ्या, उत्तरोत्तररमार्पितचित्राः । पृष्ठतः क्षितिपतेः पृथिवीशा, अन्वयुः करभरा इव भानोः ।। ५२ ।। પોતપોતાની હાથી, ઘોડા, સૈનિકો અને ૨થો ઉપર આરૂઢ થયેલા અને ઉત્તરોત્તર અધિક-અધિક ઐશ્વર્યથી એકબીજાને વિસ્મિત કરતાં બત્રીસ હજાર રાજાઓ સૂર્યની પાછળ જેમ સૂર્યનાં કિ૨ણોનો સમૂહ ચાલે તેમ મહારાજા ભરતની પાછળ-પાછળ ચાલ્યા. आदिदेवतनयं ध्वजिर्नी तां, तारकारि मिव निर्जरसेनाम् । अन्वितां समवलोक्य सतर्क, नागरा इति परस्परमूचुः ।। ५३ ।। દેવોના સેનાપતિ કાર્તિકેયની પાછળ જેમ દેવસેના ચાલે તેમ ઋષભનંદન ભરતની પાછળ ચતુરંગી સેનાને ચાલતી જોઈને નગ૨વાસીઓ પરસ્પર ચર્ચા કરવા લાગ્યા. एतयोर्ननु पिता जगदीशः, सर्वसृष्टिकरणैकविधाता । किं विरोधतरुरुप्यत आभ्यां युत्फलश्चरनियोजनसूनः ? ।। ५४ ।। જેઓના પિતા જગદીશ્વર તીર્થંકર ભગવાન છે, જે સમસ્ત જગતના એક વિધાતા છે, એવા પરમપિતાના બન્ને પુત્રો ભરત-બાહુબલિ શા માટે આ વૈરરૂપી વૃક્ષનું પોષણ કરતા હશે ? જેનું ફળ છે યુદ્ધ અને જેનું ફૂલ છે દૂતનું સંપ્રેષણ. न प्रभुर्न इह तृप्तिमवापद्, भारतक्षितिपराज्यगृहीत्या । वाडवाग्निरिव दुर्घरतेजाः, सिन्धुराजसलिलाभ्यवहृत्या ।। ५५ ।। સમુદ્ર અને નદીઓના પાણીનું ભક્ષણ કરવા છતાં જેમ દુર્ધર્ષ તેજવાળા વડવાગ્નિને તૃપ્તિ થતી ૧. યેક્ષ્ય-કૃત્યપિ પા | ૨. મરીી-સૂર્ય રૂ. અર્જિનનઃ-મંગલપાઠક ૪. છત્તરોત્તર...-ઉત્કૃષ્ટોત્કૃષ્ટલક્ષ્મીમિપિતા-વત્તું ચિત્ર · આશ્ચર્ય યૈઃ, તે । ધુ. તારાશિ-કાર્તિકેય (તારાકિ શાન્તિભૂમિ ૨૦૧૨રૂ) ૬. યુત્પન્ન-યુત્ (યુદ્ધ) પુર્વે નં યસ્ય, અસૌ । શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૮૯ Page #106 -------------------------------------------------------------------------- ________________ નથી તેમ અમારા સ્વામી ભરતને સમસ્ત ભારતવર્ષના રાજાઓનાં રાજ્ય ગ્રહણ કરવા છતાં પણ હજુ તૃપ્તિ થઈ નથી. दैवतेशितुरपि स्पृहणीया, लक्ष्मि रस्य परिभाति गतान्ता । बन्धुबाहुबलिमण्डललिप्सोः, सांप्रतं किमधिकात्र भवित्री ।।५६ ।। જેની ઇન્દ્ર મહારાજા પણ સ્પૃહા કરે તેવી ભરત મહારાજા પાસે અપરંપાર લક્ષ્મી હોવા છતાં પોતાના બંધુ બાહુબલિના એક દેશને લઈ લેવાથી એમને કયા પ્રકારની સંપત્તિ વધારવાની છે ! वाजिराजिभिरिभैश्च विवृद्धात् प्राभवात् सुरनरोरगकान्तात् । मन्यते तृणवदेष जगन्ति, प्राभवस्मयगिरिॉविलध्यः ||५७।। દેવ, મનુષ્ય અને નાગલોકને ઇચ્છનીય એવા પ્રકારના અસંખ્ય ઘોડા-હાથીઓ-રથો વડે જેમનું સામ્રાજ્ય ભારતભરમાં વિસ્તરી રહ્યું છે, એવા સમસ્ત ભારતના માલિક હોવાથી મહારાજા ભરત જગતને તૃણની જેમ તુચ્છ ગણે છે, ખરેખર સત્તાધીશપણાથી ઉત્પન્ન થયેલો અહંકારરૂપી પર્વત અનુલ્લંઘનીય હોય છે. सात्विका इह भवन्ति हि केचित्, केचिदादधति राजसभावम् । तामसत्वमिह कैश्चिदुपास्तं, यज्जना भुवि गुणत्रयवन्तः ।।५८ ।। આ સંસારમાં ત્રણ ગુણવાળા મનુષ્યો હોય છે. કેટલાક સાત્ત્વિક, કેટલાક રાજ શું અને કેટલાક તામસ્ ભાવવાળા હોય છે. राजसाः किल भवन्ति महीन्द्रा, वैभवभ्रमिविघूर्णितनेत्राः । यत्प्रभुत्वमसदर्पयितारो, नाधिपत्यमितरत्र सहन्ते ।।५९ ।। ' રાજાઓ રાજસ્ વૃત્તિવાળા હોય છે. એમનાં નેત્રો એશ્વર્યના મદથી ઘેરાયેલાં હોય છે. તેથી બીજાનું અધિપતિપણું સહન કરી શકતા નથી. એટલે જ્યાં પોતાની સત્તા ના હોય ત્યાં પણ પોતાનું પ્રભુત્વ (સત્તા) જમાવવામાં રચ્યાપચ્યા હોય છે. दायकत्वसुकृतित्वगुणाभ्यां, सात्विको नरपतिर्विविदेऽयम् । सात्विकत्वमवधूय युयुत्सु४, सोदरेण सह तत्कथमेषः ? ||६०|| જ્યારે ભરત મહારાજને તો ઉદારતા અને વિદ્વત્તા એ બે ગુણથી સાત્વિક ગુણવાન તરીકે જાણ્યા હતા, પરંતુ હમણાં તેઓ સાત્વિક ગુણને છોડીને ભાઈની સાથે યુદ્ધ કરવા માટે કેમ ઇચ્છતા હશે? यो विवेकतरणेरुदयाद्रिः, सोऽधुनात्र भविता चरमाद्रिः । मेदिनीगगनचारिचमूभिर्यवृतो व्रजति बन्धुविजित्यै ।।६१।। ૧. “લભી' દીર્ઘ હોવી જોઈએ ૨. કામવા-મુત્વા, ગથિપત્યા ! 3. વિવિવિIT | ૪. યુયુત્સુ-યોનિષ્ણુ-યુયુ ! શ્રી ભરતબાહુબલિ મહાક્ષત્રમ્ ૦ ૯૦ Page #107 -------------------------------------------------------------------------- ________________ વિવેકરૂપી સૂર્યના ઉગમસ્થાન રૂપ ઉદયાચલ સમાન હતા, તે આજે અસ્તાચલ સમાન બની ગયા છે, કેમ કે પોતાના ભાઈ બાહુબલિને જીતવા માટે ભૂમિચારિણી અને આકાશચારિણી એમ બન્ને પ્રકારની સેનાને લઈને જઈ રહ્યા છે. मण्डपः स यदि नीतिलताया, ज्येष्ठमानमति तहिं कथं नो ? मानहानिरधुनास्य न नत्यामुच्छिनत्त्यविनयं त्वनयाऽयम् ।। ६२ ।। કોઈ કહે છે : જો બાહુબલિ નીતિલતાનો મંડપ હોય તો પોતાના વડીલ બંધુને પ્રણામ કરવા કેમ ના આવે ? હમણાં પણ જો બાહુબલિ નમી જાય તો એમાં કંઈ એમની માનહાનિ નહીં થાય, બલ્કે એમના અવિનયનો ઉચ્છેદ થઈ જાય. मानिनां प्रथमता किल तस्य, प्राग् गता त्रिजगति प्रथमानम् । तामपास्य कथमेति स एनं जीविताच्छतगुणोऽस्त्यभिमानः ।। ६३ ।। કોઈ કહે છે : અરે બાહુબલિ તો અભિમાની લોકોમાં પ્રથમ સ્થાને છે. એવી એમની પ્રસિદ્ધિ ત્રણે જગતમાં પહેલેથી જ છે. તો એ પોતાનો અહંકાર છોડીને ભરત પાસે નમતા કેમ આવે ? એમને એમનો અહંકાર તો એમના પ્રાણથી પણ સો ગણો વધારે પ્રિય છે. एकदेशवसुधाधिपतित्वं, बान्धवस्य सहते न विभुर्नः । आत्मनो जलग़तं प्रतिरूपं, वीक्ष्य कुप्यति न किं मृगराजः ? ।। ६४ ।। અમારા સ્વામી ભરત પણ પોતાના ભાઈના એક દેશનું પણ અધિપતિપણું સહન કરી શકતા નથી ! શું સિંહ જલમાં પડેલા પોતાના પ્રતિબિંબને જોઈને ક્રોધિત નથી થતો ? यच्चकार रणचेष्टितमुच्चैर्भारतक्षितिधवस्य पुरस्तात् । एक एव बलवान् बहलीशः सत्त्ववानिति यशोस्य भविष्णु । । ६५ ।। ભારતવર્ષના અધિપતિ ભરતની સામે ફક્ત બાહુબલિએ જ યુદ્ધ કરવાની ચેષ્ટા કરી છે એ જ ખરેખર મહત્ત્વની વાત છે. આ યુદ્ધથી બાહુબલિની કીર્તિ ચારે દિશામાં ફેલાશે કે બાહુબલિ બળવાન અને સંત્ત્વશાળી ગણાશે. एतयोः समरतः किल भावी, नागवाजिरथपत्तिविनाशः । मत्तयोरिव वनद्विपयोर्द्राक्, पार्श्ववर्तितरुसंततिभङ्गः ||६६|| ત્યારે કોઈ મધ્યસ્થ માણસ કહે છે : જંગલમાં મદોન્મત્ત બે હાથીઓના યુદ્ધમાં જેમ વૃક્ષોના સમૂહનો નાશ થાય છે, તેમ આ બન્નેના પરસ્પર યુદ્ધમાં હાથી-૨થ-ઘોડા આદિ લાખો ને કરોડો સૈનિકોનો નાશ ને સંહાર થશે. नागरैरिति वितर्कित एष, स्वर्वनात्यधिकविभ्रमभृत्सु । कोशलापरिसरोपवनेषु, क्षिप्तचक्षुरचलद् बलयुक्तः ।।६७।। આ પ્રમાણે નગરવાસીઓ ચર્ચા કરી રહ્યા છે ત્યારે મહારાજા ભરત અયોધ્યાની નજીકમાં જ રહેલા નંદનવન સમાં ઉપવનોમાં દૃષ્ટિપાત કરતા પોતાની સેના સાથે આગળ વધ્યા. શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૯૧ Page #108 -------------------------------------------------------------------------- ________________ पञ्चवर्णमयकेतुपरीतैः, पुष्पपल्लवचितैरिव वृक्षः । हेमकुम्भकलिताग्रशिरोभिर्देवधामभिरिवोन्नतिमद्भिः ।।६८।। पद्मिनीवदनचारुगवाक्षैः, पल्वलैरिव विकस्वरपमैः । सर्वतो वसनवेश्मभिरुच्चै, राजितान्तरमनोरमलक्ष्मि ||६९।। यत्र पूर्वमवरोधवधूभिः, संन्यवासि विविधोत्सवरत्यै । चारुचैत्ररथतोऽपि वनं तद्, राजमौलिरिवगन्तुमियेष |७०।। કુબેર ભંડારીના ચિત્રરથ નામના ઉપવનની શોભાને જેણે હરી લીધી છે, એવા સુંદર અને સુવાસિત ઉપવનમાં ભરત મહારાજા જવા માટે આતુર હતા. એમાં અંત:પુરની રાણીઓ ક્રિીડા મહોત્સવ માણવા માટે પહેલેથી જ આવી ગઈ હતી. તે સુંદર ઉપવનના મધ્યભાગમાં ચારે બાજુ વિવિધરંગી વસ્ત્રોથી સુંદર કુટિરો બનાવી હતી અને તેના પર પંચરંગી પુષ્પોના ગુચ્છાની જેમ પંચવર્ણી ધ્વજાઓ ફરકી રહી હતી. દેવમંદિરનાં શિખરો પર જેમ સુવર્ણના કળશો હોય તેમ પર્ણકુટિરો (તંબુઓ) પર ઊંચા સુવર્ણકળશો શોભતા હતા, નાનાં તળાવોમાં વિકસ્વર કમલિની શોભે તેમ કુટિરનિવાસી પદ્મિની સ્ત્રીના મુખની જેમ સુંદર ગવાક્ષો શોભતા હતા. આવા સુંદર ઉપવનમાં ઠેર ઠેર નયનરમ્ય રાજ કુટિરોની રચના કરી હતી. भारताधिपतिरम्बरवेश्म द्वार्यऽवातरदिभादतितुङ्गात् । मालवक्षितिधवार्पितहस्तः, स्वर्गनाथ इव मेरुगिरीन्द्रात् ।।७१।। ભારતવર્ષના અધિપતિ ભરત રાજકુટિરના દ્વાર પર માલવદેવના રાજાના હાથના સહારે જેમ ઇન્દ્ર મેરુપર્વતથી નીચે ઊતરે તેમ હસ્તિરત્ન ઉપરથી નીચે ઊતર્યા. , स्वस्ववाहनवरादवतेरे, राजभिस्तदनुनम्रशिरोभिः | गां गतैरिव सुरैर्वरभूषाभूषिताङ्गरुचिराजितवेषैः ।।७२।। સુંદર અલંકારોથી વિભૂષિત શરીરવાળા અને સુંદર વેશભૂષાવાળા દેવો પોતપોતાનાં વાહનોમાંથી પૃથ્વી પર નીચે ઊતરે તેમ ભરત મહારાજાની પાછળ નતમસ્તકવાળાં અને સુંદર વસ્ત્રો-અલંકારોથી વિભૂષિત એવા રાજાઓ પણ પોતપોતાનાં વાહનોમાંથી નીચે ઊતર્યા. वेत्रपाणिसुचरीकृतमार्गः, संसदालयमितः क्षितिराजः | पञ्चबाण इव यौवनमन्तःपुष्पसंचयशुचिस्मितकान्तम् ।।७३।। જેની આગળ દ્વારપાળ રસ્તો બતાવી રહ્યો છે એવા ભરત મહારાજા મંદ ગતિએ સભાગૃહમાં પધાર્યા. અંત:પુષ્પોના સમૂહથી પવિત્ર સ્મિત અને મનોહર એવી યુવાસ્થામાં જેમ કામદેવ પ્રવેશ કરે તેમ વિવિધ પ્રકારનાં પુષ્પોની રચનાથી વિભૂષિત એવા સભાગૃહમાં તેમણે પ્રવેશ કર્યો. सौधादपि प्रमुमुदे पटवेश्मनासौ, रत्नौघचित्रितवितानवितानवत्वात् | यत्र प्रदीपकलिकाः पुनरुक्तभूत्यै, नक्तं दिवेव तपति द्युमणी ज्वलन्ति ।।७४ ।। ૧. વાર -પટકુટિર(તંબુ) २. रत्नौघ...-रत्नौघेन चित्रितानि वितानानि-चन्द्रोदयास्तेषां वितान-समूहो वा विस्तारस्तद्वत्वात् । શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૯૨ Page #109 -------------------------------------------------------------------------- ________________ ભરત મહારાજા રાજમહેલોથી પણ અધિક શોભાવાળી તેમજ રત્નોના સમૂહથી ચિત્રિત ચંદરવાથી યુક્ત એવી રાજકુટિ૨ો જોઈને ખૂબ જ પ્રસન્ન થયા. એ કુટિરોમાં સ્થાને-સ્થાને દીપકલિકાઓ (દીવાઓ) સૂર્યના-પ્રકાશની જેમ રાત-દિવસ પ્રકાશ પાથરી રહી હતી. તે જાણે ચક્રવર્તીના ઐશ્વર્યની પુનરુક્તિ કરાવતી ના હોય ! यस्यात्रापि हि विश्वविस्मयकरः प्राचीनपुण्योदयो, जागर्त्ति प्रथिमानमेति सुषमा तद्दोहदेभ्योधिकम् । मुक्तापङ्कजिनीविसा'शनपराः सर्वत्र हंसा यतः, काकाः कश्मलनिम्बभूरुहफलास्वादैकबद्धादराः ।। ७५ ।। મહારાજા ભરતનો જગતમાં આશ્ચર્યકારી એવો પ્રબળ પુણ્યોદય જાગી રહ્યો છે. પૂર્વભવમાં કરેલા ધર્મનું એ પરિણામ છે. ખરેખર પુણ્યથી જ, પોતાના મનોરથો કરતાં પણ અધિક-અધિક સુખની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે : હંસો સર્વત્ર કમળની નાલ અને મોતીના જ ચારાનું ભક્ષણ કરે છે, જ્યારે કાગડો વિષ્ટા અને કડવી લીંબોળીનું ભક્ષણ ક૨વામાં આસક્ત બને છે. એ ખરેખર પૂર્વોપાર્જિત પુણ્ય-પાપની બલિહારી છે. इति प्रथमसेनानिवेशवर्णननाम षष्ठः सर्गः આ પ્રમાણે સેનાના પ્રથમ પડાવના વર્ણનપૂર્વકનો છઠ્ઠો સર્ગ સમાપ્ત. ૧. વિસં–કમળનીનાલ (તૃળાનું તન્તુનું વિશ્વમ્ · અમિ૦ ૪ર૩૧) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૯૩ Page #110 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ પરિચય : અયોધ્યાની બહાર ઉપવનોમાં મહારાજા ભરત પોતાના અંત:પુરની રાણીઓ સાથે વિવિધ પ્રકારની વનક્રીડા કરી રહ્યા હતા. ચંદ્ર સમાન મહારાજા ભરતની પાછળ-પાછળ ચંદ્રિકા સમાન સુંદરીઓ આવી રહી હતી, કોઈના હાથમાં પંચવર્ણ પુષ્પોના પંખા હતા, કોઈ મહારાજા પર છત્ર ધારણ કરી રહી હતી. જલક્રીડા કરવાની ઇચ્છાવાળા મહારાજા ક્રીડા સરોવરમાં પધાર્યા. તેની પાછળ અંગનાઓ પણ એ સરોવરમાં પ્રવેશી. રમણીય સરોવરમાં રાજા સાથે વિવિધ પ્રકારની જલક્રીડા કરતી રાણીઓના કેશપાશ પણ છૂટી ગયા ને વેણીમાંથી છૂટાં પડેલાં ફૂલો પાણી પર તરતાં હતાં, તે આકાશમાં તારાની જેમ શોભતાં હતાં. આ પ્રમાણે જલક્રીડા કરીને ભીના વચ્ચે મહારાજા બહાર પધારે છે તે વગેરેનું વિસ્તૃત વર્ણન ગ્રંથકાર સાતમાં સર્ગમાં બતાવે છે. चक्रभृन् मृगदृशां मनोरथैरीरितोथ विजहार कानने | वल्लभाभिलषितं हि केनचिल्लुप्यते प्रणयभङ्गभीरुणा ? ||१|| ભરત ચક્રવર્તી સુંદરીઓની ઇચ્છાથી પ્રેરાઈને વનક્રીડા કરે છે. પ્રેમાળ પતિ પ્રિય પત્નીની ઇચ્છાને અનુસરે છે. ખરેખર પ્રેમમાં પરસ્પરની ઇચ્છાને મહત્ત્વ આપવું જોઈએ, અન્યથા પ્રેમભંગનો ભય રહેલો છે. पार्श्वपृष्ठपुरतः पुरन्ध्रिभिश्चक्रिणश्चरितुमभ्ययुज्यत । हस्तिनीभिरिव सामजन्मनोऽनोकहैकगहनोन्तरे वने ।।२।। નિબિડ વૃક્ષવાળા ઉપવનના મધ્યભાગમાં હાથણીઓ જેમ હાથીને ઘેરી લે તેમ સુંદરીઓએ ચારે તરફથી મહારાજા ભરતને ઘેરી લીધા. कामिनीसहचरस्य चक्रिणो, विभ्रम वनयुषो विलोक्य वै । ' तत्रपे त्रिदशराट् शचीसखः५, संचरंस्त्रिदिवकाननान्तरे ||३|| .. સ્ત્રીઓની સાથે રમણીય ઉપવનમાં વનવિહાર કરતા ભરતને જોઈ દેવલોકના નંદનવનમાં ઇન્દ્રાણીઓ સાથે વનવિહાર કરતા ઇન્દ્ર પણ લજ્જિત બની ગયા. स्मेरपुष्पकरवीर वीरुधा, मातरिश्व परिधूतपत्रया । संवितन्वदिव पार्श्वयोर्द्धयोश्चामरश्रियममुष्य चक्रिणः ||४|| ૧. મનોરથે - I २. अभ्ययुज्यता-उद्यमः क्रियतेस्म । રૂ. સામાન્મા-હાથી (માતાવારણની શાનયોન :- ૪ ર૮૩) ૪. વિશ્વ-શોમાનું ! ५. शचीसखा-शची-इन्द्राणी सखा अस्ति यस्य सः शचीसखा-इन्द्राणीसहितः | ૬. વીર-કણેર (વી યાર-ગામ કારરૂ) ૭. વીથ (વીરા)-ઘણી શાખાવાળી લતા(ન્જિન્યુનાવીઘા - કમ કાવ૮૪) : ૮. કાતરિશ્વા-વાયુ ( નાગ્યા ના મ૦ ૪ ૧૭૩) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૯૪ Page #111 -------------------------------------------------------------------------- ________________ कैतकेन रजसा तदा वनं, ज्योम्नि मारुतविवर्तितेन च । अस्य मूर्धनि निजं सितप्रभं, छत्रमादधदिव व्यराजत ||५|| સ્ત્રીઓની સાથે વનવિહાર કરતા મહારાજા ભરતની બન્ને બાજુ વિકસ્વર ક૨વીનાં પુષ્પોથી યુક્ત અને પવનથી મંદ-મંદ હાલતી લતાનાં પાદડાં વડે ઉપવન જાણે ચામર વીંઝી રહ્યું ના હોય ! વળી પવનથી પ્રેરાઈને આકાશમાં ફેલાયેલાં શ્વેત-કેતકીપુષ્પોથી પરાગ જાણે મહારાજા ભરતના મસ્તક પર છત્ર ધારણ કરી રહ્યો ના હોય ! वातवेल्लिततरुप्रपातिभिः प्राभृतं नरपतेः फलैर्वनम् । संततान खलु नेदृशाः क्वचित्, स्युश्चराचरविलङ्घ्यताजुषः ||६|| ચરાચર જગતમાં ભરત ચક્રવર્તી જેવી મહાન વ્યક્તિની મર્યાદાનું કચારે પણ ઉલ્લંઘન કરવું ના જોઈએ, એમ માનીને (ઉપવન) પ્રચંડ પવનના આધાતે વૃક્ષો પરથી પડી ગયેલાં ફળો વડે જાણે રાજાને ભેટણું કરતું ના હોય ! कामिनीकुचघटीविघट्टनैर्मन्थरो मिलितवक्त्रसौरभः । तं निषिक्तवसुधाङ्गसङ्गतोऽमूमुदत् प्रमदकाननानिलः ।।७।। વનવિહાર કરતી સ્ત્રીઓના સ્તનરૂપી કળશોના અથડાવાથી મંદ, તાંબુલ ખાતી સ્ત્રીઓના મુખમાંથી નીકળતી સૌરભથી સુવાસિત અને જલછંટકાવ કરેલી ભૂમિના સ્પર્શથી શીતળ - એમ ત્રણ પ્રકારે ઉપવનનો મંદ-સુગંધ અને શીતલ પવન મહારાજા ભરતને આનંદ આપતો હતો. अस्मदृद्धिपरिवर्द्धके रवौ, मैष कुप्यतु रसातिसर्जनात्' । छायया रविमहो निवारितं, संजदऽस्य शिरसीति शाखिभिः ||८|| નિરંતર જલવર્ષાથી અમારાં ફળ, પુષ્પ આદિની વૃદ્ધિ કરનાર ઉપકારી સૂર્યદેવ પર ભરત રાજા કોપાયમાન ના થાઓ ! આમ વિચારીને જાણે વૃક્ષોએ પોતાની શાખાઓ વડે મહારાજા ભરતના મસ્તક ઉપર પડતા આતપ (તડકા)નું નિવારણ કર્યું. षट्पदाञ्जनभरं लतालयः २, सविधाय सुमलोचनेषु च । वल्लभा इव मुदं ददुस्तरां, तस्य संविहरतो वनान्तरे ।।९।। વૃક્ષોની લતાઓ પુષ્પોરૂપી નયનોમાં ભ્રમરૂપી અંજન આંજીને વનવિહાર કરી રહેલા મહારાજા ભરતને પ્રિયની જેમ અત્યંત આનંદ આપતી હતી. मत्तभृङ्गरुतशिञ्जिनीरवं, पुष्पचापमधिरोप्य मन्मयम् । संतोष स निजानुहारिणं, वीक्ष्य काननगतं जयावहम् ।।१०।। -બેહૂબ પોતાના સરખા રૂપરંગનું અનુકરણ કરનારા જગતવિજેતા કામદેવ, પુષ્પના ધનુષ્યનું આરોપણ કરીને રસલોલુપી ભ્રમરોના ગુંજારવ રૂપી જયનાદથી ઉપવનને ગજવતા જોઈને મહારાજા ભરત અત્યંત સંતુષ્ટ થયા. ૧. રસાતિસર્વનાત્-પાનીયવર્ષળાત્ । ૨. તાજયઃ-નતાનાં આાજયઃ-પંયઃ । શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૯૫ Page #112 -------------------------------------------------------------------------- ________________ उन्मिषत्कुसुमकुड्मलस्तनीश्चंपकप्रसवगौररोचिषः । कोकिलास्वरभृतः सितच्छदध्वाननूपुरमनोरमक्रमाः ।।११।। कुन्दसुन्दरदती: परिस्फुरच्चञ्चरीकनयनाः सुमस्मिताः | पल्लवाधरवतीर्वनावनीवर्णिनीरिव विलोक्य सोऽतुषतम् ।।१२।। વનસ્થળી જોઈને મહારાજા ભરતને ઘણો સંતોષ થયો. વનસ્થળી કેવી ? વિકસ્વર પુષ્યોના ગુચ્છારૂપી સ્તનવાળી, ચંપકનાં પુષ્પોરૂપી શ્વેત કાંતિવાળી. કોયલોના કર્ણપ્રિય મધુર સ્વરવાળી, રાજહંસોના શબ્દોરૂપી નુપૂરના ઝંકારવાળી, મુચકુંદના પુષ્પોરૂપી ઉજ્વળ દંતપંક્તિવાળી, આમતેમ ઊડતા ભ્રમરોરૂપી આંખોવાળી, પલ્લવરૂપી રક્ત અધરવાળી, તેમજ વિકસ્વર ફૂલોરૂપી મિતવાળી, સુંદર સ્ત્રીની જેમ શોભતી એવી વનસ્થળીને જોઈને ભરત ચક્રવર્તી પ્રસન્ન ચિત્તવાળા બન્યા. सर्वतोस्य फलिनीलताऽसिते, व्योमकीर्णमिह कौमुदं रजा । पक्षिपक्षपवनैः प्रपञ्चित°, कौमुदीभ्रममतीतनत्तराम् ।।१३।। .. તે વનસ્થળીમાં ઊડતાં પક્ષીઓની પાંખોથી ઉત્પન્ન થયેલા પવન વડે ચારે બાજુ ફેલાયેલી પ્રિયંગુલતાની શ્યામલ પરાગને આકાશમાં વિખરાઈ ગયેલી જોઈને મહારાજા ભરતને ચાંદની જેવો આભાસ થયો. केकयाऽब्धसुहृदां तदा वनं, कामिनोर्वददितीव वामिह१० । खेलतं कलयतं फलं श्रियोऽमूदृशो ह्यवसरो दुरासदः ।।१४।। તે વખતે મયૂરોનો કેકારવ વનમાં ગુંજી રહ્યો હતો. શા માટે ? મોર કામી પુરુષોને જાણે આ પ્રમાણે કહેતો ના હોય કે “તમે પણ અમારી જેમ નાચો અને ક્રીડા કરો અને વનક્રીડાની શોભાને झूटो, म मापो अवसर भगवा हुन छ !" संश्रितः स ललनाभिरुल्लसद्दो रुरोजकमलाभिरञ्जसा । वल्लरीः फलमृणालशोभिनीः, स्पर्धयेव दधतां महीरुहाम् ।।१५।। ફળ અને મૃણાલથી શોભતી વેલડીઓ જેમ વૃક્ષોને વીંટાઈ જાય તેમ સુંદર હાથ ને કઠિન સ્તનવાળી સ્ત્રીઓ મહારાજા ભરતને વીંટળાઈ ગઈ, અર્થાત્ ગાઢ આલિંગન કરીને રહી. १. कुन्दसुन्दरदती:-कुन्दवत् सुन्दरा दन्ता यासां तास्ताः । २. सुमस्मिता:-सुमाणि-पुष्पाणि तद्वत् स्मितं-हसितं यासां, तास्ताः | ३. वनावनिः-काननवसुधा । ४. वर्णिनी-स्त्री (वर्णिनी महिलाऽबला-अभि० ३।६८) ५. फलिनीलता-प्रियंY-lau (प्रियंगु फलिनी श्यामा-अभि० ४।२१५) ६. कौमुदं रजा-कुवलयोत्थः परागः | ७. पाठान्तरम्-पभिपक्षपवनप्रपञ्चितम् । ८. अब्दसुहृद्-मयूर (नीलकण्ठो मेघसुहृच्छिखी - अभि० ४।३८५) ९. कामिनो:-स्त्रीपुरुषयोः । १०. वाम्-युवाम् । ११. दो:-भुजा (भुजो बाहुः प्रवेष्टो दोः-अभि० ३।२५३) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૦ ૯૬ Page #113 -------------------------------------------------------------------------- ________________ अन्वभूवमहमद्य शुद्धतां, भारतेश्वरसमागमादिति । वातधूतनवपल्लवच्छलान्, नृत्यतीव तरुराजिरग्रतः ।।१६।। મહારાજા ભરતેશ્વરના સમાગમથી આજે મેં શુદ્ધ આનંદનો અનુભવ કર્યો અને તે આનંદને વ્યક્ત કરવા માટે, પવનથી કંપી રહેલા નવપલ્લવોના બહાને સમસ્ત વૃક્ષોની શ્રેણી જાણે નૃત્ય કરતી ના હોય! उद्धतं नभसि मातरिश्वना, प्रोन्मिषस्थलसरोजिनीरजः | उत्तरीयमिव काननश्रिया, न्यस्तमात्मशिरसि प्रियागमात् ।।१७।। ભૂમિ પર ઊગેલી વિકસ્વર કમલિનીની પરાગ (રજ)પવને આકાશમાં ઉડાડી દીધી, તે જાણે પોતાના પ્રિય સ્વામી ભરત રાજાના આગમનથી વનલક્ષ્મીએ મર્યાદાનું પાલન કરવા માટે પોતાના માથે ઉત્તરીય વસ્ત્ર ઓઢી લીધું ના હોય ! અર્થાત્ ઘૂંઘટ કાઢ્યો ના હોય ! पल्लवैः स्वयमशोकशाखिनः, कापि तेन निहता हृदन्तरे । हृष्यतिस्म दयिते प्रियाजना, प्रीतिकातरधिया हि तुष्यति ।।१८।। ભરતે કોઈ સ્ત્રીના વક્ષસ્થલ પર અશોકના પાનનો પ્રહાર કર્યો. છતાં તે સ્ત્રી ખુશ થઈ ગઈ. ખરેખર પ્રેમઘેલી સ્ત્રીઓ પોતાના પ્રેમાળ પતિની કોઈપણ ચેષ્ટાથી સંતુષ્ટ થતી હોય છે. मामपास्य किमनेन पूर्वतस्ताडितेयममुना हता त्वहम् ।। चूर्णमुष्टिमिति तन्मुखं रुषान्वक्षिपन्नयनतान्तिकारिणीम् ।।१९।। ભરત મહારાજાએ મને મૂકીને મારી પહેલાં એ સ્ત્રી પર કેમ અશોકના પાનનો ઘા કર્યો ? તેથી રિસાઈ ગયેલી કામિનીએ રોષથી આંખોને પીડા કરે તેવું ચૂર્ણ મૂઠી ભરીને ભરતના મુખને લક્ષ્ય બનાવીને ફેંક્યું. युक्तमेवमनया कृतं दृशोर्दण्ड एव विदधे यथोचितम् । कान्तयेति निहतोपि सोऽतुषत्, प्रेमणीह विपरीतता हि का ? ।।२०।। . વલ્લભાએ મુખ પર ચૂર્ણ ફેંકવા છતાં મહારાજા ભરત પ્રસન્ન થયા અને બોલ્યા, મારી પ્રિયાએ જે કર્યું તે બરાબર છે. એણે મારી આંખોને બરાબર સજા કરી. ખરેખર પ્રેમમાં પ્રેમી વ્યક્તિનો દોષ દેખાતો નથી. काचिदुन्नतमुखी प्रतिद्रुमं, हस्तदुर्लभतमप्रसूनकम् । स्वीयमंसमधिरोप्य नायिका, चित्तकामममुना ह्यशारदा' ।।२१।। વૃક્ષો પર રહેલાં દુષ્કાય પુખોને તોડવાની અભિલાષા કરતી ઊર્ધ્વમુખવાળી, ઘૂંઘટ વિનાની સ્ત્રીને ભરતે પોતાના ખભા પર ચઢાવીને તેની અભિલાષા પૂર્ણ કરી. काचनापि कुसुमानि चिन्वती, कण्ठदाम दयितस्य गुम्फितुम् । चुम्बितेयमधरोष्ठपल्लवे, चञ्चरीकतरुणेन तत्क्षणात् ।।२२।। ૧. નારા- અષ્ણાવતી ! શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૯૭ Page #114 -------------------------------------------------------------------------- ________________ કોઈ સ્ત્રી પતિ માટે પુષ્પની માળા બનાવવા સારુ ફૂલો ભેગાં કરતી હતી અથવા ચૂંટતી હતી, ત્યારે એક ભ્રમરરૂપી યુવાને તેના અધર (નીચેના હોઠ) પર ચુંબન કર્યું. चुम्बितं मधुकरेण तन्मुखं, वीक्ष्य कापि दयितारुषं दधौ । भ्रू विभङ्गकुटिलेन चक्षुषा, तर्जयन्त्यपि निरागसं प्रियम् ।। २३ ।। ‘ભમરાએ મારા મુખને ચૂમી લીધું છે' તે જોઈને આંખો વડે કટાક્ષ ફેંકતી તે સ્ત્રી નિરપરાધી પતિની તર્જના કરતી ગુસ્સે થઈ. खञ्जनाक्षि ! तव मन्तुरादधे, नो मया प्रणयभङ्गभीरुणा । साक्षिणी तव सखीति मानिनी तेन कापि मुहुरन्वनीयत ।। २४ ।। ત્યારે એના પતિએ કહ્યું, ‘હે મૃગનયની, તારા પ્રેમમાં આસક્ત એવા મેં તારો કોઈ અપરાધ કર્યો નથી, તેની સાક્ષીરૂપ તારી સખી છે.' વારંવાર એમ કહીને માનિનીને મનાવી લીધી ત્યારે સ્ત્રીનો કૃત્રિમ ગુસ્સો લુપ્ત થઈ ગયો. कोपने ! त्वमधुना निगद्यसे, युक्तमेव दयितेन तत्कथम् । मन्यसे प्रणयिनं न दुर्मदाद्, गर्वितासि भृशमात्मनः कृते ।। २५ ।। ईदृशः प्रियतमो न हि त्वया, प्राप्य एव किमनेन दुर्लभा । त्वादृगेव दयिताऽलिरन्वशात्, तामिति प्रणयकर्कशं वचः ।। २६ ।। ત્યારે તેની સખી નાયિકાને પ્રેમભર્યાં કટુ વચન બોલી, ‘હે ગુસ્સેદાર, તારા પતિએ તને જે કહ્યું તે બરાબર છે. તું અભિમાની બની ગઈ છું. તું તારી જાતને મહાન માને છે. તારા મિથ્યાભિમાનથી તારા પ્રેમાળ પતિને સમજતી નથી. બાકી આ દુનિયામાં તને આવો પતિ મળવો દુર્લભ છે. પરંતુ તારા જેવી પત્ની મળવી તે તેના માટે કંઈ દુષ્પ્રાપ્ય નથી માટે કંઈક સમજ. आगतेन सखि ! नागतेन किं, प्रेयसेतरनिबद्धचेतसा । कापि श्रृण्वति विलासिनीति' तामालिमाह सुभगत्वगर्विता ।। २७ ।। પોતાના સૌંદર્ય ૫૨ ગર્વ કરતી કોઈ સુંદરીએ સખીને કહ્યું કે જેનું મન બીજી કોઈ પ્રેયસીમાં આસક્ત હોય તેવો પતિ આવે તોય શું ને ન આવે તો પણ શું ? मुञ्च मानिनि ! रुषं प्रियेऽधुना, यत्तवैव विरहो भविष्यति । व्याजमाप्य निहनिष्यति स्मरस्त्वां पुनः प्रियसखीत्युवाच ताम् ।। २८ । । ત્યારે તેની પ્રિય સખીએ કહ્યું - હે માનુનિ, તું હમણાં ગુસ્સાને ત્યજી દે. હે પ્રિય સખી ! જ્યારે તને પતિનો વિરહ થશે ત્યારે તું કામની પીડા કેવી રીતે સહી શકીશ ? કેમ કે વિરહના બહાને કામદેવ તને હેરાન-પરેશાન ક૨શે. जीविते सति निवेदनं सखि !, प्रेयसश्च सुखदुःखयोरिति । प्रतकातरमना निशम्य तत्, सस्वजे सरभसं स मानिनीम् ।। २९ ।। ૧. વિભાસિન-પતિઃ તસ્મિન્-વિનાશિનિ । શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૯૮ Page #115 -------------------------------------------------------------------------- ________________ હે સખી! સ્ત્રીના માટે પતિ એ જ સર્વસ્વ છે. તે જીવિત છે તો જ બધું છે. પતિની સાથે જ સુખદુઃખની વાત કરી શકાય છે. સખીની આ પ્રમાણેની શિખામણ સાંભળીને પ્રેમથી ગદ્ગદ બનેલી માનિનીએ સખીને ગાઢ આલિંગન આપ્યું. क्लृप्तपुष्पशयनं लतालयं, कापि कान्तमुपनीय कामिनी । तत्क्षणोच्चितसुमस्रजा दृढं', बध्यमानमिति सागसं जगौ ।।३०।। જ્યાં પુષ્પની શય્યા છે એવા એક લતામંડપમાં કોઈ સ્ત્રી પોતાના પતિને લઈ આવી. જાણે પોતાનો અપરાધી ના હોય તેમ માનીને એકઠાં કરેલાં પુષ્પોની સુંદર માળા બનાવીને અપરાધી પતિને જાણે બાંધતી ના હોય તેમ માનીને તરત જ પતિના કંઠમાં ફૂલની માળા પહેરાવીને બોલી. संयतोऽसि निबिडं मयाऽधुना, गन्तुमक्षमपदो भवानितः । मानसं तु तव तत्र संगत, स्वागसः फलमवाप्नुहि द्रुतम् ||३१।। “હે નાથ ! મેં તો તમને દઢ બંધનથી બાંધી લીધા છે. ભલે તમારું મન બીજી પ્રિય વ્યક્તિમાં આસક્ત હોય પણ હવે આ લતામંડપમાંથી એક ડગલું પણ તમે ચાલી શકવા માટે સમર્થ નથી. માટે તેના ફળરૂપી આ ગુનાની સજાને ભોગવો.” पुष्परेणुपरिपिञ्जरास्ययोर्व्यक्तिरेव विदिता न वां मया । काञ्चिदेवमनुनीय दक्षिणः, स्वापराधविफलत्वमाचरत् ।।३२।। પુષ્પોના લાલ અથવા પીળા ગમે તે રજ કણો હોય પરંતુ છે તો પુષ્પોની જ પરાગ ને ! એમ મારી બન્ને પ્રિયાના ચહેરામાં મને કોઈ જ ભેદ જણાતો નથી. તમારા બન્નેમાં હું એક જ આત્મા માનું : છું” આ પ્રમાણે નેહભર્યા વચનોથી બે પત્નીના પતિએ તે સુંદરીઓને મનાવી લીધી અને તેના અપરાધને નિષ્ફળ બનાવ્યો. प्रेयसि प्रणयविह्वलं मनो, योषितः समनुनीय तत्सखी । યુવા વદુત્તમે પ્રિય, છા તિરાવ ગજેન્દ્ર શાનિ !? Tીરૂરૂ II - પોતાના પતિ પ્રત્યે વિશેષ અનુરાગવાળી જોઈને તેની સખીએ કહ્યું : “હે ગજગામિની, ઘણી પત્નીવાળા પતિ પ્રત્યે તને આટલો બધો અનુરાગ કેમ થાય છે ?' ईरितेति सहसं जगाद सा, न त्वयोचितमुदीरितं वचः । किं न वेत्सि सकलप्रिया सुधा, स्वाद्यते करगता हि भाग्यतः ।।३४।। " ત્યારે તરત જ તેની સખી બોલી, “રે. સખી! શું તું નથી જાણતી કે આખા જગતને પ્રિય એવું અમૃત . બધાને મળતું નથી. એ તો કોઈ ભાગ્યશાળીને જ મળે છે અને એનો આસ્વાદ તે જ માણી શકે છે. ૧. અને રૂપ | २. तत्र इति प्रियाजने । રૂ. સંત-માસમ્ | ૪. કુત-નિશ્વિતમૂ | શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૯૯ Page #116 -------------------------------------------------------------------------- ________________ ज्ञातनैकललनारसः प्रियो, मानकोपकलनामवैति यत् । सख्यवेत्तरि न मानकारिता, मन्थने हि सलिलस्य को रसः ? ||३५।। જેને ઘણી પત્નીઓ હોય તે જ પતિ પ્રેમરસને બરાબર જાણી શકે છે ને માણી શકે છે. તે જ પ્રિયમૂર્તિ - સ્ત્રીઓનો ગુસ્સો, અહંકાર, માન, અપમાનને પચાવી શકે છે. જે પતિ શૃંગારરસને જાણતો નથી, સમજતો નથી તેની પાસેથી પ્રેમરસની શું અપેક્ષા રાખી શકાય ? પાણીનું મંથન કરવાથી શું માખણ (ઘી)ની અપેક્ષા રાખી શકાય ? काञ्चन प्रसवरेणुमुष्टिना, घूर्णिताक्षिकमलां प्रवञ्च्य सः | चुम्बतिस्म दयितामुखाम्बुजं, कोविदो हि कुरुते मनीषितम् ।।३६ ।। ભરત મહારાજાએ મૂઠી ભરીને પુષ્પની પરાગ એક સુંદરીની સામે ફેંકી ત્યારે તે કામિનીની આંખો ચકળવકળ થઈ ગઈ. તેનો લાભ ઉઠાવીને તે સ્ત્રીના મુખકમળને ચુંબન કરી લીધું. ખરેખર હોશિયાર માણસો આવેલી તકને ગુમાવતા નથી ને પોતાની ઇચ્છાપૂર્તિ કરી શકે છે. एहि एहि वर ! देहि मोहन, नेतरास हृदयं विधेहि रे । एवमक्षरमयीं सुमनजं, कापि वल्लभगले निचिक्षिपे ||३७।। “હે સ્વામિનું, આપ આવો, આવો, મને રતિસુખ આપો. મારી કામેચ્છાને સંતોષો. હમણાં બીજી સુંદરીઓમાં મનને ના જોડો.” આ પ્રમાણે પુષ્પોની માળામાં અક્ષર પાડીને (લખીને) કોઈ સ્ત્રીએ પોતાના પતિના કંઠમાં ફૂલોનો હાર પહેરાવી દીધો. कापि कुड्मलहता विलासिनी, वल्लभोपरि पपात संभ्रमात् । તલીયમય તત્વનિનૈનિત્રપર્વમુનીવૃત્ત ન દિ Iીરૂ૮ll * ફૂલોના ગુચ્છાથી હણાયેલી કોઈ સુંદરી સંભ્રમથી પતિની ઉપર પડી ગઈ, છતાં સખીવૃંદોએ તેના આ કૃત્યને નિર્લજ્જ તરીકે માન્યું નહીં. પણ સખીવૃંદ બોલ્યું કે બિચારીને મારી એટલે પડે જ ને ? कापि शाखिशिखरं समाश्रिता, वासरेश्वरकरोपतापिता ।। स्वेदबिन्दुसुभगं मुखं दधौ, पद्मिनीव मकरन्दशीकरम् ।।३९ ।। કોઈ સ્ત્રી વૃક્ષની ટોચ પર જઈને બેઠી, ત્યાં સૂર્યનાં કિરણોથી લાલ થઈ ગયેલા તેના મુખ પર પ્રસ્વેદબિંદુઓ તે જાણે કમલિની પર પરાગનાં (રજનાં) બિંદુઓ શોભે તેમ શોભતાં હતાં. पल्लवोल्वणकर प्रसूनदृक् , जारवत् क्षितिरुहोऽप्यकम्पत | एतदीयपतिलोकनादधः, कामिनी हि न सुखाय सेविता ||४|| વૃક્ષની નીચે બેઠેલા તે સ્ત્રીના પતિને જોઈને પલ્લવરૂપી હાથ અને પુષ્પરૂપી આંખ છે જેની, એવું તે વૃક્ષ જારપુરુષની જેમ ભયથી કંપી ઊઠ્યું, કારણ કે પરસ્ત્રીનું સેવન સુખ માટે નથી થતું પરંતુ દુઃખદાયી બને છે. ૧. નોન-થિન (સુ નો રતન - આમરૂ.ર૦૦). શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૦૦ Page #117 -------------------------------------------------------------------------- ________________ पुष्पशाखिशिखरावरूढये, शक्नुवत्यपि च काचिदिच्छति । मन्मथान्यदयिताङ्गसङ्गमं, पूच्चकार पतिताहमित्यगात् ।।४।। નવપલ્લવિત વૃક્ષના શિખર પરથી નીચે ઊતરવા માટે સમર્થ હોવા છતાં કામથી વિહ્વળ બનેલી તે સ્ત્રી પતિનો સંગમ ઇચ્છતી જોરથી બોલી : હે સ્વામિનું, મને વૃક્ષ પરથી ઝીલી લો, નહીંતર હું નીચે પડી જઈશ. धारिता प्रियभुजेन सा दृढं, स्कन्धलग्नलतिकेव तत्क्षणात् । नीविबद्धसिचयावशेषका, ह्रीनिमीलिनयना व्यराजत ||४२ ।। તત્કાલ તે સ્ત્રીના પતિએ પોતાના બન્ને હાથમાં તેને ઝીલી લીધી. તે જાણે સ્કંધ પર રહેલી લતા શોભે તે રીતે શોભતી હતી. પતિના હાથમાં રહેલી તે સ્ત્રીનું અધોવસ્ત્ર જ તેના શરીર પર રહ્યું હતું, બાકીનું ઉત્તરીય વસ્ત્ર નીચે પડી ગયું તેથી લજ્જાવશ તેની બે આંખો બંધ થઈ ગઈ एतदीय कबरीविराजिनांसेन सोऽवहदनुत्तरां तुलाम् । भर्गभग्नधनुषो' रतीशितुः२, स्कन्धदेशतरवारिश्वाहिनः ।।४३।। તે સુંદરીનો કેશકલાપ પતિના સ્કંધ પર લટકી રહ્યો હતો. તે જાણે કે શંકરે જેનું ધનુષ્યબાણ તોડી નાખ્યાં છે એવો કામદેવ પોતાના સ્કંધ પર તલવાર તાણીને ઊભો રહ્યો ના હોય ! उच्चिताभिनवचम्पकस्रजा, पुष्परेणुपरिपाण्डुरा तनुः । शारदोदकमुचामिवावलिर्विद्युतैव सुदृशां व्यरोचत ।।४४।। તાજાં ચંપકનાં ફૂલોની માળામાંથી ખરી પડેલા પુષ્પોના રજકણોથી વ્યાપ્ત શરીરવાળી સ્ત્રીઓ શરદઋતુનાં વાદળાંઓની વચમાં ઝબકતી વીજળીઓ જેવી શોભતી હતી. स्वेदलुप्ततिलके प्रियानने, पुष्पधूलिपरिधूसरविषि । स व्यधत्त वदनामिलं मुहुर्जीवयन्निव मनीषितां धृतिम् ।।४५।। પ્રવેદબિંદુઓથી જેના કપાળ પરનું તિલક ભૂંસાઈ ગયું છે એવી પુષ્પોના રજકણથી વ્યાપ્ત દેહવાળી એવી પોતાની પ્રિયાને મહારાજા ભરત મોઢેથી વારંવાર હવા (ફૂંક) નાખતા હતા, જાણે પોતાની હૃદયગત ઇચ્છાને પ્રાણવાન બનાવતા ના હોય ! इत्यमूंकथयतिस्म तत्सखी, तत्त्वदीयसुभगत्वमेव यत् । रम्भयाऽपि कमनीयम्मीदृशो, वल्लभः किमनया वशीकृतः ? ||४६।। ત્યારે તેની સખી કહેવા લાગી કે હે સખી, તું ખરેખર સૌભાગ્યશાલિની છો. તારું સૌભાગ્ય તો ઇન્દ્રાણીને પણ સ્પૃહા કરવા લાયક છે. એના મનમાં પણ એવો તર્ક ઉત્પન્ન થયો કે ખરેખર આવા પ્રકારના સુંદર અને પ્રેમાળ પતિને એણે કેવી રીતે વશ કર્યો હશે ? १. भर्गभग्नधनुषा-भर्गेण-ईश्वरेण (महादेवेन) भग्नं धनुष्-चापो यस्य, तस्य । ૨. શિલુક-વાગવચ રૂ. તરવારિ-તલવાર (તરવરિયોજે મહલાઘા-ગામ) રૂ. ૪૪૬) ૪. નાની- નાનીયમ્ | શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૦૧ Page #118 -------------------------------------------------------------------------- ________________ गोत्रविस्खलितमेवमभ्यधात्, कापि तं प्रणय एकपक्षतः । न प्रयाति हृदयं तयाकुलं, मानसे यदति तन्मुखे भवेत् ||४७ ।। इत्युदीर्य पतदश्रुलोचना, निर्जगाम सहसा तदन्तिकात् । संप्रवेष्टुमिव सा धरान्तरं, न्यङ्मुखी क्वचिदिता लतालयम् ||४८।। કોઈ એક વખતે પતિએ તેની પત્નીને કોઈ બીજા જ નામથી સંબોધી ત્યારે રીસ કરીને તે બોલી, ખરેખર મારો પ્રેમ એકપક્ષી છે, કેમ કે તમારું હૃદય તો બીજી સ્ત્રીમાં આસક્ત છે. એટલે જેવું મનમાં હોય તેવું જ મુખ પર આવે.” આ પ્રમાણે રોષે ભરાયેલી તે સ્ત્રી આંખમાંથી અશ્રુ સારતી જાણે ધરતીમાં સમાઈ જવાની ઇચ્છાવાળી થઈ હોય તેમ નીચે મુખ રાખીને ત્યાંથી કોઈ લતામંડપમાં ચાલી ગઈ. वच्मि देवि ! भवती चकार किं, रागिणि प्रियतमे हि किं क्रुधा । . श्रीरिव त्वमसि तस्य चेतसो, देवता जलरुहः किमन्यया ? ||४९।। त्ववियोगविधुरस स जीविते, संशयं परिजनस्य कल्पते । रङ्गभङ्ग उचितत्वमञ्चति, प्रस्तुते महविधौ न तत्तव ||५०।। तन्नियोगवशतस्त्वदन्तिकं, सङ्गतास्मि मम देहि तद् गिरम् । साथ दूतिमितिवादिनी जगौ, कोपभङ्गिपरिनर्तितेक्षणा ||५१।। લતામંડપમાં રોષ કરીને બેઠેલી તે સુંદરી પાસે એક દાસી આવીને કહેવા લાગી, “અરે, દેવી, તમે આ શું કર્યું? આવા પ્રેમાળ પતિ પર ક્રોધ કરવો તે ઉચિત નથી. તમારા પતિના હૃદયમાં કમલ પર રહેલી લક્ષ્મીદેવીની જેમ તમારી પ્રતિષ્ઠા થયેલી છે. તેને બીજી સ્ત્રીઓથી શું પ્રયોજન ? એના હૃદયમાં તમે જ વસેલાં છો. દેવી, તમારા વિયોગમાં વિધુર બનેલા તમારા પતિના જીવન માટે પરિજનો શંકિત થઈ ગયા છે. વળી આવા ઉત્સવના પ્રસંગમાં આ રીતે રંગમાં ભંગ પાડવો તે શું આપને શોભે છે ? તમારા પતિના કહેવાથી જ હું આપની પાસે આવી છું. માટે તમે મને વચન આપો મારી સાથે આવવાનું !” આ પ્રમાણે દૂતીનાં વચનો સાંભળીને રોષપૂર્ણ આંખોને નચાવતી તે બોલી. दूति ! सत्यमुदितं त्वया वचो, न प्रवेष्टुमहमस्य हृद् विभुः | वर्णिनीशतसमाकुलं यतः, प्रीतिरस्य शतधा विभज्यते ।।२।। હે દૂતી, તેં જે વાત કરી તે બરાબર છે, સત્ય છે. તેમના હૃદયમાં પ્રવેશવા માટે હું અસમર્થ છું. કેમકે તેઓનું હૃદય સેંકડો સુંદરીઓમાં વ્યાકુળ છે અને તેમનો પ્રેમ સેંકડોને હજારોમાં વહેંચાયેલો છે. का सुधा मृगदृशां हि वल्लभः, प्रीतितत्परमना भवेद् यदि । प्राणनाथकरगामि जीवितं, योषितामिति वदन्ति सूरयः ।।५३।। જો પોતાનો પતિ પ્રીતિપરાયણ હોય તો સ્ત્રીઓના માટે બીજું કયું અમૃત જોઈએ? કંઈ જ નહીં! પતિવ્રતા સ્ત્રીઓ માટે પતિ એ જ પરમેશ્વર છે. પંડિતોએ જે કહ્યું છે તે બરાબર છે. સ્ત્રીઓનું જીવન પોતાના પ્રેમાળ પતિના હાથમાં હોય છે. શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૦૨ Page #119 -------------------------------------------------------------------------- ________________ पूर्वमेव हृदयं विलासिना, मे गृहीतमथ किं करोम्यहम् । तन्मनश्च न मया ददे तदा, विज्ञ एव स न चाहमोदृशी ।।५४ ।। હે સખી, પતિએ પહેલેથી જ મારું હૃદય છીનવી લીધું છે. તેથી હવે હું શું કરું? હું એમનું હૃદય જીતી શકી નહીં. એ તો પંડિત છે, સમજદાર છે, હું તેવી નથી. योषितामवतरेन्न मानसात्, प्रीतिपूर्णहृदयो हि नायकः । राजहंस इव पद्मिनीवनाच्छुद्धपक्षयुगलप्रतीतिभाक् ।।५५।। જેનો પતિ સ્નેહાદ્ધ હોય છે તે સ્ત્રીના મનમાંથી ક્યારેય પણ નીચે ઊતરતો નથી. શુદ્ધ ઉજ્વળ પાંખોવાળો રાજહંસ કમલિનીનું વન તજીને બીજે ક્યાંય જાય છે ખરો ? सस्यरत्नवसनादयस्त्वमी, संश्रयन्ति विषयाः पुराणताम् । एक एव निबिडो युवद्वयीप्रीतिरीतिनिचयो न कुत्रचित् ।।५६ ।। જગતમાં ધન, ધાન્ય, રત્ન, વસ્ત્ર આદિ પદાર્થો જીર્ણ થાય છે, પરંતુ બન્ને યુવાન વ્યક્તિઓ વચ્ચે રહેલો અદ્વિતીય ગાઢ પ્રેમ ક્યારેય પણ જીર્ણ થતો નથી. विस्मरन्ति दयिता न वल्लभं, जीवितादधिक एव यत् प्रियः । तद्वियोगविधुरा मृगीदृशो, मन्वते तृणवदत्र जीवितम् ।।५७।। સ્ત્રીઓ પોતાના પતિને ક્યારેય પણ ભૂલતી નથી. પતિને પોતાના જીવનથી પણ અધિક માને છે. પોતાનું સર્વસ્વ માને છે. પતિના વિયોગથી વિધુર બનેલી સ્ત્રી પોતાના જીવનને તૃણની જેમ તુચ્છ માને છે. प्राणनाथविरहासहाः स्त्रियो, जातवेदसमुपासतेतराम् । ताभिरप्यनुनयो विधीयते, साहसस्य भविता हि का गतिः ।।५८ ।। સ્ત્રીઓ પોતાના પ્રિયતમનો વિરહ સહન કરી શકતી નથી. તેથી જ વિરહ પ્રાપ્ત થતાં તે પોતાની જાતને અગ્નિને સમર્પિત કરી દે છે. સ્ત્રીઓ આટલી કોમળ હોવા છતાં, પણ તેને પતિની પાસે કાકલૂદી કરવી પડે છે. ખરેખર એનું કારણ પુરુષનો અહંભાવ છે. पादयोर्निपतिता स एवं मे, नाहमप्यनुनयं समाश्रये | एत्वधिज्यधनुरप्यनन्यजो, धीरता सहचरी हि योषिताम् ||५९।। હે સખી, એ મારા પગમાં આવીને પડે તો પણ હું તેનો અનુનય કરવા માંગતી નથી. અરે ખુદ કામદેવ તેના ધનુષ્યને તાણીને ઊભો રહે તો પણ મને તેની કોઈ પરવા નથી, કારણ કે સ્ત્રીઓની ધીરજ એ જ તેની સહચરી છે, અર્થાત્ કામની પીડાને સહન કરવાની મારામાં તાકાત છે. इत्युदीरितवतीमुवाच तां, दूतिरस्खलितवाक्परम्पराम् । जीवितेन सह विग्रहस्त्वयारभ्यते यदवगण्यते प्रियः ।।६० ।। ૧. ઇ ઇવ-જિલીયાં ૨.યુવકવીઝીતિ...યુવયુવનિયુનઝયમવમુકયા ! - શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૧૦૩ Page #120 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે છેલ્લા આઠ શ્લોકમાં તે સુંદરીની અસ્મલિત વાણી સાંભળીને દૂતીએ કહ્યું સખી, આ તું કહે છે તે બરાબર નથી. તું આ પ્રમાણે તારા પતિની અવગણના કરી રહી છે. તું ખરેખર તારા જીવનની સાથે સંગ્રામ ખેલી રહી છે ! किं न वेत्सि विधुरभ्युदेष्यति, प्रीतिवल्लिपरिवृद्धिमण्डपः । __ मानिनीहृदयमानसंग्रहग्रन्थिमोक्षणपरिस्फुरत्करः ||६१।। હે સખી, તું કેમ સમજતી નથી કે પ્રેમપૂર્ણ લતામંડપને વધારવા માટે મંડપ સમાન અને સ્ત્રીઓના હૃદયમાં રહેલી અભિમાનરૂપી ગ્રંથિને તોડવા માટે સમર્થ એવા તેજસ્વી કિરણોવાળા ચંદ્રનો ઉદય થઈ રહ્યો છે, અને તું આમ હઠ પકડીને બેઠી છું? प्रेतभूः प्रमदकाननं शराः, कौसुमा रतिपतेरयोमयाः । चन्द्रमास्तरणिरित्यवेहि ते, वैपरीत्यमवशे हृदीश्वरे ||६२ ।। હે સખી, તારા પતિથી તે આ પ્રમાણે મોઢું ફેરવીને બેસીશ તો આ પ્રમોદવને સ્મશાન જેવું લાગશે, કામદેવનાં પુષ્પરૂપી બાણ લોહમય બની જશે અને ચન્દ્ર સૂર્યના જેવો પ્રચંડ લાગશે. બધું વિપરીત બની જશે માટે કંઈક સમજ. मौनमेवमनयाप्युदीरिता, यावदाश्रितवती त्वधोमुखी । तावदेत्य सहसा लतान्तराश्छिच्लिषे प्रणयिनाऽथ मानिनी ।।६३।। દૂતીએ આટલું કહેવા છતાં તે સુંદરી મૌન રહીને નીચું મુખ કરીને ઊભી રહી. તેટલામાં લતામંડપમાં એકાએક તેના પતિએ આવીને સુંદરીને આલિંગન આપીને ભીંસમાં લીધી. सर्वदैव चतुरासि भामिनि !, प्रीणने वनविहार ईदृशः । सद्रवोलियर इवातिदुर्लभः, कोपमानसमयं न वेत्सि किम् ? ||६४।। आददे हृदयमेव मे त्वया, नेतरा वसितुरमत्र तत्क्षमा । अंह अंह' इति वादिनी वधूश्चूम्बिता सरभसं विलासिना ||६५।। ભરતે કહ્યું, “હે માનુનિ, તું તો હંમેશાં મારા મનને સંતોષ આપી રહી છો. તું તો ઘણી ચતુર છો. આનંદકલ્લોલભર્યો વનવિહારનો આવો અવસર ફરી ફરી મળતો નથી કે જેમાં ગીત, નૃત્ય અને વાજિંત્રોથી ભર્યો ભર્યો વિલાસ જ છે. તો હે પ્રિયે, અત્યારે ક્રોધ અને માન કરવાનો અવસર છે? એ શું તું નથી જાણતી ? વળી તેં તો મારા હૃદયને વશ કરી લીધું છે. આ હૃદય પર બીજી કોઈ સ્ત્રીનો અધિકાર નથી.” આ પ્રમાણે બોલતાંની સાથે જ સુંદરી ના.ના.કરતી રહી ને ભરતે તેના હોઠ પર ગાઢ ચુંબન કરી લીધું. १. सद्रवः-रवेण-परिहासेन सह वर्तमान इति सद्रवः वनविहारः | ૨. નય-જીતનૃત્યવાદત્રયી | ३. वसिक आच्छादने धातुः न तु 'वसन्निवासे'। ૪. અંદાં-જોધને અવ્યયઃ | શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૦૪ Page #121 -------------------------------------------------------------------------- ________________ चन्द्रमा इव महीपतिळभादङ्गनास्तदनुगा इव त्विषः । उल्ललास च तदा परस्परं, चित्तभूप्रमदपाथसां पतिः ||६६ ।। વનવિહારના સમયે પરસ્પરના ચિત્તમાં આનંદનો અબ્ધિ ઊછળી રહ્યો છે. એવા ભરત મહારાજા અને તેની પાછળ પાછળ ક્રીડા કરી રહેલી અંગનાઓ તે જાણે ચંદ્રની પાછળ ચંદ્રિકા શોભે તેમ શોભી રહી હતી. पञ्चवर्णमयपुष्पभङ्गियुक्तालवृन्तवरवीजनेन सः । अन्वभूत् प्रणयिनीकरेरिणा, चामरादपि सुखं युवाऽधिकम् ।।६७ ।। રાણીઓ પોતાના જ હાથે બનાવેલા પાંચ વર્ણનાં પુષ્પોની સજાવટવાળા તાલવૃત્તના પંખાઓ વીંઝતી હતી. તે પંખાની હવાનો આનંદ ભરત મહારાજા ચામર કરતાં પણ અધિક માણી રહ્યા હતા. सर्वजातिकुसुमश्रियाञ्चितं, छत्रमस्य शिरसि व्यधाद् वधूः । राजचिन्हललितातपत्रतश्चाधिकं प्रणुदती मुदा भरम् ।।६८।। સર્વ પ્રકારનાં પુષ્પોથી ગૂંથેલું સુંદર છત્ર કોઈ સ્ત્રી ભરત મહારાજાના મસ્તક પર ધારણ કરતી હતી, તેનો આનંદ રાજાએ રાજચિહ્નથી યુક્ત સુંદર છત્ર ધારણ કર્યું હોય તેવા પ્રકારનો માણ્યો. प्रस्थितोऽथ जलकेलये नृपः सावरोधरवनिताजनस्ततः । फुल्लपङ्कजदलाननश्रियं, राजहंस इव केलिपल्वलम् ।।६९।। पद्मिनीनिचयसञ्चितोत्सवं, राजहंसविनिषेवितान्तिकम् । ऊर्मिपाणिमिलनोत्सुकं रयात्, स्पर्धमानमिव भूमिवल्लभम् ।।७० ।। માનસરોવર તરફ જેમ રાજહંસ જાય તેમ ભરત મહારાજા પોતાના અંત:પુરની રાણીઓ સાથે જલક્રીડા કરવા માટે વિકસ્વર કમળવાળા ક્રીડાસરોવર તરફ ગયા. ક્રિીડાસરોવરની સાથે ભરત મહારાજાની તુલના કરતાં કવિ કહે છે, ભરતરાજા સ્મિત વેરતી પદ્મિની સ્ત્રીઓથી યુક્ત છે, તેમ સરોવર પણ વિકસ્વર કમલિનીઓથી યુક્ત છે. સરોવરના તટ પર જેમ રાજહંસો રહેલા છે તેમ ભરત રાજાની સેવામાં શ્રેષ્ઠ રાજાઓ રહેલા છે. આવા પ્રકારનું ક્રીડાસરોવર વેગથી ઊઠતા તરંગોની લહરીરૂપ હાથોથી જાણે ભરત મહારાજાને મળવા માટે ઉત્સુક ના હોય! आगतोद्गतसरोजिनीचर्यर्मेखलारणितभृङ्गकूजितैः । चक्रहंसकलनूपुरारकैः, सद्रसान्तरगतैः सरो बभौ । ७१।। કમલિનીનાં પાંદડાંઓરૂપી મેખલા (કંદોરા) પર ઊડીને આવેલા, - ઝું કરી રહેલા ભ્રમરોના ગુંજારવ અને તટ પર રહેલા ચક્રવાક અને રાજહંસરૂપી ઝાંઝરના રણઝણ કરતા અવાજથી યુક્ત સરોવરની મધ્યમાં રહેલી કમલિનીઓરૂપી સુંદર સ્ત્રીઓયુક્ત સરોવર શોભતું હતું. ૧. ચિત્તમૈ... - માનસધ્યિ ૨. અવરોધા-અંતઃપુર (ગ7:પુરનવરોધોધનમૂ-મ૦ ૩ રૂ૨૧) ૨. નિપલ્વન - ક્રીડા સરોવર શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૦૫ Page #122 -------------------------------------------------------------------------- ________________ पुण्डरीकनयनैर्विकासिभिर्लोकमानमिव केलिपल्वलम् । चक्रसारसविहङ्गमस्वनैराह्वयन्तमिव स व्यलोकत ।।७२ ।। | વિકસ્વર શ્વેત કમળોરૂપ નયનો વડે જોવાતું ને ચક્રવાક-સારસ-આદિ પક્ષીઓના કલરવ શબ્દો વડે જાણે બોલાવાતું ના હોય, તેવા પ્રકારના ક્રીડાસરોવરને ભરતરાજાએ જોયું. योषितां प्रतिकृतिर्जलाशये, पश्यतामिति वितर्कमादधे । स्वं स्वरूपमिह सिन्धुसोदरे, किं श्रियेव बहुधा व्यभज्यत ||७३।। જળાશયમાં નીચા મુખે જોતી એવી ઘણી સ્ત્રીઓનાં પ્રતિબિંબોથી કલ્પના થાય છે કે આ સરોવર, સમુદ્રનું સહોદર (બંધુ) હોવાથી પિતૃગૃહમાં લક્ષ્મીદેવી પોતાનાં અનેક રૂપ કરીને રહી ના હોય ! एतदग्रत इमा जलात्मजाः, किं नलिन्य इति पङ्किला लिया । हीयतेस्म नलिनीगणस्तदा, शुद्धपक्षयुगलैः सितच्छदैः ।।७४।। જળમાં ઉત્પન્ન થયેલી નલિનીઓએ વિચાર્યું કે ભરત મહારાજાની આવી સુંદર સ્ત્રીઓ આગળ અમારું શું અસ્તિત્વ છે ? એમ માનીને લજ્જાથી નલિનીઓ (કમલિની) કાદવવાળી (શ્યામ મુખવાળી) બની ગઈ, તેથી શ્વેત રાજહંસો પણ કમલિનીઓને ત્યજી દૂર જતા રહ્યા. सावरोधनृपतेः समागमादुच्छलन्निव तरङ्गपाणिभिः । .. स हसन्निव विकासिपद्मिनीकाननैः समतुषत् सरोवरः ||७५।। અંત:પુર સહિત ભરત રાજાની પધરામણીથી આનંદિત બનેલું ક્રીડાસરોવર તરંગોરૂપી હાથ વડે ઊછળતું અને વિકસ્વર કમલના વનરૂપી સ્મિત વેરતું અત્યંત પ્રસન્ન બન્યું.! क्रीडातटाकमवनीपतिराजगहे,' सार्ध वधूभिरिभराज इव द्विपीभिः | हस्तोद्धृताम्बुरुहिणीनिचयः समन्तादावर्तमानशफरीसमलोचनाभिः । ७६ ।। જેમ ચૂથપતિ હસ્તિરાજ હાથણીઓની સાથે સરોવરમાં પ્રવેશ કરે તેમ હાથથી કમળોના સમૂહને ઉખેડતા મહારાજા ભરતે મૃગનયની સુંદરીઓની સાથે ક્રિીડાસરોવરમાં ચારે બાજુથી પ્રવેશ કર્યો. काभिश्चन व्यरचि लोचनकज्जलौघैः, श्यामं जलं शुचितरं स्तनचन्दनैश्च । एवं वितर्क इह केलिसरोवरेऽभूत्, सङ्गः खरांशुतनया सुरकुल्ययोः किम् ? | ७७ ।। સુંદરીઓની આંખોમાં કાજળ આંજેલું હતું તેથી સરોવરનું જળ શ્યામ થયું અને સ્તન ઉપર શ્વેત ચંદનનો લેપ કરેલો હતો તેથી સરોવરનું જળ સફેદ થયું. શ્યામ અને શ્વેત જળથી જાણે ગંગા ને યમુનાનો એકીસાથે સંગમ થયો ના હોય ! ૧. માન-વિનોહયાભાસ | ૨. દિવસ-ત્તિનીમિઃ | ૩. શરી-માછલી (મ૦ ૪ ૧૪૧૨) ૪. હરજીવનયા-યમુના (શનિન્દી સૂર્યના યની-મિ. કાઉ૪૨) I ૬. સુરચા -ગંગા (કુકન્યા રાતિ નવી I). શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૦૬ Page #123 -------------------------------------------------------------------------- ________________ धम्मिल्ल भारकुसुमैः पतितैर्जलान्तः, प्राभातिकाम्बरमिवस्थिततुच्छतारम् । चूर्णीकृतोर्मिवलयं स्तनशैलश्रृङ्गः, क्रीडासरो विविधरूपमतान्यमूभिः ||८|| જળક્રીડા કરતી સુંદરીઓના અંબોડામાં ગૂંથેલાં પુષ્પો પાણીમાં પડવાથી કીડાસરોવર ઝાંખા તારાઓથી યુક્ત, ઉષા સમયના આકાશનું ભાન કરાવતું હતું અને સુંદરીઓનાં સ્તનરૂપી શિખરો અથડાવાથી હિલોળા લેતા સરોવરના જલતરંગો વિલય થઈ જતા. આ રીતે ક્રીડાસરોવર વિવિધ રૂપોને ધારણ કરતું હતું. आकाशसंचरसितच्छदवीजितस्य, हा ! शैत्यमभ्यधिकमम्बुचयस्य किं वा ? किं वा प्रफुल्लनयनाङ्गसमागमस्य, प्रोचान एवमयमुत्पुलको बभूव ।।७९ ।। “અરે, આકાશગામી રાજહંસોના ઊડવાથી કંપિત થયેલું સરોવરનું પાણી શીતળ લાગે છે કે સુંદરીઓના શરીરનો સંગમ વધારે શીતળ લાગે છે ?” – આ પ્રમાણે બોલતા ભરત રાજા રોમાંચિત બની ગયા. अद्भिळपासि किल कज्जलकालिमा दृगद्वन्द्वान्न किञ्चिदपि पाटलताधरोष्ठात् । स्त्रीणामिति व्यरचि चान्यनिजावबोधो, नैसर्गिकी हि कमला क्वचिदप्यनेत्री ।।८।। સરોવરના પાણીએ સ્ત્રીઓનાં નેત્રોમાં આંજેલી કાજળની શ્યામલતાને તો ધોઈ નાખી પરંતુ અધર (હોઠ) ઉપર રહેલી સ્વાભાવિક રક્તતાને ધોઈ શક્યું નહીં. સરોવરના આવા વ્યવહારથી બોધપાઠ મળે છે કે જે સ્વાભાવિક સૌંદર્ય છે એ જ સાચું સૌંદર્ય છે. એને કોઈ છીનવી શકતું નથી. यावत् सहस्रकिरणो गगनावगाही, तावत् कुरङ्गनयने ! न हि नो वियोगः । गन्ताऽयमस्तमचिरादिति दीनवको, कोके प्रियां वदति भूमिभृता न्यवर्ति ।।८१।। ઉદાસ બની ગયેલા ચક્રવાકે પોતાની પ્રિયા ચક્રવાકીને કહ્યું : હે કુરંગાલિ ! જ્યાં સુધી સૂર્ય આકાશમાં વિચરી રહ્યો છે ત્યાં સુધી આપણો વિયોગ નહીં થાય. પરંતુ હવે તો સૂર્ય જલદીથી અસ્તાચલ પર જઈ રહ્યો છે. આ વાર્તાલાપ સાંભળીને ભરત ચક્રવર્તી શીવ્રતાએ ક્રીડા સરોવરથી પાછા ફર્યા. धम्मिल्लभारशिथिलालकबिंदुसेकैरुज्जीवयन्त्य इव शङ्करदग्धकामम् । क्रीडातटाकमवगाह्य तटं तरुण्याः, सूक्ष्माम्बरप्रकटिताङ्गरुचः प्रयाताः ||८२।। બાંધેલો કેશકલાપ (અંબોડો) છૂટી જવાથી છૂટા કેશ પર રહેલાં જળબિંદુઓ વડે શંકરે ભસ્મીભૂત કરેલા કામદેવને ફરીથી જીવતદાન આપતી ના હોય તેવા પ્રકારની તરુણીઓ પૂરા ક્રીડાસરોવરમાં અવગાહન કરીને કિનારા પર આવી ગઈ, એ વખતે તે સ્ત્રીઓનાં સૂક્ષ્મ (ઝીણાં) અને ભીંજાયેલાં વસ્ત્રોમાંથી તેમના શરીરની શોભા પ્રગટ થતી હતી. ૧. ઘ7---અંબોડો (ત્નિ : સંત વેશ- રૂારરૂ૪) ૨, જુનવર:-રોમાંચિત શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૦૭ Page #124 -------------------------------------------------------------------------- ________________ नरपतिरिति स्नात्वा क्रीडासरस्तटमागत-, स्तदनुहरिणीनेत्रा नीराभिषिक्तकचोच्चयाः । प्रणयिहृदयं नातिक्रामन्त्यनन्यहृदस्त्वमूः, प्रसरतितरां प्राच्यात् पुण्योदयाद् हि सुखं नृणाम् ||८३ || આ પ્રકારે સ્નાન આદિ જળક્રીડાથી નિવૃત્ત થયેલા મહારાજા ભરત તટ પર આવી ગયા. તેમની પાછળ પાછળ ભીંજાયેલા કેશવાળી સુંદરીઓ પણ તટ પર આવી ગઈ. ખરેખર પતિપરાયણ સ્ત્રીઓનું હૃદય પતિની ભાવનાનું ઉલ્લંઘન કરતી નથી. પુણ્યશાળી પુરુષોને પૂર્વોપાર્જિત પુણ્યના ઉદયથી જ પરિવાર પણ પુણ્યશાળી ને અનુકૂળ મળે છે અને પુણ્યોદયથી સુખ મળે છે. इति वनविहारक्रीडावर्णनो नाम सप्तमः सर्गः આ રીતે વનવિહારક્રીડાના વર્ણનરૂપ સાતમો સર્ગ સમાપ્ત થયો. શ્રી ભરતબાહુબલિ મહાસમ્ ૦ ૧૦૮ Page #125 -------------------------------------------------------------------------- ________________ अष्टमः सर्गः પૂર્વ પરિચય : રાણીઓની સાથે ભરત મહારાજા જળક્રીડા કરીને તટ પર પધાર્યા ત્યારે ભીંજાયેલાં વસ્ત્રો અને કેશમાંથી ટપકતાં જળબિંદુઓ તટ પર પડેલાં તે જાણે છૂટક છૂટક મોતીઓ વીખરાયાં ના હોય તેવાં લાગતાં હતાં. ત્યાર પછી તટ પર થોડીવાર વિશ્રામ કરીને સૂર્યાસ્ત થતાં પોતાની છાવણીમાં પધાર્યા. રાણીઓ પણ પોતપોતાની પટ-કુટિ૨ોમાં પહોંચી ગઈ. તે પટ-કુટિરો રત્નના દીપકના પ્રકાશથી ઝળહળી ઊઠી. ચંદ્રનો ઉદય થતાં ચાંદનીના પ્રકાશે પટ-કુટિરોને પણ એકસરખી સફેદ બનાવી દીધી. સૌ સૌની પટ-કુટિરોમાં દંપતીઓનો પ્રેમાલાપ, આનંદપ્રમોદ, વિનોદ અને પ્રેમ-૨સથી એકતાન બની રાગોમાં કામદેવનું સામ્રાજ્ય છવાઈ ગયું. પ્રાતઃકાલનો સમય થતાં સૈનિકો જાગ્રત બની પ્રાત:કાલીન કાર્યો નિપટાવી રહ્યા હતા. મહાવતો અને અસવારો પોતપોતાના હાથીઘોડાઓને તૈયાર કરવા લાગી ગયા. આ રીતે ચતુરંગી સેનાને તૈયાર કરી પોતાની સેનાના સેનાપતિઓ પોતાની સેનાને મોખરે પ્રયાણ કરવા માટે તૈયાર થઈ ગયા. હસ્તિસેનાના ગર્જારવ, અશ્વસેનાના હેષા૨વ, ૨થસેનાના ચિત્કારો અને પદાતિસેનાના હર્ષારવથી આકાશ-પૃથ્વી બંને એક બની ગયાં અને સૂર્યોદય થતાંની સાથે મહારાજા ભરત પણ વિજયયાત્રા માટે તૈયાર થઈ ગયા. તેઓની સાથે બીજા રાજાઓ પણ મહારાજાની સાથે ચાલ્યા. મહારાજા ભરત શ્વેત હસ્તિરત્ન પર આરૂઢ થયા. બીજા રાજાઓએ અશ્વો પર અને ૨થો પર બેસીને પ્રયાણ કર્યું. આ પ્રમાણે આઠમા સર્ગમાં ગ્રંથકાર યુદ્ધનું વર્ણન વિસ્તારથી કરે છે. अथावरोधेन समं प्रयान्तं, नमस्यतीव क्षितिराजमारात् । सरस्तटोत्सर्पितरङ्गहस्तैः सतां स्थितिं केप्यवधीरयन्ति ? ।।१।। પોતાના અંતઃપુરની સાથે ક્રીડાસરોવરથી પ્રયાણ કરતા મહારાજા ભરતને ઊછળતા તરંગોરૂપી હાથો વડે ક્રીડાસરોવ૨ નમસ્કારપૂર્વક વિદાય આપતું ન હોય તે રીતની પ્રતીતિ થતી હતી. ખરેખર શિષ્ટ પુરુષોની મર્યાદાનું ઉલ્લંઘન પ્રાયઃ કોઈ પણ કરતું નથી. स्नानार्द्रमुक्तालकबिन्दुपंक्तिव्याजेन मुक्ताभिरिवावकीर्णः । पद्माकरस्तीरगताङ्गनाभी, रसावहानां न हि संभवेत् किम् ।।२।। સરોવરના કિનારે રહેલી પાછળની સ્ત્રીઓના ભીંજાયેલા કેશમાંથી ટપકતાં જળબિંદુઓ જાણે પદ્મિની સ્ત્રીઓએ તટ પર મોતીઓ વિખેર્યાં ના હોય તેમ લાગતું હતું. ખરેખર રસિક પુરુષો માટે કંઈ પણ અસંભવ હોતું નથી. सितच्छदानां चरतामनन्ते, जलस्थलाम्भोरुहिणीविबोधः । जलस्थपालिस्थितपद्मिनीभिर्लोलालकालिप्रसराभिरासीत् ।।३।। સરોવરમાં રહેલી અને તટ પર રહેલી સુંદરીઓના વીખરેલા કેશરૂપી ભ્રમરોના પ્રસારથી આકાશમાં ઊડતા રાજહંસોના મનમાં જલકમળ અને સ્થલ કમળોની ભ્રાન્તિ થઈ. धम्मिल्लमुक्तालकवल्लरीणां, नृत्यक्रियाकल्पनसूत्रधारः । तं सावरोधं तटसन्निदिष्टं, मुहुः सिषेवे सरसीसमीरः ।।४।। શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૭ ૧૦૯ Page #126 -------------------------------------------------------------------------- ________________ તટ પર અંત:પુરની સાથે મહારાજા વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે સુંદરીઓના છૂટા કેશકલાપ સરોવરના શીતલ વાયુથી મંદ મંદ ઊડી રહ્યા હતા. તે જાણે નૃત્યકળાના સૂત્રધાર સમાન સરોવરનો પવન મહારાજા ભરતની સેવા કરી રહ્યો ન હોય ! न्यमील्यताम्भोरुहिणीगणेन, तीक्ष्णांशनाप्यस्तगिरिनिलिल्ये | नृपेण चात्याजि तटाकतीरं, दीनं मुखं द्वन्द्वचरस्य दृष्ट्वा ।।५।। સૂર્ય અસ્તાચળ પર જતો રહ્યો. રાજાએ પણ સરોવરનો ત્યાગ કર્યો અને વિરહવ્યાકુળ ચક્રવાકીનું દિન મુખ જોઈને કમલિનીઓ પણ કરમાઈ ગઈ. निमीलिताम्भोरुहपत्रनेत्रा, तमःपटीसंवलिताम्बुदेहा । सुष्वाप कामं सरसी प्रदोषेरे, वियोगदुःखादिव चक्रनाम्नो: ।।६।। કરમાઈ ગયેલ કમલપત્રરૂપી નેત્રવાળી, અંધકારરૂપી વસ્ત્રથી, જલરૂપી શરીરને ઢાંકી દેનારી તેમજ ચક્રવાક અને ચક્રવાકીના વિયોગજન્ય દુઃખથી દુઃખી થયેલી તલાવડી રાત્રિના પ્રારંભકાળમાં જ ગાઢ નિદ્રામાં પોઢી ગઈ, અર્થાત્ ક્રીડાસરોવર ખંભિત થઈ ગયું. अस्तंगते भानुमति प्रभौ स्वे, सन्ध्याचिताहव्यवहे दिनेन । धूमैरिव ध्वान्तभरैः प्रसस्त्रे, निजं वपुर्भस्ममयं वितेने |७|| પોતાનો સ્વામી સૂર્ય અસ્ત થઈ જવાથી દિવસે પોતાનું શરીર સંધ્યારૂપી ચિતામાં ભસ્મીભૂત કરી દીધું, તેથી અંધકારરૂપી ધુમાડો ચોતરફ ફેલાઈ ગયો. आकाशसौधे रजनीश्वरस्य, महेन्द्रनीलाश्मनिबद्धपीठे । प्रादुर्बभूवुः परितो दिगन्तांस्ताराः प्रदीपा इव वासरान्ते ।।८।। દિવસનું અવસાન થવાથી ચંદ્રરૂપી ઇન્દ્રનીલમણીથી બાંધેલી પીઠિકાવાળા આકાશરૂપી મહેલમાં ચારે તરફ તારાઓરૂપી દીપકો ઝળહળી ઊઠ્યા. वियोगिनीनां विरहानलस्य, निःश्वासधूमावलिधूम्रधाम्नः | स्फुटाः स्फुलिङ्गा इव पुस्फुरुश्च, खद्योतसंघातमिषात्तदानीम् ।।९।। રાત્રિના સમયે ખદ્યોતો (આગિયા) ઊડતા હતા તે જાણે વિયોગિની સ્ત્રીઓના નિસાસારૂપી ધુમાડામાંથી મલિન થયેલ વિરહરૂપી અગ્નિમાંથી નીકળતા તણખા ના હોય! ૧. ઉત્તર-ચક્રવાક (વો દરરોજ જ-મ૦ ૪/૩૬૬) ૨. પ્રોજ-રાત્રિનો પ્રારંભ કાળ (કોષો યામિનીમુન્-મ- ૨ ૮) ૩. ઘરના મન-ચક્રવાક (ચક્રવારે રાવ-મ૪/૩૬૬) ૬. નિશ્વાસ...-વિ વિશિષ્ટ વિરડીનનસ્પ-નિશ્વાસ વ ધૂમાનિયા ઘ - નિને ઘામ-તેની ચર્ચા કરો, તારા | આ બધાબા શ રૂ શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૧૦ Page #127 -------------------------------------------------------------------------- ________________ नभस्थलं तारकमौक्तिकाढ्यं, विभावरीभीरु'शिरोविराजि | राजागतेमङ्गलसंप्रवृत्त्यै, वैडूर्यकस्थालमिव व्यभासीत् ।।१०।। ચંદ્રનો ઉદય થવાથી તેના માંગલિક વધામણા માટે રાત્રિરૂપી સ્ત્રીના મસ્તક પર તારાઓરૂપી મોતીઓથી યુક્ત આકાશરૂપી વૈડૂર્ય રત્નનો થાળ ના હોય તેમ આકાશ શોભી રહ્યું છે. अस्तं प्रयाते किल चक्रबन्धारेवनुद्यते राजनि तेजसान्ये । चौरेरिव व्याहतदृष्टिचारैस्तमोभरैक्नशिरे दिगन्ताः ।।११।। સૂર્યનો અસ્ત થવાથી અને હજી તેજોરાશિ ચન્દ્રનો ઉદય નહીં થવાથી દૃષ્ટિના તેજને હરી લેનાર ગાઢ અંધકારરૂપી ચોર જાણે દશે દિશામાં ફેલાઈ ગયો ન હોય ! आप्लावयामास जगत्तमोभिर्विकाशितालीवनराजिनीलैः । संवर्तपाथोधिरिव त्रियामा क्षणः पयोभिः परितः प्रवृद्धैः ।।१२।। પ્રલયકાળના સમુદ્રની ભરતી ચારેબાજુથી જગતને જળબંબાકાર કરી નાખે તેમ રાત્રિના સમયમાં તમાલ વૃક્ષોની વનરાજિ સમાન ગાઢ અંધકારમાં સમસ્ત જગત ડૂબી ગયું. हंस प्रयातश्चरमाद्रिचूलां, तमिस्रकाकः प्रकटीबभूव । स्थाने रथाङ्गाह्वसतापवियोगः, पापेऽधिके किं सुखमुत्तमानाम् ? ||१३।। સૂર્ય અસ્તાચલ પર્વત પર ચાલી ગયો અને અંધકારરૂપી કાક પક્ષી પ્રગટ થયું ત્યારે, ચક્રવાકરૂપી સજ્જનોનો વિયોગ થયો તે બરાબર ઉચિત છે, કારણ કે પાપની માત્રા વધી જાય ત્યારે ઉત્તમ પુરુષોને સુખ કેવી રીતે મળે ? અર્થાત્, જગતમાં પાપ વધી જાય ત્યારે સજ્જન પુરુષો દુઃખી થાય છે. समत्ववैषम्यसतत्त्ववेदस्तमोभरे व्याप्नुवति प्रकामम् । आसीन्नदृष्ट्येकनिबद्धचारे, दौर्जन्यभाक्स्वान्त इवासिताभे ।।१४।। દૃષ્ટિ (નેત્ર)ની રોશનીને રોકનારો દુર્જનના હૃદય જેવો ગાઢ અંધકાર જગતમાં છવાઈ જાય ત્યારે સારાનરસાનો ભેદ સમજાતો નથી. विनिस्सरच्चञ्चलचञ्चरीकव्याजात् तदा कैरविणीभिरौज्म्कि। वियोगवन्हेरिव धूमपंक्तिर्विभावरीकान्त करोपलम्भात् ।।१५।। ચંદ્રનાં કિરણોની પ્રાપ્તિથી કમલિનીઓએ બહાર નીકળતી ચપળ ભ્રમરોરૂપી ધૂમ્રપંક્તિ (ધુમાડો)ને વિયોગરૂપી અગ્નિમાંથી જાણે બહાર કાઢી ના હોય ! ૧. મીર-સ્ત્રી (વરાના મીર્નશ્વિની-મ0 રૂ ૧૬૮) ૨. રાણા -અન્નામનાત્ | ૨. થરુવન્યુ-સૂર્ય ૪. -સૂર્ય (વંદનો ક્વિત્રમાનુ-મ૦ ૨૧૦) . થાને-યુમ્ ૬. થાસ્વસતાં- વનાત્મનામ્ | છે. વિભાવરીવાજો -ચંદ્ર શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૧૧ Page #128 -------------------------------------------------------------------------- ________________ कलिन्दकन्या पयसेव सिक्तं, कस्तूरिकावारिभरेण किं वा । किं वाजनाम्भोभिरसेचि भूमीतलं तदानी तमसैवमासीत् ।।१६।। રાત્રિના સમયે ધરતી અંધકારમય બની ગઈ હતી તે જાણે યમુનાના પાણીથી, કસ્તૂરીના પાણીથી કે કાજલના પાણીથી ધરતીનું સિંચન કર્યું ના હોય ! अनेकवर्णाट्यमपि प्रकाममासीदिदानी जगदेकवर्णम् । तमाक्षितीशे प्रभुतां प्रपन्ने, प्रभुत्वमेतादृशमेव विश्वे ।।१७।। આ જગત અનેક વર્ણવાળું હોવા છતાં રાત્રિમાં એક વર્ણવાળું બની ગયું. વિશ્વમાં જ્યારે અંધકારરૂપી રાજાનું સામ્રાજ્ય ચાલતું હોય ત્યારે તેનો પ્રભાવ હોય તે બરાબર છે. જેવો રાજા તેવી પ્રવૃત્તિ હોય છે. त्वं पश्चिमाशामधुना गतोऽसि, त्रयीतनो ! दैववशेन हन्त । त्वमभ्युदेता च रवैर्द्विजानामाशा इतीवाशिषमर्पयन्त्यः ||१८ ।। દિશાઓ ડૂબતા સૂર્યને પક્ષીઓના કલકલારવ રૂપી જાણે આશીર્વાદ આપતી ના હોય કે “હે સૂર્ય, હમણાં તો તું ભાગ્યશાતુ પશ્ચિમ દિશામાં ચાલ્યો ગયો છું તેનો મને પણ ખેદ છે, પરંતુ થોડા સમય પછી જરૂર તારો ઉદય થશે. आरामलक्ष्म्येव विनिर्मिताभिरस्नेहदीपावलिभिर्निशान्तम् | प्रादुर्भवद्ध्वान्तभरापनुन्न्य, पदे पदेप्यौषधिभिर्दिदीपे ।।१९।। મધ્ય રાત્રિના અંધકારને દૂર કરવા માટે વનલક્ષ્મી ભિન્ન ભિન્ન પ્રકારની પોતાની ઔષધિઓ રૂપી તેલ વિનાના દિપકને જાણે સ્થાને સ્થાને મૂકીને ઉપવનને પ્રકાશિત કરતી ના હોય ! प्रकल्पिताकल्पविधिः क्षितीशः, सहावरोधेन ततो जगाम | रत्नप्रदीपद्युतिदृश्यमानमार्गः पटागारवरं प्रदोषे ।।२०।। રાત્રિને યોગ્ય વેષનું પરિધાન કરીને મહારાજા ભરત અંત:પુરની સાથે સંધ્યા સમયે રત્નના દિપકોની કાંતિથી પ્રકાશિત થયેલા માર્ગ પટ-કુટિરમાં પધાર્યા. शुद्धान्तवेषस्य बभूव शोभा, या वासरे सा समये रजन्याः । ऊहेऽधिकत्वं स्मरसाहचर्यात्, मणिप्रदीपाभ्यधिकप्रकाशात् ।।२१।। અંત:પુરની સુંદરીઓનાં વસ્ત્રોની શોભા દિવસ કરતાં રાત્રિમાં અધિક સુંદર લાગતી, કારણ કે રાત્રિના સમયે એક તો રત્નના દીપકોથી ઝળહળતું તેજ, બીજું કામદેવનું સામ્રાજ્ય, એટલે રાત્રિમાં રાણીઓનું સૌંદર્ય ખીલી ઊઠતું. ૧. શનિન્દ્રવજ્યા-યમુના (વાતિની સૂર્યના યમી-પ૦ ૪.૧૪૨) I ૨. આશા-દિશા (કાષ્ઠા વિ રિન્ - ૦૨ ૮૦) રૂ. ત્રથીતનુ-સૂર્ય (ત્રયીનુર્ણાહુ-૦િ ૨૧ર) | ૪. લવ-ભાગ્ય (લવે મારે મારા ગામ૦ ૬૧૫) I ૫. કિન-પક્ષી ( નિવિષ્યિર...-ગમ) કારૂ૮૨) I ૬. નિશાન-નpષ્ય | શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૧૨ Page #129 -------------------------------------------------------------------------- ________________ विलासिनीभिर्ययिरे युवानो, यथालिनीभिः कुमुदप्रदेशाः । रुचां कलापैः पुनरुहिदीपे, निकेतरत्न'प्रचयस्य सौधे ।।२२।। જેમ ભમરાઓ કમલ પાસે દોડી જાય તેમ સુંદરીઓ પોતાના યુવાન પતિઓની પાસે પહોંચી ગઈ, ત્યારે રત્નોના દીપકોની કાંતિથી અને પ્રકાશથી મહેલો ઝળહળી ઊઠ્યા. काचिद् विवृन्तैर्विविधैः प्रसूतैः, स्वाभ्यां कराभ्यां विरचय्य शय्याम् । पुष्पेषुरबाणाग्रहताङ्गयष्टिः, स्वकान्तमार्ग मुहुरीक्षतेस्म ।।२३।। કામદેવનાં બાણોથી વિધાયેલી કોઈ સુંદરી પોતાના હાથે વિવિધ પ્રકારનાં પુષ્પોની શપ્યા તૈયાર કરીને પોતાના પતિના આગમન-માર્ગને વારંવાર જોતી હતી. आस्तीर्य शय्यां विरचय्य दीपं, कान्तेऽनुपेते स्वसखीमुवाच । ससंभ्रमं स्नेहभरादुपेते, प्रिये मनो हृष्यति काचिदेवम् ।।२४।। વળી કોઈ સ્ત્રી શયા તૈયાર કરી દીપક પ્રગટાવીને પતિની રાહ જોતી રહી, છતાં પતિનું આગમન નહીં થવાથી વ્યાકુળ બનીને પોતાની પ્રિય સખીને સ્નેહાળ વચનોથી બોલી, “સખી! હવે તો પતિદેવ પધારશે ત્યારે જ મન ખીલી ઊઠશે.' काचिद् वितांगममात्मभर्तुः, प्रियालि ! पश्यायमुपैति नैति । छलादितीयं विजनं चकार, पश्चात् प्रियाप्तौ च ददौ कपाटम् ।।२५।। કોઈ સ્ત્રીએ તો પતિના આવવાનો સમય જાણીને સખીને દૂર કરવા માટે (એકાંત માટે) કપટથી બોલી: પ્રિય સખી, તું જો તો, મારા પ્રિયતમ આવે છે કે નહીં” એમ કહીને તે છળપૂર્વક એકાંતમાં ચાલી ગઈ. પછી પતિ આવ્યા પછી, તરત જ દરવાજો બંધ કરી દીધો. ससंभ्रमं काचिदुपेत्य कान्ता, श्लिष्टा प्रियेणेति जहास कान्तम् । हृदि स्थिता या तुदति त्वदीये, गाढं न संश्लेषमतो विधत्से ||२६ ।। પતિએ આવીને તરત જ પોતાની પત્નીને આલિંગન આપ્યું ત્યારે પ્રિયાએ હસીને કહ્યું: તમારા હૃદયંસિંહાસન પર બેઠેલી પ્રિયાને દુ:ખ ના થાય માટે જ તમે ગાઢ આલિંગન આપી શકતા નથી. नखक्षतं काचिदवेक्ष्य कान्ते, निजं परस्यास्त्विति संवितर्व्य | मां मुञ्च मुञ्चेति रुषा वदन्ती, यूना व्रजन्ती विधृता पटान्ते ।।७।। કોઈ સ્ત્રીએ પોતાના પતિના શરીર પર નખના ઉઝરડા જોઈને વિચાર્યું કે આ નખોરિયાં મારાથી પડ્યા છે કે બીજી કોઈ સ્ત્રીથી ? આ પ્રમાણે વિચારતી રોષે ભરાયેલી માનુનિ “મને છોડો, મને છોડો' એમ બોલતી છૂટીને ભાગે છે ત્યારે તેના પતિએ તેના વસ્ત્રનો છેડો પકડી રાખ્યો. कादम्बरीस्वादविघूर्णिताक्षी, छायां निजां वीक्ष्य तदीयधाम्नि | एषा परेति प्रतिपाद्य रोषाद्, यूना व्रजन्ती कथमप्यरक्षि ।।२८।। ૧. નિરત્ન-દિપક (પ્રિય ગૃહમા-મ0 રૂરૂિ૫૧) ૨. પુપુ-કામદેવ શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૧૩ Page #130 -------------------------------------------------------------------------- ________________ મદિરાપાનથી ઘેરાયેલાં નેત્રવાળી સુંદરીએ પોતાની છાયાને જોઈને પતિને કહ્યું કે મારા પોતાના શયનકક્ષમાં કોઈ બીજી સ્ત્રી આવી છે. એમ બોલીને ચાલી જતી પ્રિયાને પતિએ મુશ્કેલીથી રોકી રાખી. उपस्थितेन प्रथमं प्रियेण, प्रियाक्रुधे किञ्चन कौतुकार्थम् । लाक्षारसेनालिखितं रसायां, काचित् पदं वीक्ष्य चुकोप पत्ये ।।२९।। શયનકક્ષમાં પહેલાં આવેલા પતિએ મજાકમાં પત્નીને રોષાયમાન કરવા માટે ભૂમિ પર લાક્ષારસથી ચરણ (પગલાં)નું આલેખન કર્યું. સ્ત્રીનાં પગલાં જોઈને પ્રિયા પતિ પર ગુસ્સે થઈ. पटीमुपादाय मुखे च कान्ता, छलेन निद्रामधिगम्यमाना | नोन्निद्रनेत्रेयमथो विधेया, वदन्निति द्राग् जगृहे कयाचित् ||३०|| કોઈ એક સુંદરી પગથી માથા સુધી ઓઢીને કપટ નિદ્રાથી સૂઈ ગઈ. પતિએ આવી સૂતેલી પત્નીને જોઈને કહ્યું, “તેનો નિદ્રાભંગ કરવો ઉચિત નથી.” આટલું સાંભળતાંની સાથે જ ઊઠીને પતિને વળગી પડી. पराङ्मुखी काचन कान्तरूपं, निजामुलीकुञ्चिकया लिखन्ती । निमील्य नेत्रे सहसा कराभ्यामचुम्बि पृष्ठोपगतेन नेत्रा ||३१ ।। કોઈ સુંદરી પીઠ ફેરવીને પોતાની આંગળીઓ રૂપી પીંછીથી પોતાના પતિનું ચિત્ર દોરી રહી હતી, પાછળથી તેના પતિએ આવી બે હાથે તેની આંખો દબાવીને ગાઢ ચુંબન કર્યું. काञ्च्याभिरामं जघनं विधाय, पादौ पुनर्नूपुररम्पनादौ । स्मरं सहायञ्च सकङ्कपत्रं, काचिग्निशीथेरऽभिससार कान्तम् ।।३२ ।। અભિસારિકા બનેલી કોઈ સ્ત્રી કટિપ્રદેશ પર સુંદર કંદોરો બાંધી પગમાં ઝાંઝરનો રણકાર કરતી બાણાવલી કામદેવને સહાયક બનતી મધ્ય રાત્રિએ પોતાના પતિ પાસે ગઈ. निःश्वासहार्याशुकवीक्ष्यमाणवपुः समग्राङ्गपिनद्धभूषा ।। हृदोशितुर्वासगृहं समेता, काचिद् दृशोरुत्सवमाततान ||३३।। એકદમ સૂક્ષ્મ ચીનાંશુ વસ્ત્રોના પરિધાનથી શરીરનાં અંગોપાંગનું પ્રદર્શન કરતી અને શરીર ઉપર સુંદર આભૂષણોને ધારણ કરતી સુંદરી શયનકક્ષમાં આવીને પતિનાં નેત્રોને આનંદિત કરતી હતી. वितन्वती काचिदपूर्वभूषाविधिं विलोक्य स्फुटमात्मदर्श । सखा न चेत् प्रीतिपराङ्मुखस्ते, कि तीनेनैवमलज्जि सख्या ।।३४।। આરીસામાં જોઈને સોળ શણગાર સજતી કોઈ સુંદરીને સખીએ કહ્યું : “હે સખી, તારો પતિ તારાથી વિમુખ નથી તો પછી આટલો બધો શણગાર શા માટે કરવો પડે ?” આ પ્રમાણેના સખીના વચનથી તે લજ્જિત બની ગઈ. ૧. વવપત્ર-બાણ ( રૂ ૪૪ર). ૨. નિશીથ-અડધી રાત્રિ (નિશાચર્ધરાત્રો નિશા-૦ ૨૫૬). શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૧૪ Page #131 -------------------------------------------------------------------------- ________________ प्रियालि ! यादृक् प्रणयो न तादृग, भूषाविधि जति भामिनीनाम् । ભૂગરિ પરથી વિત, કરોતિ ય ર કિવ રવ નાડત્ર રૂક હે પ્રિય સખી, સ્ત્રીઓની શોભા જેવી તેના પ્રેમમાં છે, તેવી શોભા તેની વેષભૂષા કે શરીરની શોભામાં નથી. જે કોઈ પ્રેમી શોભામાં કે સૌંદર્યમાં પ્રેમની વ્યાખ્યા કરતો હોય તે વાસ્તવમાં પ્રેમી જ નથી હોતો. प्रिये ! त्वदीया पदवी विशेषान्मयाय दृष्टा त्वमिता कथं न निद्राऽपि ते सख्यमलङ्घमाना, प्रामुमुदत् कश्चिदितीत्वरी' च ||३६ ।। “હે પ્રિયે, આજે હું વિશેષ રૂપે તારો માર્ગ જોતો રહ્યો! તું કેમ ના આવી? નિદ્રાએ પણ મારી મિત્રતાનો ત્યાગ કર્યો અર્થાત્ નિદ્રા પણ આવી નહીં.” આ પ્રમાણે કહીને કામીપુરુષ વ્યભિચારિણી સ્ત્રીને ખુશ કરતો હોય છે. इति प्रियं सागसमीरयन्ती, जहास काचिद दयिता कथं न । श्लिष्टा त्वया हारमपास्य हारऽरं३, मुक्ताङ्कितं ते हृदयं यदस्ति ।।३७ ।। કોઈ પ્રિયા પોતાના અપરાધી પતિને ઉપહાસપૂર્વક કહે છે, “અરે, તમે તમારો મોતીનો હાર વલ્લભાને આલિંગન કરતાં પહેલાં કેમ દૂર કર્યો નહીં ? તમારા વક્ષસ્થલ (છાતીમાં) પર મોતીનાં ચિહ્નો દેખાય છે.. त्वयाऽथवा तत्स्मृतये न लुप्तं, तदृष्टमागः स्वदृशा तवैतत् । प्रीणन्ति यूनो हि रताङ्कितानि', रणे भटस्येव गजाभिघाताः ||३८।। અથવા તો તમે તમારી પ્રિયાની સ્મૃતિ માટે જ એ ચિહ્નો (નિશાની) દૂર કર્યા નહીં હોય. આજે મેં તમારો એ અપરાધ મારી સગી આંખે જોઈ લીધો છે. ખરેખર, રણસંગ્રામમાં હાથીથી થતા પ્રહારનાં ચિહ્નો જોઈને શૂરવીર યોદ્ધાઓ ખુશ થાય છે, તેમ પ્રિય વ્યક્તિ રતિક્રીડાનાં ચિહ્નોથી ખુશ થાય છે. श्लेषात् तवैवाहनि वामनेत्रे !, ममेदृशं जातमदो हि वक्षः । त्वत्तः परा का मम वल्लभास्ति, प्रामोदि कापीति निगद्य नेत्रा ।।३९ ।। “હે વામનેત્રે, દિવસના તારા આલિંગનથી જ મારા વક્ષસ્થલ પર એ ચિહ્નો અંકિત થયાં છે. તારાથી અધિક બીજી કોઈ સ્ત્રી પ્રત્યે મને પ્રેમ નથી”, આ પ્રમાણે કહીને પતિએ પ્રિયાને ખુશ કરી. यदीय नामापि करोति दूरादङ्गं समग्रं पुलकाङ्कुराढ्यम् । यदागमः स्विन्नमपीति तस्मिन्, मानः कथं काचिदुवाश कान्तम् ।।४०।। ૧. ફરી-કુલટા (સતીત્વરી-મ૦ રૂ ૧૨૨) ૨. a-વ્હેલે | ૩. – ત્યર્થ છે. શા-અપરાધ (મજુતી વિઝિયા સી-મિત્ર રૂ ૪૦૮) છે. તન-મથુન (સુરત નો ન રત-પ૦ રૂ.ર૦) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૧૫ Page #132 -------------------------------------------------------------------------- ________________ દૂર હોવા છતાં જેના નામ માત્રથી જ શરીર રોમાંચિત થઈ જાય છે અને જેના આગમનથી જ શરીર પસીનાની જેમ રેબઝેબ થઈ જાય છે, તેવા પ્રેમાળ પતિ પાસે અહંકાર કેવી રીતે હોય? આ પ્રમાણે સ્નેહાળ વચનથી પ્રિયાએ પોતાના પતિને પ્રેમથી વશ કરી લીધો. प्रसूनशय्या नवकण्टकालेररंतुदा रोदनसन्निकाशः | अयं विनोदो भयदं विलासगृहं भवेदालि ! विना प्रियं मे ||४|| सख्याः पुस स्वरमुदीरितायामिति प्रियायामपराधसत्ता । विलासिना केनचन न्यवारि, स्वचेतसो व्योम्न इव द्रुवल्ली ।।२।। એક સુંદરીએ પોતાની સખીને કહ્યું : હે સખી, પ્રિયતમ વિના પુષ્પની આ શય્યા તે ખરેખર તીક્ષ્ણ કાંટાઓના સમૂહની જેમ અત્યંત મર્મભેદી લાગે છે. વિનોદ તે રુદન સમાન અને શયનકક્ષ તે અતિ ભયંકર લાગે છે. સખી સમક્ષ પ્રિયાનાં આવાં હૃદયદ્રાવક વચન સાંભળીને તે સુંદરીના બધા જ અપરાધો આકાશમાંથી વૃક્ષની લતા જેમ નીચે પડે તેમ પતિના મનમાંથી નીકળી ગયા. विश्वाधिराजः कदलीविलासगेहं विवेशात विकीर्णपुष्पम् | लोकत्रयीस्त्रैणविशेषितश्रिमृगेक्षणारत्नविभूषितं सः ||४३।। रत्नप्रदीपप्रहतान्धकारं, चन्द्रोदयद्योतितमध्यदेशम् । दंदह्यमानागुरुधूमधम्रधामाङ्कितं पुण्यवतां च योग्यम् ||४४|| હવે ભરત ચક્રવર્તીએ કદલીથી બનેલા કેલિગૃહમાં પ્રવેશ કર્યો.તે કદલીગૃહ-કેલિ કેવા પ્રકારનું છે? જેમાં ચારેબાજુ પુષ્પો વિખરાયેલાં છે અને સ્વર્ગ, મૃત્યુને પાતાળ એમ ત્રણે લોકની સ્ત્રીઓની સુંદરતાને જેણે જીતી લીધી છે એવી અત્યંત સૌંદર્યવાન સ્ત્રી રત્નથી સુશોભિત છે તેમજ રત્નોના દીપકથી જેનો અંધકાર દૂર કરાયો છે એવા પ્રકાશથી ઝગમગતો છે જેનો મધ્ય ભાગ, ચંદ્ર જેવા ઉજ્વળ વિવિધ પ્રકારના ચંદરવાઓથી સુશોભિત છે, સ્થાને સ્થાને બળી રહેલી ધૂપની સળીઓમાંથી નીકળતો સુગંધી ધુમાડો પ્રસરી રહ્યો છે જેમાં એવું કેલિગૃહ પુણ્યવંત પુરુષોના નિવાસ માટે જ યોગ્ય છે. तयोर्विलासा विविधाः प्रसस्तू, रम्भामरुन्नायकयोर्यथाऽत्र | श्रृङ्गारजन्मक्षितिराजरत्योर्यथा प्रसन्नत्वपयोधिचन्द्राः ||४५।। ઉપર્યુક્ત કેલીગૃહ (વિલાસગૃહ)માં ભરત મહારાજા અને સ્ત્રીરત્ન એમ એ દંપતીનો વિવિધ પ્રકારનો પ્રેમવિલાસ પ્રસન્નતારૂપી સમુદ્રની ભરતી માટે ચન્દ્ર સમાન હતો. તે ઇન્દ્ર ઇન્દ્રાણી તેમજ કામદેવ ને રતિની જેમ કેલીગૃહમાં પ્રસરી રહ્યો. अन्योन्यसंपर्करसातिरेकाद्, युवद्वयी तं समयं विवेद । सुधामयं सौख्यमयं प्रमोदमयं मनोभूमयमेकतानम् ||४६ ।। રતિક્રીડારૂપ પરસ્પરના મિલનના રસાસ્વાદથી યુવાન દંપતીનો સમય સુધામય, સુખમય, આનંદમય, કામમય અને એકતાનમય બની ગયો. ની ભરતબાહુબલિ માાવ્યમ્ ૦ ૧૧૬ Page #133 -------------------------------------------------------------------------- ________________ प्रसन्नतैवं जगति प्रवृत्ता, मयि प्रभी कैरविणीषु नेति । प्रसन्नतायै सितरोचिरासां, ससर्ज पीयूषभरं करेण ||७|| ચંદ્રમાએ વિચાર્યું કે જગતમાં તો મેં પ્રસન્નતા ફેલાવી છે પરંતુ જેનો હું સ્વામી છું, એવી કુમુદિનીને હજી સુધી પ્રસન્નતા આપી નથી, તેથી કુમુદિનીઓની પ્રસન્નતા માટે પોતાનાં કિરણોમાંથી ચ અમૃતની વર્ષા કરી. श्रृङ्गारदध्नो नवनीतपिण्डो, मुक्तामणिः किं त्रिपुरारिमौले ? स्तनः खलक्ष्म्याः किमु चन्दनाः क्रीडातटाकः प्रमदस्य किं वा ? ||४८।। किं कन्दुकः श्रीतनुजस्य किं वा, रतेर्विलासालयकुम्भ एषः ? किमुत्सवच्छत्रमिति व्यतर्कि, शरच्छशाङ्को युवभिस्तदानीम् ? ||९|| યુવાન પુરુષો વિચારે છે : શું આ ચન્દ્ર, શૃંગારરૂપી દહીમાંથી નીકળેલો માખણનો પિંડ છે ? અથવા મહાદેવના મસ્તક પર રહેલો મુક્તામણિ છે? શું એ લક્ષ્મીનું ચંદનથી અર્ચિત સ્તન છે ? કે આનંદરૂપી સરોવર છે ? લક્ષ્મીપુત્ર કામદેવને રમવા માટેનો દડો છે ? કામદેવની પત્ની રતિના વિલાસગૃહનો કળશ છે કે પછી ઉત્સવનું છત્ર છે ? આ પ્રમાણે વિલાસી પુરુષો વિવિધ પ્રકારની કલ્પનાઓ કરતા હતા. विलोक्य दीपानृपसौधसंस्थान्, बलद्विषाऽकारि किमेष दीपः ? .. स्वचन्द्रशालाशिंखराग्रदेशेऽभ्युद्यन् विधुः कैश्चिदतर्कि चैवम् ।।५०।। - ઊગતા ચંદ્રને જોઈને કેટલાક યુવાનો કલ્પના કરતા કે રાજમહેલના રત્નના દિપકો જોઈને ઇન્દ્ર મહારાજે પોતાની ચન્દ્રશાળા (અગાસી)ના શિખર પર દીપક તો મૂક્યા નહીં હોય ને ! सितद्युतौ दूरमुदित्वरेऽपि, विकासलक्ष्याज्जहसे कुमुद्भिः । रागी विदूरे स्थितवानदूरे, भवेन किं चित्तविनोदकारी ? ||५१।। આકાશમાં ઉદય પામતો ચન્દ્ર ઘણો દૂર હોવા છતાં પણ ચન્દ્રવિકાસી કમળો પ્રફુલ્લિત થવાના બહાને જાણે ખુશી વ્યક્ત કરતાં ન હોય ! કારણ કે રાગી વ્યક્તિ ભલે દૂર હોય કે સમીપ હોય તો પણ તેની સ્મૃતિ આનંદપ્રદ બને છે. इन्दोः करस्पर्शनतः प्रमाद, तत्याज वेगेन कुमुवती च । का वामनेत्रा न जहाति निद्रामुपस्थिते भर्तरि संनिकृष्टम् ।।५२ ।। | ચન્દ્રકિરણના સ્પર્શ માત્રથી જ કુમુદિનીઓ શીઘ્રતાએ નિદ્રાનો ત્યાગ કરે છે અથવા વિકસ્વર બની જાય છે. કઈ એવી સ્ત્રી હોય કે પોતાના પતિના સાંનિધ્યમાં નિદ્રાનો ત્યાગ ના કરે ? " ૧. ત્રિપુર-મહાદેવ (મરાઉ૧૪) ૨. કમર-આનંદ ૩ શ્રીતનુન-કામદેવ (કણુના શ્રીનન્દન-ગણિ૦ રા૫૪ર) માન-નિદ્રા શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૧૭ Page #134 -------------------------------------------------------------------------- ________________ कराः सितांशोः परितः स्फुरन्तः, सुधाम्बुराशेरिव वीचिवाराः | तथा सितीचक्रुरिलान्तरिक्षे, यथा न वर्णान्तरदृष्टिरत्र ।।५३।। ક્ષીરસમુદ્રના તરંગોની જેમ ચંદ્રનાં કિરણોએ આકાશ અને પૃથ્વીને ચારેબાજુથી સફેદ બનાવે દિધી. એ સમયે સમસ્ત લોકમાં શ્વેત વર્ણ સિવાય બીજો કોઈ વર્ણ દષ્ટિગોચર થતો નથી. एतद्वयस्याः कुमुदिन्य एताः, पश्यन्तु सुप्ताः पुनरम्बुजिन्यः ।. विधुर्विचार्येति निशाङ्गनायास्तमिस्रवासः सहसा चकर्ष ।।५४ ।। પોતાની પત્ની રજની (રાત્રિ)ની સખીઓ કુમુદિનીઓને જોઈ? કે કમલિનીઓ સૂઈ ગઈ છે? એ પ્રમાણે વિચારીને ચન્ટે પોતાની પત્ની રાત્રિના અંધકારરૂપી વસ્ત્રને તત્કાલ ખેંચી લીધું. एवं प्रविस्तारवति द्विजेन्द्रोदयेऽवदातीकृतविश्वविश्वे । भृत्याः प्रतिष्ठासु बलं प्रगे तत्, स्वकृत्यमादध्म इति प्रबुद्धाः ।।५५।। આ પ્રમાણે આકાશમાં સંપૂર્ણતયા ચન્દ્રનો પ્રકાશ ફેલાઈ જવાથી સમસ્ત ભૂમંડલ સફેદ બની ગયું ત્યારે સેવકવર્ગ જાગી ગયો અને વિચારવા લાગ્યો કે “ચાલો ભાઈ ચાલો, પ્રભાત થતાં જ તેના આગળ કૂચ કરશે, માટે આપણે આપણાં કામ પૂર્ણ કરી લ્યો.' श्यामार्जुनाभद्विपयोर्विवादो, निषादिनोर्जागृतयोर्बभूव । समानतुङ्गत्वरदप्रमाणवर्णक्यदत्तभ्रमयोस्तदानीम् ।।५६ ।। સેનામાં એક હાથી કાળો અને એક હાથી સફેદ હતો. બન્નેની ઊંચાઈ અને દાંત એકસરખાં હતાં. પરંતુ ચાંદનીના પ્રકાશમાં બન્ને હાથીઓ સફેદ લાગતા હતા ત્યારે નિદ્રામાંથી સહસા જાગ્રત થયેલા બન્ને મહાવતોની વચમાં સંઘર્ષ પેદા થયો. आधोरणा अप्युदिते शशाङ्के, क्षुभ्यत्सुधाम्भोधितरङ्गगौरे । आदाय मालूर'फलानि नामकर्णेषु शंखभ्रमतो बबन्धुः ।।५७।। ક્ષીરસમુદ્રના તરંગોની જેમ એકદમ ઉજ્વળ ચંદ્રનો ઉદય થવાથી માવતીએ શંખની ભ્રાન્તિથી બિલ્વનાં ફળોને લઈને હાથીના કાનોમાં બાંધી દીધાં.' विचित्रवर्णाः स्फुटमेकवर्णा, बभूवुरश्वा उडुपोदया द्राक् । तेषामलब्ध्वा चमरांश्च केचिन्, निगालबद्धा विदधुर्मुशाखाः ।।५८।। ચંદ્રનો ઉદય થવાથી ભિન્ન ભિન્ન વર્ણ (રંગ)વાળા અશ્વો એકસરખા સફેદ વર્ણવાળા બની ગયા ૧. વિશ્વાસુ-વિનિg | ૨. -પ્રભાત ( કાવરકુંજે - ૦ ૧૬૬) 3. નિરિ-મહાવત (માત્રનિતિન-ગ૦િ૩ ૪ર૬) ૪. બાથરણ-મહાવત(બાથરણા સ્તિવામિત્ર રૂ ૪ર૬) છે. માન-બિલ્વ (ગ્રાસૂર શ્રી શિત્વ - ગo ૪ર૦૧) ૬. -ચંદ્ર ૭. નર-પૂંછડુ (વાન નરષિ જ નિ ) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૧૮ Page #135 -------------------------------------------------------------------------- ________________ તેથી કેટલાક અશ્વપાલોને ઘોડાનાં પૂછડાં દેખાયાં નહીં. એટલે વૃક્ષોની શાખાઓને પૂંછ માનીને સાંકળ સાથે બાંધી દીધાં. केचिद् रथस्योपरितोऽधुनैवं, चन्द्रोदयोऽयं भवताद् विचार्य । कृत्वा च चन्द्रोदय शून्यमेव, प्राचिचलन् स्यन्दनमऽत्यऽमन्दाः ।।५९।। રથ ઉપર હમણાં ચંદ્રનો પ્રકાશ પડશે એમ વિચારીને કેટલાક ઉતાવળિયા રથિકોએ રથો ઉપરથી ચંદરવાને દૂર કરીને પ્રયાણ શરૂ કરી દીધું. विचित्रवेषा विशदैकवेषाः, पदातिधुयोः पुरतः प्रसत्रुः । शिरोग्रविन्यस्तमयूरपिच्छाः, किं हंसपक्षाः शिरसीति ताः ।।६०।। સેનાની આગળ ચાલતા વિભિન્ન પ્રકારના વેષવાળા સેનાપતિઓ પણ ચંદ્રના ઉદયથી એકસરખા સફેદ વેષવાળા લાગતા હતા અને સેનાપતિઓના મસ્તકના અગ્રભાગ પર મોરપીંછ (કલગી) બાંધેલાં હતાં ત્યારે કલ્પના થતી કે સેનાપતિઓના મસ્તક પર શું હંસનાં પીંછાં બાંધ્યાં છે? एवं तदानीं चतुरङ्गसैन्यकोलाहलः प्रादुरभूत स कोपि । किन्नर्य उन्निद्रदृशो बभूवुर्येनाग्रतो मन्दरकन्दरस्थाः ||६१।। એ અવસરે ચતુરંગી સેનાનો એટલો બધો કોલાહલ થયો કે જેથી મેરુ પર્વતની ગુફાઓમાં નિદ્રાધીન બનેલી કિન્નરીઓ પણ જાગી ગઈ. इदं गृहाण त्वमिदं विमुञ्च, त्वं तिष्ठ गच्छ त्वमुपेहि सद्यः | त्वं सज्जयेत्यादि वचोभिरेमिस्तस्य ध्वजिन्यास्तुमुला ससार ।।६२।। પ્રયાણ સમયે સેનામાં અરસપરસ કહી રહ્યા હતા: ‘તમે આ ગ્રહણ કરો', ‘તમે આ મૂકી ઘો', “તમે ઊભા રહો', “તમે ચાલો', ‘તમે જલદી મારી પાસે આવો', “તમે જલદી તૈયાર થાઓ આ પ્રકારની વાણીના ધોધથી સૈન્યમાં ઘોંઘાટ પ્રસરી રહ્યો હતો. निःस्वानभम्भानकतूर्यग्नादैरश्वेभहेषारवबृंहितैश्च ।। प्रवर्धमानः सरितामिवीघो, ज्झरैः स सिन्धोस्तटमुत्ससर्प ।।३।। '. પ્રયાણ સમયે રણભેરી ભાંભા વગેરે જુદાં જુદાં મંગલ વાજિંત્રોના અવાજથી તેમજ હાથીઘોડાઓની ગર્જના ને હેષારવથી આકાશ-પૃથ્વી શબ્દમય બની ગયાં, ત્યારે કલ્પના થતી કે શું સમુદ્રમાં ભરતી આવી છે ? અથવા પર્વત પરથી પડતાં ઝરણાંઓનો વધતો નદીઓનો પ્રવાહ સમુદ્ર તરફ જઈ રહ્યો છે ? आकर्णि यो दिक्करिभिः स्वकर्णतालैकलोलत्वमपास्य दूरात् । क्रिमेतदित्यौहि सुराङ्गनाभित्र ह्याण्डभाण्डं स्फुटतीव यस्तु ? ||६४।। સૈન્યનો કોલાહલ દિગ્ગજો પોતાના કાન સ્થિર કરીને સાંભળવા લાગ્યા. સ્વર્ગલોકની દેવાંગનાઓ તો કોલાહલ સાંભળીને ડરી ગઈ કે, અરે શું? બ્રહ્માંડ ફૂટી રહ્યું છે ? ૧. વોલય-ચંદરવા (વિતાને કોઈ જ પોત-ભ૦ રૂરૂિ૫) ૨. તુનુન-કોલાહલ (તુનુ ચાલુ નોરવ-૦ રૂકદરૂ) . નિવા-નવા, મા-નગારા, માન-મેરી, સૂર્ય-વાજિંત્ર Page #136 -------------------------------------------------------------------------- ________________ सितांशु' वाहास्तुमुलेन तेन त्रस्ता इवास्ताद्रिगुहां निलीनाः । शीतांशु लक्ष्मीरपि राजवक्त्रं, भियेव लिल्ये त्वकुतोभयं हि ।। ६५ ।। સૈન્યના તુમુલ અવાજથી ભયભીત બનેલો ચંદ્રનો અશ્વ અસ્તાચળની ગુફામાં છુપાઈ ગયો અને ચંદ્રની લક્ષ્મી (શોભા) પણ ભયથી રાજાના મુખમાં સમાઈ ગઈ. કેમ કે રાજા સ્વયં નિર્ભય હોય છે. इयं वराकी विरहे प्रियस्य, मुहुर्मुहू रोदिति चक्रवाकी । इतीव तीक्ष्णद्युतिमाजुहावरे, घनैर्विरावैश्चरणायुधोऽपि ।। ६६ ।। ‘આ બિચારી ચક્રવાકી પોતાના પતિના વિયોગમાં વારંવાર રુદન કરી રહી છે.’ એમ વિચારીને કૂકડાએ જાણે મોટા સ્વરે સૂર્યને આહ્વાન કર્યું ના હોય ! बभूव कान्तानुनयप्रणामैर्न मानमुक्तिर्निशि मानिनीनाम् । सा ताम्रचूडेन रुतैर्वितेनेऽनुसैन्यकोलाहलमुच्छलद्भिः । । ६७ ।। રાત્રિમાં પોતાના પતિની મહેરબાની અને મનામણથી પણ સ્ત્રીઓએ જે અહંકાર છોડ્યો ન હતો, તે અહંકાર સૈન્યના કોલાહલની સાથે કૂકડાના અવાજથી સ્વયં છૂટી ગયો. प्रातः प्रयाणाभिमुखोऽस्मि कान्ते !, सङ्गः कुतो नौ पुनरप्यमूदृक् । न नेतुरुक्त्येति जहौ हठं या सा कुक्कुटोक्त्या प्रियमालिलिङ्ग ।।६८ । પતિએ પોતાની પત્નીને કહ્યું, “હે પ્રિયે, હું સવારના તો અહીંથી પ્રયાણ કરીશ, ફરીથી આપણો આવો મેળાપ ક્યારે થશે ?” આટલું કહેવા છતાં પણ માનુનીએ પોતાની હઠ છોડી નહીં. પરંતુ કૂકડાના એક જ અવાજથી પતિને વળગી ગઈ. जगत्त्रये कस्तुमुलो मद्य, येनाहमुज्जागरितोप्यकाण्डे । तं द्रष्टुमर्कः प्रथमाद्रिचूलामध्यारुरोहेव रुषेति ताम्रः ।। ६९ ।। “અરે, આજે આ ત્રણ લોકમાં આટલો બધો કોલાહલ શાનો થઈ રહ્યો છે કે મારે કસમયે જાગવું પડ્યું !” એમ વિચારીને ગુસ્સાથી લાલચોળ થઈ ગયેલો સૂર્ય જાણે તે જોવા માટે જ ઉદયાચલ પર આવી ગયો ના હોય ! रथाङ्गनाम्नोर्विरहप्रदानाद्, दुष्टेयमत्यन्तमहं तु मित्रः । इतीर्ष्ययेवाचकृषे तमिस्रवासो रजन्या धुपतिः करेण । ७० ।। આ રાત્રિ અત્યંત દુષ્ટા (દોષવતી) છે. બિચારા ચક્રવાક યુગલને વિયોગનું દુઃખ આપે છે. હું તો ચક્રવાકનો મિત્ર છું એમ માનીને જાણે સૂર્યે રોષથી રાત્રિના અંધકારરૂપી વસ્ત્રને ખેંચી લીધું ના હોય ! ૧. સિતાંશુઃ-ચંદ્ર (સિતાઃ-શ્વેતા, ગંશવ-વિષા, સન્તિ યસ્ય ) ૨. શીતાંશુ-ચંદ્ર (શીતાઃ-શીતના, અંશવ-વિષા, સન્તિ યસ્ય સ) 3. આણુહાવ-ગારવામાસ | ૪. મરળાયુધઃ-કૂકડા (ધ્રુવ ૦૨૨નાયુધ-અમિ૦ ૪ Iરૂ૧૦) ૬. પાનાન્તરે-દાવા । ૬. ગા′-અસમયે । શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૨૦ Page #137 -------------------------------------------------------------------------- ________________ सरोजिनीभिः किल वासरान्ते, प्रसह्य याभ्यासि दशा प्रगे सा | कुमुद्वतोभिश्च न वैपरीत्यं, जायेत किं राज्यविपर्यये हि ? |७१।। સૂર્યાસ્ત સમયે સૂર્યવિકાસી કમલિનીઓની જે દશા થઈ હતી તેવી દશા ચંદ્રવિકાસી કુમુદિનીઓની સૂર્યોદય વખતે પ્રાત:કાલમાં થઈ, ખરેખર રાજ્ય બદલાતાંની સાથે રાજ્યવ્યવસ્થા પણ બદલાતી હોય છે. निशाविरामोन्मिषदब्जराजीमुखानि संचुम्ब्य मुहुर्ननन्द । कासारवासौकसि सौरभाट्ये, कामीव तस्मिंश्च वने नभस्वान् ।७२।। પ્રભાત સમયે તળાવરૂપી શયનગૃહમાં સૂર્યવિકાસી કમળો નવપલ્લવિત થયાં. એ સમયે અત્યંત સુગંધી પવન કામુક વ્યક્તિની જેમ વિકસ્વર કમલિનીઓના મુખને વારંવાર ચુંબન કરીને આનંદ માણતો હતો. इत्युद्यते भानुमति प्रभाते, विहाय केचित् सुदृशश्च केचित् । समं समादाय ततः प्रचेलुर्महीभुजा भारतराजराजः |७३।। સૂર્યોદય થયે છતે, મંગલ પ્રભાતે મહારાજા ભરત ચક્રવર્તીએ પ્રયાણ કર્યું : કેટલાક રાજાઓએ પત્નીઓને સાથે લઈને અને કેટલાક રાજાઓએ પત્નીઓને મૂકીને તેમની સાથે પ્રયાણ કર્યું. भरतनृपतिसैन्याम्भोनिधिः संचचार, स्फुटतुरगतरङ्गस्तुङ्गमातङ्गनक्रः | रथवहनविदीप्रश्रीभरश्चैतदग्रे, सकलजगतिपीठाप्लावनोद्दामशक्तिः |७४।। ભરત ચક્રવર્તીને તેનારૂપી સમુદ્ર આગળ ને આગળ કૂચ કરી રહ્યો હતો. તેનારૂપી સમુદ્રમાં અશ્વોરૂપી તરંગો હતા. મદોન્મત્ત હસ્તિરૂપી મગરમચ્છો અને રથોરૂપી જહાજોથી સનારૂપી સમુદ્ર શોભતો હતો. તે સેનારૂપી સમુદ્ર સમસ્ત પૃથ્વીમંડલને ડુબાડી દેવા માટે સક્ષમ હતો. शय्यां विहाय कुसुमारतरणोपपन्ना, प्रातस्तनं पुनरशेषविधि विधाय । पुण्योदयार्चनभरं भरताधिराजो, नागाधिपं रजतकान्तमथारुरोह ।।७५ ।। પ્રાતઃ સમયે મહારાજા ભરત પુષ્યની શય્યાનો ત્યાગ કરી પુણ્યોદયને પ્રગટ કરનારી પ્રાત:કાલીન સમસ્ત પૂજાવિધિ કરીને ચાંદી જેવી કાંતિવાળા શ્વેત હસ્તિરત્ન પર આરૂઢ થયા. इति सैन्यप्रस्थानवर्णनो नाम अष्टमः सर्गः. 1 . આ પ્રમાણે સૈન્યના પ્રયાણનું વર્ણન કરતો આઠમો સર્ગ સમાપ્ત. ૧. નિવેરામ–પ્રભાત | શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૧૨૧ Page #138 -------------------------------------------------------------------------- ________________ नबमः सर्गः પૂર્વ પરિચય : મહારાજા ભારતનું યુદ્ધપ્રયાણ સાંભળીને સુંદરીઓનાં હૃદય વિવળ બની ગયાં, કારણ કે પતિના વિયોગની કલ્પનાથી ધ્રુજારી અનુભવતી હતી. કેટલીક સ્ત્રીઓ તો પતિ સાથે જવા માટે આગ્રહ કરતી હતી, તો કોઈ સ્ત્રીઓ વિરહના દુઃખે દુઃખી બનેલી શોકમગ્ન બની ગઈ. ' બહલીદેશને ઉદ્દેશીને ચતુરંગી સેના દડમજલ કરતી સેંકડો કોશ આગળ વધી ગઈ. માર્ગમાં આવતા દેશો પર વિજય પ્રાપ્ત કરતી પાયદળ સેના અને આકાશમાં ચાલતી વિદ્યાધરોની સેનાથી આકાશ-પૃથ્વી સેનામય બની ગયાં. આ પ્રમાણે આગળ-આગળ કૂચ કરતી સેના અયોધ્યાથી બહુ દૂર નીકળી ગઈ. સાગર સમાન સેના કોશલ દેશના સીમાડાના અંત ભાગ સુધી પહોંચી ગઈ. હવે આગળ બહલીદેશની સીમાનો પ્રારંભ થશે. તેથી સુષેણ સેનાપતિએ ભરત રાજા પાસે આવી નિવેદન કર્યું : “હે રાજન ! ચાલી ચાલીને સેના થાકી ગઈ છે. એટલે થોડા વિશ્રામની જરૂર છે. વળી બહલીદેશના દુશ્મનની હિલચાલ જાણવાની પણ આવશ્યકતા છે. તો આપનો આદેશ હોય તો સેનાનો પડાવ ગંગા નદીના તટ પર રાખીએ. મહારાજા ભરતના આદેશથી સેનાનો પડાવ ગંગાના તટ પર રાખ્યો. ત્યાં સુંદરવનમાં એક ચૈત્ય હતું, તે જોવા માટે મહારાજા ભરત પધાર્યા તે વગેરેનું વર્ણન નવમા સર્ગમાં ગ્રંથકાર વિસ્તારથી કહે છે. करैरिवांशोः पुरतः स्फुरद्भिः, कीर्णावनीचक्रनभोन्तरालैः । तेजस्विनस्तस्य नितान्ततीनैव्यप्यिन्त साकेतवनानि सैन्यैः ।।१।। આગળ આગળ ચાલતી ભરત ચક્રવર્તીની પ્રતાપી સેના સૂર્યમંડલની જેમ આકાશ-પૃથ્વીને આવરી લેતી સાંકેતદેશનાં વનોમાં વ્યાપ્ત બની ગઈ. भूचारिराजन्यबलातिरेकैर्मही ललम्बे सनयैरिव श्रीः । शून्यं नभो मास्त्वधुनेति विद्याधरैर्विमृश्याकलितं विहाय: ।।२।। જેમ ન્યાયવાન પુરુષો લક્ષ્મીથી વ્યાપ્ત થાય તેમ ભરત મહારાજાની સાથે ચાલનારી રાજાઓની સેનાથી ભૂમંડલ વ્યાપ્ત બની ગયું, ત્યારે “આકાશ પણ ખાલી ના રહેવું જોઈએ' એમ વિચારીને વિદ્યાધરોની સેના વડે આકાશ પણ ભરાઈ ગયું. कृतान्तवक्त्रं बहलीशयुद्धं, तत्र प्रवेशो मम सांप्रतं तत् । गच्छ प्रिये ! गेहमिति न्यषेधि, कान्तेन कान्ताथ सह व्रजन्ती ।।३।। પતિનો વિરહ મારા માટે દુસહ છે એમ વિચારીને સાથે ચાલતી પ્રિયાને તેના પતિએ કહ્યું : પ્રિયે ! તું ઘેર ચાલી જા. કેમ કે બાહુબલિ સાથેનું યુદ્ધ મૃત્યુના મુખમાં જવા જેવું છે અને હમણાં જ મારો યુદ્ધમાં પ્રવેશ થશે. માટે તું ચાલી જા.” આ પ્રમાણે સાથે ચાલવાનો પ્રિયાને નિષેધ કર્યો. प्रेयोवचः स्फूर्जथुरेकल्पमेवमाकर्ण्य कान्ता निजगाद कान्तम् । त्वयैव गेहं मम तत्त्वदीयं, छायेव मुञ्चामि न सन्निधानम् ।।४।। ૧. વિઝાયર-આકાશ (વિકા, ગારીનન્તપુરે મ ર છo) ૨. યુવાનો અવાજ (યુનિફામ ૨ 9િ) ભરતભાબા પામવા શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૨૨ Page #139 -------------------------------------------------------------------------- ________________ વજના ઘા સમાન પતિનાં વચન સાંભળીને પ્રિયા બોલી : “હે સ્વામિનું ! તમે જ મારું ઘર છો. એટલે તમારી છાયાની જેમ સાથે રહીશ. આપનું સાન્નિધ્ય નહીં છોડું. अमङ्गलं मास्तु यियासतोऽस्य, पतत् कयाचिद् धृतमश्रमन्तः । तेनैव सिक्तस्य वियोगवन्हेनिःश्वासधूमावलिमुद्वमन्त्या' ।।५।। યુદ્ધભૂમિ પર જતા પતિને જોઈને વિયોગના દુઃખથી પ્રિયાની આંખમાં આંસુ આવી ગયાં, પરંતુ અમંગલના ભયથી તેણીએ આંસુને રોકી લીધાં. તે જ આંસુ વડે વિરહરૂપી આગને બુઝાવી દીધી ને તેમાંથી ઊઠતા નિસાસારૂપી ધુમાડાનું વમન કરવા લાગી. कयाचन द्वारि वितत्य बाहू, न्यवर्ति पक्षाविव राजहंस्याः । गमाय तेऽहं प्रिय ! नादिशामीत्युदीरयन्त्या प्रणयेन कान्तः ।।६।। રાજહંસીની પાંખોની જેમ કોઈ સ્ત્રી પોતાના બે હાથ પહોળા કરી પતિને રોકવા માટે પ્રયત્ન કરતી પ્રેમપૂર્વક બોલી : “હે પ્રિયે ! હું તમને યુદ્ધમાં જવા માટે રજા નહીં આપું.” वियोगदीनाक्षमवेक्ष्य वक्त्रं, तदैव कस्याश्चन सङ्गराय । बाष्पाम्बुपूर्णाक्षियुगः स्वसौधान्, न्यगाननः कोपि भटो जगाम |७|| વિયોગથી ઉદાસ બની ગયેલી પોતાની પ્રિયાનું દીન મુખ જોઈને અશ્રુથી પરિપૂર્ણ નેત્રવાળો કોઈ સૈનિક યુદ્ધમાં જવા માટે નીચે મુખ રાખીને ઘરમાંથી નીકળી ગયો. गन्तैष बाले ! दयितो भवत्याः, कुरुष्व तन् मा मुखमद्य दीनम् । त्वं वीरपत्नी भव काचिदेवं, व्यबोधि सख्या रुदती तदानीम् ।।८।। યુદ્ધ માટે પ્રયાણ કરી ગયેલા પતિના વિયોગથી રુદન કરતી સખીને સમજાવતી તેની સખીએ કહ્યું: ‘તારા પતિ રણસંગ્રામના મોરચે જાય છે. તું તો બહાદુર પતિની પત્ની છો. માટે આજે તારે દીન ન થવું જોઈએ. પરંતુ વીરપત્ની બનવાનું ગૌરવ લે.” ..आश्लिष्य दोर्वल्लियुगेन काचित्, कान्तं बभाषे गलदश्रुनेत्रा | बद्धो मया त्वं कुत एव गन्ता, रुद्धो गजेन्द्रोऽपि वशत्वमेति ।।९।। કોઈ સ્ત્રી પોતાના બે હાથે પતિને આલિંગન કરતી અગ્રુપૂર્ણ નેત્રથી બોલી : “હે નાથ! મેં તમને બાંધી દીધા છે. હવે તમે ક્યાંથી જશો ? બંધાયેલો હાથી પણ વશ થઈ જાય છે.” कुन्ताग्रधारा विसहिष्यसे त्वं, कथं यतो वृन्तमरुंतुदं ते । इतीरिणी काञ्चिदुवाच कान्तस्त्विदं वचोरुंतुदमेव ते मे ।।१०।। પત્નીએ પતિને કહ્યું : “હે નાથ, પુષ્પની ડાંખળીનો પ્રહાર પણ તમે સહી શકતા નથી તો રણસંગ્રામમાં ભાલાની અણીનો પ્રહાર કેવી રીતે સહન કરી શકશો ?” ત્યારે તેના પતિએ કહ્યું : ‘પ્રિયે ! તારી પ્રેમાળ ને મર્મભેદી વાણી મારા હૃદયને વ્યથિત કરી રહી છે.' ૧. ‘હત્વ ન્યા' ત્યારે પાઈ | ૨. વીરપત્રી-(વીરપત્ની વીરમા-મ0 રૂ ૧૭૨) ની ભરતબાહુબલિ મઘ૦ ૧૨. Page #140 -------------------------------------------------------------------------- ________________ मनो मदीयं भवता सहैतं, मुक्तास्मि तन्वा त्विह जीवितेश !। उवाच कान्तो हृदयं ममापि, त्वय्येव साधुव्यतिहार एषः ।।११।। પ્રિયા કહે છે : “હે પ્રાણેશ, મારું મન તમારી સાથે જ છે. આ ઘરમાં તો માત્ર મારું શરીર છે રહેશે. ત્યારે પતિએ પણ કહ્યું: “મારું હૃદય તારી સાથે જ છે.” (મારું મન તારી સાથે અને તારું હૃદય મારી સાથે) આ પરિવર્તન ખરેખર ઉચિત છે. पोतन्ति तारुण्यजलेऽबलानां, हृदीश्वराः कामचलत्तरङ्गे । प्रिये ! ऽत्र यूनां तरणाय दिष्टं, धात्रा सुनेत्राकुचकुम्भयुग्मम् ।।१२।। કોઈ સ્ત્રીએ પતિને કહ્યું : “હે હૃદયેશ્વર ! સ્ત્રીઓના યૌવનરૂપી જળમાં કામવાસનારૂપી ચંચળ તરંગો જહાજરૂપે બને છે. ત્યારે પતિએ કહ્યું : “પ્રિયે ! તે અગાધ જળ પાર કરવા યુવાનો માટે વિધાતાએ સ્ત્રીઓના સ્તનરૂપી બે ઘડા બનાવ્યા છે.” नवैः प्रसूनैः परिकल्प्य शय्यां, मार्गो मयालोकि तवैव नक्तम् । प्रसूनशय्यानियमोस्तु तावद्, यावन्न सङ्गो मम ते च भावी ।।१३।। પત્નીએ કહ્યું : “હે પ્રિય ! નવાં પુષ્પોની શવ્યા તૈયાર કરીને આખી રાત તમારી પ્રતીક્ષા કરતી રહીશ.' ત્યારે પતિ બોલ્યો : “હે પ્રિયે ! જ્યાં સુધી ફરીથી તારો સંગમ નહીં થાય ત્યાં સુધી પુષ્યની શય્યા પર સૂવાનો મારો નિયમ છે.” श्रृङ्गारयोनेः कुसुमानि बाणा, विना त्वया लोहमयाः शरा मे । द्वेधाऽनुभूतिर्मम मार्गणानां, भवित्र्यनङ्गस्य शरास्त्वसह्याः ।।१४।। પ્રિયાએ કહ્યું : “હે પ્રિય ! તમારા વિના કામદેવનાં પુષ્પનાં બાણો મારા માટે લોઢાનાં બાણોની જેમ અસહ્ય થશે ? ત્યારે પતિએ કહ્યું : “પ્રિયે ! મને તો બે પ્રકારનાં બાણનો અનુભવ થશે. રણસંગ્રામમાં લોખંડનાં બાણોનો પ્રહાર મારે માટે સહ્ય બનશે, પરંતુ કામદેવનાં પુષ્પનાં બાણોનો પ્રહાર તારા વિના મારા માટે અસહ્ય લાગશે.” आचामयं स्वेदलवान् रतोत्थान् मत्पाणिधूतव्यजनानिलैस्ते । संवेशनं त्वद्वशमेव बाले !, कुतो मम स्वेदकणास्तदुत्थाः ।।१५।। પત્નીએ કહ્યું : “પ્રિય! રતિક્રીડાના પરિશ્રમથી ઉત્પન્ન થયેલા તમારા પસીનાનાં બિંદુઓને મારા હાથે વીંઝાયેલા પંખાની હવાથી દૂર કરાવ્યાં હતાં. ત્યારે પતિએ કહ્યું; “હે પ્રિયે ! રતિક્રીડા તો તારે સ્વાધીન છે. આથી રણસંગ્રામમાં તારા અભાવે મારા શરીર પર પસીનાનાં બિંદુઓ કયાંથી થવાનાં ?” स्वप्नान्तरे त्वं व्यवलोकनीयो, मया प्रिय ! प्रीतिनिमग्नदृष्ट्या । प्रिये ! ममोपैष्यति नैव निद्रा, त्वया विना तहि कथं त्वमीक्ष्या ।।१६ ।। પત્નીએ કહ્યું: પ્રિય! સ્વપ્નમાં હું તમને પ્રેમાળ દૃષ્ટિથી જોઈશ.” ત્યારે પતિએ કહ્યું: પ્રિયે ! તારા વિના મને નિદ્રા આવશે નહીં, તો સ્વપ્ન પણ નહીં આવે તો હું તને કેવી રીતે જોઈ શકીશ?” ૧. કૃRયોને-વાગવચ | શ્રી ભરતબાહુબલિ મહાકલ૦૧૨૪ Page #141 -------------------------------------------------------------------------- ________________ प्रेयोजयश्रीवरणोत्सुकस्त्वं, विस्मारयेर्मा मम दूरगायाः । प्रिये ! पुरस्ताद् बहलीश्वरस्य, कुतो जयश्रीप्रतिलम्भ एव ।।१७।। પત્નીએ કહ્યું : “સ્વામીનું ! આપ આપની અતિપ્રિય એવી જયલક્ષ્મીને વરવા માટે ઉત્સુક થયા છો ! હું તમારાથી બહુ દૂર છું, પરંતુ આપ મને ક્યારે પણ ભૂલશો નહીં.” આ પ્રમાણે પત્નીનાં વચન સાંભળીને પતિએ કહ્યું : “પ્રિયે ! બાહુબલિની આગળ જયશ્રી પ્રાપ્ત કરવાની વાત દુઃશક્ય છે.” इत्थं विचेरुविरहातिदीना युवद्वयीनां विविधाः प्रलापाः | निरन्तरे हि प्रणयातिरेके, हृदालये शल्यति विप्रयोगः ।।१८।। આ પ્રકારે વિરહથી દુઃખી થયેલાં યુવાન દંપતીઓનો વિવિધ પ્રકારનો પ્રેમાલાપ થઈ રહ્યો છે. ખરેખર, જ્યાં ગાઢ પ્રેમનો અતિરેક હોય છે, ત્યાં હૃદયરૂપી ઘરમાં વિયોગરૂપી શલ્ય ભાલાની જેમ ખેંચે છે. कान्तैय॑वार्यन्त मुहुः प्रबन्धात्', सह व्रजन्त्यो दयितास्तदानीम् । स्वस्वामिकृत्याधिकदत्तचित्तैः, शैलैस्तटिन्याप इवापतन्त्यः ।।१९।। દરેક સૈનિકો પોતાના સ્વામીના કાર્યમાં એકચિત્તવાળા હતા, અર્થાત્ સ્વામીને સંપૂર્ણતયા વફાદાર હતા. પ્રયાણ સમયે પોતાની પત્નીઓએ સાથે ચાલવાનો આગ્રહ કરવા છતાં પણ પતિઓએ વારંવાર સમજાવીને પત્નીઓને રોકી રાખી. જેમ પર્વત નદીઓના પ્રવાહનું નિવારણ કરે છે, તેમ સ્ત્રીઓને સાથે આવવા માટે નિવારણ કર્યું. विषीद मा तन्वि ! चरालयं स्वं, श्याम मुखं मा कुरु साञ्जनास्त्रैः । श्वस्ते समेता दयितः प्रियाल्या, निन्ये गृहं काचिदिति प्रबोध्य ।।२०।। “હે સુંદરી !તું ખેદ ના કર. તું ઘરે ચાલ. કાજલથી શ્યામ બનેલા અશ્રુજળથી તારું મુખ કાળું ના કર. આવતીકાલે તારો પતિ આવી જશે. શા માટે ખેદ કરે છે ?” એમ કહીને તેની પ્રિય સખી તેને સમજાવીને ઘેર લઈ ગઈ. वियोगतः प्राणपतेः पतन्ती, विसंस्थुलं पाणिधृतापि सख्या । चैतन्यमापय्य च तालवृन्तानिलैरनायि स्वगृहं मृगाक्षी ।।२१।। પોતાના પ્રાણપ્રિય પતિના વિયોગથી વિહ્વળ બની ગયેલી કોઈ સ્ત્રીને તેની સખીએ હાથનો ટેકો આપવા છતાં, પણ નીચે પડી ગઈ ત્યારે સખીએ પંખાની હવાથી તેને સચંતન કરીને માંડ માંડ ઘેર - પહોંચાડી. अमुञ्चती स्थानमिदं विमोहात्, प्रेयापदन्यासमनुव्रजन्ती । काचिद् गलवाष्पजलाविलाक्षी, सख्येरिताप्युत्तरमार्पयन्न ।।२२।। ૧. કડવા—માત | २. विसंस्थुलं-व्याकुलतया चीवराद्यऽसंभालनशक्तिपूर्व यथा स्यात् तथा । શ્રી ભરતબાહુબલિ મહાક્ષત્રમ્ ૦ ૧૨૫ Page #142 -------------------------------------------------------------------------- ________________ આંસુઓથી જેનાં નેત્રો ભરાઈ ગયાં છે એવી વિયોગિની અત્યંત મૂઢ થઈને ત્યાં ને ત્યાં જ ઊભી રહી. એ સ્થાનને છોડતી ન હતી. પતિના પગલે પગલે ચાલતી તે સ્ત્રીને તેની સખીએ કહેવા છતાં પણ તે કંઈ પણ ઉત્તર આપતી નહોતી. का विप्रयुक्तिः प्रणयश्च कीदृग्, विषण्णता केयमितीरणेन । मुग्धे ! पुरात्वं सकलानुभूतिस्तवाद्य सख्येति दधेऽथ काचित् ।।२३।। સાંત્વન આપતી એક સખીએ કહ્યું : ‘હે મુગ્ધ ! આજે તને બધી જાતનો અનુભવ થયો કે વિરહ શું કહેવાય ? વિયોગ કેવા પ્રકારનો હોય અને ખેદ કેવો હોય ? આવો અનુભવ પહેલાં તેં ક્યારેય અનુભવ્યો નહીં હોય.’ अशोकमालम्ब्य लतेव काचित्, सिषेच नेत्राश्रुजलैरितीव । प्रवृद्ध एष प्रविधास्यते मां, सेकादशोकां दयितागमेन ।। २४ ।। એક સ્ત્રી લતાની જેમ અશોક વૃક્ષને પકડીને પોતાના અસ્ખલિત આંસુઓથી સિંચન કરતી હતી. અહીં કવિ કલ્પના કરે છે કે મારાં અશ્રુજલથી સિંચાયેલું આ અશોકવૃક્ષ મોટું થશે ત્યારે પતિના મેળાપથી મને અ-શોક (શોકરહિત) ક૨શે. खिन्नेव काचिद् विरहातिभारात्, पदे पदे बाष्पजलैर्गलद्भिः । प्रेयःपदन्यासरजांसि मुक्ताफलैरिवैतावकिरन्त्य' तूर्णम् ।। २५ ।। વિરહના ભારથી અતિ દુઃખી થયેલી એક સ્ત્રી પગલે પગલે આંસુઓ પાડતી ધીમે ધીમે ચાલવા લાગી તે જાણે પોતાના પતિનાં પગલાંથી પવિત્ર થયેલી રજને મોતીઓથી વધાવતી ના હોય ! कान्तस्य यातस्य पदव्यलोकिर, त्वया हि यावन्न रजोन्तराभूत् । अथ स्थिता किं वितनोषि बाले !, संभाष्य सख्यैवमवालि काचित् ||२६|| ‘હે સખી’ તું અહીં બેસીને શું કરીશ ? તેં પ્રયાણ કરતા તારા પતિના માર્ગને ત્યાં સુધી જોયો કે વચમાં ધૂળની ડમરીઓ આવી નહીં. હવે તો તે દેખાતા નથી માટે ઘર તરફ ચાલ !' આ પ્રમાણે કહીને સખી પેલી સ્ત્રીને ઘર તરફ લઈ ગઈ. दुरुत्तरोयं विरहाम्बुराशिर्मया भुजाभ्यां दयिते प्रयाते । आशातरी चेन्न निमज्जने को, विघ्नोन्तरेतीरयतिस्म काचित् ।।२७।। સખી ! પતિના પ્રયાણ કરવાથી વિરહરૂપી સમુદ્ર બે હાથ વડે તરવો ઘણો દુષ્કર છે, પરંતુ જો આશારૂપી નૌકા ના હોય તો તેમાં ડૂબી મરવા માટે કોણ રોકી શકે ? जहीहि मौनं रचयात्मकृत्यं, सखीजने देहि दृशं मृगाक्षि ! । दधासि किं घत्रकुमुदृशां त्वं संबोध्य नीतेति च काचिदाल्या ।। २८ ।। ૧. અવન્તિી-વાવયન્તી । ૨. પડવી-માર્ગ (પલવ્યે પડી પધા • અમિ૦ ૪ (૪૧) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૨૭ Page #143 -------------------------------------------------------------------------- ________________ ઘેર જઈને ઉદાસ રહેતી સખીને ઉદ્દેશીને તેની પ્રિય સખી કહે છે : ‘સખી ! તું હવે મૌનનો ત્યાગ કર ! તારું કર્તવ્ય તું સંભાળ, તારી સખીઓ સામે તો જો ! આમ આખો દિવસ કરમાઈ ગયેલી કમલિનીની જેમ કેમ બેસી રહી છો ? स्निग्धाभिरेवात्र सुलोचनाभिः, संतप्यते जीवितनाथपृष्ठे । किं स्नेहभाजो न तिला विमर्धास्तेषां खलः केन च नापि मर्द्यः ।। २९ ।। આ સંસારમાં પતિવ્રતા એવી સ્નેહાળ સ્ત્રીઓ પતિના વિયોગે દુ:ખી થતી સંતાપ અનુભવે છે, કારણ કે સ્નેહ છે તે જ દુઃખનું કારણ છે. તલમાં સ્નેહ (તેલ) હોવાથી શું તેને પીલાવું પડતું નથી ? જ્યારે તલના ખોળને કચારે પણ પીલાવું પડતું નથી, કેમ કે તેમાં તેલ (સ્નેહ) નથી. अथैकदिक्संमुखसंचरिष्णुश्चकार सेना शतशश्च मार्गान् । स्वर्वाहिनीवान्तरुपेतभूभृद्द्विभेदिनी' भारतकामचारा ||३०||३ એક દિશાને અનુલક્ષીને આગળ આગળ ચાલતી ભરત ચક્રવર્તીની સેનાએ સેંકડો માર્ગનું અતિક્રમણ કર્યું. જેમ ગંગા નદી ભારતનાં ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં વહેતી વચમાં આવેલા પર્વતોને તોડતી આગળ વધે છે તેમ ભરતની સેના માર્ગમાં આવેલા ઉદ્ધત રાજાઓને પરાજિત કરતી આગળ વધી રહી છે. विश्वंभराव्योमचरैर्धरित्री, नभः पुनर्मातुमिव प्रवृत्तैः । भटैस्तदीयैः स्वकरार्पितास्त्रैः, समंततो व्यानशिरे दिगन्ताः || ३१ ।। તે સમયે ભરત રાજાના વીર સુભટો શસ્ત્રોને ધારણ કરીને ચારે દિશામાં ફેલાઈ ગયા. ભૂમિ ૫૨ ચાલનારા સૈનિકો અને આકાશમાં ચાલનારા વિદ્યાધર સૈનિકો એવી રીતે ચારે તરફ ફેલાયા કે જાણે આકાશ અને પૃથ્વીનું માપ ક૨વા માટે નીકળ્યા ના હોય ! अस्योद्यदातोद्यरवैर्ध्वजिन्या, दूरादिवाहूयत नाकलोकात् । स्वाहाभुजां सञ्चय इत्युदीर्य, कुतूहलं किं भवदालयान्तः ? ||३२|| ચક્રવર્તી સેનાનાં વાજિંત્રોનો તુમુલ અવાજ જાણે દૂરથી સ્વર્ગલોકના દેવોના સમૂહને બોલાવીને કહેતો ન હોય કે તમારા સ્વર્ગમાં આ શાનો કોલાહલ થઈ રહ્યો છે ? महोष्ट्रवामीशतसङ्कुलायां, कोलाहलः कोप्यभवद् ध्वजिन्याम् । येनाटवीश्वापदजातियूथैर्भयादलीयन्त गुहा गिरीणाम् ।।३३ ।। ૧. નીવિતનાથપૃષ્ઠે-નીવનનાથપરોક્ષે સતિ । ૨. જૈનવિમેવિની હત્યપિ પાઃ । 3. ફ્લેષ–સેનાપક્ષે एकदिक्संमुखसंचरिष्णुः - एकाशाभिमुखसंचरणशीला । अन्तरुपेतभूभृद्विभेदिनी-अन्तरालायातपृथ्वीपालपातिनी । भारतकामचारा-चक्रवर्त्तीच्छाचारिणी । ગંગાનદી પક્ષે एकदिक्... - एकाशाभिमुखसंचरणशीला । अन्तरुपेत ...- अन्तरालायातपवतघातिनी । માતામપારા-મતક્ષેત્રે કામ-અત્યર્થ, વારઃ-સંવારો, યવાદ | શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૨૭ - Page #144 -------------------------------------------------------------------------- ________________ મહારાજા ભરતની સેનામાં સેંકડો મોટાં મોટાં ઊંટ અને ઊંટડીઓના કોલાહલને સાંભળીને જંગલનાં હિંસક પશુઓનો સમૂહ પણ ભયથી પર્વતોની ગુફામાં છુપાઈ ગયો. गन्धेभसिन्दूरभरातिरक्तपथिद्रुमं तद् वनमाबभासे | चम्वास्य धूलीनवमेघपङ्क्त्या, चरिष्णुसन्ध्याभ्रमिव क्षपास्यम् ।।३४ा ગંધહસ્તીઓના સિંદૂરથી લાલ બની ગયેલા માર્ગમાં આવતાં વૃક્ષોવાળું વન ભરતની સેના વડે શોભતું હતું. સેનાના ચાલવાથી ઊડતી રજકણોરૂપી નવા મેઘની શ્રેણી વડે ખીલેલી સંધ્યા (રાત્રિમુખ) શોભતી હતી. दूरंगतानामथ सैनिकानां, साकेतसौधागशिरोप्यदृश्यम् । बभूव चैतन्यमिवातिशुद्धं, स्मरातुराणामसमाहितानाम् ।।३५ ।। ભરત મહારાજાના સૌનિકો એટલા બધા દૂર પહોંચી ગયા કે જેમ કામાતુર અને ચંચળ ચિત્તવાળી વ્યક્તિઓને અત્યંત નિર્મળ ચૈતન્ય દેખાતું નથી, તેમ સૈનિકોને સાકેતપુરની હવેલીનાં શિખરો દેખાતાં ન હતાં. ત્તાવનૈઃ જિનપિપા, રમા રર્થવૃ!િ " अस्य प्रयाणेऽपि जनैरमानि, स्फुरद्ध्वजा जङ्गमकोशलेयम् ।।३६ ।। ભરત મહારાજાની સેનાના પ્રયાણ સમયે લોકોએ કલ્પના કરી કે “અરે, આ તો હાલતા-ચાલતી અયોધ્યાનગરી જેવી લાગે છે. સેનામાં મોટા મોટા હાથીઓરૂપી ક્રીડા પર્વતો હતા અને ફરકી રહેલી ધ્વજાઓવાળા વિશાળ રથોરૂપી મોટી હવેલીઓ શોભતી હતી. , तुरङ्गमैरग्रसरैः खुराणैः, क्षुण्णं रजो यावदुपैत्यनन्तम् ।। तावद् गजैः पृष्ठचरैर्मदाम्भोभरैरधोरक्षि भवीव पकैः ||३७ ।। સેનાની આગળ ચાલતા અશ્વોની ખરીઓથી ઊખડીને રજકણો જેટલામાં ઊંચે આકાશમાં પહોંચે છે, તેટલામાં પાછળ ચાલતા મદોન્મત્ત હાથીઓના ગંડસ્થલમાંથી ઝરતા મદના પ્રવાહથી નીચે આવે છે, જેમ પાપો વડે મનુષ્ય નીચે જાય છે તેમ રજ નીચે આવવાથી કાદવ બની જાય છે. पुरस्सरैरेति बलं च पृष्ठे, तुरङ्गिभिः पृष्ठचरैरपीदम् । . ऊचे जनानामिति पृच्छतां नो, पुरो बहु प्राग् बहु संनिबोधः ||३८|| આગળ ચાલનારા ઘોડેસવારોને લોકો પૂછે છે : “સેના કેટલે દૂર છે?” તો ઘોડેસવારો કહે છે સેના પાછળ આવી રહી છે. પાછળવાળાને પૂછે છે ત્યારે તે પણ કહે છે કે સેના પાછળ આવી રહી છે, પરંતુ પૂછનારને સમજાતું નથી કે સેના આગળ વધારે છે કે પાછળ વધારે. कण्डूयमानैः करटं करीन्द्रस्त्वगुन्ममन्थे पथि भूरुहाणाम् । धर्मस्थितिश्चारुदृशां विलासैरिवाधिकप्रौढितया प्रपन्नैः ।।३९।। ૧. તુરી -ઘોડેસ્વાર (તારી જ દુર જ - મિરૂ કર૫) શ્રી ભરતબાહુબલિ મઘાવ્યમ્ ૦ ૧૨૮ Page #145 -------------------------------------------------------------------------- ________________ ઘણા કાળથી સેવેલી ચારિત્રની મર્યાદા સ્ત્રીઓના હાવભાવ ને કટાક્ષથી ક્ષણ માત્રમાં વિચ્છિન્ન થઈ જાય છે, તેમ હસ્તિસેનાના હાથીઓ ખૂજલી મટાવવા માટે માર્ગમાં આવતાં વૃક્ષોનાં થડ સાથે ઘસાવાથી વૃક્ષોની છાલો ઊખડી જતી હતી.' विद्याधरैयॊमपथो जगाहे, ततोनिधानैर्वडवामुखं च । भूचारिभिर्भूमितलं च सैवं, बभूव गङ्गेव चमूस्त्रिमार्याम् ||४०।। વિદ્યાધરો વડે આકાશમાર્ગમાં, નિધાનો વડે પાતાળલોકમાં અને પાયદળ વડે પૃથ્વીલોકમાં વહેંચાયેલી સેના ગંગાની જેમ ત્રિપથગા બની ગઈ. प्रवर्तितैस्तबलकामचारैर्विषीदतिस्मायननिम्नगापि । सद्यो नवोदेव रसोनकत्वपकैककालुष्यभरातिदीना ||४१।। વિશાળ સેનાના સ્વેચ્છાપૂર્વક ચાલવાથી માર્ગમાં આવતી નદીઓનાં પાણી ઓછાં થઈ જવાથી, કાદવરૂપી મલિનતાને ધારણ કરતી નદીઓ નવોઢા સ્ત્રીની જેમ વિષાદવાળી બની ગઈ. नाव्या नदी सुप्रतरा बभूव, प्रकाशमासीद् गहनं वनं च । स्थलान्यभूवन् सलिलाशयाश्च, क्रमाद् बलैरस्य जयोद्यतस्य ।।२।। શત્રુ પર વિજય પ્રાપ્ત કરવા માટે ઉદ્યત થયેલી ભરતરાજાની સેના માટે અનુક્રમે નૌકા દ્વારા તરવા યોગ્ય નદીઓ તરવાને યોગ્ય બની ગઈ. ગહન વન પ્રકાશિત થઈ ગયું અને જળસ્થાનો પણ સ્થળભૂમિરૂપ બની ગયાં. सुषेणसैन्याधिपतिः समेत्य, जगाद राजानमिदं स्वसैन्यम् । तापाल्ललाटंतपसप्तसप्तेर्विषीदति व्रात इवांडजानाम् ।।४३।। - સુષેણ સેનાપતિએ ભરત મહારાજા પાસે આવીને નિવેદન કર્યું : “મહારાજા ! મધ્યાહ્ન સમયની ગરમીમાં જેમ પક્ષીઓનો સમૂહ તાપથી ત્રાસી જાય છે તેમ અમારી સેનાના સૈનિકો સૂર્યના તાપની સખત ગરમીથી ત્રાસી ગયા છે.” बन्धूकरपुष्पाणि विकासवन्ति, वीक्षस्व सिन्दूरभरच्छवीनि । वियोगिंवक्षस्थलशोणिताक्ता, बाणाः किमेते स्मरवीरमुक्ताः ||४४ || રાજન ! સિંદૂરથી અધિક કાંતિવાળા બપૈયાનાં (કેશુડાનાં) લાલ પુષ્પોં ધરતી પર પ્રસરી ગયાં છે. તેને આપ જુઓ ! તે જાણે વીર કામદેવે છોડેલાં બાણો ના હોય ! અથવા તો વિરહીજનોનાં આર્ટ હૃદયના રુધિરથી સીંચાયેલાં ના હોય! तीक्ष्णांशुतप्त्या परितप्यमानाः, प्रसूननेत्रैर्मकरन्दवाष्पान् । विमुञ्चती प्रेयसि सापराधे, लता मृगाक्षीरिव पश्य राजन् !||४५।। રાજન ! આપ આ લતાઓ તરફ નજર નાખો ! પ્રિય પતિ પ્રત્યેનો અપરાધ થયા પછી દુઃખી ૧. વડવાનુp-(તારં વડવાબુદ્ધ - આ પા૫) ૨. ન્યૂ-બપૈયા નામના કૂલ (વન્યૂ વન્યુનીવ: • કરવ૬) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૨૯ Page #146 -------------------------------------------------------------------------- ________________ થયેલી કાત્તાનાં નેત્રકમળમાંથી વહેતી આંસુધારાની જેમ લતાઓ સૂર્યના તાપથી તપ્ત થયેલાં પુષ્પોરૂપી નેત્રમાંથી મકરંદરૂપી રસને વહાવી રહી છે. लोलल्लतामण्डपमध्यलीनो, विलोक्यतां पान्थजनोयमारात् । निस्त्रिंश'सूनध्वजबाणघातभीत्येव भीतः परिलग्नतृष्णः ||४६ ।। હે મહારાજા! વાયુથી કંપાયમાન લતામંડપમાં બેઠેલા તૃષાતુર મુસાફરોને આપ નજીકથી જુઓ! જૂર કામદેવના બાણરૂપી પ્રહારના ભયથી તે જાણે ભયભીત બની ગયા ના હોય ! अयं पशूनां समजा समन्तात्, सरस्तटं धावति लग्नतृष्णः | कामीव कान्ताधरबिम्बपित्सु, पश्य त्वमुत्थाष्णुरजोभरत्वात् ।।४७।। હે રાજન ! ધૂળની ડમરીઓના ઊડવાથી જણાય છે કે તૃષાતુર બનેલાં પક્ષીઓનો સમૂહ. તૃષા છિપાવવા માટે કોઈ તળાવના કિનારા તરફ એવી રીતે દોડી રહ્યો છે કે પોતાની પ્રેયસીના અધરનું પાન કરવાની ઇચ્છાવાળો કામી પુરુષ દોડી રહ્યો ન હોય ! ममर्द्धिरेषा भरताधिपस्याभवत् कृतार्था न मरन्दालक्षात् । सरोजनेत्रैः परिरोदितीव, तदुज्झकनीयो न जलाशयोयम् ।।८।। રાજન ! આ સરોવર, કમળરૂપી નેત્રોમાંથી મકરંદરૂપી આંસુ વહાવતું હોય તેમ રુદન કરી રહ્યું છે, કારણ કે મારી આ સારી સંપત્તિ ભરત ચક્રવર્તીના કામમાં ના આવી. (કેમ કે જળાશય કોરુંધાકોર બની ગયેલું) એટલે જાણે રોતાં રોતાં વિનંતી કરતું ના હોય કે “આપ આ સરોવરને છોડી ના જાવ.' हस्त्यश्वपृष्ठ्या निपतन्ति राजन् !, भाराधिरोपाच्चलनक्रमाच्च । નીરાશયોગ્નિતવર, મોક્ષ પ્રામાભિર્તિ Il89 II , - હે રાજન ! અતિ ભાર અને પ્રવાસથી થાકી ગયેલા હાથી-ઘોડા-બળદ વગેરે હવે ચાલી શકતા નથી. ચાલતાં ચાલતાં ભૂમિ પર પડી જાય છે, અત્યંત તૃષાથી પીડાયેલા બળદો બિચારા ઊંચી ડોક કરીને જાણે જળાશયની શોધ કરી રહ્યા ના હોય તેમ ખિન્ન થઈ ગયાં છે. स्वेदोदबिन्दूनधिभालपटें, स्वसैनिकानां नुदति. प्रसह्य ।। वनं तवातिथ्यविधि विधातुं, प्रफुल्लपद्माकरमारुतेन ||५०।। રાજન ! આ અરણ્ય આપનું આતિથ્ય કરવા ઇચ્છે છે. તેથી જ આપના સૈનિકોના લલાટ પર રહેલાં પસીનાનાં બિંદુઓને વિકસ્વર કમળોવાળા સરોવરના પવનથી દૂર કરી રહ્યું છે. आयोजनं भूमिरपि व्यतीता, सेनानिवेशः क्रियते कथं न । मध्यस्थतामेत्य महोनिधिः किं, क्षणं न विश्राम्यति पश्य भानुः ? ||५१।। ૧. સિન્નિશ-જૂર (જે નૃશંસનિશિHIS-મ0 રૂ ૪૦) " ૨. સૂનધ્યન-કામદેવ (જૂનં-પુષ્ય, ત્રના શક્તિ યશ, સ) રૂ. સન-પશુઓનો સમૂહ (સમગતુ પશૂનાં ચાનું કામ દાબ૦) ૪. જિ-રિવાજુ ! ૫. મરત-ફૂલોનો રસ (મલો કરન - ગામ૪ ૧૨૩) ૬. કૃષય-બળદ (રરી પૃષ્ઠય પૃષ્ઠવાદ્યો - ગામ) કારૂર૧) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૩૦ Page #147 -------------------------------------------------------------------------- ________________ મહારાજા ! એક યોજનભૂમિથી અધિક આપણે ચાલી ગયા છીએ, છતાં આપે સેનાને વિશ્રામ કરવાનો આદેશ કેમ આપ્યો નહીં ? આપ જુઓ, તેજોનિધિ સૂર્ય પણ મધ્યાહ્ન સમયે શું એક ક્ષણ માત્ર વિસામો નથી કરતો? (એમ કહેવાય છે કે ચક્રવર્તીની સેના એક યોજનથી અધિક ચાલતી નથી અને સૂર્ય પણ મધ્યાહ્ન સમયે એક ક્ષણ માત્ર વિશ્રામ કરે છે.) इतीप्सितं तस्य बलाधिपस्य, स स्वीचकार प्रथमो नृपाणाम् । अनूरुकृत्यं दिवसाग्रभागे, ह्यलङ्घनीयं दिवसेश्वरेण ||५२ ।। મહારાજા ભરતે સેનાપતિ સુષેણની વાતને સ્વીકારી સેનાને પડાવ નાખવાનો આદેશ આપ્યો. સૂર્ય પણ પ્રભાત સમયે પોતાના સારથિ અરુણના કાર્યનું ઉલ્લંઘન કરતો નથી. सैन्यस्य घोषो विपिनान्तरेऽभूत्, तदावतीर्णस्य विहङ्गमानाम् । वनस्थलीप्रोड्डयनोत्सुकानां, संवर्तसंक्षुब्धपयोधिकल्पः ||५३।। જંગલમાં સૈન્યના પડાવથી ભયભીત બનેલાં પક્ષીઓ વનમાંથી ઊડી જવા માટે ઉત્સુક થયાં ! ત્યારે એવો કોલાહલ થયો કે જાણે પ્રલયકાળનો સમુદ્ર ગર્જારવ કરી રહ્યો ના હોય ! सेनानिवेशा बहुशो बभूवुस्तस्य प्रयातस्य नितान्तमेवम् । पुरीप्रदेशाधिकविभ्रमाढ्या, पुरं वनं पुण्यवतां हि तुल्यम् ।।५४।। યુદ્ધ માટે પ્રયાણ કરતી ભરત રાજાની સેનાના એવા અનેક પડાવ નાખેલા કે જે પડાવો અયોધ્યાનગરથી પણ અધિક શોભાયમાન હતા. ખરેખર પુણ્યશાળી પુરુષ માટે નગર અને જંગલ સમાન હોય છે. (કહ્યું છે કે પુણ્યશાળીને પગલે પગલે નિધાન હોય છે.) स्वदेशसीमान्तमुपेत्य राजा, पताकिनीशेन समं रहश्च । स मन्त्रयित्वा प्रजिघाय चारान्, वारिप्रवाहानिव वारिवाहः ||५५।। પોતાના દેશની સીમા સુધી આવીને ભરત મહારાજાએ સેનાપતિ સાથે ગુપ્ત મંત્રણા કરી ને જેમ મેઘ જલધારાને ચારે તરફ વરસાવે છે તેમ મહારાજાએ પોતાના ગુપ્તચરોને ચારે બાજુ મોકલ્યા ! करोति किं तक्षशिलाक्षितीशः, के वीराः किल तस्य सैन्ये ? | कीदृग् बलं तस्य महीशितुश्च, ज्ञातुं नृपेणेति चरा नियुक्ताः ।।५६ ।। તક્ષશિલાના અધિપતિ બાહુબલિ શું કરે છે? તેના સૈન્યમાં કોણ કોણ વીર યોદ્ધાઓ છે? તેનું સૈન્યબળ કેટલું છે? એ બધું જાણવા માટે ભરત મહારાજાએ ગુપ્તચરોને નિયુક્ત કર્યા. श्वः कुत्र भावी ध्वजिनीनिवेशः, स्वदेशसीमा कटकैर्ललर्छ । अतः परं गम्यमरातिदेशे, बलाबलव्यक्तिररिं विना का ||५७।। ભરતરાજાએ સેનાપતિને કહ્યું : “આપણી સેનાએ આપણી સીમાને પાર કરી દીધી છે. હવે આવતી કાલે સૈન્યનો પડાવ કયાં નાખવાનો છે? ત્યાર પછી આપણે શત્રુના પ્રદેશમાં જવાનું છે, પરંતુ શત્રના બળાબળને જાણ્યા વગર કંઈ પણ ખ્યાલ આવી શકે નહીં. શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૩૧ Page #148 -------------------------------------------------------------------------- ________________ इतीरितः सोथ सुषेणसैन्याधिपः सदो निजगाद भूपम् । महौजसामात्मपराऽविमर्शा, न साहसश्रीः समुदेति किञ्चित् ? ||५८।। આ પ્રકારના રાજાના કથન પર સુષેણ સેનાપતિએ ગર્વ સહિત કહ્યું : “મહારાજા ! પરાક્રમી પુરુષોને પોતાનો કે પરનો વિચાર કર્યા સિવાય સાહસરૂપી લક્ષ્મી શું પ્રાપ્ત થતી નથી ? અવશ્ય થાય છે. किं काश्यपी दैन्यवतोपचर्या, संगृह्यते साहसिभिः क्षितीश !। एकोपि दानाकपोलभित्तीन्, न हेलया हन्ति हरिगजान् किम् ? ||५९।। રાજન ! આ સંસારમાં કાયર પુરુષો કયારેય પણ વસુંધરા પર અધિકાર જમાવી શકતા નથી. ભૂમિ પર અધિકાર સાહસિક પુરુષોનો જ હોય છે. મદઝરતા મદોન્મત્ત હાથીઓને એકલો પણ સિંહ લીલ માત્રમાં (સહેલાઈથી) શું હણી શકતો નથી ? (માટે તંત્ર સાહસ તત્ર સિદ્ધિ થાય છે.). एषां भटानां समरोत्सुकानां, भवन्निदेशोस्ति महान्तरायी । रवे पुरस किं न तदीयपादा, भूमीभृदाक्रान्तिनिबद्धकक्षा ? ||६|| તેથી હે રાજન! યુદ્ધ માટે ઉત્સુક બનેલા વીર યોદ્ધાઓ માટે આપનો આદેશ ખરેખર અંતરાયરૂપ છે. સૂર્યની આગળ ફેલાતાં સૂર્યનાં કિરણો મોટા મોટા પર્વતો પર શું આક્રમણ કરી શકતાં નથી? तवानुजोऽयं तनयो युगादेर्ममायमूहो भरताधिराज ! । नो चेदयं को मम सांयुगीनोऽधुना विमर्शो मम ते निदेशः ||६१।। ભરતાધિરાજ ! બાહુબલિ આપના નાના ભાઈ અને ઋષભના પુત્ર છે, એટલે જ મારે વિચાર કરવાનો રહે છે. બાકી મારી આગળ બીજો કોણ રણકુશળ પ્રતિસ્પર્ધી ટકી શકે ? એટલે આપનો આદેશ એ જ મારા માટે વિકલ્પ છે. हठाद् रिपूणां वसुधा विशेषात्, क्रान्ता मृगाक्षीव सुखाय पुंसाम् ।। ઉત્સાનેને સમરોત્સવે દિ, વંદુ વાતત્વ વિથાતિ ધીરઃ ? Tદર ! વિશેષ રૂપે તો અકસ્માતું આવી ગયેલી શત્રુઓની ભૂમિ શૂરવીર પુરુષોના સુખના માટે થાય છે. જેમ અચાનક મળી ગયેલી સુંદરી કામી પુરુષો માટે સુખકારક બને છે. યુદ્ધ મહોત્સવ નજીક આવ્યા પછી શું વીરપુરુષો કાયરતા બતાવે ? पश्य स्वसेनां हरिदुःप्रधर्षा, दोष्णोर्युगे देहि दृशं नरेश !। तावद् बली सोऽपि न यावदीये, त्वया विरोधिक्षितिभञ्जनेन ।।६३।।। હે રાજન! આપની સેના તરફ જરા નજર તો કરો! આપની સેના ઇન્દ્ર જેવાને માટે પણ દુર્જય છે. વળી આપનું ભુજાબળ કેવું છે કે જે શત્રુઓની પૃથ્વીના ટુકડેટુકડા કરી નાખે તેમ છે. આપ જ્યાં સુધી યુદ્ધમાં ઊતર્યા નથી ત્યાં સુધી જ બાહુબલિ શક્તિશાળી છે. ૧. જાપવી-પૃથ્વી (શરથજી પર્વતાધાર-મિઝારૂ) ૨, વા-મદ (કો તને પ્રવૃત્તિર-ગામ. ૪ર૪૬) ૩. અનાથ-વિમ્બ (વિપ્નડત્તરાયણભૂત • મ દ ૧૪૫). ४. निबद्धकच्छाः इत्यपि पाठः | શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૩૨ Page #149 -------------------------------------------------------------------------- ________________ ममाद्भुतं वाक्यमतः परं त्वं, कर्णामृतं स्वीकुरु सार्वभौम ! । इतो मया चारवरा नियुक्ताः, सेनानिविष्टयै निजबुद्धितो ह्यः ||६४ ।। હે ચક્રવર્તી ! હવે આશ્ચર્યકારી અને કર્ણપ્રિય લાગે તેવી મારી આગળની વાત આપ સાંભળો. આ બાજુ મેં આપણા ગુપ્તચરોને બુદ્ધિમત્તાપૂર્વક સેનાની વ્યુહરચના કરવા માટે ગઈકાલે જ નિયુક્ત કરી દીધા છે. तैरेत्य सानन्दमनोभिरेवं, विज्ञापितोऽहं प्रियसत्यवाक्यैः । अस्त्युत्तरस्यां दिशि दावमेकमदूरगं चैत्ररथाग्दनूनम् ।।६५।। પ્રસન્ન ચિત્તવાળા તે ગુપ્તચરોએ આવીને પ્રિય અને સત્ય વાણી વડે મને સંદેશો આપ્યો છે કે અહીંથી નજીક ઉત્તર દિશામાં કુબેર ભંડારીના ચિત્રરથ વનથી પણ અધિક સુંદર એક વન છે. स भूरुहो नास्ति जगत्त्रयेऽपि, या काननेस्मिन् नाविवृद्धिमागात् । गुणोद्भवः सर्वविदीव चारुफलोल्लसच्छ्रीभरभासुराङ्गे ।।६६ ।। એ વન સુંદર વિકસ્વર ફૂલોથી અતિશય સુશોભિત છે. જેમ ત્રણે જગતમાં બધા જ ગુણોનું ઉત્પત્તિસ્થાન સર્વજ્ઞ ભગવંત છે તેમ ત્રણ જગતમાં એવું કોઈ વૃક્ષ નહીં હોય કે જે આ જંગલમાં ના હોય! गीर्वाणविद्याधरसुन्दरीणां, सङ्केतलीलानिलया नितान्तम् । અને યત્ર ગિનિ વૃક્ષાર, જૂનવાપાતાવાર નિ દ્િછા. વળી આ કાનનમાં બીજાં પણ અનેક પ્રકારનાં વૃક્ષો શોભી રહ્યાં છે તે દેવ અને વિદ્યાધર સુંદરીઓનાં સંકેત અને ક્રીડાનાં સ્થાનો છે. વળી કામદેવના છત્ર સમાન છે. पुष्पद्रुशाखा उपरि भ्रमन्ती, रोलम्बराजिर्जलदालिनीला । कादम्बिनी भ्रान्तिमिहातनोति, कलापिना नृत्यरसोत्सुकानाम् ।।६८।। જંગલમાં પુષ્પિત વૃક્ષોની શાખાઓ પર અતિશ્યામ ભ્રમર મેઘમાળાની પેઠે પરિભ્રમણ કરી રહ્યાં છે. તે જોઈને નૃત્ય કરવામાં રસિક મયૂરો માટે એ મેઘના આગમનનો ભ્રમ પેદા કરે છે. यदीयसौन्दर्यमुदीक्ष्य दूरान्नभो विमानेन विगाहमानः | किं नन्दनोद्यानमिदं ममेति, शक्रोऽपि शङ्कां हृदये बिभर्ति ।।६९ ।। આવા પ્રકારના સુંદરવનને દૂરથી જોઈને આકાશમાર્ગે વિમાનમાં જતા ઇન્દ્રના મનમાં શંકા થઈ કે શું આ મારું નંદનવન તો નહીં હોય ને ! ૧. ઢા-નવારે | ૨. તાવ-કાનન (ાનને વને, તેવો વિ:- ૪૧૭૬, ૧૭૭) 3. દર) - કુબેરનું વન (દયે વન • સા૦િ ૨૧૪) છે. કgધાપ-કામદેવ શાતાવારણ 2 (Bદાના પવારાનું • સમ૦ રૂરૂિ૮૧), . જાની-મેઘસમૂહ (વાચિની ઐયનાના-મ૦ રાઉ૨) જણાવી-મોર શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૩૩ Page #150 -------------------------------------------------------------------------- ________________ श्रीमधुगादेर्जगदीश्वरस्य, तदन्तरेकोऽस्ति महान् विहारः | जाम्बूनदानेरिवश्रृङ्गदेशः, किं वज्रभिन्नः कलधौतरूपः ? ||७० ।। રાજન ! તે વનના મધ્યભાગમાં યુગના આદિકર્તા ભગવાન ઋષભદેવનું એક વિશાળ સુવર્ણ મંદિર છે. એ જોઈને કલ્પના થાય છે કે વજથી ભેદાયેલું સુવર્ણગિરિ મેરુ પર્વતનું આ કોઈ શિખર તો નહીં હોય ને ? महामणिस्तम्भविराजितश्री:, कल्याणरेताडङ्क इवायमस्ति । आरामलक्ष्म्यास्तरुराजराजिविराजमानावयवाङ्गयष्टेः ।।७१।। મૂલ્યવાન મણિરત્નોના થાંભલાઓથી સુશોભિત આ મંદિર તે જાણે શ્રેષ્ઠ વૃક્ષોરૂપી અવયવોથી સુશોભિત અંગવાળી વનલક્ષ્મીનાં સ્વર્ણમય કુંડલ ના હોય ! नवीनचामीकरनिर्मलाभा, विहारभित्तिर्मुकुरैकलीलाम् । आत्मस्वरूपव्यवलोकनाय, धत्तेतरां काननभूरुहाणाम् ।।७२।। .. નવા સુવર્ણની નિર્મળ કાંતિવાળી આ મંદિરની ભીંતો તે જાણે વનવૃક્ષોને પોતાનું સ્વરૂપ જોવા માટે દર્પણ મૂક્યાં ના હોય ! जीवो यथा पुण्यभरेण देहो, यथात्मनाब्जेन यथा तटाकः । युगादिबिम्बेन तथायमुच्चैः, प्रासादराजः परिभाति राजन् ! |७३।। હે રાજન ! પુણ્યના પ્રભાવથી જીવ શોભે, આત્માથી દેહ અને કમળથી જેમ સરોવર શોભે તેમ આ મંદિર યુગાદિદેવની પ્રતિમાથી અત્યંત શોભી રહ્યું છે. मुक्तावली काननराजलक्ष्म्या, मन्दाकिनी कण्ठगतेव भाति । चरिष्णुचन्द्रातपगौरवीचिच्छलाद् हसन्त्या इव शीतकान्तिम् ||७४।। વનની નજીકમાં જ ગંગા નદી વહી રહી છે. તે જાણે વનરાજની લક્ષ્મીના ગળાનો હાર ના હોય ! ઊછળતા શ્વેત તરંગોના બહાનાથી ગંગા નદી ચંદ્રનો જાણે ઉપહાસ કરતી ના હોય ! તેવા પ્રકારની શ્વેત ચાંદની સમાન ગંગા નદી શોભે છે. डिण्डीरपिण्डा इव राजहंसा, विभान्ति यत्तीरगता नितान्तम् । सेनानिवेशस्तव तत्र राजन् !, सदोचितः पुण्यवतां यथा स्वः ||७५।। १. जाम्बूनदाद्रिः-सुपात, ३५त (जाम्बूनद-स्वर्ण-जाम्बूनदं शातकुम्भ-अभि ४१११) २. कलधौत-सुपा (कलधौतलोहोत्तम... अभि० ४११०) ३. कल्याणं-सुपारी (कल्याणं कनकं-अभि० ४।१०९) ४. ताडङ्कः-sस (ताडंकस्तु ताडपत्रं कुण्डलं - अभि० ३।३२०) ५. शीतक्रान्ति:-वंद्र ६. डिण्डीरपिण्डा :-Aau Astd (डिण्डीरोब्धिकफः फेनो-अभि० ४।१४३) ७. स्वः-२५ શ્રી ભરતબાહુબલિ મહાક્ષત્રમ્ ૦ ૧૩૪ Page #151 -------------------------------------------------------------------------- ________________ નદીના તટ પર બેઠેલા જળના ફીણ સમાન ઉજ્જવળ રાજહંસો શોભી રહ્યા છે. તેથી હે દેવ જેમ પુણ્યશાળીઓ માટે સ્વર્ગલોક ઉચિત છે તેમ આપણી સેનાના પડાવ માટે આ સ્થાન સર્વથા ઉચિત છે. इत्थं वचः सैन्यपतेनिशम्य, चचाल राजा सह सैन्यलोकैः । प्रासादलक्ष्मीकमनीयतान्यं, द्रष्टुं तमाराममतस्तदैव ।।७६ | સેનાપતિનાં વચન સાંભળીને મંદિરરૂપી લક્ષ્મીના સૌંદર્યને જોવા માટે મહારાજા ભરતે સૈનિકો સાથે તત્કાળ પ્રયાણ કર્યું. वनं सप्रासादं नृपतिरुपगन्तुं सह बलैः, . कृतोद्योगः सागःक्षितिपतिमनःशल्यसदृशः । प्रतस्थे सैन्येन्द्राग्रसरपरिनुन्नः परभुवं, सुधीस्तादृक्कार्ये विमृशति न पुण्योदयरुचिः |७७ ।। અપરાધી રાજાઓના હૃદયના શલ્યરૂપ પરાક્રમી મહારાજા ભરતે શત્રુની ભૂમિ પર રહેલા મંદિરવાળા કાનનમાં સૈન્ય સહિત પ્રયાણ કર્યું. સૈન્યના મોખરે માર્ગદર્શક રૂપે સેનાપતિ ચાલી રહ્યા છે. ખરેખર ધર્મની રુચિવાળા પંડિત પુરુષો સત્કાર્યમાં ક્યારે પણ વિચાર (વિલંબ) કરતા નથી. इति बाहुबलिदेशसीमाप्रयाणो नाम नवमः सर्गःઆ પ્રમાણે બહલીદેશની સીમા સુધીના પ્રયાણનું વર્ણન કરતો નવમો સર્ગ સમાપ્ત. ૧. સારા:તિનિતિ... સાપરાધભૂવાનદયરત્નતુલ્ય: 1(ગા:- પરાય) ૨. વિનુનઃ-તિઃ | 3.પુષ્યોદય -ઇમ્યુલમનાથ (પુએશ્વર્ય-મ દાવ૬) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૩૫ Page #152 -------------------------------------------------------------------------- ________________ दशमः सर्गः પૂર્વ પરિચય : ચક્રવર્તી ભરતની સેનાએ બહલીદેશની સીમામાં પ્રવેશ કર્યો. ગંગા નદીના તટ પર રહેલા વનમાં પડાવ નાખ્યો. મહારાજા ભરતે વનમાં રહેલા જિનેશ્વર ભગવંતના રમણીય મંદિરમાં વિધિપૂર્વક દર્શન, વંદન, પૂજન કરી ભગવાન શ્રી ઋષભદેવની સ્તુતિ કરી મંદિરની બહારના પરિસરમાં ઘૂમતાં ઘૂમતાં ધ્યાનસ્થ મુનિવરનાં દર્શન કર્યા. ધ્યાનમાંથી જાગ્રત થયેલા મુનિવરની સ્તુતિ કરીને મુનિને વૈરાગ્યનું કારણ પૂછ્યું. મુનિએ કહ્યું, “ભરતરાજ, તમારી સાથે યુદ્ધ કર્યા બાદ નમિ-વિનમિ અને હું એમ અમે ત્રણે પોતાના પુત્રોને રાજ્યભાર સોંપીને ભગવાન ઋષભદેવ પાસે સંયમી બન્યા. સંયમધર્મની આરાધના કરતાં એક દિવસે ભગવાન પાસે તીર્થયાત્રા માટે મેં અનુજ્ઞા મેળવી. ને તીર્થાટન કરવા માટે નીકળ્યો છું,” આ પ્રમાણે કહીને મુનિ મૌન બની ગયા. મહારાજા ભરતે ભગવાન ઋષભદેવના ચરણમાં વંદના વગેરે કરી, દર્શન કરી પોતાના નિવાસસ્થાન પર આવીને ગુપ્તચરોની પ્રતીક્ષા કરવા લાગ્યા.. વગેરે વિસ્તૃત વર્ણન ગ્રંથકાર દશમા સર્ગમાં જણાવે છે. पताकिनी श्रीभरतेश्वरस्य, सीमान्तरं तक्षशिलाधिपस्य । सा शङ्कमाना मुहुराससाद, वधूनवोढेव विलासगेहम् ।।१।। જેમ નવોઢા પત્ની પતિના શયનકક્ષમાં સંકોચાતાં પ્રવેશ કરે તેમ વારંવાર શંકાશીલ બનતી મહારાજા ભરતની સેનાએ બાહુબલિના પ્રદેશમાં પ્રવેશ કર્યો. तत्काननान्ता युगपत्तदीयैः, सैन्यैरगम्यन्त सविभ्रमाङ्काः । शनैर्विलासैरिव कामिनीनां, तारुण्यलावण्यजुषः प्रतीकाः ||२|| જેમાં પક્ષીઓનું આવાગમન થઈ રહ્યું છે તેવા વનના અંત ભાગમાં ભરતની સેનાએ ધીમે ધીમે એકીસાથે પ્રવેશ કર્યો. જેમ નવયૌવનાનાં અંગોપાંગમાં યૌવનનું લાવણ્ય ધીરે ધીરે પ્રસરે તેમ સેના વનના અંતભાગ સુધી પ્રસરી ગઈ. रजस्वलाः काननवल्ल्य एता, एषामदृश्याः किल मा भवन्तु | इतीव वाहैः पवनातिपातै भो ललम्बे परिहाय भूमिम् ।।३।। આ વનલતાઓ રજસ્વલા (રજયુક્ત) છે. આથી સૈનિકો માટે અદર્શનીય છે, એમ વિચારીને જાણે સેનાના પવનવેગી ઘોડાઓ ધરતીને છોડી આકાશમાં ઊછળવા લાગ્યા. कदर्थिता सा वनराजिरुच्चैर्नवोढकन्येव बलैस्तदीयैः । हठात्तशाखाकबरी' तदानीं, चुक्रोश गाढं वयां विरावैः ।।४।। જેમ પતિ નવપરિણીત કન્યાની વેણીને જોરથી પકડી તેની કદર્થના કરે તેમ સેનાના સૈનિકોએ વનરાજિની શાખારૂપી વેણીને બળપૂર્વક પકડીને ખેંચી ત્યારે વનરાજિ પક્ષીઓના કોલાહલરૂપે જાણે આક્રોશ કરતી ના હોય ! ૧. રી-વેણી ૨. સાં- વિનાનું શ્રી ભરતબાહુબલિ મહાવ્યિ ૦ ૧૩૬ Page #153 -------------------------------------------------------------------------- ________________ चमूचरान् केतक कण्टकैः सा, तुतोदर यूनो वनराजिलक्ष्मीः ।। किलोपरिष्टात् पततो विमन्,ि नखैरिवात्यन्तकठोरधारैः ।।५।। યુવાન સૈનિકો વનવૃક્ષોને મદન કરતા ત્યારે કેતકી વૃક્ષના તીણ કાંટાઓ શાખાઓ પરથી નીચે પડતાં સૈનિકોને વાગ્યા, તે જાણે વનલક્ષ્મી યુવાન સુભટોને પોતાના તીણ નખોથી ઉઝરડા ભરતી ના હોય ! फुल्लल्लतामण्डपमध्यमीये, केचिनिषेदुनिलयाभिरामे । महीरुहस्कन्धनिबद्धवाहाः, सुरा इव स्वर्गवनान्तराले ।।६।। જેમ દેવો નંદનવનમાં આનંદપૂર્વક બેસે તેમ કેટલાક સુભટો પોતાના ઘોડાઓને વૃક્ષના સ્કંધ સાથે બાંધીને સુંદર અને વિકસિત એવા લતામંડપમાં પોતાના ઘરની જેમ આનંદપૂર્વક બેઠા. श्रान्ताः प्रसूनास्तरणेषुः केचिन्, महाभुजः संविविशुः सुखेन । नागाः सरस्या इव तीरदेशे, महीरुहच्छायनिवारितोष्णे |७|| સરોવરના કાંઠે ગરમીને દૂર કરનાર ઘટાદાર વૃક્ષોની છાયામાં જેમ હાથીઓ નિરાંતે બેસે તેમ વૃક્ષોની છાયામાં વિખરાયેલાં ફૂલોની પથારીમાં શ્રમિત બનેલા શૂરવીર સુભટો આનંદપૂર્વક વિશ્રામ કરી રહ્યા હતા. केचित् तरुच्छायमुपेत्य वीरा, विशअनुसरयौवनेऽथ । लतावलीनर्तनसूत्रधारेस्तनूकृतस्वेदलवैर्मरुद्भिः ।।८।। આ પ્રમાણે બીજા પણ સુભટો આવીને વૃક્ષોની છાયામાં વિશ્રામ કરી રહ્યા હતા, ત્યારે લતાઓને નૃત્ય કરાવવામાં સૂત્રધાર સમાન પવને સુભટોનાં પ્રસ્વેદબિંદુઓને શમાવી દીધાં. मन्दाकिनीतीरलतालयेषु, केचिनिलीनाः परितप्यमानाः | पटालयान् केऽपि वितत्य वीरा, निषेदिवांसः परितो विहारम् ।।९।। આતાપથી સંતપ્ત થયેલા કેટલાક સુભટો ગંગા નદીના કાંઠે રહેલા લતામંડપમાં જઈને બેઠા, તો કેટલાક ચારેબાજુ પટકુટિરો (તંબુ તાણીને) બનાવીને તેમાં બેઠા. विलासिनीविभ्रमचारुलीला, विलोक्य वीचीः सुरशैवलिन्याः । A s Pરાસુરાણિકા, નિકુરાધ્યકતા ફુવ દ્રા ૧૦TI કેટલાક ઘોડેસ્વાર ગંગા નદીના ઊછળતા તરંગોને જોઈને પોતાની પ્રિયાના મનોહર વિલાસોને યાદ કરતા ત્યાં ને ત્યાં જ ચિત્રની જેમ થંભી ગયા. ૧. વેરત-કેતીનું વૃક્ષ (નવ): ક ચ્છ • સામ૦ ૪ર૧૮) ૨. તો-gવ ચયને ઘાતો જવા પમ્ | ૩. નાસ્તરણ-ફૂલોની શવ્યા ૪. પાન-તંબુ શી ભરતબાહુબલિ કામ ૧૩૭ Page #154 -------------------------------------------------------------------------- ________________ कालागुरु'स्कन्धनिबद्धनागकटेषुर पेतुर्मधुपा विहाय । पुष्पद्रुमान् कोऽपि विशिष्टवस्तुप्राप्तौ प्रमाद्येन्नु संसज्ञचित्तः ।।११।। સુગંધીદાર વૃક્ષોને છોડીને ભ્રમરો કાલાગરુ વૃક્ષના થડ સાથે બાંધેલા હાથીના ગંડસ્થલ પર મદ્યપાન કરવા માટે આવીને બેસતા. ખરેખર કોણ એવો બુદ્ધિશાળી હોય કે જે વિશિષ્ટ વસ્તુની પ્રાપ્તિમાં પ્રમાદ કરે ? दूर्वाङ्कुरग्रासनिबद्धकामा, वाहा विचेरुः सरितस्तटेषु । स्वस्वार्थचिन्ताविधिमाततान, स सैन्यलोकोऽपि तदा समग्रम् ।।१२।। દૂર્વાંકુર (લીલું ઘાસ) ખાવામાં તલ્લીન બનેલા ઘોડાઓ નદીના કાંઠે ઘૂમવા લાગ્યા ત્યારે સુભટ લોકો પણ પોતપોતાના કાર્યમાં વ્યસ્ત બની ગયા. अथ क्षितीशोऽवरुरोह नागाद्, विलोक्य दूराद् भगवन्निवासम् । अमीदृशानामुचितक्रियासु, नैपुण्यमाशंसति कोपि किञ्चित् ? ।।१३।। દૂરથી જિનેશ્વર ભગવંતનું મંદિર જોઈને ભરત મહારાજા હાથી ઉપરથી નીચે ઊતરી ગયા. ખરેખર ભરત ચક્રવર્તી જેવા મહાન પુરુષોને ઉચિત કર્તવ્ય માટે નિવેદન કરવું પડતું નથી. એમના જેવી મહાન વ્યક્તિને સ્વયં ઉચિત કાર્યની સ્ફુરણા થાય જ. I ततः समग्रा अपि भूमिपाला, यानावरूढा, विधिमस्य चक्रुः अधीश्वराचीर्णमलङ्घनीयं, सेवापरैः कृत्यमिह ह्यशेषम् ।।१४।। તે જોઈને વાહનો પર બેઠેલા બીજા રાજાઓએ પણ ભરત મહારાજાનું અનુકરણ કર્યું, અર્થાત્ વાહનો પરથી નીચે ઊતરી ગયા. ખરેખર સેવામાં તત્પર સેવકો માલિકની મર્યાદાનું ક્યારેય પણ ઉલ્લંઘન કરતા નથી. सर्वोत्तरासङ्गविधि विधाय, विवेश राजा जिनराजवेश्म । स निर्वृते श्रास्यमिवाभिरुच्यं ४, सुवर्णभास्वत्कमनीयताढ्यम् ||१५|| . મુક્તિરૂપી સ્ત્રીના મુખસમાન સુવર્ણની કાંતિથી દેદીપ્યમાન એવા જિનેશ્વર ભગવંતના મંદિરમાં ઉત્તરાસંગપ આદિ સર્વ પ્રકારની વિધિને સાચવીને ભરતરાજાએ પ્રવેશ કર્યો. प्रदक्षिणीकृत्य धराधिपस्त्रिश्चकार पञ्चाङ्गनतिं युगादेः । तीर्थेशनत्यैव हि नम्रभावं भजन्ति भूषा अपि शुद्धिमत्या ||१६|| ભરત રાજાએ ત્રણ પ્રદક્ષિણા દઈને યુગાદિદેવશ્રી ઋષભ ભગવંતને પંચાંગ (બે હાથ - બે ઘૂંટણ મસ્તક) પ્રણિપાત કર્યા. ખરેખર શુદ્ધ આશયથી તીર્થંકર ભગવંતને નમસ્કાર ક૨વામાં આવે તો તે વ્યક્તિ બીજા માટે નમસ્ક૨ણીય બને છે. ૧. બતાવુઃ-કાળા અગરનું વૃક્ષ ૨. હ્રદઃ–હાથીનું ગંડસ્થલ (ઽસ્તુ ૧૮ઃ હ્રદઃ - અમિ૦ ૪ (૨૧૧) 3. નિવૃત્તિ-મોક્ષ ૪. અમિર્થ્ય-મનોામ્ - સુંદર ૬. ઉત્તરીય વસ્ત્રને મુખ પર બાંધીને શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૩૮ Page #155 -------------------------------------------------------------------------- ________________ न चातिदूरान्तिकसन्निषण्णः, संयोज्य पाणी भरताधिराजः | तुष्टाव तीर्थेशमिति प्रतीतैः, पदैरनेकैः किल ताररावैः ।।१७।। મહારાજા ભરત ઋષભદેવની પ્રતિમા સન્મુખ ન અતિદૂર, ન અતિનજીક પરંતુ જિનેશ્વર ભગવંતનો અવગ્રહ સાચવી હાથ જોડીને ઉચ્ચ સ્વરે વિશિષ્ટ પ્રકારે પરમાત્માની સ્તુતિ કરી. भवं तितीर्षोभविनस्त्वमेवाधारस्त्रिविश्वाच॑पदारविन्द ! | त्वमेव पाता तमसस्त्रिलोकी, सृष्टेर्विधाता भवतो न चान्यः ||१८ ।। ત્રણે લોકમાં પૂજનીય છે ચરણકમળ જેનાં એવા હે પરમાત્મા ! સંસારરૂપી સમુદ્રને તરવાની ઇચ્છાવાળા જીવોના આપ જ આધારરૂપ છો. આપ જ ત્રણે લોકના અજ્ઞાનરૂપી અંધકારથી બચાવનારા છો. આપનાથી બીજો કોઈ સૃષ્ટિનો કર્તા નથી. त्वमेव संसारदवाग्निदाहप्रशान्तये वारिदवारिधारा । त्वमेव पीताब्धिघाम्बुराशिशोषैकदक्षत्वविधेर्जिनेन्द्र ! ।।१९।। હે ભગવાન!આપ સંસારરૂપી ભયંકર દાવાગ્નિને બૂઝવવા માટે મેઘની ધારા સમાન છો! અને આપ જ પાપરૂપી સમુદ્રનું શોષણ કરવા માટે અગત્ય ઋષિ સમાન છો. त्वमेव नैयायिकवाक्प्रपञ्चैर्विभुः प्रमेयोऽसि लसत्प्रताप ! | ત્વમેવ મોml શિવસંપનો રિ, વેલાન્તસિદ્ધાન્તમતામતવર્ય ! Tોર || હે તેજસ્વી પરમાત્મા! તૈયાયિક સિદ્ધાન્તને અનુસાર આપ જ સર્વવ્યાપી અને પ્રમિતિ વિષયને યોગ્ય છો! વળી વેદાન્ત મતને અનુસાર આપ અનિર્વચનીય છો!ને શિવસંપદાના ભોક્તા પણ આપ જ છો. त्वमेव मोक्ता भवदुःखराशेस्त्वमेव तीर्णः कलिरवारिराशिम् । ત્વમેવ રજસ્તત્વમેવ, તમોત્વાળવીરા ! તાત ! ર૧/l. હે જગદીશ ! આપ જ સંસારનાં દુઃખોમાંથી મુક્ત કરાવનાર છો ! આપ સઘળા પ્રકારના વિવાદરૂપી સમુદ્રને તરી ગયા છો ! અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરવાથી આપ ચન્દ્ર સમાન આફ્લાદક છો અને તે તાત! કર્મશત્રુને જીતવાથી આપ સૂર્યસમાન પ્રતાપી છો. . दुरुत्तरोऽपं भववारिनाथस्त्वयैव तार्यः सकषायमीनः | मनोभवोल्लोलभरातिभीष्मो, वोहित्यकेनेवरे युगादिदेव ! ।।२२।। હે યુગાદિદેવ! કષાયોરૂપી મત્સ્ય આદિ જલચર જીવોથી ભરપૂર અને કામવાસનારૂપી ઊછળતા તરંગોથી ભયંકર એવા આ સંસારરૂપી સમુદ્રને તરવા માટે આપ જ યાનપાત્ર (જહાજ) સમાન છો! ૧. પાડાનાં-તારવા | ૨. નિજદ્ધ-વિવાદ (યુકે હું સંધ્ય નિક-મ- ૩ ૪૬૦) ૨. વાહિત્ય-નાવ (વોદિત્ય વ િવકાણ૦ રૂ૬િ૪૦) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૩૯ Page #156 -------------------------------------------------------------------------- ________________ स्तुत्वा च नत्वा च' युगादिदेवममन्दमामोदमुवाह भूपः । निस्तोकलोकस्पृहणीयभावं, पीयूषधामानमिव प्रदोषः ।। २३ ।। આ પ્રમાણે ભગવાન શ્રી ઋષભદેવની સ્તુતિપૂર્વક નમસ્કાર કરીને ભરત રાજાએ અત્યંત અનિર્વચનીય આનંદ અનુભવ્યો ! જેમ સંધ્યા સમયે સમગ્ર લોકને સ્પૃહણીય એવા ચંદ્રને જોઈને જે આનંદ થાય તેનાથી પણ અધિક આનંદ અનુભવ્યો. 1 करद्वयीचालितचामरौघपाञ्चालिका शाश्वतताण्डवाढ्यम् । तुलीकृतप्राक्चरमाद्रिलक्ष्मि, चन्द्रोपलश्याममणि प्रभाभिः ।। २४ ।। विचित्रचित्रार्पितचित्तचित्रं दीप्रप्रभाजालहसविमानम् । कल्याणशैलोन्नतजातरूपभित्तिद्युतिव्रातहृतान्धकारम् ।।२५।। श्रृङ्गाग्रदेशार्पितहेमकुम्भं, स्फुरत्पताकापटकिङ्किणीजुक‍ । महामणिस्तम्भविनिर्यदंशुचरिष्णुचामीकरतोरणाङ्कम् ।।२६।। कल्पद्रुमच्छायतिरोहितार्करत्नोष्णरश्मि ज्वलनातिरिक्तम् । भूपीठनद्धैः क्वचिदिन्द्रनीलैर्दत्तार्ककन्या जलवीचिशङ्कम् ||२७|| चन्द्रोदयोल्लासितमण्डपनि, नेत्रोत्सवारम्भिगवाक्षदेशम् । निर्णिक्तमुक्ताफलदलृप्तजालं, ददर्श तीर्थेशगृहं नरेशः ।। २८ ।। મહારાજા ભરતે ભગવાન ઋષભદેવનું મંદિર જોયું. તે મંદિરનું વર્ણન કરે છે : બે હાથમાં ચામર લઈને ઊભેલી પૂતળીઓ જાણે નૃત્ય કરતી ના હોય ! ચન્દ્રકાંત અને વૈડૂર્યરત્નની કાંતિથી ઉદયાચલ અને અસ્તાચલ બન્નેની એકીસાથે અહીં શોભા દેખાતી ! તેમજ મંદિરની ભીંતોમાં વિવિધ પ્રકારનાં ચિત્રોનું આલેખન હતું ! દીપકોનો તેજ-સમૂહ દેવ વિમાનની શોભાને પરાસ્ત કરતો હતો ! મેરુ પર્વત જેવી ઊંચી સુવર્ણની ભીંતોની કાંતિથી અંધકાર વિનાશ પામ્યો હતો ! શિખરના અગ્રભાગ પર સુવર્ણનો કળશ શોભી રહ્યો હતો અને તેના પર ઘંટડીઓના મંજુલ અવાજવાળી ધ્વજા ફરકી રહી હતી ! મણિરત્નના થાંભલામાંથી નીકળતાં પ્રકાશનાં કિરણોથી યુક્ત સુવર્ણનાં તોરણો શોભી રહ્યાં હતાં અને મંદિર પર કલ્પવૃક્ષની છાયા પડવાથી તે સૂર્યના આતાપ વિનાનું હતું ! કોઈ જગાએ ઇન્દ્રનીલ મણિથી જડેલી ધરતી યમુના નદીના ઊછળતા તરંગોનો ભ્રમ પેદા કરતો ! ઉપર બાંધેલા ચિત્ર-વિચિત્ર ચંદરવાથી રંગમંડપ શોભી રહ્યો હતો ! નેત્રને આનંદ આપે તેવા સ્થાને સ્થાને ગવાક્ષો (બારીઓ) હતાં. તેની જાળીઓ નિર્મળ મુક્તાફળ (મોતી)ની રચનાથી સુશોભિત હતી. આવા પ્રકારનું સુંદર નયનરમ્ય જિનમંદિર ભરત મહારાજાએ જોયું. १. द्वौ चकारौ तुल्यकालं द्योतयतः । ૨. પાશ્ચાલિતા-પુતળી (સાનમગ્ની પાગ્યાનિયા ૫ પુત્રિા - અમિ૦ ૪ |૮૦) રૂ. વિજ઼િાળી-ઘુઘરી (વિક્તિની યુદ્રષ્ટિા - અમિ૦ રૂ રૂિર૧) ૪. અશ્વત્ન-સૂર્યમણી છગ્ગરશ્મિ - સૂર્ય | ૧. ન્યાયમુના ૬. નળિ-સ્વચ્છ, શોષિત (નિળિ, શોષિત મુમ્ · અમિ દ્lછરૂ) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૪૦ Page #157 -------------------------------------------------------------------------- ________________ धन्यः स येनारचि चैत्यमीदृक्, तेनैव लक्ष्म्याः फलमप्यवापि । कर्तुः प्रशंसामिति सार्वभौमो, विनिर्ममे क्षोणिभुजां समक्षम् ।।२९।। રાજાઓ સમક્ષ ભરત મહારાજા ચૈત્યના બનાવનાર ભાગ્યશાળીની પ્રશંસા કરતાં કહે છે : ધન્ય છે તેને કે જેણે આવા પ્રકારનું સુંદર મંદિરનું નિર્માણ કર્યું છે! ખરેખર મંદિર બનાવનાર પુણ્યશાળીએ પોતાની લક્ષ્મીને ફળવતી બનાવી છે. विहारमध्ये विजहार राजा, पदानि रम्याणि विलोकमानः | वसुन्धराधीशपरिच्छदान्या', स्वर्मेदिनीनाथ इवामराद्रौ२ ।।३०।। અનેક રાજાઓના પરિવાર સહિત મહારાજા ભરત રમણીય સ્થાનો જોતાં જોતાં મંદિરના પરિસરમાં ફરી રહ્યા છે, જેમ મેરુ પર્વત પર ઇન્દ્ર મહારાજા ફરે તેમ મંદિરના બહિર્ભાગમાં તે ફરી રહ્યા હતા. आसेदिवांसं मणिहेममय्यां, वेद्यामवेदावधृतावधानम् । मुक्तेः शिलायामिव सिद्धमन्तर्महोभरोद्दीपितदिग्विभागम् ।।३१।। कल्याणगौरं वपुरुद्वहन्तं, स्थिरं सुवर्णाद्रिमिवातितुङ्गम् । मन्दाकिनीवीचिभरातिगौरध्यानद्वयीप्रापितचित्तवृत्तिम् ।।३२ ।। ललाटपट्टोन्नतिमत्त्वसूचिभाग्यश्रियं भासुरदीप्तिमन्तम् । तेजोभिराशान्तविसारिभिर्द्राङ, मुनिस्थितेर्दीपमिवातिदीप्तैः ।।३३।। युवानमिन्दीवरपत्रनेत्रमाजानुबाहुं धृतिकेलिसद्म । श्रृङ्गारजन्माधिकरूपलक्ष्म्या, वारां निधिं वारितवैरिवेगम् ।।३४।। तृणीकृतस्त्रैणरसं रसस्य, शान्तस्य राजा नवराजधानीम् । विलोक्य विद्याधरसाधुधुर्य, ननाम निम्नोत्तमकायदेशः ।।३५।। • ત્યાં મંદિરના પરિસરમાં ભરત રાજાએ મણિરત્નથી રચિત સુવર્ણની પીઠિકા પર બેઠેલા શ્રેષ્ઠ વિદ્યાધર મુનિવરને જોઈ મસ્તક નમાવીને પ્રણામ કર્યા, તે મુનિવર જાણે સ્ફટિકરત્નની સિદ્ધશિલા પર રહેલા સિદ્ધાત્મા ના હોય ! અંતરમાં સિદ્ધોનું ધ્યાન કરતા મુનિવરના અંતરાત્મામાંથી નીકળતાં તેજસ્વી કિરણોથી દિશાઓ પ્રકાશિત થઈ રહી હતી. મુનિવરનું શરીર શ્વેત સુવર્ણની જેમ ઉજ્વળ અને મેરુ પર્વતની જેમ ઉન્નત અને અડોલ હતું! મુનિવર ગંગાના નિર્મળ તરંગોની જેમ ઉજ્વળ | ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં લીન હતા. મુનિવરનું ઉન્નત લલાટ ભાગ્યલક્ષ્મીનું સૂચન કરતું હતું ! અત્યંત તેજસ્વી મુનિવર સાધુપણાના શુદ્ધ આચારરૂપી દીપકથી દિશાઓને પ્રકાશિત કરતા હતા. તે १. परिच्छदा-पशर (परिच्छदा परिबह:-अमि० ३।३८०) २. अमराद्रिः -३५ ३. अवेदावधृतावधानम्-अवेदेषु-सिद्धेषु, अवधृतं - आरोपितं, अवधान-समाधानं, येन, असो, तम् । ४. आजानुबाहुं-जानुविलंबिभुजद्वयम् । ५. पाठान्तरं-नमोत्तम... । શી ભરતબાહુબલિ મહાકાવ્ય ૦ ૧૪૧ Page #158 -------------------------------------------------------------------------- ________________ યુવાન મુનિવરની આંખો કમળપત્ર સમાન વિશાળ હતી. તેમની ભુજાઓ લાંબી હતી એટલે તે આજાનબાહુ હતા. વળી તે ધીરતાના ક્રીડાસ્થાનરૂપ અને કામદેવથી પણ અધિક રૂપ લક્ષ્મીના ભંડાર હતા. તેમજ બાહ્ય અત્યંતર શત્રુના સમૂહનું નિવારણ કરી રહ્યા હતા. તેમજ સ્ત્રીજનોને તૃણની જેમ માનતા તે મુનિવર નવમા શાંતરસની સાક્ષાત્ રાજધાનીની જેમ શોભતા હતા. તેવા મુનિવરને ભરત મહારાજાએ પ્રણામ કર્યાં. नत्वाथ साधुं निषसाद भूपः पुरो धरोत्सङ्गमनूनभक्तिः । न चौचिताघानविचक्षणत्वं', सन्तः प्रभुत्वादिह विस्मरन्ति ।। ३६ ।। ભાવભક્તિથી પરિપૂર્ણ મહારાજા ભરતે મુનિને પ્રણામ કરીને તેમની સામે પૃથ્વી (ધરતી) પર બેઠા. ખરેખર મહાપુરુષો પોતાની પ્રભુતા હોવા છતાં ઉચિત કર્તવ્ય કચારેય પણ ભૂલતા નથી. प्रजावतां प्राग्रहर ेस्तमूचे, पुरावलोकादुपलक्ष्य चक्री । दृष्टं श्रुतं वस्तु न विस्मरन्ति, मनस्विनः सर्वविदां हि तुल्याः ।। ३७ ।। પ્રજ્ઞાવંતોમાં શ્રેષ્ઠ એવા ભરત ચક્રવર્તીએ પૂર્વે જોયેલા હોવાથી ઓળખીને મુનિવરને પૂછ્યું. કેમ કે બુદ્ધિશાળી પુરુષો પોતે જોયેલી કે સાંભળેલી વસ્તુને ભૂલી શકતા નથી. તેથી જબુદ્ધિશાળીઓને સર્વજ્ઞતુલ્ય કહ્યા છે. दृष्टाः पुरा त्वं विजयार्धशैले, विद्याधराधीश ! नमेरनीके ।. भटा मम त्वद्भुजचण्डिमानमद्यापि संस्मृत्य शिरो धुनन्ति ।। ३८ ।। ભરતે કહ્યું : “વિદ્યાધરોના અધિપતિ એવા હે મુનિવર ! મેં આપને નમિરાજાની સેનામાં જોયેલા છે. ત્યારની આપની ભુજાબળની પ્રચંડતા યાદ કરીને મારા સુભટો આજે પણ મસ્તક ધુણાવે છે. त्वदीयौ विजयप्रशस्तः, स्तम्भावभूतां भरतार्धशैले । सर्वत्र विद्याधरराजलक्ष्मीकरेणुकासंयमनाय सज्जौ ।। ३९ ।। હે મુનિ ! આપની બંને ભુજાઓ વૈતાઢ્ય પર્વત પર વિજય પ્રસારિત માટેના સ્તંભ સમાન અને સર્વત્ર વિદ્યાધરોની રાજલક્ષ્મીરૂપી હાથિણીને નિયંત્રિત કરવા માટે તૈયાર હતી. युवासि विद्याधरमेदिनीश !, वैराग्यरङ्गं समभूत् कुतस्ते । रसाधिराजं हि विना कुतोऽत्र, सिद्धिर्भविष्यत्यनघाऽर्जुनस्य' ।। ४० ।। હે વિદ્યાધરેન્દ્ર, આપ તો હજી યુવાન છો. આવી ભરયુવાનીમાં વૈરાગ્યનો રંગ ક્યાંથી લાગ્યો ? ખરેખર પારા વિના સુવર્ણની નિર્મળ સિદ્ધિ ક્યાંથી થઈ શકે ? १. औचिताधानविचक्षणत्वं-योग्यताकरणचातुर्यम् । ૨. પ્રાગ્રહરઃ-શ્રેષ્ઠ - અથવા - પ્રધાન (અનુત્તર પ્રાદર પ્રવેó - અમિ૦ ૬ l૭૪) રૂ. રસાધિશાન-પારો ૪. અનયા-વિત્રા | ૧. અર્જુન-સુવર્ણ (અર્જુનનિવાર્તસ્વરર્વાણિ - અમિ૦ ૪ ૧૧૦) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૪૨ Page #159 -------------------------------------------------------------------------- ________________ विद्याभृतामीश ! वदामि किं तं, स्वजन्मनः प्रापि फलं त्वयैव । यन्मादृशैरत्र हृदाप्यवाह्यं, स्थलैरिवाम्भः सरसीवरेण ||४१|| હે વિદ્યાધર નાથ ! હું આપને શું કહું ? ખરેખર આપે આપનો જન્મ સફળ કરી લીધો. મારા જેવી વ્યક્તિ તો મનથી પણ મુનિપણું વહન કરી શકતી નથી. ખરેખર ઊંચાણમાં રહેલું તળાવ પાણીને ક્યાંથી વહન કરી શકે? केपीह भोगानसतः कमन्ते, सतोऽपि केचित् परिहाय शान्ताः । तेषामपूर्वे' सुरराजवन्द्यास्तानेव कैवल्यवधूरपीच्छेत् ।।४।। ખરેખર આ સંસાર કેવો વિચિત્ર છે! જેની પાસે ભોગસુખો નથી તે ભોગોની કામના કરે છે અને જેની પાસે ભરપૂર ભોગસુખો છે તે તેનો ત્યાગ કરી શ્રમણ બને છે. આ બન્નેમાં તે જ દેવદેવેન્દ્રોથી પૂજિત છે કે જે ભોગો હોવા છતાં તેનો ત્યાગ કરીને ઉપશાન્ત બને છે અને તેને જ કેવલ્યરૂપી વધૂ વરમાળા આરોપે છે. धिगस्तु तृष्णातरलं तदीयं, मनो मनोजन्मपिशाचसङ्गात् । लीलावतीभिः परिभूय येषां, वैराग्यलीला दलिता क्षणेन ||४३|| હે મુનિ ! સ્ત્રીઓએ કામદેવરૂપી પિશાચના સંગથી જે પુરુષોના મનને પરાજિત કરી તેની વૈરાગ્યભાવનાને ક્ષણવારમાં નષ્ટ-ભ્રષ્ટ કરી નાખી છે. તેવા કામવાસનાથી વાસિત પુરુષોના મનને ધિક્કાર છે. अङ्गारधानीस्तिपसां वधूस्त्वं, हित्वा तपस्वित्वमुरीचकर्थ । तच्छ्लाघनीयोऽत्र भवानशेषैस्त्यागी न केनाप्यवमाननीयः ||४४।। હે મુનિ !તપ-વૈરાગ્યને ભસ્મીભૂત કરવામાં ધગધગતા અંગારાથી ભરેલી સગડી સમાન સ્ત્રીઓનો ત્યાગ કરી આપ તપસ્વી બન્યા છો. માટે આપ સમસ્ત પુરુષજાતિમાં પ્રશંસનીય છો. કોઈપણ વ્યક્તિએ આવા ત્યાગી પુરુષની અવહેલના કરવી જોઈએ નહીં. तारुण्यलीलाः सकला अपि त्वां, रुन्धन्ति नो भीरुलताप्रतानैः । इतीह चित्रं हृदये न माति, ममाऽपि बिद्याधरनाग ! किञ्चित् ।।४५।। હે મુનીન્દ્ર ! મારા હૃદયમાં એક આશ્ચર્ય સમાતું નથી કે આવી યુવાવસ્થામાં સઘળા પ્રકારની ભોગસામગ્રી અને સ્ત્રીઓના વિલાસો આપને કેમ રોકી શક્યાં નહીં ? शौर्याब्जिनीखण्डसरोवरस्त्वमत्रापि कंदर्पशरापनुन्यै । .. शक्तो हि सर्वत्र परां विभूषां, लभेत लक्ष्मीमिव वासुदेवः ||४६ ।। હે મુનિ ! આપ યુવાવસ્થામાં શૌર્યરૂપી કમલિનીઓના સરવર સમાન હોવા છતાં (અર્થાત્ १. अपूर्वे-अप्रथमा, अत्र वृत्ते प्रथमं भोगवांछका उक्ताः, तदन्ये त्यागिनः | ૨. મનોજન-કામદેવ 3. IRઘાની-સગડી (કન્યા દીવાનીપાવ્યો કન્તિા - ઓમ કાદ) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૦ ૧૪૩ Page #160 -------------------------------------------------------------------------- ________________ સુકોમલ હોવા છતાં) પણ કામદેવનાં બાણોને ભેદવા માટે સમર્થ છો. જેમ વાસુદેવે લક્ષ્મીને પ્રાપ્ત કરી તેમ આપે ગૃહસ્થપણામાં અને મુનિપણામાં બધી જ રીતે શોભાને પ્રાપ્ત કરી છે. त्वच्चित्तवृत्तिप्रथमाद्रिचूलां, शमांशुमाली समुदेत्युपेत्य । ततोस्मदीयं हृदयारविन्दं, विकासितामेति विलोकनेन ।।७।। હે પ્રતાપી મુનિ! શાંતરસરૂપી સૂર્ય આપની નિર્મળ ચિત્તવૃત્તિરૂપી ઉદયાચલ પર ઉદય પામ્યો છે, તેથી જ મારું હૃદયરૂપી કમલ આપનાં દર્શન માત્રથી પ્રફુલ્લિત થયું છે. त्वमेव साधो ! समलोष्टरत्नः, स्त्रैणे तणे साम्यमुपैषि शश्वत् । तत् सिद्धिवध्यां भवतोभिलाषः, संसिद्धिमेष्यत्यचिराद् भवेऽस्मिन् ।।४८।। હે મુનીશ્વર ! આપ પથ્થર અને રત્ન, સ્ત્રી અને તૃણ એ બધામાં હંમેશાં સમભાવ રાખો છો તેથી આ ભવમાં સિદ્ધિરૂપી રમણીને વરવાની આપની અભિલાષા જલદી પૂરી થશે. गीर्वाणनाथादपि सार्वभौमात्, सुखं मुनेरभ्यधिकं जगत्याम् । गवां प्रपञ्चं त्विति तीर्थनेतुः, पिबामि पीयूषमिवेन्दुबिम्बात् ।।४९।। આ જગતમાં સાધુનું સુખ ઇન્દ્ર અને ચક્રવર્તીના સુખ કરતાં પણ અધિક છે, તેથી ચંદ્રમાંથી જેમ અમૃતનું પાન થાય તેમ હું તીર્થકર ભગવંત શ્રી ઋષભદેવની વાણીરૂપી અમૃતનું આદરપૂર્વક પાન કરું છું. इच्छामि चर्यां भवतोपपन्नां, कर्माणि मे नो शिथिलीभवन्ति । तैरेव बद्धो लभतेऽत्र दुःखं, जीवस्तु पाशैरिव नागराजः ||५०।। હે મુનિ ! આપે સ્વીકારેલી મુનિચર્યાને સ્વીકારવાની ઘણી ચાહના છે, પરંતુ હજી મારાં કર્મો શિથિલ થયાં નથી. જેમ બંધનગ્રસ્ત હાથી દુઃખ પામે છે તેમ કર્મનાં બંધનથી બંધાયેલો સંસારી જીવ દુઃખ પામે છે. यतोऽत्र सौख्यं तत एव दुःखं, यतोऽत्र रागस्तत एव तापः | . यतोऽत्र मैत्री तत एव वैरं, तत्सङ्गिनो ये न त एव धन्याः ।।५।। હે મનિરાજ ! સંસારમાં જે સુખનાં કારણ છે તે જ દુઃખનાં કારણ છે. જે રાગનાં કારણ છે તે જ તાપનાં કારણ છે. જે મૈત્રીનાં કારણ છે તે જ વૈરનાં કારણ છે. ખરેખર જે રાગાદિ પ્રતિબંધથી મુક્ત છે, તે જ આ સંસારમાં ધન્યવાદને પાત્ર છે. कोपानलः क्षान्तिजलेन कामं, निर्वापितो मार्दवसिंहनादात् । मदद्विपः शान्यतरुस्त्वदम्भपरश्वधेनादलि लोभमुक्त ! ||५२।। હે નિર્લોભી મુનિ ! આપે ક્રોધરૂપી અગ્નિને ક્ષમારૂપી જલથી સર્વથા શીત કરી દીધી છે. માનરૂપી હાથીને માદેવરૂપી સિંહનાદથી પરાસ્ત કરી દીધો છે અને માયારૂપી વેલડીને (વૃક્ષને) સરળતારૂપી કુહાડા વડે મૂળમાંથી જ ઉખેડી નાખી છે. ૧. સ્ત્ર-સ્ત્રીઓનો સમૂહ ૨. શ્વ-કુહાડ (૨૫ મિ ૪૫૦) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૦૧ Page #161 -------------------------------------------------------------------------- ________________ अस्मादृशाः संप्रति राज्यलीलाकूलङ्कषाकूलमहीरुहन्ति । चेद् भद्रभाजः खलु तत्र तर्हि, तातप्रसादाच्छिवगा भवद्वत् ।। ५३ ।। મુનિવર .! હમણાં તો અમે રાજ્યલીલારૂપી નદીના કિનારા પર રહેલાં વૃક્ષો જેવા છીએ. તેમ છતાં જો જીવતા હોઈશું તો ભવિષ્યમાં પૂજ્ય પિતાજીની કૃપાથી આપની જેમ મોક્ષમાર્ગના અનુગામી બની શકીશું. त्वया तपस्या जगृहे मुनीश !, कस्यान्तिके कस्तवशान्तहेतुः ? अत्र प्रदेशे कथमागमस्ते, तत् सर्वमाशंस ममाग्रतस्त्वम् ।।५४।। હે મુનીશ ! આપે કોની પાસે દીક્ષા ગ્રહણ કરી ? આપના શાંતરસ (વૈરાગ્ય)નું કારણ શું ? આપનું આ પ્રદેશમાં આગમન શાથી થયું ? તે કૃપા કરીને મને બતાવો. एतावदुक्त्वा विरते क्षितीशे, मुनिर्मुखं सूत्रयतिस्म वाचा | निजप्रवृत्तिप्रथिमानमुच्चैरित्युद्वहन्त्या खमिव त्विषेन्दुः ।। ५५ ।। આ પ્રમાણે કહીને ભરત મહારાજા વિરામ પામ્યા. ત્યારે મુનીરાજ બોલ્યા : ‘જેમ ચંદ્ર પોતાનાં કિરણો વડે આકાશને પ્રકાશિત કરે તેમ મુની ચારિત્રની ગરિમાને સાચવીને ઉચ્ચ પ્રકારની વાણી પ્રકાશિત કરે છે. पृच्छापरश्चेद् भरताधिराज !, त्वं तर्हि सर्वा श्रृणु मत्प्रवृत्तिम् । पृच्छापराणां पुरतो हि वाक्यं प्रणीयमानं सुभगत्वमेति ।। ५६ ।। ‘હે ભરતાધિરાજ ! આપ પૂછો છો અને જાણવાની ઇચ્છાવાળા છો તો મારું સર્વ વૃત્તાંત સાંભળો. કેમ કે પ્રશ્ન કરનાર અને જિજ્ઞાસુ વ્યક્તિ આગળ કહેલું વચન સૌભાગ્યશાળી બને છે. भूभृत्सुनासीर ! रणं विधाय, समं त्वया शूरिमवारिराशिः । नमिः सबन्धुर्बुबुधे तदानीमेकान्तराज्यं नरकान्तमेव ।।५७ ।। રાજાઓમાં ઇન્દ્ર સમાન હે ભરતરાજા ! તમારી સાથે યુદ્ધ કર્યા પછી પરાક્રમીઓમાં સમુદ્રસમાન નમિ-વિનમિ બન્ને ભાઈઓએ રાજ્યને એકાંતે ન૨ક સમાન માન્યું. मयापि तन्मार्ग उरीकृतोऽयं, चन्द्रातपेनेव तुषारभानुः । स्वनन्दनेषु' प्रतिरोप्य राज्यं वयं विरक्ता अभवाम राजन् ! ।। ५८ ।। રાજન ! રાજ્ય ઉપર પોતપોતાના પુત્રોને સ્થાપીને અમે ત્રણે વૈરાગી બન્યા. જેમ ચાંદની ચન્દ્રને અનુસરે તેમ મેં પણ નમિ-વિનમિના ત્યાગમાર્ગનું અનુકરણ કર્યું. त्रयोपि हंसा इव राज्यभारसरोवरं तं परिहाय लीनाः । युगादिदेवं चरणैकलीलां विधातुमाकाशपथेन सद्यः । । ५९ ।। જેમ હંસો સરોવરને છોડીને ક્રીડા કરવા માટે આકાશમાર્ગે જાય તેમ અમે ત્રણે રાજ્યભારરૂપી સરોવરને છોડીને સંયમમાર્ગમાં ૨મણતા કરવા માટે ઋષભદેવનાં ચરણોમાં લીન થઈ ગયા. ૧. પાબાર્ડ-સ્વનન્તનેયઃ । શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૪૫ Page #162 -------------------------------------------------------------------------- ________________ युगादिदेवं द्रुतमेत्य बुद्धा, एवं त्रयोऽपि व्रतमाचराम । संसारतापातुरमानवानां, जिनेन्द्रपादा अमृतावहा हि ||६०।। હે રાજન ! એ પ્રકારે સંબુદ્ધ બનેલા અમે ઋષભદેવ પાસે આવીને શીવ્રતાએ ચારિત્ર અંગીકાર કર્યું, કેમ કે સંસારના તાપથી તપેલા મનુષ્યો માટે જિનેન્દ્ર ભગવંતનાં ચરણ જ શાંતિદાયક અને મોક્ષપ્રાપક બને છે. युगादिनेतुश्चरणारविन्दे, वयं त्रयोऽपि भ्रमरायमाणाः । अमन्दमामोदमदध्म कामं, नित्यं त्वतिष्ठाम सुनिश्चलाशाः ||६१।। નિશ્ચલ મનવાળા અમે ત્રણે ઋષભદેવ ભગવાનના ચરણકમલમાં ભ્રમરની જેમ લીન બની ગયા છીએ. ભગવંતના ચરણમાં અમને હંમેશાં અનર્ગળ આનંદનો અનુભવ થાય છે. अधीत्य पूर्वाणि चतुर्दशापि, निःशेषसिद्धान्तरसं निपीय । वयं विनीता व्यहराम भूमीपीठे समं श्रीजगदीश्वरेण ||६२।। અમે ચૌદ પૂર્વનું અધ્યયન કરી સંપૂર્ણ સિદ્ધાંતના રસનું પાન કરી વિનય ભાવથી પ્રભુની સાથે પૃથ્વીતલ પર વિહરી રહ્યા છીએ. सर्वत्र योगे सुयता महीश !, प्रणीतमार्ग त्वचराम शीलैः । तपो द्विधा दुस्तपमाधराम, क्रियासु नालस्यमुपाचराम ।।६३।। હે રાજન ! અમે સર્વત્ર મન-વચન-કાયાની પ્રવૃત્તિમાં સંયમ કરીએ છીએ, ભગવંતે કહેલા સાધ્વાચારનું બરાબર પાલન કરીએ છીએ, બાહ્ય-અત્યંતર બન્ને પ્રકારનાં દુષ્કર તપને તપીએ છીએ અને ક્યારે પણ આવશ્યક ક્રિયામાં પ્રમાદ કરતા નથી. चामीकराम्भोजनिवेशितांहिपद्मः सपद्मः सदनं गुणानाम् । वारामिवाब्धिर्गणनातिगानां, प्रणामयन् वैरिचयानिव द्रून् ।।६४।। त्रिछत्रराजी पुरुहूतहस्तविधूतबालव्यजनः समन्तात् ।। भामण्डलं भानुविडम्ब बिभ्रत्, सधर्मचक्रं निहताघचक्रम् ।।५।। अथान्यदा सर्वसुरासुरेन्द्रैः', संसेव्यमानांहिरलंचकार । लक्ष्मीप्रभोद्यानमनूनलक्ष्मि, देवो नभोमध्यमिवांशुमाली ।।६६ ।। કોઈ એક દિવસે ત્રષભદેવ ભગવાન આ લક્ષ્મીપ્રભ ઉદ્યાનમાં સમવસર્યા હતા. ભગવાન સુવર્ણના કમલ પર પગ રાખીને ચાલનારા, શોભાથી યુક્ત, ગુણોના ઘરસમાન, સમુદ્રની જેમ અસંખ્ય ગુણોના ભંડાર, શત્રુઓની જેમ વૃક્ષોને નમાવતા, ત્રણ છત્રને ધારણ કરનાર, ઇન્દ્ર મહારાજ પોતાના સ્વહસ્તે ચામર વીંઝી રહ્યા છે જેને એવા, ચારે બાજુ પ્રકાશ પાથરતા સૂર્યના બિંબસમાન ભામંડલને ધારણ કરનાર, પાપચક્રોને પ્રહાર કરનાર, ધર્મચક્રને ધારણ કરનાર અને સર્વે સુરાસુર દેવેન્દ્રોથી પૂજાતા એવા પરમાત્મા ઋષભદેવ આકાશમાં જેમ સૂર્ય પ્રકાશે તેમ લક્ષ્મીપ્રભ ઉદ્યાનમાં કોઈ એક દિવસે પધાર્યા. १. सर्वसुराऽसुरेन्द्रः-सकलवैमानिकभुवनपतिनाथैः । શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૪૬ Page #163 -------------------------------------------------------------------------- ________________ प्रावोचमन्येद्युरिति प्रणम्य, नाभेयदेवं नतविश्वदेवम् । भवन्निदेशाद् भगवन् ! मदीयस्तीर्थेषु कामोस्ति गुणेष्विवार्थः ||६७ ।। દેવ-દેવેન્દ્રો દ્વારા પૂજનીય શ્રી ઋષભદેવને વંદના કરીને મેં પૂછ્યું: “હે પ્રભુ! આપની આજ્ઞાથી હું શત્રુંજય આદિ તીર્થોમાં જવાનો અભિલાષી છું. જેમ શૌર્યાદિ ગુણોમાં શાંતિ રહેલી છે તેમ તીર્થવંદનાની મારી ભાવના છે, इतीरितं मे विनिशम्य लाभालाभादिविज्ञानविशेषदक्षः । યુનિવઃ વિત્ત માં નાવ, યથા વત્સ ! રતિ તીર્થે T૬૮ાા. લાભાલાભને જાણવામાં કુશળ ભગવાન ઋષભદેવે મારી વાત સાંભળીને કહ્યું : “વત્સ ! તારી ઇચ્છા હોય તો ખુશીથી તીર્થસ્થાનોમાં પર્યટન કર.' आज्ञा तदीयामधिगम्य राजनिहागतोहं जिनवन्दनाय । वाचंयमानां खलु तीर्थयात्रा, फलं मनोज्ञं किमिहान्यदेव ।।६९।। રાજન ! ભગવંતની આજ્ઞા પામીને જિનેશ્વર ભગવંતનાં દર્શન કરવા માટે હું અહીં આવ્યો છું. મુનિઓની તીર્થયાત્રા ફળદાયી હોય છે. ખરેખર તીર્થયાત્રાથી વધારે ફળદાયક શું હોઈ શકે ? इदं नवं तीर्थमकारि बाहुबलेस्तनूजेन महाबलेन । चन्द्रामलं चन्द्रयशोभिधेन, तदीययात्राकृतयेऽहमागाम् ||७०।। ચન્દ્રસમાન ઉજ્વળ એવા આ નવીન તીર્થનું નિર્માણ બાહુબલિના બળવાન પુત્ર ચંદ્રસમાન ઉજ્જવળ યશવાળા ચંદ્રયશ રાજાએ કર્યું છે. તેથી આ તીર્થની યાત્રા કરવા માટે હું અહીં આવ્યો છું. युगादिदेवाहिनिषेवणाय, तत्रैव गन्तास्मि पुनर्नरेन्द्र ! । विना शशाङ्गं धृतिमुद्वहेत, नान्यत्र कुत्रापि चकोरशावः |७१।। નરેન્દ્ર! હું અહીંથી યુગાદિદેવ ઋષભપ્રભુનાં ચરણકમલની સેવા કરવા માટે ત્યાં જ જવાનો છું. બાળચકોરના મનને ચંદ્ર સિવાય બીજે કયાંય પણ સંતોષ થતો નથી.” इतीरायेत्वा विरतं मुनीन्द्रं, पुनर्ववन्दे भरताधिराजः | - ' શ્રત પાકા નતિલીયા, વાવ્યા વિશેષાવિતિ ભાગમાણE TIછરા એમ કહીને મુનિ મૌન રહ્યા ત્યારે ભરત મહારાજાએ મુનિને ફરીથી વંદના કરીને કહ્યું, ‘પૂજ્ય પિતાજી ઋષભદેવ પ્રભુને વિશેષ પ્રકારે મારી વંદના કહેશો.” अभ्यर्च्य देवं प्रणिपत्य साधु, ततः स्वमावासमियाय भूभृत् । આ સર્વેકfપ મૂપાસ્તવનું સ્વરુપુ, કેશ્વરવાજુનૂનિશાત્ IIGરૂ II - ભગવંતશ્રી ઋષભદેવની પૂજા કરીને અને સાધુ ભગવંતને વંદન કરીને મહારાજા ભરત પોતાના નિવાસસ્થાને આવી ગયા. ત્યાર પછી ભરત રાજાના આદેશથી બીજા બધા રાજાઓ પણ પોતપોતાના સ્થાને ગયા. १. गुणेष्विवार्थ:-गुणेषु-शौर्यादिषु अर्थ इव, गुणलुब्धाः स्वयमेव संपदः इति वचनात् । ૨. તા-નવન્તરમ્ | શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૧૪૭ Page #164 -------------------------------------------------------------------------- ________________ अथोत्सुकः पूर्वनियुक्तचारादलोकनायाऽवनिचक्रशक्रा | तत्राऽस्त पाथोधिरिव स्वकीयस्थितिक्रमे प्लावितभूतलोऽपि ||७४।। હવે પૂર્વે નિયુક્ત કરેલા ચરપુરુષોની અત્યંત ઉત્સુકતાપૂર્વક પ્રતીક્ષા કરતા ચક્રવર્તી ભરત ઉદ્યાનમાં એવી રીતે મર્યાદાપૂર્વક રહ્યા કે જેમ પૃથ્વીને રસાતલ કરવાની ક્ષમતા ધરાવતો એવો પણ સમુદ્ર પોતાની મર્યાદા મૂકતો નથી, તેવી મર્યાદા સાચવીને તે ઉદ્યાનમાં રહ્યા. अनयदिह कियन्ति स्फारकीर्तिर्दिनानि । क्षितिपतिरथ बन्धोः किंवदन्ती—भुत्सुः । चरवदनसरोजात् पीनपुण्योदयान्यः । कलितललितलक्ष्मीलक्ष्यलावण्यलीलः |७५।। પોતાના ભાઈ બાહુબલિના વૃત્તાંતને ગુપ્તચરોના મુખે જાણવાની ઇચ્છાવાળા મહાન યશસ્વી ભરત મહારાજાએ ઉદ્યાનમાં કેટલાક દિવસો વ્યતીત કર્યા. પ્રકૃષ્ટ પુણ્યના સ્વામી ભરત લક્ષ્મીની વિશિષ્ટ પ્રકારની લીલાની સુંદરતાના હિમાયતી હતા. इति सचैत्योद्यानाभिगमो नाम दशमः सर्गः આ પ્રમાણે જિનમંદિરવાળા લક્ષ્મીપ્રભ ઉધાન સુધીના પ્રબંધપૂર્વકનો દશમો સર્ગ સમાપ્ત. ૧. અવનિવા -નાના ભરતક | २. स्वकीयस्थितिक्रमे-आत्मीयमर्यादानुक्रमे । ૩. સુમુલુ-વહુનિસુI શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૪૮ Page #165 -------------------------------------------------------------------------- ________________ હાજર પૂર્વપરિચય : : બાહુબલિની હિલચાલ જોવા માટે ભરત મહારાજાએ ગુપ્તચરોને મોકલેલા. તેઓ ત્યાંની બાતમી મેળવીને પાછા આવી ગયા. ભરતેશ્વરે પૂછ્યું : “મારા ભાઈ બાહુબલિ નગ્ન થઈને આવવા તૈયાર છે કે યુદ્ધ માટે !” ગુપ્તચરના સરદારે જણાવ્યું કે “મહારાજા ! આપના ભાઈ બાહુબલિ પ્રણામ કરવાની વાત તો બાજુએ રહી પણ તેઓ તો યુદ્ધ કરવા માટે થનગની રહ્યા છે. તેના વીર સૈનિકો યુદ્ધ માટે ઉત્સાહિત બની યુદ્ધની તૈયારીમાં લાગી ગયા છે. સુભટોની પત્નીઓ પણ પોતાના પ્રાણપ્રિય પતિદેવોને યુદ્ધ માટે ઉત્સાહિત કરી રહી છે. એટલું જ નહીં, આપના શત્રુઓ તેમજ વિદ્યાધરોનો સ્વામી રત્નારિ પણ બાહુબલિના પક્ષમાં ભળી ગયો છે. પ્રધાનમંત્રી સુમંત્ર યુદ્ધ નહીં કરવા માટે બાહુબલિને સલાહ આપી, પરંતુ બાહુબલિ કોઈની પણ વાત સમજવા માટે તૈયાર જ નથી. તેઓ તો આપને રણસંગ્રામમાં મળવા માટે આતુર છે.” આ પ્રમાણે ગુપ્તચરોની વાત સાંભળી ભરત મહારાજા વિચારે છે. “બાહુબલિ કેટલો મૂઢ છે ! કચાં હું છ ખંડ પૃથ્વીનો માલિક અને ક્યાં તે નાનકડા ભૂમિભાગનો સ્વામી ? કચાં સૂર્ય અને ક્યાં ટમટમતો નાનકડો દીપક ? ખરેખર આ મારો ભાઈ બાહુબલિ શું યુદ્ધમાં ટકી શકશે ?” ભરત મહારાજાની વિચારણા, તેમજ યુદ્ધભૂમિ આદિનું વિસ્તૃત વર્ણન અગિયારમા સર્ગમાં ગ્રંથકાર બતાવે છે. अथाऽसौ कल्पिताकल्पो', विमानमिव वासवः । અનૂનશ્રીમાળીળું, તથાવાસ્થાનમન્વિતમ્ ||૧|| भूपालकोटिकोटीर पद्मरागप्रभाभरैः । प्रभातमिव रक्तांशु, हरत्प्रादुर्भवत्तमः ।।२।। राकामुखमिवोदञ्चच्चन्द्रोदयविराजितम् । रत्नमौक्तिकनक्षत्रतारामण्डलमण्डितम् ।।३।। चारुवारवधूधूतचामरांशुकरम्बितम् । सुधाम्भोधिरिव क्षीरं, शीतांशुकरचुम्बितम् ।।४।। कुन्देन्दुविशदच्छत्रप्रभामण्डलमण्डितम् । विलसद्राजहंसौघं६, गङ्गातीरमिवाद्भुतम् ।।५।। ૧. આપઃ-વેષ (વેપો નેપથ્યમાત્મા-અમિ૦ રૂાર૬૧) ૨. જોટીર-મુગટ (માલિક વિરીટ હોટીર - અમિ૦ રૂ।રૂ૧૧) રૂ. રામુદ્ધ-પૂર્ણિમાની સંધ્યા (પૂર્ણમાસિપ્રોર્ષ) ૪. જમ્નિતમ્-મિશ્રિતમ્ | ૧. શીતાંશુ... - ઇન્દ્રગિસંયુમ્ । ६. विलसद्राजहंसौधं क्रीडभूपाल श्रेष्ठसंदोहं । गंगातीरपक्षे - मिलत्कलहंससंघातम् । શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૪૯ Page #166 -------------------------------------------------------------------------- ________________ સુંદર વસ્ત્રાલંકારથી વિભૂષિત ભરત મહારાજા અત્યંત સુશોભિત એવા સભામંડપમાં આવી બેઠા. તે જાણે વિમાનમાં બેઠેલા ઇન્દ્ર મહારાજાની જેમ શોભતા હતા. હજારો મુકુટબદ્ધ રાજાઓના મુકુટમાં જડેલા પધરાગ (લાલ રત્ન) રત્નોની કાંતિમાંથી નીકળતાં બાળકિરણી અંધકારને દૂર કરી પ્રભાતની સંધ્યાની ભ્રાંતિ પેદા કરતાં હતાં. વિવિધ પ્રકારનાં રત્નો અને મૌક્તિક (મોતી)રૂપી નક્ષત્ર અને તારાઓથી સુશોભિત સભામંડપ ઊંચે બાંધેલા ચંદરવાથી જાણે ઊગતા પૂર્ણિમાના ચન્દ્રની શોભા ધારણ કરતો હતો. ચામર વીંઝી રહેલી સુંદર વારાંગનાઓનાં આભૂષણોમાંથી નીકળતાં કિરણો વડે ચન્દ્રનાં કિરણોથી મિશ્રિત ક્ષીરસમુદ્રનું પાણી જાણે હિલોળા મારતું ના હોય તેવું સુંદર દશ્ય દેખાતું હતું. મુચકુંદ પુષ્ય અને ચન્દ્ર સમાન ઉજ્જવળ છત્રોની શોભાથી સુશોભિત સભામંડપ તે ક્રીડા કરી રહેલા રાજહંસોના સમૂહથી ગંગાનદીનો તટ જેમ શોભે તેમ અલંકારોથી સુશોભિત રાજાઓના સમૂહથી અત્યંત શોભી રહ્યો હતો. आस्थानी' भरतेशस्य, सुधर्मेव सुरप्रभोः । विस्फुरविबुधा रेजे, गुरुमङ्गलधारिणी२ ।।६।। ઇન્દ્ર મહારાજાની સુધર્માસભા જેમ તેજસ્વી દેવો, બૃહસ્પતિ, મંગળ આદિ ગ્રહોથી સુશોભિત છે તેમ ભરતરાજાની રાજસભા પણ રાજગુરુ આદિ વિદ્વાન પંડિતો તેમજ માંગલિક બિરદાવલિ બોલનારાઓથી શોભી રહી છે. द्रुतं राजानमानम्य, वेत्रपाणिरदोऽवदत् । एतास्त्वप्रेषिताश्चारास्तिष्ठन्ति द्वारि वारिताः ।।७।। એટલામાં દ્વારપાલે આવી નમસ્કાર કરીને મહારાજા ભરતને નિવેદન કર્યું કે “મહારાજા ! આપે મોકલેલા ગુપ્તચર આવી ગયા છે. આપની આજ્ઞાની રાહ જોતા દ્વાર પર ઊભા રહ્યા છે.” एतान् प्रवेशयाह्रायः, राज्ञेति स्वयमीरितः । श्रीविलासानिव न्यायः, स भूपं ताननीयत् ।।८।। ત્યારે મહારાજા ભરતે સ્વયં દ્વારપાલને કહ્યું, “જાઓ, જલદીથી ગુપ્તચરોને પ્રવેશ કરાવો.” જેમ જ્યાં ન્યાય નીતિ હોય ત્યાં લક્ષ્મીનો વિલાસ હોય તેમ દ્વારપાલે ગુપ્તચરોને રાજાની સમક્ષ ઉપસ્થિત કર્યા. तानपृच्छदिति मापो, निनसुल्में स बान्धवः । युद्धश्रद्धापरः किं वा, निर्णोयाख्यत हेरिकाः ! ।।९।। ૧, આસ્થાની-સભા २. किं विशिष्टा आस्थानी ? विस्फुरविबुधा - विराजत्पंडिता, सुधर्मापक्षे- विराजविबुधा-देवाः, पुनः किं विशिष्टा ? गुरुमंगलधारिणी- विशालश्रेयःशालिनी, सुधर्मापक्षे-वाक्पतिवक्रावहा । 3. ગાય-ઘ-જલ્દી (મદ્ રાય ઇ સત્વરં - ૦ ૬ ૧૬૬) ૪. નિનસુ-વુિં ! શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૫૦ Page #167 -------------------------------------------------------------------------- ________________ ભરત રાજાએ પૂછ્યું, “ગુપ્તચરો ! જે નિર્ણય હોય તે મને બતાવો કે મારા ભાઈ બાહુબલિ નમસ્કાર કરવા ઇચ્છે છે કે યુદ્ધ કરવા ?” इत्याकर्ण्य वचो भर्तृस्तेषामेकोऽभणच्चरः | निर्बन्धाद् बन्धुसंबन्ध२, मन्मुखाच्छृणु सांप्रतम् ।।१०।। પોતાના સ્વામીની વાત સાંભળીને ગુપ્તચરોના અગ્રણીએ કહ્યું, “મહારાજા ! આપ મારા મુખે આપના ભાઈનો વૃત્તાંત ધ્યાનપૂર્વક સાંભળો. त्वदाज्ञाभ्रमरी भूप !, नास्त तद्देशचंपके । सुमनोभिरताप्युच्चै विनी हि गरीयसी ।।११।। રાજન !દેવો વડે પણ સ્વીકાર્ય એવી આપની આજ્ઞારૂપી ભ્રમરી બાહુબલિના કેશરૂપી ચંપક વૃક્ષ પર ટકી શકે તેમ નથી, કેમ કે ભવિતવ્યતા (બલિયસી) મહાન છે. स्वामिन् ! सीमवधूः स्वीया, बलात् परकदर्थिता । उन्निद्रदर्पदावाग्निरेष चक्रे चरैरिति ।।१२।। સ્વામિનું!આપની સીમારૂપી વધૂની શત્રુ દ્વારા કર્થના કરાઈ રહી છે. આ પ્રમાણે બાહુબલિના ગુપ્તચરોએ બાહુબલિને કહીને તેના અહંકારરૂપી અગ્નિને વધારે ને વધારે પ્રજ્વલિત કર્યો છે. अवामस्त वचस्तेषां, घूर्णिताक्षस्ततस्त्वसौ । रवमस्थिभुजां स्वरमुन्मत्त इव वारणः ।।१३।। મદોન્મત્ત હાથી જેમ કૂતરાના ભસવાની અવગણના કરે તેમ અભિમાન રૂપી નશાના ઘેનમાં ચકચૂર બનેલા બાહુબલિએ આપના સામર્થ્યવાળી ગુપ્તચરોની વાતોની અવગણના કરી છે. बहुकृत्वः प्रविज्ञप्तो, भटैः शौर्यरसार्णवैः । यात्राभेरी स सावज्ञमात्मभृत्यैरवादयत् ।।१४।। શૌર્યરસના સમુદ્ર સમાન તેમના શૂરવીર સુભટોએ વારંવાર વિજ્ઞપ્તિ કરવા છતાં પણ બાહુબલિએ તેમની અવગણના કરીને પોતાના સુભટો પાસે શીઘ્રતાથી રણભેરી વગડાવી. तदा दक्षिणदिग्नेताप, चकम्पे दण्डधार्यपि । भम्भानादात् सुवर्णाद्रिकम्पात् किं कम्पते न भूः ? ||१५।। ૧. નિર્વશ્વ-આગ્રહ (નિર્વજોનિવેશ ચાતુ-મ૦ ૬૧૩૬) २. बन्धुसंबन्ध-बाहुबलिव्यतिकरम् । . આ શ્લોકથી આગળનું સંપૂર્ણ વર્ણન ભરતના ગુપ્તચરોએ કહેલું છે. તે લોકોએ બાહુબલિના પ્રદેશમાં જે જોયું અને સાંભળ્યું હતું તેનું સંપૂર્ણ વર્ણન ભરત મહારાજા સમક્ષ નિવેદન કર્યું.. ૪. ગરિચમુ-કુતર (થિ માગ સામેય - શ૦ ૪ રૂ૪૫) ૬. વાનરે - {વાય ! ૬. રતિ -યમરાજ (યબ પિતૃ સિળગા રાતિ - ગામ૨ ૨૮). થી ભરતબાહુબલિ મકવ્યમ્ ૦ ૧૫૧ Page #168 -------------------------------------------------------------------------- ________________ તે રણભેરીના પ્રચંડ અવાજથી દક્ષિણ દિશાના દિપાલ દંડધારી યમરાજા પણ કંપી ઊઠ્યા, જેમ મેરુ પર્વતના કંપાયમાન થવાથી પૃથ્વી ધ્રુજી ઊઠે તેમ. भम्भाया वाद्यमानाया, सुघोषाया इव ध्वनिः । सज्जीचकार कृत्याय, सैनिकांस्त्रिदशानिव ।।१६।। જેમ સુઘોષાઘંટના અવાજથી દેવો તૈયાર થઈ જાય તેમ તે રણથંભાના અવાજથી સૈનિકો પોતપોતાના કાર્યમાં વ્યસ્ત બની ગયા. पञ्चबाण इवौद्धत्यमानन्दमिव वल्लभः | शौर्य जागरयामास, भटानां स रका क्षणात् ।।१७।। . કામદેવ જેમ ઉન્માદને જાગ્રત કરે છે, પ્રિયપતિ જેમ આનંદ આપે તેમ રણભેરીના નાદે યૌદ્ધાઓના શૌર્યને જાગ્રત કર્યું. सारङ्गाणामिवाम्भोदध्वनी रसधरागमे । કુપોષામન્ડમાનન્દ, મામાનાતક ક્ષન્ II૧૮|| વર્ષાકાળમાં મેઘનો અવાજ ચાતકોના મનને આનંદદાયક બને છે, તેમ રણભેરીના અવાજે ક્ષણભર સુભટોના મનને આનંદથી ભરી દીધું! अबला भीरवोप्युच्चैः, कातरत्वं स्वभावजम् । विहायोत्तेजयामासुभटानां शौर्यमद्भुतम् ।।१९।। તેમના સૈનિકોની ભયભીરુ એવી પણ અબળા સ્ત્રીઓ પોતાની સ્વાભાવિક કાયરતાને છોડીને સુભટોમાં અદ્ભુત પરાક્રમ ઉત્તેજિત કરી રહી છે. कान्त ! स्वस्वामिकृत्याय, मा विषीद मनागपि । स्वर्भाणुमुखगं चन्द्रं, पश्यतो धिग् हि तारकान् ।।२०।। “હે સ્વામિનું! આપના સ્વામીના કાર્ય માટે જરાયે પાછી પાની કરશો નહીં. અર્થાત્ જરાય ખેદ લાવશો નહીં. પેલા તારલાઓને ધિક્કાર છે કે જે પોતાના સ્વામી ચંદ્રને રાહુના મુખમાં ગ્રાસ થતો જોઈ રહ્યા છે તેમ તમે કરશો નહિ.” नाथ ! संस्मृत्य मां चित्ते, मुखं मा वालयेनिजम् । वलमानमुखा वीरा, न भवन्ति कदाचन ।।२१।। હે સ્વામિનું ! મનમાં મને યાદ કરીને રણભૂમિમાંથી મુખને પરાફમુખ કરશો નહીં. જે કોઈ કાયર યુદ્ધભૂમિમાંથી મુખને ફેરવી લે છે તે ક્યારે પણ પરાક્રમી બની શકતો નથી.” ૧. વિશ્વનાથ-કામદેવ ૨. રસધરાને-પ્રાકૃવષકાળ 3. પવન-સ્ત્રીઓ ૪. ગુ-રાહુ (સ્મગુરૂ વિવુજુવા-મ૨ રૂ૫) શ્રી ભરતબાહુબલિ મહાવ્યમ્ ૦ ૧૫૨ Page #169 -------------------------------------------------------------------------- ________________ ताम्बूलीरागसंपृक्तं, यथास्यं भाति तेऽधुना । થરથરધાર છું, તથા ચં ત ળે રર . હે નાથ! આપનું મુખ અત્યારે તાંબુલના રંગથી રંગાયેલું જોઉં છું. તેવી રીતે રણભૂમિમાં આપનું મુખ રુધિરથી ખરડાયેલું હું જોઈશ ત્યારે મારા મનને સંતોષ થશે.” त्वविक्रान्तिर्महावीर !, त्रैलोक्येऽपि विदित्वरी । सुधाभित्तिरिवम्लानीकार्या नाऽकीर्तिकज्जलैः ।।२३।। “હે મહાવીર ! આપનું પરાક્રમ ત્રણ લોકમાં પ્રસિદ્ધ છે તે ચાંદનીના પ્રકાશથી વ્યાપ્ત ભીંતની જેમ ઉજ્વળ છે, તેને અપકર્તિરૂપ કાજલથી મલિન ના કરશો.” सुमेरुस्त्वमसि स्वामिमानसे भुजवैभवैः । त्वं तृणीभूय संग्रामान्, मुखं मा दर्शयेर्मम ||२४ ।। “હે નાથ ! આપના ભુજાબળનો વૈભવ આપના સ્વામીના મનમાં સુમેરુની જેમ અંકિત છે. તેને રણસંગ્રામમાં તૃણની જેમ હલકો બનાવીને આપનું મુખ મને દેખાડશો નહીં.” भटानां पर वीरास्त्र|वितान् मरणं वरम् । धिगस्तु धरतः प्राणान्, भोरूनाक्रोशकश्मलान् ।।२५।। શત્રુસૈનિકોના શસ્ત્રોના ઘાથી મરવું તે શ્રેષ્ઠ છે. પરંતુ કાયર બનીને કલંકિત જીવન જીવવું એ ધિક્કારને પાત્ર છે.” सुरभिरेस्त्वं यशःकुन्दै, सुरभीकुरु मामपि । મન વન્દનાયત્તે, આપ હમારા યતઃ Tરા/ હે નાથ, આપ સ્વયં વસંતપ્ત સમાન છો. આપના યશરૂપી મુચકુંદ પુષ્પોની સુવાસથી મને સુવાસિત કરજો, મલય પર્વત પર રહેલાં ધવ, ખદિર આદિ બધાં વૃક્ષો ચંદનથી જેમ શું સુવાસિત નથી બનતાં?” ' . यशश्चन्द्रोदये स्फीते, भटिमादिगुणास्तव । પાવ્યોન મોસ !, મૂર્ણ ન થાત્ પરત પરિ૭TI “હે વીર શિરોમણિ ! યુદ્ધરૂપી આકાશમાં આપના પરાક્રમ આદિ ગુણોરૂપી ચંદરવો આચ્છાદિત થઈ જશે ત્યારે શત્રુઓરૂપી આતપ (તડકો) આપના મસ્તક પર પડશે નહીં.” ૧. T-(લિપ પણ રિપુર-જામ૦ ૩ ૩૧૨). ૨. સુરમ-વસંતઋતુ (વા ગ્યા સુમા-પિ૦ ૨ ૦૦) ૩. યાકુ-વુિસુI ૪. વલય-ચંદરવો (મ૦ રૂરૂિ૫) ૧. ગુણ-દોરો (શુલ્લે રસ્ત્રી વરી ગુમ રૂા૨૨) દ, જ-શત્રુત ગાવા | ન ભરતબાહુબલિ મહાકાવ્ય ૧ Page #170 -------------------------------------------------------------------------- ________________ उत्सङ्गसङ्गिनी तेऽस्तु, जयश्रीः समराङ्गणे । सपन्यापि तया बाढं, नाऽहं सेवा॑ त्वयि प्रिय ! ।।२८।। - “હે પ્રિય! સમરાંગણમાં આપના ખોળામાં જયલક્ષ્મી બેસશે. તે મારી શોક્ય હોવા છતાં પણ तनी हुं या नही." ज्ञातस्त्वं सर्वदा कान्त !, रतेऽपि करुणापरः | तत्त्वया न कृपा कार्या, वीर ! वैरिरणक्षणे ।।२९।। હે નાથ! હું જાણું છું કે આપ સંભોગમાં પણ કરુણાવંત છો, પરંતુ શત્રુઓ સાથેના યુદ્ધમાં એવી કરુણા દાખવશો નહીં.” मां विहाय यथा यासि, प्रमना स्त्वं रणाङ्गणे । न तथा वीरतां हित्याऽत्रागम्यं भवता गृहे ।।३०।। “આપ મને છોડીને પ્રસન્નતાપૂર્વક રણક્ષેત્રમાં જાવ છો તેવી રીતે શુરવીરતાને છોડીને આપ ઘેર પાછા આવશો નહીં.” कातरत्वं ममाभ्यर्णे२, मुक्त्वा त्वं धाव संयते । प्राहुः पुराविदोप्येवं, स्त्रीत्वं धैर्यविलोपि हि ।।३१।। હે નાથ! કાયરતાને મારી પાસે મૂકીને આપ રણસંગ્રામમાં પધારી જાવ. પંડિત પુરુષો પણ કહે छ : स्त्रीओमा १५२५j sीय छ, अर्थात् धीरतानो समाप होय छे." युद्धे शस्त्रप्रहारोऽयं, कोशलाबहलीशयोः । इति कीर्तिश्चिरं वीर !, तवाङ्गे स्थास्यति ध्रुवम् ||३२।। “હે દેવ ! “ભરત બાહુબલિના યુદ્ધમાં આવા પ્રકારનો શસ્ત્રપ્રહાર મારા શરીર પર થયો હતો.' એવી આપની કીર્તિ ચિરકાલપયત સ્થાયી રહેશે.” त्वं तु पाणिग्रहेऽन्यस्या, मद्गुणेषु मनो न्यधाः | . जयश्रीवरणे वीर !, मानसं मयि मा कृथाः ||३३।। “હે પ્રિય! આપે બીજી સ્ત્રીઓ સાથે લગ્ન કરતી વખતે મારા ગુણોમાં આપનું ચિત્ત કેન્દ્રિત કર્યું હતું, પરંતુ રણસંગ્રામમાં જયશ્રી સાથેના વિવાદ પ્રસંગે મારામાં ચિત્ત રાખશો નહીં.” स्खलति स्नेहशैलेन्द्रे, तटिनीव रसा मम । प्राणैरपि यशश्चेयं, प्रशस्या हि यशोधनाः ।।३४।। १. प्रमना:-प्रसन्नता (प्रमना हृष्टमानसा-अभि० ३।९९) २. अभ्यर्णम्-सभी५ (अभि०६८७) ३. संयते-संग्रामाय । ४.इत्यानिमित्तात कर्मयोगे सप्तमी । ५. रसा-94 (अमि० ३।२४९ शेष) ની ભરતબાહુબલિ મહાકાવ્યમ ૦ ૧૫૪ Page #171 -------------------------------------------------------------------------- ________________ “હે સ્વામિન, જેમ નદી પર્વતની પાસે પહોંચે છે ત્યારે સ્ખલિત થાય છે તેમ મારી જીભ સ્નેહરૂપી પર્વતથી ટકરાય છે. છતાં પ્રાણના ભોગે પણ યશને અખંડિત રાખવો જોઈએ, કારણ કે જગતમાં યશસ્વી પુરુષો જ પ્રશંસાને પાત્ર બને છે.” त्वं दाक्षिण्यपरो' यादृक् तादृग् नान्यो भुवस्तले । नात्र दाक्षिण्यमाधेयमस्थाने ह्यमृतं विषम् ।। ३५ ।। “હે પ્રિયતમ ! જગતમાં આપના જેવા દાક્ષિણ્યના ગુણવાળા બીજા કોઈ પુરુષ શોધતાંયે મળે તેમ નથી, પરંતુ રણભૂમિમાં એવું દાક્ષિણ્ય કામ આવે નહીં તેને તિલાંજલિ આપશો, કેમ કે અસ્થાને પડેલું અમૃત પણ વિષરૂપ બને છે.” वीरसूर्जननी तेऽस्तु पिता वीरः पुनस्तव । ત્વદેવ સાંપ્રત વીશ !, વીજપત્ની મવિત્ર્યમ્ IIરૂદ્ ।। “હે વીર ! આપની માતા વીરપુત્રની માતા છે. આપના પિતા વીરપુત્રના પિતા છે, તેવી રીતે હું પણ વી૨ પતિની પત્ની બનીશ.” सत्वरं त्वं मम स्नेहादागतो ग्रामतः प्रिय ! | संग्रामे न त्वरा कार्या, स्वामिचित्तानुगो भवेः ।। ३७ ।। “હે પ્રિય ! મારા પ્રત્યેના સ્નેહને આધીન બનીને બીજા ગામે ગયેલા આપ જલદીથી આવતા હતા, પરંતુ રણસંગ્રામમાં આપના સ્વામીના કાર્યને અનુરૂપ જ બનશો. ઘેર આવવાની ઉતાવળ કરશો નહીં.” मम वक्षसि निःशङ्कं पातिताः करजा २ यथा । त्वया मत्तेभकुम्भेषु, प्रापणीयास्तथा शराः ।। ३८ । . “હે દેવ, આપ નિઃશંક બનીને મારા વક્ષસ્થલ પર જેમ નખોથી પ્રહાર કરતા હતા, તેમ રણસંગ્રામમાં મદોન્મત્ત હાથીઓનાં કુંભસ્થલ પર બાણોના પ્રહાર કરજો.” रणव्योम्नि परे वीरास्तव तेजोनिधेः पुरः । तारका इव नश्यन्तु त्वप्रतापोस्तु वृद्धिमान् ।। ३९ । । “આપ પરાક્રમરૂપી તેજના ભંડાર સૂર્ય સમાન છો, આપની આગળ શત્રુઓના સુભટો તારાની જેમ નિસ્તેજ બનીને ભાગી જશે અને આપનો પ્રતાપ વૃદ્ધિગત થશે.” भटशौर्यबृहद्भानु दीपनाय धृतं वचः । सर्वासामिति नारीणां निर्ययौ मुखभाण्डतः । ॥४०॥ આ રીતે સુભટોના શૌર્યરૂપી અગ્નિને પ્રદીપ્ત કરવા માટે ધૃત સમાન બહલી દેશની નારીઓના મુખરૂપી પાત્રથી આવા પ્રકારનાં શૌર્યશાળી વચનો નીકળે છે. ૧. વાભિવ્યપત્તા લાવાન ૨. ના-નખ (જો નવરો ના મિ૦ રૂાર) રૂ. પૃષ્ઠમાનુઃ-અગ્નિ (વૃિ માનુહિપ્પયેતો - અભિ૦ ૪/૧૬૩) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ ૭ ૧૫૫ Page #172 -------------------------------------------------------------------------- ________________ सुधामय इवानन्दमयस्त्विव तदाऽभवत् । सक्षणः' सक्षणो' युद्धाकांक्षिभिर्बलिभिर्मतः ।।४१।। હે ચક્રવર્તિનૢ, એ સમયની ક્ષણ યુદ્ધાભિલાષી વીરપુરુષો માટે અમૃતમયી, આનંદમયી અને મહોત્સવરૂપ બની ગઈ હતી. दोर्दण्डचण्डिमौद्धत्याद्, ये तृणन्ति जग्त्त्रयम् । तेऽपि वीरा यशःक्षीरार्णवास्तं प्रययुस्तदा ।। ४२ ।। જે વીર સુભટો પોતાના પ્રચંડ ભુજાબળથી ઉદ્ધત બની ત્રણે જગતને તૃણની જેમ માને છે તેવા પ્રકારના યશરૂપી સમુદ્રમાં ડૂબેલા વીર સુભટો બાહુબલિ પાસે પહોંચી ગયા છે. मन्दरा इव प्रत्यर्थिवाहिनीश्वरमन्थने । भूभृतश्चण्डदोर्दण्डशाखिनः केऽपि વધુઃ ||૪રૂ|| શત્રુઓ રૂપી સમુદ્રને મંથન કરવામાં મેરુ સમાન અને પ્રચંડ ભુજાબળરૂપી શાખાવાળા કેટલાક રાજાઓ પણ બાહુબલિ પાસે પહોંચી ગયા છે. ये भवन्तमवज्ञाय नृपं बाहुबलिं श्रिताः । dsपि विद्याधराधीशा, अभूवन् प्रगुणा ३ युध४ ।।४४।। હે રાજન ! વિદ્યાધરોના સ્વામી રાજાઓ કે જે આપની અવજ્ઞા કરીને બાહુબલિના શરણે ગયા છે તે રાજાઓ પણ યુદ્ધ માટે તૈયાર થઈ ગયા છે. विद्याधरवधूवर्गवैधव्यव्रतदानतः । यस्यासि र्गरुवद्वन्द्योऽनिलवेगः स दुःसहः ।। ४५ ।। વિદ્યાધરોની સ્ત્રીઓને વૈધવ્ય આપનાર જેની તલવાર ગુરુની જેમ વંદનીય છે એવો અનિલવેગ વિદ્યાધર દુસહ છે. રણસંગ્રામમાં તેનો સામનો કરવો ખૂબ જ કઠિન છે. बहलीनाथपाथोधिः, सर्वथैव दुरुत्तरः । भीष्मश्चौर्वानले नेवानिलवेगेन दोष्मता ।। ४६ ।। પ્રખર, પ્રતાપી વડવાગ્નિ સમાન અનિલવેગની હયાતીમાં બાહુબલિરૂપી ભયંકર સમુદ્રને તરવો સર્વથા દુસ્તર છે. ૧. ક્ષ-અવસર (સમયે અળદ - અમિ૦૬।૧૪૧) ૨. સક્ષળ-સોત્સવઃ (હાયમાં ક્ષળોનો ર્યા - અમિ૦ ૬।૧૪૪) રૂ. પ્રમુળા-પ્નાદ | ૪. યુદ્ધ-પ્રાભાય | ૧. વ્રતાનું-રીક્ષાર્વગમ્ | ૬. ગપ્તિ-તલવાર (અસિલ્ટિરિષ્ટી-અમિ૦ રૂ।૪૪૬) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૫૬ Page #173 -------------------------------------------------------------------------- ________________ पुनर्भारतभूपाल !, विद्याधरधराधवः । रत्नारिस्तमुपागच्छद्, दर्श' विधुरिवारुणम् ।।४७ ।। હે ભરતેશ્વર ! વિદ્યાધરોનો સ્વામી રત્નારિ પણ બાહુબલિની સાથે મળી ગયો છે. તે અમાવાસ્યાના દિવસે ચંદ્ર જેમ સૂર્યની નજીકમાં જાય તેમ બાહુબલિની નજીકમાં ગયો છે. अमी विद्याभृतो वीरा, बहुशो बहलीशितुः | अभ्यर्ण तूर्णमाजग्मुः, प्रवाहा इव वारिधिम् ।।४८।। પાણીનો પ્રવાહ જેમ સમુદ્રમાં મળે છે, તેમ બીજા પણ પરાક્રમી વિદ્યાધરો બાહુબલિ સાથે જલદી મળી ગયા છે. किराता: पातितारातिदुर्मदाचलदोर्दुमाः | उत्साहा इव देहाट्यास्तमुपागत्य चाऽनमन् ||४९।। શત્રુઓના અહંકારરૂપી પર્વતનાં ભુજારૂપી વૃક્ષોને નાશ કરનાર એવું ભીલસૈન્ય તો જાણે મૂર્તિમંત ઉત્સાહ ના હોય ! તેવા પ્રકારના ભીલો પણ બાહુબલિ પાસે નમસ્કાર કરીને રહ્યા છે. सन्नद्धबद्धसन्नाहा, कण्ठप्रापितकार्मुकाः । मूर्ता इव धनुर्वेदास्तस्येयुर्लक्षशः सुताः ||५०।। ગળામાં ધનુષ્યબાણને ધારણ કરનારા અને બખ્તરથી સજ્જ થયેલા સાક્ષાત્ ધનુર્વેદ સમાન બાહુબલિના લાખો પુત્રો પણ શસ્ત્રસજ્જ બનીને બાહુબલિ પાસે આવી ગયા છે. सभासीनमदीनास्ते, कीनाथमिव दुर्धरम् । परिवद्रुस्तदैवैनं, तरणिं किरणा इव ।।५।। રાજન! રાજસભામાં બેઠેલા સાક્ષાત્ યમ સમાન બાહુબલિ, કિરણોના સમૂહથી ઘેરાયેલો પ્રતાપી સૂર્ય જેમ શોભે તેમ વીર, ધીર, સુભટોથી ઘેરાયેલા શોભે છે. अथ मन्त्री सुमन्त्राख्या, सुरमन्त्रीव मन्त्रवित् । निर्व्याजं व्याजहारेति, पुरस्तात् तस्य भूपतेः ||५२।। બૃહસ્પતિ સમાન બુદ્ધિશાળી એવા, બાહુબલિના મુખ્યમંત્રી સુમંત્ર બાહુબલિ સમક્ષ સરળ ભાવે નિવેદન કર્યું. देव ! त्वं मद्वचः स्वैरं, कुरुतात् कर्णगोचरम् । चिन्त्या हितविदोऽमात्याः, कार्यारभ्मे हि राजभिः ।।५३।। १. दर्श:-माया (दर्शः सूर्येन्दुसङ्गमा- अभि० २१६४) २. किरात:-ole (माला भिल्लाः किराताश्च-अभि० ३५९८) ३. सन्नाहा-अन्तर (सन्नाहो वर्म कङ्कटा-अभि० ३।४३०) ४. कार्मुकम्-धनुष (कोदण्डं धन्य कार्मुकम्-अभि० ३।४३९) ५. पाठान्तरम्-सुमन्त्रीशः । ીિ ભરતબાહુબલિ મહાકાવ્ય ૦ ૧૫૭ Page #174 -------------------------------------------------------------------------- ________________ દેવ, મારું વચન આપ ધ્યાનપૂર્વક સાંભળો. નીતિશાસ્ત્ર કહે છે કે કાર્યના પ્રારંભમાં રાજાઓએ હિતચિંતક અમાત્યોની સાથે મંત્રણા કરવી જોઈએ. यथा पयोधरौन्नत्याद्, बालाया यौवनोद्गमः । तथा स्वामिबलोद्रेकान्, मन्त्रिभिर्जायते जयः ||५४।। જેમ કુમારિકાઓના સ્તનના ઉભાર ઉપરથી તેની યૌવનકાળ જાણી શકાય છે, તેમ મંત્રીઓ પણ પોતાના સ્વામીના પરાક્રમના અતિરેકથી સ્વામીનો વિજય જાણી શકે છે. प्रबलेन सह स्वामिन् !, विधेया न विरोधिता | पश्य पाथोजिनीनेत्रा', संक्षिप्यन्ते तमांसि हि ।।५५।। સ્વામિન્ ! આપણાથી બળવાન વ્યક્તિની સાથે વિરોધ ના કરવો જોઈએ. આપ જુઓ, સૂર્ય અંધકારને કેવો નષ્ટ કરી દે છે ! आक्रामति परक्ष्मां या, स एव सबलो नृपः । अर्कतूलानि तिष्ठेयुश्चेत्तर्हि किं विभुमरुत् ? ||५६।। જે રાજા શત્રુની ભૂમિ પર આક્રમણ કરે છે તે જ સબળ બને છે. ઝંઝાવાતી પવનથી પણ જો આકડાનું રૂ રહી જતું હોય તો તે પવનમાં શું સામર્થ્ય કહેવાય ? बलादाच्छिद्य भूपालैर्भूर्बन्धुभ्योऽपि गृह्यते । ग्रहाणामपि तेजांसि, विवस्वान् हरते न किम् ? ||५७।। સૂર્ય જેમ ગ્રહોના તેજને હરણ કરે તેમ પોતાના બંધુરાજાઓની ભૂમિને પણ રાજા બળપૂર્વક છીનવીને ગ્રહણ કરી લે છે. નિર્વતોfપ પર સ્થામિન !, ઝવતા પરમાવ્યતે પૃથિવ્યર્થે દિવો યુદ્ધ, નવરત્યત્ર સર્વથા? II૬૮ll સ્વામિનું! શત્રુ નિર્બળ હોય તો પણ તેને સબળ માનીને ચાલવું જોઈએ, કેમ કે ભૂમિ માટે સબળ કે નિર્બળ બન્ને યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય છે. अनम्रा यदि सर्वेपि, सर्वेपि छत्रिणो यदि । तर्हि लोकत्रयीमध्ये, का कीर्तिश्चक्रवर्तिनः ? ||५९।। જો બધા રાજાઓ અભિમાની બની જાય અને બધા છત્રધારી બની જાય તો ત્રણે લોકમાં ચક્રવર્તીની કીર્તિ કયાં જશે ? संप्रति कोशलास्वामी, त्वामभ्येति चमूवृतः । सारातिरिवानन्त, पीताब्धिारिव सागरम् ।।६०।। ૧. પાકિનીનેત્રા-સૂર્યેા | ૨. ૫-શત્રુ . સતિ-ગરૂડ (રતિનિઝgs:- રા૧૫) ૪. અનન્ત શેષનાગ (શેષો નાગિનન્તો-ગામ૪ રૂ૭૩) ૬. વીતાણા-અગરિ (કોડ િવ ાથિમ ૨ રૂદ) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૦ ૧૫૮ Page #175 -------------------------------------------------------------------------- ________________ હમણાં તો કોશલદેશના સ્વામી ભરત વિશાળ સૈન્ય સાથે આપની પાસે એવી રીતે આવ્યા છે કે સર્પોનો શત્રુ ગરૂડ શેષનાગની પાસે આવે અને સમુદ્રનું પાન કરવા માટે અગત્ય ઋષિ સમુદ્ર પાર્સ આવે. • अयं भवत्कुले ज्येष्ठश्चक्रययं च भवत्कुले । त्वमेनं नम तद् गत्या, न त्रपा तव काचन ||६१।। આપણા કુળમાં ભરત આપના જ્યેષ્ઠ બંધ છે અને ચક્રવર્તી પણ છે, તો આપ તેમની પાસે જઈને પ્રણામ કરો એ આપના માટે શોભાસ્પદ છે (અર્થાત્ એમાં કોઈ લજ્જાનું કારણ નથી.) एतस्मै न नताः के कैर्नास्याज्ञा शिरसा धृता । વૈરાતોચ નો , પતિનો નયનોડત્ર દિ દિરા ભરત આગળ કયા રાજાઓ નથી નમ્યા ? કોણે તેમની આજ્ઞાને શિરોધાર્ય નથી કરી ? અને એમનો ભય કોને સતાવતો નથી ? અર્થાત્ આ સંસારમાં બળવાન પુરુષો જ વિજયશીલ બને છે. बलं यदीयमालोक्य, सुरा अपि चकम्पिरे । मर्त्यकीटास्ततः केऽमी, पुरस्तादस्य भूभुजः ? ||६३।। ભરતનું પરાક્રમ જોઈને દેવો પણ કંપી ઊઠે છે. તો આવા પ્રબળ પ્રતાપી વ્યક્તિની આગળ મનુષ્યરૂપી કીડા સમાન બીજા રાજાઓનું શું ગજું? षट्खण्डी किंकरीभूय, सेवतेऽस्य पदाम्बुजम् । रजनीव सुधाभानु ममन्दानन्दकन्दलम् ।।६४।। જેમ રાત્રિ અત્યંત આલાદદાયક ચંદ્રની સેવા કરે છે તેમ છ ખંડ પૃથ્વી સેવક બનીને ભરત રાજાના ચરણકમળની સેવા કરે છે. त्वां विना कोपि विश्वेऽत्र, न्यक्करोत्यस्य शासनम् । राहोरेव पराभतिर्विद्यते हि त्रयीतनो:२ ||६५।। ' હે રાજન! આપના સિવાય આ જગતમાં ચક્રવર્તી ભરતના શાસનનો કોણ તિરસ્કાર કરી શકે ? ખરેખર સૂર્યનો પરાભવ રાહુ સિવાય બીજો કોઈ કરી શકતો નથી. द्वात्रिंशन्मेदिनीपालसहस्राण्यस्य किङ्कराः | अनृणीकर्तुमात्मानमीहन्तेप्यसुभी रणे ।।६६ ।। બત્રીસ હજાર રાજાઓ ભરતના સેવક બનીને રહ્યા છે. તેઓ રણસંગ્રામમાં પોતાના પ્રાણીની આહુતિ આપીને ભરતના ઋણમાંથી મુક્ત બનવા ઇચ્છે છે. एनं सहस्रशो देवा, बद्धाञ्जलिपुटाः सदा । સેવન્ત સર્વ મોરારીમા યોનિઃ II૬૭TI ૧. સુદામાનુ-ચન્દ્ર ૨. ગીતનુ-સૂર્ય (ચીતનુ શુક-ર૦ રા૧૨) થી ભરતબાહુબલિ મહાકાવ્ય ૦ ૧૫૯ Page #176 -------------------------------------------------------------------------- ________________ જેમ યોગીપુરુષ સકળ કામદાયક ઉૐકાર વર્ણની ઉપાસના કરે છે તેમ હજાર દેવો હંમેશાં હાથ જોડીને ભરતની પથુપાસના કરે છે. सुषेणोप्यस्य सेनानी:, सेनानी'रिव दुर्जयः । પરીતોડીનિીત વ - T૬૮ જેમ વિનીત શિષ્ય સદ્ગુણોથી અલંકૃત હોય તેમ ભરત રાજાનો અનેક દેવોથી પરિવરેલો સુર્ષણ સેનાધિપતિ, દેવોના સેનાપતિ કાર્તિકેય જેમ દુર્જય છે. अस्यैव भुजमाहात्म्स द्, वैरिणो नेशुरग्रतः | चक्रवागमस्तेषां, पुनरुक्तिरिवाऽभवत् ।।६९।। સેનાપતિ સુષેણના ભુજબળથી ભયભીત બનીને શત્રુઓ પહેલેથી જ નાસી જાય છે. જ્યારે ચક્રવર્તીનું આગમન તેઓ માટે પુનરુક્તિ જેવું નિરર્થક બને છે. अस्य सूर्ययशा ज्येष्ठसूनुरन्यूनविक्रमः | मन्यते स्वभुजौर्जित्याद्, यः शक्रमपि किङ्करम् ।।७।। ભરતનો જ્યેષ્ઠ પુત્ર સૂર્યયશ અત્યંત પરાક્રમી છે. તે પોતાના બાહુબળથી ઇન્દ્રને પણ તુચ્છ ગણે છે, કિંકર માને છે. अन्येपि बहवो वीराः, सन्त्यस्य प्रबला बले । धर्तु तदन्तरेकोऽपि३, सहिष्णु, पर्वतानपि ।।१।। ભરતની સેનામાં એવા બીજા પણ અનેક પરાક્રમી સુભટો છે એમાંનો એક એક વીર પર્વત જેવા પર્વતને પણ સહેલાઈથી ઉઠાવી શકે તેમ છે. एक एव महातेजास्त्वं रोद्धा ज्येष्ठमार्षभिम् । धक्ष्यन्त्यमूंस्तृणानिव, चास्य चक्रदवार्चिषः ।७२।। આપ એક જ એવા મહાતેજસ્વી અને પરાક્રમી છો કે જ્યેષ્ઠ બંધુ ભરતને રોકી શકો ! બાકી એના ચક્રરત્નની પ્રચંડ જ્વાલાઓ આપણી સેનાને તૃણની જેમ ભસ્મીભૂત કરી નાંખશે. तद् विचार्य महीपाल !, कुरुष्वात्महितं त्विति । તાતતુલ્યન થ્રેષ્ઠ, પ્રાતરે મરતે નામ TIGરૂ II એટલા માટે હે રાજન ! આપ આપનું હિત વિચારીને પિતાતુલ્ય જ્યેષ્ઠ બંધુ ભરતને પ્રણામ કરો એ જ હિતાવહ છે. इति मन्त्रिगिरा क्रुद्धो, यावद् वक्ति क्षितीश्वरः | तावद् विद्याधराधीशोऽनिलवेगस्तमभ्यधात् ।७४।। ૧. સેનાની-કાર્તિકેય (ના સ્વામી મનિ સેનાનીદ રિરિકવાન-ગમ. ૨૧રર) , ૨. નાના-દેવો (ની મોડસ્થના-ગામ- ૨ રૂ) રૂ. તર-તે વીરાણ મચ્ચે, ડર I શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૧૬૦ Page #177 -------------------------------------------------------------------------- ________________ મંત્રીની વાણી સાંભળીને બાહુબલિ અત્યંત ક્રોધિત બની ગયા. એ કંઈક બોલવા જાય તેટલામાં તો વિદ્યાધરોના રાજા અનિલવેગે મંત્રીશ્વરને પડકાર્યા. सचिवोत्तंस ! निस्त्रिंशं', वृथैव वदनानिलैः । आत्मदर्शमिवोद्दीप्रं, कश्मलीकुरुषे प्रभोः ।।५।। હે અમાત્ય શિરોમણિ! આપના મુખના શ્વાસથી આપણા સ્વામી બાહુબલિની નિર્મળ આરીસાસમાન તલવારને મલિન ના કર. प्रार्थ्यमानश्चिरं युद्धोत्सवो वीरमनोरथैः । चातकैरिवपाथोदस्तत्र वात्यायते भवान् १७६ || હે મંત્રીશ્વર ! જેમ પવન વાદળોને વિખેરી ચાતકોના મનોરથોને નષ્ટપ્રાયઃ કરી નાખે તેમ ચિરકાળથી સેવેલા યુદ્ધના મહોત્સવમાં માણવાના અમારા વીર સુભટોના મનોરથોને તોડી નાખવાનું કામ શામાટે કરી રહ્યા છો ? कोऽतिरिक्तगतिश्चित्ताज्ज्वलनात् कः प्रतापवान् ? का पण्डितः सुराचार्यात्, को देवादधिको बली ? |७७ ।। આ લોકમાં મનથી અધિક વેગવાન કોણ છે? અગ્નિથી અધિક તેજસ્વી કોણ છે? અને બૃહસ્પતિથી અધિક વિદ્વાન કોણ છે? એ પ્રમાણે અમારા સ્વામી બાહુબલિથી અધિક બળવાન કોણ છે? अमी बाहुबलेवीराः, प्राणैरपि निजं प्रभुम् । सर्वथोपचिकीर्षन्त स्तृणाः प्राणा ह्यमीदृशाम् ।।७८।। અમારા સ્વામી બાહુબલિના એકેક વીર સુભટો પ્રાણીની પરવા કર્યા વિના આપણા સ્વામીના ઉપકારનો બદલો વાળવા ઇચ્છે છે. સ્વામીના માટે વીર સુભટ પ્રાણોને તૃણની જેમ તુચ્છ માને છે. " अयं चन्द्रयशाश्चन्द्रोज्ज्वलकीर्तिर्महाभुजः । यं संस्मृत्य रिपुवाता, जग्मुः शैला इवाम्बुधिम् ।।७९ ।। ચંદ્ર સમાન ઉજ્જવળ કીર્તિવાળા આ ચન્દ્રયશા એટલા પરાક્રમી છે કે એની સ્મૃતિ માત્રથી શત્રુઓના સમૂહ એવી રીતે છુપાઈ જાય છે કે જેમ ઇન્દ્રના ભયથી પર્વતો સમુદ્રમાં છુપાઈ જાય છે. लीलया दन्तिनां लक्षं, त्रिगुणं रथवाजिनाम् । हन्त्ययं वीर एकोपि, शैलोच्चयमिवाशनिः ||८०|| પર્વતોના સમૂહને જેમ વજ નાશ કરે છે, તેમ આ પરાક્રમી ચન્દ્રયશા એકલા જ એક લાખ હાથીઓ અને ત્રણ લાખ ઘોડાઓને ક્ષણવારમાં નાશ કરી શકે છે. ૧. નિશિ-તલવાર (વાનિસ્ત્રિાપાણી - ભ૦ રૂ.૪૪૬) ૨. વાત્યાય-વાતૂનવલા વતિ ! ૩. જેમ પ્રચંડ પવન વાદળોને વિખેરી દે તેમ તમે વીર સુભટોના ઉત્સાહને વિખેરી ના નાખો. ४. उपचिकीर्षन्तः-उपकर्तुमिच्छन्तः | શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૬૧ Page #178 -------------------------------------------------------------------------- ________________ कनीयानयमेकोऽपि, सिंहवत् प्रियसाहसः । रथी सिंहरथा केन, सोढव्यो वह्निवद् रणे ।।१।। નાની ઉંમરના સાહસપ્રિય એવા આ સિંહરથ એકલા જ સિંહની જેમ ઝઝૂમી શકે છે. રણસંગ્રામમાં અગ્નિની જેમ તેના તેજને કોણ સહન કરી શકે છે? सिंहकर्णो रणाम्भोधिकर्णधारोयमुल्वणः | यद्बलं वैरिकर्णाभ्यामसहं पविघोषवत् ।।८२।। આ “સિંહકર્ણ' યુદ્ધરૂપી સમુદ્રમાં કપ્તાન (ખલાસી સમાન) છે. જેમ વજનો પ્રચંડ અવાજ કર્ણો માટે અસહ્ય છે તેમ સિંહકર્ણના પરાક્રમની વાતો શત્રુઓના કર્મો માટે અસહ્ય છે. परक्ष्माक्रमणोद्दामविक्रमी सिंहविक्रमः । यमायान्तमुपाकर्ण्य, वैरिभिर्ययिरे नगाः ||८३।। આ સિંહ વિક્રમ' શત્રુઓની ભૂમિ પર આક્રમણ કરવા માટે પ્રચંડ પરાક્રમી છે. એને રણભૂમિમાં આવતો સાંભળીને શત્રુઓ પર્વતોની ગુફામાં જઈને છુપાઈ જાય છે. सिंहसेनोऽरिसेनासु, केशरीव बलोत्कटः | क्ष्वेडाभिर्गजसेनासु, मददुर्भिक्षमातनोत् ।।४।। આ સિંહસેન અત્યંત પરાક્રમી છે, જે શત્રુઓની સેના માટે કેશરી સિંહસમાન છે. તેના એ સિંહનાદથી જ શત્રુઓની હસ્તીસેના નિર્માલ્ય બની જાય છે. इत्यमी तनयाः पञ्च, देवपादस्य विश्रुताः । बाणाः पञ्चेव पञ्चेषोः, कस्य पञ्चत्वदा न हि ? ||८५।। આપણા સ્વામી બાહુબલિના, કામદેવના પાંચ બાણ સમાન, આ પાંચ પુત્રોનાં પરાક્રમો જગતપ્રસિદ્ધ છે. તેઓ યમરાજની જેમ કોને મૃત્યુધામ સુધી પહોંચાડી શકતા નથી ? मूर्छाला मेदिनीपालाः, सन्त्यन्येऽपि सहस्रशः । સંગ્રામાયોતિષત્તિ, સMવૃતમ યુધE I૮દા, બીજા પણ હજારો મૂછાળા રાજાઓ શસ્ત્રસજ્જ થઈને યુદ્ધની રાહ જોઈને બેઠા છે. अयं वैरिवधूहारसंहारपरिदीक्षितः । रत्नारिदेवपादेभ्यः, पुरो भवति संयते ।।८७।। આ રત્નારિ યુદ્ધમાં આપણા સ્વામીની આગળ રહે છે. તે શત્રુઓની સ્ત્રીઓના સૌભાગ્યને તોડવામાં દક્ષ છે, અર્થાત્ વિધવા બનાવવા માટે દક્ષ છે. लक्षत्रयी तनूजानां, नृपबाहुबलेः श्रुता । जेतुं तदन्तरेकोऽपि, विभुर्विद्वेषिवाहिनीम् ||८|| મહારાજા બાહુબલિના ત્રણ લાખ વીર પુત્રો એવા પરાક્રમી છે કે જે એકેક શત્રુની સેનાને જીતવા માટે સમર્થ છે. શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૬૨ Page #179 -------------------------------------------------------------------------- ________________ इत्यमी बहवो वीराः, संयते समुपस्थिताः । उदयादेव तीक्ष्णांशोः, करा धार्या न केनचित् ।।८९।। આ પ્રમાણે બીજા પણ વીર યોદ્ધાઓ સંગ્રામ માટે તૈયાર છે, અર્થાત્ સૂર્યના ઉદયકાળમાં કોમળ કિરણો હોવાથી શું સૂર્ય તીણ પ્રચંડ પ્રતાપી નથી હોઈ શકતો ? वाचालमौलिमाणिक्य !, वाचालत्वं वृथैव रे ! । किं नाट्येत पुरोस्माकं, बर्हिणामिव केनचित् ? ||९०।। હે વાચાળ મુગટમણિ મંત્રીશ્વર ! તમારી વાચાળતા વ્યર્થ છે ! મહાન ફણીધર સમાન અમારી આગળ મયૂરની જેમ નૃત્ય કરવાની કોઈની પણ તાકાત નથી ! दाक्षिण्याद्देवपादानामनाक्षेप्यो भवान् मया । मा दैन्यं कुरु सैन्यस्य, स्वैरं प्रक्रामतो युधे ।।११।। મંત્રીશ્વર ! આપણા સ્વામીના દાક્ષિણ્યથી હું આપનો તિરસ્કાર કરતો નથી, પરંતુ આપ સ્વેચ્છાપૂર્વક લડતા સુભટોના મનમાં દીનતા ભરી નહીં, કિંતુ એમને પ્રોત્સાહિત કરો.” इत्युक्तोऽनिलवेगेन, स मन्त्री मौनमाचरत् । संलीनभ्रमराम्भोजराजीव रजनीमुखे ।।१२।। અનિલવેગનાં આ પ્રમાણેનાં વચનોથી મંત્રીશ્વર મૌન બની ગયા. સંધ્યાકાળમાં જેમ ભ્રમર કમળના સમૂહમાં શાંત થઈ જાય તેમ શાંત બનીને બેસી રહ્યા. इत्थं विज्ञाय वीराणां, युद्धोद्धृतोत्सुकं मनः । जयश्रीनूपुराणीव, नृपो वाद्यान्यवीवदत् ।।९३।। આ પ્રમાણે પોતાના વીર સુભટોનો યુદ્ધ માટેનો અત્યંત ઉત્સાહ જાણીને બાહુબલિએ વિજયલક્ષ્મીના ઝાંઝરના રણકારની જેમ રણભેરી વગડાવી. अमुना कीर्तिसुधया, वयं शुचितमाः कृताः । - નિશા સુતો દૂર, વિમુર્મુતિ Il8I सर्वत्र रोदसी कुक्षिभरिभिर्ध्वजिनीभरैः । अनुद्रुतः सुवर्णाद्रिरिव मन्दारभूरुहै: ।।९५।। छत्रचामरचारुश्रीहारकुण्डलमण्डितः । साक्षाच्छक इयोत्तीर्णस्तेजसाप्यौजसा भुवम् ।।९६ ।। यात्रान्हि जिनमभ्यर्च्य, भवानिव करीश्वरम् । શ્વેતં મૂવિ શ્રેયોધ્યારુરોદ વિશ તિઃ Tર૭TI આ બાહુબલિએ પોતાની કીર્તિ સુધા વડે અમને પ્રકાશિત કરી છે, એમ વિચારીને જાણે રણભેરીના અવાજથી મુખરિત દશે દિશાઓ નિઃશંકપણે બાહુબલિની સ્તુતિ કરતી ના હોય તેમ ગુંજી રહી છે. જેમ મેરુ પર્વત કલ્પવૃક્ષોથી ભરપૂર છે તેમ બાહુબલિની સેનાના અવાજથી આકાશ-પૃથ્વી ભરાઈ ગયાં છે. શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ ૦ ૧૦૩ Page #180 -------------------------------------------------------------------------- ________________ છત્ર, ચામર, હાર, કુંડલ અને મુકુટથી અલંકૃત બાહુબલિ તેજ અને પ્રતાપથી જાણે ભૂમિ પર સાક્ષાત્ ઇન્દ્ર મહારાજા ઊતરી આવ્યા ના હોય તેમ શોભતા હતા. યુદ્ધયાત્રાના દિવસે જિનેશ્વર ભગવંતની પૂજા, અર્ચના કરીને ભરત મહારાજાની જેમ બાહુબલિ સાક્ષાત્ કલ્યાણની મૂર્તિ હોય તેમ સફેદ હસ્તિરત્ન પર આરૂઢ થયા. स्त्रीणामालोकनोत्कण्ठाकूतव्यालोलचक्षुषाम् । शतचन्द्रान् गवाक्षान् स, ततान वदनैर्दिने ।।१८।। ગવાક્ષોમાં ઊભેલી જોવામાં ઉત્સુક, કુતૂહલપ્રિય પલક નેત્રવાળી, પૂર્ણિમાના ચન્દ્ર સમાન મુખવાળી હજાર સ્ત્રીઓનાં મુખ વડે બાહુબલિ દિવસે પણ સેંકડો ચંદ્રરૂપે બન્યા. निर्ययौ नगरातूर्ण, कन्दरादिव केशरी । . एकोप्यजेय एवाश्यं, सुरैरिति वितर्कितः ।।१९।। જેમ કેશરી સિહ ગુફામાંથી બહાર નીકળે તેમ બાહુબલિ નગરમાંથી ત્વરાથી. બહાર નીકળ્યા ત્યારે દેવોએ કલ્પના કરી કે આ એકલા જ અજેય યોદ્ધા છે. त्वं जेता विश्वविश्वस्य, न त्वां जेष्यति कोऽपि च । इत्यस्य शुभशंसीनि, शकुनान्यभवंस्ततः ||१००।। “તમે જે સમસ્ત વિશ્વના વિજેતા છો, તમને કોઈપણ જીતી શકશે નહીં.” આ પ્રમાણે બાહુબલિને શુભ શબ્દાવલિથી શુભ શુકનો થયાં. सैन्याश्वखुरतालोद्यत्स्थानेऽभूदन्तरा रजः | तेजो सह्यं मयाप्यस्य, रविरित्यवहन् मुदम् ।।१०१।। સેનાના ઘોડાઓની ખરીથી ઊખડેલી રજ આકાશના મધ્ય ભાગમાં છવાઈ ગઈ. “આ બાહુબલિનું તેજ શું હું સહન કરી શકીશ ? એમ વિચારીને સૂર્ય પણ ખુશીનો અનુભવ કર્યો. विद्याभृन्नरभिल्लेन्द्रसैन्यसंभारभारतिः । खिन्नशेषाहिरित्यन्तर्दध्यौ शक्तोऽहमत्र न ||१०२।। વિદ્યાધર રાજાઓ, ભૂમિ પરના રાજાઓ અને ભિલ્લરાજાઓની સેનાના અતિભારથી ખિન્ન થઈ ગયેલો શેષનાગ પણ વિચારવા લાગ્યો કે આ ભારને સહન કરવાનું મારું સામર્થ્ય નથી. अलंभूष्णुभुजस्थाम !, बान्धवोऽभ्येति तेऽधुना । Suડાઉvહત !ાર, મા પ્રતીક્ષા તાણમ્ II૧૦રૂIL. ભુજાબળથી અલંકૃત, છ ખંડના અધિપતિ હે મહારાજા ! આપના બંધુ આપની સામે આવી રહ્યા છે. હવે આપ એ ક્ષણની વધુ પ્રતીક્ષા ન કરો. मम पृष्ठे स आयातस्तीक्ष्णांशोरिव वासर | समीरस्येव पाथोदा, प्रयाणैरविलम्बितैः ।।१०४ ।। ની ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૪ Page #181 -------------------------------------------------------------------------- ________________ હે ભરતેશ્વર ! બાહુબલિ મારી પાછળ અવિલંબિત પ્રયાણથી આવી રહ્યા છે. જેમ સૂર્યની પાછળ દિવસ અને પવનની પાછળ મેઘ આવે તેમ અવિચ્છિન્ન પ્રયાણથી આવે છે.” इत्याकर्ण्य क्षितिपतिरयं चारवाचां प्रपञ्चं, दध्यावेवं प्रभवति पुरा यस्य पुण्योदयो द्राक् । मामोरगपतिपुरस्तस्य भावी जयोऽत्र, प्रोद्यत्कीर्तिप्रथिमकलनातीतशुभ्रांशुधाम्नः ||१०|| મહારાજા ભરત પોતાના ગુપ્તચરની વાણીના વિસ્તારને સાંભળીને વિચારવા લાગ્યા -“ખરેખર જેના પૂર્વના પુણ્યનો ઉદયકાળ છે, જેને દેવ, દાનવ અને મનુષ્યો સહાયક છે અને જેની ઉજ્જવલ કીર્તિ શુભ ચન્દ્રના જેવી વિસ્તરેલી છે, તેને જ ખરેખર વિજયલક્ષ્મી પ્રાપ્ત થાય છે.” इति चरोक्तिविन्यासवर्णनो नाम एकादशः सर्गः આ પ્રમાણે ગુપ્તચરની વિસ્તારપૂર્વકની વાતોનું વર્ણન કરતો અગિયારમો સર્ગ સમાપ્ત. ની ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૧ Page #182 -------------------------------------------------------------------------- ________________ હાર પૂર્વ પરિચય : ગુપ્તચરોની વાત સાંભળીને મહારાજા ભરત ગંભીર બની ગયા. સામંતોની સામે યુદ્ધ વિષયની ચર્ચા કરી. સુભટોમાં યુદ્ધનો ઉત્સાહ પ્રેરિત કરવા માટે મહારાજા ભરતે સંભાષણ કર્યું, ‘મારા વીર શૂરવીર, પરાક્રમી સુભટો, તમે છ ખંડ પૃથ્વી પર વિજય પ્રાપ્ત કરી તમારા ઉજ્જવળ યશને દિગંતવ્યાપી કર્યો છે. તેવી રીતે બાહુબલિ પર વિજય પ્રાપ્ત કરી તમારો યશ જ્વલંત રાખજો , યુદ્ધમાં કાયરોનું કામ નથી. સ્વાભિમાની વીર સુભટો જ પોતાનાં તીરો વડે યુદ્ધભૂમિમાં હાથીઓનાં કુંભસ્થળને ભેદી, ઉજ્વળ કીર્તિ પ્રાપ્ત કરી પોતાના પ્રાણોની આહુતિ આપી પોતાના સ્વામીનું ઋણ અદા કરે છે. તે જ વીર યોદ્ધો આ જગતમાં પ્રશંસાને પાત્ર બને છે.” આ પ્રમાણે સુભટ્ટને પ્રોત્સાહિત કરતા મહારાજા ભરત પાસે સેનાપતિ સુષેણ આવીને કહે છે, “મહારાજા, હજારો રાજાઓ અને કરોડ સુભટો યુદ્ધની પ્રતીક્ષા કરી રહ્યા છે.” ત્યાર બાદ સુષેણે બહારથી આવેલા. માલવ, મગધ, કુરૂ, જાંગલ આદિ દેશોના રાજાઓનો તેમજ સીમાંતવાસી ભીલ્લ રાજાઓ અને હજારો દેવોનો પરિચય આપ્યો. તેથી મહારાજા ભરતનો ઉત્સાહ સો ગણો વધી ગયો. એટલામાં બાહુબલિના દૂત આવીને કહ્યું, “પ્રભો ! અમારા સ્વામી જાણવા ઇચ્છે છે કે રણભૂમિનું સ્થાન ક્યાં નક્કી કર્યું છે !” ત્યારે ચક્રવર્તી ભરતે કહ્યું: “અહીં ગંગા નદીના તીરે અમારું યુદ્ધ થશે. તમારા સ્વામી તેમના દેશની સીમા પર યુદ્ધ ખેલે. આવતી કાલે અમે યુદ્ધભૂમિમાં મળીશું.” આ પ્રમાણે ભરત મહારાજાનું કથન તેમજ યુદ્ધ વિષયનું વિસ્તૃત વર્ણન બારમા સર્ગમાં ગ્રંથકાર કરશે. इतीरितां चारगिरं निशम्य, सगौरवं सोऽथ गुरुर्नृपाणाम् । बमाण भूपान् सनयाग्निदेशे, ह्युपस्तिते गौरवमाचरन्ति ।।१।। આ પ્રમાણે ગુપ્તચરની વાત સાંભળીને ચક્રવર્તી મહારાજા ભરતે ન્યાયનીતિમાં વિચક્ષણ એવા રાજાઓને ગૌરવપૂર્વક કહ્યું, “ખરેખર, આજ્ઞાકારી નીતિજ્ઞપુરુષો જ પ્રસંગે ઉપસ્થિત થયા છતાં બધાનું ગૌરવ સાચવે છે.” अवैमि तस्यापि भवद्भुजानां, बलं क्षितीशा ! मम दृष्टपूर्वभ् । बलद्वयी संक्रमणात्मदर्शो, ममास्ति चित्तं हितमुद्दिशेत्तत् ।।२।। “મારા પરાક્રમી રાજાઓ! બાહુબલિ અને તમારું ભુજાબળ હું સારી રીતે જાણું છું. આપ લોકોનું પરાક્રમ તો મેં પૂર્વે પ્રત્યક્ષ જોયું છે. મારા મનરૂપી આરીસામાં તે બન્ને પક્ષના પરાક્રમનું પ્રતિબિંબ પડેલું છે તેથી જ હું કંઈક હિતોપદેશ આપવા ઇચ્છું છું. युष्माभिरेवाचि वैरिभङ्गः, पुरापि दिक्चक्रजये जयज्ञैः । कूलङ्कषाणां हि कषन्ति कूलं, लहर्य एवाम्बुधरप्रवृद्धाः ।।३।। “પૂર્વે યુદ્ધવિશારદ એવા આપ સર્વેએ દિગ્વિજયયાત્રામાં શત્રુઓના સમૂહનો નાશ કર્યો હતો. ખિર પ્રબળ મેઘની વર્ષાથી નદીના કિનારાઓ પણ તૂટી જાય છે. શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૬૬ Page #183 -------------------------------------------------------------------------- ________________ रथन्ति भूपाः किल तत्र वीरा, धुरं धरन्ति स्थितिसेवितारः | विना प्रवीरान्न जयन्ति भूपा, यतो धुरं वोढुमलं महोक्षाः ||४|| યુદ્ધભૂમિમાં રાજાઓ રથ સમાન અને તેના અનુશાસિત વીરયોદ્ધાઓ ધુરા સમાન હોય છે. વીરા સુભટો વિના રાજાઓ યુદ્ધ જીતી શકતા નથી. ખરેખર મહાન બળવાન બળદો જ ધુરાને વહન કરવામાં સમર્થ હોય છે. युद्धे कृतोद्योगविधी क्षितीशे, भवन्ति वीराः प्रतिपक्षजित्यै । साहाय्यमाधातुमलं हि वढेरे, समीरणा ए पुरः सरन्ति ।।५।। - “રાજા પોતે યુદ્ધભૂમિમાં ઉપસ્થિત હોય છે ત્યારે વીર સુભટો શત્રુઓને જીતવામાં સમર્થ બની શકે છે. અગ્નિને પ્રજ્વલિત કરવામાં જેમ પવન સહાયરૂપ બને છે તેમ વિજયલક્ષ્મી પ્રાપ્ત કરવામાં સુભટ સહાયરૂપ બને છે. भूवासवांर भूग्रहणैककामा, व्रजैर्भटानामदिलङ्घनीयाः | वनैर्दुमाणामिव सानुमन्तो३, भवन्ति विद्वेषिधराधिराजैः ।।६।। ' “જેમ પર્વતો વનવૃક્ષોના સમૂહથી સુરક્ષિત છે તેમ શત્રુઓની ભૂમિ પર સામ્રાજ્ય કરવાની ઇચ્છાવાળા રાજાઓ પોતાના વીર સુભટોથી અજેય બની શકે છે. मुखं भटानामवलोक्य राजा, करोति युद्धं विहितारिदैन्यम् । अम्भोधराम्भोभरदूरपूरानुगा भवेयुर्हि नदीप्रवाहाः |७|| “જેમ મેઘની પ્રબળ વર્ષાના પૂરથી નદીઓનો પ્રવાહ આગળ વધી શકે છે, તેમ રાજા પોતાના વીર સુભટોની મદદથી જ શત્રુઓને દીનતા પ્રદાન કરી શકે છે. बलोत्कटं भूपमवाप्य युद्धे, माद्यन्ति वीरा अपि पृष्ठलग्नाः । सारङ्गनेत्रावपुरेत्य किं न, तारुण्यलीलाः परिमादयन्ति ? ||८|| “સુંદર યુવાન સ્ત્રીઓના સાંનિધ્યમાં જેમ યુવાન પુરુષોમાં ઉન્માદ પેદા થાય છે તેમ રણસંગ્રામમાં પરાક્રમી એવા પોતાના રાજાના સાંનિધ્યમાં વીર સુભટોમાં રણોત્સાહ પેદા થાય છે. - મહામુન. સંતિ થોદુકાનો, મદાવાનો વાકુલની સમેતિ | तत्सङ्गरोत्सङ्गमुपेयिवद्भिदैन्यं न नाट्यं पुरतो भवद्भिः ।।९।। “મહાન પરાક્રમી અને મહાબળવાન, બાહુબલિ યુદ્ધભૂમિમાં ઊતરવાના છે. એની સાથે યુદ્ધ કરવા માટે ઇચ્છુક એવા આપ સૌ મનમાં દીનતા લાવશો નહીં અને ચિંતા કરશો નહીં. . सैन्यैः समेता रचितारिदैन्यैर्बन्धुर्मम श्वः सहसत्वरो माम् । स्वाशैवलिन्योध' इवाम्बुराशि, पाथीभरैः पातितपादपौधैः ।।१०।। ૧. મોલ-બળવાન બળદો (મોલ ચાલુશારો - ગામકારર૪) ૨. વાતવરાજા રૂ. સનુનપર્વત (ત્રોડયન સાતૃમા-મ૦ ૪૨૩) ૪. સસર-સત્વરે સાહિતી ૬. વિનિની-ગંગા શ્રી ભરતબાહુબલિ મહાક્તવ્યમ્ ૦ ૧૬૭ Page #184 -------------------------------------------------------------------------- ________________ “વૃક્ષોના સમૂહને ધરાશાયી બનાવનાર ગંગા નદીનો ધસમસતો પ્રવાહ જેમ સમુદ્રમાં મળે છે, તેમ શત્રુઓને દીન બનાવનાર મારા ભાઈ બાહુબલિ સૈન્ય સહિત આવતી કાલે જલદીથી મને મળશે.” बलोत्कटैरेव भटैस्तदीयैश्चेतश्चमत्कारि तथा व्यधायि । પષ્ણનાનાં થશે રેષાં, ઢોવાશ વનમાનુજોડતઃ II૧૧TI બાહુબલિના અત્યંત પરાક્રમી સુભટોએ ચિત્તને આશ્ચર્ય પમાડે તેવાં પરાક્રમો કર્યા છે કે જગતમાં બીજા મનુષ્યોના હૃદયમાં પરાક્રમનું કોઈ સ્થાન રહ્યું નથી. करैरिवांशुर्मकरैरिवाब्धिहदैस्तटिन्योघ इवातिदुर्गः । तनूजलक्षैः परिवारितोयं, मामेति रोद्धं तमवच्छशाङ्कम् ।।१२।। જેમ કિરણોથી સૂર્ય, મગરમચ્છોથી સમુદ્ર અને અગાધ જળથી ભરપૂર નદથી નદીઓ દુર્ગમ છે તેવી જ રીતે આ બાહુબલિ, અંધકાર જેમ ચન્દ્રને રોકવા તૈયાર થાય તેમ મને રોકવા માટે આવી રહ્યો છે. अपि प्रभूता ध्वजिनी मदीया, तनीयसश्चापि बलस्य तस्य । रणे कथञ्चित्समतां गमित्री, जयावहा वीरभुजा हि नान्यत् ।।१३।। “જોકે મારી ઘણી વિશાળ સેનાના મુકાબલામાં એની સેના બહુ થોડી છે, છતાં પણ રણસંગ્રામમાં કદાચ સમાન થઈ જાય, કેમ કે યુદ્ધમાં પરાક્રમી સેના જ વિજયવંતી બને છે. ત્યાં થોડી ને વધારેની ગણતરી રહેતી નથી. ततो भटीभूय भवद्भिराजि निर्व्याजमाधायि पुराऽधुनापि । विधीयतां वीरवसन्तसत्त्वं, सर्वत्र का शाश्वतमायुगान्तात् ।।१४।। “તેથી પહેલાંની જેમ હમણાં પણ આપ સર્વે છળકપટને છોડી વીરતાપૂર્વક લડજો અને તમારી વીરતાના વસંતરૂપ સત્ત્વને સર્વત્ર યુગાન્ત પર્યત શાશ્વત રાખજો. चलत्कृपाणाशनिसंयदब्दे, सरन्ति नासीरतया भटा ये । त एव राज्ञो हृदये वसन्त्यसाध्याः सुसाध्या रिपवो हि शक्तैः ।।१५।। “વીજળીના ચમકારાની જેમ ચાલતી તલવારોવાળા સંગ્રામરૂપી મેઘમાં જે સુભટો આગળ ને આગળ ચાલે છે, તે સુભટો જ પોતાના સ્વામીના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી શકે છે, કેમ કે સમર્થ યોદ્ધાઓ જ અસાધ્ય શત્રુઓને સુસાધ્ય બનાવી શકે છે. * आयोधने मानधनाः क्षणेन, प्राणान पुरो ये तृणवत्त्यजन्ति । तेषां कृतज्ञा इति मानिनोऽमी, प्रभुः प्रशंसां स्वयमातनोति ।।१६ ।। “સ્વમાની સુભટો યુદ્ધભૂમિમાં સહુથી પહેલાં પોતાના પ્રાણોને તૃણ સમાન માની ત્યજી દે છે. અર્થાત્ પ્રાણોની આહુતિ આપે છે. તેના પ્રતિ “આ સ્વાભિમાની યોદ્ધો ખરેખર કૃતજ્ઞ હતો.” આ પ્રમાણે સ્વામીના મુખે પોતે પ્રશંસાને પાત્ર બને છે. ૧. આદિ-યુદ્ધ (ગાજનાનિ - ૦ રૂ૪િ૬૧) ૨. ગાયોનં-યુદ્ધ (ગનાં યુવાયોધન-પ૦ રૂ ૪૬૦) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ ૦ ૧૬૮ Page #185 -------------------------------------------------------------------------- ________________ कर्पूरपारी प्रचयावदाता, तैरेव कीर्तिर्भुवनेऽर्जनीया । करीन्द्रकुम्भस्थलशैलभेदप्रावीण्यभाजो विशिखार यदीयाः ||१७ ।। “જેનાં તીર હાથીઓના કુંભસ્થલરૂપી પર્વતોને ભેદવામાં સમર્થ છે, તે જ વીર સુભટો જગતમાં કપૂરના પુંજની જેમ ઉજ્જવળ કીર્તિનું સર્જન કરી શકે છે. यशासुधासौधमनुत्तराभं, व्यधायि षट्खण्डजयेन भूपाः !। मया भवद्भिर्मलिनं न कार्य, निःश्वासधूमैर्व्यपहीनधैः ।।१८।। હે રાજાઓ! મેં છ ખંડ પૃથ્વીને જીતીને યશરૂપ અનુપમ ઉજ્જવળ ઘરનું નિર્માણ કર્યું છે. તેને વૈર્યહીન બનીને નિરાશારૂપી ધુમાડા વડે મલિન ના કરશો.” प्रत्यर्थिग्नासीर हयाराग्रोद्धतं रजश्चुम्बति यच्छिरांसि | तैरेव कीतिर्मलिनीकृता द्राक्, पयोदवातैरिव दर्पणाभा ।।१९।। આગળ ચાલનારી શત્રુઓની સેનાના અશ્વોની ખુરીથી ઉડેલી રજકણો જે સુભટોના મસ્તક પર પડે છે તે સુભટોની કીર્તિ, ધુમ્મસની હવાથી જેમ દર્પણ મલિન થાય છે તેમ મલિન થાય છે. तयूयमुद्यच्छथ संप्रहारंप, कर्तुं त्रिलोकीजनताभिवन्यम् । वीरा यमाकर्ण्य धरन्ति शौर्य, कराः खरांशोरिव चण्डिमानम् ।।२०।। “હે વીર સુભટો ! ત્રણે લોકની જનતા દ્વારા અભિનંદનીય એવા આ યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ! જેની કીર્તિગાથા સાંભળીને બીજા વીર સુભટોનાં પરાક્રમ સૂર્યનાં કિરણોની જેમ પ્રચંડતાને પ્રાપ્ત કરશે. ' षाड्गुण्यफ्नैपुण्यभरं भजन्तु, सर्वे धनुर्वेदमनुस्मरन्तु | भवन्तु खड्गाग्रविहस्त हस्ता, भटा ! भवन्तः श्रमयन्तु बाहून् ।।२१।। “હે વીર સુભટો ! આપ યુદ્ધના આ છ ગુણો (સંધિ, વિગ્રહ, યાન, આસન, વૈઘ-ભેદનીતિ ને શ્રય)માં નિપુણ બનો. રાજનીતિના છ ગુણો સંધિ - કર અથવા ભેટ ચૂકવીને શત્રુના પક્ષ સાથે સુલેહ કરવી. વિગ્રહ - પોતાના રાજ્યના સીમાડાથી આગળ વધીને બીજાના રાજ્ય પર હુમલો કરવો અર્થાત્ યુદ્ધ કરવું. ૧. વાર-પાત્ર (ઘરી ચાતુ પાનમાબન - ૦ ૪૨૦) ૨. લિરિણ-બાણ (ા પૃત્ર રિલી-મ૩ ૪૪ર). રૂ. પ્રત્યથ-શત્રુ(પ્રત્યેત્રિામાત્યારેલી-મિ રૂારૂ૨૩) ૪. નાણી-આગળ ચાલનારી સેના (નારી કાયાને ચા-ભ૦ રૂાક૬૪) " ૫. સંપ્રક યુદ્ધ (સંગ્રામવિકાસના-જમરૂાદ) ૬. નાગુખ્ય-રાજનીતિના છ ગુણ છે. છે. પિત્ત-વ્યાકુળ ( વિવ્યાકુનો છે - ભ૦ રૂ ૩૦) ની ભરતબાણબાલિ મહાકાવ્યમ૦ ૧૭૯ Page #186 -------------------------------------------------------------------------- ________________ યાન - યુદ્ધયાત્રા માટે પ્રયાણ કરવું. આસન :- શત્રુપક્ષ સાથે યુદ્ધ કર્યા વિના પોતાના દુર્ગમાં અથવા તો કોઈ સુરક્ષિત સ્થાને જઈને ચૂપચાપ બેસી જવું. હૈધઃ ભેદનીતિ - એક રાજાની સાથે સંધિ કરે અને બીજાની સાથે યુદ્ધ માટેની સલાહ આપે અથવા બન્ને બળવાન શત્રુઓમાં વચન માત્રથી આત્મસમર્પણ કરી બન્નેમાં ગુપ્તરૂપે આશ્રય કરે અર્થાત તિરાડ પાડે. આશ્રય? - બળવાન શત્રુની સાથે પોતે યુદ્ધ કરવામાં અસમર્થ હોવાથી કોઈ બીજા અધિક બળવાન રાજાનો આશ્રય સ્વીકારે.. | સર્વે ધનુર્વેદનું પુનરાવર્તન કરો. આપના હાથોને તલવારની ધાર પર કેન્દ્રિત કરો અને આપની બન્ને ભુજાઓનો અભ્યાસ કરો, અર્થાત્ બળવાન બનાવો. येषां यदूनं च तदर्थयध्वं, हानिर्निधौ माणवके न तस्य । यथाम्भसः प्रावृषि वारिवाहे, यथा मणेः शैवलिनीश्वरे च ।।२२।। “જેની પાસે જે વસ્તુ ના હોય તે માંગી લો. વર્ષાકાળના વાદળોમાં પાણી અને સમુદ્રમાં રત્નોની ખોટ નથી તેમ આપણા રત્નભંડારમાં કોઈપણ જાતની ન્યૂનતા નથી. स्वसूनुसारङ्गदृशां मुखेषु, मनांसि येषां निपतन्ति तेऽपि । द्रुतं निवर्तध्वमनन्यचित्तवतां जयश्री करसङ्गिनी हि ।।२३।। જે સુભટોનાં મન પોતાના પુત્રો અને સ્ત્રીઓમાં દોડતાં હોય તે અહીંથી શીધ્ર ચાલ્યા જાઓ, કેમ કે સંગ્રામમાં જે દત્તચિત્ત હોય છે તેના જ હાથમાં વિજયલક્ષ્મી વરે છે. न कातरत्वादपि कम्पनीयं, क्षेत्रे कले क्षत्रियभीमहक्के । तावद्धि दीपः किल शौर्यदीपो, यावन्न धूयेत परास्त्रवातैः ।।२४।। જ્યાં ક્ષત્રિયવીરોનો ભયંકર કોલાહલ થઈ રહ્યો છે, તેવી રણભૂમિમાં કાયર બની કંપવું ના જોઈએ, કેમ કે પરાક્રમરૂપી દિપક ત્યાં સુધી જ પ્રજવલિત રહે છે કે જે શત્રુઓનાં શસ્ત્રોરૂપી પવનથી કંપાયમાન થતા નથી. या कापि विद्या कुलवर्तिनी वा, शक्तिश्च या काचन शक्तयोग्या । सा स्मारणीया त्वधुना भवद्भिस्तदेव शस्तं यदुपैति कृत्ये ।।२५।। તમારી કુળપરંપરાથી આવેલી કોઈ વિદ્યા હોય અથવા તો સમર્થ વ્યક્તિને યોગ્ય કોઈ શક્તિ હોય તેનું તમે આજે જ સ્મરણ કરી લ્યો ! કારણ કે અવસર પર એ જ કામ આવે છે અને તે જ કલ્યાણકારી છે. ईदृग् रणो नो ददृशे भवद्भिस्तत् सावधानाः समरे भवन्तु । धैर्य हृदि क्रीडति यस्य नित्यं, स एव धीरोऽत्र रणाचरिष्णुः ।।२६।। . ૧. શર્ત-અસ્તિ, ત્યાગવાર (માસ્તનિ મ. ૧૫૮૬) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૭૦ Page #187 -------------------------------------------------------------------------- ________________ “આવા પ્રકારનું યુદ્ધ આપે પહેલાં ક્યારે પણ જોયું નહીં હોય, માટે આપ સંગ્રામમાં પૂરેપૂરી સાવધાની રાખજો, જેના હૃદયમાં પૈર્ય હંમેશાં ક્રીડા કરી રહ્યું છે તે જ ધીર વ્યક્તિ રણસંગ્રામમાં લડી શકે છે. • श्रीआदिदेवस्य तनूरुहत्वान्न विस्मयो बाहुबलेर्बले मे । भटास्तदीया मम सैन्यनीरनिधिं विलोक्याऽदधते च धैर्यम् ।।२७।। “બાહુબલિ ભગવાન ઋષભદેવના પુત્ર છે તેથી મને તેના બળનું કોઈ આશ્ચર્ય નથી. તેના સુભટો મારા સૈન્યરૂપી સમુદ્રને જોઈ ધીરગંભીર બની જશે. ये धैर्यवन्तः पुरतः सरन्तु, तेऽत्यन्तमौदार्यगुणावदाताः । विशेद्धि यन्मानसकन्दरेषु, निरन्तरं शौर्यहरिः स शक्तः ||२८|| જે પૈર્ય અને ઔદાર્ય આદિ ગુણોથી અત્યંત નિર્મળ છે તે આગળની હરોળમાં રહો. જેના મનરૂપી ગુફામાં શૌર્યરૂપી સિંહનો નિરંતર વાસ છે, તે જ શક્તિશાળી બની શકે છે. रथाश्च वाहाश्च गजाश्च सर्वे, पदातयश्चापि भवन्तु सज्जाः | नृदेवविद्याधरकुञ्जरेषु, रणो न हीदृग् भविता जगत्याम् ।।२९।। રથ-ઘોડા-હાથી-પાયદળ એમ ચતુરંગી સેનાના સર્વે સૈનિકો તૈયાર થઈ જાઓ. આ સંસારમાં દેવ, મનુષ્ય અને વિદ્યાધરોનું આવું વિશિષ્ટ પ્રકારનું યુદ્ધ પહેલાં ક્યારે પણ થયું નથી. सुषेणसैन्याधिपते ! स्वसैन्यं, विलोकय त्वं मम सन्नियोगात् । दोर्दण्डकण्डतिरिहाप्यशेषा, भटैर्भुजेभ्यो हि निवारणीया ।।३०।। “સેનાપતિ સુષેણ! મારી આજ્ઞાથી આપણી સેનાનું તમે નિરીક્ષણ કરી. સુભટોની ભુજામાં ચળખૂજલી ચાલી રહી છે, તેનું સંપૂર્ણ નિવારણ તો રણસંગ્રામમાં થશે. कालं त्वियन्तं न मयाऽजिलीला, चक्रे स्वयं सापि करिष्यतेऽत्र । '' भानोरनूरुर पुरतो निहन्ति, तमस्तम' जेतुमलं न कोऽपि ।।३१।। મેં આજ સુધી સ્વયં યુદ્ધ ખેલ્યું નથી. પરંતુ અહીં તો મારે પોતે જ યુદ્ધક્રીડામાં ભાગ લેવો પડશે. સૂર્યનો સારથિ અરુણ આગળ જઈને અંધકારનો નાશ કરે છે, પરંતુ રાહુને જીતવા માટે તો સૂર્ય સિવાય કોઈ સમર્થ નથી. सामन्तभूमन्त इमेप्यनेके, त्वया व्यजीयन्त यथा सुखेन । तथा न संभाव्यमिहानलस्य, जलेन शान्तिर्हि न वाडवाग्नेः ।।३२।। અનેક સામંતો, ભૂમન્તો (રાજાઓ)ને તો તમે સહેલાઈપૂર્વક જીતી લીધા છે, પરંતુ આ યુદ્ધને તેવું સમજવું નહીં, કેમ કે સામાન્ય અગ્નિને શાંત કરવા માટે જળ પર્યાપ્ત છે, પરંતુ વડવાનલ કયારે પણ જળથી શાંત થઈ શકતો નથી. ૧. જુન-રાહુ (તનો જાદુ ોિ -૦િ રા૫) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૧૭૧ Page #188 -------------------------------------------------------------------------- ________________ विश्वंभराचक्रजयो ममापि, तदैव साफल्यमवाप्स्यतीह ।। जेष्ये यदाऽहं बहलीक्षितीशं, वातो द्रुपातान् न हि शैलपाती ||३३।। સારાયે ભૂમંડલને જીતવામાં મારી સફળતાની સિદ્ધિ ત્યારે જ થશે કે જ્યારે હું બાહુબલિને જીતી લઉં પવન ભલે વૃક્ષોને ઉખેડી નાખે તેથી શું પર્વતને ઉખેડી શકે છે? कल्पान्तकालेयसहस्रभानोरिव प्रतापोस्य पताकिनीनाम् । दुरुत्सहस्तत्र विभावनीयश्छत्रायितुं को ध्वजिनीश ! तूर्णम् ।।३४।। બાહુબલિની સેનાનો પ્રતાપ પ્રલયકાળના સૂર્યની જેમ અત્યંત દુસહ છે. સેનાપતિ ! એનાથી બચવા માટે છત્રરૂપ કોણ બનશે ? તેનો શીઘતાએ વિચાર કરો.” इत्थं गिरं भारतवासवस्य, निशम्य स व्याहृत सैन्यनाथः । किं देवदेवप्रणतांहिपद्मा !, ऽद्यातङ्कशङ्कुर्मनसाऽध्यरोपि ? ||३५।। આ પ્રકારની ભરત મહારાજાની વાણી સાંભળીને સુષેણ સેનાપતિએ કહ્યું, “દેવ દેવેન્દ્રોથી પૂજિત એવા હે મહારાજા!આજ આપના મનમાં આવા પ્રકારની શંકાનું શલ્ય ક્યાંથી પેસી ગયું છે? महीभुदृत्तंस ! मरुज्जयेऽपि', नासीद् वचोव्यक्तिरमूदृशी ते ।। उत्पाटितानेकशिलोच्चयस्य, युगान्तवातस्य पुरो द्रुमाः किम् ? ||३६ ।। “રાજાઓના ચક્રવર્તી હે રાજન, દેવોને જીતવાના અવસરે પણ આપે આવી નિર્માલ્ય વાત કરી નથી. જે પ્રલયકાળના પવને અનેક પર્વતોને ઉખેડી નાખ્યા છે, તેના માટે વૃક્ષોને ઉખેડવા શું મોટી વાત છે ? तीर्थ त्वयाऽसाध्यत मागधादि, निःशङ्कचित्तेन धराधिराज !। ततः पुरस्ते किमयं क्षितीशः, को भारभृन्नागपतेः पुरस्तात् ? ||३७।। “હે મહારાજા! આપે નિ:શંકપણે મગધ આદિ તીર્થોને સહેલાઈથી સાધ્યા છે, તો આપની સમક્ષ આ બાહુબલિનું શું અસ્તિત્વ છે ! શેષનાગ સિવાય પૃથ્વીનો ભાર ઉપાડવા માટે બીજો કોણ સમર્થ હોઈ શકે ? न नाम नम्यादिरणे महेन्द्र !, चित्तोन्नतिरस्ते सुरशैलतुङ्गा । dીમ હિંદ હરિદસ્તમુwોનિશ્વારા રિપક્ષી? Iીરૂ૮ાા “હે રાજન ! નમિ આદિ વિદ્યાધર રાજાઓની સાથે યુદ્ધ કરવામાં આપનો અહમ્ મેરુની જેમ ઊંચો (અડગ) રહ્યો છે. શું પર્વતોની પાંખો કાપવા માટે ઇન્દ્રના હાથે મુકાયેલી વજની ધાર ક્યારે પણ કુંઠિત બને ખરી? ૧. મg-દેવો (મતોનાક-ગામ રારૂ) ૨. વિરાજિ-અહંકાર (માનોિ િનયા-મિ. ૨૨૩૧) રૂ. રિ-ઇન્દ્ર (જો ધ્યવનોબુલાબનો - ૦ ૨.૮૩). ૪. રોજિક-વજ (વિનાનુર મિતુ-મ૦ રા૫૪) થી રાબ થાકાવ્ય Page #189 -------------------------------------------------------------------------- ________________ श्रितस्त्वमेवाभ्यधिकोदयत्वाद्, गीर्वाणवृन्दैरभिवन्धसत्त्वः । विश्राणनैरिभ्य इवाऽतदीयैः, संपादितात्युन्नतिसन्निधानैः ||३९ ।। “આપ અત્યંત ભાગ્યશાળી અને પ્રશંસનીય પરાક્રમી હોવાથી દેવો પણ આપને આશ્રયીને રહ્યા છે. જેમ દાનથી આમજનતા યશવર્તી રહે તેમ એ દેવો પણ આપના કોઈ સગાસંબંધી નહીં હોવા છતાં આપની ઉન્નતિ માટે સદાકાળ સાંનિધ્ય કરી રહ્યા છે. त्वमेव चक्री विजयी दिगन्तजेता सुरैः सेवित एव च त्वम् । किं तर्हि सामन्तजयाय तर्कः, करी प्रभुः किं व्रततीहते न ? ||४|| “રાજન ! આપ ચક્રવર્તી છો ! આપ પખંડ વિજેતા છો, આપ દિગ્વિજયી છો ! અને આપ તો, દેવોના પણ ઉપાસ્ય છ ! આપની આટલી બધી ઊંચી પદવી છતાં એક સામંતને જીતવામાં આવી બધી કલ્પના શા માટે, શું હાથી એક લતાને ઉખેડવામાં સમર્થ નથી ! त्वामात्मतुल्यं गणयत्यजत्रे, शक्रोऽपि भूशक्रशिरोवतंस ! । चिन्तामणि कोपि जहाति हस्तात्, कः पौरुषाद् रोषयते कृतान्तम् ? ||१|| રાજાઓના મુકુટ સમાન એવા હે રાજા ! ઇન્દ્ર પણ આપને હંમેશાં આત્મીયજન માને છે. હાથમાં આવેલા ચિંતામણિ રત્નને કોઈ ફેંકી દે ખરો ? પોતાના પુરુષાર્થથી કોઈ યમરાજને કોપિત કરે ખરો ? “ दिगन्तगन्ता जगति त्वमेव, विभाव्यते नान्यतरश्च कश्चित् । तेजस्विनां धूर्यतया प्रतीतो, ह्येकः सहस्रद्युतिरेव देव ! ।।२।। “આ જગતમાં એક આપ જ દિશાઓના અંત સુધી પહોંચેલા છો !આપના સિવાય બીજા કોઈનું એ ગજું નથી. માટે હે દેવ ! તેજસ્વીઓમાં અગ્રણી સમાન એવા આપ એક જ સૂર્ય સમાન છો. आयोधने द्वित्रिभटव्ययेऽपि, भङ्गोस्य सामन्तनृपस्य भावी । . રેલીમાને વિન સીથાનિ, સ્વર્ય પાણીવિનુeોતિ ફેમ કિરૂTI આપણા યુદ્ધમાં બે-ત્રણ જ સુભટોના બલિદાનથી સામંત બાહુબલિનો વિનાશ થશે. દેદીપ્યમાન દીપકની જવાળામાં પતંગિયાંઓ આપોઆપ પોતાના શરીરને શું હોમી નથી દેતાં ? कीर्तेरकीत्तेश्च महाभुजानां, रणक्षणे सङ्गतिमेति राजा । कलिन्दकन्या ह्यपि जन्हुकन्या, व्यक्तिर्हि नीरेण भवेत्प्रयागे ||४|| - “યુદ્ધક્ષેત્રમાં જ મહાપરાક્રમી યોદ્ધાઓની કીર્તિ, અપકીર્તિને રાજા જાણી શકે છે. ખરેખર, પ્રયાગતીર્થમાં જ ગંગા અને યમુનાના પાણીની અભિવ્યક્તિ થઈ શકે છે, કારણ કે ગંગાનું જળ શ્વેત અને યમુનાનું જળ શ્યામ હોય છે. ૧. સીપઘાજિ-દીપકમાં ૨. યતિન્યાયમુના (ઝ૦ ૪/૧૪૨) ૩. બહુવકન્યા-ગંગા (ભ૦ ૪૧૭) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ૦ ૧૭૩ Page #190 -------------------------------------------------------------------------- ________________ अयं रणो वीरमनोरथश्च, समागतो मूर्त इव प्रमोदः | अत्रापि दैन्यं वितनोति कोपि, कामीव कान्ताधरबिम्बपाने ||४५।। “આ યુદ્ધ શુરવીર યોદ્ધાઓ માટે મનોરથ રૂપ અને સાક્ષાત્ મૂર્તિમંત આનંદસ્વરૂપ છે. આવી સ્થિતિમાં જો કોઈ દીનતા બતાવે તે ખરેખર નર્વીર્ય પુરુષ છે. જેમ કામુક વ્યક્તિ સ્ત્રીના અધર પાન માટે દીનતા બતાવે તો તેને શું કહેવાય? सहस्रशो भूमिभुजोप्यमी ते, भटास्त्वदीया नृप ! कोटिशोऽमी । रणार्णवं दुस्तरमुत्तरीतुमिच्छन्ति दोर्दण्डतरण्ड काण्डैः ||४६ ।। હે રાજન ! આપની સાથે હજારો રાજાઓ અને કરોડો સુભટ છે. તેઓ પોતાની ભુજાઓ રૂપી નૌકા વડે દુસ્તર એવા આ રણસમુદ્રને તરી જવા ઇચ્છે છે. अवन्तिनाथोयमुदग्रतेजा, भवन्निदेशार्पितचित्तवृत्तिः । यस्य प्रतापज्वलनप्रतप्ता, धारागृहेष्वप्यरयस्तपन्ति ||४७ ।। જેના પ્રતાપરૂપી અગ્નિથી સંતપ્ત થયેલા શત્રુઓ જળગૃહોમાં પણ તાપનો અનુભવ કરે છે એવા પ્રચંડ પ્રતાપી અવંતિદેશના રાજાએ આપની આજ્ઞામાં જ પોતાના બધા મનોરથ સમર્પિત કરી દીધા છે. स्वप्नान्तरेपि द्विषतां ददाति, दृष्टोयमातङ्कमशङ्कचेताः । निश्वासघूमैश्च पराङ्गनाभिः, सितापिर सौधालिरकारि नीला ||४८|| “પરાક્રમી એવા આ અવંતિનાથ ને શત્રુઓ સ્વપ્નમાં પણ દેખે તો ભયભીત બની જાય છે અને શત્રુઓની પત્નીઓ તો એનું નામ સાંભળીને નિસાસા નાખે છે અને તેના નિસાસારૂપી ધૂમ્રથી સફેદ મહેલની પંક્તિઓ શ્યામ થઈ જાય છે. अयं पुनर्मागधभूमिपालो, विपक्षकालोऽग्रत एव तेऽस्ति । यस्योग्रसैन्यानि हयक्षुराग्रोद्धतै रजोभिः पिदधुर्दिनेन्द्रम् ।।४९ ।। આપની સામે ઊભા રહેલા આ મગધ દેશના રાજા શત્રુઓ માટે સાક્ષાત્ યમ સમાન છે. તેના પ્રચંડ સેનાના અશ્વોની ખુરીઓથી ઊડેલી રજ કણોએ સૂર્યને પણ આચ્છાદિત કરી દીધો છે. स सिन्धुनाथा पुरतः स्थितस्ते, यन्नामसंसाध्वसपन्नगेन । मूर्छान्ति दष्टाः किल भूमिपाला, न जामुलीकै रपि चेतनीयाः ।।५०।। “આપની સમક્ષ રહેલા સિંધુદેશના રાજાના નામરૂપી ભયાનક સર્પના ડંસથી ડસાયેલા શત્રુરાજા એવા મૂર્ણિત થઈ જાય છે કે તેના વિષનું નિવારણ કરવા માટે કોઈ જાંગુલિવેદ્ય પણ સફળ થઈ શકતો નથી. ૧. તરઇ-નાવ (વોનો નિર-મ0 રૂ ૫૪૩) ૨. ધારાગૃહ-જાગૃહ ૩. સિત-સફેદ (શ્વેતા તર સિત ગુવાર - મ0 ર૮). ૪. નીત-કાળુ (ાનો નીનોડરિત શિતિ - ગમદારૂરૂ) ૫. નાભિવ-વિવ ઉતારનાર વૈધ (ગાફાતિ વિષ - મ રૂ ૧૩૮) (નાની ) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ ૦ ૧૭૪ Page #191 -------------------------------------------------------------------------- ________________ अयं कुरुणामधिपः पुरस्ते, रणे रिपूणां हि ददर्श पृष्ठम् । मुखं न यः पुष्करपुष्पवल्लीवदुन्नतोऽहीनभुजद्वयश्च ।।५१।। આપની સામે રહેલા આ કુરુદેશના રાજાની બન્ને ભુજાઓ પુષ્કર સરોવરનાં પુષ્પોની વેલડી સમાન કોમળ અને ઉન્નત છે. છતાં રણક્ષેત્રમાં તેમણે શત્રુરાજાઓનાં મુખને જોયાં નથી, પરંતુ શત્રુઓની પીઠ જ જોઈ છે, અર્થાત્ તેના ભુજાબળ સામે ટકી રહેવાનું કોઈનું પણ સામર્થ્ય નથી. उदग्रबाहुर्द्विषदिन्दुराहुः, स्थितः पुरस्तेऽधिपतिर्मरूणाम् । स्वप्नेपि संग्रामरसातिरेकाद्, धनुर्धनुष्यहिरतीति यश्च ।।५२।। “પ્રચંડ પ્રતાપી એવા પ્રદેશના રાજા શત્રુરૂપી ચંદ્ર માટે રાહુસમાન છે. તેને યુદ્ધ કરવાની એટલી બધી ઉત્કંઠા છે કે તે સ્વપ્નમાં પણ “ધનુષ્ય ધનુષ્ય' એ રીતનો બડબડાટ કરે છે. सौराष्ट्रराष्ट्रस्य पतिः पुरोऽयं, सेवाकरो यस्य करोवमेने | भूपालपंक्त्या न हृदीश्वरस्य, वध्वेव रागातिशयं वहन्त्या ||५३।। આ સૌરાષ્ટ્ર દેશના રાજા આપની સામે ખડા છે. બીજા રાજાઓએ એમની સેવાપરાયણ હાથની ક્યારે પણ અવગણના કરી નથી, જેમ પતિવ્રતા સ્ત્રી પોતાના પ્રેમાળ પતિની અવગણના કરે નહીં તેમ. कोटिः सपादा तव नन्दनानां, पुरः स्थितेयं भरताधिराज !। बुभुक्षिते वा हितभोजनाय, प्रधावति स्वैरमतो रणाग्रम् ।।५४।। હે ભરતાધિપતિ!આપના સવા કરોડ પુત્રો આપની સેવામાં ખડે પગે ઊભા છે. તે જેમ ભૂખી વ્યક્તિ હિતકારી ભોજન માટે દોડે તેમ સ્વેચ્છાપૂર્વક યુદ્ધ માટે દોડી રહ્યા છે. अयं पुरः सूर्ययशाः सुतस्ते, गौरिप्रियस्येव गुहो बलाढ्यः । यदीयतापात् किल तारकाद्या, नेशुः प्रवृद्धात् समरोदयाद्रेः ।।५५।। - “આપના આ સૂર્યયશા પુત્ર મહાદેવના પુત્ર કાર્તિક સ્વામીની જેમ શક્તિસંપન્ન છે.તેના દિનપ્રતિદિન વધતા તેજરૂપી તાપથી તારક આદિ શત્રુઓ સંગ્રામરૂપી ઉદયાચલથી ભાગી જાય છે. शार्दूलमुख्या इतरेऽपि पुत्राः, पवित्रगोत्रास्तव सन्ति राजन् ! । यदीयबाणासनमुक्तबाणास्तीक्ष्णांशुतप्तं शमयन्ति विश्वम् ।।५६ ।। ' “રાજન !આપના પવિત્ર વંશમાં ઉત્પન્ન થયેલા શાર્દૂલ આદિ અનેક પુત્રો એટલા પરાક્રમી છે કે તેના ધનુષ્યની દોરીમાંથી છૂટેલાં બાણ સૂર્યના તાપથી તપી ગયેલા સમસ્ત વિશ્વને શાંતિ આપે છે. विद्याधरेन्द्रास्त्वनवद्यविद्या, रणाय वैतादयगिरेः समेताः । . सेवाकृते ते बहुशो विमानैः, सुरा इवेन्द्रस्य ततोत्सवस्य ||५७।। ૧. શોત્ર-વંશ (ત્રનું સત્તાનો નૈવાયોડમિનન - કમ રૂ ૧૬૦) ૨. વાળાનં-ધનુષની દોરી (શિન્ઝા વાળાને કુણા - મ0 રૂ૪િ૪૦) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૦ ૧૭૫ Page #192 -------------------------------------------------------------------------- ________________ “રાજન ! આપની સેવા માટે પવિત્ર વિદ્યાઓના જ્ઞાતા વિદ્યાધર, રાજાઓ પોતાનાં અનેક વિમાનો લઈને યુદ્ધ માટે આવી ગયા છે. તે જાણે મહોત્સવને માણવા માટે ઇન્દ્ર પાસે દેવો આવી જાય. તે રીતે ઉત્સાહપૂર્વક આવી ગયા છે. उदीच्यवर्षार्धमहीभृतोऽपि, त्वामन्वयुस्ते समरोत्सवाय । सेवां यदीयां रचयन्ति नित्यं, संयोज्य पाणीस्त्रिदशा अपीह ||५८ ।। “આ યુદ્ધના મહોત્સવમાં ભાગ લેવા માટે ઉત્તરાપથના રાજાઓ પણ આપની પાછળ પાછળ આવી રહ્યા છે અને દેવો પણ હાથ જોડીને આપની સેવા માટે તત્પર છે. षट्खण्डदेशान्तनिवासिनोऽमी', एयुः किराताः कृतपत्रिपाताः | भवन्तमुत्खातविपक्षवृक्षा, मदोत्कटं नागमिव द्विरेफाः ||५९।। “છ ખંડની સીમાના અંતભાગે રહેલા ભીલરાજાઓ આપનાં ચરણોમાં પોતાનાં બાણોને ન્યોછાવર કરી આપની સેવામાં ઉપસ્થિત થયા છે. જેમ ભ્રમરો મદોન્મત્ત હાથીઓને વિચલિત કરી ભગાડી મૂકે તેમ આ ભીલ્લરાજાઓ પણ શત્રુઓરૂપી વૃક્ષોને ઉખેડી નાખવા માટે સમર્થ છે. सहस्रशस्त्वां परिचर्ययन्ति, स्वाहाभुजार स्वीकृतशासनाश्च । । तथापि ते तक्षशिलाक्षितीशजये विमर्शः किमकाण्डरूपः ||६०।। મહારાજા ! હજારો દેવો પણ આપના અનુશાસનને માન્ય કરી પરિચર્યા કરી રહ્યા છે, છતાં પણ આપના મનમાં બાહુબલિના વિજયની શંકા કેમ રહે છે? શું એ આપની શંકા કસમયની નથી? प्रभो ! त्वदीयां समरस्यनीति, विद्मो वयं माणवकान्निधानात् । , मणेः परीक्षामिव रत्नकारास्तत्राविदः सन्ति भटाश्च तस्य ।।६१।। “સ્વામિન્ ! જેમ ઝવેરીને મણિની પરીક્ષા હોય છે, તેમ અમે આપની રણનીતિને આપના માણવક નિધાનમાંથી સારી રીતે જાણી લીધી છે. જ્યારે બાહુબલિના સુભટોને તે બધી વસ્તુની જાણ નથી. निःसंशयेऽर्थे किमु संशयालु, क्रियेत चेतः क्षितिचक्रशक्र ! | विश्वैकनेत्रस्य विकर्तनस्य, का कौशिक स्येह गणेयताऽपि ।।६२ ।। “હે ચક્રવર્તી !જેમાં સંશયનું કોઈ સ્થાન નથી તેવા વિષયમાં આપનું મન કેમ શંકાશીલ બને છે ? સમસ્ત વિશ્વના ચક્ષુ સમાન સૂર્ય આગળ શું ઘુવડની કંઈ ગણતરી હોઈ શકે ખરી ?” इति प्रगल्भां गिरमस्य राजाप्याकर्ण्य सैन्यप्रभवे शशंस | किं वर्ण्यते स्वीयबलं पुरो मे, नाहं परोक्षः खलु तस्य किञ्चित् ।।३।। १. अमी एयुः-इत्यत्र ठअसंधिरदसोमुमी' · अनेन सूत्रेणासंधिः । ૨. સ્થા/મુ-દેવ (ા આસ્થાનુસુયામુ: • રર). રૂ. વિવર્તન-સૂર્ય (અશ્વિનીકુનર્વિન -જ્ઞામિરા૧૧) ૪. શિવ-ધૂવડ (નૂિર -ગામ ૪ રૂિ૫૦) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૧૭૬ Page #193 -------------------------------------------------------------------------- ________________ સેનાપતિ સુષેણની ગૌરવભરી વાત સાંભળીને મહારાજા ભરતે કહ્યું, “તમે મારી સમક્ષ આપની સેનાની પ્રશંસા કરી રહ્યા છો, પરંતુ એ બધાથી શું હું અજાણ છું? त्वमेव सैन्ये सकलेऽग्रगामी, भव ध्वजिन्याः पतिरुद्धतो यत् । एनं पुरस्कृत्य नृपाश्च यूयं, मृधे प्रवर्तध्वमगारे इवर्तुम् ।।६४।। “સુષણ !તમે જ સેનાના અગ્રણી બનો! કેમ કે તમારામાં સેનાપતિ બનવાની પ્રબળ તાકાત છે. જેમ ઋતુઓને અનુસરીને વૃક્ષો પ્રવર્તિત થાય છે, તેમ હે રાજાઓ! તમે બધા સુષણને આગળ કરીને યુદ્ધમાં પ્રવર્તિત થાઓ. कृती जितेऽहं वसुधाधिराजेऽमुष्मिन् महासैन्यभरातिभीष्मे । षट्खण्डलक्ष्मीरपि मे तदैव, संतोषपोषाय मुहुर्भवित्री ।।६५।। “મહાન સેનાઓના સમૂહથી પણ અતિ ભયંકર આ બાહુબલિને જીતીશ ત્યારે જ હું કૃતકૃત્ય બનીશ. એને એકને જીતવાથી જ મને છ ખંડની લક્ષ્મી જીત્યાનો સંતોષ થશે.” इत्थं गिरं व्याहरति क्षितीशे, निःस्वाननादाः पुरतः प्रसस्नुः । रजस्वलाश्चाप्यभवन् दिशो द्राग्, भूमामिनी कम्पमपि व्यधाषीत् ।।६६ ।। ભરત ચક્રવર્તી આ પ્રમાણે કહી રહ્યા હતા, ત્યારે જ વાજિંત્રોનો અવાજ ચારે બાજુ ફેલાઈ ગયો અને ચારે દિશાઓ સેનાથી ઊડેલી રજકણોથી વ્યાપ્ત બની ગઈ ને ધરતી ધ્રૂજી ઊઠી. ततो मुहूर्तेन रथाश्वनागपत्तिध्वनिः प्रादुरभूत् समन्तात् । ततः परं बाहुबलेर्निदेशान्नरेन्द्रमागत्य चरास्तदोचुः ।।६७।। ત્યાર પછી એક મુહૂર્ત માત્રમાં રથ, ઘોડા, હાથી અને પાયદળ એમ ચતુરંગી સેનાનો નાદ ચારે તરફ ફેલાઈ ગયો. ત્યાર બાદ બાહુબલિની આજ્ઞાથી એક દૂત ભરતની પાસે આવીને બોલ્યો : अस्मन्मुखेन क्षितिराजराज !, त्वां पृच्छतीति प्रभुरस्मदीयः । સંવેદિતતા વવાપિ ચ મૂર્થિરાવોઃ સન માવી? ૮િ] હે ચક્રવર્તિનું ! અમારા સ્વામી બાહુબલિએ મારા મુખે પુછાવ્યું છે કે રણભૂમિના સ્થાનનો શું નિર્ણય છે ? કે જ્યાં આપણા બન્ને (ભરત-બાહુબલિ)નો સંગ્રામ થાય ? अस्मक्षितीशः समराय राजन् !, भटान् स्वकीयांस्त्वरते विशेषात् । महाबलाः प्रस्तुतयुद्धकेलिं, कर्तुं यदुत्साहरसं धरन्ति ।।६९।। “રાજન ! અમારા સ્વામી બાહુબલિ પોતાના સુભટોને સંગ્રામ માટે ત્વરિત કરી રહ્યા છે. તેમના મહાન પરાક્રમી સુભટો પ્રસ્તુત યુદ્ધક્રીડા માટે વિશેષ પ્રકારનો ઉત્સાહરસ ધારણ કરી રહ્યા છે. त्वं पश्य राजन् ! प्रभुरागतो नः, सैन्यैरमेयैः परिवारितोऽयम् । यदीयभारान्नमतीह किञ्चित्, सवसहारे खेदभरं धरन्ती ।।७० ।। ૧. મૃદંયુદ્ધ (fોત નો મૃદંગમ રૂાક૬૦) ૨. ગ-વૃક્ષ (વૃકૉડ શિરી- ૪૧૮૦) 3. સર્વ-પૃથ્વી (સર્વસડા નામ-ગમ કારૂ) શ્રી ભરતબાહુબલિ પાકવ્યમ્ ૧૭૭ Page #194 -------------------------------------------------------------------------- ________________ હે રાજન ! આપ જુઓ, અમારા સ્વામી બાહુબલિ પોતાની અમાપ સેનાથી પરિવરેલા આવી રહ્યા છે. એમની સેનાના ભારથી ખેદ ધારણ કરતી પૃથ્વી પણ કંઈક દબાઈ રહી છે.” एतेषु विश्रान्तवचस्सु चक्री, शशंस तेभ्यः समरोद्धतेभ्यः । सुपर्वसिन्धुपर्वहतीयमारात्, सा साक्षिणी नौ कलहस्य चेति ।।७१।। એ પ્રમાણે કહીને તે મૌન ધારણ કર્યું. ત્યાર પછી યુદ્ધ માટે પ્રોત્સાહિત બનેલા ગુપ્તચરને ભરત કહ્યું : “અહીંયાં પાસે જ ગંગા નદી વહે છે. તે ગંગા અમારા બન્નેના યુદ્ધ માટેની સાક્ષીરૂપ બનશે. तत्रैष युष्मत्प्रभुरातनोतु, सेनानिवेशं विषयस्य सन्धौ । तत्राभ्युपेताहमपि प्रभाते, त्यक्ताऽवहित्थोरे भविता रणो नौ ।।७२।। તમારા સ્વામી તમારા દેશની સીમા પર પોતાની સેનાનો પડાવ નાખે. હું પ્રભાત સમયે ત્યાં આવી પહોંચીશ, ત્યાં અમારા બન્નેનું પરસ્પર યુદ્ધ થશે.” एवं व्याहृत्य चारान् क्षितिपतिरतुलप्रोल्लसत्शौर्यधैर्यः, प्रोत्साह्य क्षोणिपालान् पुनरपि भरतः पूर्णपुण्योदयादयः । . प्रासादेऽभ्येत्य तीर्थेश्वरचरणसरोजन्मसेवां च कृत्वा, सायं संकेतितां तां प्रबलबलवृतोऽलंकरोतिस्म भूमिम् |७३ ।। અનુપમ શૌર્ય, વૈર્ય અને પ્રકર્ષ પુણ્યના માલિક મહારાજા ભરતે બાહુબલિના ગુપ્તચરને કહીને ફરીથી પોતાના રાજાઓને પ્રોત્સાહિત કર્યા, ત્યાર પછી શ્રી ઋષભદેવ ભગવાનના પ્રાસાદમાં આવી ભગવંતના ચરણકમળની ઉપાસના કરીને સાંજના સમયે પોતાની પ્રબળ સેનાની સાથે સાંકેતિક રણભૂમિને અલંકૃત કરી. इति रणोत्साहदीपनो नाम द्वादशः सर्गः આ પ્રમાણે યુદ્ધના ઉત્સાહપૂર્વકનું વર્ણન કરતો બારમો સર્ગ સમાપ્ત. ૧ વા, ૧. સુપસિન્થ-ગંગા ૨. વિષય-દેશ (વિવરલૂપવર્તનમ. ૪૧૩). રૂ. ત્યજી ગરિથા-સોને યત્ર , રણ (saહત્યારાવાર વન-૦િ ૨૨૨૮). આ ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૭૮ Page #195 -------------------------------------------------------------------------- ________________ ત્રાસ { પૂર્વપરિચય : યુદ્ધની વાતો સાંભળીને સુભટ પ્રફુલ્લિત બની ગયા. કેટલાક સુભટ પોતાનાં કાર્યોમાં વ્યસ્ત બન્યા. કેટલાક દેવો પાસે વિજયની પ્રાર્થના કરવા લાગ્યા તો કેટલાક ભગવાન ઋષભદેવનું સ્મરણ કરવા લાગ્યા, તો વળી કેટલાક અગ્નિમાં આહુતિ આપીને શુભ શુકનની પ્રતીક્ષા કરવા લાગ્યા. મહારાજા બાહુબલિએ પણ યુદ્ધ માટે તૈયાર થઈ. સુભટમાં યુદ્ધનો ઉત્સાહ ભરવા માટે રોમાંચ અને વૈર્યસભર વાણીથી પોતાના પરાક્રમી પુત્રી, સુભટ અને રાજાઓને જોરદાર પ્રેરણા આપતાં કહ્યું : “તર્મ લોકોએ હજુ સુધી યુદ્ધમાં ભાગ લીધો નથી એટલે યુદ્ધનીતિથી અજાણ છો. સૌથી શ્રેષ્ઠ વાત તો એ છે કે ભરતની સાથે હું જ યુદ્ધ જીતી લઉં. “ભરતને પોતાની શક્તિ, સેના અને ચક્રનો ગર્વ છે, પરંતુ એના ગર્વને તો હું ચકનાચૂર કરી નાખું તેમ છું !” બાહુબલિની આવી તેજસ્વી વાણી સાંભળીને તેમના જ્યેષ્ઠ પુત્ર સિંહરથે કહ્યું, “આપની પડખે આપના આટલા બધા પુત્રો અને પરાક્રમી રાજાઓ છે તો આપ યુદ્ધમાં ઊતરી એ અમારા માટે લજ્જાસ્પદ છે. અમને પણ અમારું પરાક્રમ બતાવવાનું આ મોંઘેરો અવસર મળ્યો છે. તેને આપ છીનવી ના લેશો.” પુત્ર સિંહરથની વાણી સાંભળીને બાહુબલિએ સિંહરથને મુખ્ય સેનાપતિ તરીકે નિયુક્ત કર્યો. સુભટો રાત્રિમાં વિશ્રાંતિ કરી સૂર્યદેવની પ્રતીક્ષા કરવા લાગ્યા. મહારાજા બાહુબલિ પણ શ્વેત વસ્ત્રનું પરિધાન કરી ઋષભદેવ ભગવાનના ચૈત્યમાં જઈ પરમાત્માની સ્તુતિ કરી બહાર આવી શસ્ત્રસંપન્ન બની ભરતની પહેલાં જ રણભૂમિમાં આવી પહોંચ્યા. ત્યાં સુધીનું વિસ્તૃત વર્ણન તેરમાં સર્ગમાં પ્રથકાર બતાવે છે. उपेत्य तौ विन्ध्यहिमाद्रिसन्निभौ, परिस्फुरत्केतनकाननाञ्चितौ । दिनात्ययेऽनुत्रिदशापगातटं, ततो निवेशं बलयोर्वितेनतुः ।।१।। ફરકી રહેલી ધ્વજાઓ રૂપી જંગલથી યુક્ત વિધ્ય અને હિમાલય પર્વત સમાન ભરત અને બાહુબલિ તે બન્ને સેના સાથે સંધ્યા સમયે ગંગા નદીના તટ પર આવી ગયા અને ત્યાં પોતપોતાની સેનાઓનો પડાવ નાખ્યો. सुरासुरेन्द्राविव मत्तमत्सरी, दिनेशचन्द्राविव दीप्रतेजसौ । न्यषीदतां स्वर्गनदीतटान्तिके, पताकिनीप्लावितभूतलाविमौ ।।२।। સુરેન્દ્ર અને અસુરેન્દ્રની જેમ મદોન્મત્ત અને મત્સરી તેમજ સૂર્ય અને ચન્દ્રની જેમ પ્રચંડ તેજસ્વી એવા તે બન્નેની સેનાઓ ભૂતલને દબાવતી ગંગા નદીના તટની સમીપમાં પડાવ નાખીને રહી. अवाचयेतामिति वेत्रपाणिभिः, स्वसैनिकांस्तौ भविता श्व आहवः । तदत्र सज्जा भवत प्रमुदितैर्गजाः प्रणुन्ना इव कर्कशाङ्कुशैः ।।३।। Page #196 -------------------------------------------------------------------------- ________________ બન્ને રાજાઓએ પ્રહરી દ્વારા સુભટોને સમાચાર કહેવડાવ્યા કે આવતી કાલે સવારે યુદ્ધનો પ્રારંભ થશે. જેમ તીક્ષ્ણ અંકુશ વડે હાથી સવારી માટે તૈયાર થઈ જાય તેમ સેનાપતિની આજ્ઞાથી સૈનિકો યુદ્ધ માટે તૈયાર થઈ ગયા. गिरं भटा वेत्रभृतां निपीय ते, मुदं परां प्रापुरिति स्वचेतसि । उपस्थितो नः समरोत्सवश्चिराद्, रथाङ्गनाम्नामिव भास्करोदयः ||४|| પ્રહરીઓની વાણી સાંભળીને સૈનિકોના મનમાં ખૂબ જ આનંદ થયો. લાંબા કાળથી જેની પ્રતીક્ષા કરી રહ્યા હતા તે યુદ્ધનો મહોત્સવ, જેમ સૂર્યનો ઉદય ચક્રવાકને આનંદપ્રદ લાગે તેમ અમારા માટે આનંદદાયી ઉપસ્થિત થયો છે. प्रसह्य केचित् कुलदेवतामगुर, प्रसूनगोशीर्षफलाकृता'ञ्चिताः | सुता इवाम्बां समिते प्रयोजने, स्मरन्ति चार्चन्ति हि नाकवासिनः ।।५।। કેટલાક સુભટો પુષ્પ, ચંદન અને ફળ વગેરે પૂજાની સામગ્રી લઈને પોતાના કુળદેવતાની પૂજા કરવા માટે ગયા. જેમ કોઈ પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે પુત્રો પોતાની માતાનું સ્મરણ પ્રણામ વગેરે કરે તેમ કાર્યવશ વ્યક્તિ દેવોનું સ્મરણ અને અર્ચન કરે છે. पुरः सुरं केऽपि जयं ययाचिरे, व्यधुश्च केप्यायधअर्चनं भटाः । निजान्वयोपेतमधुर्जपञ्च के, हयस्य नीराजनरमादधुश्च के ।।६।। કેટલાક સુભટોએ દેવોની પાસે વિજયની પ્રાર્થના કરી તો કેટલાકે પોતાનાં શસ્ત્રોની પૂજા કરી. વળી કેટલાક પોતપોતાના વંશની પરંપરા મુજબ જપ કરવા લાગ્યા તો કેટલાક સુભટો પોતાના અશ્વની યુદ્ધ પૂર્વેની પૂજા કરે છે તેમ પૂજા કરી. युगादिदेवं हृदि केपि संदधुर्जयावहान् केपि सुरांश्च सस्मरुः । हुतिं च केपि ज्वलने व्यधुस्तरां, शकुन्तवाचं जगृहुश्च केचन ।।७।। કેટલાક સુભટોએ ભગવાન શ્રી ઋષભદેવનું હૃદયમાં ધ્યાન કર્યું, તો કેટલાકે વિજય આપનારા દેવોનું સ્મરણ કર્યું, તો કેટલાકે અગ્નિમાં આહુતિ આપી, તો કેટલાંકે શુભ શુકન માટે પક્ષીઓની વાણીને ગ્રહણ કરી. ततः परं तक्षशिलाक्षितीश्वरो, रणं विनिश्चित्य निशामुखे नृपान् । अजूहवद् वेत्रिगिरा च नन्दनान्नितान्तवासी विनयो गुणानिव ||८|| ત્યાર બાદ તક્ષશિલાના સ્વામી બાહુબલિએ યુદ્ધનો નિશ્ચય કરીને સાંજના સમયે પ્રતિહારી દ્વારા રાજાઓ અને પોતાના પુત્રોને મંત્રણા કરવા માટે બોલાવ્યા. જેમ વિનયગુણ બધા ગુણોને આકર્ષિત કરે છે તેમ બધાને પોતાની પાસે બોલાવ્યા. उवाच तेभ्यस्त्विति धैर्यमेदुरं, वचोऽनुजः श्रीभरतस्य भूपतेः । विलोक्य षट्खण्डपतेर्बलं महन्नृपा ! भवद्भिर्न हि कम्प्यमाहवे ।।९।। ૧. 9:- ૨. ગ -વંશ ( યો બનને વંશ - ગામે રૂ.૧૬૭) રૂ. નીરાન-યુદ્ધપૂર્વક પૂજન ! શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૦ ૧૮૦ Page #197 -------------------------------------------------------------------------- ________________ મહારાજા ભરતના લઘુ બંધુ બાહુબલિએ અતિ ધીર અને પ્રેમાળ વાણીથી રાજાઓ અને પુત્રોને સંબોધીને કહ્યું, “રાજાઓ, તમે લોકો ચક્રવર્તીની વિશાળ સેનાને જોઈને રણસંગ્રામમાં ભયભીત ના બનશો. महारणोवीधर एष दुर्गमश्चरिष्णुकण्ठीरवनादभीषणः । समुच्छलच्चक्रदवानलज्वलत्प्रभाप्रतप्ताखिलवीरभूरुहः ।।१०।। આ ભરત મહાન યુદ્ધરૂપી પર્વત સમાન છે. તે દુર્ગમ અને ચારે તરફ ગર્જી રહેતા સિંહનાદની જેમ ભયંકર છે. તેના ચક્રની પ્રદીપ્ત જ્વાલાઓથી સમસ્ત વીર સુભટોરૂપી વૃક્ષોને સંતપ્ત કરી નાખ્યા છે. अयं समादाय बलं त्वमूदृशं, समागतो योधयितुं प्रसह्य माम् । ततो न हेया सहचारिधीरता, जयः कलौ धैर्यवतां हि सम्भवेत् ।।११।। આ ભરત મારી સાથે યુદ્ધ કરવા માટે એવા પ્રકારની સેના લઈને આવ્યો છે તે જોઈને આપણે આપણી સદાકાળની સહચરી ધીરતાને ગુમાવવી નહીં, કેમ કે યુદ્ધમાં ધૈર્યવાન પુરુષો જ વિજય પ્રાપ્ત કરી શકે છે. भटास्तदीयाः कलिकर्मकर्मठा, भवद्भिरालोकि रणो न कृत्रचित् । रणप्रवृत्तिर्हदयङ्गमा यतो, भवेद् दविष्ठव' न चात्मवर्तिनी ।।१२।।। ભરતના સુભટો યુદ્ધ કરવામાં કુશળ છે. જ્યારે આપણે તો કયારેય પણ યુદ્ધ જોયું નથી, કેમ કે યુદ્ધ કરવાની પ્રવૃત્તિ પોતાની સ્વભાવગત પ્રકૃતિ છે. જ્યારે આપણે તો બીજાની સાથે લડવું એ આપણા સ્વભાવમાં નથી. એનાથી તો આપણે દૂર જ રહેવા ઇચ્છીએ છીએ. सुलोचनानां मुखमेव मोहने, न सङ्गरे वीरमुखं व्यलोक्यत । भटा ! भवन्तः कुचकुम्भमर्दिनः, करीन्द्रकुम्भस्थलपातिनो न वा ।।१३।। “સુભટો ! આપણે રતિક્રીડામાં સ્ત્રીઓનાં મુખ જોયાં, પરંતુ યુદ્ધમાં ક્યારે પણ શૂરવીરનાં મુખ જોયાં નથી. આપણે સ્ત્રીઓના સ્તનરૂપી કળશોનું મર્દન કરવાવાળા છીએ, પરંતુ હાથીઓના કુંભસ્થલોનું મર્દન ક્યારેય કર્યું નથી. सुता मदीया अपि च स्तनन्धया, विदन्ति नो सङ्गरभूमिचारिताम् । अमीभिराप्यो विजयः कथं कलौ, खपुष्पवत् प्रौढिमता हि सिद्धयः ।।१४।। “મારા પુત્રો પણ હજુ નાના છે. એમણે યુદ્ધના નીતિનિયમોને જાણ્યા નથી, તેથી યુદ્ધમાં આકાશપુષ્પની જેમ વિજય કેવી રીતે પ્રાપ્ત કરી શકશે ? ખરેખર સફળતા તો તેને જ મળે કે જે ઉદ્યમશીલ હોય છે. ततोहमेकोऽपि बलोत्कटं त्वमुं, प्रश्यन् श्रयेयं विजयं रणाङ्गणे । प्रदीप एकोऽपि तमो न हन्ति किं, घनाञ्जनाभं वसतेः समन्ततः ? ||१५ ।। १. दविष्ठा-दूरस्थिता-अपरसंबद्धेति ताप्तर्यम् | ૨. રિના-ઉદ્યમશીલ (વિરુદ રિયતિવા-મ0 રાવ8) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૮૧ Page #198 -------------------------------------------------------------------------- ________________ “તેથી રણભૂમિમાં હું એકલો જ પરાક્રમી ભરતનો નાશ કરીને વિજય પ્રાપ્ત કરી લઉં એ જ શ્રેષ્ઠ છે. શું એક જ દીપક ઘરમાંથી અંજન સરખા ઘોર અંધકારનો નાશ નથી કરતો ? ' पुरो मम स्थाष्णुरयं बलस्मयाद्, युगादिदेवस्य सुतत्वतः पुनः । युधि प्रवीराः किमु पैत्रिकं कुलं, मनागपीह त्रपयन्ति भङ्गतः ? ||१६ ।। “આ ભરત પોતાની શક્તિથી અને યુગાદિનાથનો પુત્ર હોવાથી ગર્વિષ્ઠ બનીને આવ્યો છે. તે શું મારી સામે ટકી શકશે ખરો? યુદ્ધમાં પરાક્રમી પુરુષો પોતાના પરાજયથી પિતૃકવંશને લેશમાત્ર પણ લજ્જિત કરતા નથી. अमुष्य चक्रं विबुधैरधिष्ठितं, पराक्रमेणैव, भुजद्वयञ्च मे | द्वयोरपि व्यक्तिरनीकसङ्गमे, भविष्यति व्यक्तधियोरिवागमे ।।१७।। “ભરતનું ચક્રરત્ન દેવો દ્વારા અધિષ્ઠિત છે. અને મારું ભુજાબળ પરાક્રમ દ્વારા અધિષ્ઠિત છે. રણસંગ્રામમાં જ્યારે અમારા બન્નેનો સંગમ થશે, ત્યારે પોતપોતાના બળની અભિવ્યક્તિ થશે. જેમ વિદ્વાન પુરુષોની જાણકારી શાસ્ત્રાર્થમાં થાય છે તે રીતે અમારા બન્નેના બળની પરીક્ષા રણસંગ્રામમાં થશે. महत्तरस्यापि घटस्य संस्थितिर्भवेल्लघोरश्मन एव निश्चयात् । . तथा मदेव क्षयमाप्स्यति ध्रुवं, नृपोयमुच्चैर्भवितव्यतैव हि ।।१८।। “મોટામાં મોટો ઘડો હોય તો પણ એક નાનકડી કાંકરી તેનો વિનાશ કરે છે તેમ મને લાગે છે કે મહારાજા ભરતનો વિનાશ મારા હાથે જ સર્જાયો હશે. એમાં કોઈ ભવિતવ્યતાનો સંકેત લાગે છે. अतोनुजानीत रणाय मां नृपा !, हृदापि नो संशयनीयमञ्जसा । अयं ससैन्योपि समेतु मे पुरः, समुत्सहे बाहुपरिच्छदोप्यहम् ।।१९।। માટે રાજાઓ! તમે મને યુદ્ધમાં જવા માટે અનુમતિ આપો ! તમારા મનમાં જરા પણ સંશય રાખશો નહીં. ભલે ભરત પોતાની બધી સેનાની સાથે મારી સામે આવે તો પણ હું મારી ભુજાઓ રૂપી. પરિવારથી તેનો સામનો કરીશ.” अथाहवोत्साहरसोच्छलच्छिरोरुहप्ररूढोद्धतधैर्यवर्यया । महारथः सिंहस्थः पितुर्गिरा, त्वितीरितो व्याहरतिस्म सस्मयम् ।।२०।। આ પ્રકારની વીર રસથી છલોછલ ભરેલી ને રોમ રોમ ખડાં કરી નાખે તેવી પ્રચંડ બૈર્યયુક્ત બાહુબલિની વાણી દ્વારા પોતાના પુત્ર સિંહરથના મનમાં યુદ્ધ માટેનો પ્રબળ ઉત્સાહ જાગ્રત થયો અને પિતાની પરાક્રમી વાણીથી વિસ્મિત થઈને બોલ્યો : इदं भवदिभन हि युक्तमीरितं, यतोप्यनेके तनयास्तवाग्रतः ।। अमी स्थिता वर्महराः क्षितिश्वरा, रणाय वांछन्ति तवैव शासनम् ।।२१।। “હે પિતાજી ! આપે જે કહ્યું તે બરાબર નથી. આપની સમક્ષ આપના અનેક પુત્રો યુદ્ધ માટે તૈયાર છે, એટલું જ નહીં, પરંતુ શત્રુઓનાં કવચોને ક્ષણમાત્રમાં ભેદી નાખનારા આપની સામે બેઠેલા રાજાઓ પણ યુદ્ધ માટે આપની આજ્ઞાની પ્રતીક્ષા કરી રહ્યા છે. શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૮૨ Page #199 -------------------------------------------------------------------------- ________________ विदित्वरी देव ! भवद्भुजद्वयी, जयाय जिष्णोरपि नुश्च' का कथा । अमीषु सत्स्वङ्गरुहेषु यत् पिता, स्वयं विगृह्णाति किमु हिये न तत् ? ||२२ ।। “હે દેવ.! આપની બન્ને ભુજાઓ ઇન્દ્રને પણ જીતવામાં સબળ છે, તો પછી મનુષ્યની શું વાત કરવી ? પરંતુ પોતાના સમર્થ પુત્રો હોવા છતાં પિતા પોતે યુદ્ધમાં જાય તે શું અમારા માટે લજ્જાસ્પદ નથી ? क्षितीश्वरे पृष्ठमधिष्ठिते भटा, रणागतान् यच्च जयन्ति विद्विषः । प्रभोर्महत्त्वाय तदेव सांप्रतं, दुरुत्तरोम्भोनिधिरूर्मिभिर्यतः ।।२३।। “રાજાઓ દ્વારા પ્રશંસાને પાત્ર બનેલા સુભટો રણસંગ્રામમાં આવેલા શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે, તે જ હાલ સ્વામીના મહત્ત્વ માટે ઉચિત છે, કેમ કે ઊછળતા જનતરંગોથી જ સમુદ્ર દુસ્તર બને છે. विलोकतां नः समरं तथाविधं, पिता स्वचित्ते च बिभर्तु संमदम् । यदुवहारवैरिबलापनोदिनः, स एव तातो जगतीह कीर्तिमान् ।।२४ ।। હે પિતાજી ! આપ અમારું તેવા પ્રકારનું યુદ્ધ જુઓ અને આપના મનમાં પ્રસન્નતાને ધારણ કરો ! જે પિતાના પુત્રો શત્રુઓની સેનાને ભગાડવામાં સમર્થ હોય છે તે જ પિતા આ જગતમાં યશસ્વી બને છે. त्रपेत तातस्तनुजैरकिञ्चनैः, पितामहः श्रीवृषभध्वजोपि नः | युयुत्सवोऽतस्तनुजाश्च भूभुजो, भवनिदेशात् प्रसरन्तु संयते ।।२५।। કાયર પુત્રોથી અમારા પિતા અને પિતાના દાદા શ્રી ઋષભદેવ પણ લજ્જાસ્પદ બને ! માટે આપના પુત્રો અને અને આ બધા રાજાઓ યુદ્ધ માટે થનગની રહ્યા છીએ જેથી આપશ્રી યુદ્ધ માટે આજ્ઞા આપો કે અમો પ્રસ્થાન કરીએ. कृतं स्वनामापि न येन विश्रुतं, भुवस्तलेजीवति वाऽनुपद्रवम् । . સ વ પશ્ચાત્ પિલુરેપ વિંડ ગન , વરિષ્યતિ ત્મિકુવા તુર્મુ Tરિદ્TI “જે પુત્ર પોતાના પિતાની હયાતીમાં (જીવિત અવસ્થામાં) નિર્વિઘ્નપણે પોતાનું નામ જગતમાં પ્રસિદ્ધ કરતો નથી તે પુત્ર પિતાના મરણ પછી શું કરી શકવાનો હતો ? કેમ કે પિતા માટે કુળદીપક પુત્ર જ આનંદદાતા છે. - થવા મેતા સમરે તેવા પ્રસ્તવૈવ તાલેન રો ધિરાતે | द्वयोः समानत्वमवाप्य सङ्गरे, मनोजयश्रीरपि संशयेत हि ।।२७।। જ્યારે આપના મોટાભાઈ યુદ્ધભૂમિમાં આવે તેની સામે આપ યુદ્ધ ખેલશો ત્યારે યુદ્ધમાં બન્નેની સમાનતા જોઈને મનમાં વિજયલક્ષ્મી પણ શંકિત બની જશે. ૧. નુ-મનુષ્યસ્ય ! ૨. ક્ર-પુત્ર (૩૪seોભના જૂનુ - અમ રૂાર૬) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૮૩ Page #200 -------------------------------------------------------------------------- ________________ ततोऽनुमन्यस्व रणाय भूभुजो, निजांस्तनूजांश्च परं निषिध्य १ मा । कथं सुता बाहुबलेर्बलोत्कटा, भवन्ति नो वाचमिति श्रयेम यत् ।। २८ ।। “એ માટે આપ આપના રાજાઓને અને અમને યુદ્ધના પ્રયાણ માટેની આજ્ઞા આપો ! પરંતુ હવે આપ નિષેધ ના કરો, નહીંતર જિંદગીભર અમારે સાંભળવું પડશે કે બાહુબલિના પુત્રો પરાક્રમી . નહોતા.” इतीरिणि स्वैरमुदात्तविक्रमे, प्रसादमाधत्त नृपो दृशाङ्गजे । नृपाः प्रसीदन्ति दृशैव नो गिरा, विदुर्दृशंयेऽत्र त एव वाग्मिनः ।।२९।। પુત્રોની ઉદાત્ત પરાક્રમવાળી અને હર્ષોલ્લસિત વાણી સાંભળીને બાહુબલિનું મન પ્રસન્નતાથી ભરાઈ ગયું અને પુત્રોની સામે પ્રેમભરી દૃષ્ટિથી જોયું. રાજાઓએ પણ આંખોથી જ પ્રસન્નતા વ્યક્ત કરી, વાણીથી નહીં. કહ્યું છે : જે લોકો દૃષ્ટિથી સમજી શકે છે તે જ ખરેખર વાક્પટુ કહેવાય છે. अथ प्रगल्भं नृपतिर्निजात्मजं, तमेव सेनाधिपतिं चकार सः । જ `य एव नासीरतया प्रवर्तते, स एव धुर्यो भवति प्रयोजने । । ३० ।। હવે બાહુબલિએ પ્રતિભાસંપન્ન પોતાના પુત્ર સિંહરથને સ૨સેનાતિ તરીકે નિયુક્ત કર્યો. જે પુરુષ આગળ આવીને પ્રવૃત્તિ કરે છે, તે જ ખરેખર અગ્રશિરોમણિ બની શકે છે અર્થાત્ નેતા બની શકે છે. अमुं चमूनाथमवाप्य सैनिका, मुदं परां प्रापुरुदग्रतेजसम् । महान्धकारे रजनीमुखे जनाः, करे सदीपे न मुदं वहन्ति के ? ।।३१ ।। પ્રચંડ પ્રતાપી એવા આ સેનાપતિને પામીને બધાય સૈનિકો ખૂબ જ પ્રસન્ન બની ગયા. ગાઢ અંધકારવાળી રાત્રિમાં જો હાથમાં દીપક આવી જાય પછી એવો કોણ મનુષ્ય હોય કે જે ખુશ ના થાય? अमंसत श्रीबहलीक्षितीशितुर्भटास्तदौत्सुक्यरसात् कलेरिति । युधो व्यवायो३ रजनी यतो हि नो, रविं विनैनां न हि कोप्यपास्यति ।।३२।। યુદ્ધ કરવાના અતિ ઉત્સાહના અતિરેકથી બાહુબલિના સૈનિકોના મનમાં રાત્રિ પણ વિઘ્નરૂપ બની ગઈ ! ખરેખર સૂર્ય વિના રાત્રિને દૂર કરવાની કોઈની પણ તાકાત નથી. भविष्यति श्वः समरो नरेशितुर्नरा वदन्तीति निशम्य कैश्चन । • किमद्य नो युद्ध्यत एवमूहितं, रताहवी मोदयुतौ हि भाविनौ ।। ३३ ।। “યુદ્ધ કાલે થશે” આ પ્રમાણે રાજપુરુષોનાં વચનો સાંભળીને કેટલાક સુભટોએ કલ્પના કરી કે “શું આજે યુદ્ધ નહીં થાય ?” યુદ્ધના કાર્યમાં વ્યસ્ત હોવા છતાં પણ મહારથ અને સિંહ૨થ બન્ને ભાઈઓનાં મન પ્રસન્નતાથી ભર્યાં ભર્યાં હતાં. मधुव्रतव्रातसहोदरं तमः ससार सर्वत्र दृशीव कज्जलम् । रुषो रजन्यामिति दोष्मतां पुनः प्रसस्नु रद्यापि कियत्यसौ तता ।। ३४ ।। १. विधूच - संराद्धौ इति धातोः तुबादेः मध्यमपुरुषस्यं एकवचनम् । ૨. નાસીરતયા અપ્રામિતયા | રૂ. વ્યવાયઃ-વિઘ્ન (વિધ્નેત્તાયન્નત્ય વ્યવાયાઃ - અભિ૦ ૬।૧૪૬) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૮૪ Page #201 -------------------------------------------------------------------------- ________________ જેમ આંખો કાજળથી ભરાઈ જાય તેમ ભ્રમરોના સમૂહના જેવો કાળી મેંશ રાત્રિનો અંધકાર ચારે દિશામાં ફેલાઈ ગયેલો જોઈને પ્રચંડ પરાક્રમી સુભટોને રાત્રિ પ્રત્યે તિરસ્કાર છૂટ્યો કે રાત્રિ કેટલી લાંબી છે ! ક્યારે પૂરી થશે ? . तमो निररयत्सहसा प्रभाभरैर्विलोक्य वीराः समरोत्सुकास्ततः । परस्परामूचुरिति प्रभाकरोऽभ्युदेति किं वाऽयमुदेति चन्द्रमाः ? ||३५ ।। પ્રભાના સમૂહથી રાત્રિનો અંધકાર થોડો દૂર થયેલો જોઈને રણોત્સુક વીર સુભટો પરસ્પર કલ્પના કરતા કે આ શું સૂર્યનો પ્રકાશ છે કે ચંદ્રનો ! शशाङ्ककान्तेन समं मिलन्त्यसौ, विराममायाति न किं विभावरी । तमिस्रकास्तूरिकयक्षकर्दम'क्षयान् मृगाक्षी न रते हि तुष्यति ||३६ ।। પોતાના પતિ ચંદ્રની સાથે સંગમ કરતી રાત્રિ હજુ પણ કેમ વિરામ પામતી નથી ? બરાબર છે. કાળી કસ્તૂરીના મિશ્રણથી બનેલો સુગંધી લેપ ક્ષીણ થવા છતાં પણ સ્ત્રી રતિક્રીડાથી સંતોષ પામતી નથી. . इमा नलिन्यो विनिमिल्य लोचने, निशि प्रसुप्तास्तरणेवियोगतः | अलोकयन्त्यः सकलं निशाकरं, रुचिर्हि भिन्ना मनसो जगत्रये ।।३७।। કમલિનીઓ સૂર્યના વિયોગથી રાત્રિમાં આંખો બંધ કરીને એવી રીતે સૂઈ ગઈ છે કે પૂર્ણચંદ્ર ખીલ્યો હોવા છતાં પણ તેને જોતી નથી. ખરેખર ત્રણે જગતના જીવોની માનસિક રુચિ ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે. रथाङ्गनाम्नोः सुरसिन्धुसैकते२, नितान्तभेदाद् वसलोः पृथक् पृथक् । વિયોવીનૈમિષામિર્વયમરેવા ક્ષયના નો નિશ II3ZIL : ચક્રવાક પક્ષી રાત્રિના સમયે પોતાની પ્રિયાનો વિયોગ થવાથી ગંગા નદીના કાંઠે અલગ અલગ સ્થાનમાં રહે છે. વિયોગમાં આખી રાત્રિ ઝૂરે છે. આવા પ્રકારના વિયોગથી દુ:ખી બનેલા ચક્રવાક યુગલની દીન વાણી સાંભળીને પણ અરે જુઓ તો ખરા ! નિષ્ફર એવી રાત્રિ જરા પણ દ્રવિત થતી નથી ! અર્થાત્ જલદી પૂરી થતી નથી! शशाङ्क ! चित्रं परिलोलतारकं, नाश्रियो वीक्ष्य मुखं समन्ततः । रथाङ्गनाम्नां मिथुनानि लेभिरे, वियोगमेवं रतये निशा न तत् ।।३९ ।। હે ચંદ્ર ! આકાશરૂપી લક્ષ્મીની ચારેબાજુ રહેલા તારાઓરૂપી ચપળ ને વિચિત્ર મુખને જોઈને ચક્રવાક યુગલને તો વિયોગનું દુ:ખ મળ્યું. તેના માટે રાત્રિ સુખરૂપ ના બની. अयं बलाद् बाहुबलिः क्षितीश्वरो, युयुत्सुरादास्यति मामकं रथम् । इतीव साशङ्कतया गभस्तिमा नुदेति नाद्यापि न याति यामिनी ||४०।। ૧. સર્વ-કપૂર, અગર, કંકોલ, કસ્તૂરી અને ચંદનથી મિશ્રિત બનાવેલો સુગંધિત લેપ (ગામ) રૂારૂ૦૩) ૨. ક્ષેતન-પુતિન (જુનિને ત%નો િ વાગ્ય-૦ ૪ ૧૪૪) . . યુયુત્સુ-યોચ્છિા ૪. મસ્તિના-સૂર્યા. શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૦ ૧૮૫ Page #202 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધ કરવાની ઇચ્છાવાળા મહારાજા બાહુબલિ મારા રથને બળપૂર્વક ના લઈ લે એ આશયથી જાણે સૂર્ય હજુ સુધી ઉદય પામ્યો નહીં હોય ! અને રાત્રિ પૂરી થઈ નહીં હોય ! इयं त्रियामेति मता तमस्विनी, वदन्ति यच्छास्त्रविदस्तदन्यथा | अभूदियं त्वद्य सहस्रयामजुक्, युयुत्सवस्तेऽन्तरिति व्यतर्कयत् ।।४१।। ભલે શાસ્ત્રકારો કહે છે કે રાત્રિ ત્રિયામ (ત્રણ પ્રહર)વાળી છે, પરંતુ આજે તો એ વાત ખોટી લાગે છે, કેમ કે સુભટોના મનમાં આજની રાત તો હજારો યામો (પ્રહરો)વાળી બની ગઈ. महाहवौत्सुक्यभृतां तरस्विनां, सुधावदेषां भवतिस्म सङ्गरः । ततस्तदीयापि बभूव तादृशी, प्रवृत्तिरिष्टं हि मनोविनोदकृत् ।।४।। મહાન યુદ્ધની ઉત્સુકતાથી ભરેલા પરાક્રમી સુભટો માટે યુદ્ધ અમૃત સમાન લાગે છે. એ સુભટોની પ્રવૃત્તિ પણ ખુશીથી ભરેલી છે. ખરેખર ઇષ્ટ પ્રવૃત્તિ જ મનને ખુશ કરનારી હોય છે. इतीरिणः केचन संलयान्तरे, मम क्व वर्मास्त्रकलापवाजिनः । समुद्यता योद्धुमलं निवारिता, बहुस्त्रियामेत्यनुशस्य चानुगैः ।।४३।।. “અરે મારું કવચ, મારો શસ્ત્રસમૂહ, મારા ઘોડાઓ ક્યાં છે?” આ પ્રમાણે ઊંઘમાં પણ બબડાટ કરતા યુદ્ધના ઉત્સુક સુભટોને તેના અનુગામી સુભટો તેનું નિવારણ કરતાં કહે છે કે “અરે...ભાઈઓ હજી રાત્રિ ઘણી બાકી છે.” रविः किमद्यापि न हन्ति शर्वरी, कथं न शीतांशुरुपैत्यदृश्यताम् ? | दिशः प्ररुष्टा इव नो वदन्त्यमू:, कथं विरावैरिति केचिदब्रुवन् ||४|| અરે કેટલાક સુભટો તો જાણે ક્રોધિત બન્યા હોય તેમ આ પ્રમાણે બબડાટ કરી રહ્યા છે. અરે હજુ સુધી સૂર્ય રાત્રિને કેમ પૂર્ણ કરતો નથી? ચંદ્ર અહીંથી કેમ જતો નથી? દિશાઓ પણ પક્ષીઓના કલરવથી કેમ ગુંજતી નથી ? इति क्रमाद् युद्धरसाकुलैर्भटेः, प्रभापितेव क्षणदा' क्षयं गता । ततः शशाङ्कोपि निलीनवान् क्वचिद्, वधूवियोगे विधुरीभवेन्न कः ? ||४५।। આ પ્રકારે યુદ્ધરસના લોલુપી સુભટોથી જાણે ડરી ગઈ ના હોય તેમ અનુક્રમે રાત્રિ પૂરી થવા આવી અને ચંદ્ર પણ વિલીન થઈ ગયો, કેમ કે પત્નીના વિયોગથી કયો પુરુષ વિધુર બનતો નથી? निमीलिताक्षा हि कुमुद्वतीततिस्तदा वियोगाच्छशिनोप्यजायत । . લય વિવસ્વાસ વિનોવચ ઇવ મે, વિમત્ર સત્ય તરાવનોવિની? T૪૬TI . ચંદ્રના વિયોગથી કુમુદિનીની શ્રેણીએ આંખો બંધ કરી દીધી, અર્થાત્ કરમાઈ ગઈ, કેમ કે એણે વિચાર્યું કે મારે સૂર્યનું મુખ જોવું નથી. કેમ કે જે સ્ત્રી પરપુરુષને જુએ તો પતિવ્રતા કે સતી કહેવાય નહીં. करीन्द्रकुम्भप्रतिमेयमानिनीस्तनद्वयाघट्टनमन्थरो मनाक् । सरिद्वारावारिजपांसुपिञ्जरो, विभातवायुर्विललास भूतले ।।४७।। ૧. સારા-રાત્રિ (શર્વરી લાલા || - fમ રાજs) ૨. સરિકા-ગંગા શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૮૦ Page #203 -------------------------------------------------------------------------- ________________ પ્રભાતનો પવન સમસ્ત ભૂતલ પર પ્રસરી ગયો!તે પવન ગંગા નદીનાં કમળોની પીળી પરાગથી હાથીઓના કુંભસ્થલ સમાન સ્ત્રીઓના સ્તનના સંઘટ્ટાથી ધીરે ધીરે વહેવા લાગ્યો. अथावनीशक्रमिति स्तुतिव्रता, व्यबूबुधन् सस्तुतिभिर्वचोभरैः । उपस्थिता द्वारि वुवूर्षया' तवाधुना जयश्रीजगदीशनन्दन ! ४८ ।। મંગલ પાઠકોએ બિરદાવલિ બોલીને મહારાજા બાહુબલિની પ્રશસ્તિ કરી : “હે જગદીશનંદન! આપનું વરણ કરવાની ઇચ્છાવાળી વિજયશ્રી વરમાળા લઈને હમણાં દ્વાર પર ઊભી રહી છે. त्वयैव सावज्ञतया न हीयते, महीन्द्र ! शय्या सहजेव धीरता । • अमी च संनह्य भटाः सुतास्तवाजये चिकीर्षन्ति मनस्त्वदाज्ञया ।।४९।। “રાજન ! યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા શસ્ત્રસજ્જ સુભટો અને આપના પરાક્રમી પુત્રોને યુદ્ધ માટે અવજ્ઞા કરી તેમનો ત્યાગ કરશો નહીં, કેમ કે જેમ શયા સહજ છે તેમ રાજાઓમાં ધીરતા સહજ હોવી જોઈએ. अयं नभोध्या भविताद्य संकुलः, सकौतुकाकूतनभश्चरागसैः | वितर्का ताराभिरितीव दृश्यताऽनुपाश्रिता ह्यर्तिकरः परागमः ।।५०।। “કુતૂહલથી પ્રેરાઈને આવતા વિદ્યાધરોથી આજે આકાશમાર્ગ સંકીર્ણ થઈ જશે એમ વિચારીને તારાઓ પણ વિલીન થઈ ગયા, કેમ કે પોતાના સ્થાનમાં બીજાઓનું આગમન પીડાકારક થાય છે. हरिन्नवोढेव च शातमन्यवी२, नितान्तमाम्यत तिग्मतेजसा । अपश्चिमोवीधरवाससद्मनि, प्रक्लृप्तकश्मीररूहाङ्गिरागिणी | ५१।। “પૂર્વીચલરૂપ શયનકક્ષમાં (વાસગૃહમાં) રહેલી અને (અરુણોદય થવાથી) આખા શરીરે કુંકુમનો અંગરાગ (લેપ) કર્યો છે જેણે એવી પૂર્વદિશાને નવોઢા સ્ત્રીની જેમ સૂર્યે આવીને ગાઢ આલિંગન કર્યું. तमाल तालीवनराजिविभ्रम, तमो निलिल्येऽस्तमहीधरोदरम् । उदित्वरे भास्वति संभवेत्तरां, कियच्चिरं क्षोणिप ! कश्मला स्थितिः ? ||५२ ।। “તમાલવૃક્ષોની વનરાજિ જેવો ગાઢ અંધકાર અસ્તાચલના ઉદરમાં ક્યાંયે સમાઈ ગયો. તે રાજન ! પ્રચંડ પ્રતાપી સૂર્યનો ઉદય થાય પછી મલિન (અંધકાર) સ્થિતિ ક્યાં સુધી ટકી શકે ? विभो ! तवालोकरवं ददत्यमूर्दिशः प्रभातोत्थविहङ्गमारवैः ।। इयं रणक्षोणिरपीहतेतरां, भवन्तमेकान्तसतीव वल्लभम् ।।५३।। : “હે રાજન ! પ્રભાતના સમયે જાગેલાં પક્ષીઓના કલરવ અવાજ વડે દિશાઓ આપના માટે પ્રકાશનાં ગીત ગાઈ રહી છે અને જેમ પતિવ્રતા પત્ની પોતાના પ્રાણપ્રિય પતિને ચાહે તેમ રણભૂમિ આપને ચાહી રહી છે. ૧. વૂ-રસુમિકા ! ૨. શનિન્યવી-હેન્દ્રી-પૂર્વદિશા (Belonging or relating to Indra Apte.) . વીર-કુંકુમ (ગીરખન પુરૂમ રૂારૂ૦૮) ૪. તમાન-તમાલવૃક્ષ (તાપઋતુ સમાનઃ ચા-મ૦ ૪.ર૧૨) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૮૭. Page #204 -------------------------------------------------------------------------- ________________ भवानमुं नागमनन्तविक्रम, युधे समारोहतु दानशालिनम् | वृषेव हाराञ्चितकण्ठकन्दलः, पुनर्देशामुत्सवमातनोतु ।।४।। હે રાજન ! યુદ્ધ માટે આપ, અત્યંત પરાક્રમી મદોન્મત્ત હસ્તિરત્ન પર ઇન્દ્રની જેમ આરૂઢ થાઓ અને મુક્તાહારથી સુશોભિત કંઠવાળા આપ અમારાં નયનોના ઉત્સવરૂપ બનો.” समीरितो मागधंवाग्भिरित्यसौ, जहौ विधिज्ञः शयनीयमञ्जसा । क्वचित् प्रमाद्यन्ति न हीदृशाः क्षितौ, मृगारयो जाग्रति किं मृगारवैः ? ||५५।। ... મંગલપાઠકોની બિરુદાવલિથી પ્રેરાઈને વિધિના જાણકાર બાહુબલિએ તત્કાલ શવ્યાનો ત્યાગ ર્યો. ખરેખર જગતમાં આવા પ્રકારની મહાન વ્યક્તિ ક્યારે પણ પ્રમાદ કરતી નથી, સિંહ હરણિયાના અવાજથી જાગી જાય ખરો ? ના, ક્યારે પણ નહીં. दिवामुखत्याज्यविधिं विधाय स, सिताब्जशुभ्रे परिधाय चांशुके | युगादिदेवस्य जगाम मन्दिरं, शशीव बिभ्रच्छरदभ्रविभ्रमम् ।।५६ ।। . પ્રભાતિક કાર્યો કરીને મહારાજા બાહુબલિએ શ્વેત કમળ સમાન શ્વેત વસ્ત્રો ધારણ કરીને, શરદ ઋતુના વાદળમાં જેમ ચંદ્ર શોભે તેવા ઉજ્વળ યુગાધિદેવના મંદિરમાં ચંદ્રની જેમ પ્રવેશ કર્યો. स्तवप्रसूनाक्षतसंचयैस्ततः, स पूजयामास मुदाऽतिमेदुरस । उपार्जयन् कीर्तिजयश्रियः सुखीभवेत् स एवात्र हि यो जिनार्चकः ||५७।। બાહુબલિએ અત્યંત હર્ષિત બનીને સ્તુતિ, પુષ્પો અક્ષત વગેરેના સમૂહથી ભગવાન શ્રી ઋષભદેવની પૂજા કરી. જે કોઈ વ્યક્તિ જિનેશ્વર દેવની પૂજા અર્ચના કરે છે તે કીર્તિ, વિજય અને લક્ષ્મીનું ઉપાર્જન કરતો આ જગતમાં સુખી થાય છે. अथार्चयित्वा विधिवत् क्षितिश्वरो, जिनेश्वरं भक्तिभरातिभासुरः । स्तवैस्तनूजीवविरागितामयैः, स्वयं च तुष्टाव सतां ह्ययं क्रमः ।।५८।। અત્યંત ભક્તિભાવથી શોભતા બાહુબલિએ વિધિપૂર્વક જિનેશ્વર ભગવંતની પૂજા કરીને શરીર અને આત્મામાં વૈરાગ્યભાવને ઉત્પન્ન કરનારી ભાવવાહી સ્તુતિ કરવા વડે પોતે પ્રસન્નતાનો અનુભવ કર્યો, કેમ કે સજ્જન પુરુષોનો એ જ ક્રમ (આચાર) હોય છે. सनाथा जीवेन प्रसभमुपभुंक्षे सुखचयं, त्वनेन त्वं त्यक्ता क्वचन लभपे नादरभरम् । यथा ते जीवोऽयं सुखयतितरामस्य सुखदं, तनो ! पञ्चाङ्ग्यातः प्रणम जिनराजं किल तथा ।।५९।। હે શરીર ! તું આત્માથી સનાથ બની પ્રચુર સુખોનો ઉપભોગ કરે છે, પરંતુ આ આત્મા એક દિવસ તેનો ત્યાગ કરીને ચાલ્યો જશે ત્યારે ક્યાંયથી પણ આદર-સત્કાર નહીં મળે. માટે તારી આ આત્મા સુખી થાય તેવા પ્રકારની પ્રવૃત્તિ કર..!તે શુભ પ્રવૃત્તિ : જિનેશ્વર ભગવંતને પંચાંગ (બે હાથ, બે પગ, મસ્તક) પ્રણિપાતરૂપ છે. ૧. વૃષા-ઇન્દ્ર (વૃષા ગુનાસીરસહસ્ત્રનેત્રી-પ૦ રા૮૬) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૦ ૧૮૮ Page #205 -------------------------------------------------------------------------- ________________ भवत्यां लुब्धाशः कलयति तनो ! दुःखमसुमान्, न हस्ती हस्तिन्यामिव किमु वशास्पर्शरसिका ? तनूरेषा नो ते त्वमपि न हि तन्वा भवसि वां, जिनार्चातः शस्या भवतु तदनित्या स्थितिरियम् ।।६०।। હે શરીર ! તારા પ્રત્યે આસક્ત બનેલો પુરુષ સ્ત્રીના સ્પર્શમાં લુબ્ધ બનીને, હાથણીના સ્પર્શમાં આસક્ત બનેલો હાથી બંધનગ્રસ્ત બનીને દુઃખી થાય છે, તેમ તેં પણ આ રીતનાં અનંત દુ:ખી 'ભોગવ્યાં છે. તે આત્માનું, આ શરીર તારું નથી અને તું તેનો નથી. શરીરની આવી અનિત્ય સ્થિતિનો વિચાર કરીને પરમાત્માની પૂજા અર્ચનાથી તેને સાર્થક કર ! અર્થાત્ પ્રશંસનીય બનાવ ! व्यपास्ता जीवो मा क्वचिदपि गमी काञ्चन गर्ति, तदस्मिन् भोक्तव्या इह हि बहुधा भोगततयः । न सन्देहो देह ! त्वयि परमयं त्वय्यविरतो, न वेत्त्येवं जीवो न हि जिनगिरा त्वां तुदति यत् ||६१।। શરીર કદાચ એમ વિચારે કે આ જીવ મને ગમે તે સ્થળે છોડીને કોઈ પણ ગતિમાં ચાલ્યો જશે તો જ્યાં સુધી આ શરીરમાં આત્મા છે ત્યાં સુધી વિવિધ પ્રકારના ભોગોને ભોગવી લઉં તો હે દેહ ! આ તારી માન્યતા ભૂલભરેલી છે. આત્મા તો તારાથી ભિન્ન છે ! તું જિનવચનને જાણતો નથી માટે તારા આ અસંયમના પરિણામે આવતાં દુઃખ અને કષ્ટો તારે જ ભોગવવાનાં રહેશે. नियन्ता जीवोऽयं तदनु करणः स्यन्दननिभः, षडक्षोक्षग्रामः पृथगयनगत्युत्सुकमनाः । त्वदीयं चातुर्य तदि यदि जिनादिष्टपदवी, त्वया नोल्लंध्येताक्षरनगरसंप्राप्तिनिपुणा ||६२ ।। આ જીવ સારથિ છે. તેની પાછળ ચાલવાવાળા શરીરરૂપી રથને પાંચ ઇન્દ્રિય અને છઠું મન એ છયે બળદો જુદી જુદી દિશામાં લઈ જવા માટે ઉત્સુક છે. પરંતુ મોક્ષ નગરની પ્રાપ્તિ કરાવવામાં હોંશિયાર સારથિની ચતુરાઈ ત્યારે જ કહેવાય કે જિનેશ્વર ભગવંતે બતાવેલા માર્ગનું ઉલ્લંઘન કરે નહીં. भवन्नत्यै मौलिफ्रचि मम हस्ताब्जयुगली, जिन ! त्वत्पूजायै चरणयुगली चापि विधिना । भवत्कल्याणालीविशदवसुधास्पर्शनकृते, ममेत्येते कायावयवविसराः सन्तु सफलाः ||६३।। હે જિનેશ્વર ભગવંત ! આપને પ્રણામ કરવા માટે મારું મસ્તક, આપની પૂજા કરવા માટે બન્ને હાથ, આપનાં પાંચે કલ્યાણકો દ્વારા પવિત્ર થયેલી ભૂમિને સ્પર્શ કરવા માટે મારા બન્ને પગ તેવી રીતે થી ભારતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૮૯ Page #206 -------------------------------------------------------------------------- ________________ મારા શરીરના બધા જ અવયવોની વિધિએ જે રચના કરી છે તે ખરેખર સફળ છે. આપની પૂજા પ્રણામ અને સ્પર્શનાથી જ હું ધન્યાતિધન્ય બન્યો છું. स्तुत्वेति क्षितिवासवो जिनवरं श्रीनाभिराजाङ्गजं, चैत्यादेत्य बहिश्च कङ्कट वरं व्याधामधारापहम् । संग्रामाय दधौ विभावसुरिव प्रोद्दीप्रमंशुव्रजं, तूणीरद्वितयं च पाणिकमले द्राक् कालपृष्ठं धनुः ।।६४।। આ પ્રમાણે નાભિનંદન શ્રી ઋષભદેવ ભગવંતની સ્તુતિ કરીને મહારાજા બાહુબલિએ ચૈત્યથી બહાર આવી સંગ્રામ માટે વજના પ્રહારોને પણ ઝીલી શકે તેવા કવચ (બખ્તર)ને ધારણ કર્યું. તેમજ સૂર્ય, જેમ પ્રચંડ કિરણોના સમૂહને ધારણ કરે તેમ તીક્ષ્ણ ધારવાળાં બાણોથી ભરપૂર બે ભાથાંને કાંધ પર અને હસ્તકમળમાં કાલપૃષ્ઠ નામના ધનુષ્યને ધારણ કર્યું. आरोहद् द्विरदं गिरीन्द्रसदृशं निर्यन्मदाम्भोधरं, मूर्तिमानमिव प्रमाणरहितं प्रोद्यत्प्रभालक्षणम् । कोटीरद्युतिदीप्रभालतिलको विश्वम्भरावल्लभो, भूपालैः परिवारितश्च तनुजैः पुण्यैः सदेहैरिव ।।६५।। જેના કુંભસ્થળમાંથી મદ ઝરી રહ્યું છે તેવા મેરુપર્વત સમાન મોટા વિશાળ હાથી પર મહારાજા બાહુબલિ આરૂઢ થયા. તે જાણે દેદીપ્યમાન મૂર્તિમંત અમાપ અહંકાર જ હોય નહીં ! વળી, બાહુબલિ રાજાના મુકુટની કાંતિથી લલાટ પર કરેલું તિલક એકદમ ચમકી રહ્યું હતું. સદેહે પુણ્ય આવ્યું ના હોય તેવા રાજાઓ અને પોતાના પુત્રોથી પરિવરેલા બાહુબલિએ સંગ્રામ માટેના પ્રયાણની તૈયારી કરી. मूर्नाऽधार्यत भूवरेण च शिरस्त्राणं रिपुत्रासकृत्, श्रृङ्गं मेरुमहीभृतेव सकलौन्नत्यस्पृशा नन्दनैः । अश्रान्तं परिवारितेन तनुभिः शैलेरिवायोधनं, . क्ष्मापीठं प्रयियासुना बहुविधैरस्त्रैश्च दीप्तधुता ||६६ ।। નાના નાના પર્વતોથી પરિવરેલો અને જગતમાં સૌથી ઊંચા એવા મેરુપર્વતની જેમ ઉન્નતિના શિખર સુધી પહોંચેલા પોતાના પુત્રોથી પરિવરેલા અનેક પ્રકારનાં ચમકતાં તીક્ષ્ણ શસ્ત્રોથી સજ્જ થયેલા અને શત્રુઓને ત્રાસ દેનાર બાહુબલિએ રણભૂમિ તરફ પ્રયાણ કરવાની ઇચ્છાથી મસ્તક પર છત્રને એવી રીતે ધારણ કર્યું કે જાણે મેરુપર્વત પર રહેલું શિખર ના હોય ! ૧. વર-કવચ (સન્નાટો વર્ગ વાદઃ આ૦ રૂ૪િ૨૦) ૨. થાધા-વજ (વ્યાધાનયુનિશ • મ૦ ૨૨૬) - શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય. ૧૯૦ Page #207 -------------------------------------------------------------------------- ________________ राजा बाहुबलिर्बलेन सहितः पूर्वं समभ्यागमत्, संग्रामक्षितिमुद्यति द्युतिपतौ मातङ्गवाहानुगः | दुर्धर्षः परभूभुजां करटिनां पञ्चास्यवन्नन्दन रुत्साहैरिव मूर्तिमद्भिरधिकप्रोत्सर्पिपुण्योदयः ।।६७ ।। મહારાજા બાહુબલિ પોતાની સેનાની સાથે, સૂર્યોદય થતાંની સાથે જ, ભરત રાજાની પહેલાં રણભૂમિ પર આવી ગયા. તેની પાછળ પાછળ હસ્તિસેના અને અશ્વસેના પણ આવી પહોંચી, ત્યારે જેમ હાથીઓ માટે સિંહ દુર્ઘષ લાગે તેમ શત્રુઓ માટે બાહુબલિ દુધષ લાગતા. વળી, સાક્ષાત્ મૂર્તિમંત ઉત્સાહ ના હોય તેવા પોતાના પુત્રોની સાથે તેમના પુણ્યોદયની માત્રા પણ અધિક અધિક વિસ્તરી રહી હતી. इति बाहुबलिसंग्रामभूम्यागमनो नाम त्रयोदशः सर्गः આ પ્રમાણે બાહુબલિના રણભૂમિના આગમનપૂર્વકનો તેરમો સર્ગ સમાપ્ત. શ્રી ભરતબાહુબલિ મહાક્તવ્યમ્ ૦ ૧૯૧ Page #208 -------------------------------------------------------------------------- ________________ चतुर्दशः सर्गः પૂર્વપરિચય : ચક્રવર્તી મહારાજા ભરત પ્રાત:કાલીન કાર્યો પતાવીને વિશિષ્ટ પ્રકારનાં આયુધોથી સજજ થયા ત્યારે કાવ્યકારે ચક્રવર્તીનાં આયુધોનાં વિશિષ્ટ પ્રકારનાં નામોનો ઉલ્લેખ કર્યો છે. કવચનું નામ જગજ્જય શિરસ્ત્રાણનું નામ (મુકુટ) ગીર્વાણશૃંગાર બન્ને ભાથાનું નામ જય-પરાજય ધનુષ્યનું નામ રૈલોકષદંડ ખગ્ન (તલવાર)નું નામ દત્ય દાવાનલ એ પ્રમાણે સેનાપતિ સુષણ અને ભરતના જ્યેષ્ઠ પુત્ર સૂર્યપશાનાં આયુધોનાં નામનો પણ ઉલ્લેખ કર્યો છે. મહારાજા ભરત પોતાના સવા કરોડ પુત્રો અને બત્રીસ હજાર રાજાઓની સાથે રણભૂમિમાં પધાર્યા ત્યારે એકીસાથે ૧૦ લાખ યુદ્ધવાજિંત્રો, ૧૮ લાખ ભેરીઓ અને ૧૩ લાખ નગારાં વાગી રહ્યાં હતાં. ત્યાર પછી ભરત મહારાજાની આજ્ઞાથી મંગલપાઠક બૃહસ્પતિએ શત્રુસૈનિકોનાં નામ, ધ્વજાચિન અને યાન વગેરેનો પરિચય આપ્યો. બાહુબલિ પણ પોતાના ત્રણ લાખ પુત્રો અને રાજાઓની સાથે સજ્જ થઈને રણભૂમિમાં આવી પહોંચ્યા. બાહુબલિના આદેશથી પોતાના સુમંત્ર મંત્રીએ પણ શત્રુની સેનાના સુભટોનાં નામ, ધ્વજાચિહ્ન, વાહન વગેરેનું વર્ણન કર્યું. બન્ને સેનાઓ સજ્જ થઈને રહી. સુભટો યુદ્ધના પ્રારંભની પ્રતીક્ષા કરી રહ્યા છે તે વગેરેનું વિસ્તૃત વર્ણન ગ્રંથકાર ચૌદમા સર્ગમાં બતાવે છે.. अथाग्रजो बाहुबलेबलं स्वमचीकरत्सज्जमनन्यसत्त्वः । प्रातर्युधे वेत्रिगिरा प्रबुद्धो, गुरुर्जिनोक्त्येव शिवाय भव्यम् ||१|| પ્રહરીઓની વાણી સાંભળીને બાહુબલિના મોટાભાઈ અસાધારણ પરાક્રમી ભરત ચક્રવર્તીએ પ્રાત:કાલમાં પોતાની સેનાને યુદ્ધ માટે તૈયાર કરી, જેમ જિનેશ્વર ભગવંતની વાણીને અનુસાર ભવ્ય જીવો મોક્ષ માટેની તૈયારી કરે તેમ. ततः प्रवीरा भरतेश्वरस्य, दधुर्महोत्साहभरं हृदन्तः । पतिप्रणुना इव ताम्रचूडा, अन्योन्यपूर्वाभिगमप्रबन्धाः ।।२।। ત્યાર પછી ભરત મહારાજાના વીર સુભટોનાં હૃદય ઉત્સાહથી ભરાઈ ગયાં. જેમ માલિકની પ્રેરણાથી એક કુક્કટ બીજા કુક્કટથી આગળ વધવાની સ્પર્ધા કરે તેમ સુભટો રણભૂમિ તરફ એકબીજાથી આગળ જવા માટે ઉત્સાહિત થયા. શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૦ ૧૯૨ Page #209 -------------------------------------------------------------------------- ________________ केचिद् वपुःषु द्विगुणीभवत्सु, सन्नाहमास्पाक्षुरुदग्रशौर्यात् । पयोधरान्तर्हितसन्मरीचिग्रहा इवानीकनभःप्रमेया: ।।३।। કેટલાક સુભટોના શરીરમાં પ્રબળ શૌર્યરસ વધવાના કારણે શરીર ધૂળ થઈ જવાથી એમનાં કવચો ફાટફાટ થઈ જતાં હતાં. આ સમયે તેનારૂપી આકાશમાં વાદળોથી ઢંકાયેલા તેજસ્વી ગ્રહચારોની જેમ સુભટો શોભતા હતા. हेषा'रवोन्नादितदिग्विभागान्, केचित्तुरङ्गान् समनीनहन् द्राक् | गजांश्च केचित् समयूयुजंश्च, केचिच्छताङ्गास्तुरगैर्वृषेश्च ।।४।। કેટલાક સુભટોએ ઘોડાઓને ઉત્સાહથી એવી રીતે પ્રેરિત કર્યા કે તેના હેષારવના અવાજથી દિશાઓના અંતભાગ ભરાઈ જતા. તે પ્રમાણે કેટલાક સુભટોએ હાથીઓને, તો કેટલાક સુભટોએ રથોની સાથે ઘોડાઓને તો વળી કેટલાકે રથોની સાથે બળદોને જોડ્યા. केचित् कृपाणान् बिभराम्बभूवुश्चापान समारोपयितुं च केचित् । केचित् गदामुद्गरशक्तिकुन्तान्, पुनः पुनश्चालयितुं प्रवृत्ताः ।।५।। કેટલાક સુભટોએ તલવારોને ધારણ કરી, તો કેટલાકે ધનુષ્યો પર બાણ ચઢાવ્યાં. વળી કેટલાક સુભટો ગદા, મુદ્ર, શક્તિ અને ભાલાઓને વારંવાર ચલાવવા લાગ્યા. केचिद् द्विपक्षार्पितगृध्रपक्षाश्रयां श्रयन्तिस्म शकुन्तलक्ष्मीम् । संग्राहयामासुरिभैर्यदेके, करैश्च पक्षश्च कृपाणकुन्तान् ।।६।। કેટલાક સુભટોએ બન્ને ખભા પર ભાથાં (તૂણીર)ઓને ધારણ કર્યા. તે પક્ષીઓની જેમ શોભતા હતા. કેટલાક સુભટોએ હાથીઓની સૂંઢમાં બન્ને પડખે કૃપાણ (તલવાર) અને ભાલાઓનો સંગ્રહ કર્યો હતો. कृतान्तकल्पो बहलीश्वरोस्ति, यतो रणे तन्मुखमीक्षणीयम् । इत्यन्तराविर्भवदुग्रचिन्तादीनाभिरेके विधुरा वधूभिः ।।७।। બહલીદેશના સ્વામી બાહુબલિ યમરાજ સમાન છે. યુદ્ધભૂમિમાં તેમનું ભયંકર મુખ જોવાની કોઈની તાકાત નથી. આ પ્રમાણે અંતર્મનમાં ચિંતાથી દીન બની ગયેલી પત્નીઓ દ્વારા કેટલાક સુભટો વિધુર બની ગયા. प्रवर्धमानाधिकधैर्यशौर्यरसोच्छलत्कुन्तलमजुलास्याः । रणं तृणीकृत्य पुरः प्रसस्नुः, स्वस्वामिनः केचन शूरसिंहाः ||८|| વીરોમાં સિંહ સમાન કેટલાક સુભટો યુદ્ધને તૃણની જેમ તુચ્છ માની પોતાના સ્વામી ભરતથી પણ આગળ ચાલતા હતા. તેમના વધતા જતા ઉત્સાહ, શૌર્ય અને શૈર્યથી તેમના માથાના કેશ ઊંચા થઈ જવાથી તેમનાં મુખ સુંદર લાગતાં હતાં. ૧. રેષા-હણહણાત (ા તુર - ૦ ૬ ૪૧) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૦ ૧૯૩ Page #210 -------------------------------------------------------------------------- ________________ रणक्षितिं तक्षशिलाक्षितीशः, पूर्व समेतः क्रियते भवद्भिः । अद्यापि किं नोदयतिस्म सेनाधीशः स्वपुंभिस्त्विति वीरधुर्यान् ।।९।। “મહારાજા બાહુબલિ રણભૂમિમાં ક્યારના આવી ગયા છે. તમે બધા અત્યાર સુધી શું કરી રહ્યા છો ?” આ પ્રમાણે સેનાપતિ સુષેણે પોતાના વીર સુભટોને પ્રેરિત કર્યા. अम्भोजभम्भा बककाहलाना२, रवैदिगन्तप्रसरैर्वितेने । उदात्तशब्दैकमयं त्रिविश्वं, किं मथ्यतेऽम्भोनिधिरित्थमौहि ।।१०।। કમળના આકારવાળી ભંભાઓ અને બગલાના આકારવાલી કાહલો (શુષીર)ના દિગંતવ્યાપી અવાજથી ત્રણે લોક શબ્દમય બની ગયા. એવા અવાજના કોલાહલથી કલ્પના થતી કે શું સમુદ્રનું મંથન થઈ રહ્યું છે. ततः स्वयं भारतवासवोऽपि, प्रातस्तनं कृत्यविधि विधाय | स्नात्वा शुचीभूतवपुर्विवेश, कलुप्ताङ्गरागो जिनराजगेहम् ।।११।। . . ત્યાર પછી મહારાજા ભરત પ્રાત:કાલીન કાર્ય પતાવી, સ્નાન કરી પવિત્ર બની શરીર પર સુગંધિત લેપ કરી સુંદર વસ્ત્રો પરિધાન કરી શ્રી જિનેશ્વર ભગવંતના મંદિરમાં ગયા. हिरण्मयं रत्नमयं युगादेरानर्च बिम्ब हरिचन्दनेन । स्वभावसाधर्म्यजुषा ततोऽसौ, त्रैलोक्यपूज्यत्वमिवादधेऽस्य ||१२ ।। મહારાજા ભરતે સ્વભાવથી જ શીતળ ગુણના ધારક ગૌશીર્ષ ચંદન વડે ભગવાન શ્રી ઋષભદેવની સુવર્ણમય અને રત્નમય પ્રતિમાજીની પૂજા કરી. (મસ્તક, હૃદય, ચરણ) એમ ત્રણે સ્થળે કરેલી પૂજાથી ભગવંતની રૈલોક્ય પૂજનીયતાની પ્રતીતિ કરાવે છે. आमोदवाहैः कुसुमैः स्तवैश्च, तथाक्षतैरक्षतकादिभिः सः | त्रिधा विधिज्ञो विधिवद् व्यधत्त, पूजां युगादेर्जगदीश्वरस्य ।।१३।। ભરત મહારાજા ત્રણ પ્રકારની પૂજાવિધિના જાણકાર હોવાથી પહેલાં સુગંધિત પુષ્પોથી, સ્તવનાથી અને અખંડિત અક્ષતોથી જગદીશ્વર યુગાધિદેવની વિધિપૂર્વક પૂજા કરી. इत्यर्चयित्वा विधिवद् जिनेन्द्रं, जिनालयादेत्य बहिश्च चक्री । जगज्जयं नाम बभार वर्म, तेजोंशुमालीव नभोन्तमाप्तम् ।।१४।। એ પ્રકારે જિનેન્દ્રની વિધિપૂર્વક પૂજા કરીને ભરત ચક્રવર્તી જિનાલયની બહાર આવી જેમ સૂર્ય આકાશવ્યાપી તેજને ધારણ કરે તેમ ભરત ચક્રવર્તીએ “જગય' નામના કવચને ધારણ કર્યું. गीर्वाणश्रृङ्गारसुनामधेयं, दधौ शिरस्त्राणमसौ स्वमूर्ना | राकासुंर पूर्वाद्रिरिवाभिपूर्ण, शशाङ्कबिम्ब नयनाभिरामम् ।।१५।। ૧. મમ્મા-નવનદ્ધ વાઘ-રણભેરી ૨. વાહન-ત્રણ હાથ લાંબું, છિદ્રમુક્ત તથા ધંતૂરાના ફુલ જેવા મુખવાળું વાજિત્ર રૂ. રાગ-પૂણિમા ( રાવળ પૂર્ણ નિરાવરે-ગામ૨ દુરૂ) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ- ૧૯૪ Page #211 -------------------------------------------------------------------------- ________________ ત્યાર પછી મસ્તક પર “ગીર્વાણશૃંગાર” નામનું શિરસ્ત્રાણ (મુકુટો ઘારણ કર્યું. તે જાણે ઉદયચલ પર્વત પર પૂર્ણિમાનું સંપૂર્ણ ચંદ્રબિંબ શોભે તેમ શોભતું હતું. जया कलापोऽक्षयकङ्कपत्रस्ततो द्वितीयोऽपि पराजयश्च । इत्यस्य पार्श्वद्वितये निषङ्गौ३, भातःस्म पक्षाविव पक्षिराजा ।।१६।। ત્યાર પછી ભરત ચક્રવર્તીએ પોતાના બન્ને ખભા પર અક્ષય બાણોથી ભરેલા જય અને વિજય નામનાં બે ભાથાં (તૂણીર) ધારણ કર્યા. તે જાણે પક્ષીરાજ ગરૂડ બન્ને બાજુએ બે પાંખોથી શોભે તેમ શોભતાં હતાં. त्रैलोक्यदण्डं कलयाञ्चकार, करे स कोदण्डमुदग्रतेजः | अधिष्ठितं दानववैरिवृन्दैः, सचन्दनारण्यमिव द्विजिह्वैः ।।१७।। ત્યાર પછી ભરતે “મૈલોક્યદંડ” નામના પ્રચંડ તેજસ્વી ધનુષ્યને હાથમાં ગ્રહણ કર્યું. તે ધનુષ્ય જેમ ચંદનવન સર્ષોથી સેવાયેલું છે તેમ દેવોથી અધિષ્ઠિત છે. स दैत्यदावानलनामधेयं, जग्राह खड्गं निहतारिवर्गम् । अष्टाङ्गुलानूनकरप्रमाणं, सहस्रदेवैर्विनिषेव्यमाणम् ।।१८।। તેમજ ભરત ચક્રવર્તીએ શત્રુઓના સમૂહને યમધામ પહોંચાડવામાં સમર્થ “દત્યદાવાનલ” નામના ખગ (તલવાર)ને ધારણ કર્યું. તે ખગરત્ન એક હાથ અને આઠ આંગળ પ્રમાણવાળું અને હજાર દેવોથી અધિષ્ઠિત હતું. पुरोहितोदीरितमङ्गलाशीस्तुङ्गं नगोत्सङ्गमिव द्विपारिः । आरोहदुच्चैः करिणं रथाङ्गपाणिः कुरुक्ष्मापतिदत्तपाणिः ।।१९।। પુરોહિતે આશીર્વાદ આપ્યા પછી મહારાજા ભરત, જેમ સિંહ હાથીની પીઠ પર સવાર થઈ જાય તેમ કુરુદેશના રાજાના હાથનો સહારો લઈને ઊંચા હસ્તિરત્ન પર આરૂઢ થયા. ततः सुषेणोऽपि पताकिनीशः, स्वयं शताङ्गं पवनञ्जयाख्यम् । . • સારા ને પુરતો મૂવ, વતારચેવ સમીરનો કા ||ર|| ત્યાર પછી સેનાપતિ સુષેણ “પવનંજય નામના રથ પર આરૂઢ થઈને પોતે પોતાના સ્વામી ભરત મહારાજા આગળ ચાલ્યા. જેમ મેઘની પહેલાં પવન ફૂંકાય છે તેમ સેનાપતિ આગળ ચાલે છે. कुन्तं धरन् वनिमुखं च खड्गं, कालाननं नाम सुदुःसहाभम् । सेनाधिपोऽसौ चतुरङ्गसेनासमन्वितोऽभूत् पुरतो नृपस्य ।।२१।। ચતુરંગી સેનાથી પરિવરેલા સુષેણ સેનાપતિ “વનિમુખ” નામનો ભાલો અને અત્યંત તેજસ્વી “કાલાનન” નામના “ખગને લઈને ભરત મહારાજાની આગળ આવી ગયા. ૧. ના-બાણોનો ભાથો (શર વના - કમ રૂ ૪૪૬) ૨. પત્ર-તીર=બાણ (ત્રીવનાશિનીમુણપત્ર • મ0 રૂ ૪૪ર) રૂ. નિષ-ભાથો (ટૂળ નિવ7ળી - 10 રૂ૪િ૪૫) ૪. SIM - ચ | શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૯૫ Page #212 -------------------------------------------------------------------------- ________________ ज्येष्ठः सुतः सूर्ययशा यशस्वी, ध्वान्तारिहासाख्यकृपाणपाणिः | सुपर्वसंमोहतनुः स्वकीय, निधाय तातस्य पुरः ससार ।।२२।। દેવોને પણ આશ્ચર્યકારી એવા શરીરવાળા ભરત મહારાજાના જ્યેષ્ઠ પુત્ર યશસ્વી સૂર્યયશા પણ “બ્રાન્તારિહાસ” નામની કુપાણ હાથમાં લઈને ભરત રાજા આગળ ચાલ્યા. एवं तनूजन्मसपादकोट्या, वृतोऽभ्यगात् सङ्गरकेलिभूमिम् । द्वात्रिंशता भूमिभुजां सहस्रः, समन्वितः शक्र इवाभरैश्च ।।२३।। જેમ દેવોથી પરિવરેલા ઇન્દ્ર શોભે તેમ સવા કરોડ પુત્રો અને બત્રીસ હજાર રાજાથી પરિવરેલા ભરત મહારાજા યુદ્ધભૂમિમાં આવી ગયા. निःस्वान लक्षेषुदशस्वपीह, तथाऽनकाष्टादशलक्षकेषु । लक्षाष्टयुग्मेषु च संपरायस्मरध्वजानां निनदत्सु कामम् ।।२४।। प्रवीरतातान्वयनामकीर्तिविराविषु स्फूर्तिमतां वरेषु । તુતિવ્રતાનાં નિવગુ પૂર્વ, પૃષ્ઠ સાપુ મારવેણુ રિષll संकेतिताजेर्जगतीं जगाम, स राजराजो विहिताभियोग । ... भूयस्तनूजैश्च समन्वितो द्राक्, क्षीत्रव्रतो मूर्तिमिवोपपन्नः ||२६ ।। અનેક પુત્રોથી પરિવરેલા અત્યંત ઉત્સાહી ચક્રવર્તી ભરત રણભૂમિમાં પોતાની નિર્દિષ્ટ જગ્યાએ આવી પહોચ્યા ત્યારે ચક્રવર્તી સાક્ષાતુ ભૂર્તિમંત ક્ષાત્રતેજ તું ના હોય તેવા શોભતા હતા. એ વખતે ૧૦ લાખ યુદ્ધવાજિંત્રો, ૧૮ લાખ ભેરી અને ૧૦ લાખ નગારાં એકીસાથે વાગ્યાં. તેની સાથે-સાથે સ્કૂર્તિમાન મંગલપાઠકોનો સમૂહ ભરત ચક્રવર્તીના વંશપરંપરામાં થઈ ગયેલા વીર પુરુષોનાં કુળ અને નામની પ્રશસ્તિ ગાઈ રહ્યો હતો અને એ બધા મંગલપાઠકો ભરત મહારાજાની પાછળ પાછળ ચાલી રહ્યા હતા. पीयूषयाथोधिमहोर्मिगौरी, द्वयोर्ध्वजिन्योरपि मागधोक्ता । भोगावली श्रीजिननाभिसूनुस्तुतिप्रधाना मुहुरुल्ललास ।।२७।। તે સમયે બન્નેની સેનામાં મંગલપાઠકો શ્રી જિનેશ્વર ભગવંત ઋષભદેવની ક્ષીરસમુદ્રના તરંગો જેવી ઉજ્જવળ ભાવવાહી-બિરદાવલી ઉલ્લાસપૂર્વક ગાઈ રહ્યા હતા. चमरियं वैरिचमं विलोक्य, केतुच्छलाद् व्योमनि नृत्यतीव । समानतां प्राप्य रणे विवादे, न कोपि नृत्येद् विजयाभिलाषी ? ||२९|| . ભરત મહારાજાની સેના શત્રુની સેનાને જોઈને પતાકા (ધ્વજા)ના બહાનાથી જાણે નાચ કરતી ના હોય ! ખરેખર વિવાદ અને યુદ્ધમાં સમાનતાને પ્રાપ્ત કરીને વિજયાભિલાષી એવો કોણ વીર પુરુષ નાચી ના ઊઠે ? ૧. નિઃસ્વાન બુદ્ધવાજિંત્ર ૨. કાન-નગારૂ (મેરી સુમિરાન-મ૦ રર૦) ૨. મરદ્ઘન-નગારા ૪. સમયE-ઉધમ પરાક્રમ ૬. મોરાવિની-બિરૂદાવલિ (ઝભ્યો મોવતી મા-૦ રૂપિ૨) શી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૯૭ Page #213 -------------------------------------------------------------------------- ________________ ते कोशलातक्षशिलाधिपत्योर्विरेजतुस्तुल्यतया ध्वजिन्यौ । प्राचीनपाश्चात्यमहोमिमालावेले इवान्योन्यसमागमेच्छे ।।२९।। જાણે પૂર્વ કે પશ્ચિમ સમુદ્રનાં વહેણ (તરંગો) એકબીજાને મળવાની ઇચ્છાવાળાં ના હોય ! તેમ કોશસંદેશાધિપતિ મહારાજા ભરતની સેના અને તક્ષશિલાના અધિપતિ મહારાજા બાહુબલિની સેના તે બન્ને જાણે એકબીજાનો સમાગમ કરવાની ઇચ્છુક ના હોય તેમ લાગતી હતી. अनीकयोर्वाद्यरवास्तदानीं, सद्बन्दि'कोलाहलकामपीनाः । प्रापुर्दिगन्तांस्तदनुक्रमेण, यशोधनानामिव कीर्तिचाराः ||३०|| એ વખતે બન્નેની સેનાના મંગલપાઠકોની બિરદાવલિ અને વાજિંત્રોના કોલાહલથી પુષ્ટ બનેલો અવાજ દિશાના અંતભાગ સુધી પહોંચી ગયો. તે અવાજ જાણે યશસ્વી પુરુષોની કીર્તિરૂપી ગુપ્તચર ના હોય ! तूर्यस्वनैर्वन्दिरवातिपीनैः, प्रवृद्धिमाप्तैर्भटसिंहनादैः । हेषारकैः स्यन्दनचक्रचक्रचीत्कारगाढर्ययिरे दिगन्ताः ||३१।। મંગલપાઠકોના શબ્દોની સાથે મિશ્રિત બનેલાં વાજિંત્રોના શબ્દો વધારે પુષ્ટ થયા. તેમાં પાછા સુભટોના સિંહનાદો, ઘોડાઓના ઈષારવો અને રથોનાં ચક્ર (પૈડાં)ના ચિત્કારો આ બધાંના અવાજોથી દિશાઓ વ્યાપ્ત બની ગઈ. दिवस्पृथिव्यौ कुरुतः कलिं कि, केनापि कृत्येन च दम्पतीव | किं व्योमगङ्गऽद्य विलोड्यते वा, दिक्कुञ्जरैरौहि तदेति लोकैः ।।३२ ।। અવાજોના કોલાહલથી લોકો કલ્પના કરતા કે કારણવશાત્ આકાશ અને પૃથ્વીરૂપી દંપતી ઝઘડી રહ્યાં છે કે શું? અથવા તો દિગ્ગજો આકાશગંગાને વલોવી રહ્યા છે કે શું? समन्ततो लक्षचतुष्कयुक्ताशीतिहयस्यन्दनकुञ्जराणाम् । रणाङ्गणे षण्णवतिर्नुकोट्यो, रथाङ्गपाणेर्भवतिस्म सज्जा |३३।। આ રણસંગ્રામમાં ભરત ચક્રવર્તીની ૮૪ લાખ હાથી, ૮૪ લાખ ઘોડા, ૮૪ લાખ રથો,૯૬ કરોડ પાયદળની સેના હતી. धीरं मनो बाहुबलेभंटानां, चमूममूं भारतवासवस्य । नालोक्य कम्पेत सुरेन्द्रधैर्यविकम्पिनी स्वर्गिमिरित्यतर्कि ||३४।। દેવો પણ સ્તબ્ધ થઈ ગયા કે અરે ! ઇન્દ્રના ઘેર્યને પણ કંપાવવાની ભરત ચક્રવર્તીની વિશાળ સેના જોઈને બાહુબલિના સુભટોનાં મન જરા પણ કંપિત થતાં નથી, તે ખરેખર તેના ધીર મનની પ્રતીતિ કરાવે છે. सहस्रकोटीशतलक्षवीरप्रयोधिनो योधवरास्तदानीम् । राज्ञे न्यवेद्यन्त सनामपूर्व, सौस्नातिकैर्वारितवैरिवाराः ||३५।। ૧. વજી-મંગલપાઠક (વન્દી માનવાવરુ - રૂ ૪૫૧) ૨. સનાતિવા-સુચના આપનાર અધિકારી શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૦ ૧૯૭ Page #214 -------------------------------------------------------------------------- ________________ એ સમયે પરિચાયકોએ શત્રુસેના પર વિજય પામનારા, શતયોધી, સહયોધી, લક્ષયાંધી અને કોટિયોધી સુભટોના નામપૂર્વકનો નિર્દેશ મહારાજા ભરતને આપ્યો. अथ स्वयं श्रृण्वति भारतेशे, बलाधिराजो मगधाधिराजम् | बृहस्पतिं नाम विशेषविज्ञं, पप्रच्छ शत्रुध्वजनामवाहान् ।।३६ ।। મહારાજા ભરત સાંભળી શકે તે રીતે સેનાપતિ સુષેણ, મંગલપાઠકોના અગ્રણી વિશેષજ્ઞ બૃહસ્પતિને શત્રુઓનાં ધ્વજ-ચિહ્ન, નામ, ઘોડા વગેરેના વિષયમાં પૂછ્યું. तमाह वैतालिकरसार्वभौमो, गिरा विशेषाद रिपुकीर्तिमत्या । यत्प्राप्तरूपा मुखरीभवन्ति, पृष्टाः पुनर्मीनजुषोऽन्यथैव ।।३७ ।। ત્યારે સ્તુતિપાઠકના અગ્રણી બૃહસ્પતિએ શત્રુઓની કીર્તિ કરનારી વિશિષ્ટ વાણીમાં સેનાપતિના પ્રશ્નોના ઉત્તર આપ્યા. ખરેખર વિદ્વાન પુરુષો કોઈ પૂછે તો જ જવાબ આપે. અન્યથા તે મૌન ધારણ કરે છે. अयं पुरस्तक्षशिलाक्षितीशः, सिंहध्वजः शात्रवदन्तिसिंह | गजाधिरूढः समराय धैर्यनिवासभूर्धावति सूनुयुक्तः ।।३८।। શત્રુઓરૂપી હાથીઓનું મર્દન કરવા માટે સિંહ સમાન, સિંહના ચિહનની ધ્વજાવાળા સાક્ષાત્ વૈર્યની મૂર્તિ સમાન, પોતાના પુત્રોથી પરિવરેલા તક્ષશિલાના અધિપતિ બાહુબલિ આપની સામે યુદ્ધ કરવા માટે પધારી ગયા છે. दोर्दण्डदम्भोलिरमुष्य राज्ञः, पक्षच्छिदे भूमिभृतां सहत्वम् । बिभर्ति यच्चित्रमिदं तदीयं, तेषां पुनः पक्षवृधे नतानाम् ।।३९।। મહારાજા બાહુબલિના ભુજાદંડરૂપી વજ રાજાઓરૂપી પર્વતોની પાંખોને છેદવા માટે સમર્થ છે પરંતુ તેમના વિષયમાં એક અદ્ભુત વાત છે કે જે કોઈ રાજા તેમની આગળ નમી જાય છે તેના પક્ષની વૃદ્ધિ થાય છે. अस्यात्मभूश्चन्द्रयशाः शशाङ्ककेतुः शशाङ्गाभरथाधिरूढः । यस्मिन् प्ररुष्टे कटकास्थिरत्वचिन्ता वितेने द्विषदङ्गनाभिः |४|| ચંદ્રના ચિનથી યુક્ત ધ્વજાવાળા શશાંકેતુ નામના રથ ઉપર આરૂઢ થયેલા બાહુબલિના જ્યેષ્ઠ પુત્ર ચન્દ્ર સમાન ઉજ્વળ કાંતિવાળા, ચંદ્રયશા આપની સામે ઊભા છે. એમની એક વિશેષતા છે કે જ્યારે તે રોષાયમાન થાય ત્યારે શત્રુઓની સ્ત્રીઓના મનમાં પોતાનાં કંકણોની અસ્થિરતાનો ભય વ્યાપી જાય છે. ૧. બાય-સ્તુતિ પાઠક (નાવાયાં માથ૦ રૂ ૪૫૨) ૨. વૈજ્ઞાનિ-મંગલ પાઠક (વેનિલા વષવ ૦િ રૂ ૪૫૮) . ત્રિવ-શત્રુઓ (પરવા પ્રયવસ્થાતા-૦િ રૂરૂિ૫૨) ૪. ૧૦૦૦-કંકણ (cછી નય પારિકાવાવ ૫ ગમ્મ , રૂરૂર૭) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૦ ૧૯૮ Page #215 -------------------------------------------------------------------------- ________________ अयं पुनर्बाहुबलेः पुरस्तादाविर्भवत्याजिकृते कनिष्ठैः | भृशं निषिद्धोऽपि शिवं यियासुर्यती कषायैरिवबद्धकक्षः ||४१।। મોક્ષમાં જવાની ઇચ્છાવાળો યોગી કષાયોથી સંસારમાં રોકાઈ જાય તેમ આ ચંદ્રયશાને તેના નાના ભાઈઓએ વારવા માટે ઘણી મહેનત કરવા છતાં પણ યુદ્ધ કરવા માટે તત્પર થયેલા તે પોતાના પિતા બાબલિની આગળ ચાલી રહ્યા છે. अस्यानुजन्मा दलितारिजन्मा, महायशाः स्यन्दनसंनिविष्टः । कूर्मध्वजः कोकनदाश्च एष, पितुः पुरस्ताद् बहुधाभियुंक्ते ।४।। આ સામે ઊભેલા કૂર્મની ધ્વજાના ચિહ્નવાળા રથ ઉપર બેઠેલા ચંદ્રયશાના નાના ભાઈ મહાયશાના રથમાં લાલ ઘોડા જોડેલા છે. તે શત્રુઓનો નાશ કરવા માટે થનગની રહ્યા છે. તે મોટાભાગે પોતાના પિતાની સમક્ષ નિરંતર ઉદ્યમશીલ બની રહે છે. शिलीमुखास्त्वस्य शरासरमुक्ताः, प्रत्यर्थिहृत्कुम्भभिदे भवन्ति । पतन्ति नेत्राश्रुजलानि तेषां, मृगेक्षणानामिति चित्रमेतत् ।।४३।। મહાયશના ધનુષ્યમાંથી છૂટેલાં બાણો શત્રુઓના હૃદયરૂપી કુંભને ભેદી નાખે છે. ત્યારે તે શત્રુઓની સ્ત્રીઓની આંખમાંથી ચોધાર આંસુઓ ખરી પડે છે. ખરેખર તે આશ્ચર્ય છે કે બાણોનો પ્રહાર શત્રુના હૃદયરૂપી ઘડામાં થાય છે, જ્યારે આંસુઓરૂપી જલ નીકળે છે શત્રુઓની સ્ત્રીઓની આંખમાંથી. अयं रथी सिंहस्थो नृसिंहा, सिंहध्वजः सिन्धुहयश्च सिंह | प्रत्यर्थिनां साम्प्रतमुग्रतेजा, उदेष्यति स्वैरमथाहवाय ।।४४।। સિંહની ધ્વજાના ચિહ્નવાળા રથ પર આરૂઢ થયેલા સિંહરથ છે. તેના ઘોડાઓ સિંધુદેશના છે. તે પુરુષોમાં શ્રેષ્ઠ અને શત્રુઓ માટે સિંહ સમાન છે. એ પ્રચંડ પ્રતાપી વરિયોદ્ધો યુદ્ધ માટે પર્યાપ્ત છે. જ્યારે તે યુદ્ધમાં ઉદિત થશે ત્યારે તેનો પ્રતાપ ચમકી ઊઠશે. अयं बलानां पुर एव दृश्यो, रविर्ग्रहाणामिव तेजिताशः । . . पुनः पुनश्चापभृतो रणाय, प्रणोदयन् स्कन्द इवादितंयान् ||४५।। સમસ્ત ગ્રહોમાં પ્રચંડ પ્રતાપી સૂર્ય જેમ ચમકી ઊઠે તેમ આ સિંહરથ વીર સુભટોમાં ચમકી ઊઠે છે. જેમ કાર્તિકસ્વામી દેવસેનાને પ્રેરિત કરે તેમ આ ધનુર્ધારી સેનાપતિ વીર સુભટોને યુદ્ધ માટે વારંવાર પ્રેરિત કરે છે. सैन्याग्रवर्ती किल सिंहसेनः, सेराहावाजी शरभध्वजोयम् । यन्नाममात्राद् द्विषदङ्गनाभिर्विहाय हारांश्च कचा ध्रियन्ते ||४६ ।। ૧. નતાશ્વ -લાલ થોડા (લાલ કમળને કોકનદ' કહેવાય છે. કોકનદની કાંતિવાળા (લાલ ઘોડા). ૨. શRI-ધનુષ્ય (ધનુાપડવા -મ૦ રૂ ૪૩૨) ૩. ના-કાર્તિકેય | ૪. આયિE-દેવો (૦ ૨ાર) . સેરા-અમૃત અથવા દૂધ સમાન રંગવાળા (પોર (પીયૂષવળે રાહ • ગમ જીરૂ૦૪). ૬. રામ-અષ્ટાપદ નામનું પ્રાણી (શરમ યુઝરતિ-કમ૪ રૂ૫૩) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૯૯ Page #216 -------------------------------------------------------------------------- ________________ સેનાની આગળ ચાલે છે તે સિંહસેન છે, તેની ધ્વજાનું ચિહ્ન અષ્ટાપદ છે અને તેના અો એકદમ સફેદ છે. એના નામ માત્રથી ભયભીત બનેલી શત્રુઓની સ્ત્રીઓની વેણી છૂટી જવાથી તેના કેશનો હાર બનાવીને શત્રુની સ્ત્રીઓ છાતી ઉપર ધારણ કરે છે. चापादवारोपयदेव किञ्चिद्, रथी गुणं न स्वयमभ्यमित्रम् । सुधीः कृतज्ञत्वमिव स्वचित्तादनन्यसौजन्यरसोऽभिरामात् ।। ४७ ।। . જેમ અસાધારણ સૌજન્યવાળા બુદ્ધિશાળી પુરુષો પોતાના પવિત્ર મનમાંથી ક્યારે પણ કૃતજ્ઞતા ભાવને છોડતા નથી, અર્થાત્ ઉતારતા નથી તેમ આ સિંહસેન શત્રુઓ સામે ખેંચેલી ધનુષ્યની પ્રત્યંચા (દોરી)ને ક્યારે પણ ઉતારતો નથી. श्येनध्वजः सादितशत्रु पक्षः, पराक्रमी विक्रमसिंह एषः । क्रियाह' वाहः किल कुन्तधारी, पितुर्निदेशं स्वयमीहते द्राक् ।।४८ ।। આ અત્યંત પરાક્રમી, વિક્રમસિંહ તે શત્રુપક્ષને જીતવામાં સમર્થ છે. તેની ધ્વજાનું ચિહ્ન બાજ પક્ષી છે અને તેના ઘોડા લાલ રંગના છે. એના હાથમાં તીક્ષ્ણ ભાલો છે તે પિતાની આજ્ઞાની પ્રતીક્ષા કરી રહ્યો છે. अयं रथी वैरिभिरेकमूर्तिः, सहस्रधा लोक्यत एव युद्धे 1 दोर्दण्डकण्डूतिरमुष्य जेतु:, प्रत्यर्थिवक्षोभिरतो व्यपास्या ।। ४९ ।। રથ ઉપર આરૂઢ થયેલા આ વીર વિક્રમસિંહને શત્રુઓના સુભટોએ હજારો વખત યુદ્ધમાં જોયેલા છે. તે એક પરાક્રમીની મૂર્તિ છે. એ વીર વિજેતાની ભુજાદંડની ખૂજલી શત્રુઓની છાતીમાં પ્રહાર કર્યા પછી જ દૂર થાય છે. सोयं विनीलाश्वरथी कनीयान् सर्वेषु पौत्रेषु युगादिनेतुः । विपत्करी पत्ररथेन्द्र केतोर्भुजद्वयी यस्य चिरं रिपूणाम् ।। ५० ।। લીલા ઘોડાવાળા રથ ઉપર આરૂઢ થયેલો આ વી૨ શ્રી ઋષભદેવનો સૌથી નાનો પૌત્ર છે. એની ધ્વજાનું ચિહ્ન ગરુડ છે. એની બન્ને ભુજાઓ શત્રુઓ માટે લાંબા કાળ સુધી આપત્તિને કરનારી છે. महाबलाख्यो बलसिन्धुनाथः, पित्रा निषिद्धोऽपि रणाय तूर्णम् । धावत्यसौ तीर इवास्त्रमुक्तस्तेजस्विनो यल्लघवोऽपि वृद्धाः ।। ५१ ।। બાહુબલિનો આ સૌથી નાનો પુત્ર મહાબલ પરાક્રમનો સમુદ્ર છે. તેના પિતાએ તેને યુદ્ધ માટે નિષેધ કરવા છતાં ધનુષ્યમાંથી છૂટેલું બાણ જેમ વેગથી દોડે તેમ યુદ્ધ માટે સૌથી પહેલાં દોડી આવ્યો છે, કેમ કે તેજસ્વી પુરુષો ભલે નાના હોય છતાં મહાન હોય છે. उपात्तनानायुधयानलीला, लक्षत्रयी बाहुबलेः सुतानाम् । एवं बलौद्धत्यरसाज्जगन्ति, तृणन्ति तेजस्विषु किं नु चित्रम् ? ।। ५२ ।। ૧. પ્રિયાદઃ-લાલઘોડા (યિાો લોહિતો અમિ૦ ૪ (રૂ૦૪) ૨. પત્રનચેન્દ્ર-પત્રરથનો અર્થ પક્ષી થાય છે. પક્ષીઓનો ઇન્દ્ર-ગરુડ. રૂ. અસ્ત્રમ્-ધનુષ્ય (ધનુવાપોડનિવાસ-અમિ૦ રૂ।૪રૂ૧) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૦૦ Page #217 -------------------------------------------------------------------------- ________________ મોહબલિનાં ત્રણ લાખ પુત્રો અનેક પ્રકારનાં શસ્ત્રોથી સજ્જ બનીને જુદાં જુદાં વાહનોમાં આવી ગયો છે, એ લોકો પોતાના પરાક્રમથી એટલા બધા ગર્વિષ્ઠ છે કે જગતને તૃણનો જેમ તુચ્છ માને છે. ખરેખર તેજસ્વીઓ માટે શું આશ્ચર્ય છે ! विद्याधरेन्द्रोऽनिलवेग एष, व्यालध्वजो व्यात्तमुखोऽभ्युपैति । युधि द्विषद्ग्रासकृते तरस्वी, रथेन चित्राश्वयुजा खमार्गात् ।। ५३ ।। વિદ્યાધરોનો અધિપતિ આ અનિલવેગ કાબરચીતરા ઘોડાવાળા ૨થ ઉપર આરૂઢ થઈને આકાશમાર્ગેથી મોં ફાડીને આવી રહ્યો છે. એની ધ્વજાનું ચિહ્ન સર્પ છે. એ રણભૂમિમાં શત્રુઓને ગળી જવા માટે સમર્થ છે. वितन्वताऽनेन विहारलीला, विहारलीला' युवती रिपूणाम् । विलोक्य चित्रं प्रमदाप्रकाशं, मदप्रकाशं च कृतं विशेषात् ।।५४।। અનિલવેગે વિહા૨ભૂમિમાં ક્રીડા કરતી શત્રુઓની પત્નીઓને હાર વિનાની બનાવી દીધી, એટલું જ નહીં પરંતુ સ્ત્રીઓની વિચિત્ર પ્રકારની અભિવ્યક્તિઓને જોઈને પોતે વિશેષ પ્રકારનો મદ પ્રદર્શિત કર્યો છે. रत्नारिरेष प्रकटप्रतापश्चक्राङ्गकेतुर्भटचक्रचक्री | गर्जन् गदाव्यग्रकरः समेति, सावज्ञनेत्रो रणवामधुर्यः । ५५ ।। સુભટ શિરોમણિ રત્નારિની તેજસ્વિતા અત્યંત સ્પષ્ટ દેખાય છે. એની ધ્વજાનું ચિહ્ન હંસ છે. એની આંખોમાં શત્રુઓ પ્રતિનો તિરસ્કાર દેખાઈ રહ્યો છે. એના હાથમાં ગદા છે. તે ગર્જના કરતો આવી રહ્યો છે. अयं नमेराहवकौशल्य, सैन्यप्रभो ! स्मारयिता तवैव । गजध्वजस्तुङ्गजाधिरूढो, भुजोष्मणा हारयिता हरेः किम् ? ।। ५६ ।। હે સેનાપતિ ! આ રત્નારિ આપને યુદ્ધકૌશલ્યમાં નમિરાજાની સાથેના યુદ્ધની યાદ કરાવશે. હાથીની ધ્વજાના ચિહ્નવાળા હાથી પર બેઠેલા આ વીરની ભુજાઓની પ્રચંડતાને ઇન્દ્ર પણ હરાવી શકે તેમ નથી. नानास्त्रयानधजशालिनोऽमी, सहस्रशोऽन्येपि रणं समेताः । उद्बाहवो बाहुबलेः क्षितीशा, यथोत्सवाः पुण्यकृतो निकेतम् ।।५७।। અનેક પ્રકારનાં શસ્ત્રો, વાહનો અને ધ્વજાઓવાળા બીજા પણ વીર સુભટો તેમજ હજારો રાજાઓ યુદ્ધમાં આવી ગયા છે. બાહુબલિના પક્ષમાં આવેલા રાજાઓ પરાક્રમી અને ઉબાહુ છે. જેમ પુણ્યશાળીઓને મહોત્સવ એ એક ઘરેણું સમાન મનાય તેમ શૂરવીરો માટે પરાક્રમ એક ઘરેણારૂપ હોય છે. १. विहारलीलाः- विगता हारस्य लीला यासां ताः विहारलीलाः (द्वितीयाया बहुवचनम् ) ૨. મવપ્રવાશે-ચત્ર મનપ્રાશ રૂતિ યુમ્ | શ્રી ભરતભાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૦૧ Page #218 -------------------------------------------------------------------------- ________________ एकोप्यजय्यो युधि चैष राजा, भटैः किमेभिः परिवारितोऽयम् । विलोकनीयो न दृशापि तिग्ममरीचिवद्वासरयौवनान्तः ||५८।। યુદ્ધમાં આ રાજા એકલો જ અજેય છે. જ્યારે સુભટથી પરિવરેલા હોય ત્યારે તો શું વાત કરવી? તીણ કિરણવાળો સૂર્ય આંખોથી જોઈ શકાતો નથી, જ્યારે મધ્યાહ્ન સમયે તો તેને દેખવાની વાત જ શું કરવી ! इत्युक्तवन्तं मगधक्षितीशमुपेक्ष्य सैन्याधिपतिः सुषेणः । क्ष्मेन्दोर्युगान्ताब्द इव व्यमुञ्चत्, वेडां परप्राणहरीमनीके ||५९।। મંગલપાઠકના અગ્રણી બૃહસ્પતિએ આ પ્રમાણે શત્રુસેનાના સુભટોની પ્રશસ્તિ કરી. તરત જ તેની ઉપેક્ષા કરીને સેનાપતિ સુષેણે ચક્રવર્તીની સેનામાં પ્રલયકાલીન મેઘના જેવો અને શત્રુઓના પ્રાણને હરી લે તેવો ભયંકર સિંહનાદ કર્યો. प्रादुर्बभूवुर्युगपत्तदैव, पञ्चास्यनादा भटसानुमद्भ्यः | नितान्तसंभ्रान्तिकराधिकारा, गर्जेर्विरावा इव वारिदेभ्यः ||६०।। .. એ દિવસે સુભટોરૂપી પર્વતોએ પણ એકીસાથે સિંહનાદ કર્યો. એ સિંહનાદથી અત્યંત ભયંકર . ગર્જના કરતાં વાદળોના જેવો ભયંકર ગર્જારવ થયો. ससंभ्रमं विश्वमपीह विश्वं, बभूव विश्वापि चलाचलेयम् । दिक्कुञ्जरास्त्रासमुपेत्य तस्थुश्चित्रामेलीला इव सर्वतोऽपि ||६१।। उज्जागरा मन्दरकन्दरस्था, द्राक् किन्नराः पाणिनिमील्यनेत्राः । बभूवुरत्यजकाः स्त्रियोऽपि, तैः सिंहनादैर्भटकुञ्जराणाम् ||६२।। આવા પ્રકારના સિંહનાદથી ચરાચરથી ભરેલું સમસ્ત વિશ્વ વ્યાકુળ બની ગયું. સમસ્ત જગત ત્રાસી ગયું. દિગ્ગજો પણ ત્રાસીને ચિત્રમાં ચીતરેલા હોય એમ સ્તબ્ધ બની ગયા. પર્વતોની ગુફાઓમાં નિરાંતે સૂતેલા કિન્નરો પણ જાગી ગયા ને આંખો બંધ કરીને બેસી ગયા. સ્ત્રીઓ પણ પોતાનાં બાળકોને દૂર ખસેડીને ભયભીત બનીને બેસી ગઈ. टंकाररावा भटचापकोटिकोटिभ्य एताः प्रथिमानमुच्चैः । कल्पान्तकालाम्बुधिगर्जिभीमा, दिक्कुञ्जकुक्षिभरयः प्रसस्नुः ।।३।। કરોડો સુભટોના કરોડો ઘનુષ્યના ટંકારવના અવાજો દૂર દૂર સુધી પ્રસરી ગયા. તે જાણે પ્રલયકાળના સમુદ્રની ગર્જના જેવો ભયંકર અવાજ દિશાઓના ખૂણે ખૂણે પ્રસરી રહ્યો હતો. આ इतः स्वयं तक्षशिलाधिपोऽपि, भ्रातुः सुतान् वेदयितुं सुतानाम् । भूसंज्ञयाऽपृच्छदमात्यधुर्य, सुमन्त्रनामानमनामिताङ्गः ||६४।। આ બાજુ તક્ષશિલાના અધિપતિ બાહુબલિ ઉન્નત મસ્તક રાખીને પોતાના પુત્રોને ભાઈના પુત્રોનો પરિચય કરાવવા માટે ભૂસંજ્ઞા (ઇશારા)થી પોતાના પ્રધાનમંત્રી સુમંત્રને પૂછ્યું : १. वासरयौवनान्त:-वासरस्य यौवन-मध्यान्हं, तस्य अन्तर-मध्यः । . શ્રી ભરતબાહુબલિ મહાક્તવ્યમ્ ૦ ૨૦૨ Page #219 -------------------------------------------------------------------------- ________________ महायुधा ये युधि भारतेया, विशिष्य नासीरतया प्रतीताः । निःशङ्गमातङ्कमपास्य तेषामाशंस नामध्वजयानवाहान् ।।६५।। મંત્રીશ્વર ! આ રણભૂમિમાં મહારાજા ભરતના મહાન યોદ્ધાઓ તેમજ વિશેષરૂપે સેનાના પથદર્શક સુભટોનાં નામ, ધ્વજ-ચિહ્ન, યાન, ઘોડા વગેરેની માહિતી નિર્ભય અને નિઃશંકપણે કરાવો. तवाग्रजोऽयं स गजाधिरूढो, महाभुजो भारतराजराजः । यस्य प्रभावान्निलयान् विहाय, गुहागृहा एव भवन्त्यमित्राः ||६६|| ત્યારે મંત્રીએ કહ્યું : રાજન ! હાથી પર આરૂઢ થયેલા મહાપરાક્રમી આપના મોટાભાઈ ભરતેશ્વર છે. એમના પ્રભાવથી શત્રુઓનો સમૂહ ઘર છોડીને ગુફાવાસી બની જાય છે. साकूतहेतुः पुरुहूत'केतुर्विजेतुकामो निखिलारिवर्गम् । अयन् सुषेणेन रणे नृपोऽयं, न्यषेधि लोभेन यथा विवेकः । । ६७ ।। ઇન્દ્રધ્વજાના ચિહ્નવાળા ચક્રવર્તી ભરત મહારાજા શત્રુસમૂહને જીતવાના આશયથી જ્યારે રણભૂમિમાં જઈ રહ્યા હતા ત્યારે તેના સુષેણ સેનાપતિએ એવી રીતે રોક્યા કે જેમ લોભ વડે વિવેકગુણ રોકાઈ જાય. अयं सुषेणो ध्वजिनीमहेन्द्रो, हर्यक्षकेतुर्युधि धूमकेतुः । पत्युः पुरश्चालयते रथं स्वं, गौरांशुगौराश्वजुषं प्रसह्य ||६८ || આ સુષેણ સેનાપતિ યુદ્ધમાં અગ્નિની જેમ બધાને ભસ્મીભૂત ક૨વાની તાકાત ધરાવે છે. એની ધ્વજાનું ચિહ્ન સિંહ છે. તે પોતાના સ્વામી ભરતની આગળ આગળ શ્વેત કિરણોની જેમ શ્વેત ઘોડાઓથી જોડેલા રથને પોતે વેગથી ચલાવી રહ્યા છે. जी सुषेणानुज एष कोक र केतुः कपोताभहयः पुरस्तात् । रथाधिरूढः समराय चैति, निस्त्रिंशपाणिर्जगदेकवीरः ।। ६९ ।। સુષેણ સેનાપતિનો નાનો ભાઈ “જયી” ચક્રવાકની ધ્વજા-ચિહ્નવાળા અને કબૂતરના રંગવાળા, ઘોડાથી જોડેલા ૨થ પર આરૂઢ થઈને યુદ્ધ માટે આગળ જઈ રહ્યો છે. તેના હાથમાં તલવાર છે. તે પણ જગતમાં એક વી૨ યોદ્ધો છે. ज्येष्ठोङ्गजश्चक्रधरस्य३ चैष, सूर्योल्वणः सूर्ययशा यशोब्धिः यस्यावलोकात्प्रतिपक्षघूको, लीनो वने क्वापि निमील्य नेत्रे ।। ७० ।। ભરત ચક્રવર્તીનો જ્યેષ્ઠ પુત્ર સૂર્યયશા છે તે સૂર્યના જેવો તેજસ્વી અને યશનો ભંડાર છે. એને દેખતાંની સાથે જ શત્રુરૂપી ઘુવડો પોતાની આંખો બંધ કરીને વનમાં છુપાઈ જાય છે. ૧. પુતઃ-ઇન્દ્ર ૨. જોવઃ-ચક્રવાક (જોજો યોઽપિ ૫ - અમિ૦ ૪(રૂ૧૬) રૂ. શ્રેષ્ઠો.. ત્યપિ પાઃ । શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૦૩ Page #220 -------------------------------------------------------------------------- ________________ आदित्यकेतुर्नृपनीतिसेतुर्दारिद्रवाहा स्थितिवारिवाहः । पितुः पुरः स्यन्दनसन्निविष्टस्त्रिविष्टपं जेतुमपि क्षमोऽयम् ।७१।। સૂર્યના ચિહુનથી યુક્ત ધ્વજાવાળા, પીળા ઘોડાથી જોડેલા રથ પર આરૂઢ થયેલો આ વીર સૂર્ય શી રાજનીતિ માટે સેતુ સમાન અને મર્યાદારૂપી જળનું વહન કરવા માટે જળધર (મધ્ય) સમાન છે. આ ત્રણે લોકને જીતવા માટે સક્ષમ છે. એ તેના પિતાની આગળ રથમાં બેઠા છે. देव ! त्वऽयं देवयशास्तदीयानुजो महावीरतया प्रकाशः । मयूरकेतुर्मथितारिवर्गो, मयूरवाजीरथसन्निषण्णः ।।७२ ।। હે દેવ! સૂર્યપશાનો નાનો ભાઈ દેવયશા છે. તેની શુરવીરતા જગપ્રસિદ્ધ છે. એની ધ્વજાનું ચિહ્ન મયૂર છે. શત્રુઓનું મંથન કરવાવાળો તે વીર મયૂરરંગના ઘડાથી જોતરેલા રથ પર બેઠો છે. वैरिद्रुवारो युधि वीरमानी, सोऽयं रथी वीरयशाः सशौर्यः । वज्रध्वजोर बभ्रुरहयोऽरिसर्पान् हन्तुं नदीष्णो भुज एव यस्य |७३।। વિરમાની રથી આ વરયશ છે. તે યુદ્ધમાં શત્રુરૂપી વૃક્ષોને ઉખેડી નાખવા માટે મહાબળવાન વજ સમાન છે. એની ધ્વજાનું ચિહ્ન વજ છે. એના રથમાં જોડેલા ઘોડાઓ પીતવર્ણના છે. એની ભુજાઓ શત્રુરૂપી સર્પોને નાશ કરવા માટે નિપુણ છે. धैर्याम्बुधिधूम्रहयश्च धूमध्वज ध्वजोऽयं कलिभूतधात्रीम् । अभ्येति सद्यः सुयशा निकेतं, दीप्त्युल्वणो दीप इव प्रदोषे ।।७४ ।। રાત્રિના પ્રારંભકાળમાં જ જેમ ઘરમાં દીપકનો પ્રકાશ થાય છે, તેમ પૈર્યના સમુદ્ર જેવો પરાક્રમી આ વરયશ જલદીથી રણભૂમિમાં આવી રહ્યો છે. તેના ઘોડાઓ ધુમાડાના રંગ જેવા છે. તેની ધ્વજાનું ચિહ્ન અગ્નિ છે. स कालमेघो रिपुकालमेघः, कालध्वजः काल हयाधिरूढः ।। द्विषामकालेऽपि भुजोष्मणा यः, कालस्य चिन्तां वितनोत्यजत्रम् 1७५ ।। આ વીરનું નામ કાલમેઘ છે. તે શત્રુઓ માટે સાક્ષાત્ યમરાજ સમાન છે. એની ધ્વજાનું ચિહ્ન યમરાજ છે અને તે કાળા ઘોડા ઉપર બેઠેલો છે. તેની ભુજાના પરાક્રમથી શત્રુપક્ષમાં અકાળે મૃત્યુની ચિંતા સતત સતાવે છે. शार्दूलकेतुर्गरुडाभवाजी, शार्दूलनामापि सुतो लघीयान् । उल्लन्ध्य तातस्य निदेशमेष, क्षुधार्तवद् धावति सङ्गराय ||७६ ।। ૧. રિકવા-પીળા ઘોડા (સર પીતા નર-મિ દારૂ૦). २. बभ्रुध्वजो इत्यपि पाठः । ૩. વડ-પીતમિશ્રિત લાલરંગ (વ રુકુ વડાપ-મિ દ્રારૂરૂ) ૪. નવી-નિપૂણ (૪થ પ્રવીણે ક્ષેત્રજ્ઞો નો નિu ફુલ્યાણ-મિ૦ પૃષ્ઠ 93) ૬. ધૂમધ્યન-અગ્નિ ૬. જાન-યમરાજા (શીના મૃત્યુ સમર્તિવાતી-મિ. ૨૨૮) ૭. વાન-કાળો (વાનો ની નોકસિત શિતિમ દારૂ૩) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૦૪ Page #221 -------------------------------------------------------------------------- ________________ ભરત મહારાજાનો નાનો પુત્ર શાર્દૂલ છે. તેની ધ્વજાનું ચિહ્ન શાર્દૂલ છે અને તેના ઘોડાનો રંગ ગરુડપક્ષી જેવો છે. તે પોતાના પિતાના આદેશનું ઉલ્લંઘન કરીને ભૂખ્યો માણસ ભોજન માટે દોડે તેમ યુદ્ધ માટે દોડી આવ્યો છે. विद्याधरेन्द्रा अपि भूचरेन्द्रा, अनेकशः सन्त्यपरेऽपि वीराः | महीशित ! स्तेप्यवलोकनीयाः, संख्यातिगानां गणनात्र कापि |७७ ।। આ પ્રમાણે ભરત મહારાજાની સેનામાં અનેક વિદ્યાધર રાજાઓ અને અનેક ભૂપાલો છે. વળી એની સાથે બીજા પણ અનેક સુભટો છે. મહારાજા! આપ જુઓ...એમની સેના સંખ્યાતીત છે. એની ગણતરી થઈ શકે તેમ નથી. बले त्वदीये स्फुटमापतन्तो, वारि प्रदेशे द्विरदा इवामी । सुतैर्निरुध्यन्त इतस्त्वदीयैः, पाशैरिवावार्यतरैर्बलेन । ७८ ।। એ સુભટો આપની સેના પર એવી રીતે આવશે, જેમ હાથી એને બાંધવાના સ્થળે આવે ત્યારે તેનું નિવારણ આપના પુત્ર એવી રીતે કરશે કે જેમ શક્તિપૂર્વકના પાશબંધનથી હાથીને મજબૂત બાંધી શકાય. इति वदति सुमन्त्रे मन्त्रिणि स्वैरमुच्चैवृषभजिनतनूजी पूर्णपुण्योदयाढ्यौ । समरभुवि ततज्ये कार्मुके आददाते, प्रमुदितविजयश्रीचित्ररेखानुकारे ||७९ ।। આ પ્રમાણે સુમંત્ર મંત્રીએ સ્પષ્ટરૂપે બધી વાત બતાવી. ભગવાન ઋષભદેવના બન્ને પુણ્યશાળી પુત્રો ભરત-બાહુબલિ ધનુષ્ય-બાણને તાણીને યુદ્ધભૂમિમાં સામસામે રહ્યા છે. તે જાણે ખુશ થયેલી વિજયેલી ચિત્રરૂપે આવીને ઊભી ના હોય ! - इति सैन्यद्वयसमागमवर्णनो नाम चतुर्दशः सर्गः આ પ્રમાણે બન્ને સૈન્યના સમાગમના વર્ણનપૂર્વકનો ચૌદમો સર્ગ સમાપ્ત. ૧. રિ-હાથીને બાંધવાની ભૂમિ (વારિતુ નવજ્યા-મ૦ કરિશેષ) ૨. તતળે-તતા-વિકૃતા, ખ્યા-ભાર્થી, ચોક્કે તfખ્ય | શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૦૫ Page #222 -------------------------------------------------------------------------- ________________ પધ્ધતિ : પૂર્વપરિચય ભરત-બાહુબલિના ઘમસાણ યુદ્ધનો પ્રારંભ થયો. લોહીની નદીઓ ઊભરાઈ. કપાયેલાં માથાંવાળા સુભટોનાં ઘડો લડવા લાગ્યાં. તેનાથી એ પ્રમાણિત થાય છે કે માનસિક આવેશ જડ શરીરને પણ કેટલો પ્રેરિત કરી શકે છે. ભરતની સેનાનો સેનાપતિ સુષેણ અને બાહુબલિનો સેનાપતિ સિંહરથ પોતપોતાની સેનાના સુભટોને પ્રોત્સાહિત કરી રહ્યા છે. સુષેણની સામે કોઈ ટકી શકતું નથી. બાહુબલિની સેનામાં ભાગતોડ મચી ગઈ. એટલામાં બાહુબલિની સેનાના પક્ષકાર અનિલગ વિદ્યાધરે ભયંકર આક્રમણ શરૂ કર્યું. અનિલવેગે સુષેણનાં ધનુષ્યબાણ તોડી નાખ્યાં. ક્રોધિત બનેલા સુષેણે સિંહરથ પર આક્રમણ કર્યું. બન્ને સેનાપતિઓનું પરસ્પરનું ભયંકર યુદ્ધ સૂર્યથી પણ જોઈ શકાયું નહીં, અર્થાત્ સૂર્ય અસ્ત થઈ ગયો. યુદ્ધ બંધ થયું. બીજા દિવસની રણભૂમિમાં સિહરથના તીવ્ર પ્રહારોથી સુષણને રણભૂમિમાંથી ભાગી છૂટવું પડ્યું. રણભૂમિમાં હાહાકાર મચાવનાર અનિલગ વિદ્યાધર પર ભરત ચક્રવર્તીએ પોતાનું ચક્રરત્ન ફેંક્યું. તેમાંથી બચવા માટે અનિલગ રણભૂમિમાંથી ભાગીને વિદ્યાશક્તિથી વજમય પાંજરું બનાવીને પોતે પોપટની જેમ છુપાઈ ગયો. ત્યારે ચકે બિલાડાનું રૂપ કરીને તે અનિલવેગ રૂપી પોપટની ડોક મરડી નાખી, અર્થાત્ અનિલવેગ મરાયો. બાહુબલિની સેનામાં સોપો પડી ગયો. બાહુબલિના સુભટોનાં લોહી ઊકળી ઊઠ્યાં. તેઓ સો ગણા ઉત્સાહથી લડવા લાગ્યા. ચક્રવર્તાની સેનાને તૃણની જેમ કાપવા લાગ્યા અને પરાક્રમી વીર રત્નારિએ જોતજોતામાં તો ચક્રવર્તાની સેનાને ઘમરોળી નાખી. ચક્રવર્તીની સેનામાં નાસભાગ મચી ગઈ. ચક્રવર્તીનો યશસ્વી વીર વિદ્યાધર રાજા મહેન્દ્રએ રત્નારિના મસ્તકના ટુકડેટુકડા કરી નાખ્યા. બીજા દિવસનો સૂર્ય અસ્ત થયો. સૈનિકો પોતપોતાની શિબિરમાં ચાલ્યા ગયા. સેનાપતિ સુષેણે ભરત મહારાજાને કહ્યું: “હે રાજન! આપના પુત્રો બંધુજનો પ્રત્યેના દાક્ષિણ્યથી યુદ્ધમાં વીરરસ બતાવતા નથી, પરંતુ તે ક્ષત્રિયો માટે ઉચિત નથી. તેનાંથી આપનો પરાજય થશે તે આપના માટે લજ્જાસ્પદ છે. સુષેણની વાણીથી ચક્રવર્તીના પુત્રો પોતપોતાના પરનો આક્ષેપ અસહ્ય લાગવાથી તે બધા યુદ્ધ માટે પ્રોત્સાહિત બની ગયા. બીજા દિવસના સૂર્યોદયની સાથે યુદ્ધનો પ્રારંભ થયો. બાહુબલિના સગતિ અને મિતકેતુ બન્ને વિદ્યાધરોને ચક્રવર્તીના પુત્ર શાર્દૂલ અને સૂર્યયશાએ મારી નાખ્યા. બન્ને વિદ્યાધર વીરોના વધથી ક્રોધિત બનેલા બાહુબલિએ ભયંકર સિંહનાદ કર્યો. એ સિંહનાદ સાંભળીને ચક્રવર્તીના સવા કરોડ પુત્રો રણભૂમિમાંથી પલાયન થઈ ગયા. હવે સૂર્યયશા અને બાહુબલિ બન્ને સામસામે આવી ગયા. દેવો પણ કંપી ઊઠ્યા. તે વગેરે યુદ્ધનું વર્ણન પંદરમા સર્ગમાં ગ્રંથકાર વિસ્તારથી બતાવશે. धनुर्व्यः कृतहस्तानां', टङ्कारा निर्ययुस्तराम् । सैन्यसम्भारविण्णाया, हुङ्कारा इव युद्भुवः ।।१।। ૧. વૃng - હોંશીયાર તીરંદાજા (તહસ્તક છાપુ:- મિરૂ ૪૩૬) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૦૬ Page #223 -------------------------------------------------------------------------- ________________ ધનુર્ધારીઓમાં વિશારદ વીર યોદ્ધાઓના ટંકારના અવાજો નીકળવા લાગ્યા. તે જાણે સેનાના સમૂહથી ખિન્ન થયેલી રણભૂમિ હુંકાર કરતી ના હોય ! सर्वतः पर्वताः पेतुः, कातरत्वादिति क्षणात् । अमूदृक्षान्न संरावान्, वर्याः श्रोतुमपि क्षमाः ।।२।। આવા પ્રકારના ભયંકર અવાજ સાંભળવા માટે અસમર્થ (કાયર) બનેલા મોટા મોટા પર્વતો પણ તે સમયે ચારે બાજુથી પડવા લાગ્યા. टङ्काराकर्णनोद्घान्ता, दिशो दश समन्ततः । तूर्यध्वानप्रतिध्वानव्याजात् पूच्चक्रिरेतराम् ।।३।। ધનુષ્યના ટંકારના શબ્દોને સાંભળીને દશે દિશાઓ ખળભળી ઊઠી. તે દિશાઓ તૂરી (વાજિંત્ર)ના અવાજના પડઘાના બહાને જાણે ચારે બાજુથી ચીસો પાડતી ના હોય ! क्वचिद् गजमयं सैन्यं, पुरङ्गममयं क्वचित् । क्वचिद् रथमयं पत्तिमयं क्वचिदऽराजत ।।४।। રણભૂમિમાં ચારે બાજુ ક્યાંક ક્યાંક હાથીઓ, ઘોડાઓ, રથો અને પાયદળ આદિ ચતુરંગી સેના શોભી રહી હતી. चतुरङ्गचमू: साथ, विरराज रणक्षितौ । कामं वरीतुकामेव, जयलक्ष्मी स्वयम्वराम् ।।५।। રણભૂમિમાં શોભી રહેલી ચતુરંગી સેના જાણે સ્વયંવરમાં ઉપસ્થિત થયેલી જયલક્ષ્મીને વરવાની ઇચ્છાવાળી ના હોય ! पत्तिभिः पत्तयः स्तम्बेरमैन गा हयैर्हयाः । स्यन्दनैः स्यन्दना इत्थमयुध्यन्त परस्परम् ।।६।। પાયદળની સામે પાયદળ (સૈનિક) હાથીઓ સામે હાથીઓ, ઘોડાઓ સામે ઘોડાઓ અને રથો સામે રથો આ રીતે પરસ્પર યુદ્ધ લડી રહ્યા હતા. सैन्ययोर्वीरधुर्याणां, पूर्व चेलुः शिलीमुखाः । जयश्रियमिवान्वेष्टुं, स्थानान्तरनिवेशिनीम् ।७।। तीक्ष्णांशुकरसंतप्तं, व्योम वीजयितुं त्विव । कोदण्डकोटिनिर्मुक्तपत्रिपत्रविधूननैः ।।८।। બન્ને સેનાના વીર સુભટોનાં બાણો પહેલેથી જ આગળ દોડી ગયાં તે જાણે બીજા સ્થાનમાં રહેલી જયલક્ષ્મીને શોધવા માટે દોડ્યાં ના હોય, અર્થાત્ તીક્ષ્ણ કિરણોથી સંતપ્ત થયેલા આકાશને, ધનુષ્યમાંથી છૂટેલાં ક્રોડો બાણોરૂપી પંખાઓ હવા નાખવા માટે ગયાં ના હોય ! गुणैरिव शरैलॊकत्रितयी व्यानशेतराम् । तदानीं भटकोटीनां, सङ्गरोत्सङ्गसङ्गमे ।।९।। શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૦૭ Page #224 -------------------------------------------------------------------------- ________________ એ અવસરે રણભૂમિના મધ્યભાગમાં બન્ને સેનાના સંગમથી સુભટોનાં ધનુષ્યોમાંથી છૂટેલાં લાખો બાણો ત્રણ લોકમાં ગૂર્ણા (ઢગલા)ની જેમ પથરાઈ ગયાં. क्षरदरुधिरधाराभी, रञ्जिता अपि पत्रिणः । ઉદ્યો રેનિ૨ેડત્યાં, તરણે વિષળા ડ્વ ||૧૦|| લોહીની ધારાથી રંગાઈને ઉપર ગયેલાં બાણો સૂર્યનાં કિરણોની જેમ શોભતાં હતાં. क्वचिन्नासीरवीराणां विकोशासिवराः कराः । સમુઘવિદ્યુ ુઘોતા, ખાવા રૂપ રેઝિરે ||૧૧|| કોઈ કોઈ સ્થાને આગળ ચાલતી સેનાના વીર સુભટોના મ્યાનમાંથી નીકળેલી તલવાર સહિતના હાધ તે વીજળીના ચમકારાથી યુક્ત વાદો જેવા લાગતા હતા. चक्रिणश्चक्रचीत्कारैर्घण्टानादैश्च कुञ्जराः । દેવિતસ્તુરના ફોયા, આશન્ રેવુતમોમરે ।।૧૨।। સેનાઓની ઊડેલી ધૂળથી એટલો બધો અંધકાર વ્યાપી ગયેલો કે રણભૂમિમાં પૈડાંઓના ચિત્કારોથી રથને, ઘંટાઓના નાદથી હાથીઓને અને હેષારવથી ઘોડાને ઓળખી શકાતા હતા, અર્થાત્ કંઈપણ દેખાતું ન હતું. पतङ्गा इव दीपान्तः, केचिद् वीरा रणाजिरे । ઉત્પતન્તઃ પતન્તન્ન, નાગ્યપૂર્ વદુ મેનિરે ।।૧રૂ || જેમ પતંગિયાં દીપકોમાં પડે તેમ કેટલાક સુભટો રણસંગ્રામમાં પોતાના પ્રાણોની પરવા કર્યા વિના ઉપર ઊછળતા અને નીચે પડતા હતા. उत्सर्पच्छोणितोद्दामपूरप्लावितभृति । मीना इवाजिवाहिन्यां', मज्जन्तिस्म मतङ्गजाः ||१४|| લોહીના પ્રબળ પ્રવાહમાં રાજાઓને ડુબાડનારી યુદ્ધરૂપી નદીમાં હાથીઓ માછલીઓની જેમ ડૂબકી મારતા હતા. केषां निस्त्रिंशनिर्लूनमौलीनां ननृतुस्तराम् । कबन्धा गाढनिर्बन्धा, वातोद्धूता द्रुमा इव । १५ ।। કેટલાક સુભટોનાં મસ્તકો તલવારથી છેદાઈ ગયાં હતાં, તેઓનાં ધડ પવનથી જેમ વૃક્ષો કંપે તેમ ગાઢ આસક્તિના કા૨ણે રણભૂમિમાં ઊછળી રહ્યાં હતાં. युद्धकल्लोलिनीनाथकल्लोलितभुजा भटाः । कीर्तिमुक्तातावारान्, जगृहुर्वक्त्रशक्तितः ||१६|| ૧. બિવારિયામ્-યુદ્ધપી નદીમાં. શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૦૮ Page #225 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધરૂપી સમુદ્રમાં કલ્લોલરૂપે બનેલી સુભટોની ભુજાઓ શત્રુઓના મુખરૂપી છીપમાંથી કીર્તિરૂપી માતાઓની લતાઓને પકડતી હતી. दन्तिदन्तासिसंघट्टसंजातोल्कं व्यराजत । निशि व्योमेव कुम्भोत्थमुक्ताताराञ्चितं मृधम् ||१७|| જેમ રાત્રિ સમયનું આકાશ ઉલ્કાઓ અને તારાઓથી શોભે તેમ આ યુદ્ધરૂપી આકાશ હાથીઓના કુંભસ્થલોમાંથી નીકળેલાં મોતીઓરૂપી તારાઓથી અને હાથીઓના દાંતોની સાથે અથડાયેલી તલવારોમાંથી નીકળતા તણખારૂપી ઉલ્કાથી શોભતું હતું. वीराणामस्ततीराणां, कुम्भिकुम्भेष्वभुस्तराम् । कृपाणाः शैलशृङ्गेषु, साभ्रविद्युच्चया इव ||१८ | | તીર ચલાવતા ધનુર્ધારી સુભાનાં ખો હાથીઓના કુંભસ્થલ પર પડતાં ત્યારે પર્વતાનાં શિખરો પર વાદળાંથી યુક્ત વિદ્યુતનો સમૂહ જેમ શોભે તેમ શોભતાં હતાં. उड्डीयेभकपोलेभ्यो, लीनाः २ क्वापि शिलीमुखाः । एष्यच्छिलीमुखातङ्कादास्यसाम्यं हि दुःसहम् ।।१९।। હમણાં બાણો આવશે એ પ્રકારના ભયથી ભયભીત બનેલા ભ્રમરો હાથીઓના કુંભસ્થલ પરથી ઊડીને બીજે ક્યાંય ચાલ્યા ગયા. કહ્યું છે કે એકબીજાના મુખની સમાનતા જી૨વવી એ મહાદુ:સહ છે. (ભ્રમરોના મુખ જેમ તીક્ષ્ણ છે તેમ બાણોનો અગ્રભાગ પણ તીક્ષ્ણ હોય છે. એટલે જ સંસ્કૃતમાં ભ્રમર અને બાણ બન્નેનું નામ ‘શિલીમુખ’ કહેવાય છે.) केषांचिल्लूनमौलीनां युद्धोत्साहाद् धनुर्भृताम् । વન્યા અચયુષ્યન્ત, ઘમિત્રાયાનુાં વપુઃ ।।૨૦।। વીર સુભટોનાં માથાં કપાઈ ગયા પછી પણ યુદ્ધના ઉત્સાહથી તેમનાં ધડો લડતાં હતાં, કેમ કે શરીર જડ હોવા છતાં પણ તેના ઉપર ભાવોની અસર પડે છે. गदाभिः स्यन्दनाः कश्चिच्चूरिताः शुष्कपत्रवत् । अपात्यन्त गजेन्द्राश्च, वज्रभिन्नाद्रिश्रृङ्गवत् ।।२१।। કેટલાક સુભટોએ શત્રુઓના રથોને ગદાથી સૂકાં પાંદડાંની જેમ ચૂર ચૂર કરી નાખ્યા. વળી કેટલાક સુભટોએ મોટા મોટા હાથીઓને વજ્રથી છેદાયેલા પર્વતની જેમ નીચે પાડી દીધા. वीराः केचिद् रणोत्थाष्णुभुजचण्डिमगर्विताः । वैरिणं क्षणमाश्वास्य, योधयामासुरञ्जसा ।। २२ ।। કેટલાક સુભટો રણભૂમિમાં પોતાના પ્રચંડ ભુજાબળથી ગર્વિષ્ઠ બનીને શત્રુઓને એક ક્ષણ માત્ર આશ્વાસ્ત કરતાંની સાથે જ ફરીથી જોરદાર હુમલો કરતા. ૧. નૃધ-યુદ્ધ (સંોટ; તો મૃષ-સમિ૦ રૂ/૪૬૦) ૨. માવાન્તર-અતીમા ! રૂ. પાન્તર-મુલાત≤ાન્નાસ્યજ્ઞામાં | શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૭ ૨૦૯ Page #226 -------------------------------------------------------------------------- ________________ भटाः केचिद् बलौद्धत्यात्, क्रीडाकन्दुकहेतुजान् । शतागाँश्चतुरङ्गाँश्च, सहेलमुदपाटयन् ।।२३।। કેટલાક સુભટો પોતાના બળની ઉત્કટતાથી શતાંગ અને ચતુરંગ જેવા વજનદાર રથોને દડા (રમકડા)ની જેમ ઊંચકીને ફેંકી દેતા. दन्तानाचकृषुः केचिद्, दन्तिभ्यः कन्दवद् भुवः । दोर्दण्डचण्डमाहात्म्यं, नयन्तः परभागताम् ।।२४।। પોતાના ભુજાબળની ઉત્કટતા (મહત્તા) બતાવવા માટે કેટલાક સુભટો હાથીઓના દાંતોને જેમ ભૂમિમાંથી કંદને ઉખેડીન્નાખે તેમ ક્ષણવારમાં ઉખેડી નાખતા હતા. सैन्यैः केशेषु संगृह्य, शिरांसि गगनस्थले । भ्राम्यन्तेस्म च केषांचित्, खड्गैलूनानि वैरिणाम् ।।२५।। કેટલાક સુભટો શત્રુનું મસ્તક કાપી તેની માથાની ચોટી પકડીને આકાશમાં ઘુમાવતા હતા. अहङ्कारैः समं केषां, केतवः शौर्यसेतवः । अच्छिद्यन्त तृणच्छेदं, किमच्छेद्यं हि दोभृताम् ।।२६ ।। શૌર્યની પ્રતીક સમાન કેટલાક સુભટો રથોની ધ્વજાઓને શત્રુના અહંકારની સાથે ઘાસની જેમ તોડી નાખતા હતા. ખરેખર બળવાનો માટે શું અચ્છેદ્ય હોઈ શકે ? सा कङ्कालमयी मुण्डमयी रुण्डमयी क्वचित् । છેતેશR/Hથાનવ, ભીષણISભારતિતિ Iીર૭ll ઠેર ઠેર સુભટોનાં હાડકાંના ઢગલા, મસ્તકોના ઢગલા અને શબાના ઢગલાથી રણભૂમિ યમરાજાની રાજધાનીની જેમ ભયંકર લાગતી. जितानेकाहवा यूयं, किमद्यापि प्रमाद्यत । રુત્યુ સ્વામિના સ્વર, યો યુષ્યન્તમ વક્તા રિટા. “હે વીર સુભટો ! તમે અનેક યુદ્ધો લડ્યા છો અને જીત્યા છો તો આજ કેમ સુસ્ત બની જાવ છો ?” આ પ્રમાણે પોતપોતાના સ્વામીઓની વારંવારની સૂચનાથી સુભટો સ્વેચ્છાપૂર્વક બમણાતમણા જોશથી લડવા લાગતા. कुन्ताग्रेण समादायाऽश्ववास केनचिद् युधि । विद्धसादिशिरोवाजिमध्येनाधोमुखं धृतः ।।२९।। યુદ્ધમાં કોઈ સુભટે ઘોડેસ્વારનું મસ્તક અને અશ્વનું પેટ ભાલાથી વીંધીને ભાલાના અગ્રભાગ પર ઘોડેસ્વારને ઊંધા મસ્તકે લટકાવ્યો. सपताकी सभूपालः, सतुरङ्गः ससारथिः । अक्षेप्युत्क्षिप्य केनापि, दूरतो लोष्ठवद् रथः ||३०।। શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૧૦ Page #227 -------------------------------------------------------------------------- ________________ કોઈ વીર સુભટે ધ્વજા, રાજા, ઘોડા અને સારથિ સહિત રથને ઊંચકીને માટીના ઢેફાની જેમ રથને દૂર દૂર ફેંકી દીધો. हास्तिकाश्वीयरपादाग्रैमर्दिताः पातिता भुवि । शूरत्वं कलयामासुः, केचित् स्वामिपुरो भटाः ||३१।। હાથીઓ અને ઘોડાઓને જમીન પર પટકી પોતાના બન્ને પગથી તેઓનું મર્દન કરીને કોઈ વીર સુભટ પોતાના સ્વામી સમક્ષ પોતાની પ્રશસ્તિ કરી રહ્યો હતો. रिक्तीबभूवुः केषांचिद्, निषङ्गा विशिखवजैः । कषायैरिव निर्ग्रन्थास्तोयैरिव शरद्धनाः ||३२।। જેમ નિર્ગથ મુનિ કષાયોથી રહિત હોય અને શરદઋતુનાં વાદળો પાણીથી રહિત હોય તેમ કેટલાર્ક સુભટોનાં બાણોનાં ભાથાં બાણ વિનાનાં ખાલી થઈ ગયાં. अतूत्रुटद् गुणं कश्चिच्वापदोष्णोविरोधिनः | मन्युमानिव सौजन्यमजन्यमिव पुण्यवान् ||३३।। જેમ ક્રોધી પુરુષ સજ્જનતા અને પુણ્યશાલી પુરુષ દુર્જનતાને તોડી નાખે તેમ કોઈ વીર સુભટે શત્રુનાં ધનુષ્ય-દોરી અને ભુજાદંડને તોડી નાખ્યાં. भग्ने चापे कृपाणेऽपि, कुन्ते कुण्डे भवत्यपि । दोभिः शौर्यरसोद्रेकाद्, युयुत्स्यतेस्म कैश्चन ||३४ ।। પોતાનાં ધનુષ્યબાણ અને કૃપા તૂટી જવાથી અને ભાલાઓ કુંઠિત થવાથી કેટલાક યોદ્ધાઓ શૌર્યરસના અતિરેકથી પોતાની ભુજાઓથી લડતા હતા. इतः सुषेणः सेनानीरितः सिंहरथो भटान् । सेनानीरिवा गीर्वाणान्, सोत्साहान् कलयेऽकरोत् ।।३५।। જેમ દેવોના સેનાપતિ પાર્વતીપુત્ર કાર્તિકેય દેવોને પ્રોત્સાહિત કરે તેમ એક બાજુ સુષેણ સેનાપતિ અને બાહુબલિ પક્ષે સિંહરથ સેનાપતિ પોતપોતાની સેનાને વારંવાર પ્રોત્સાહિત કરતા હતા. अत्यन्तोद्दीप्रकल्याणमयण्डनमण्डितैः ।। कुञ्जरैः सतडिन्मेघागतिमान् शैवली कचैः ।।३६ ।। निपतद्गजमुक्ताभिः, क्वचिद् मौक्तिकवीथिमान् । रत्नवान् भग्नकोटीररत्नैर्वक्त्रैश्च शुक्तिमान् ||३७ ।। ૧. હસ્તિ-હાથીઓનો સમૂહ (ત્તિ તુ હસ્તિનાં ચા-દષિ૪) ૨. અશ્વીય-થોડાઓનો સમુહ (ગાનાનાવાશ્વીય-૦ ૬ ૬૬) રૂ. વિશિ-બાણી ૪. ધનુષ્ય પક્ષમાં ગુણનો અર્થ દોરી અને ભુજ પક્ષમાં ગુણનો અર્થ શક્તિ. ૬. સેનાનીદ-કાર્તિકેય I. S શ્રી ભરતબાહુબલિ મહાક્ષત્રમ્ ૦ ૨૧૧ Page #228 -------------------------------------------------------------------------- ________________ वोहित्थवान्' स्थस्तोमैरधरोष्ठैः प्रवालवान् । पाठीनवान् मुखाद्यङ्गर्मीनवान् नृकरांह्रिभिः ।।३८।। पतत्रिपत्रनिहदिगर्भितातोद्यनिःस्वनैः । घोषवान् वाहिनीवृन्दैरनाकलितगाधवान् ।।३९ ।। असृकल्लोलिनीनाथः, प्रावर्तत यदृच्छया । कल्पान्ताभे रणे तत्रायोध्यातक्षशिलेशयोः ||४०।। અિહીં રણભૂમિને રક્ત સમુદ્રની ઉપમા આપી છે. ગ્યોધ્યાધિપતિ ભરત અને તક્ષશિલાધિપતિ બાહુબલિ આ બંનેના પ્રલયકારી યુદ્ધથી રણભૂમિ લોહીના સમુદ્રરૂપ બની ગઈ હતી. અત્યંત દેદીપ્યમાન સુવર્ણનાં આભૂષણ રૂપી વીજળીથી યુક્ત હાથીઓરૂપી વાદળ છવાઈ ગયું છે જેમાં એવા સમુદ્ર પર સુભટના કેશરૂપી શેવાળ તરી રહી હતી. હાથીઓનાં છેટાયેલાં કુંભસ્થળોમાંથી નીકળતાં મોતીઓથી સમુદ્રનો કોઈ માર્ગ મોતીવાળો દેખાતો, સુભટના તૂટેલા મુકુટોનાં રત્નોથી સમુદ્રનો કોઈ માર્ગ રત્નવાળો દેખાતો અને મરેલા સુભટનાં 'મુખથી સમુદ્રમાર્ગ છીપોવાળો દેખાતા. એવા રક્ત સમુદ્ર ઉપર રથરૂપી જહાજ ચાલી રહ્યાં હતાં અને સુભટોના અધર અને હોઠરૂપી પરવાળાં ઠેકાણે ઠેકાણે દેખાતાં. વળી તે રક્ત સમુદ્ર સુભટના મુખ આદિ શરીરના અવયવોરૂપી મગરમચ્છવાળો અને સુભટોના હાથ-પગ રૂપી માછલીઓવાળો દેખાતો હતો. ઊડતાં બાણો અને યુદ્ધનો વાજિંત્રોથી ગર્જારવ કરતો સમુદ્ર સેનાઓના સમૂહથી અગાધ (ડ) હતો. આવા લોહીના સમુદ્રથી દેવો પણ કંપી ઊઠતા. अथ चक्रधरानीकं, नीतं बाहुबले लैः । मन्दतां तरणेस्तेज, इव हेमन्तवासरैः ।।४१।। જેમ હેમંતઋતુમાં સૂર્યનું તેજ મંદ પડે તેમ બાહુબલિની સેનાએ ભરતની સેનાને મંદ ઉત્સાહવાળી બનાવી દીધી. अथ क्रुद्धश्चमूनाथो, भारतेयी स्वयं युधे । डुढौके विन्ध्यशैलद्रून्, भक्तुं गज इवोन्मदः ||४२।। તે જોઈને ક્રોધિત બનેલો ચક્રવર્તીની સેનાનો સેનાપતિ સુષેણ યુદ્ધભૂમિમાં એવી રીતે દોડ્યો કે જેમ મદોન્મત્ત હાથી વિધ્ય પર્વતનાં વૃક્ષોને તોડવા માટે દોડે. स विवेश रथारूढो, बले ज्येष्ठेतरार्षभेः । मन्थाचल इवाम्भोधै, गजयूथे मृगेन्द्रवत् ।।३।। મેરુપર્વત રવૈયો બનીને જેમ સમુદ્રમાં ઘૂસે અને સિંહ જેમ હાથીઓના ટોળામાં ઘૂસે તેમ સુષેણ રથ પર આરૂઢ થઈને બાહુબલિની સેનામાં ઘૂસ્યો. ૧. વોદિત્ય-નાવ (વોદિત્યં વદન જૉતઃ • મિત્ર રૂ૬૪૦) ૨. પાડીન-મસ્ત (Gીને રિત્નિ :-ગમ૦ ૪૪૧૧) રૂ. -લોલી (શત સાહિતમે રૂરિ૮૬) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૦ ૨૧૨ Page #229 -------------------------------------------------------------------------- ________________ क्षयाम्भोधिरिवोद्वेलो, माध्यान्हिक इवांशुमान् । पवनोत्क्षिप्तदावाग्निरिव सेहे न केन सः ||४४।। જેમ પ્રલયકાળનો ઊછળતો સમુદ્ર, મધ્યાહૂનકાળનો સૂર્ય અને પવનથી ફૂંકાયેલો અગ્નિ એ ત્રણેની સામે કોઈ ટકી શકે નહીં તેમ એ અવસરે સુષેણ સામે કોઈ યોદ્ધા ટકી શક્યાં નહીં. क्ष्वेडान्तोन्नामतः कांश्चित्, कोदण्डाकर्षणादपि । सोथ बाहुबलेवीरान्, काकनाशमनीनशत् ।।४५।। સુષેણે બાહુબલિની સેનાના કેટલાક યોદ્ધાઓને સિંહનાદ દ્વારા તો કેટલાકને ધનુષ્યના ટંકારવથી કાગડાની જેમ ભગાડી મૂક્યા. काँश्चिदाकृषतश्चापान्, काँश्चित् काण्डाँश्च गृण्हतः | काँश्चिदाददतः खड्गान्, कलिं काँश्चिच्च कुर्वतः ||४६ ।। स्थानारोहतः काँश्चित्, तुरङ्गाँश्च गजानपि । काँश्चिदस्तरिपून्मादान्, सिंहनादान् विमुञ्चतः ||४७।। शरसा दऽकरोदेष, युगपद् रिपुसैनिकान् । पलायनकलाचार्यः, सोभूदेषां तदैव च ||४८।। કોઈ સૈનિક ધનુષ્યબાણ ચઢાવતા હતા, કોઈ ઘનુષ્યને ઉઠાવતા હતા, કોઈ તલવારને ધારણ કરતા હતા તો કોઈ યુદ્ધ કરી રહ્યા હતા. કોઈ રથો પર, કોઈ ઘોડા પર, તો કોઈ હાથીઓ પર આરૂઢ થતા હતા તેમજ કોઈ સુભટ શત્રુઓના ઉન્માદનો નાશ કરવા માટે સિંહનાદ કરતા હતા. આ બધા સુભટોને સુષેણે એકીસાથે બાણોથી વીંધી નાખ્યા. એ સમયે સુષેણ તે બધા માટે પ્રલયકાળ સમાન બન્યો, અર્થાત્ પલાયનનું નિમિત્ત બન્યો. તેથી તે પલાયન કલાચાર્ય તરીકે કહેવાયો-ઓળખાયો. विद्रवन्तमिति स्वैरं, शैन्यं स्वामिविवर्जितम् । तं निरुध्य जगादेत्यनिलवेगो नभश्चरः ||४९ ।। સ્વામી વિનાની સેનાને મરજી મુજબ ભાગતી જોઈને અનિલગ વિદ્યાધરે સુષણને રોકીને કહ્યું : चक्रिचक्रपुरोवर्ती, त्वं प्रभोर्मम मादृशाः । सन्त्येव गणनातीता, मकरा इव वारिधेः ।।५०।। “સુષેણ ! તમે ભરત ચક્રવર્તાની સેનાના સેનાપતિ છો, પરંતુ સમુદ્રમાં જેમ અસંખ્ય મગરમચ્છ રહે છે, તેમ અમારા સ્વામી બાહુબલિની સેનામાં મગરમચ્છ સમાન મારા જેવા અસંખ્ય વીરો છે. अनेकसमरोत्पन्नाहङ्कारातङ्कमेव ते । ममायमगदहंकारश्चिकित्सति भुजोऽधुना ।।१।। “સુષેણ ! અનેક યુદ્ધોમાંથી ઉત્પન્ન થયેલા તમારા અહંકારરૂપી રોગની ચિકિત્સા મારા બાહુરૂપી ચિકિત્સક (વૈદ્ય) હમણાં જ કરશે.” १. शरसात्-अशरं शरं करोतीति शरसात् करोति । શ્રી ભરતબાહુબલિ મહાક્ષત્રમ્ ૦ ૨૧૩ Page #230 -------------------------------------------------------------------------- ________________ इत्युचानमनूचान, एवं तं मानवानसौ । सावज्ञं योधयाञ्चक्रे, कुरङ्गमिव केसरी ।। ५२ ।। અનિલવેગ આ પ્રમાણે બોલી રહ્યો હતો ત્યારે તેનો જવાબ આપ્યા વિના જ વીર માની સુષેણે અવજ્ઞાપૂર્વક એવી રીતે યુદ્ધ કર્યું કે જેમ સિંહ હરણિયાની સાથે કરે. शरासारैर्वितन्वानावकालेऽपि च दुर्दिनम् ' । છાયામાઋતુ—મ, તૌ વિષે બનાવિવ।।પુરૂ|| બન્ને વીરોએ પોતાનાં બાણોની વર્ષાથી આકાશને વાદળોની જેમ ઢાંકી દીધું. અકાળે આકાશમાં મેઘાડંબર છવાઈ જાય તેમ ચારે બાજુ ગાઢ અંધકાર છવાઈ ગયો. क्षणं भूमौ क्षणं व्योम्नि, क्षणं तिर्यक् क्षणं रथे । સર્વત્ર વતૃશાતે તો, યોશિનાવિવ સર્વની ||૪|| બન્ને વી૨ો ક્ષણમાં ભૂમિ ૫૨, ક્ષણમાં આકાશમાં, ક્ષણમાં તીરછાં, તો ક્ષણમાં ૨થ ૫૨ - એ પ્રકારે સર્વવ્યાપી યોગીની જેમ ચારે બાજુ દેખાતા. अतिभ्रान्तसुरस्त्रैणवीक्षितौ समरक्षितौ । रेजतुः कल्पवातोद्यद्धिमविन्ध्यगिरी इव ।।५५ ।। એ સમયે બન્ને વીરોને જોઈને દેવાંગનાઓ અતિ સંભ્રાન્ત બની ગઈ. રણભૂમિમાં તે બન્ને પ્રલયકાળના પ્રચંડ પવનથી ઊખડી ગયેલા હિમાલય અને વિન્ધ્યાચળ પર્વત જેવા દેખાતા હતા. गीर्वाणाधिष्ठितस्यापि स विद्याधरसत्तमः । बभञ्जोद्दण्डदोःकाण्डकोदण्डं पृतनापतेः । । ५६ ।। એટલામાં વિદ્યાધર શિરોમણિ અનિલવેગે, દેવોથી અધિષ્ઠિત એવા સુષેણ સેનાપતિની ઉદંડ ભુજામાં રહેલા ધનુષ્યને તોડી નાખ્યું. दण्डेशो भग्नकोदण्डः, फालच्युतहरिर्यथा । क्रोधान्निस्त्रिंशमादाय, जिघांसुस्तमऽधावत ।। ५७ ।। તૂટેલા ધનુષ્યને જાણીને ક્રોધાયમાન થયેલો સુષેણ ફાળ ચૂકી ગયેલા સિંહની જેમ વિકરાળ બની હાથમાં તલવાર લઈને અનિલવેગને મારવા માટે દોડ્યો. वीक्ष्य कोपकरालाक्षं, तं दूराद्धन्तुमुद्यतम् । अरौत्सीदन्तरा सिंहरथो रविमिवाम्बुदः ।। ५८ ।। મારવા માટે ઉઘત બનેલા અને ક્રોધથી વિકરાળ આંખોવાળા સુષેણને દૂરથી જોઈને સિંહ૨થે, જેમ વાદળ સૂર્યને રોકે તેમ, સુષેણને વચમાં જ રોકી દીધો. तयोर्युद्धं बभूवोच्चैश्चिरं कुक्कुटयोरिव । यत्पश्यन्तः सुरा नेशुर्व्योमतोऽपि ससम्भ्रमम् ।। ५९ ।। ૧. ટુર્તિન-મેષભૂત અંધાર (યુલિન મેધનું તનઃ-અભિ૦ ૨l૭૧) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૧૪ Page #231 -------------------------------------------------------------------------- ________________ તે બન્નેનું યુદ્ધ કુલ્લુટોની જેમ અત્યંત ભયંકર અને ચિરકાળ સુધી ચાલ્યું. યુદ્ધ જોવા માટે આવેલા દેવી પણ ચકિત બનીને આકાશમાં અદૃશ્ય બની ગયા. कर्मसाक्षी' तयोः कर्म, भीषणं वीक्ष्य तत्क्षणात् ।... संकोचितकरोऽस्ताद्रिगुहां लिल्ये सभीरिवर ||६०।। તેઓનું ભયંકર યુદ્ધ જોઈને સૂર્ય પણ ડરી ગયો. તત્કાળ પોતાનાં કિરણોને સમેટીને ભયથી અસ્તાચળની ગુફામાં જઈને ભરાઈ ગયો. अवहरां विधायैतौ, सैन्ये शिविरमीयतुः | प्राक्प्रतीचिपयोराशिवेले इव निजं पदम् ।।६१।। બન્ને સેનાએ યુદ્ધ સ્થગિત કર્યું. પૂર્વ અને પશ્ચિમ સમુદ્રની વેલાની જેમ બન્ને પક્ષની સેના પોતપોતાની શિબિરોમાં ચાલી ગઈ. पुनः प्रभातमासाद्य, युयुत्सेतेस्म ते बले । वर्द्धितद्विगुणोल्साहे, पतदायुधदुर्धरम् ।।६२।। સવાર થવાની સાથે બન્ને સેનાઓએ વધતા ઉત્સાહથી યુદ્ધ શરૂ કર્યું. પરસ્પર શસ્ત્રોના અત્યંત પ્રહારથી યુદ્ધ દુધર્ષ બન્યું. प्रावर्तन्त शराः स्वैरं, रणे प्रेतपतेरिव । सैनिकान् कवलीकर्तुं, सैन्ययोरुभयोरपि ।।३।। રણભૂમિમાં બન્નેની સેનાઓનાં બાણો યમરાજનાં બાણોની જેમ સૈનિકોને મારવા માટે કામિયાબ નીવડે છે. पत्रिपत्रानिलोद्भूताः, पतिताः करिणां कुथा । नालक्ष्यन्त हयोद्धृतरजः पिहितवर्मणा ||६४।। બાણોના પંખાની હવાથી કંપિત થઈને હાથીઓની ઝૂલો નીચે પડી ગઈ. ઘોડાઓની ખુરીઓથી ઊખડેલી રજકણથી ઢંકાયેલા શરીરવાળા સૈનિકો તેને જોઈ શકતા નહીં. आगच्छद्भिश्च गच्छद्भिः, कङ्कपत्रैर्विहायसा । स्वर्णपुंखैरलं चक्रे, ज्योतिरिङ्गण संभ्रमम् ।।६५ ।। આકાશમાર્ગમાં ઊંચે જતાં અને નીચે પડતાં સોનાની પાંખોવાળાં બાણોથી ખદ્યોતો (આગિયા)નો ભ્રમ પેદા થતો. ' ૧. વર્મસાક્ષી-સૂર્ય (વિશ્વ ન ર્મસાક્ષી-ગરમ૦ ૨ ૧૨). ૨. સમી -મિયા સહિત 1. રૂ. સવારં-સ્થાનના ૪. યુથ-હાથીઓની કૂલ (ગુરથે વ: રિસ્તો-મ0 રૂારૂ૪) ૬. પરિણ-ખધોત (આગિયો) (૪uોતો િિરફાગ:- ૪ ર૭૨) Page #232 -------------------------------------------------------------------------- ________________ दोष्मतां खरसंघातघातरक्ताञ्चितांशुकैः । जयश्रीरामसंस्मारो, बहिर्यात इवान्तरात् ।।६६ ।। યોદ્ધાઓના પ્રખર પ્રહારોના ઘાવમાંથી લોહી વહી રહ્યું હતું. તેનાથી સુભટોનાં વસ્ત્રો લોહીથી રંગાઈ જતાં. તે જાણે જયલક્ષ્મીની સાથે ક્રીડા કર્યાની સુભટોની આંતરિક (સ્મૃતિ) બહાર આવી રહી ના હોય ! तत्र व्यतिकरे विद्याधरचक्रपरिच्छदः । सिंहकर्णान्वितः सिंहरथोऽविक्षद् द्विषबले ।।६७।। એ સમયે વિદ્યાધરની સેનાના સદસ્ય સિંહરથ સિંહકર્ણની સાથે શત્રુઓની સેનામાં પ્રવેશ કર્યો अद्रष्टुमिव तद्वक्त्रं, वैरिभिर्कोमपुष्पवत् । કુર્તએ નિર્વિવર્તન, સુણેપૃષ્ઠમાઈયસ્ TI૬૮TI સિહરથ દ્વારા પરાજિત થયેલો સેનાપતિ સુષેણ પીઠ દેખાડીને ભાગી ગયો. તે શત્રુઓને આકાશપુષ્યની જેમ પોતાનું મોઢું બતાવવા માટે લાચાર બની ગયો. इतो विद्याधरोत्तंसोऽनिलवेगो महाबलः । चक्रिचक्रं चकारोच्चैर्व्याकुलं विविधायुधैः ।।६९।।। આ બાજુ વિદ્યાધરોના નેતા પરાક્રમી અનિલવેગે પોતાનાં વિવિધ પ્રકારનાં શસ્ત્રોથી ચક્રવર્તીની સેનાને અત્યંત વ્યાકુલ બનાવી દીધી. नीरन्ध्रमपि तत्सैन्यं, बभूव निहतं ततः | नैशं' तम इव प्रातरभ्रवृन्दमिवाऽनिलात् ।।७० ।। ચક્રવર્તીની સેના સઘન અને ગીચ હોવા છતાં સિંહરથ અને અનિલવેગના પ્રખર પ્રહારોથી હતપ્રત બની ગઈ. તે જેમ પ્રાત:કાલથી રાત્રિનો અંધકાર અને પવનથી વાદળોનો સમૂહ શીર્ણવિશીર્ણ થઈ જાય તેમ વિશીર્ણ થઈ ગઈ. संवर्तानिलसंकाशश्वेडाक्षोभितशात्रवः । लीलयोल्लालयामास, सोऽत्र शैलानिव द्विपान् ।७१।। પ્રલયકાળના પવન સમાન સિંહનાદથી શત્રુઓને ક્ષુબ્ધ કરનાર અનિલવેગે પર્વત સમાન મોટા હાથીઓને લીલામાત્રમાં ઊંચે ઊછાળી દીધા. चक्रे भङ्गं तुरङ्गाणां, स्थानां रोधमातनोत् । पत्तीनां च विपत्तिं स, ददौ दर्पातिरेकतः ||७२ ।। અનિલવેગે ઘોડાઓને મારી નાખ્યા, રથોને રોકી રાખ્યા. તે પોતાના બળના અભિમાનથી પાયદળ સેના માટે વિપત્તિરૂપ બન્યો. ૧. નાં-નિરાધા રૂર્વ નાન ! 1. શ્રી ભરતબાહુબલિ મહાક્તવ્યમ્ ૦ ૨૧૭ Page #233 -------------------------------------------------------------------------- ________________ गजारूढेन सोऽदर्शि, क्रीडन्निति रथाङ्गिना । कासार इव सैन्ये स्वे, कवी भृशमुल्ललन् ।७३।। હાથી પર આરૂઢ થયેલા ચક્રવર્તીએ જેમ હાથી તળાવમાં ક્રીડા કરે તેમ પોતાની સેનામાં ગદા, આયુધ આદિ શસ્ત્રો દ્વારા ક્રીડા કરતા અનિલવંગને જોયો. मुमोचास्मै ततश्चक्रं, संवीक्ष्यार्कमिवासहम् । स कौशिक इवानश्यत्, खद्योतस्तरणेः कियान् ? |७४ ।। ત્યારે ભરત ચક્રવર્તીએ તેની સામે ચક્ર ફેંક્યું. સૂર્ય સમાન અસહ્ય તેજવાળા ચક્રને જોઈને અનિલગ ત્યાંથી ઘુવડની જેમ ભાગી ગયો. ખરેખર સૂર્યની સમક્ષ ઘુવડ કેટલું ટકી શકે? शक्त्या निर्माय सोऽविक्षत्, कीरवद् वज्रपञ्जरम् । गत्वा चक्रौतुना यञ्च, कृतान्तातिथिरादधे ।।७५ ।। અનિલવેગ પોતાની વિદ્યાશક્તિથી એક વજપિંજર બનાવીને તેમાં પોપટની જેમ પેઠો તેમ છતાં ચકરૂપ બિલાડાએ આવીને તેને યમસદન પહોંચાડી દીધો. चक्रेणानीय तन्मौलिरदर्घात स्थाङ्गिने । नृपाः साक्षात्कृते कृत्ये, प्रत्ययन्ते निजेषु हि ||७६ || ચક્રરત્ન અનિલવેગનું મસ્તક લાવીને ચક્રવર્તી ભરતને બતાવ્યું, કેમ કે રાજાઓ કાર્યને જોયા પછી જ પોતાના માણસો પર વિશ્વાસ રાખે છે. वैरनिर्यातनात् तुष्टा, वीराश्चक्रभृतस्ततः । हते बलवति क्षत्रे, मुदं को नाम नोदूवहेत् । ७७ ।। ચક્રવર્તી ભરતની સેનાના વીર સુભટો વેરનો બદલો મળી જવાથી ખૂબ જ સંતોષ પામ્યા. ખરેખર એક બળવાન ક્ષત્રિય શત્રુના મરણથી કોને આનંદ ના થાય ! . तथा कोपानलोऽदीपि, दोष्मतां बहलीशितुः | चक्रगृह्यास्तृणानीव, दंदह्यन्तेस्म तैर्यथा |७८|| અનિલવેગને એ રીતે મારવાથી બાહુબલિના પરાક્રમી સુભટો ક્રોધાગ્નિથી ધૂંઆપૂંઆ થઈ ગયા. તે લોકોએ ચક્રવર્તીના સૈનિકોને ઘાસની જેમ બાળવા માટેનો પ્રારંભ કર્યો. कृतान्तकरसंकाशा, गदाः शत्रुगदावहाः । उल्ललन्तिस्म पत्त्यश्वस्यन्दनेभक्षयंकराः ||७९ ।। બાહુબલિના સુભટોએ, યમરાજાનો હાથ જેવી રીતે શત્રુઓનો ભુક્કો બોલાવી દે તેવી ભયંકર ગદાઓ વડે સૈનિકો, અશ્વો, રથો અને હાથીઓનો કચ્ચરઘાણ કરી નાખ્યો. ૧. વ4-એક પ્રકારનું શસ્ત્ર (ગારે વિવારી) ૨. સૈનિતન-વેરનો બદલો લેવો (નિયતિને વૈરવિનિરિયા-મ૦ રૂ૪૮) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૧૭ Page #234 -------------------------------------------------------------------------- ________________ रत्नारिर्वारितामित्रः, सकूटस्थगदाद्रुमः | कल्पान्तपवनोत्क्षिप्तपर्वताभस्तदाऽपतत् ।।८।। પ્રલયકાળના પવનથી ઊખડી ગયેલા પર્વત જેવા શત્રુઓનું નિકંદન કાઢનાર વિદ્યાધર રત્નારિ હાથમાં ગદારૂપી વૃક્ષ લઈને ચક્રવર્તીની સેના પર તૂટી પડ્યો. अनेन पतता युद्धे, कालवन्ह्यनुकारिणा । देहे चक्राङ्गभृत्सैन्यारण्यं बाणस्फुलिङ्गकैः ।।८।। કાળરૂપી અગ્નિ સમાન ભયંકર રત્નારિ જ્યારે યુદ્ધમાં ઊતર્યો ત્યારે તેનાં બાણીમાંથી ઊછળતા તણખા વડે ચક્રવર્તીનું સૈન્ય અરણ્યની જેમ બળવા લાગ્યું. कामं तेन समाक्रान्तों, कामिनेव विलासिनीम् । चमूं वीक्ष्य निजं चक्री, न्यदिक्षत् स्वचरान् युधि ।।२।। અત્યંત કામુક વ્યક્તિ સ્ત્રીને આક્રાન્ત કરી નાખે તેમ “રત્નારિએ ચક્રવર્તીની સેનાને ત્રાહિ-ત્રાહિ કરી નાખી. એ જોઈને ચક્રવર્તીએ પોતાના સુભટોને યુદ્ધ માટે પ્રેરિત કર્યા. विद्याधरधरणेन्द्रेण, महेन्द्रेण महौजसा । शिरोऽचूर्यत रत्नारेर्मुद्गरेणामकुम्भवत् ।।८३।। ત્યારે વિદ્યાધરના સ્વામી મહાપરાક્રમી “મહેન્દ્ર પોતાના મુદ્દેગરથી “રત્નારિનું મસ્તક કાચના ઘડાની જેમ ચૂર ચૂર કરી નાખ્યું. ततो बाहुबलेह्यो', मितकेतुर्महाभुजः | सुगत्यनुगतो वायुसखो वह्निरिवागमत् ।।४।। ત્યાર પછી બાહુબલિના પોતાના મહાન પરાક્રમી મિતકેતુ’, ‘સુગતિની સાથે અગ્નિ સાથે વાયુ આવે તેમ, રણભૂમિમાં આવ્યા. ताभ्यां विद्याधरेन्द्राभ्यां, सैन्यं श्रीभरतेशितुः | दैन्यमापादितं बाढं, किं हि चित्रं महौजसाम् ।।५।। મિતકેતુ અને સુગતિ બન્ને વિદ્યાધર રાજાઓએ ચક્રવર્તી ભરતની સેનામાં અત્યંત દીનતા પેદા કરી દીધી. ખરેખર શક્તિશાળી પુરુષો માટે શું આશ્ચર્ય હોઈ શકે ? त्याजिताः स्यन्दनं केचिद्धयं केचिद् द्विपञ्च के । સંગ્રામમુવમેવે , વિંદ વર્તારો ન દીશ ? ll૮દ્દા બન્ને વિદ્યાધરોએ શત્રુપક્ષના કેટલાક સુભટો પાસેથી રથ, ઘોડા અને હાથી છોડાવી દીધા. કેટલાક સુભટો તો રણભૂમિ છોડીને ભાગ્યા. ખરેખર પરાક્રમી પુરુષો માટે શું અશક્ય હોઈ શકે ? ૧. પૃ-પોતાની વ્યક્તિ શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૧૮ Page #235 -------------------------------------------------------------------------- ________________ तयोर्विशिखसंदोहैः, पतद्भिः करिवर्मसु । चक्रिरे कामतीक्ष्णाग्रैः खाट्कारमुखरा दिशः । ८७ ।। બન્ને વીર યોદ્ધાનાં ધનુષ્યમાંથી નીકળતાં અત્યંત તીક્ષ્ણ અગ્રભાગવાળાં બાણો હાથીઓનાં કવચો ઉપર પડતાં ત્યારે ‘ખટાક્ ખટાક્' અવાજથી દિશાઓ ભરાઈ જતી. मालवेश्वरमुख्यास्ते, महीनाथा रथाङ्गनः । व्याकुलीभूताः श्येनाभ्यामिव पक्षिणः ।। ८८ ।। જેમ પક્ષીઓ બાજુથી વ્યાકુળ બની જાય તેમ ચક્રવર્તીના પક્ષમાં રહેલા માલવદેશના રાજા બન્ને વીરોથી વ્યાકુલ બની ગયા. निर्मोकादिव' संग्रामात्, कैश्चिन्नेशे भुजङ्गवत् । कैश्चिद् वीरव्रतं त्यक्तमौदार्यमिव तद्धनैः २ ।। ८९ ।। મિતકેતુ અને સુગતિ વિદ્યાધર વીરોથી ત્રાસીને, જેમ સાપ કાંચળી છોડીને ભાગી જાય તેમ કેટલાક શત્રુ સુભટો રણભૂમિ છોડીને ભાગી ગયા. જેમ કંજૂસ વ્યક્તિ ઉદારતાને છોડી દે છે તેમ કેટલાક સુભટોએ પોતાના વીર વ્રતને છોડી દીધું. सैन्यं भारतशक्रस्याऽसंख्यं संख्येयतां गतम् । प्राभातकमिव व्योम, चरिष्णुमिततारकम् ।।९० ।। રાત્રિના સમયે આકાશમાં અસંખ્ય તારાઓ ચમકે છે પરંતુ પ્રભાત સમયે તેની સંખ્યા જેમ પરિમિત થઈ જાય છે, તેમ ચક્રવર્તી ભરતની સેના અસંખ્ય હતી પરંતુ આ સમયે પરિમિત બની ગઈ. उत्साहाद् द्विगुणीभूते, बले च बहलीशितुः । अल्पीयांसोऽपि भूयांसः, सोत्साहा युधि यद् भटाः ।। ९१ ।। બાહુબલિની સેના ઉત્સાહથી બમણી થઈ ગઈ કેમ કે યુદ્ધ સમયે થોડા પણ ઉત્સાહિત સુભટો દ્વિગુણિત બની જાય છે. इत्यसादृश्यमालोक्य, सैन्ययोः पतिरर्चिषाम् । वेगादऽस्ताद्रिमालीनः कालक्षेपो हि भद्रकृत् ।।९२।। આ પ્રમાણે સેનાની અસમાનતા જોઈને સૂર્ય પણ જલદીથી અસ્તાચળ પર જઈને છુપાઈ ગયો, કારણ કે કાળક્ષેપ ક્યારેક કલ્યાણકારી બને છે. स्कन्धावारं ततो यातां, स्वं स्वंय सैन्ये उभे अपि । मनःसंप्राप्तविश्रामं, कर्णनेत्रे इवेन्द्रिये ।। ९३ ।। જેમ કાન અને આંખ બન્ને ઇન્દ્રિયો વિશ્રાંત મનમાં ચાલી જાય, તેમ બન્ને સેનાઓ પોતપોતાની શિબિરોમાં ચાલી ગઈ. ૧. નિર્મોઃ–સાપની કાંચળી (નિર્માવવુવા-અમિ૦ ૪ રૂ૮૧) ૨. તદ્દનઃ-કંજુસ (ઝીનારાન્તત્ત્વનઃ મુદ્રા-સમિ૦ રૂ।રૂર) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૧૯ Page #236 -------------------------------------------------------------------------- ________________ चक्रिपुत्रेषु श्रृण्वत्सु, सेनानीरेत्य चक्रिणम् । अभ्यधत्त वचस्त्वेवं, साहसोत्साहमेदुरम् ।।९४।। સુષેણ સેનાપતિ ચક્રવર્તી ભરત મહારાજા પાસે આવ્યા અને ચક્રવર્તીના પુત્રો સાંભળી શકે એ રીતે ઉત્સાહ અને સાહસપૂર્ણ વાણીથી બોલ્યા : રાનન્ ! પુત્રેષુ પશ્યન્તુ, મવડીયેષ્વમન્યત । થમૂર્વાદુવોવર, પદ્મિનીય નૈસ્તવ 118911 “મહારાજા ! આપના પુત્રો દેખતા રહ્યા ને બાહુબલિના વીર સુભટોએ આપણી સેનાને જેમ હાથી ક્ઝલિનીને ઉખેડી નાખે તેમ ઉખેડી નાખી. त्वत्तुल्याः सन्ति ते पुत्रा, ज्ञातिदाक्षिण्यमोहिताः । युयुत्सन्ते न सर्वेऽपि क्षत्राणां नोचितं ह्यदः । ९६ ।। “આપના બધા પુત્રો આપની સમાન બળવાન અને પરાક્રમી છે, પરંતુ બંધુજનો પ્રત્યેના દાક્ષિણ્યથી મોહિત બનીને યુદ્ધ લડી શકતા નથી. એ ક્ષત્રિયો માટે ઉચિત નથી.” अप्यम्बातातवर्गीणाः, क्षत्रियैर्वैरिणः किल । हन्तव्या योद्धुमायाताः, शुभं नैषां ह्यपेक्षणम् ।।९७।। “માતા, પિતા કે બંધુવર્ગ જો શત્રુ બનીને યુદ્ધ ક૨વા માટે આવે તો ક્ષત્રિયોનું કર્તવ્ય છે કે તેમની સાથે યુદ્ધ ક૨વું જ જોઈએ. તેઓની ઉપેક્ષા ક૨વી એ ક્ષત્રિયોનો ધર્મ નથી. दाक्षिण्यं' क्रियते येन, कथं जेता स सङ्गरे । વિ પોતઃ પશ્દિીયેત, તોયનાથં તિતીર્ણતા ? ||૮|| “જો તેઓના પ્રતિ દાક્ષિણ્ય બતાવવામાં આવે તો સંગ્રામમાં તે વિજયી કેવી રીતે બની શકશે ? સમુદ્રને ત૨વાની ઇચ્છાવાળી વ્યક્તિ પોતાની નાવને છોડી દે તો તરી શકે ખરી ? प्रागेव समरारम्भो, मुधा चक्रे त्वया विभो ! । अपि वर्महराः पुत्राः प्रमाद्यन्ति तवात्र यत् ।।९९ ।। 1 “સ્વામિન્, આંપે યુદ્ધનો પ્રારંભ કર્યો એ જ ખોટુ કર્યું છે. શત્રુઓનાં કવચોને હ૨ના૨ા આપના પુત્રો જ યુદ્ધમાં પ્રમાદ બતાવી રહ્યા છે.” इत्याकर्ण्य वचस्तस्य, क्रुद्धः सूर्ययशा जगौ । प्रातर्बाहुबलिं मुक्त्वा, सर्वान् हन्तास्म्यहं त्विति । । १०० ।। સેનાપતિની આવી આક્ષેપભરી વાણી સાંભળીને ભરતના મોટા પુત્ર સૂર્યયશા ક્રોધિત થઈને બોલ્યા, “પ્રાત:કાળમાં જ એક બાહુબલિને છોડીને બાકી બધા સુભટોને હું યમસદનમાં પહોંચાડી દઈશ.” ૧. વાલિખ્યું-અનુભતા (વાલિખ્યું ત્વનુનતા-મિ॰ ૬ (૧૩) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૨૦ Page #237 -------------------------------------------------------------------------- ________________ इत्युक्ता मुदिताश्चक्रिसूनवोऽन्येऽपि दोर्भृतः । कथञ्चन त्रियामां तामतीत्येयू रणक्षितिम् ।। १०१ । । એ સાંભળીને ચક્રવર્તીના બીજા પુત્રો તેમજ વીર સુભટો પ્રસન્ન થયા અને રાત્રિ જેમ તેમ પૂરી કરીને સવારે બધા રણભૂમિમાં આવી ગયા. सन्नद्धाः शस्त्रसंपूर्णा, भटा बाहुबलेरपि । अवतेरु रणक्षोणी, चन्द्रकन्यामिव द्विपाः ||१०२ || બાહુબલિના પણ વીર સુભટો શસ્ત્રોથી સંપૂર્ણપણે સજ્જ થઈ, જેમ હાથી નર્મદા નદીમાં ઊતરે તેમ, રણભૂમિમાં ઊતરી આવ્યા. सैन्ये सूर्ययशाः सूर्यो, व्यराजत रथस्थितः । તમાંશીવાવૃિન્હાનિ, નાશયનું નિખતેનસા ||૧૦રૂ|| ૨થ પર આરૂઢ થયેલા સૂર્યયશા સૂર્યની જેમ રણભૂમિમાં શોભતા હતા. સૂર્ય પોતાના પ્રચંડ તેજથી અંધકારનો નાશ કરે તેમ સૂર્યયશા શત્રુસમૂહનો નાશ કરી રહ્યા હતા. भ्रातरः कोटिशस्तस्य, शार्दूलाद्याः पुरोऽभवन् । क्षत्रियक्षेत्रसंप्राप्तजन्मशौर्याङ्कुरा इव ।। १०४ ।। ક્ષત્રિયના શરી૨માં જન્મથી જ જેમ શૌર્યના અંકુરો પ્રગટે તેમ રણભૂમિમાં શાર્દૂલ આદિ કરોડો ભાઈઓ સૂર્યયશાની આગળ આવી ગયા. विद्याधरधरेन्द्रौ ताववग्राहाविवोद्धतौ । चक्रभृद्ध्वजिनीवृष्टिध्वंसाय पुनरागतौ ।।१०५ ।। વિદ્યાધરોના અધિપતિ વીર પરાક્રમી મિતકેતુ અને સુગતિ તે બન્ને વંટોળિયાની જેમ ચક્રવર્તીની સેનારૂપી વૃષ્ટિનો ધ્વંસ કરવા માટે ફરીથી રણભૂમિમાં આવી ગયા. हस्तार्पितधनुर्बाणो, मितकेतुर्नभश्चरः । आरौत्सीत् सूर्ययशसं, मनोभूरिव शंवरम् ||१०६ ।। જેમ કામદેવ પોતાના શત્રુ શંવરને રોકે તેમ ધનુષ્યબાણને ધારણ કરનારા મિતકેતુ વિદ્યાધરે સૂર્યયશાને રોકી રાખ્યા. विद्याभृत् सुगतिस्तद्वच्छार्दूलमरुधत् ततः । आसीद् युद्धं तयोर्घोरं विस्मायितसुरासुरम् ||१०७ ।। " વિદ્યાધર સુગતિએ પણ શાર્દૂલને તેવી જ રીતે રોકી રાખ્યો એ બન્ને વચ્ચેના યુદ્ધથી દેવ અને દાનવો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ૧. વાળન્યા-નર્મદાનદી ૨. શંવરઃ-કામદેવનો શત્રુ (અરી શંવરપૂર્વી - અમિ॰ ૨૦૧૪૨) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૨૧ Page #238 -------------------------------------------------------------------------- ________________ चण्डांशुः काण्डवृष्ट्याल'मतुल्याऽखण्डरूपया । વિષે મેયપંચેવાડાળે ઢોઇsધારિn TI૧૦૮TI મિતકેતુ અને સૂર્યયશા, સુગતિ અને શાર્દૂલ એમ બન્ને ધનુર્ધારી યુગલોની વચ્ચે અસાધારણ અને નિરંતર બાવૃષ્ટિથી, વાદળોથી સૂર્ય ઢંકાઈ જાય તેમ, અકાળે સૂર્ય ઢંકાઈ ગયો. गदापट्टिशनिस्त्रिंशः, संसजभिर्नभो मिथाः | शस्त्राणि किमु युद्धयन्ते, सुरैरप्येवमौह्यत ।।१०९ ।। આકાશમાં ગદા, પટ્ટા અને તલવારો પરસ્પર અથડાતાં હતાં, તે જોઈને દેવોએ કલ્પના કરી કે શું શસ્ત્રો પરસ્પર લડી રહ્યાં છે ! रक्तार्धकुम्भमुक्ताभिर्गुञ्जाभिरिव निर्ममुः। भिल्लस्त्रिय इवामर्यो, हारान् कौतुकतस्तदा ।।११०।। જેમ ભિલ્લસ્ત્રીઓ ચણોઠીના હાર બનાવે તેમ દેવાંગનાઓએ કૌતુકથી હાથીઓના કુંભસ્થલમાંથી નીકળતાં લોહીથી ખરડાયેલાં મોતીઓના હાર બનાવ્યા. मनोरथमिव रथं, सारथिं सह केतुना । मूर्तं दर्पमिवाथास्य, शार्दूलस्याऽभनक त्वसौ ।।१११।। સુગતિ વિદ્યાધરે સારથિ અને ધ્વજા સહિત શાર્દૂલના રથને તોડી નાખ્યો. એકલા રથને નહીં પરંતુ તેની સાથે શાર્દૂલના મનોરથ અને ગર્વ એમ બન્નેને તોડી નાખ્યા. अनैषीत् स्वे स विद्याभृच्छार्दूलं रथपञ्जरे । नागपाशैर्दृढं बध्वा, खड्गव्यग्रकरं बलात् ।।११२ ।। શાર્દૂલનો હાથ તલવાર ચલાવવામાં વ્યગ્ર હતો ત્યારે સુગતિ વિદ્યાધર બળપૂર્વક તેને નાગપાશના બંધનથી બાંધીને પોતાના રથરૂપી પિંજરામાં લઈ ગયો. उन्मुक्तः सोऽहिपाशेभ्यो, मन्त्रेण भुजगद्विषः | तीक्ष्णद्युतिरिवाभ्रेभ्योऽधिकतेजास्तमभ्यधात् ।।११३।। વાદળોથી મુક્ત બનેલો સૂર્ય જેમ અધિક તેજસ્વી લાગે તેમ ગારૂડિક મંત્રો દ્વારા મુક્ત બનેલા શાર્દૂલે અધિક તેજસ્વી બની સુગતિને કહ્યું : विद्याधर ! मयैव त्वं, हन्तव्यस्तरवारिणा । इत्युक्त्वा सुगतिर्मृत्योस्तूर्ण तेनातिथीकृतः ।।११४।। “હે વિદ્યાધર ! મારી આ તલવારથી જ તારું મોત છે” એમ કહીને શાર્દૂલે તલવારનો એવો પ્રહાર કર્યો કે સુગતિ તરત જ મૃત્યુધામ પહોંચી ગયો. ૧. આનં-સર્યું શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૨૨ Page #239 -------------------------------------------------------------------------- ________________ चक्रिज्येष्ठसुतोप्युच्चैर्गाहमानोऽरिवाहिनीम् । विद्याधरधराधीशं, मितकेतुं जघान च ।।११५।। આ બાજુ ચક્રવર્તીના જ્યેષ્ઠ પુત્ર સૂર્યયશાએ શત્રુની સેનામાં જોરદાર હુમલો કર્યો અને વિદ્યાધરના અધિપતિ મિતકેતુને યમસદન પહોંચાડી દીધો. व्योमेव रविचन्द्राभ्यां, लोचनाभ्यामिवाननम् । चक्रं चक्राङ्गभृद्भातुर्विद्याभृद्भ्यामृतेऽभवत् ।।११६ ।। સૂર્ય-ચંદ્ર વિનાનું આકાશ તથા આંખો વિનાનું મુખ જેમ શોભાહીન લાગે તેમ બન્ને વિદ્યાધર વીર વિનાની બાહુબલિની સેના શોભાહીન બની ગઈ. सद्यो विद्याधरद्वन्द्ववधात् क्रुद्धः सुतैर्वृतः । आयोधनधरां बाहुबलिः स्वयमवातरत् ।।११७ ।। બન્ને વિદ્યાધરોના વધથી ક્રોધિત બનેલા બાહુબલિ પોતાના પુત્રોથી પરિવરેલા સ્વયં યુદ્ધભૂમિમાં ઊતરી આવ્યા. कालपृष्ठकलम्बासविस्फारमुखरा दिशः । आशाधीशानितीवोचुः, पश्यतास्य पराक्रमम् ।।११८ ।। બાહુબલિની ધનુષ્ય-બાણોની ફેંકવાની કળા જોઈને વિસ્મિત બનેલી દિશાઓએ દિશાના અધિપતિઓને કહ્યું : “આ વીરનું પરાક્રમ તો જુઓ.” चलताप्यचला ! यूयं, यातु विश्वा' रसातलम् । कुरुताशागजाः ! स्थानं, रोदसीर यास्यथाः क्व वाम् ||११९।। “હે પર્વતો!તમે ભલે અચલ છો છતાં તમે અહીંથી ચાલ્યા જાઓ, પૃથ્વી રસાતલમાં ચાલી જાવ, હે દિગ્ગજો ! તમે પણ તમારું સ્થાન બીજે શોધી લો. હે આકાશ - પૃથ્વી ! તમે હવે ક્યાં જશો ?” क्ष्वेडास्येति वदन्तीव, प्रोत्सर्पत्यस्त्रनिःस्वनैः । किंवदन्तीव वृत्तान्तैः, प्रादत्त जगतो भयम् ।।१२०।। એ પ્રમાણે કહેતા કહેતામાં તો જેમ કથાઓની સાથે કિંવદત ફેલાય તેમ શસ્ત્રોના અવાજની સાથે બાહુબલિનો સિંહનાદ ચારે બાજુ ફેલાઈ જવાથી સમસ્ત જગત ભયભીત બની ગયું. · ततः कोटिः सपादापि, चक्रपाणितनूरुहाम् । મુIIનીવ પુરોડનશ્ય, સિહનાવારૃપાર્કમે II૧૨૧TI. મહારાજા બાહુબલિના સિંહનાદથી ભયભીત બનીને ભરતના સવા કરોડ પુત્રો હરણિયાના સમૂહની જેમ દૂર દૂર ભાગી ગયા. ૧. વિશ્વા-પૃથ્વી (વિશ્વા વિશ્વમાં ઘર-મ૦ ૪.૧) ૨. રોટલી-આકાશ પૃથ્વી (ગામ) ૪૬) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૨૩ Page #240 -------------------------------------------------------------------------- ________________ तस्थौ सूर्ययशाः स्वैरमेकोऽथ समराजिरे । ત્પાન્તપવનચાત્રે, ઃ સ્થાણુક નિરિ વિના ? | ૧૨૨।। તેમાંથી ભરતના જ્યેષ્ઠ પુત્ર સૂર્યયશા એકલા જ રણભૂમિમાં સ્થિર રહી શકયા. કલ્પાન્તકાળના પવનનો આગળ મેરુપર્વત સિવાય બીજું કોણ સ્થિર રહી શકે ! आपतन्तं तमालोक्याभ्यधात् तक्षशिलेश्वरः । आकर्णकृष्टकोदण्डश्चण्डिमाढ्यमदो वचः । । १२३ । । કાન સુધી ખેંચેલા ધનુષ્યવાળા બાહુબલિએ શત્રુ પર પ્રહાર કરવામાં ઉત્સુક બનેલા તેજસ્વી સૂર્યયશાને જોઈને આ પ્રમાણે કહ્યું : त्वयैव चक्रभृद्वंशः, क्षीरकण्ठैकवीरवान् । अतो मे कालदौष्कल्यात्, करो नोत्सहते त्वयि ।।१२४।। “ચક્રવર્તીના વંશમાં સિંહસમાન પરાક્રમી તું જ એક વીર સંતાન છે, તેથી મૃત્યુની દુષ્કલ્પનાથી મારા હાથ તારા પર પ્રહાર ક૨વા માટે ઉત્સુક થતા નથી. मन्मुखं त्यज तद् वत्स !, वात्सल्यं त्वयि मे स्थिरम् । अतो जीव मम क्रोधवनौ त्वं माहुतीभव || १२५ ! | “માટે હે વત્સ ! તું મારી સામેથી ચાલ્યો જા. તારા પ્રત્યે મારું વાત્સલ્ય અકબંધ છે, તેથી તું સૂખપૂર્વક જીવતો ૨હે ! નાહક મારા ક્રોધાગ્નિમાં તારી આહુતિ ના બનો. यदि ते युधि निर्बन्धस्तर्हि त्वं मत्सुतैः सह । कुरु सांग्रामिक क्रीडां दन्ती विन्ध्यद्रुमैरिव ॥ १२६ ॥ “હે બાળક ! જો તારો યુદ્ધ કરવાનો આગ્રહ હોય તો મારા પુત્રોની સાથે તું યુદ્ધ કર ! જેમ હાથી વિન્ધ્યાચલ પર્વતનાં વૃક્ષોની સાથે ક્રીડા કરે છે તેમ તમે પણ યુદ્ધક્રીડા કરો.” . पितृव्या ! ऽद्य ममाशंसां, पूरयस्व रणस्य च । ફડ્યૂવાનઃ સ જોવળ્યું, સદામધાત્તરામ્ ||૧૭ || “હે કાકાજી ! આપ મારી રણની ઇચ્છા આજ પૂરી કરો” એમ કહેતાંની સાથે જ સૂર્યયશાએ ધનુષ્યનો ટંકાર કર્યો. अमू लोकत्रयोन्माथमन्दरागौ महाभुजी । વિ ત્ત્તાવિતિ સ્વર, સુરા અવિ ચમ્પિરે ।।૧૮।। “ત્રણે લોકનું મંથન કરવા માટે ઉપસ્થિત થયેલા મેરુપર્વત જેવા આ બન્ને ભુજાબળી (બાહુબલિસૂર્યયશા) આજ શું કરી નાખશે” એ ચિન્તાથી દેવો પણ ધ્રૂજી ઊઠ્યા. निर्घोषात् कुलिशरवातिभीष्मरूपात्, कोदण्डस्य दिततमः प्रियस्य कण्ठः । શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૨૪ Page #241 -------------------------------------------------------------------------- ________________ ताभिस्त्रिदशवधूभिराललम्बे, वाणीभिः सकलविदामिवाशु भव्यः ||१२९ ।। જેમ સર્વજ્ઞ ભગવંતની વાણીનું ભવ્ય જીવો આલંબન લે છે તેમ બાહુબલિ અને સૂર્યપશાના ધનુષ્યના વજપાત સમાન ભયંકર ટંકારવથી ભયભીત બની ગયેલી દેવાંગનાઓએ પોતાના પ્રિયતમાના કંઠનું આલંબન લીધું, અર્થાત્ ભયની મારી પ્રિયતમના કંઠે વળગી પડી. कल्पान्तोद्य किमागतोऽयमधुना कि मेरुणा शीर्यते ? शेषाहिर्वसुधाधुरं परिहरत्यस्मिन् मुहूर्ते किमु ? अम्भोधिः स्थितिमुज्जहाति किमुतेत्यज्ञायि युद्धं तयोः, क्ष्वेडाक्षेपकरम्बिकार्मुकरवप्रोत्थापितैः स्वर्गिभिः ।।१३०।। શું આજે પૃથ્વી પર પ્રલયકાળ આવી ગયો છે ? શું મેરુપર્વત ખરી પડ્યો છે ? ધારણ કરેલી પૃથ્વીને શેષનાગ શું આ ક્ષણે છોડી દીધી છે? અથવા તો શું સમુદ્ર પોતાની મર્યાદાનો ત્યાગ કર્યો છે? બાહુબલિ અને સૂર્યપશાના સિંહનાદ સાથે ધનુષ્યના ટંકારવના ભયંકર અવાજથી વ્યાકુળ બનેલા દેવોએ આ પ્રમાણે કલ્પના કરી. विश्वेश्वरो विहरति प्रभुरादिदेवः, पुण्योदयो विलसति प्रसभं त्विदानीम् । संहारवार२ इव का विगृहीतिरेषा, जग्मुर्भुवं मरुत इत्यवधारयन्तः ।।१३१।। “આજે આ પૃથ્વી પર જગતના નાથ શ્રી આદિનાથ પ્રભુ વિચરી રહ્યા છે. હમણાં સર્વત્ર પૂર્ણપણે પુણ્યોદય પ્રસરી રહ્યો છે. ત્યારે પ્રલયકાળની જેમ આ જગતમાં આવા સંહાર અને આવા ભયંકર યુદ્ધનો શું આ અવસર છે? ના...ના...” આ પ્રમાણે વિચારી દેવો ભૂમિ પર ઊતરી આવ્યા. - इति युद्धवर्णनो नाम पञ्चदशः सर्गः . આ પ્રમાણે યુદ્ધના વર્ણનપૂર્વકનો પંદરમો સર્ગ સમાપ્ત. ૧. સંકર-પ્રલયકાળ (સંસાર નિયE Rય • ૦િ ૨૭%) ૨. વાજ:-અવસર (નવાવવ-mભિ૦ દા૧૪) ३. विगृहीतिः-विग्रह एव विगृहीतिः । શ્રી ભરતબાહુબલિ મહાક્ષત્રમ૦ ૨૨૫ Page #242 -------------------------------------------------------------------------- ________________ षोडषः सर्गः પૂર્વપરિચય : યુદ્ધની ભીષણતા જોઈને દેવોનો સમૂહ પૃથ્વી પર આવી ગયો. સૌથી પ્રથમ ભરત મહારાજા પાસે આવીને કહ્યું: ‘રાજન! આપ તો મર્યાદા પુરુષોત્તમ છો! ભગવાન ઋષભદેવના સૌથી મોટા પુત્ર છો. આપ શા માટે યુદ્ધ કરી રહ્યા છો ? યુદ્ધના બે વિકલ્પ છે. જમીનના ટુકડા માટે અથવા પોતાનો અહમ્ પોષવા માટે રાજાઓ યુદ્ધ કરતા હોય છે. આપ આપનો અહમ્ પોષવા માટે યુદ્ધ કરી રહ્યા હો તો તે ઉચિત નથી, કેમ કે બાહુબલિ આપના સગા નાના ભાઈ છે. તેની સાથે સંધિ કરી લો ! પરંતુ નાહક આવું પ્રલયકારી યુદ્ધ કરી લાખો અને કરોડો માણસો અને ઘોડા-હાથીઓનો સંહાર કરવો એ જરાય ઉચિત નથી. ત્યારે ભારતે કહ્યું “હે દેવો! એ મારો નાનો ભાઈ બાહુબલિ ખૂબ જ અભિમાની છે. એ એનો અહમ્ છોડે તેમ નથી. અને એ મને જ્યાં સુધી ઝૂકે નહીં ત્યાં સુધી ચક્રરત્ન આયુધશાળામાં પ્રવેશ કરે નહીં અને ચક્રરત્ન મને સ્વાધીન ના થાય તો મારું ચક્રવર્તીપણું કેવી રીતે સિદ્ધ થાય ?' ત્યારે દેવોએ કહ્યું : “આપ કહો છો એ બરાબર છે, પરંતુ ચક્રવર્તિનું ! આપ રણભૂમિમાં ચતુરંગી, સેનાથી યુદ્ધ ના કરો. તમે બન્ને ભાઈઓ પરસ્પર યુદ્ધ કરો. જય-પરાજયનો નિર્ણય આપના બન્નેના પરાક્રમથી સિદ્ધ થશે. એટલે આપ દૃષ્ટિયુદ્ધ, મુષ્ટિયુદ્ધ, શબ્દયુદ્ધ અને યષ્ટિયુદ્ધ આ ચાર પ્રકારના યુદ્ધથી લડો ! “એમાં જે જીતે તેની પૃથ્વી” એ ન્યાયનો સ્વીકાર કરો.” ભરતે દેવોના આ પ્રસ્તાવને સ્વીકારી લીધો. ત્યાર પછી દેવો બાહુબલિ પાસે ગયા. તેમની સમક્ષ પણ દેવોએ નરસંહાર રોકવા માટે આ ચાર પ્રકારના યુદ્ધનો પ્રસ્તાવ રાખ્યો. બાહુબલિએ પણ એ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. દેવોના પ્રસ્તાવને સાંભળીને બન્ને પક્ષના સૈનિકો નિરાશ થઈ ગયા, કેમ કે તેમની વીરતાનું પ્રદર્શન કરવાના મનોરથો મનમાં જ રહી ગયા. બન્ને પક્ષની સેના રણભૂમિમાંથી ખસી ગઈ. દેવોએ રણભૂમિને પુષ્પોથી અચિત કરી. આ પ્રકારે નવીન યુદ્ધનીતિ વગેરેનું વિસ્તૃત વર્ણન સોળમા સગમાં ગ્રંથકાર સ્વયં બતાવે છે. स्वासदोऽपि गगनादवतेयुद्धमीदृशमवेक्ष्य तदीयम् । बोधनाय वृषभध्वजसून्वोर्बोध एव परमं नयनं हि ||१|| ભરત-બાહુબલિનું પ્રલયકારી ભયંકર યુદ્ધ જોઈને બન્ને ભાઈઓને પ્રતિબોધ કરવા માટે દેવો આકાશમાંથી ભૂમિ પર ઊતરી આવ્યા, કેમ કે પ્રતિબોધ એ જ મહત્ત્વની આંખ છે. सैनिकाः ! किल युगादिजिनो वः, सेतुरस्तु समरैकपयोधेः । क्ष्मां वदन्त इति नाकिन ईयुर्लध्य एव न हि देवनिदेशः ।।२।। “હે સૈનિકો ! આ યુદ્ધરૂપી સમુદ્રમાં ભગવાન ઋષભદેવ એ સેતુરૂપ બનો!” એમ બોલતા દેવો ભૂમિ પર આવ્યા. ખરેખર દેવાનો આદેશ અનુલ્લંઘનીય હોય છે. केऽपि कार्मुकसमर्पितबाणाः, केऽपि तूणकलिताङ्गुलयश्च । केऽपि कोशरहितासिकराला, मुक्तमुद्गरगदा अपि केचित् ।।३।। वैरिशस्त्रनिहतैरिहशूरैः, संकटो व्यरचि किं सुरलोकः ? यत् सुरैः समरतो विनिषिद्धास्ते वयं त्विति वदन्त इदानीम् ।।४।। શ્રી ભરતબાહુબલિ મહાક્રવ્યમ્ ૦ ૨૨૬ Page #243 -------------------------------------------------------------------------- ________________ सिंहनादमुखरा अपि केचित्, वैरिणो मम पुरो क्षतकायाः | यद् व्रजन्ति महती युधि लज्जा, भाविनीति सुभटा निगदन्तः ।।५।। स्यन्दनध्वजनिवेशितकाया, केऽपि वारणवरार्पितदेहाः । भालपट्टनिपतच्छमबिन्दुभ्राजिनः कलितवाजिन एके ।।६।। दोभृतः सुरगिराथ निषिद्धाः, श्रीयुगादिजिनशासनवत्या । चित्रचैत्यरचनां कलयन्तस्तस्थुराहवरसोत्सुकचित्ताः ।७।। કેટલાક યોદ્ધાઓ ધનુષ્ય પર બાણ ચઢાવી રહ્યા હતા. કેટલાકની આંગળીઓ ભાથામાંથી બાણોને બહાર કાઢવામાં તત્પર હતી. કેટલાક સુભટો મ્યાનમાંથી તલવારને બહાર કાઢતા ભયંકર દેખાતા, કેટલાક મુદ્ગર અને ગદાના પ્રહાર કરવામાં તત્પર હતા, એ સમયે કેટલાક સુભટો બોલી રહ્યા હતા કે “આ રણભૂમિમાં શત્રુઓના શસ્ત્રપ્રહારથી મરી ગયેલા વીર યોદ્ધાઓથી સ્વર્ગલોક સંકીર્ણ બની ગયું છે કે જેથી દેવો ભૂમિ પર આવીને અમને બધાને યુદ્ધ માટે નિવારણ કરી રહ્યા છે.” સિંહનાદ કરતા કેટલાક સુભટો બોલી રહ્યા હતા કે “આ શત્રુસુભટો યુદ્ધમાં ઘાયલ થઈને અમારી આગળથી ચાલ્યા જાય છે. એ ખરેખર લજ્જાસ્પદ કહેવાય. કેટલાક સુભટો રથની ધ્વજામાં પોતાના દેહને લપેટી રહ્યા છે. કેટલાક હાથીઓ પર, કેટલાક ઘોડાઓ પર સવાર થયેલા સુભટો એમના લલાટ પર પડતાં પ્રસ્વેદબિંદુઓથી શોભી રહ્યા હતા. ભગવાન શ્રી ઋષભદેવના શાસનની પ્રભાવના કરવાવાળા દેવોની વાણીથી નિવારણ કરાયેલા યુદ્ધોત્સુક કેટલાક સુભટો વિચિત્ર પ્રકારના ચૈત્યની અદ્ભુત રચના જોવા માટે બેસી રહ્યા. देवताः सपदि भारतराजं, मूर्तिमत्य इव सिद्धय एवम् । : अभ्यधुर्दलितवैरविशेषा, देवसेव्यचरणं करुणाढ्याः ||८|| હજારો દેવોથી લેવાયેલા ચરણકમળવાળા ભરત ચક્રવર્તી પાસે વેરભાવ જેમણે દળી નાખ્યો છે તેવા સાક્ષાત્ કરુણાની મૂર્તિસમાન દેવોએ આવીને આ પ્રમાણે કહ્યું : आहवः किमधुनैष युवाभ्यां, वारणाश्वरथपत्तिविमर्दो । कल्पकाल इव निर्मित एवं, यश्च भापयति देवमनांसि ? ।।९।। “આપ બન્નેએ હાથી, ઘોડા, રથ, પાયદળ એમ ચતુરંગી સેનાનો નાશ કરવાવાળા, દેવોના મનને પણ ભયભીત બનાવનારા કલ્પાંતકાળ સમાન આવા ભયંકર યુદ્ધનો પ્રારંભ કેમ કર્યો? यद् युवां वृषभनाथतनूजौ, यद् युवां सुकृतकेतकभृङ्गौ । यद् युवां चरमविग्रहधारी, यद् युवां स्थितिमवेथ इनोक्ताम् ।।१०।। આપ બન્ને ઋષભદેવના પુત્રો છો. આપ બન્ને સુકૃત (પુણ્ય)રૂપી કેતકીનાં ફૂલો પર વિચરણ કરતા ભ્રમરો છો ! આપ બન્ને ચરમશરીરી છો ! અને આપ સ્વામી શ્રી ઋષભની કહેલી વાણીને સમજનાર છો. तत्कथं समर एष भवदभ्यां, प्रावृतत् क्षय इवार्तिरताभ्याम् । कालबोध इव मित्रविधूभ्यां, सर्वसंहरणयोगविधायी ।।११।। ૧. જુના-સ્વામિ (શિનો નાયવ૨ - રૂારરૂ) ૨. મિત્ર:-સૂર્ય (ગામ) ૨૧૦) શ્રી ભરતબાહુબલિ મહાક્તવ્યમ્ ૦ ૨૨૭ Page #244 -------------------------------------------------------------------------- ________________ છતાં પણ આપ બન્ને આવું કલહકારી, પ્રલયકારી ભયંકર યુદ્ધ ક૨વા માટે કેમ તૈયાર થયા છો ? સૂર્ય-ચંદ્ર જેમ કાળનો બોધ (મૃત્યુનો બોધ) કરાવે તેમ આપ બન્ને આ યુદ્ધથી સમસ્ત પ્રાણીઓનો સંહાર કરવા માટે તૈયાર થયા છો. आदिनेतुरुदभूत् किल सृष्टिर्वामिवाखिलविशेषविधातुः । किन्तु वां स्फुटमियं भगिनी वां, मर्द्यते कथमसौ तत इत्थम् ? ।।१२।। આ જગતમાં સમસ્ત પ્રકારનાં વિધિવિધાનોનાં વિધાતા પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનથી જેમ તમે બન્ને ઉત્પન્ન થયા છો, તેમ આ સૃષ્ટિ પણ ભગવાન ઋષભદેવથી જ ઉત્પન્ન થઈ છે. તેથી સ્પષ્ટરૂપે આ સૃષ્ટિ આપની સગી ભગિની (બહેન) થાય. તો પછી ભિંગની સમી સૃષ્ટિનું મર્દન કરવા કેમ તૈયાર થયા છો ? युग्मिधर्मनिपुणत्वमलोपि, श्रीयुगादिजिनपेन युवाभ्याम् । स्वीकृतं तदनु सृष्टिविमर्दात्, सत्सुतैर्न पिता व्यतिलयः ।।१३।। ભગવાન યુગાદિદેવે યુગલિક ધર્મની નિપુણતાનો જેમ લોપ કર્યો તેમ તમે બન્ને ઋષભ પુત્રોં પિતાએ બનાવેલી સૃષ્ટિનું મર્દન કરી પિતાના માર્ગનું અનુકરણ કરી રહ્યા છો, તે બરાબર ને ! સુપુત્રો પિતાના માર્ગનું ઉલ્લંઘન કરતા નથી. त्वं तु भारतपते ! स्थितिमूलं, ज्येष्ठ एव तनयेषु युगादेः । आदिदेवसदृशोऽसि गुणैस्तत्, ताततो न तनयो हि भिनत्ति ।।१४।। હે ભારતેશ્વર ભરત ! આપ તો મર્યાદાના મૂળ સમાન છો. આપ ઋષભદેવના પુત્રોમાં જ્યેષ્ઠ પુત્ર છો. આપ ગુણોમાં પણ ઋષભદેવ સમાન છો, કેમ કે પુત્ર પિતાથી ભિન્ન નથી હોતો. अत्र यत्तरणिरस्तमुपेतः, संमदो हुतवहे विनिवेश्यः । सान्धकारपटलेऽञ्जनकेतुस्तत्पुरो भवति नक्तमिहौकः ||१५|| સંસારમાં (ગૃહસ્થ સંસારમાં) ઋષભરૂપી સૂર્ય અસ્ત થઈ ગયો છે. તેથી આપનો ઉલ્લાસ અગ્નિરૂપી પ્રકાશને પ્રદીપ્ત કરવામાં હોવો જોઈએ, કારણ કે રાત્રિમાં અંજન સમાન ઘોર અંધકારમાં જનતાની સામે દીપક જ શરણરૂપે બને છે. भूभृतः समरमप्यवलेपाद्, भूकृते किमुत यद् रचयन्ति । तत्तदीयमतिरस्य विमर्शे, भङ्गसंशयवशादनुशेते ||१६|| રાજાઓ અહંકારને પોષવા માટે અથવા તો જમીનની ભૂખ સંતોષવા માટે યુદ્ધ કરે છે. એ બન્ને વિકલ્પમાં બુદ્ધિ સંશયમાં પડી જઈ નિર્ણય કરી શકતી નથી, તેથી પશ્ચાત્તાપ કરે છે. मान एव भवता विदधेऽयं, नो पुनर्भरतराज ! वितर्कः । बन्धुना सह क एष युगान्तोऽनून आहव इयांस्तव योग्य: ? ।।१७।। હે ભરતરાજ ! આ યુદ્ધ કરવામાં આપનો અહંભાવ પ્રદર્શિત થાય છે. તે અંગે આપે કંઈ વિચાર્યું લાગતું નથી. નાના ભાઈની સાથે આવું પ્રલયકારી યુદ્ધ ક૨વું તે શું આપના માટે ઉચિત છે ? શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૨૮ Page #245 -------------------------------------------------------------------------- ________________ राजकुञ्जर ! तवाहवलीला, तातसृष्टिरुसंचयभित्त्यै । संबभूव मदेसंभृतिभर्तुः, सर्वदोन्नततयाभ्यधिकस्य ||१८|| હે રાજકુંજર ! હંમેશાં આપની ઉન્નતિ થવાથી આપ અહંકારનો બોજો વધારે ઉઠાવી રહ્યા છો. આપની આ યુદ્ઘલીલા ઋષભની સૃષ્ટિરૂપી વૃક્ષોના સમૂહનો ઉચ્છેદ કરવાવાળી થઈ રહી છે. केवलं वसुमतीर्हृदयेशाः, प्राणिपीडनवशादुपयन्ति । दुर्गतिर्न हि भवानिह तादृक्, सांप्रतं रणरतिर्भवतः का ? ।।१९।। રાજાઓ ભૂમિરૂપી પત્નીઓને પ્રાણીપીડન (પ્રાણીઓને પીડા આપીને) દ્વારા પ્રાપ્ત કરે છે. આપ તો એવા કંઈ રિદ્રી નથી, છતાં પણ યુદ્ધમાં આપની આટલી બધી આસક્તિ કેમ ? निर्दयत्वमधिकृत्य नरेन्द्रैर्भ्रातरोपि तनया अपि घात्याः । भूकृते वसुमती न तदीया, पातकं हि हननस्य चिराय ||२०|| ભૂમિ પર અધિકાર જમાવવા માટે રાજાઓ કેટલા નિર્દય બને છે ? સગા ભાઈઓ અને પુત્રોને પણ રાજ્ય માટે મારી નાખે છે, પરંતુ એ પૃથ્વી તેની સાથે જવાની નથી, ફક્ત તેનાથી ઉપાર્જિત થયેલું પાપ જ તેની સાથે ચિરકાળ સુધી રહેવાનું. संगरो गर' इवाकलनीयो, यं श्रिता मृति मयन्ति हि मर्त्याः । प्राप्य तत्र विजयं निलये स्वे, ये व्रजन्ति भुवि तेऽधिकपुण्याः ।। २१ ।। યુદ્ધને વિષની જેમ માનવું જોઈએ. તેના આશ્રયથી મનુષ્ય મૃત્યુને શરણે જાય છે. જે પુરુષ વિજય પ્રાપ્ત કરી પોતાના ઘરે ચાલ્યા જાય છે તે જ જગતમાં અધિક પુણ્યશાળી છે. आत्मनीनमिव दोषमुदग्रं, बान्धवं युधि निहत्य नरेन्द्र ! | भोक्ष्यते नु भवतोदधिनेमि, स्थेयसी तव कियद् वसुधेयम् ? ।। २२ ।। હે નરેન્દ્ર, આત્મામાં ઉત્પન્ન થયેલા અસાધ્ય રોગની જેમ આ યુદ્ધમાં બંધુજનોને મારી સમુદ્રપર્યંત પૃથ્વી પરનું રાજ્ય ભોગવશો પરંતુ એ રાજ્ય આપની પાસે કેટલા સમય સુધી સ્થિર રહેશે ? त्वत्पितुर्जगंति कीर्त्तिभिरारात्, पौर्णिमा भवति भारतराज ! । द्राक् कुहुस्तदितराभिरमूभिर्बन्धुघातकलुषाभिरिहैव ।। २३ ।। હે ભરતેશ્વર ! આપના પિતાની કીર્તિથી જગતમાં પૂર્ણિમા થઈ છે, જ્યારે બંધુઓના ઘાતથી આપની કલુષિત અપકીર્તિથી જગતમાં અમાવાસ્યાની કાળી રાત થશે. आधिपत्यरभसाद् विगृहीतिर्यत्त्वया व्यरचि साधु न चैतत् । बन्धुना सह कुरुष्व गिरा नः, सन्धिमेव नृप ! युद्धमपास्य ।।२४।। ૧. TR:-કૃત્રિમ વિષ (રશ્યોપવિત્રં ચ તત્-ગમિ૦ ૪ રૂ૮૦) ૨. સ્મૃતિ-મૃત્યુ (મૃતિઃ સંસ્થા મૃત્યુાની-અમિ૦ ૨ારરૂ૭) રૂ. દુઃ-અમાવાસ્યા (અમિ૦ ૨I૬૬) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૨૯ Page #246 -------------------------------------------------------------------------- ________________ હે રાજન ! આપે આપના આધિપત્યના ભાવથી યુદ્ધનો પ્રારંભ કર્યો છે, પરંતુ એ આપના માટે ઉચિત નથી. માટે અમારી વાત માનીને યુદ્ધ બંધ કરી આપના ભાઈની સાથે સંધિ કરી લો.” ईरणादुपरतेषु सुरेष्वित्याह भारतपतिः स्फुटमेतान् । ब्रूथ यूयमिह यत् तदशेष, सत्यमेव हृदयं मनुते मे ||२५।। આ પ્રકારની પ્રેરણા આપીને દેવો જ્યારે વિરામ પામ્યા ત્યારે ભરત રાજાએ સ્પષ્ટપણે કહ્યું, આપને જે કહેવું હોય તે બધું જ કહો !મારું હૃદય આપની વાતને યથાર્થ માને છે. किं करोमि लघुरेष मदीयो, बान्धवो न मतिमानभिमानात् । मानमिच्छति गुरुर्लघुवर्गाज्जीवनं जलनिधेरिव मेघः ||२६ ।। “પણ હું શું કરું? એ મારો નાનો ભાઈ બાહુબલિ અભિમાનના કારણે બુદ્ધિમાન નથી. મેઘ જેમ સમુદ્ર પાસેથી જલની ચાહના કરે તેમ વડીલો પણ નાના પાસેથી માનની ચાહના રાખે છે. भूभुजोधिकबलाः क्षितिपीठे, वैरिवर्गमवधूय भवन्ति । મન્યનાદુનિક મનાતિ, સંવમૂવ વિન નન્દવેપાળ |ર૭ll જેમ સમુદ્રનું મંથન કરવાથી જ વિષ્ણુએ લક્ષ્મી પ્રાપ્ત કરી, તેમ રાજાઓ શત્રુસમૂહનું ઉમૂલને કરે તો જ પૃથ્વી પર અધિક બળવાન બની શકે છે. आयुधं न मम चायुधधाम्नोन्तर्विवेश सरलत्वमिवाऽहे | तेन मे तुदति मानसमेतद्, गात्रमस्त्रमिव मर्मविभेदि ||२८|| “જેમ સર્પ સરળ બને ત્યારે જ તે બીલમાં પ્રવેશી શકે છે, તેમ મારી આયુધશાળામાં ચક્રરત્નનો પ્રવેશ થતો નથી તેનું દુઃખ મારા મનને વીંધી રહ્યું છે. જેમ મર્મસ્થાનમાં શસ્ત્રનો ઘા વધારે પીડા કરે તેમ આ ઘટના મારા મનને વધારે પડી રહી છે. मानवा जगति मानभृतः स्युः, प्रायशस्त्विति सुरा अपि वित्थ । तद् विचार्य वदतोचितमस्मान्, मानहानिरधुना न यथा मे ।।२९।। “સંસારમાં પ્રાય:મનુષ્યોમાં માન કષાય વધારે હોય છે એ વાતને આપ દેવો પણ જાણો છો, તેથી મારી માનહાનિ ના થાય તેવા પ્રકારનો કોઈ ઉચિત માર્ગ આપ વિચાર કરીને બતાવો.” ते सुरा अपि तदीयगिरेति, प्रार्थिताः पुनरपीदमशंसन् । साधु साधु वृषभध्वजसूनो !, व्याहृतं ह्यघमुशन्ति न सन्तः ।।३०।। આ પ્રકારે પ્રાર્થનાગર્ભિત ભરતની વાણી સાંભળીને દેવોએ કહ્યું, “ભગવાન ઋષભદેવના પુત્ર! આપે કહ્યું તે બહુ સારું અને યોગ્ય કહ્યું છે, કેમ કે સજ્જન પુરુષો ક્યારે પણ પાપકર્મની કામના કરતા નથી. अस्मदुक्तिकरणैकपटुत्वं, विद्यते तव हिताहितवेदिन् ! | यत् सुधां किरति तारकराजसून चित्रममला हि सदैवम् ।।३१।। ૧. નવા -વિનિનવ (સર) પાળો દ્ધિ યરા, તિરચ- (મ. રાવરૂદ સસ્તુન:) ૨. તાર/Mij–બુધ થી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૩૦ Page #247 -------------------------------------------------------------------------- ________________ “હિતાહિતના જાણકાર એવા હે રાજન ! આપ અમારી ઉક્તિઓને ક્રિયાન્વિત કરવામાં નિપુણ છો. ખરેખર ચન્દ્રનો પુત્ર બુધ જ અમૃતને વિખેરી શકે. બાકી અમૃતને ઢોળવાનું બીજા કોઈનું ગજું નથી, કેમ કે ખરેખર પવિત્ર પુરુષનું હંમેશાં એ જ કર્તવ્ય હોય છે એમાં કંઈ આશ્ચર્ય નથી. सबलाबलरणे विजयश्रीराप्यते जगति चैकतमेन | तुल्यतां पुनरवाप्य विधत्ते, संशयं मनसि सैव नयज्ञ ! ||३२।। “જે યુદ્ધમાં એક પક્ષ સબળ હોય અને બીજો પક્ષ દુર્બળ હોય ત્યારે જગતમાં સબળ વ્યક્તિ જ વિજયશ્રીને પ્રાપ્ત કરે છે. પરંતુ હે નયજ્ઞ! જ્યાં બન્ને પક્ષો સમાન હોય છે ત્યાં વિજયશ્રીના મનમાં પણ સંશય પેદા થાય છે. वंश एष शतधा परिवृद्धस्तुङ्गतां कलयतिस्म युगादेः । युद्धपशुहननेन युवाभ्यां, छेद्य एव न कथञ्चिदवाप्य ||३३।। “ભગવાન ઋષભદેવનો વંશ સેંકડો પ્રકારે ઉન્નતિના શિખર પર આગળ વધી રહ્યો છે. તે દિનપ્રતિદિન વધતા વંશરૂપી વૃક્ષને આપ બન્નેએ યુદ્ધરૂપી કુહાડાથી છેદવું ના જોઈએ. मन्मथोऽपि कुसुमैः प्रयुयुत्सुनपि किं मृतिमनङ्गजिघांसोः । ईरयेयुरिति नीतिविदस्तद्, विग्रहो न कुसुमैरपि कार्यः ।।३४।। “ફૂલોથી યુદ્ધ કરવાની ઇચ્છાવાળા કામદેવને પણ શું શંકરે નથી હણી નાખ્યો ? તેથી નીતિકારો વખતોવખત પ્રેરણા કરે છે કે ભાઈ ! ફૂલોથી પણ લડવું જોઈએ નહીં. . तन्निवार्य-सकलं हयपत्तिस्यन्दनद्विपयुगान्तमनीकम् । योधनीयमथ मंक्षु भवद्भ्यां , यश्च यं जयति तस्य महीयम् ।।३५।। “એ માટે ઘોડા, રથ, હાથી, પાયદળ, એમ ચાર પ્રકારની પ્રલયકારી સેનાનું નિવારણ કરી આપ બન્ને પરસ્પર યુદ્ધ કરવાનો શીઘતાએ નિશ્ચય કરો, તેમાં જે જીતે તેની ભૂમિ કહેવાશે. . વૃષ્ટિબુદિષ્ટિવિધિનીરને તુ વિષ્યિ . ज्ञायते च यवयोरपि युद्धोत्साहसाहसबलाभ्यधिकत्वम ||३|| દષ્ટિયુદ્ધ, મુષ્ટિયુદ્ધ, શબ્દયુદ્ધ અને યષ્ટિયુદ્ધ - એમ આ ચાર પ્રકારનું યુદ્ધ ખેલો. પરંતુ શસ્ત્રોથી ના લડો ! તેનાથી આપ બન્નેનો ઉત્સાહ, સાહસ અને બળ એ ત્રણેની તરતમતાનો ખ્યાલ આવી જશે. . एष आहव उरीकरणीयस्तुष्टिमापय मनासु नः२ इत्थम् । शीतकान्तिकिरणा इव सन्तस्तोषयन्ति जगतीं निखिलां हि ।।३७।। “આ પ્રકારે યુદ્ધનો સ્વીકાર કરી અમારા મનને આપ સંતોષ આપો. પ્રસન્ન કરો. ખરેખર સત્પુરુષો ચન્દ્રની જેમ સમસ્ત જગતને શીતળતા આપી સંતુષ્ટ કરે છે પ્રસન્ન કરે છે.” ૧. મનફાબિયાં-શંકર ૨. ન-જના | શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૦ ૨૩૧ Page #248 -------------------------------------------------------------------------- ________________ ते तथेति कथिते जननेत्रा, स्वःसदः प्रमदमाकलयन्तः । सर्वकामसुभगं भवदीयं कृत्यमस्त्विति निगद्य निवृत्ताः || ३८ || મનુષ્યોમાં નેત્ર સમાન મહારાજા ભરતે દેવોની વાતનો સ્વીકાર કર્યો ત્યારે દેવો ખૂબ જ પ્રસન્ન થઈ ‘આપનું આ કાર્ય સર્વથા સુભગ થાઓ' એમ આશીર્વાદ આપી ત્યાંથી નિવૃત્ત થઈ બાહુબલિ પાસે ગયા. कालपृष्ठधनुरर्पितपाणि, कुञ्जरारिमिव सम्भ्रममुक्तम् । हव्यवाहमिव दीप्तिकरालं, स्वर्णपर्वतमिवोन्नतिमन्तम् ।। ३९ ।। भागधेयवदनाकलनीयं, मूर्तिमाश्रयदिवाधिकशौर्यम् । दुःप्रधर्षतमकान्तिमिवार्क, प्रेतनाथमिवाहवभूम्याम् ||४०|| ते तदैव भरतानुजमीयुर्वारिदा इव नदीहृदयेशम् । कोपताम्रनयनोल्बणवक्त्रं, व्याहरन्निति गिरानुनयाच्च । । ४१ ।। જેમ વાદળો સમુદ્ર પાસે જાય તેમ દેવો ભરત સાથે વાતચીત કરીને બાહુબલિ પાસે આવ્યા, ત્યારે બાહુબલિનું સ્વરૂપ કેવું વિકરાળ હતું તેનું વર્ણન કરતાં કહે છે. હાથમાં કાલપૃષ્ઠ ધનુષ્યને ધારણ કરેલા, સિંહના શત્રુ અષ્ટાપદની જેમ નિશંક અને નિર્ભય, અગ્નિ જેવા તેજસ્વી, મેરુપર્વત સમાન ઉન્નત, ભાગ્ય (દેવ)ની જેમ અગમ્ય, શૌર્યની સાક્ષાત્ મૂર્તિ, સૂર્ય જેવા દુષ્પધર્ષ તેજ પ્રતાપવાળા, રણભૂમિમાં યમરાજ સમાન અને ક્રોધાગ્નિથી લાલ થયેલ આંખો અને મુખવાળા - આવા પ્રકારના વિકરાળ સ્વરૂપવાળા બાહુબલિને દેવોએ ખૂબ જ નમ્ર વાણીમાં કહ્યું : आदिदेवजननाब्धिसितांशो !, वैरिवंशदहनैकदवाग्ने ! | ધૈર્યમન્વશિરીન્દ્ર ! જ્ઞાની, નિર્નીસ્ત્વમસિ વિજ્ઞપનીયઃ ।।૪૨।। “ઋષભદેવના વંશરૂપી સમુદ્રમાં ચન્દ્ર સમાન, શત્રુઓના વંશરૂપ વનને બાળી નાખવા માટે દાવાગ્નિ સમાન, ધૈર્યરૂપી ઉન્નત મેરુ સમાન, એવા હે બાહુબલિજી ! અમે દેવો હમણાં આપને કંઈક વિજ્ઞપ્તિ ક૨વા માટે આવ્યા છીએ. नीतिमण्डप ! पराक्रमसिन्धो !, को गुरुं प्रणमतस्तव दोषः । सैन्धवीयसलिलस्य हि हानिः का भवेदुपयतो जलराशिम् ? ।।४३।। “હે નીતિના મંડપ ! હે પરાક્રમના સમુદ્ર ! મોટાભાઈને પ્રણામ કરવામાં આપને કંઈ દોષાપત્તિ છે ? સમુદ્રને મળવાથી નદીઓનાં પાણીની કંઈ હાનિ થાય છે ખરી ? चेद् विलुम्पसि गुरुनभिमानात्तद् गुरून् जगति मानयिता कः ? हीयते खलु गुरोरपि बुद्धया यत्र तत् किमितरैरवगाह्यम् ? ।।४४ ।। “જો આપના જેવા પરાક્રમી અને બુદ્ધિશાળી પુરુષો અહંકારથી વડીલો પ્રત્યેના વ્યવહારનો લોપ ક૨શે તો જગતમાં બીજો કોણ માણસ વડીલો પ્રત્યે માન સાચવશે? આપના જેવી વ્યક્તિમાં મોટાપણાની બુદ્ધિનો લોપ થશે તો બીજી મામૂલી વ્યક્તિમાં ગુરુત્વની બુદ્ધિની અપેક્ષા કચાંથી રાખી શકાય ? શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૩૨ Page #249 -------------------------------------------------------------------------- ________________ ज्येष्ठबान्धववधाय करस्ते, किं प्रभुर्भवति भूधन ! हा हा ! | गुर्वभक्तिनिरतेषु तवास्तु, प्रागुदाहरणमाहितनिन्द्यम् ||४५।। “રાજન ! આપના આ હાથ ભાઈનો વધ કરવા માટે શું સમર્થ થશે ખરા ? અરે, જો એવું કંઈ થાય તો ગુરુજનો પ્રત્યે અવિનય કરવાવાળી વ્યક્તિઓમાં આપનું નામ નિંદ્ય ઉદાહરણ તરીકે પહેલું આવશે. सर्वदैकसुकृती जगदन्तश्चेद् भवानपि भवेद् गुरुलोपी । अन्धकाररिपुरेष विभाति, किं तमोभिरुपलिप्यत एव ।।४६ ।। આ જગતમાં આપ હંમેશાં અત્યંત પુણ્યશાળી છો! જો આપનાથી વડીલોની મર્યાદા ચુકાઈ જશે તો અંધકારનો શત્રુ સૂર્ય અંધકારમાં જ લીન થઈ જશે, અર્થાત્ સર્વત્ર અંધાધૂંધી વ્યાપી જશે. सदिभरेव विहिता स्थितिरुच्चैः, संभवेदिह सदाचरणाय । स्वां स्थितिं परिजहाति पयोधिः, किं कदाचन विना क्षयकालम् ? ||४७।। સજ્જન માણસોના સદાચાર માટેની જ ઊંચી મર્યાદાઓનું વિધાન છે. તેથી જ પ્રલયકાળ સિવાય સમુદ્ર ક્યારે પણ પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી. तातवंशभवनं भवता यत्, संव्यधायि शुचिकीर्तिसुधाभिः | ज्येष्ठबन्धुवधपङ्कनिषेकैर्मा तदेव मलिनीकुरु राजन् ! ||४८|| આપે આપના પિતા ઋષભના વંશરૂપ પ્રાસાદને આપની પવિત્ર કીર્તિરૂપી સુધાથી ઉજ્વળ બનાવ્યો છે તો હવે વડીલબંધુના વધરૂપી કાદવના સિંચનથી તે મહેલ (પ્રાસાદ)ને મલિન ના કરો. स्येयसी वसुमती न च लक्ष्मी|वितं न न सुखं न च दाराः | एकमेव शरदिन्दुकराभं, शाश्वतं किल यशोऽपयशश्च ।।४९ ।। રાજન ! આ સંસારમાં ભૂમિ, લક્ષ્મી, જીવન, સુખ કે સ્ત્રી આદિ પરિવાર સ્થાયી રહેવાનો નથી. ફક્ત શરદપૂર્ણિમાના ચન્દ્ર જેવો ઉજ્વળ યશ અને અપયશ એ બન્ને જ સ્થાયી રહેશે. विस्मयो न युवयोरपि शक्तावंसयोरिव युगादिजिनस्य । सृष्टिरत्र सकलैव वृथा वामीदृशेन समरेण तदा स्यात् ।।५०।। “આપ બન્ને યુગાદિદેવના સ્કંધ સમાન છો. આપના બન્નેના પરાક્રમમાં કોઈ જ આશ્ચર્ય નથી, પરંતુ આવા પ્રકારના પ્રલયકારી યુદ્ધમાં આ સૃષ્ટિ ફોગટ થઈ જશે, અર્થાત્ લુપ્ત થઈ જશે.” इत्युदीर्य विरता वचनेभ्यो, वर्षणेभ्य इव वारिमुचस्ते । • तानुवाच च बली बहलीशो, धैर्यमेदुरवचोभिरमीभिः ।।५।। જેમ વાદળો વરસીને વિરામ પામે તેમ દેવો એ પ્રમાણે કહીને વિરામ પામ્યા ત્યારે મહાબળવાન બાહુબલિએ ધીર મૂદુ વાણીમાં સ્પષ્ટપણે કહ્યું: देवताः ! किमपि वित्त ममायं, बान्धवश्छलबलोत्कटचित्तः । 'માં ગુનો સમય વશ્વિત, પ્રેતનામ અનયાય ? IIII. શ્રી ભરતબાહુબલિ મહાક્રવ્યમ્ ૦ ૨૩૩ Page #250 -------------------------------------------------------------------------- ________________ “હે દેવો ! શું આપ જાણો છો કે છલ-બલ અને કપટમાં પ્રવીણ એવા મોટાભાઈ ભરતે, જેમ, પ્રલય માટે યમરાજને પ્રેરિત કરે તેમ મને યુદ્ધ માટે પ્રેરિત કર્યો છે? वेत्ययं च बलवानहमेको, यन्मयैव वसुधेयमुपात्ता । देवसेव्यचरणोऽहमिदानीमित्यहं कृतिवशात् परिपुष्टः ।।५३।। એ પોતે એમ સમજે છે કે “આ ધરતી પર એક હું જ પરાક્રમી છું.” આ ભૂમિને મેં જ ઉપાર્જન કરી છે ! અને હવે તો હું દેવોને પણ ઉપાસ્ય છું.” તેથી મારું ભાગ્ય સોળે કળાએ ખીલ્યું છે, અર્થાત્ બધી રીતે હું પુષ્ટ છું. मत्कनिष्ठसहजक्षितिचक्रादानतः किमपि मानमुवाह । एष सम्मदमशेषमतोऽहं, सङ्गरे व्यपनयामि विशेषात् ।।५४।। “મારા નાના ભાઈઓનાં રાજ્ય એને સહજતાથી મળી ગયાં છે. એટલે એના મનમાં અહંકાર આવી ગયો છે. પરંતુ એના બધા જ અહંકારને હું સંગ્રામમાં નષ્ટભ્રષ્ટ કરી નાખીશ. अस्य लोभरजनीचर चारैर्व्यानशे हृदयमत्र न शङ्का | तोष एव सुखदो भुवि लीलाराक्षसा हि भयदाः पृथुकानाम् ।।५५ ।।. “હે દેવગણ! મારા ભાઈ ભરતના હૃદયમાં લોભરૂપી રાક્ષસ ભરાઈ ગયો છે, એમાં કોઈ જ શંકા નથી. સંસારમાં સંતોષ એ જ સુખદાયી હોય છે. બાળકોના રમકડાનો રાક્ષસ પણ ભય પેદા કરે છે તો એ ભલા, લોભરૂપી રાક્ષસ શું ભયપ્રદ નથી ? लौल्यमेति हृदयं हि यदीयं, तस्य कस्तनुरुहः सहजः कः | वृद्धिमेति विहरन् जलराशौ, संवरस स्वककुलाशनतो हि ।।५६ ।। ' “સમુદ્રમાં મોટા મત્સ્ય જેમ પોતાના જ કુળની માછલીઓના ભક્ષણથી વૃદ્ધિ પામે છે, તેમ જેના મનમાં લોભરૂપી રાક્ષસે પ્રવેશ કર્યો છે તેને કોઈ ભાઈ ને કોણ પુત્ર? એને કોઈની સાથેના સંબંધની ખેવના નથી. संयता सह मया किमवाप्यं, सौख्यमत्र भरतक्षितिराजा ।। जीवितुं क इहेच्छति किञ्चित्, कालकूटकवलीकरणेन ? ||५७।। મારી સાથે સંગ્રામ કરીને મહારાજા ભરત ક્યા પ્રકારનું સુખ પામી લેશે ? કાલકૂટ-વિષનું ભક્ષણ કરીને કોણ એવી વ્યક્તિ જીવવાની ઇચ્છા કરી શકે ? कोपवन्हिरतुलो मम चक्रेऽनेन दूतवचनेन्धनदानात् । सोभिषेणनघृतैकनिषेकान, दीपितः किमिह भावि न वेद्मि ।।५८।। “ભરતે દૂતના વચનરૂપી ઈંધણ નાખીને મારા ક્રોધરૂપી અગ્નિને પ્રગટાવ્યો છે. વળી તેણે આક્રમણ રૂપી ઘીના સિંચનથી તે અગ્નિને પ્રજ્વલિત કર્યો છે. હવે શું થશે એ હું જાણતો નથી. ૧. નીલ-રાક્ષસી ૨. સંવ-મસ્ય (સંવરોડમિતિ - ક૪િ૧૦) ૩. મિન-સેના સાથે શત્રુ પર ચઢાઈ કરવી (આમળાના ચા નામિકાનો જજો-પ૦ રૂ૪િ૫૪) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૦ ૨૩૪ Page #251 -------------------------------------------------------------------------- ________________ सङ्गरोयमजनिष्ट महान् नौ, द्वादशद्विगुणितायनमात्रः । चेन्निषेधमधुनास्य विदध्यां तर्हि मेऽल्पबल इत्यपवादः ।। ५९ ।। “અમારા બન્ને વચ્ચેના આ મહાભયંકર યુદ્ધનો પ્રારંભ થયે આજ બાર વર્ષ થઈ ગયાં, છતાં તે બારગણું લંબાતું જાય છે. હવે હું આ યુદ્ધને વચમાંથી રોકી દઉં તો ‘હું અલ્પશક્તિશાળી છું’ એ પ્રમાણે જગતમાં મારો ઉપહાસ થાય. आगतास्त्रिदिवतो यदि यूयं मां त्रिविष्टपसदो ! न मया तत् । 1 पुण्यवत्सुलभदर्शनवाक्याः, कुत्रचित् कलिवशादवमन्याः ||६० ।। “દેવગણ ! આપનાં દર્શન અને આપની વાણી તો મહાપુણ્યશાળીઓને જ સુલભ છે. આપ સ્વર્ગમાંથી મારી પાસે પધાર્યા છો પરંતુ યુદ્ધવશાત્ મારાથી આપની અવજ્ઞા ના થાય તે માટે હું આપની સમક્ષ એક પ્રસ્તાવ મૂકું છું : एक एव समुपैतु रथाङ्गी, तादृशोहमपि संयत एता । तत्र नावधिक' विक्रमवान् यः, स्वीकरिष्यति च तं विजयश्रीः ||६१ || “યુદ્ધભૂમિમાં ચક્રવર્તી ભરત એકલા આવે અને હું પણ એકલો જ આવું. અમારા બન્ને વચ્ચે જેનું અધિક પરાક્રમ જાહેર થશે તેને જ વિજયશ્રી વ૨શે. વમેવ નનવર્નવિમર્યોં, નો ભવિષ્યતિતાં વિવુધા ! È ! । दोर्बलाभ्यधिकताप्रतिपत्तिर्भाविनी च किल सर्वसमक्षम् ।।६२।। “હે દેવગણ ! એમ કરવાથી નરસંહાર થતો અટકશે અને સર્વજન સમક્ષ અમારા બન્નેના અધિક ભુજાબળની પ્રતીતિ થશે.” व्याहृता अपि सुरा इति हृष्टास्तेन युद्धविधिदक्षभुजेन । कौतुकाय गगनं त्वधितस्थुः, कौतुकी न हि विलोकयिता कः ? ।। ६३ ।। યુદ્ધનીતિમાં વિચક્ષણ પરાક્રમી બાહુબલિના આ પ્રસ્તાવથી દેવો અધિક પ્રસન્ન થઈ ગયા. અને તે કુતૂહલવશ આકાશમાં જઈને બેઠા, ખરેખર કૌતુકી વ્યક્તિ ક્યારે પણ કૌતુક જોવાની તક જતી ના કરે. एतदाजिमवलोकयतो मे, स्वस्थितिर्बहुतरैव भवित्री । इत्यवेक्ष्य तरणिः परिलिल्ये, पश्चिमां नववधूमिव रागात् ।। ६४ ।। આ યુદ્ધને જોતાં જોતાં તો મારી સ્થિતિ બહુ લાંબી થઈ જશે. એમ વિચારીને સૂર્યે નવોઢા સમાન પશ્ચિમ દિશાને આસક્તિથી આલિંગન કર્યું, અર્થાત્ સૂર્ય અસ્ત થઈ ગયો. तौ तदैव च निवर्तयतःस्म, वेत्रिभिः प्रहरणान्निजवीरान् । देवताक्तमिति वृत्तमशेषं, तत्पुरो कथयतां च विशेषात् ।। ६५ ।। ૧. નો + અધિજ... | શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૩૫ Page #252 -------------------------------------------------------------------------- ________________ તે સમયે ભરત અને બાહુબલિએ પોતપોતાના પ્રતિહારીઓને મોકલીને પોતાના વીર સુભટોને યુદ્ધમાંથી નિવૃત્ત કરી દીધા અને દેવોએ કહેલો સમસ્ત વૃત્તાંત વિશેષ પ્રકારે બધાની આગળ કહી સંભળાવ્યો. तन्निशम्य बहलीश्वरवीराश्चेतसीति जहषुः परितमं । नास्मदीश्वरबलोबलबाहुः, कोऽपि तज्जयरमाधिपतिर्न ।।६६ ।। એ સાંભળીને બાહુબલિના વીર સુભટો હર્ષિત થઈ વિચારતા કે અમારા સ્વામી બાહુબલિથી વધીને અધિક પરાક્રમી આ જગતમાં કોઈ નથી, એટલે વિજયલક્ષ્મી આપણા સ્વામીને જ વરશે. भारतेश्वरभटास्त्विति दध्युर्विक्रमाधिकभुजो बहलीशः | चक्रभृच्च सुकुमारशीररस्तज्जयः स्पृशति संशयदोलाम् ।।६७ ।। ચક્રવર્તી ભરતના વીર સૈનિકોનાં મન વિમાસણમાં પડી ગયાં, કેમ કે બાહુબલિનું ભુજાબળ અધિક શક્તિશાળી છે, જ્યારે ચક્રવર્તી ભરત સુકુમાર શરીરવાળા છે, તેથી તેમનો વિજય શંકાસ્પદ છે.. " भूभुजोऽत्र विभवन्ति चमूभिः, सर्वतोऽधिकबला न भुजाभ्याम् । ताः पुनः समनुशील्य नृपास्तत्, सङ्गराय विदधत्यभियोगम् ||६८|| સર્વત્ર રાજાઓ તેનાથી જ અધિક બળવાન હોય છે, પોતાના ભુજાબળથી નહીં. સૈનિકોને સમ્યફ પ્રકારે અનુશીલન કરીને યુદ્ધ માટે તૈયાર કરે છે. भूभृतः परिजनैश्च धनैश्च, प्रोत्सहन्ति समराय न दोर्ध्याम् । __ किङ्करैस्तु नृपतिर्युधि रक्ष्यो, दैन्यजुक् प्रभुमृतेः किल सैन्यम् ।।६९।। રાજાઓ પોતાના સ્વજન, પરિજન, સંપત્તિ અને સત્તાના કારણે યુદ્ધ માટે પ્રોત્સાહિત થાય છે, પરંતુ તેઓ પોતાની ભુજાઓ વડે યુદ્ધ કરતા નથી. જ્યારે સેવકોનું કર્તવ્ય પોતાના સ્વામી રાજાની યુદ્ધમાં રક્ષા કરવાનું હોય છે. જો રાજા પરાજિત થાય તો સૈન્ય દીન બની જાય છે. देवतेरितमुरीकृतमेतत्, साधु नैव भरतक्षितिनेतुः । . स्वान् विषण्णमनसस्त्विति वीरान्, भूपतिवृषभसूनुरुवाच ||७|| દેવોના પ્રસ્તાવને મહારાજા ભરતે સ્વીકારી લીધો તે સારું કર્યું નથી.' - આ પ્રમાણે ખિન્ન બનેલા પોતાના સૈનિકોને જોઈને મહારાજા ભરતે કહ્યું : खातिका खनत साम्प्रतमेकां, सैनिकाः ! पृथुतरातिगभीराम् । प्रत्ययो मम बलस्य ततो द्राग्, लप्स्यते सुकृतवद्भिरिवार्थः ।७१।। “સૈનિકો! હમણાં જ તમે એક લાંબી-પહોળી અને ઊંડી ખાઈ ખોદો. તેમાંથી જેમ પુણ્યશાળીઓને ધનની પ્રાપ્તિ થાય છે તેમ તમને મારા સામર્થ્યની પ્રતીતિ થશે.” शासनं भरतनेतुरितीदं, सैनिकैः सफलतामथ निन्ये । वारिदैरिव ललज्जलधारैर्नीप'काननमिवाम्बुदकाले |७२।। ૧. નીક-કદંબ (ની: જીવન - સમિટ કાર૪). શ્રી ભરતબાહુબલિ મઘાવ્યમ્ ૦ ૨૩૭ Page #253 -------------------------------------------------------------------------- ________________ જેમ વર્ષાકાળમાં વૃષ્ટિ (જલધારા) કરવા માટે વાદળોનો સમૂહ વાદળોનું એક જંગલ ઊભું કરે તેમ ભરતેશ્વરની આજ્ઞાથી સૈનિકોએ એક વિશાળ અને ઊંડી ખાઈ ખોદીને તૈયાર કરી. तत्र भारतपतिः स्वयमस्थाच्छृखलं निजभुजे परिरभ्य । ऊचिवानिति कृषन्तु यथेष्टं, पद्मनालमिव चैनमशेषाः ||७३।। ત્યારે ભરતેશ્વર પોતાની ભુજાઓ પર એક સાંકળનો છેડો બાંધીને ખાઈના એક કિનારા પર બેઠા. પછી સમસ્ત સૈનિકોને કહ્યું : “તમે બધી સેના મળીને સામે કાંઠેથી પધનાલની જેમ જોરથી ખેંચો.” चालितो न सकलैरपि बाहुः, कर्षणोत्कटहलैः क्षितिनेतुः | शैलराजशिखरं न कदाचिद्, वात्यया हि निपतन्ति फलानि ।७४ ।। ચક્રવર્તી ભરતની આજ્ઞાથી બધા જ સૈનિકોએ મળીને અત્યંત જોરથી સાંકળ ખેંચવાનો ઘણો પ્રયત્ન કર્યો છતાં ચક્રવર્તી ભરત ત્યાંથી એક ટસના મસ ના થયા ! ખરેખર, ભયંકરમાં ભયંકર વાવાઝોડું શું મેરુપર્વતને હલાવી શકે ખરું? કોણ પડે ? વૃક્ષ પરથી કૂલ પડે પરંતુ મેરુપર્વત હલે નહીં. चालिते नृपतिना भुजवज्रे, गोत्र पक्षनिवहा इव सर्वे ।। ते निपेतुरवनीरुहशाखालम्बिनो वयरे इवानिलवेगात् ।।७५ ।।। જેમ વૃક્ષની શાખા પર બેઠેલાં પક્ષીઓ પવનના વેગથી નીચે પડી જાય તેમ ભારતની સાંકળને ખેંચવાનું જોર કરવાથી બધા જ સૈનિકો શિલા (પથ્થરનો સમૂહ)ઓના સમૂહની જેમ નીચે પડી ગયા. प्रत्ययं तरसि भारतनेतुश्चक्रुरद्भुततया भटधुर्याः | इन्दवीयमहसीव चकोराः, संमदं मुहुरुदीक्षणतीव्राः |७६ ।। જેમ ઊંચી ડોક કરીને ચન્દ્રને જોવાની તીવ્ર ઇચ્છાવાળું ચકોર પક્ષી ચન્દ્રની કાંતિ જોઈને અતિ પ્રસન્નતા અનુભવે તેમ પોતાના સ્વામી ભરતનું આશ્ચર્યકારી સામર્થ્ય જોઈને ભરતની સેનાના વીર સુભટો અતિ પ્રસન્ન થયા. स्वस्वनायकबलाभ्यधिकत्वान् मेनिरे तृणमिवाहितवर्गम् । सैनिका विजयलाभविवृद्धोत्साहसाहसमनोरमचित्ताः । ७७ ।। પોતપોતાના સ્વામીના અધિક સામર્થ્યથી ખુશ થયેલા સુભટો શત્રુવર્ગને તૃણની જેમ માનવા લાગ્યા. તેઓનાં ચિત્ત વિજય પ્રાપ્તિને માટે વધતા ઉત્સાહ અને સાહસથી ભરાઈ ગયાં. गीर्वाणानां वाक्यमेतद् विशालं, मध्ये चित्तं श्रद्दधानौ नरेन्द्रौ । नीत्वा श्यामां तामशेषां दिनादौ, देवोद्दिष्टामीयतुर्युद्धभूमिम् ।।७८ ।। ભારત અને બાહુબલિ બંને ભાઈઓએ દેવોની ગંભીર વાણી હૃદયમાં ધારણ કરીને રાત્રિ પસાર કરી. સવાર થતાંની સાથે જ દેવોએ બનાવેલી રણભૂમિમાં બન્ને આવી ગયા. ૧. પોત્ર-પર્વત | ૨. વસુ-પક્ષી | 3. ફુદ્દો-ફક્તવયમ્ ! માર્ચે ય પ્રત્યયઃ | જા શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૩૭, Page #254 -------------------------------------------------------------------------- ________________ ये पातिता रिपुभिरायुधघोरपातैः, सर्वेपि ते भरतराजपुरोधसा' द्राक् । सज्जीकृता नृपतिबाहुबलेर्बलेपि, तद्वच्च चन्द्रयशसा युधि रत्नमन्त्रैः ।।७।। રણભૂમિમાં શત્રુઓના શસ્ત્રપ્રહારથી ઘાયલ થયેલા ભારતની સેનાના વીર સુભટોને ભરત રાજાના પુરોહિતે મંત્રો દ્વારા તરત જ સ્વસ્થ કરીને તૈયાર કર્યા. તે રીતે બાહુબલિની સેનાના બધા જ ઘાયલ સૈનિકોને ચન્દ્રયશાએ રત્ન અને મંત્રો દ્વારા સ્વસ્થ કરીને તૈયાર કર્યા. पवमानरयोधुतधूलिभरैर्जलशीकरसेकनिषिक्तधरैः । विबुधैर्विदधे कुसुमप्रचयोपचिता रणभूरथ कौतुकिभिः ||८|| કુતૂહલી દેવોએ પવન વિકૂર્તીને ધૂળની રજકણો દૂર કરી ભૂમિ પર જળનો છંટકાવ કરીને રણભૂમિને ફૂલોના સમૂહથી શણગારી. किं मार्तण्डद्वयाह्या किमुत हुतवहद्वन्द्वदीप्रा चकासहेहोत्साहद्वयीयुक् किमुत रणमही गर्जिहर्यक्षयुग्मा । मेरुद्वन्द्वाभिरामा किमुत सुरनरैस्तर्कितेत्थं तदानीं, ताभ्यां भूमीधराभ्यामुदयति तरणौ पूर्णपुण्योदयाभ्याम् ।।१।। પ્રાત: અત્યંત પુણ્યશાળી ભરત-બાહુબલિ બન્ને રણભૂમિમાં આવી ગયા ત્યારે દેવોએ કલ્પના કરી કે - આ રણભૂમિ બે સૂર્યથી શોભી રહી છે. અથવા તેજસ્વી બે અગ્નિદીપ્ત છે.અથવા દેહધારી સાક્ષાત્ બે ઉત્સાહની મૂર્તિ છે. શું હાથી અને સિંહથી અથવા બે મેરુપર્વતથી રણભૂમી શોભી રહી છે? इति गीर्वाणवचःस्वीकरणो नाम षोडशः सर्गः આ પ્રમાણે દેવોની વાણીના સ્વીકારપૂર્વકનો સોળમો સર્ગ સમાપ્ત. ૧. પુરોષર-પુરોહિત (પુરોષાતુ પુરોહિત-મે રૂારૂ૮૪) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૩૮ Page #255 -------------------------------------------------------------------------- ________________ અઝહરા પૂર્વ પરિચય : ચક્રવર્તી ભરત અને બાહુબલિ બન્ને રણભૂમિમાં આવી ગયા. આકાશમંડલ દેવોથી છવાઈ ગયું. સર્વ પ્રથમ “દૃષ્ટિયુદ્ધ'નો પ્રારંભ થયો. કેટલા પ્રહર સુધી દૃષ્ટિયુદ્ધ ચાલ્યું. ભરત દષ્ટિયુદ્ધમાં હારી ગયા. પછી “શબ્દયુદ્ધનો પ્રારંભ થયો. બન્નેના સિંહનાદથી સમસ્ત જગત કંપી ઊઠ્યું. તેમાં પણ ભરતની હાર થઈ. ત્યાર બાદ “મુષ્ટિયુદ્ધનો પ્રારંભ થયો. ભરતે બાહુબલિની છાતીમાં મુષ્ટિનો જોરદાર પ્રહાર કર્યો ! બાહુબલિને અત્યંત પીડા થઈ. ક્રોધિત બનેલા સર્પની જેમ ફૂંફાડા મારતા બાહુબલિએ ભરતને આકાશમાં એટલા ઊંચે ઉછાળ્યા કે ભરત આકાશમાં દેખાતા બંધ થઈ ગયા ત્યારે બાહુબલિનું મન ચિંતિત બની ગયું. અનેક સંકલ્પ-વિકલ્પ બાદ ભરત આકાશમાર્ગથી આવતા દેખાયા ત્યારે બાહુબલિએ પોતાના હાથમાં ઝીલી લીધા. પરંતુ ભરત અતિ આવેશમાં આવી ગયા ત્યાર બાદ “દંડયુદ્ધ”નો પ્રારંભ થયો. બન્નેના હાથમાં લોહદંડ આવી ગયા. એકબીજાને પ્રહાર કરવા માટે તત્પર બની ગયા. ભારતના તીવ્ર પ્રહારથી બાહુબલિ ઘૂંટણ સુધી જમીનમાં ઘૂસી ગયા. ભરતની બીજા પ્રહારની તૈયારી જાણી બાહુબલિએ સાવધાન બની ભરત પર જોરદાર પ્રહાર કર્યો જેથી ભરત કંઠ સુધી જમીનમાં ઘૂસી ગયા. ભરત ગભરાઈ ગયા. એમની આંખો ભયથી ચકળવકળ થઈ ગઈ. બાહુબલિનો બધાંયે યુદ્ધમાં વિજય થયો ! દેવોએ દેવદુંદુભિનો નાદ કરી વિજય જાહેર કર્યો. પરંતુ ભરત પરાજય સ્વીકારવા તૈયાર નથી. ભારતે બાહુબલિને કહ્યું: “તું મારા આધિપત્યનો સ્વીકાર કર ! નહીંતર આ ચક્રરત્નથી તને ભસ્મીભૂત કરી નાખીશ.” ભરતના આવા રોષપૂર્ણ વચનથી બાહુબલિ અત્યંત ગુસ્સામાં આવીને ભરતને મુષ્ટિ મારવા માટે દોડ્યા. બાહુબલિની અત્યંત-પ્રચંડતા જોઈને દેવો ગભરાઈ ગયા. બાહુબલિને પ્રતિબોધ કરવા માટે વચમાં આવીને ઊભા રહી બાહુબલિને સમજાવ્યા. બાહુબલિનો રોષ શાંત થયો ! એમણે ઊંચી કરેલી મૂઠીથી પોતાના કેશનું લંચન કરી અણગાર બની ગયા. ભરતની આંખો અશ્રુથી છલકાઈ ગઈ. બાહુબલિની સ્તુતિ કરી, બાહુબલિના પુત્રને બહલી દેશનું રાજ્ય સોંપી ભરત અયોધ્યા પાછા ફર્યા. બાહુબલિ ત્યાં શાંત મુદ્રામાં કાઉસગ્નધ્યાને ઊભા રહ્યા, તે વગેરેનું વિસ્તૃત વર્ણન ગ્રંથકાર સત્તરમા સર્ગમાં બતાવે છે. स्वासिन्धोः पुलिनरजांसि पावयन्ती, पन्न्यासैः समरभुवं प्रकीर्णपुष्पाम् । आयातौ स्थितिमिव पूर्वपश्चिमाब्धी, तौ बाहूल्वणलहरीभराभिरामौ ।।१।। પોતાનાં પુનિત પગલાંથી ગંગા નદીના તટ પર રહેલી રેતાળ ભૂમિને પવિત્ર કરતા અને ભુજારૂપી તરંગોથી શોભતા ભરત અને બાહુબલિ બન્ને પુષ્પોથી બિછાવાયેલી રણભૂમિમાં આવીને એવી રીતે સ્થિર થયા કે જેમ પૂર્વસમુદ્ર અને પશ્ચિમસમુદ્ર પોતપોતાની મર્યાદામાં સ્થિર રહે તેમ. एताभिवृषभतनूजरूपलक्ष्मीमन्वेष्टुं कलहविलोकनोत्सुकाभिः । पातालाद् भुजगवधूभिरू_लोकाद्देवीभिः कबरितमन्तरीक्षमासीत् ।।२।। યુદ્ધ જોવામાં અત્યંત ઉત્સુક બનેલી પાતાળલોકની નાગકન્યાઓ અને સ્વર્ગલોકની અપ્સરાઓ આકાશમાર્ગમાં આવીને રહી, જેથી આકાશ રંગબેરંગી બની ગયું. તે બન્ને પ્રકારની દેવીઓ ક્ષભદેવના પુત્રોની રૂપલક્ષ્મી જોવા માટે જાણે આવી ના હોય ! શ્રી ભરતબાહુબલિ મહાક્રવ્ય ૦ ૨૩૯ Page #256 -------------------------------------------------------------------------- ________________ काभिश्चिद् विबुधवधूभिरग्रजोयं, जेता द्रागयमनुजश्च तौ तदानीम् । औह्येतामिति गगनाङ्कलम्बिनीभिर्दृग्नीराजनविधिना'ऽटितानुरागम् ।।३।। આકાશમાં રહેલી દેવીઓ યુદ્ધ વિષયમાં ચર્ચા કરતી હતી. કેટલીક દેવીઓ કહે કે મોટાભાઈ ભરત શીધ્રતાએ વિજેતા બનશે ! ત્યારે કેટલીક દેવીઓ કહે કે નાના ભાઈ બાહુબલિ વિજેતા બનશે. આ પ્રમાણે ઋષભપુત્રો પ્રત્યે અનુરાગવાળી દેવીઓ બન્નેના શ્રેય માટે મંગલ ‘નિરાજન' વિધિ કરી તે આ પ્રમાણે. (જેમ વિજયાદશમીના દિવસે દિગ્વિજય યાત્રાના પ્રારંભ પહેલાં શાંતિકળશ કરીને તેના પવિત્ર જળનો છંટકાવ કરે તેમ રણભૂમિ પર શાંતિ જળનો છંટકાવ કર્યો.) आकाशे त्रिदशविमानधोरणीभिः, संकीर्णे विपुलतरेऽपि सूरसूता । नाऽशक्तः स्वमपि रथं त्रसत्तुरङ्ग, संत्रातुं करनिबिडीकृतोरुरश्मिः ।।४।। દેવવિમાનોની શ્રેણીથી વિશાળ ગગન સંકીર્ણ બની ગયું. સૂર્યના રથમાં જોડેલા ઘોડાઓ પણ ભયભીત બની આમતેમ ભાગવા લાગ્યા ત્યારે સૂર્યના સારથિ અરુણ હાથમાં જોરથી લગામ પકડીને ઘોડાઓને કાબૂમાં રાખવા પ્રયત્ન કરે છે, પરંતુ તેમાં તેમને સફળતા મળતી નથી. शेषाहे ! त्वमपि गुरुं मदीयभारं, वोढासि द्रढिमजुषाद्य मस्तकेन । क्षोणीति क्षितिपपदप्रहारघोषैर्जल्पन्ती स्फुटमिव सर्वतो बभूव ।।५।। એ અવસરે ચારેબાજુથી રાજાઓના પદપ્રહારના ભારે અવાજના બહાને જાણે પૃથ્વી શેષનાગને કહી રહી ના હોય કે “હે શેષનાગ; આજે તમારા શક્તિશાળી મસ્તક પર મારું આટલું બધું ભારે વજન વહન કરવું પડશે.' युद्धेऽस्मिन्नचलवरा निपातिनोमी, पाथोधिः स्थितिमपहास्यति प्रकामम् । स्थेयस्त्वं न सुरगिरे ! त्वयाप्यपास्य, प्रावोचन्निति निनदा इवाऽनकानाम् ।।६।। રણભેરીઓના તુમુલ અવાજો જાણે એમ કહી રહ્યા છે કે “આ યુદ્ધમાં અચલ એવા પર્વતો પડી જશે ! સમુદ્ર પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરશે. પરંતુ મંદરપર્વત ! તું તારી અચલતાને ક્યારે પણ છોડીશ નહીં.” न्यग्लोकात् समुपगतैः कवेर्विनेयैः, वैपुल्यं वियत इयद् व्यतय॑तेति । पूज्यत्वं क्वचिदपि चास्य दृश्यते नो, सम्भाव्यं श्रवणगतं न दृष्टिपूतम् ।।७।। અધોલોકથી આવેલા શુક્રના શિષ્ય દૈત્યોએ આકાશની એટલી મોટી વિશાળતાને સાંભળેલી કે આકાશ બધા કરતાં સૌથી મોટું છે. અર્થાત્ વડું એટલે પૂજનીય છે, પરંતુ અહીં તો તેની વિપુલતા કે વિશાળતા દૃષ્ટિગોચર થતી નથી, એટલે તે પૂજ્ય નથી. उत्फुल्लत्रिदशवधूविलोचनाब्जैराकाशं कुसुमितमुत्फलं स्तनैश्च । सामोदं सपरिमलैस्तदीयदेहैः, किं न स्यात् सपदि तदा समञ्जसञ्च ? ||८|| ૧. વિજયા દશમીના દિવસે વિજયયાત્રા પહેલા શાંતિ જળ છાંટવામાં આવે છે તેને નિરાજનવિધિ કહેવાય છે. (fમ રૂ ૪૬૩) ૨. સૂરસૂત:-સૂર્યનો સારથિ (સૂરસૂતુ વારઃ - ૦ ૨ ૧૬) રૂ. વિ-શુક્ર (૩ના માવા વિ • To ૨ રૂ૩) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૪૦ Page #257 -------------------------------------------------------------------------- ________________ સમસ્ત આકાશ દેવાંગનાઓનાં વિકસિત નેત્રોરૂપી કમળોથી પુષ્મિત અને દેવાંગનાઓનાં વિકસિત સ્તનો વડે પ્રફુલ્લિત તેમજ તેમના શરીરની સુગંધીથી સુવાસિત હતું. આવા આકાશને જોઈને દૈત્યો એકદમ આશ્ચર્યચકિત બની ગયા. कोटीराङ्कितशिरसौ महाप्रतापी, सन्नाहाकलिततनू उभावितीमौ । एकां यज्जयकमलां वरीतुकामावन्योन्यं त्रिदशगणैर्वितर्कितौ च ।।९।। ભરત અને બાહુબલિ બન્નેનાં મસ્તક મુગટથી સુશોભિત છે. બન્ને મહાન પ્રભાવશાળી છે. બન્નેએ શરીર પર કવચ ધારણ કરેલાં છે અને તે બન્ને એક જ જયલક્ષ્મીને વરવાની ઇચ્છાવાળા છે, માટે દેવો પણ તે બન્નેના વિષયમાં અલગ અલગ કલ્પના કરી રહ્યા છે. किं वाऽयं भरतपतिर्बलातिरिक्तः, किं वाऽयं किल बहलीशिता बलाढ्यः ? नो विद्मः क इह बली द्वयोरितीमावौह्येतां मुहुरपि दानवामरेन्द्रैः ।।१०।। અસુરેન્દ્ર અને દેવેન્દ્રો વારંવાર આ વિચારી રહ્યા છે કે આ બન્નેમાં વધારે પરાક્રમી કોણ છે એની કંઈ સમજ પડતી નથી ! ભારતવર્ષના અધિપતિ ભરત અધિક બળવાન છે કે બહલીદેશનો રાજા બાહુબલિ બલવાન છે ? गीर्वाणैस्त्रिदिवमपास्तमाजिदृष्टौ', पातालं भुजगवरैश्च वेश्म मत्त्यैः । निःशेषेन्द्रियविषयाधिकस्तदेकोप्यूर्जस्वी नयनरसः किलाखिलानाम् ।।११।। યુદ્ધ જોવાની ઇચ્છાવાળા દેવોએ સ્વર્ગલોકને, નાગદેવતાઓએ પાતાળલોકને અને માનવલોકે, પોતાનાં ઘર છોડીને સૌ રણભૂમિ પાસે આવી ગયા. અત્યારે તો પાંચ ઇન્દ્રિયોના વિષયરસમાં ફક્ત એકલો નયનરસ જ ઊર્જસ્વી બન્યો છે. इत्युच्चैर्भुजयुगलीपराजितेन्द्रो, वर्षेन्द्र बहलीपतिर्जगाद गर्वात् । देवानां स्मर बलकिङ्करीकृतानां, प्रस्तावे समयति यः स हि स्वकीयः ।।१२।। પોતાના બાહુબળથી ઇન્દ્રને પણ પરાજિત કરવાવાળા બાહુબલિએ ગર્વથી ઊંચે સ્વરે ભરતને કહ્યું: ‘તમે તમારા બળના પ્રભાવથી દેવોને પણ દાસ બનાવી દીધા છે. એ દેવોનું સ્મરણ કરો... કેમ કે અવસરે કામ આવશે.. અવસરે જે કામ આવે તે જ પોતાના કહેવાય.” जानीहि स्फुटमिति भूमिरस्तिवीरा, षट्खण्डोद्दलनविधौ ससंशयं हृत् । . अस्त्येव क्षितिप ! तवोल्लसत्स्मयत्वात्तन्मातस्तुदतितरां न चान्यदेव ।।१३।। હે રાજન ! તમે સ્પષ્ટપણે જાણી લો કે પૃથ્વી પરાક્રમી વીરપુરુષોને આધીન છે. તમારા છ ખંડના વિજય પ્રતિ મારા હૃદયમાં શંકા છે. તમારો એ વિજયનો ઉન્માદ જ મારા મનને પીડી રહ્યો છે. બાકી બીજું કંઈ નથી. મને તમારા પ્રત્યે દ્વેષ નથી. ૧. શનિ-યુદ્ધ ને i ૨. વર્ષેન્દ્ર-મરતમ્ ! ३. देवानां स्मर-स्मृत्यर्थदयेशां वा-इति सूत्रेण देवानां स्मर, देवान् स्मर वा । ૪. તિવીર-વીરવતી | શ્રી ભરતબાહુબલિ મહાક્તવ્યમ્ ૦ ૨૪૧ Page #258 -------------------------------------------------------------------------- ________________ इत्युक्त्वा दृशमरुणांशुदुःप्रधर्षषट्खण्डाधिपतिमुखेऽक्षिपत क्षितीशः | कल्पान्ताम्बुधिलहरीमिवातितीव्रां, सामर्षां रिपुकुलकालरात्रिघोराम् ||१४ ।। એમ કહીને બાહુબલિએ સૂર્યના પ્રખર કિરણોના જેવી દુષ્પવર્ષ ‘દૃષ્ટિ' છ ખંડના અધિપતિ ભારતના મુખ પર ફેંકી. તે પ્રચંડ ક્રોધયુક્ત દૃષ્ટિ કલ્પાંતકાળના સમુદ્રના ઊછળતા તરંગો જેવી તીવ્ર અને શત્રુઓના કુલ માટે કાલરાત્રિ સમાન અત્યંત ભયંકર હતી. चक्राङ्गी सपदि ततो रुषातिताम्रां, रक्ताक्षध्वजभगिनी'तरङ्गभुग्नाम् । चिक्षेप क्षपितविपक्षिपक्षिपक्षामस्यास्ये हुतवहतेजसीव दीप्रे ।।१५।। ત્યાર પછી ક્રોધથી અત્યંત લાલ થઈ ગયેલી, યમુનાના તરંગો જેવી આડીઅવળી, શત્રુઓરૂપી પક્ષીઓની પાંખોને છેદવાવાળી અને અગ્નિ જેવી તેજસ્વી “દષ્ટિ'ભરત ચક્રવર્તીએ બાહુબલિના મુખ પર ફેંકી. सोत्साहं कथमपि सिंहघूर्णिताक्षं, पक्ष्माग्रस्तिमितरतरान्तरालतारम् । .. अन्योन्यं सुरनरकिन्नराद्भुतान्यं, त्वायामादजनि तदीयदृष्टियुद्धम् ।।१६ ।। . ભરત-બાહુબલિનું દૃષ્ટિયુદ્ધ કેટલાય પ્રહર સુધી ચાલ્યું. ઉત્સાહ સહિત બન્નેની આંખો એકબીજા પર સિંહની જેમ ઘૂરકી રહી હતી. વચમાં વચમાં પાંપણો ભીંજાઈ રહી હતી. તે બન્નેનું દૃષ્ટિયુદ્ધ દેવ, મનુષ્ય અને અસુરોને આશ્ચર્ય પમાડનાર હતું. आश्रान्तं जलमिव सारसं निदाघे, व्यालोकात्सरसिजचक्रवत्सहस्ये । तीक्ष्णांशोमह इव वासरावसाने, दृग्द्वन्द्वं भरतपतेस्तरस्विनोपि ।।१७।। જેમ ગીષ્મઋતુમાં તાપથી તળાવનું પાણી સુકાઈ જાય, પોષ મહિનામાં કમલિનીનો સમૂહ કરમાઈ જાય, દિવસના અંતે જેમ સૂર્યનાં કિરણો મંદ પડી જાય તેમ પરાક્રમી ભરતની આંખો થાકી ગઈ. तबन्धोनयनयुगं ततोवलोकात्, प्रौढत्वं कलयितुमाचरत् क्रमेण । संक्रान्ताविव रवेरुदीचामश्रान्तं दिनमिव पण्यवत समाधौ ||१८|| બાહુબલિની બન્ને આંખો જોવાના સમયે ક્રમસર એટલી બધી દઢ બની ગઈ કે સૂર્યના સંક્રાન્તિકાળમાં ઉત્તરાયણનો દિવસ જેમ લાંબો થાય તેમજ પુણ્યશાળી યોગીની સમાધિ સુદીર્ઘકાલ પર્યત સ્થિર રહે તેમ સ્થિર બની રહી. मा देवा मम वदनं त्रपातिदीनं, पश्यन्तु त्विति जगतीमिव प्रवेष्टुम् । न्यग्वक्त्रोऽवरजपुरो स्थाङ्गपाणिर्वाष्पाम्बूपचितविलोचनोथ तस्थौ ।।१९।। १. रक्ताक्षः - महिषः, ध्वजा अस्ति यस्य स रक्ताक्षध्वजः-यमराजः, तस्य भगिनी इति रक्ताक्षध्वजभगिनी - यमुना इत्यर्थः । ૨. મુન-આડીઅવળી (કૃષિ મહા મુનના નં- ૬૨૩) I 3. તિતિ – ભીંજાઈ ગયેલી (નિમિતે તિવિધિન્ન... - આમ ૧ર૮) ૪. સહ-પોષ માસ (વાર્તા સચવત્ - ગામ૨ દિદ) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૪૨ Page #259 -------------------------------------------------------------------------- ________________ “લજ્જાથી દીન બનેલું મારું મુખ દેવો જોઈ ના જાય” એમ વિચારી શરમથી જાણે ધરતીમાં સમાઈ જવાની ઇચ્છાવાળા ના હોય તેમ ભરત ચક્રવર્તી નીચે મુખ રાખીને પોતાના નાના ભાઈ બાહુબલિની સામે ઊભા રહ્યા હતા ત્યારે તેઓની આંખો અશ્રુથી છલકાઈ ગઈ હતી. ऊचेऽसौ भरतनपं गभीरसत्त्वो, भ्रातः ! किं मनसि विषादमादधासि । बालानामुचितमिदं त्ववेहि युद्धं, क्षत्राणां भवति हि युद्धमुग्रशस्त्रैः ।।२०।। ત્યારે ગંભીરપણે સત્ત્વશાળી બાહુબલિએ મહારાજા ભરતને કહ્યું : “ભાઈ ! મનમાં શા માટે વિષાદ કરો છો ? દૃષ્ટિયુદ્ધ આદિ યુદ્ધ તો બાળરમત બરાબર છે. એ તો બાળકોને ઉચિત છે. બાકી ક્ષત્રિયોનું યુદ્ધ તો ઉગ્ર શસ્ત્રોથી થાય છે.” एतेनाहवललितेन चक्रपाणे !, नात्मानं किल जितकाशिन' ब्रवीमि | तल्लज्जामथं परिहाय जन्यलीलामाधेहि प्रथय यशश्च दोर्बलस्य ।।२१।। હે ચક્રવર્તિનું ! આ યુદ્ધક્રીડામાં મેં મારી જાતને વિજયી માની નથી. તો તમે પરાજય શા માટે માનો છો ? લજ્જાનો ત્યાગ કરી યુદ્ધક્રીડાનો સ્વીકાર કરો અને આપના ભુજબળનો યશ ફેલાવો. इत्युक्तः शरभ इवादधत् समन्तात्, संक्षोभं त्रिजगति संचचार घोरम् । क्ष्वेडाभिः प्रलय इवोद्धताभिरेष, वात्याभिर्जलधिरिवोर्मिभिस्तताभिः ।।२२।। બાહુબલિની આવી બંગયુક્ત વાણી સાંભળીને અષ્ટાપદની જેમ ભરતે જગતને ક્ષોભ કરવાવાળો અતિ ભયંકર સિંહનાદ કર્યો કે જે સિંહનાદથી ત્રણે જગત પ્રલયકાળની જેમ સુબ્ધ બની ગયાં અને તે સિંહનાદ, તોફાની સમુદ્રના તરંગોની જેમ જગતવ્યાપી બની ગયો. ___ संत्रस्यत्तदनु मृगैरिव द्विपेन्द्रैवल्लीमिस्त्विव दयिताभिराललम्बे । कान्तः मारुह इव गह्वरो गभीरो, हर्यक्षैरपि भुजगैश्च नागलोकः ||२३।। એ સિંહનાદના ભયંકર અવાજથી હાથીઓ પણ હરણિયાની જેમ ભયભીત બની, વેલડીઓની જેમ વૃક્ષોને વીંટળાઈ ગયા. ભયભીત બનેલી સ્ત્રીઓ પોતાના પતિને વળગી પડી. સિંહો પણ પોતાની ઊંડી ગુફાઓમાં છુપાઈ ગયા અને નાગદેવોએ પણ નાગલોકનો આશ્રય લઈ લીધો. उत्साहं द्विगुणमवाप्य तत्कनिष्ठो, ज्यायोभिर्हरिनिनदैदिगन्तगाहैः । चक्राङ्गिध्वनितभराहितावकाशं, ब्रह्माण्डं न्यभरदुदैरिवाभ्रमभ्रम् ||२४।। ભરત ચક્રવર્તીના સિંહનાદના ધ્વનિથી સંપૂર્ણ બ્રહ્માંડ ભરાઈ ગયું, પરંતુ થોડો પણ જે ભાગ બાકી રહેલ તે બાહુબલિએ બમણા ઉત્સાહથી કરેલા સિંહનાદથી પૂર્ણતયા ભરી દીધો. જેમ પાણીથી ભરેલાં વાદળો આકાશમાં વ્યાપ્ત બની જાય તેમ દિશાઓના ભાગ બાહુબલિના સિંહનાદના અવાજથી ભરાઈ ગયા. ૧. મિતાશી-યુદ્ધમાં વિજયી (બિલાડવો fબતવાણી - મ0 રૂ ૪૭૦) ૨. નજરનાં-યુજીક, આદિ સ્વીકા ૩. અર્થ-વાદળ ૪. ગઝં-આકાશ શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૪૩ Page #260 -------------------------------------------------------------------------- ________________ तज्जन्य'प्रकटतमैकलास्यलीला, हर्यक्षध्वनिनिचयाभिनन्द्यनाट्याः । भूरङ्गे परिननृतुर्नटा इवाङ्गाः साश्चर्य विबुधमनः समादधानाः ।। २५ ।। જેમ રંગભૂમિ (નાટકશાળા) પર નટલોકો નાચે તેમ સિંહનાદના ધ્વનિથી ભરત અને બાહુબલિનાં શરીર નાચી રહ્યાં હતાં. તેમનું નર્તન સિંહનાદના ધ્વનિને અનુરૂપ તાલબદ્ધ હતું, તે જોઈને દેવોનાં મન પણ આશ્ચર્યમાં ગરકાવ બની ગયાં. हा शैत्यं तुहिनगिरिरितीरयन्त्यः, किन्नर्यः प्रकटितगाढदन्तवीणाः । रुद्राणीगुरुगिरिगह्वरं निलीनाः, सद्धर्मस्थितय इवार्हदुक्तवाक्यम् ।।२६।। “હા....હા....હા.... કેટલી ઠંડી ! આ તો ભાઈ હિમાલય છે ! એ પ્રકારે બોલનારી કિન્નરીઓના દાંત કચકચાવા લાગ્યા. અર્થાત્ કચકચ ચંતા દાંતોરૂપી વીણાનો અવાજ સ્પષ્ટપણે સંભળાતો અને જેમ સદ્ધર્મની ગિતિવિધ અર્હત્ ધર્મમાં સમાયેલી છે તેમ કિન્નરીઓ હિમાલયની ગુફામાં સમાઈ ગઈ. भीताभिर्विबुधवधूभिरभ्रमार्गान्, मञ्जीरा रवमुखरीकृतान्तरालात् । आलिये निबिडतया प्रियस्य कण्ठो, देवानां तदजनि युद्धमुत्सवाय ||२७|| એ સમયે ભયભીત બનેલી દેવાંગનાઓના ઝાંઝરનો ઝણકાર આકાશમાર્ગમાં વ્યાપી ગયો, કેમ કે ભયના કારણે દોડાદોડ કરતી દેવાંગનાઓ પોતાના પ્રિય સ્વામી દેવોના કંઠમાં જઈને વળગી ગઈ. ખરેખર આ યુદ્ધ દેવોના માટે ક્રીડા-મહોત્સવરૂપ બની ગયું. मूर्च्छाला त्रिदशवधूः पपात काचित्, संसिक्ताप्यमृतभरैर्मुहुः प्रियेण । चैतन्यं न च लभतेस्म विप्रयोगी, गीर्वाणो गरमिति संगरं तदावेत् ।।२८।। ભયભીત બનેલી કોઈ દેવાંગના મૂર્છિત થઈ ગઈ. તેના પ્રિય દેવે તેને વારંવાર અમૃતનું સિંચન કર્યું છતાં પણ તેની મૂર્છા તૂટી નહીં ને ચૈતન્ય આવ્યું નહીં ત્યારે તેની વિરહની વેદનાથી તે દેવ માટે આ યુદ્ધ વિષ સમાન બન્યું. एणाक्षी कथमपि विश्लथाङ्गमारात्, सम्भ्रान्ता करतलधारिता पतन्ती । मा भैषीस्तव सविधे समागतोऽहमाश्वास्येति च दयितेन धाम नीता ।। २९ ।। ભરત-બાહુબલિના સિંહનાદથી સંભ્રાંત બનેલી કોઈ સુંદરી એકદમ શિથિલ બનીને પોતાના પતિ પાસે જમીન પર પડી રહી હતી ત્યારે તેના પતિએ તેનો હાથ પકડીને કહ્યું : ‘હે પ્રિયે ! તું ડર નહીં. હું તારી પાસે છું.’ આ પ્રમાણે આશ્વસ્ત કરીને પ્રિયતમાને તે ઘેર લઈ ગયો. मातङ्गैः परिजहिरे निषादियन्त्रा', उन्मत्तैरिव गुरुराजसम्प्रदायाः । उद्दामत्वमधिकृतं तुरङ्गमैश्च, प्रालेयैरिव शिशिरर्तुमाकलय्य ।। ३० ।। ૧. બન્યું-યુદ્ધ । २. भूरङ्गे भुवः रङ्गे नाट्यस्थले (स्थानं नाट्यस्य रङ्गः स्यात् - अभि० २।१९६) રૂ. રુદ્રાળીગુરુશિરિ:-હિમાલય ૪. મગ્નીશન્-નૂપુર (મગ્નીર હંસ શિઞ્જિન્ય - અમિ૦ રૂ।૩૩૦) ૬. નિષાવિયાઃ-અંકુશ ૬. પ્રાÒય-હિમપાત (પ્રાત્રેયં મિદિવ્યા હિમન્-અમિ૦ ૪ ૧રૂ૮) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૪૪ Page #261 -------------------------------------------------------------------------- ________________ જેમ ઉડ્ડખેલ શિષ્ય ગુરુની પરંપરાને છોડી દે તેમ હાથીઓએ મહાવતોના અંકુશને અવગણ્યા. શિશિર ઋતુમાં હિમપાત જેમ ઉદામ બને તેમ અશ્વો પણ ઉશ્રુંખલ બન્યા. अत्युच्चैः परिरटितं च वेसरौघैः१, कीनाशैरेरिव पितृकाननं३ समेत्य । आक्रन्दैरपि करभैर्जगत् प्रपूर्ण, विस्तीर्णैरिव महतां यशसमूहैः ।।३१।। જેમ સ્મશાનમાં રાક્ષસો જોરજોરથી બુમબરાડા પાડે તેમ ખચ્ચરોનો સમૂહ જોરથી બરાડા પાડવા લાગ્યો. વળી મહાન વ્યક્તિઓનો યશ જેમ જગતમાં ચારે બાજુ ફેલાઈ જાય તેમ ઊંટોના મોટા અવાજોથી જગત ભરાઈ ગયું. इत्युच्चैः खगुणमयं बभूव विश्वं, चातङ्कातिशयमयं च मुक्तकृत्यम् । श्वेडाभिर्वृषभजिनाधिराजसून्वोः, शूरत्वोच्छवसतिकचाभिराममूर्नोः ।।३२।। શૌર્યથી ઊંચા ઊઠેલા કેશો વડે સુંદર લાગતા મુખવાળા ઋષભપુત્રોભરત-બાહુબલિના આવા પ્રકારના ઉદ્દેડ સિંહનાદથી આકાશ શબ્દમય બની ગયું અને સમસ્ત જગત આતંકમય (ભયભીત) અને કાર્યરહિત બની ગયું. पर्यायादथ भरतेशसिंहनादस्तत् सिंहारवनिवहै: पिधीयतेस्म । पाथोदैरिव तुहिनद्युति प्रकाशः, कल्लोलैरिव जलधेः सरित्प्रवाहः ||३३।। ચંદ્રનો પ્રકાશ વાદળોથી જેમ ઢંકાઈ જાય, નદીઓનો પ્રવાહ જેમ સમુદ્રના તરંગોમાં સમાઈ જાય તેમ ભરત ચક્રવર્તીના સિંહનાદનો ધ્વનિ બાહુબલિના સિંહનાદના ધ્વનિથી ઢંકાઈ ગયો, અર્થાત્ મંદ પડી ગયો. . : चक्रेशः श्रमवशतो निमील्य नेत्रे, अध्यास्ते क्षणमथ यावदाह तावत् । इत्येनं स जयरमोत्सुकैकचित्तः, को भ्रात ! स्तव हृदयेऽधुना विमर्शः ? ||३४।। શ્રમથી થાકેલા ભરત ચક્રવર્તી એક ક્ષણભર આંખો બંધ કરીને નીચે બેસી ગયા, તેટલામાં વિજયલક્ષ્મીને વરવાની ઉત્કંઠાવાળા બાહુબલિએ કહ્યું : “ભાઈ, હમણાં આપ શું વિચારી રહ્યા છો ? सामान्यं वचनरणं त्ववेहि राजन् !, जेयत्वं तदितरदत्र नैव किञ्चित् । . . यावन्नो भवतितरां शरीरभङ्गः, किं वीरैर्युधि विजयोऽत्र तावदाप्यः ||३५।। “રાજન ! વાણીયુદ્ધ એ તો સામાન્ય યુદ્ધ છે. એમાં જીત મેળવવી એને કંઈ જીત ના કહેવાય ! યુદ્ધમાં જ્યાં સુધી શરીરનો નાશ ના થાય ત્યાં સુધી શૂરવીરો માટે શું વિજય કહી શકાય?” आक्षेपादिति सहजस्य सार्वभौमस्ताम्राक्षः परिकरराजिताङ्गयष्टिः | किं मेरुश्चपलतया सबाहुकूटस्त्रैलोक्याक्रमणकृतेत्वितिव्यतर्कि ||३६ ।। ૧, જેસર-ખચ્ચર (વેસરૉડશ્વતર - ગામ૪ રૂ૧૨). ૨. વીનાશ-રાક્ષસ (વીના શનિવસાત્મનાથ-fમ ૨૫૧૦૧) . ઝુિવાનન-મશાન (મશાન વરવીર ચા પિતાને ગૃહમૂ-મ૦ ૪૪૪) ૪. દુનિયુતિઃ-ચંદ્ર | ૫. સબ-ભાઈ (સાર્મના મ૦ રૂરિ૧૬) ૬. પરિવાર-પલાંઠી (તિવશ પરિવર:- ૦ રૂ૪૩) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ ૦ ૨૪૫ Page #262 -------------------------------------------------------------------------- ________________ પોતાના ભાઈ બાહુબલિના આક્ષેપથી સુખાસનમાં બેઠેલા ભરત ચક્રવર્તીની આંખો ગુસ્સાથી - લાલઘૂમ થઈ ગઈ. પોતે વિચારવા લાગ્યા કે “બાહુરૂપી શિખરથી યુક્ત આ અહંકારનો મેરુ (બાહુબલિ) , શું ત્રણે લોક પર આક્રમણ કરવા માટે તૈયાર થયો છે ?' आलोकाद् बहलिपतिस्ततोस्य शौर्योत्कर्षोत्कः प्रबलबलः पुरोऽधितस्थौ । उद्वेलः किमयमपां निधिः समन्तादाक्रान्ता सगिरिमहीमितीरितो द्राक् ||३७।। ત્યાર પછી શૌર્યના ઉત્કર્ષથી ઉત્સાહિત બનેલા પ્રબળ બળવાન બાહુબલિ જોતજોતામાં તો ભરતની સામે આવીને ઊભા રહ્યા ત્યારે બધાને કલ્પના થઈ કે તોફાની તરંગોથી ઊછળતો આ સમુદ્ર પર્વત સહિત આખી પૃથ્વીને શું ડુબાડી દેશે ? तौ राजद्विरदवरौ निबद्धमुष्टिप्रोहामैकतमरदौ स्फुरन्मदाढ्यौ । आयुक्तां भुजयुगली. परस्परेण, वातूलोल्ललदवलाविव क्षयान्तः ।।३८।। તે બન્ને રાજહસ્તીઓએ પોતપોતાની મૂઠીઓ જોરથી ખેંચી ત્યારે એક દંતશૂળવાળા મદોન્મત્ત હાથીની જેમ અને પ્રલયકાળના ઝંઝાવાતી પવનની જેમ ઊછળતા તે બન્ને ભાઈઓએ એકબીજા સામે મુષ્ટિઓ ઉઠાવી. नन्वेतौ जिनवरतो जनुः स्म यातश्चन्द्रार्काविव जलधेर्महाप्रभाढ्यौ । कुर्वाते इति कलहं कृते धरित्र्या, लौल्यं हि व्यपनयते विवेकनेत्रम् ।।३९ ।। का हानिर्भरतपतेर्यदेष बन्धुघ्नो, लोभादयमपि मानतो न नन्ता । यद्ज्येष्ठ क्षपयति किं कषायवहिर्न स्नेहं त्विति विबुधैस्तदा व्यतर्कि ।।४०।। ત્યારે દેવોએ કલ્પના કરી જેમ સમુદ્રમાંથી સૂર્ય-ચન્દ્રની ઉત્પત્તિ થઈ છે તેમ ભગવાન ઋષભદેવથી આ બન્ને ભાઈઓની ઉત્પત્તિ થઈ છે. તેઓ કેવળ ભૂમિની લાલસા માટે યુદ્ધ કરી રહ્યા છે. ખરેખર લાલસા એક એવી ચીજ છે કે તે વિવેકરૂપી આંખનો નાશ કરી નાખે છે. ભરતને શું ઓછપ છે કે જે લોભવશાત્ સગા ભાઈનો વધ કરવા માટે ઉદ્યત થયો છે ! વળી બીજા પક્ષે બાહુબલિ પણ કેટલા અહંકારને વશ બની ગયા છે કે જે મોટાભાઈને નમવા માટે તૈયાર નથી ! ખરેખર કષાયરૂપી આગ સ્નેહને નષ્ટભ્રષ્ટ કરી દે છે. तौ धूलीललिततनू विकीर्णकेशौ, स्वेदोद्यज्जलकणराजिभालपहो । रेजाते रणभुवि शैशवैकलीलास्मर्ताराविव न हि विस्मरेत् स्मृतं यत् ।।४१।। મુષ્ટિયુદ્ધ સમયે બન્નેનાં શરીર ધૂળથી રંગાઈ ગયાં. બન્નેના માથાના કેશ છૂટા થઈ ગયા!બંનેનાં લલાટ પ્રસ્વેદથી રેબઝેબ થઈ ગયાં. તે જાણે બાલ્યાવસ્થામાં કરેલી બાલક્રીડાને યાદ કરતા ના હોય ! ખરેખર બચપણની સ્મૃતિ ભુલાતી નથી. शंबेना'चलमिव नायकः सुराणां, चक्रेशो द्रढिमजुषाऽथ मुष्टिना तम् । चण्डत्वादुरसि जघान सोऽपि जज्ञे, वैधुर्योपचितवपुस्तदीयघातात् ।।४२ ।। ૧. વર્ષ ડુત્યપિ પd: I ૨. સંવ –વજ (મ) ૨૨૪). શ્રી ભરતબાહુબલિ મહાક્ષત્રમ્ ૦ ૨૪૬ Page #263 -------------------------------------------------------------------------- ________________ જેમ દેવોના નાયક ઇન્દ્ર વજથી પર્વત પર પ્રહાર કરે તેમ ચક્રવર્તી ભરતે પ્રચંડ ગુસ્સાથી બાહુબલિની છાતી પર મુષ્ટિનો પ્રહાર કર્યો. તેવા પ્રકારના જોરદાર પ્રહારથી બાહુબલિના શરીરમાં અત્યંત પીડા થઈ. उच्छवासानिलपरिपूर्णनासिकोऽसौ, तद्घातोच्छलितरुषा करालनेत्रः । .: निःशङ्क प्रति भरतं तदा दधाव, भोगीन्द्रं गरुड इवाऽहितापकारी ||४३।। તે મુષ્ટિના પ્રહારથી બાહુબલિની આંખો ગુસ્સાથી વિકરાળ બની ગઈ અને ગુસ્સાથી નાસિકાઓ પણ ફૂલી ગઈ. પછી જેમ સર્પને પીડા કરનાર ગરુડ નાગરાજની તરફ દોટ મૂકે તેમ બાહુબલિ નિ:શંકપણે ભરતની તરફ દોડ્યા. अत्यन्तोद्धतकरपक्षति'द्वयेनोल्लाल्यायं गगनमनायि तेन रोषात् । सोऽपि द्राग् नयनपथं व्यतीत्य यातो, योगीवाद्भुतमहिमावदातसिद्धिः ||४४ ।। અત્યંત રોષથી પોતાના બળવાન બે હાથો વડે પકડીને ભરતને આકાશમાં ઊંચે ફેંકી દીધા, તે એટલી તીવ્રતાથી ઊંચાણમાં પહોંચી ગયા કે દેખાતા પણ બંધ થઈ ગયા. જેમ કોઈ પ્રભાવશાળી અદ્ભુત સિદ્ધયોગી ક્ષણમાત્રમાં અદશ્ય બની જાય તેમ અદશ્ય થઈ ગયા. द्वे सैन्ये अपि चरमाद्रिपूर्वशैलप्रातःश्रीनिभृतमुखाम्बुजे तदास्ताम् । निर्विण्णो बहलिपतिश्च लोकमानो, व्योमाकं मुहुरिति संततान चिन्ताम् ।।४५।। ત્યારે ભારતની સેનાના સૈનિકોનાં મુખ અસ્તાચલ પર ગયેલા સૂર્યની જેમ ઝાંખાં થઈ ગયાં અને બાહુબલિની સેનાના સૈનિકોનાં મુખ ઉદયાચલ પર આવેલા સૂર્યની જેમ ખીલી ઊઠ્યાં ત્યારે ઉદાસીન બનેલા બાહુબલિ વારંવાર આકાશની સામે જોતા હતા. તેમના મનમાં ચિંતા પેદા થઈ. 'सोदर्योद्दलनकरी भुजद्वयी मेऽभूदेवं प्रसृमरवाग्भरादकीर्तिः । कीर्तिर्वा भरतपतेः क्षतिः क्षितीशादित्यासीद् बहलीपतिर्न तत् किमूहे ? ||६|| મારું આ ભેજાબળ ભાઈને પીડા કરનારું સિદ્ધ થયું. આ પ્રકારે જગતમાં મારી અપકીર્તિ થશે, અથવા કોઈ એમ બોલશે કે એક સામંત રાજાએ ભરત ચક્રવર્તીની હત્યા કરી. આ પ્રમાણે બાહુબલિના મનમાં અનેક જાતના તર્ક-વિતર્ક થઈ રહ્યા છે જેમાં કોઈ વિતર્ક બાકી રહ્યો નથી. इत्यन्तर्मनसि महीपतौ रथाङ्गी, गौचर्य नयनपथस्य संचचार | आदभ्रे भुजयुगलेन चान्तरिक्षादायान्तं बक इव संवरं स एनम् ।।४७ ।। બાહુબલિ આ પ્રમાણે વિચારી રહ્યા હતા, તેટલામાં આકાશમાર્ગેથી ભરતને નીચે પડતા જોયા. તરત જ બાહુબલિએ ભરતને પોતાની ભુજાઓમાં ઝીલી લીધા. જેમ મચ્છીમાર મત્સ્યને ઊંચે ફેંકીને ફરીથી જાળમાં ઝીલી લે તેમ આકાશમાંથી પડતા ભરતને ઝીલી લીધા. . ૧, વરપક્ષત્તિ - 'હાથ' २. गौचर्यम्-गोचरस्य भावः गौचर्य विषयतामित्यर्थः । રૂ. સંવન-મક્સ (સંવરો નિમિસ્જિનિઃ-ગામ૦ ૪૪૧૦) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૪૭ Page #264 -------------------------------------------------------------------------- ________________ आश्वास्य क्षणमथ बान्धवं स्वकीयं, प्रावार प्रवरविधूननाऽनिलेन । स्वेदाम्भाकणशोषिणा स ऊचे, बालस्य स्मर पुनराहवच्छलेन ।।८।। જ્યષ્ઠ બંધુ ભરતના શરીર પર રહેલા પ્રસ્વેદનાં બિંદુને સૂકવવા માટે પોતાના ઉત્તરાસંગ ખેસથી હવા નાખીને આશ્વસ્ત કર્યા અને કહ્યું: મોટાભાઈ, યુદ્ધના બહાને આપણા બન્ને વચ્ચે બાળપણમાં ઘટેલી બાળક્રીડાની ઘટનાને યાદ કરો. षट्खण्ड्या जयसमये न यादृशी तेऽभूच्छान्तिस्त्विह मम तादृशी नियुद्धे । शैलोर्वीरुहदलने गजस्य साम्यं, कुत्रापि प्रभवति किं धराधिराज ! ? ||४९ ।। “રાજન ! છ ખંડ પૃથ્વીને જીતવામાં આપને જેવા પ્રકારનો શ્રમ લાગ્યો નથી તેવા પ્રકારનો શ્રમ મારી સાથે બાયુદ્ધ કરવામાં લાગ્યો છે ! રાજન, પાર્વતીય વૃક્ષોને ઉખેડીને ફેંકવામાં મહાન હાથી સાથેની સરખામણી કોણ કરી શકે ? प्रागेव क्षितिप ! मयोदितं चराने, स्थातव्यं युधि भवतैव मे पुरस्तात् । . कः स्थातुं त्रिदशगिरिं विना विभूष्णुः, कल्पाब्धेः किल पुरतो विलोलवीचेः ? ||५०।। “રાજન ! મેં તને પહેલેથી ચેતવણી આપી હતી કે યુદ્ધમાં આપ જે મારી સામે ટકી શકશો કેમ કે તોફાની સમુદ્રના ઊછળતા તરંગોની સામે સ્થિર રહેવાની તાકાત મેરુપર્વત સિવાય કોઈનીયે નથી.' तद्वाक्यादिति कुपितोऽभ्यधादऽसौ तं, तुष्टस्त्वं मनसि मया जितोद्य चक्री । यहोष्णोर्वदसि यथा तथावलेपात्, सामान्यैः क्षितिपतिभिर्न जीयते हि ||५१।। બાહુબલિનાં વચનથી રોપાયમાન થયેલા ભરતે બાહુબલિને કહ્યું: “તું તારા મનમાં સંતોષ માને છે કે મેં ચક્રવર્તીને જીતી લીધા. પરંતુ એ તારા ભુજબળનું અભિમાન જ આમ બોલાવી રહ્યું છે. તને ખબર છે કે ચક્રવર્તીને જીતવાનું સામર્થ્ય સામાન્ય રાજાઓમાં ક્યારે પણ હોઈ શકે નહીં. गर्वस्ते यदि भुजयोहाण दण्डं, तदृप्तः प्रणयमतो न संविधास्ये । इत्युक्त्वा नृपतिरबिभ्रमत् कराभ्यां, लीलाम्भोरुहमिव शस्त्रपिण्डदण्डम् ।।५२ ।। “જો તારા ભુજબળનો તને ગર્વ છે તો ઉઠાવ તારા હાથમાં દંડ તું અભિમાનમાં ચકચૂર બની ગયો છે. તેથી મને તારા પ્રત્યે પ્રેમ રહેશે નહીં.” એમ કહીને ભરતે શસ્ત્રોના પિંડ સમાન દંડને બે હાથમાં ક્રીડા કમલની જેમ ઘુમાવ્યો. अज्येष्ठस्तदनु तथैव लोहदण्डं, हस्ताभ्यां दृढमवधूय संयतेऽस्थात् । दण्डाभ्यामथ परितेनतुश्च संगरं तौ, षाट्कारारवमुखरीकृतत्रिविश्वम् ।।५३।। संघट्टस्फुरदनलस्फुलिङ्गनश्यत्पौलोमीसिचयविधूननातितीत्रैः । आकाशश्वसनरयैर्विनीतखेदस्वेदाम्भाकणपरिमुक्तवीरवक्त्रम् ।।५४ ।। १. प्रावास- Guinodस (वैकक्षे प्रावारोत्तरासङ्गौ-अभि० ३।३३६) २. नियुद्धं-ong is (नियुद्धं तद् भुजोद्भवम्-अभि० ३।४६३) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૪૮ Page #265 -------------------------------------------------------------------------- ________________ ત્યારે નાના ભાઈ બાહુબલિ પણ તેવી જ રીતે લોહદંડને હાથમાં મજબૂત રીતે પકડીને ઘુમાવતા યુદ્ધ કરવા માટે સ્થિર થઈ ગયા. બન્ને ભાઈઓના દંડયુદ્ધનો પ્રારંભ થયો. દંડના ગાઢ પ્રહારના પટફ પટફ શબ્દોથી ત્રણે લોક ષકારમય બની ગયા અને તે લોહદંડોમાંથી વીજળીના તણખા નીકળતા જોઈને ઇન્દ્રાણી ભયભીત બનીને દોડી ગઈ, ત્યારે તેનાં વસ્ત્રોરૂપી પંખાથી વીંઝાયેલા પવનનો વેગ આકાશમાં પ્રસરી ગયો અને પ્રચંડ હવાથી વીર સુભટોનાં મુખ પર રહેલાં સ્વદબિંદુઓ આપોઆપ સુકાઈ ગયાં. षट्खण्डाधिपतिरथ क्रुधा करालो, दण्डेन स्मयमिव मौलिमाबभञ्ज । तच्छीर्षाधिवसनकल्पितस्थिरत्वं, निःशङ्क बहलिपतेरुदनबाहोः ।।५।। છ ખંડના અધિપતિ ભરતે ક્રોધથી વિકરાળ બનીને પ્રચંડ ભુજાબળથી બાહુબલિના મસ્તક પર રહેલા મુગટને તોડી નાખ્યો. બાહુબલિએ મનમાં કલ્પના બાંધેલી કે મારા મુકુટ ક્યારે પણ નીચે પડે નહીં અને તૂટે પણ નહીં, પરંતુ બાહુબલિના એ અભિમાનની સાથે ભરતે તેના મુકુટના ચૂરેચૂરા કરી નાખ્યા. आजानु क्षितिमविशत्तदीयघाताद्, दुर्दान्तद्विप इव वारि मार्षभिः सः | आयान्तं पुनरपि हन्तुमग्रजातं, दण्डेन प्रसभमथावधीदमर्षात् ।।५६ ।। જેમ દુત્ત હાથી બંધનભૂમિમાં આવી પડે, તેમ એ પ્રચંડ દંડપ્રહારથી બાહુબલિ ઢીંચણ સુધી ભૂમિમાં ઘૂસી ગયા. ફરીથી પોતાના પર પ્રહાર કરવા આવતા ભરતને જોઈને ક્રોધથી વિકરાળ બનેલા બાહુબલિએ ભરત પર તીવ્ર ઠંડપ્રહાર કર્યો. आकण्ठं भरतपतिर्विवेश भूमौ, तद्घाताच्छरभ इवाद्रिकन्दरायाम् । ... आकाशात् त्रिदशवरैरपि प्रमोदान्, मुक्ता द्राक्कुसुमततिः कनिष्ठमूर्ध्नि ||५७।। જેમ અષ્ટાપદ (સિંહનો પ્રતિસ્પર્ધી) પહાડની ગુફામાં પ્રવેશી જાય તેમ બાહુબલિના તીવ્ર પ્રહારથી ભરત ચક્રવર્તી ગળા (કંઠ) સુધી જમીનમાં ઘૂસી ગયા. તે જોઈને દેવગણે હર્ષિત બની બાહુબલિના મસ્તક પર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરીને જયનાદ કર્યો. स ज्येष्ठं तदनु विलोक्य कातराक्षं, खिन्नोन्तर्मुहुरिति चिन्तयाञ्चकार । हा ! तातान्वयशरदेकशीतरश्मी, कर्मेदं व्यरचि कलङ्कपङ्कलीलम् ।।५८।। ત્યાર પછી બાહુબલિએ મોટાભાઈ ભરત સામે જોયું તો ભરતની કાયર આંખો ભયભીત બની ગઈ હતી. બાહુબલિનું મન ખિન્ન થઈ ગયું. એ વારંવાર વિચારવા લાગ્યા કે “અરે!આ શું કર્યું? આ...રે..રે પૂજ્ય પિતાજી ઋષભદેવનો વંશ શરદઋતુ સમાન કેટલો ઉજ્વલ અને નિષ્કલંક છે! તેને મેં કલંકરૂપી કાદવથી મલિન કરી નાખ્યો. विज्ञातं किल समरान् मयेत्यमुष्मान, मद्दोष्णोर्बलमधिकं रथाङ्कपाणेः । तत्सर्वाहवललितेष्वभूज्जयो मे, हन्तव्यः परमवनीकृते न बन्धुः ।।५९।। ૧,વર:-હાથીને બાંધવાની ભૂમિ (વારિતુ નવમૂ-ગામકરિશ૧) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૪૯ Page #266 -------------------------------------------------------------------------- ________________ “મેં ભરત સાથેના બધા જ યુદ્ધપ્રયોગમાં જાણ્યું હતું કે ભારત કરતાં મારી ભુજાઓ અધિક શક્તિશાળી છે અને બધી જ યુદ્ધક્રીડામાં મારો વિજય થયો છે, છતાં પણ મેં વિચાર્યું નહીં કે એક જમીનના ટુકડા માટે ભાઈનો વધ કરવો એ ઉચિત નથી.” नाभेयप्रथमसुतोऽथ भूमिमध्यान्निर्यातो जलदचयादिवोष्णरश्मिः । चक्राङ्गं निजकरपङ्कजे निधाय, प्रोवाचानुजमधिकप्रतापदीप्रम् ।।६०।। એટલામાં તો વાદળોમાંથી જેમ સૂર્ય બહાર આવે તેમ ઋષભદેવના પ્રથમ પુત્ર ભરત ભૂમિમાંથી બહાર આવી ગયા અને ગુસ્સાથી તરત જ અત્યંત તેજસ્વી ચક્રરત્નને હાથમાં લઈને બાહુબલિને કહ્યું : भ्रात ! स्त्वं लघुरसि तत्तवापराधाः, क्षन्तव्या मनसि मया गुरुर्गुरुत्वात् । दाक्षिण्यं तव तु तमारि तीव्रमेतन्नो कर्ता तुहिनरुचेर्यथा तमास्यम् ||६१।। “ભાઈ, તું નાનો છું અને હું મોટો છું. તેથી મારા મનમાં ગુરતા ધ્યાનમાં રાખીને તારા બધા જ અપરાધોની હું મનોમન ક્ષમા આપવા ઇચ્છું છું. તને શત્રુરૂપે નહીં પરંતુ ભાઈરૂપે તારા પ્રત્યે દાક્ષિણ્ય રાખું છું, છતાં જેમ રાહુ ચન્દ્ર પર દયા ના રાખે તેમ આ મારું ચક્ર તારા પર દયા નહીં કરે. अद्यापि प्रणिपतमञ्च मा मृयस्वाहंकारं त्यज भुजयोर्विपत्तिकारम् । चक्राङ्गज्वलनरुचोपतप्तदेहाः, कुत्रापि क्षितिपतयो रतिं न चापुः ।।६२।। ભાઈ ! તું મને પ્રણામ કરી લે. ફોગટ શા માટે મરવા તૈયાર થયો છે ?.વિપત્તિકર એવા તારા ભુજાબળનો અહંકાર ત્યજી દે. જો, મારા આ ચક્રરત્નમાંથી નીકળતા અગ્નિની જ્વાલાઓમાં લપેટાયેલો કોઈપણ રાજા બચી શકતો નથી.” संरुष्टः सपदि तदीयया गिरेति, व्याहार्षीद बहलिपतिश्च कोशलेशम् । किं बन्धो ! ऽहमपि तवेदृशैर्विभाव्या, सारङ्गैर्हरिरिव यत्प्रभुस्त्वमेव ? ||६३।। ભારતની વાણી સાંભળીને ક્રોધાતુર બનેલા બાહુબલિએ કહ્યું, “ભાઈ, તમે તમારી જાતને નાહક દુનિયાના સ્વામી માનો છો. તમારી આવા પ્રકારની વાતોથી હું શું ડરી જાઉ તેમ છું? ક્યારે પણ સિંહ હરણિયાંઓથી ડરે ખરો ? मर्यादां परिजहतस्तवामरोक्तां, चक्राङ्गदथ विजयः कथं भविष्णुः ? पादाब्जं यदि हृदयेऽर्हतो ममादेः, किं कालायसरेशकलाबिभेमि तर्हि ? ||६४।। “ભાઈ, દેવોએ બાંધેલી મર્યાદાઓનું પણ તમે ઉલ્લંઘન કરી રહ્યા છો. તમારા આ ચક્રથી તમને વિજય કેવી રીતે મળી શકશે? જ્યાં સુધી મારા હૃદયમાં ભગવાન ઋષભદેવનાં ચરણકમળ રહેલાં છે ત્યાં સુધી તમારા આ લોઢાના ટુકડા સમાન ચક્રનો મને કોઈ ભય નથી.” ૧. રિ-ચક્ર (થા રથપાવો રિ-મ0 રૂ ૪૧૨) I ૨. તમાર્ચ-રાહુ | રૂ. વાલાયસન-લોહ (નોરંજીતાય શાસ્ત્રમ્ - મo જી૧૦૩) I ૪. શનિ-(રાઇડર્ધાને મમ્ - ૬ ૭૦) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ - ૨૫૦ Page #267 -------------------------------------------------------------------------- ________________ औद्धत्यादिति निगदन्तमेनमुच्चैय॑स्राक्षीत् प्रति भरतोऽरि दीप्तिदीप्रम् । पाथोदस्तडितमिवास्य पार्श्वमेत्य, सम्राजं प्रति ववले ततो रथाङ्गम् ||६५।। બાહુબલિની ઉદ્ધતાઈભરી વાણી સાંભળીને તેજથી જાજ્વલ્યમાન ચક્રરત્નને, વાદળ જેમ વીજળીને ફેંકે તેમ, ભરતે બાહુબલિ તરફ ફેંક્યું. ચક્રરત્ન બાહુબલિ પાસે આપીને ભરત ચક્રવર્તી પાસે પાછું આવી ગયું. स्वासिन्धूदकलहरीवलक्षवक्त्रा, योद्धारो बहलिपतेस्तदाबभूवुः | कालिन्दीतरुणतरङ्गमज्जदास्याः, षट्खण्डाधिपतिभटास्तदैव चासन् ।।६६ ।। એ સમયે બાહુબલિના સુભટોનાં મુખ ગંગા નદીના સ્વચ્છ જળ સમાન ઉજ્વલ બની ગયાં અને ભરતના સૈનિકોનાં મુખ યમુનાના કાળા પાણીના નાના તરંગો સમાન મલિન બની ગયાં. उद्यम्य प्रबलतया क्रुधा दधावे, तन्मुष्टिं त्वयमपनेतुमुल्बणास्त्रम् | उष्णत्वं व्रजति हि वह्निसंप्रयोगात्, पाथोऽपि प्रकटतया स्वभावशीतम् ।।६७ ।। ત્યારે બાહુબલિએ ક્રોધાવેશમાં આવી પ્રકટ શસ્ત્રરૂપી ચક્રરત્નનો નાશ કરવા માટે મુષ્ટિ ઉગામીને દોડ્યા. ખરેખર સ્વભાવથી શીતલ ગુણવાળું પાણી પણ અગ્નિના સંયોગથી ગરમ બને છે. संहर्ता त्रिजगदनेन मुष्टिनायं, क्रोधाब्धिर्भरतपतिः स्थिति त्वलुम्पत् । श्रेष्ठानां क्षयकरणं भवेद् विरुद्धं, किं कार्यं त्विति विबुधैर्व्यचारि चित्ते ।।६८।। “બાહુબલિની મૂઠી ત્રણે જગતનો સંહાર કરવા માટે સક્ષમ છે. ક્રોધના સમુદ્ર સમાન ભરત પોતાની મર્યાદાઓનું ઉલ્લંઘન કરી ચૂક્યા છે, છતાં જગતની ઉત્તમ વ્યક્તિઓનો ક્ષય થાય તે પ્રકૃતિથી વિરુદ્ધ છે. તો હવે શું કરવું જોઈએ?” એવા વિચારમાં દેવોનાં મન ડૂબી ગયાં. છેવટે દેવો શીઘ્રતાએ બાહુબલિ પાસે આવ્યા. अयि बाहुबले ! कलहाय बलं, भवतोऽभवदायति'चारु किमु ? प्रजिघांसुरसि त्वमपि स्वगुरुं, यदि तद्गुरुशासनकृत् क इह ? ||६९।। कलहं तमवेहि हलाहलकं, यमिता यमिनोप्ययमा नियमात् । भवती जगती जगतीशसुतं, नयते नरकं तदलं कलहैः । ७०।। नृप ! संहर संहर कोपमिमं, तव येन पथा चरितश्च पिता । सर तां सरणिं हि पितुः पदवीं, न जहत्यनघास्तनयाः क्वचन |७१।। धरिणी हरिणीनयना नयते, वशतां यदि भूप ! भवन्तमलम् । विधुरो विधिरेष तदा भविता, गुरुमाननरूप इहाक्षयतः |७२।। १. उल्वणास्त्रम्-प्रगट अस्त्र (चक्र) | २. आयति:-मविया (आयतिस्तत्तरः कालः-अभि०२१७६) ३. यं-कलहं, इता-प्राप्ताः | શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૦ ૨૫૧ Page #268 -------------------------------------------------------------------------- ________________ तव मुष्टिमिमां सहते भुवि को, हरिहेतिमिवाधिकघातवतीम् । भरताचरितं चरितं मनसा, स्मर मा स्मर केलिमिव श्रमणः ||३|| अयि ! साधय साधय साधुपदं, भज शान्तरसं तरसा सरसम् । . ऋषभध्वजवंशनभस्तरणे !, तरणाय मनः किल धावतु ते ।।७४।। इति यावदिमा गगनाङ्गणतो, मरुतां विचरन्ति गिरः शिरसः । अपनेतुमिमांश्चिकुरानकरोद्, बलमात्मकरेण स तावदयम् ।।५।। “હે બાહુબલિ! તમે તમારા બળના યુદ્ધ માટે પ્રયોગ કરી રહ્યા છો તે ભવિષ્ય માટે સારું નથી. જો તમે મોટા ભાઈનો વધ કરવાની ઇચ્છાવાળા હો તો આ જગતમાં મોટાઓની આજ્ઞા કોણ માનશે? વળી આ કલહ (ઝઘડો) હળાહળ વિષ સમાન છે. સંયમી મુનિ પણ જો કલહને વશ બને તો તે અસંયમી બની જાય છે. વળી કલહથી મેળવેલી આ પૃથ્વી ભગવાન ઋષદેવના પુત્રને નરકમાં લઈ જશે. માટે આવા યુદ્ધથી સર્યું ! હે રાજન ! તમે તમારા ક્રોધનું સંહરણ કરો. સંહરણ કરો. જે માર્ગે તમારા પૂજનીય પિતાજી ઋષભપ્રભુ ચાલ્યા છે તે માર્ગનું તમે અવલંબન કરો ! સુપુત્રો તે જ કહેવાય છે કે જે પિતાના માર્ગે ચાલે છે. તેને છોડતા નથી. વળી.. હે રાજન ! આ પૃથ્વીરૂપી સુંદરીમાં તમારું મન આધીન બની ગયું હોય તો જગતમાં મોટાઓ - વડીલોને સન્માન આપવાની વિધિનો મૂળમાંથી લોપ થઈ જશે. ઇન્દ્રના વજસમાન પ્રચંડ પ્રહાર કરવાવાળી તમારી આ મૂઠી જગતમાં કોણ સહન કરી શકશે ? તમારા પ્રત્યે ભરતે જે અન્યાય કર્યો છે તેને મનમાં યાદ ન કરો, જેમ શ્રમણ મુનિ પૂર્વે કરેલી કામક્રીડાને યાદ કરતા નથી ! તેમ તમે પણ ભરતના આચરણને મનમાંથી ભૂંસી નાખો. તેને યાદ ના કરો. રાજન ! સાધુપદની સાધના કરો. સાધના કરો અને મનમાં શાંતસુધાનું આસેવન કરો. ઋષભદેવના વંશરૂપી સૂર્યસમાન હે બાહુબલિ, તમારા ચિત્તને સંસારસાગર તરવા માટે દોડાવો.” આ પ્રકારે દેવોની આકાશવાણી થઈ, એટલામાં તો બાહુબલિએ ઉઠાવેલી મુષ્ટિનો પ્રયોગ પોતાના હાથથી મસ્તકના કેશકુંચન માટે કર્યો. मुनिरेष बभूव महाव्रतभृत्, समरं परिहाय समं च रुषा । सुहृदोऽसुहृदः सदृशान् गणयन्, सदयं हृदयं विरचय्य चिरम् ।।७६ ।। તરત જ બાહુબલિ, યુદ્ધ અને રોષ બન્નેને એકીસાથે છોડીને શત્રુ-મિત્રને સમાન ગણી હૃદયને હંમેશાં કરુણામય બનાવી મહાવ્રતધારી મુનિ બની ગયા. सरसीरुहिणीव मुनीन्द्रतनुः, सुकुमारतरा विधुराण्यसहत् । शिवलक्ष्मि निवासपदं सफला, क्वचिदप्यनिता न्वऽनुपास्तिमती ||७७ ।। મુનીન્દ્ર બાહુબલિનું શરીર કમલિનીની જેમ અત્યંત સુકુમાર હતું છતાં એ શરીર દ્વારા અનેક કષ્ટો સહન કર્યા અને એ જ શરીર મોક્ષનું કારણ બન્યું ને લક્ષ્ય સુધી પહોંચાડવા માટે સક્ષમ બન્યું. ખરેખર લક્ષ્યની ઉપાસના નહીં કરવાવાળા મનુષ્યો ક્યારેય પણ લક્ષ્ય સુધી પહોંચી શકતા નથી. તેમાં તેઓ સફળ બની શકતા નથી. શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૫૨ Page #269 -------------------------------------------------------------------------- ________________ अमरीभिरुपेत्य स राजऋषिलवणाद्यवतारणकैर्नुनुवे । . दुधुवे सुरबालकुरङ्गदृशां, नयनैर्न मनागपि चैकमनाः ।।७८ ।। દેવાંગનાઓ રાજર્ષિ બાહુબલિની પાસે આવી, તેમની લૂણ ઉતારીને સ્તુતિ કરી.બાહુબલિ તો એકાગ્ર ચિત્તવાળા કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા. દેવાંગનાઓને જોવા માટે જરાયે વિચલિત બન્યા નહીં. पतदश्रुकणाविलवक्त्ररुचिर्भरताधिपतिः समुपेत्य ततः । प्रणनामतरां मतराभसिकानुरतेर्विरतं निरतं विरतौ ।।७९ ।। એટલામાં આંખોમાંથી ચોધાર આંસુ વહાવતા મહારાજા ભરત પણ ત્યાં આવી ગયા. તેમણે સંયમમાં સ્થિર અને અહંકારથી વિરક્ત બનેલા બાહુબલિને પ્રણામ કર્યા. प्रणिपत्य मुनिः कलिभङ्गकरः, समताञ्चितजानुविलम्बिकरः | सवचोभिरिति प्रणयप्रवणैर्जगदे जगदेकतमप्रभुणा ।।८।। યુદ્ધની સમાપ્તિ કરવાવાળા અને જેમના હાથ જાનુ સુધી પહોંચેલા છે તેવા સમતાધારી બાહુબલિ મુનિને છ ખંડના અધિપતિ ભરત ચક્રવર્તી પ્રણામ કરીને આ પ્રકારે બોલ્યા : यशसां पटहेन पटुध्वनिना, तव बान्धव ! सन्तु दिशो मुखराः | मुखरागभिदो न पितुः सरणेमम तद्विपरीततरेण पुनः ।।८१।। “હે બાંધવ ! આપનો યશરૂપી દુંદુભિનો ધ્વનિ ચારે દિશામાં ફેલાઈ જાઓ : પિતાશ્રીના મહાભિનિષ્ક્રમણ સમયે મારું મન એટલું ખિન્ન નહોતું થયું, પણ આજે મારું મન ખૂબ દુ:ખી થઈ રહ્યું છે. .. सुरकिङ्कर ! किं करवाणि तवाऽनवधानधरं हृदयं न यतः | समयो नियमस्य ममास्ति गुरोर्न तवास्ति लघोः कुरुषे किमतः ? ||८२।। “દેવોથી સેવાયેલા હે મુનિ, આપે તો આપના મનનું સમાધાન કરી લીધું, પરંતુ હવે હું શું કરું ? મોટાભાઈ તરીકે ધક્ષા લેવાનો સમય તો મારો છે. નાના ભાઈ એવા તમારું નથી... તો આપે આ શું કર્યું? मम मन्तुमतो वहते रसना, रसनायकनायक ! नोक्तिमपि । सरितं तपतापवती सुमते !, पयसा मम पूरय चाभिमताम् ||८३।। શાંતરસના નાયક હે મુનિ, હું આપનો અપરાધી છું. તેથી આપને કંઈપણ કહેવા માટે મારી જીભ ઊપડતી નથી. હે સુમતિ! ગ્રીષ્મઋતુના તાપથી સંતપ્ત થયેલી મારી માનેલી આ સરિતાને આપ સમતારસથી ભરી દો.” निगदन्निति चक्रधरो बहुधा, समभाष्यत तेन न किञ्चिदपि । स्पृहणीयतया परिहीनहृदो, नृपतीनपि यच्च तृणन्तितराम् ।।८४ ।। ચક્રવર્તી ભરતે વારંવાર વિનંતી કરવા છતાં મુનિ બનેલા બાહુબલિ એક શબ્દ પણ બોલ્યા નહીં. જેનું હૃદય નિસ્પૃહ અને આસક્તિરહિત બની જાય છે તેના માટે રાજાઓ પણ તૃણ સમાન લાગે છે. શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ - ૨૫૩ Page #270 -------------------------------------------------------------------------- ________________ त्रिदशाचलनिश्चलचित्तरुचेर्यतिनो भरताधिपवाग्विसराः । न मुदे न रुषे व्यभवन् सुतरां, सुतरागपराङ्मुखता कृतिनः ।।५।। મેરુ સમાન નિશ્ચલ ચિત્તવાળા બાહુબલિને માટે ભરત મહારાજાનાં વચનોની કોઈ અસર થઈ નહીં, અર્થાત્ પ્રસન્નતા કે અપ્રસન્નતાનું ચિત્તમાં સંવેદન થયું નહીં અને પુત્રો પ્રત્યે પણ તેમના ચિત્તમાં અનુરાગ રહ્યો નહીં. सचिवैः प्रतिबोध्य कथञ्चिदयं, निलयान्तरनायि समं त्वरिणा । भरते भरताधिपतेः सकले, विजहार च शासनमस्य ततः ||८६ ।। મંત્રીઓએ ખિન્ન બની ગયેલા ભરત મહારાજાને સમજાવ્યા અને જેમ તેમ કરીને ચક્રરત્નને આયુધશાળામાં લઈ ગયા. ત્યાર બાદ સમસ્ત ભારતવર્ષ પર ચક્રવર્તી ભરત મહારાજાનું સામ્રાજ્ય છવાઈ ગયું. बहलीविषये किल तस्य सुतं, विनिवेश्य ततः स निजां नगरीम् । उपगन्तुमियेष सुरेन्द्र इवेन्दिरया प्रबलध्वजिनीसहितः ।।८।। બહલી દેશનું સામ્રાજ્ય બાહુબલિના પુત્રને સોંપીને પોતે, ઇન્દ્ર જેમ ઇન્દ્રાણી સાથે જાય તેમ છે ખંડની સામ્રાજ્યલક્ષ્મીની સાથે મહારાજા ભરત ચતુરંગી સેના સાથે અયોધ્યા નગરી તરફ પ્રયાણ કરવાની ઇચ્છાવાળા બન્યા. नभसस्त्रिदशैः स उपेत्य गुरुकुसुमैः परिवर्ध्य च चक्रधरः । जगदे जयशब्दपुरस्सरया, सहितस्तनयैर्नृपबाहुबलेः ।।८।। આકાશમાંથી દેવોએ આવીને બાહુબલિના પુત્રોની સાથે ચક્રવર્તી ભરત મહારાજા પર વિપુલ પ્રમાણમાં પુષ્પવૃષ્ટિ કરી વધાવીને ચક્રવર્તીનો આ પ્રકારે જયજયકાર કર્યો : श्रीमन् ! भारतभूपुरन्दर ! भवानाद्यो स्थाङ्गी त्विहाशेषक्षोणिवधूकरग्रहकृती नन्द्याच्चिरं भारते । अत्यन्ताद्भुतचारिमा'ञ्चितलल्लावण्यपुण्योदयो, गीर्वाणैः परिनूयतेस्म स इति प्रोद्दामसंपत्तिभाक् ।।८९ ।। “હે શ્રીમાન, હે ભારતવર્ષના અધિપતિ ભરત ! આપ આ જગતમાં પ્રથમ ચક્રવર્તી છો. આપે સમસ્ત પૃથ્વીરૂપી સ્ત્રીનું વરણ કર્યું છે. આપ ચિરકાળ સુધી સમસ્ત ભારતવર્ષ પર સામ્રાજ્યના ભોક્તા બનો ! આપ અદ્ભુત સુંદરતા, અદ્ભુત વૈભવલક્ષ્મી અને અદ્ભુત પુણ્યના સ્વામી બનો ! આપ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સંપત્તિના ભોક્તા બનો!” આ પ્રમાણે દેવો ભરત મહારાજાનું અભિવાદન કરીને પોતાના સ્થાને ચાલ્યા ગયા. इति भरतबाहुबलिद्वन्द्वयुद्धवर्णनो नाम सप्तदशः सर्गः આ પ્રમાણે ભરત બાહુબલિના ધંધયુદ્ધના વર્ણનપૂર્વકનો સત્તરમો અધ્યાય સમાપ્ત. १. अत्यन्तं अदभुतचारिणी च मा-लक्ष्मीः च इति अत्यन्तादभूतचारिमा । શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૫૪ Page #271 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ પરિચય : ચક્રવર્તી મહારાજા ભરત અયોધ્યા પહોંચી ગયા. જનતાએ મહોત્સવપૂર્વક સ્વાગત કર્યું. મહારાજા ભરત રાજ્ય-સંચાલનમાં લીન બની ગયા. બાહુબલિજી કાઉસ્સગ્ગ ધ્યાનમાં લીન બની ઊભા રહ્યા છે, પરંતુ હજુ પણ મનમાં અહંકારનો અંશ રહેલો છે. હવે એ અહંકારનું રૂપ પોતાનાથી નાના ૯૮ ભાઈઓ પહેલાં પ્રવજિત છે. આ સ્થિતિમાં જાય તો તેમને વંદનાદિ વિનયનો અભિગમ સાચવવો પડે ! માટે કેવળજ્ઞાન થયા પછી જાઉં તો કૃતકૃત્ય બન્યા પછી ઔપચારિકતા સાચવવાની રહેતી નથી. મનમાં આટલો પણ માન કષાયનો અંશ રહેલો હોવાથી કેવલ્યની પ્રાપ્તિ થતી નથી. ભગવાનશ્રી ઋષભદેવ પોતાના જ્ઞાનમાં બાહુબલિની ભીતરી અવસ્થાને જોઈ રહ્યા છે. તેઓની સંસારી પુત્રીઓ – બાહુબલિની પવૃજિત બહેનો-બ્રાહ્મીસુંદરીને પ્રતિબોધ કરવા મોકલે છે. વીર મોરા ગજ થકી ઊતરો' બસ આટલા જ વાક્યથી બાહુબલિ પ્રતિબોધિત થાય છે ને અહંકારનો છેદ ઉડાડીને ભગવાન પાસે જવા માટે કદમ ઉઠાવે છે ત્યાં જ વીતરાગતા આવી ગઈ ને સર્વજ્ઞ – સર્વદર્શી બની ગયા. આ બાજુ ભરત મહારાજા છ ખંડનું સામ્રાજ્ય ભોગવી રહ્યા છતાં પણ મનથી અનાસક્ત હોવાના કારણે એક વખત આરીસા ભુવનમાં આભૂષણો વડે શરીરને અલંકૃત કરી રહ્યા છે. અલંકારોથી વિભૂષિત શરીર જોઈને આનંદિત બન્યા. તેટલામાં મુદ્રિકા (વીંટી) વિનાની શોભારહિત આંગળી જોઈને મન વ્યાકુળ બની ગયું. દિલમાં વૈરાગ્યભાવ પ્રગટ થયો. વૈરાગ્યભાવની ધારામાંથી આત્મભાવમાં લીન બની ગયા. આત્મભાવની વિશુદ્ધિ થતાં ઘાતકર્મનો ક્ષય થવાથી વીતરાગભાવે સર્વજ્ઞ અને સર્વદર્શી બની ગયા. દેવોએ કેવળજ્ઞાનનો મહોત્સવ કરી સાધુવેષ અર્પણ કર્યો. મહારાજા ભરત ચક્રવર્તીના મહાભિનિષ્ક્રમણ સાથે હજારો રાજાઓ પણ પ્રવજ્યાનો સ્વીકાર કરે છે. રાજ્યની ધુરા ભરત મહારાજાના જ્યેષ્ઠ પુત્ર સૂર્યયશા સંભાળે છે, તે વગેરેનું વિસ્તૃત વર્ણન અઢારમા સર્ગમાં ગ્રંથકાર બતાવે છે. अथाऽयमिन्दीवरलोचनानां, ततान साकेतनिवासिनीनाम् । ' राजा दृशामुत्सवमागमेन, कुमुद्वतीनामिव कौमुदीशः ।।१।। ચંદ્રનો ઉદય જેમ કમલિનીઓને માટે મહોત્સવરૂપ બને છે, તેમ મહારાજા ભરતનું અયોધ્યાનું આગમન અયોધ્યાવાસી સ્ત્રી-પુરુષોનાં નયનકમળ માટે મહોત્સવરૂ૫ બન્યું. सुलोचनाभिः सममाससञ्जश्चिरं वियुक्ताभिरथाशु वीराः । पयोदराजीभिरिवाब्दकाले, नगा इवानङ्गनिदाघदग्धाः ।।२।। જેમ વર્ષાકાળમાં પર્વતો મેઘની ધારાથી સંતુષ્ટ થાય તેમ લાંબા સમયથી કામદેવના તાપથી તપ્ત બનેલા વીરસુભટો વિયોગિની એવી પોતાની પ્રિયતમાના મેળાપથી સંતુષ્ટ થયા. શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૫૫ Page #272 -------------------------------------------------------------------------- ________________ सा राजधानी ऋषभाङ्गजस्य, रराज सैन्यैर्विविधैः समेतैः । फुल्लत्सरोजैः सरसीव साक्षादामोददानप्रवणैः प्रभाते ।।३।। પ્રભાતના સમયે જેમ સરોવર સુગંધિત અને વિકસ્વર કમળોથી શોભે તેમ ઋષભપુત્ર મહારાજા ભરતની રાજધાની અયોધ્યા વિવિધ પ્રકારની સેનાથી શોભી રહી હતી. निःशङ्कमाज्ञा भरताधिपस्य, ततो व्यहार्षीद भरतेऽखिलेऽपि । नदीव मेघागमवारिपूर्णा, महीभृदुल्लङ्घनलब्धवर्णा ।।४।। પહાડોને ઉલ્લંઘન કરીને નીકળતી અને વર્ષાઋતુના પાણીથી પરિપૂર્ણ બનેલી નદીની જેમ મહારાજા ભરતની આજ્ઞા સમસ્ત ભારતવર્ષમાં નિ:શંકપણે વર્તી રહી. समं समग्राभिरथाङ्गनाभिश्चिक्रीड सर्वर्तुविलासलास्यैः । तरङ्गिणीनाथ इवापगाभिः, परिस्फुरद्विभ्रमवीचिभिः सः ।।५।। જલતરંગોરૂપી વિભ્રમવાળી નદીઓથી જેમ સમુદ્ર ઉલ્લસિત બને તેમ ચક્રવર્તી ભરત પોતાના અંત:પુરની રાણીઓ સાથે સર્વઋતુને યોગ્ય વિવિધ પ્રકારની વિલાસલીલાથી ઉલ્લસિત બન્યા. राजा ऋतूनामहमस्मि शश्वत्, सेवापरोऽमुष्य भवामि तस्मात् । इतीव राजानमिमं जगाम, मधुर्मधुस्यन्दिभिराशु पुष्पैः ।।६।। “હું હંમેશાં સર્વ ઋતુઓના રાજારૂપે રહેલો છું” માટે ભરત ચક્રવર્તીની સેવા કરવાનો માર અધિકાર છે.” એમ માનીને જાણે ચૈત્ર માસ મધુ વિખેરતાં સુગંધી પુષ્પોની સાથે રાજા ભરતની પાસે આવ્યો હોય નહીં! - અર્થાત્ ચૈત્ર મહિનો આવ્યો. आमोददायी कुसुमैर्नवीनैर्विलासिनामेष मधुस्ततोऽहम् । भवामि सौख्याय रथाङ्गनाम्नां, रविर्विचार्येति शनैश्चचार |७|| “આ ચૈત્ર માસ વિલાસી પુરુષોને સુગંધિત પુષ્પોથી આનંદ આપે છે, તેમ હું પણ ચક્રવાકો માટે સુખ આપનાર બને” એમ વિચારીને જાણે સૂર્ય પણ ધીમે ધીમે ચાલતો ના હોય ! स्मेरैः प्रसूनैः स्मितमादधाना, बालप्रवालैर्दधती च रागम् । पुंस्कोकिलैर्मजुरवारुवद्भिर्वनस्थलीयं मधुना लिलिङ्गे ||८|| એ સમયે વનસ્થલી વિકસ્વર પુષ્પોથી જાણે હસી રહી હતી. નવા પ્રવાલોથી રક્ત - લાલ - બની ગઈ હતી અને કોકિલના મધુર અવાજથી ગુંજી રહી હતી. આવા પ્રકારની વનસ્થલીમાં મધુ માસ (ચૈત્ર માસ) વ્યાપી રહ્યો હતો. आहासि विस्मेरसरोरुहालीव्याजैः सरोभिर्मगधैरिवास्य । मधुव्रतव्रातगिरा भणद्भिरमूदृशां, कीर्तिकरा न के स्युः ? ||९|| તે વનસ્થલીનાં સરોવરો વિકસિત કમળોની શ્રેણી વડે જાણે હસી રહ્યાં ના હોય ! અને ભરત રાજાના મંગલ પાઠકોની જેમ ભ્રમરો ગુંજારવ કરીને ભરત રાજાની જાણે કીર્તિકથા કરી રહ્યા ના હોય ! ખરેખર આવા મહાપુરુષોનાં ગુણગાન કોણ ના કરે ? ૧. અધુ-ચૈત્રમાસ (ચત્રો પુત્રિ શ્વ-ગમ. ૨૬૭) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૫૬ Page #273 -------------------------------------------------------------------------- ________________ इमा नलिन्यस्तुहिनेन हीना, वितेनिरे रोषभरादितीव । रविर्हिमानीः' स्नपयाम्बभूव, प्रियापराभूतिररुंतुदा हि ।।१०।। “આ હિમપાતે મારી કમલિનીઓને ઝાંખી - કાંતિહીન - બનાવી દીધી છે” એમ વિચારી જાણે સૂર્ય ક્રોધથી બરફ (હિમનો સમૂહ)ને ઓગાળી દીધો ના હોય ! ખરેખર પોતાની પ્રિયાનો પરાભવ દુ:ખદાયી હોય છે. महो मदीयं दिशि दक्षिणस्यां मन्दं हिमानी ववृधे ततोऽसौ । इतीव भानुर्दिशि चोत्तरस्यां हिमालयं नाम नगं जगाम ।। ११ ।। ‘હિમસમૂહે દક્ષિણ દિશામાં મારાં કિરણોને મંદ કરી દીધાં છે' એમ માનીને જાણે સૂર્ય ઉત્તર દિશામાં હિમાલય પર્વત પર ચાલ્યો ગયો. मुहुर्मुहु राजमरालबालैरम्भोरुहिण्यङ्कनितान्तसक्तैः । आविष्कृताराक्भरैर्विशेषाद्, धात्रीव चैत्रे सरसी सिषेवे ।। १२ ।। ચૈત્ર માસમાં કમલિનીઓના ઉત્સંગ (ખોળામાં)માં હંમેશાં રહેનારા અને શબ્દો દ્વારા વારંવાર પોતાનું અસ્તિત્વ જાહે૨ ક૨તા બાલરાજહંસો ધરતીની જેમ સરોવરમાં વિશેષ રૂપે ક્રીડા કરી રહ્યા હતા. युवद्वयीचित्तदरीनिवासिमानग्रहग्रन्थिभिदो विरावाः । पुस्कोकिलानां प्रसभं प्रसस्रुर्वनस्थलीषून्मिषितासु पुष्पैः ।।१३।। વિવિધ પ્રકારનાં પુષ્પોથી વિકસિત વનસ્થલીમાં કોકિલનો ‘કુહૂ - કુહૂ ’ અવાજ ફેલાઈ ગયો હતો. તે જાણે સ્ત્રી-પુરુષના ચિત્તરૂપી ગુફામાં રહેલી માનકષાયની ગ્રંથિનો છેદ કરવાવાળો ના હોય ? इतीन्दुगौरैस्तिलकप्रसूनैः, सर्वान् मधुश्रीरहसीदिवर्तन् । ऋते न कस्यापि भविष्यति श्रीरमूदृशी भृङ्गरुतैर्भणन्ती ||१४|| ચંદ્ર જેવા ઉજ્જ્વળ તિલક વૃક્ષનાં પુષ્પોથી વસંતઋતુની શોભા બીજી બધી ઋતુઓનો ઉપહાસ કરી રહી હતી. તે કેવી રીતે ? ભ્રમરોના ગુંજારવરૂપી શબ્દોથી તે ઋતુ જાણે એમ કહી રહી ના હોય કે આવી શોભા મારા (વસંતઋતુ) સિવાય બીજી કોઈ ઋતુમાં હોઈ શકે નહીં. आरादभूवन् प्रविकासभाञ्जि, यस्मिन् प्रसूनानि दृशां प्रियाणि । अयं तरुः कस्त्विति षट्पदस्य, स किंशुकोऽपि भ्रममाततान ।।१५।। દૂરથી દેખાતાં આંખોને પ્રિય લાગે તેવાં વિકસ્વર પુષ્પોથી શોભતું કિંશુક (કેસૂડાં)નું વૃક્ષ ભ્રમરોના મનમાં ભ્રમ પેદા કરતું કે આ વૃક્ષ કોનું છે ? पयोधिडिण्डीरनितान्तकान्तं, पीयूषकान्तेर्विचचार तेजः । तेनैव चेतांसि विलासिनीनां वितेनिरे मानपराञ्चि कामम् ||१६|| ૧. વિમાની-હિમપાત (વિમાની તુ મઇસ્ક્રિમમ્-અમિ૦ ૪૧રૂ૮) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૫૭ Page #274 -------------------------------------------------------------------------- ________________ આકાશમાં વ્યાપેલું ચન્દ્રનું તેજ સમુદ્રના શણની જેમ અત્યંત આફ્લાદક લાગતું હતું, તેથી માનિનીઓનાં મન ગર્વિત બની ગયાં. प्रसूनबाणान् प्रगुणीचकार, श्रृङ्गारयोनेर्मधुलोहकारः | उत्तेज्य शीतद्युतिबिम्बशाणे, युवद्वयीमानसभेददक्षान् ।।१७।। વસંતઋતુ રૂપી લુહારે યુવાન સ્ત્રીપુરુષોનાં મનને ભેદવા માટે કામદેવના પુષ્પરૂપી બાણોને ચન્દ્રના બિંબરૂપી સરાણ પર ઘસીને તીક્ષ્ણ કર્યાં. प्रियः सुरा यौवनवृद्धिमत्ता, ज्योत्स्ना सितांशोश्च मधुश्च मासः । दुरापमेकैकमिति प्रियालिः, काचित् सखीरित्यनुवेलमाह ।।१८।। કોઈ નાયિકાએ પોતાની સખીઓને સમયોચિત વાત કરી : ‘પતિ, મદિરા, ભરયૌવન, ચન્દ્રની ચાંદની અને વસંતઋતુ આ બધી વસ્તુમાંથી એકેકની પ્રાપ્તિ થવી એ પણ ઘણી કઠિન છે, તો એકીસાથે બધું જ મળી જાય તો પછી શું કહેવું ! लज्जा युवत्याशयसङ्गिनीह, क्षयं जगाम क्षणदेव किञ्चित् । नीता च दूरं सुरतेपि सर्वा, द्वयोः कियत्येकपदे स्थितिर्हि ? ।।१९।। એ સમયે સ્ત્રીઓના હૃદયમાં હંમેશાં રહેનારી લજ્જા, અત્રિની જેમ ક્ષીણ થઈ ગઈ અને રતિક્રીડાના સમયે તો પૂર્ણરૂપે દૂર ભાગી ગઈ. (કેમ કે સ્ત્રી અને લજ્જા બન્ને એકીસાથે ક્યાં સુધી कादम्बरी' पाननितान्ततुष्टा, विहाय वासः कुसुमान्तरीयम् । ददौ प्रियाविर्भवदङ्गकान्तिः, पातुः प्रियस्य प्रमदं वसाना ।।२०।। મદિરાપાનથી પણ અધિક તુષ્ટ થયેલી પ્રિયપત્નીએ વસ્ત્રને છોડીને ફૂલોનો આશ્રય કર્યો અને પોતાના શરીરની કાંતિને પ્રગટ કરીને પોતાના રક્ષક પતિને આનંદ આપ્યો. वधूमुखस्वादुरसैनिषिक्तः, पुष्पाणि तत्सौरभवन्त्यमुञ्चत् । यो यच्च तच्चौर्यमपास्य सोऽयं, तरुस्तदेको बकुलो रसज्ञः ||२१|| બકુલ નામનું વૃક્ષ એવું રસજ્ઞ છે કે પોતાને જે મળે છે તે પાછું આપી દે છે. પોતાની પાસે કંઈ જ રાખતું નથી, તેમ યુવાન સ્ત્રીના મુખમાં ભરેલી મદિરાથી તેનું સિંચન કરવામાં આવે ત્યારે તે નવપલ્લવિત બનીને સુગંધી પુષ્પોથી ખીલી ઊઠે છે.. स नूपुरारावपदाभिघातात्, स्त्रीणामशोकोऽपि सुमान्यधार्षीत् । व्यलोलरोलम्बरुताञ्चितानि, न कारणात् कार्यमुपैति हानिम् ।।२२।। ઝાંઝર પહેરેલી યુવતીના પાદપ્રહારથી અશોકનું વૃક્ષ ખીલી ઊઠે છે. તેના પર ચપળ ભ્રમર ગુનગુનાટ અવાજ કરતા રહે છે. ખરેખર કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી. पिकस्वरामोदवती च यूनां, जहार चेतो वनराजिरामा । ____स्मेरप्रसूनस्तबकस्तनाभिरामा मुहुर्मेदुरकान्तिकान्ता ।।२३।। ૧. કારી-મદિરા (ાવરી ચાકુર નિષિા-પ૦ રૂદિ૬). શ્રી ભરતબાહુબલિ મહાક્રવ્યમ્ ૦ ૨૫૮ Page #275 -------------------------------------------------------------------------- ________________ વનસ્થલીઓની વનરાજિરૂપી લક્ષ્મી કોયલના મધુર શબ્દો.. યુક્ત, સુરભિ-સુગંધથી સુવાસિત કરનારી, વિકસ્વર પુષ્પોના ગુચ્છરૂપી સ્તનવાળી અને સુંદર કાંતિવાળી. યુવાન પુરુષોનાં ચિત્તનું હરણ કરવાવાળી બની. जना ! रसालस्तरुरेष सत्यो, यन्मञ्जरीस्वादवशात् स्वरो मे । बभूव कामं सरस: पिकोऽपि, स्वैरं न्यगादीदिति पञ्चमोक्त्या ।।२४ ।। કોયલો સ્પષ્ટપણે પંચમસ્વરમાં જાણે કહી રહી છે, તે લોકો ! આ આમવૃક્ષ છે. તેની મંજરીઓનો સ્વાદ ઘણો મીઠો અને મધુર છે. એનાથી જ મારો સ્વર મીઠો ને મધુર બન્યો છે. रन्ता स चक्री समयः स सा श्रीः, सर्वत्र ता राजसुताः सहायाः | किं तर्हि वयं खलु तत्र देवी, वाग्वादिनी चेत् कुरुते प्रसादम् ।।२५।। વસંતઋતુમાં ક્રીડા કરનારા મહારાજા ભરત ચક્રવર્તી, મધુ માસ જેવો અનુકૂળ સમય, વનરાજીની શોભા, સુંદર રંભા-ઉર્વશી જેવી રાજકન્યાઓ અને ભૌતિક સુખનાં બધાં જ અનુકૂળ સાધનો - આવા પ્રશસ્ય વાતાવરણમાં ભરત ચક્રવર્તીના ભૌતિક સુખની પરાકાષ્ઠાનું વર્ણન સરસ્વતી દેવીની કૃપા હોય તો જ કરી શકાય. . पतिर्नदीनामिव वाडवेन, जरागमेनेव वयःस्थभावः । मधुर्निदाघेन ततस्त्वशोषि, प्रतीव्रतापाभ्युदितक्रमेण ||२६ ।। વડવાગ્નિ જેમ સમુદ્રનું શોષણ કરે, વૃદ્ધાવસ્થા યૌવનનું શોષણ કરે, તેમ તીવ્ર તાપનો અનુભવ કરવાવાળી ગીષ્મઋતુએ અનુક્રમે વસંતઋતુનું શોષણ કર્યું. ओजस्वितां सूनधनुर्यथाऽयं, मधौ तथोष्णे स्वयमेव नाऽधात् । નાવ સર્વત વ પુંસાં, સંભાવનીયર સમયો ય ર૭TT વસંતઋતુમાં કામદેવનું જેટલું ઓજસ્વીપણું હતું તેટલું ગીષ્મઋતુમાં રહ્યું નહીં, કેમ કે મનુષ્યની શક્તિ પ્રત્યેક સમયે એકસરખી રહેવાનો સંભવ ઓછો હોય છે. तन्व्यो बभूवुः सरितः समन्तानार्यो वियुक्ता इव जीवनेन । " તસ્ત્રિયામા તનૂવમૂવ, વાર્થ દિ વકરોતિ વણ્યમ્ ૨૮ll જેમ સ્ત્રીઓ પતિના વિયોગમાં ક્ષીણ થઈ જાય છે તેમ ગીષ્મઋતુમાં ચારે બાજુની નદીઓ પાણી વિના સુકાઈ ગઈ હતી. રાત્રિ પણ ક્ષીણ (નાની) થઈ ગઈ, કેમ કે પોતાના વર્ગની કૃશતા જોઈને પોતે પણ કુશ બને છે. अलब्धमध्या अपि केलिवाप्या, सुखावगाहा अभवन्निदाघे । सद्युक्तयोर्थिन्य इवापजाड्ये, लक्ष्मीवतां लक्ष्म्य इवाल्पदैवे ।।२९।। વિદ્વાન પુરુષોને અર્થપૂર્ણ ઉક્તિઓ જેમ સહેલાઈથી પ્રાપ્ત થાય, મંદભાગીઓમાંથી લક્ષ્મીવંત પુરુષોને જેમ સંપત્તિ સહેજે આવી મળે તેમ ગીષ્મઋતુમાં જેનો મધ્યભાગ અપ્રાપ્ય છે, તેવી ઊંડી અગાધ વાવડીઓ જળક્રીડા કરવા માટે સાહજિક રીતે તરી શકાય તેવી છીછરી બની ગઈ. १. पाठान्तरम्-प्रतापतीव्राभ्युदितक्रमेण । શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૫૯ Page #276 -------------------------------------------------------------------------- ________________ तुषारतां तत्र तुषारभानोः, स्प्रष्टुं रजन्यां जन उत्ससाह । श्रीखण्डसंपृक्तमहन्यभीक्ष्णं पयश्चयं चालयदीर्घिकाणाम् ।।३० ।। ગીષ્મકાળમાં રાત્રિના સમયે લોકો ચંદ્રની શીતળતા ઝંખે છે અને દિવસે ઘરની વાવડીઓમાં ચંદનમિશ્રિત જળના સ્પર્શ કરવારૂપ સ્નાન કરવા માટે ઉત્સાહિત બને છે. हाराभिरामस्तनमण्डलीभिः, सूक्ष्मांशुकालोक्यतनुप्रभाभिः । धम्मिल्लभाराप्रितमल्लिकाभिर्वधूभिरुन्मादमुवाह कामः ।। ३१ ।। સુંદર હારોથી સુશોભિત સ્તનવાળી, સૂક્ષ્મ (ઝીણાં) વસ્ત્રોના પરિધાનથી શરીરનાં અંગોપાંગનાં દર્શન થવાથી અને માથામાં મલ્લિકાનાં ફૂલોથી ગૂંથેલી વેણીની શોભા જોવાથી કામદેવનો ઉન્માદ વધી રહ્યો હતો सगन्धसाराधिकसारतोयाभिषिक्तदेहः सह कामिनीभिः । रन्तुं रथाङ्गी सलिलाशयेषु, प्रावर्तत स्वैरमजो' द्वितीयः ।। ३२ ।। અનેક સુગંધીદાર પદાર્થોવાળા ચંદનમિશ્રિત જળથી સીંચાયેલા સુગંધિત શરીરવાળા જગતના બીજા વિધાતા સમાન ભરત ચક્રવર્તીએ પોતાની સુંદરીઓ સાથે સ્વેચ્છાપૂર્વક જળક્રીડા કરવા માટે સરોવરમાં પ્રવેશ કર્યો. शोषं रसानां किरणैः खरांशुं, कुर्वाणमालोक्य घनैः पयोधेः । पयः समादाय नभः सभानु, प्यधीयताऽरण्यमगैरिवाशु ।। ३३ ।। “સૂર્ય પોતાનાં પ્રખર કિરણો વડે ધરતીના રસોનું શોષણ કરી રહ્યો છે” એ જોઈને વાદળોએ સમુદ્રમાંથી પાણી લઈને, જેમ વૃક્ષો અરણ્યને ઢાંકી દે તેમ, સૂર્યને ઢાંકી દીધો, અર્થાત્ આકાશમાં વાદળ છવાઈ ગયાં. प्रतापवत्वात्तरणे ! त्वयैनां प्रातप्य धात्रीं किमवाप्तमत्र ? तापापनोदं वयमाचरामोऽस्यास्तज्जगर्जर्जलदा इतीव ।। ३४ ।। “સૂર્ય ! તું પ્રતાપી હોવાથી આ ધરતીને સંતપ્ત કરી રહ્યો છે, પરંતુ તારી આ પ્રવૃત્તિથી તને શું પ્રાપ્ત થયું ? તું જો. અમે તો ધરતીના તાપને દૂર કરીએ છીએ.” આ પ્રમાણે જાણે વાદળો સૂર્યને કહેતાં ના હોય તેમ ગર્જારવ ક૨વા લાગ્યાં. 1 विद्युल्लतालिङ्गितवारिदालिं, वीक्ष्येति केकाः शिखिनामभूवन् । પાન્યા ! વિમદ્યાપિ પચિ પ્રનન્તો, ન દ્દેિ ત્વર્થ્ય નિનયાય યૂયમ્ ? ||રૂપુ || વીજળીઓના ઝબકારા સહિત વાદળોની પંક્તિ જોઈને મયૂરો મોટા સ્વરે ટહુકા કરવા લાગ્યા. તે જાણે પ્રવાસીઓને કહી રહ્યા હતા કે “હે પથિકો, માર્ગમાં ચાલતા ઘેર પહોંચવા માટે તમે હજુ કેમ વિલંબ કરી રહ્યા છો ? જલદી ઘેર પહોંચી જાવ.” ૧. અખ-વિધાતા (પમેયનોઽશ્રવળા સ્વયમ્મૂદ - અમિ૦ ૨૩૧૨૧) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૬૦ Page #277 -------------------------------------------------------------------------- ________________ आपिञ्जरानीपतरो रजोभिर्दिशां विभागा विबभुः समंतात् । गन्धैश्च, धाराहतपल्लवानां, सुगन्धिनोऽरण्यभुवः प्रदेशाः ।। ३६ ।। કદંબવૃક્ષની રજકણોથી પીતવર્ણી (પીળી) બનેલી ચારે દિશાઓ શોભી રહી હતી અને અરણ્યનો ભૂમિપ્રદેશ મેઘની ધારાથી પડેલાં પાદડાંઓની સુગંધથી સુવાસિત બન્યો હતો. भवद्वधूवर्गवियोगदीर्घनिश्वासवातैः पथिका निषिद्धाः । यदाननान्तः पतदम्बुधारैः, सारङ्गमै रित्थमभूत्तदानीम् ।।३७ ।। એ સમયે મુખમાંથી નીકળતી જળધારાવાળાં ચાતકો ભવિષ્યમાં થનારા પત્નીઓના વિયોગથી નીકળતા દીર્ઘ નિસાસારૂપી વાયુ દ્વારા જાણે પથિકોને નિષેધ કરતાં ના હોય ! वियोगिनिःश्वासनितान्तधूमैर्दिशो दश श्यामलिता इवासन् । तडित्स्फुलिङ्गालिरिव स्फुरन्ती, व्यतर्क्यतेत्यन्तरिहापि कैश्चित् ।।३८ । વિયોગી સ્ત્રીપુરુષોના નિરંતર નીકળતા નિસાસારૂપી ધુમાડાથી દશે દિશાઓ શ્યામ બની ગઈ. વચ્ચે વચ્ચે વીજળીના ચમકારાથી કોઈ કવિ કલ્પના કરે છે કે તે વીજળીના ચમકારા નથી, પરંતુ વિયોગી વ્યક્તિઓના અંતરમાં ઊઠેલા વિરહાગ્નિના તણખા છે. पयोदकाले करवालकाले, सूर्येन्दुकारानिलये विचेरुः । रथाङ्गनाम्नां परितो विरावाः, सुदुःश्रवा वासरयौवनेऽपि ।। ३९ ।। વર્ષાઋતુમાં આકાશ ઘેરા નીલવર્ણવાળું બની ગયું. અર્થાત્ ઘનઘોર વાદળોથી છવાઈ ગયું. તે સૂર્યચન્દ્ર માટે કારાગૃહ સમાન બની ગયું. દિવસના મધ્યાહ્ન સમયે પણ આકાશમાં ઘોર અંધકાર છવાઈ જવાથી ચક્રવાકોના સામાન્યતઃ દિવસે સાંભળવામાં ન આવતા અવાજો મધ્યાહૂને-ભરબપોરે પણ ચારે બાજુ ફેલાઈ ગયા. (અર્થાત્ ઘોર અંધારાને લીધે ચાતકોએ દિવસને પણ રાત માની લીધી.) सन्मल्लिकामोदसुगन्धिवाटीलुभ्यद्द्विरेफारवबद्धचेताः । व्रजो वधूनामपि पुष्पबाणसेवी व्यतीयाय पयोदकालम् ।।४०।। વર્ષાકાળમાં મલ્લિકાનાં પુષ્પોની સુગંધથી સુવાસિત બનેલી વનવાટિકામાં સુગંધમાં આસક્ત બનેલા ભ્રમરોનો ગુંજારવ સમસ્ત વાટિકામાં ફેલાઈ રહ્યો હતો, ત્યારે કામવાસનાથી વાસિત બનેલી સ્ત્રીઓએ વર્ષાકાળ દુ:ખપૂર્વક પસાર કર્યો. सौधं सुधाधामकलाकलापश्वेतं सुधालेपमयं विवेश । कान्ताभिरेकान्तसुखं स सार्द्ध, वर्षासु हर्म्यस्थितिरेव धृत्यै ।।४१।। ચન્દ્ર સમાન ઉજ્જ્વળ, સુધામય અને એકાંત સુખમય એવા શ્વેત મહેલમાં પોતાની પત્નીઓ સાથે મહારાજા ભરતે પ્રવેશ કર્યો. વર્ષાઋતુમાં ઘરમાં રહેવું એ હિતાવહ છે. ૧. વિન્નરઃ-પીળુ અને લાલ (પીતરતુ વિઘ્નરઃ-મિ દ્।રૂર) ૨. સારામઃ-ચાતક (સારો નમોનુપઃ-અમિ૦ ૪ (રૂ૧૧) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૬૧ Page #278 -------------------------------------------------------------------------- ________________ घनात्ययोऽपि ज्वलदुष्णरश्मिा, प्रादुर्बभूवाच्छरेतमान्तरिक्षः | फुल्लभिरम्भोरुहिणीसमूहैर्विकासवद्भिर्विहसन्निवान्तः ।।२।। હવે શરદઋતુ આવી પહોંચી. શરદઋતુમાં સૂર્યનાં કિરણો વધુ તેજસ્વી હોય છે. આકાશ સ્વચ્છ બને છે અને વિકસ્વર કમળોના સમૂહથી જાણે શરદઋતુ મનમાં ને મનમાં હસી રહી ના હોય ! समीरणः पद्मपरागपूरसंपृक्तदेहो जललब्धजाड्यः । विशारदैः शारद एव लिल्ये, तीव्रातपक्लान्तिभरापनुत्त्यै ।।४३।। પા (કમળ)ની પરાગથી યુક્ત (સુવાસિત) અને જળબિંદુઓના સંપર્કથી શીતળતાના કારણે મંદ (એટલે સુગંધી-શીત-મંદ એવા શરદઋતુના પવનનું તીવ્ર તાપથી ક્લાન્ત બનેલા વિશારદ પુરુષોએ આસેવન કર્યું. गवाक्षजालान्तरलब्धमार्मः, करैः सितांशोमिलितानि पश्यन् । चक्रे प्रियास्यानि स ऊहमेनं, किं चन्दनाम्भःपृषतोक्षितानि ? ||४४|| ગવાક્ષ (બારીઓ)ની જાળીઓમાંથી અંદર આવેલાં ચન્દ્રનાં કિરણોની કાંતિ પોતાની રાણીઓના મુખ પર રહેલી જોઈને ભરતે વિચાર્યું કે શું આ સ્ત્રીઓના મુખ પર ચંદનનાં જળબિંદુઓનો છંટકાવ કર્યો છે ? स चित्रशालासु मनोरमासु, संक्रान्तरूपातिशयाञ्चितासु । शरत्सुधाधामरुचोज्जवलासु, रेमे मृगाक्षीभिरनुत्तरश्रीः ।।४५।। શરદપૂર્ણિમાથી ઉજ્વળ અને સ્થાને સ્થાને અદ્ભુત રૂપનાં પ્રતિબિંબો પડી રહ્યાં છે તેવા આરીસાઓથી યુક્ત સુંદર ચિત્રશાળામાં અત્યંત સૌંદર્યશાળી મહારાજા ભરત પોતાની સુંદર પત્નીઓની સાથે ક્રીડા કરી રહ્યા છે. शरद्यवापद् रसभिक्षुयष्टिविकासभाञ्ज्यब्जवनानि चासन् । मरालबालैर्दधिरे प्रमोदाः, किं शारदो नः समयो हि नेदृग् ? ||४६ ।। શરદઋતુમાં ઈસુ (શેરડી)માં રસ પેદા થાય છે. કમળવન વિકસિત બને છે. બાલરાજહંસો આનંદિત બને છે. આવા પ્રકારની શરદઋતુ અમારા માટે પણ કેમ સુખદાયી ના બને ? विधुर्हिमानीभिरधीकृतस्तदुज्झाम्बभूवे शरदा रुषेव । का नाम नारी सहते सपत्नीपराभवं भ्रष्टपरोधराऽपि ||७|| (હવે હેમંતઋતુ આવી રહી છે) એટલે થોડા હિમપાતથી ચંદ્ર ઝાંખો થઈ ગયો છે, અર્થાત્ ઢંકાઈ ગયો એટલે જતાં જતાં શરઋતુએ જાણે રોષથી ચન્દ્રને મુક્ત કરી દીધો ! (વયના વધવાથી સ્તન શિથિલ થઈ જાય છે) એટલે શિથિલ સ્તનોવાળી પ્રૌઢ સ્ત્રીઓ પણ પોતાની પત્ની (શોક્યનો)નો પરાભવ શું સહન કરી શકે ? ૧. નાત્યય-શરદ (ાર થના થયા - આ૦ રાકર) ૨. અનુ-, પ્રસન (રસ - થ૦ ૪.૧૩૭) . કિ મવઃ શાહઃ સનીરણઃ | શી ભરતબાહુબલિ મહાકાવ્ય ૨૬૨ Page #279 -------------------------------------------------------------------------- ________________ ततोप्यवश्यायनिषेकपाताज्जहेतरां जीवितमब्जिनीभिः । अमूदृशीनां सुकुमारमेव, प्रोत्तेज्य शस्त्रं हि विधिनिहन्ता ||४८|| હેમંતઋતુમાં હિમપાતથી (ઝાકળબિંદુઓથી) કમલિનીઓએ પોતાનાં જીવન સમાપ્ત કરી દીધાં, અર્થાત્ કમલિનીઓ કરમાઈ ગઈ. ખરેખર વિધાતા પણ કેટલો ક્રૂર છે કે આવી સુકુમાર કમલિનીઓને હિમ જેવા સુકુમાર શસ્ત્રથી જ મારે છે. जाड्यातिरेकाज्जधनप्रदेशात्, काञ्चीकलापं व्यमूचन् मृगाक्ष्यः । तत्कामिभिः साधुरमानि कालो, ध्रियेत भूषा हि सुखाय नित्यम् ।।४९।। શીતઋતુમાં અધિક ઠંડીના કારણે સ્ત્રીઓએ પોતાના કમર પર બાંધેલા કંદોરાને ખોલી દીધો. જ્યારે કામુક વ્યક્તિઓ એ સમયને સારો માને છે. ખરેખર લોકો આભૂષણોને હંમેશાં સુખ માટે જ પહેરે છે. मुहुर्वितन्वन्नधरं व्रणाड्कं, निर्मेखलाभं जघनञ्च कुर्वन् । हिमागमः कान्त इवागनाभिरमानि रोमाञ्चचयप्रपञ्ची ।।५०।। શીતકાળમાં અતિશય ઠંડીના કારણે દાંતોના કડકડ અવાજથી અધર (નીચલો હોઠ) વણાંકિત (ફાટવાથી) થવાથી અને કમર કંદોરા વિનાની થવાથી સ્ત્રીઓ માટે શીતકાળ પતિરૂપે રોમાંચિત કરનાર પુરવાર થયો. प्रियस्य सीत्कारखान् मृगाक्ष्यः, संभोगलीलां स्मरयाम्बभूवुः । हेमन्त एष स्मरभूपतेस्त्, सामन्त एव प्रतिपादनीयः ।।१।। - શીતકાળમાં પોતાના પતિના મુખમાંથી નીકળતા સિત્કારાના શબ્દો સાંભળીને કાંતાઓને રતિક્રીડાનું સ્મરણ થઈ જતું. કહેવામાં આવ્યું છે : હેમંતઋતુ કામદેવનો સામંત રાજા છે. वधूस्तनोत्सड्गकृताधिरोहो, मेदस्विनीहमनशर्वरी:१ सः । गर्भालयान्तः क्षणवन्निनाय, सुखाय हि स्याद् धनिनां हिमतुः ।।५२।। શધ્યાગૃહમાં મેદસ્વિની અને પુષ્ટ સ્તનોવાળી પોતાની પત્નીઓના સહારે મહારાજા ભરતની શીતકાળની અત્યંત ઠંડી અને લાંબી રાત્રિ એક ક્ષણની જેમ પસાર થઈ ગઈ. ખરેખર ધનિકો માટે હેમંતઋતુ સુખદાયી બને છે. वहन्नवश्यायरेकणान् कृशानुध्वजाधिकश्यामतनुश्चचार | मुहुर्महुर्वादितदन्तवीणः शैत्यप्रवीणः शिशिराशुगोऽथ ।।५३।। શિશિરઋતુમાં શીતકણોથી યુક્ત અને ધૂમથી પણ અધિક શ્યામ ઠંડો પવન વહેવા લાગ્યો.એવા અતિ ઠંડા પવનથી લોકોના દાંતની વીણા વારંવાર વાગી રહી હતી, અર્થાત્ ઠંડીના કારણે દાંત કડકડ અવાજ કરતા હતા. . ૧. વનપાર્વરી-શીતઋતુની રાત્રિ ૨. વાયા-તુષાર (વાયા તુનિં-૦ ૪/૧૩૮) 3. પાનુ -ધૂમાડો (ગામ૦ ૪/૧૬૪) ભાગાબાજ પક શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ ૦ ૨૩૩ Page #280 -------------------------------------------------------------------------- ________________ अङ्गारधान्यां परितप्यमानैर्हस्तैर्ददानास्त्वधरोष्ठबिम्बे । व्रणाभिरामे मदनं' मृगाक्ष्यो, यूनो जराभीरु२ मदोदिपच्च ।।५४।। સળગતી સગડીઓમાં તપાવેલા હાથથી અને ફાટેલા અધરે અને સુંદર હોઠ પર રંગ લગાડવાથી અત્યંત સુંદરતાને ધારણ કરેલી યુવતીઓ યુવાનોના મનમાં કામવાસનાને ઉત્તેજિત કરતી હતી. तल्पेषु तूलच्छदवेष्टितेषु, केचिद्धसन्तीपरिभासुरेषु । विलासगेहेष्वधिशय्य निन्युर्जाड्यञ्च विस्मेरकृशोपगूढाः ।।५५।। સળગતી સગડીથી ગરમ બનેલાં વિલાસગૃહોમાં, રૂથી આચ્છાદિત થયેલી શય્યાઓ પર અને પોતાની પત્નીઓ સાથેના આલિંગનમાં બદ્ધ બનીને કેટલાક યુવાનોએ ઠંડીને (શિશિરઋતુને) પસાર કરી. बभूव तस्मिन् समये कुचोष्णरुचां यदुष्मैव तुषारहृत्यै । सदोन्नता एव विपत्तिहत्यै, भवन्ति सेव्या हि त एव जाड्ये ||५६ ।। શીતકાળમાં પુરુષો માટે સ્ત્રીઓનાં ઉન્નત સ્તનોનાં ઉષ્ણ-કિરણોની ઉષ્મા જ શીતનિવારણ માટે પર્યાપ્ત છે, કેમ કે જેમાં હંમેશાં ઉન્નતિનો વાસ હોય છે તે જ વિપત્તિને હરનારી બને છે, એટલા માટે વિપત્તિના સમયે ઉન્નતિનો આશ્રય લેવો જોઈએ. स वामनेत्राकुचधर्मनीतोत्कष्ठोयमाकष्ठनिपीतकामः । वासालयान्तर्विशदांशुवासास्तुषारगर्वं रामयाम्बभूव ।।५७।। સુંદરીઓનાં સ્તનોની ઉષ્માથી ઉત્કંઠિત બની, કામદેવનું આકંઠ પાન કરીને ઉજ્જવલ વસ્ત્રધારી મહારાજા ભરતે પોતાના શયનગૃહમાં આવીને હિમ (ઠંડી)ના ગર્વને શાંત કરી દીધો. इत्थं स सर्वर्तविलासलास्यविलोललीलः कलयाञ्चकार | सुरान् विमानैर्ऋजनोन्तरिक्षे, चित्रातिरेकाञ्चितथाऽथ दृष्ट्या ||५८ ।। એ પ્રકારે છએ ઋતુને અનુકૂળ ભોગવિલાસને માણી રહેલા મહારાજા ભરતની ભૌતિક સુખની પરાકાષ્ઠાને જોઈને વિમાનમાં આકાશમાર્ગે વિચરી રહેલા દેવો આશ્ચર્યમુગ્ધ બની ગયા. सुरा! भवन्तः क्वचिदप्ययन्तः कथं त्वरन्तां जगतीभुजेति । पृष्टास्तमाचख्युरुदात्तवाचो, निदानमभ्यागमनस्य तेऽदः ।।५९।। મહારાજા ભરતે દેવોને પૂછ્યું : “આપ આટલા જલદી જલદી ક્યાં જઈ રહ્યા છો ?” ત્યારે દેવોએ ઉદાત્ત વાણીમાં પોતાના વિશેષ આગમનનું પ્રયોજન બતાવ્યું. राजन्! भवबन्धुरपास्य राज्यं, धृतव्रतो बाहुबलिर्बलाढ्यः । संवत्सरं मानगजाधिरूढः, शीतातपादीन्यपि सोढुमैष्ट ||६०|| “રાજન ! આપના પરાક્રમી ભાઈ બાહુબલિ રાજ્યનો ત્યાગ કરી વ્રત ધારણ કરીને રહ્યા છે. ૧. મનમુ–મોમ ૨. :-કામદેવ (નરનો નજામીનં :- ૨/૧૪૧) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૯૪ Page #281 -------------------------------------------------------------------------- ________________ અભિમાનરૂપી હાથી પર આરૂઢ થયેલા તેઓ એક વર્ષથી શીત આતપ આદિ કષ્ટો સહન કરી રહ્યા છે. तं केवलज्ञानरमावरीतुकामाऽपि नागच्छति साभिमानम् । सर्वाहि नार्यो विजनं प्रियं स्वं, नितान्तमायान्ति किमत्र चित्रम् ? ||६१।। “તેઓ કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા હોવા છતાં હજુ સુધી તેમની પાસે કેવળજ્ઞાનરૂપી લક્ષ્મી આવતી નથી, કેમ કે તેઓ આટલી તપશ્ચર્યા કરવા છતાં અભિમાનને છોડી શક્યાં નથી. એટલે કેવલ્યની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે ? ખરેખર સ્ત્રીઓ એકાંતમાં પોતાના પ્રિય પતિને મળે છે, એમાં કંઈ આશ્ચર્ય કરવા જેવું છે? તેમ એકાંતે વીતરાગી બને તો જ કેવળલક્ષ્મીને વરે तं भाववेदी भगवान् विवेद, मानातुरं मानितसर्वसत्त्वः ।। તપ: વિમર્થ ગુરુતેડયમ, મરોડી ચે૬િ હૃવીતિ તાત: દ્િરા! “સર્વ પ્રકારના પ્રાણીઓથી પૂજનીય ભગવાન શ્રી ઋષભદેવે પોતાના જ્ઞાનમાં જોયું કે પુત્ર બાહુબલિ માન કષાયથી વ્યાકુળ છે. એના હૃદયમાં હજુ સુધી ગર્વ ભરેલો છે, છતાં આટલી લાંબી તપશ્ચર્યા શા માટે કરી રહ્યો છે. मत्वा मुनिं तं भगवान् मदाब्धी, मग्नं सुते स्वे प्रजिधाय साध्व्यौ । समागते ते बहलीवनं तन्मूर्ते इवाहस्थितिनिर्वृती द्राक् ।।६३।। “અભિમાનરૂપી સમુદ્રમાં ડૂબેલા મુનિ બાહુબલિને જાણીને ભગવાન ઋષભદેવે મૂર્તિમંત વીતરાગતા અને નિવૃત્તિ સ્વરૂપ પોતાની બન્ને સાધ્વી પુત્રીઓ બ્રાહ્મી-સુંદરીને પ્રતિબોધ કરવા માટે મોકલી તે બન્ને શીધ્ર બહલી વનમાં આવી. અને વસ્યાવિતિ પઢિવાવા, અનાદિરોડરસ્તવ યાત્ સ્વમાવઃ | अत्याजि गार्हस्थ्यमदस्त्वया तद् व्यहायि बन्धो ! न गजाधिरोहः ।।६४ ।। તે બન્નેએ ત્યાં આવીને ગૂઢ વચનથી કહ્યું : “હે મુનિ ! હાથી પર આરૂઢ થવાનો આપનો સ્વભાવ એ જ છે. આપે ગૃહસ્થપણાનો સહેલાઈથી ત્યાગ કરી દીધો, પરંતુ તે બંધો ! હજી સુધી હાથી પર ચઢવાના સ્વભાવને છોડી શક્યા નથી!” एते तनूजे वृषभध्वजस्य, सत्यंवदे किं वदतो ममेति । . तद्वाचमाचम्य मुनिः स तक, चकार चैनं प्रणिधानमध्ये ||६५ ।। “એમની વાણી સાંભળીને મુનિ બાહુબલિ વિચારમાં પડી ગયા કે “અરે ! સત્યવાદી એવી આ ઋષભદેવની બન્ને પુત્રીઓ મને આ પ્રમાણે શું સત્ય કહી રહી છે ?” सत्यं किलैतद वचनं भगिन्योरारूढवानस्मि मदद्धिपेन्द्रम् । शुभी ममास्त्यत्र ततोऽवतारः, स्थानेऽमिलज्ज्ञानवधून माञ्च ।।६६ ।। “હા...હા...આ મારી બહેન સાધ્વીજીઓ જે કહી રહી છે તે સત્ય જ છે. હું અહંકારરૂપી હાથી પર આરૂઢ જ છું. મેં બધું છોડ્યું પરંતુ માન છોડ્યું નથી. બસ, મારા માટે માનરૂપી હાથીથી નીચે ૧. પતિ-અતિશય (સત્યર્થે નાતમુહમ્મ ૦ ૬/૧૪૧) શ્રી ભરતબાહુબલિ મહાક્રવ્યમ્ ૦ ૨૬૫ Page #282 -------------------------------------------------------------------------- ________________ ઊતરવું એ જ શ્રેયસ્કર છે. એ જ ઉચિત છે. હજી સુધી મને કૈવલ્યરૂપી વધૂની પ્રાપ્તિ નથી થઈ તેનું કારણ મારું અભિમાન જ છે.” इति स्वयं स प्रणिधाय साधुनमश्चिकीर्षुर्लधुबन्धुवर्गम् । चचाल यावत् पदमात्रमेकं, तं केवलश्रीरुदुवाह तावत् ||६७ ।। “એ પ્રકારે સ્વયં ચિંતન કરીને મુનિ બાહુબલિએ પોતાના નાના ભાઈઓને વંદન કરવા માટે જ્યાં એક પગ આગળ મૂક્યો ત્યાં જ તેમને કેવલજ્ઞાનરૂપી વધૂનું વરણ થયું, અર્થાત્ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. પોતે કેવળી બની ગયા. तत्केवलज्ञानमहं विधातुं, राजन्! व्रजामो वयमद्य तूर्णम् । સચવર્વાદનિરુતાં તવા જ્ઞાનમાવો ન દિયેત T૬૮માં “હે રાજન! અમે કેવળજ્ઞાની ભગવંતનો મહોત્સવ કરવા માટે જલદી જલદી જઈએ છીએ. અમે દેવો જો જ્ઞાનની પ્રભાવના ના કરીએ તો અમારા સમ્યકત્વની હાનિ થાય.” सा भारती भारतवासवस्य, सौरी' श्रुतेर्गोचरतां गताऽपि । पुपोष वैराग्यरसं विशेषात्, सतां प्रवृत्तिर्हि सदाभिनन्या ।।६९ ।। દેવોની વાણી સાંભળીને મહારાજા ભરતનો વૈરાગ્યરસ વિશેષ રૂપે પુષ્ટ થયો. ખરેખર સજ્જન પુરુષોની પ્રવૃત્તિ હંમેશાં અભિનંદનીય હોય છે. धन्याः सदा मे खलु बान्धवास्ते, धन्यः स मे बाहुबलिश्च बन्धुः । करोमि किं नाग इवोरुपड्के, मग्नो न मे जन्म विमुक्तयेऽस्ति ।।७।। ભરત મહારાજા ચિંતન કરી રહ્યા છે. “મારા બધા જ ભાઈઓ ધન્યવાદને પાત્ર છે. અને મારા ભાઈ બાહુબલિ પણ ધન્યવાદને પાત્ર છે. એક હું જ ખરેખર ઘણા કાદવથી ભરેલા ખાડામાં હાથીની જેમ ફસાઈ ગયો છું. મારો આ જન્મ મુક્તિ માટે લાયક રહ્યો નથી.” राजेन्द्रलीला अपि तेन सर्व, अपि तेन सर्वा, विमेनिरे चेतसि रेणुकल्पाः । पाठीनरमात्मानमजीगणच्च, स शुद्धचेता विषयार्णवान्तः ।७१।। . આ પ્રમાણે વિશુદ્ધ ચિત્તવાળા મહારાજા ભરતે જગતના સામ્રાજ્યને ધૂળ સમાન અને વિષરૂપી સમુદ્રમાં પોતાના આત્માને મત્સ્યરૂપે સ્વીકાર્યો. ता राजदारा नरकस्य कारास्ते सर्वसाराः कलुषस्य धाराः । शनैः शनैश्चक्रभृताऽथ तेन, प्रपेदिरे बान्धववृत्तवृत्या ।।७२।। પોતાના ભાઈઓની સવૃત્તિ-સદાચાર વડે મહારાજા ભારતનું મન ધીરે ધીરે વીતરાગતા તરફ વળી ગયું. પોતે જાણી લીધું કે આ રાજરાણીઓ નરકના કારાગૃહ સમાન છે. આ સારોયે રાજ-વૈભવ પાપના પ્રવાહ સમાન છે. अन्येधु रात्मानुचरोपनीतभूषाविधिभूषितभारतश्रीः । आदर्शगेहे निषसाद भूपः, पराजितस्वर्गधरेन्द्ररुपः ।।७३ ।। ૧. સીરી-જુરામિ (ભારતી) સૌરી | ૨. પાડીનઃ-મસ્ત વિશેષ (વાડીને ચિત્રન્નિ-ભિ૦ ૪/૪૧૧) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૭૭ Page #283 -------------------------------------------------------------------------- ________________ કોઈ એક વખતે ભરત ચક્રવર્તી સેવકો દ્વારા લાવેલાં આભૂષણોથી પોતે પોતાના શરીરનો શણગા૨ કરી, આરીસા ભુવનમાં બેઠા હતા ત્યારે ઇન્દ્રના રૂપને પણ શરમાવે તેવા પ્રકારના પોતાના રૂપને આરીસામાં જોયું. वांराङ्गनावीचितचामरश्रीर्गीर्वाहस्ताब्जधृतातपत्र' । स आत्मदर्शेषु निजं स्वरूपं विलोकयामास युगादिसूनुः ।।७४ ।। સર્વ પ્રકારના અલંકારોથી વિભૂષિત મહારાજા ભરત આરીસા ભુવનના આરીસામાં પોતાના રૂપને જોઈ રહ્યા હતા ત્યારે વારાંગનાઓ ચામર વીંઝી રહી હતી અને દેવો છત્ર ધારણ કરી રહ્યા હતા. तत्पाणिपद्मान्निपात चैकं, रत्नाड्गुलीयं स ततः क्षितीशः । व्यचिन्तयत् पुद्गलमेतदेव, विभूषणैर्भ्राजति चेतसीति ।। ७५ ।। ત્યારે ભરત મહારાજાના હાથમાંથી રત્નજડિત વીંટી નીચે પડી ગઈ. વીંટી વિનાની આંગળી રૂપહીન નિસ્તેજ લાગી, તે જોઈને ભરત ચક્રવર્તી ચિંતનમાં ડૂબી ગયા... અરે.......આ શરીર તો જડ પુદ્ગલ છે. તેની શોભા તો આભૂષણોથી જ છે. उपाधितो भ्राजति देह एष, न च स्वभावात् कथमत्र रागः । તત્કાઘપેયૈ: સુલ્લિત: પ્રવામ, ન સ્વીમવેબ્જીવ ! વિચાદ્વૈતત્ ।।૬।। આ શરીર તો બાહ્ય-ઉપકરણોથી જ શોભે છે, પરંતુ પોતાનો એ સ્વભાવ નથી. તો પરપુદ્ગલોથી શોભી રહેલા એવા આ શરીર પર રાગ શા માટે કરવો જોઈએ ? એને ગમે તેટલા સ્વાદિષ્ટ ખાઘ પદાર્થો ખવડાવો, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પેય પદાર્થો પીવડાવીને પુષ્ટ બનાવો છતાં પણ એ શરીર પોતાનું બનવાનું નથી. તો હે જીવ ! એના માટે કંઈક વિચાર ! एकान्तविध्वंसितया प्रतीतः, पिण्डोयमस्मादिति कात्र सिद्धिः | • विधीयते चेत् सुकृतं न किञ्चिद्, देहश्च वंशश्च कुलं मृषैतत् । ।७७ ।। આ શરીર એકાન્તે ક્ષીણ થવાના સ્વભાવવાળું છે. એનો એકને એક દિવસે વિનાશ નક્કી જ છે. આવા ક્ષણવિનાશી શરીર દ્વારા શું સિદ્ધિ પ્રાપ્ત થવાની ? આ શરીર દ્વારા મેં કંઈ પણ સુકૃત નથી કર્યું. તો આ શરીર, આ વંશ કે આ કુળ એ બધું જ મિથ્યા છે. નિરર્થક છે. એ બધું નિષ્ફળ જવાનું છે. स भावनाभावितचित्तवृत्तिर्ध्यायन्निति ध्यानहृताभ्यसूयः । त्रिकालवेदी समभूत्तदानीं, किमार्षभीणां चरितेषु चित्रम् ? ।।७८ ।। આ પ્રકારની ભાવનાઓથી ભાવિત ચિત્તવાળા મહારાજા ભરત ધર્મધ્યાનમાં લીન બની શુક્લધ્યાની બની ઘાતીકર્મનો ક્ષય કરી તત્કાળ સર્વજ્ઞ અને સર્વદર્શી બની ગયા. અર્થાત્ ત્રણે લોકના સર્વે ભાવો-સર્વે પર્યાયોના જ્ઞાતા બન્યા. ખરેખર ભગવાન ઋષભદેવના પુત્રોનાં ચરિત્રોમાં આનું આશ્ચર્ય જ કયાં છે ? जयशब्दविराविभिरेत्य सुरैस्त्रिदिवादथ भारतराज ! इति । बभणेऽधिकपुण्यपरोऽत्रभवान्, गृहिवेषधरोऽपि च केवलभृत् ।।७९।। એ સમયે તરત જ સ્વર્ગલોકમાંથી દેવોએ આવીને ભરત મહારાજાનો જયજયકાર કરતાં કહ્યું : “ભરત મહારાજા ! આપ અધિક પુણ્યશાળી છો. ખરેખર આપ તો ગૃહસ્થવેશમાં જ કૈવલ્યજ્ઞાની બની ગયા!” ૧. જ્ઞાતપત્ત†-છત્ર ૨. આત્મવર્શ:-દર્પણ (મુળજાભવńડવર્ગાસ્તુ વર્ષળે-અમિ૦ રૂ/૩૪૮) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૭૭ Page #284 -------------------------------------------------------------------------- ________________ अतिरिच्च स एव पितृस्त्वमिहोदयवान् किल केवलवान्नृपते! । कृतवान्न च कष्टमपि प्रवरं, चरणे न परीषहमप्यसहः ||८०|| રાજન ! આપ કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને પિતાજીથી પણ અધિક ઉદયવંત બન્યા. આપને તો ચારિત્રનાં કોઈ કષ્ટ સહન કરવા પડ્યા નહીં ને કોઈ પરિષહો પણ સહેવા પડ્યા નહીં. जगतीत्रितये विदितं चरितं, सततं भवतात्तव भारतराट्! | रतरागपराङ्मुखता हृदि यद्, गृहिवासपदेप्यभवद् भवतः ।।८१।। હે ભારતસમ્રાટ!ત્રણે લોકમાં આપનું ચરિત્ર નિરંતર સુપ્રસિદ્ધ બન્યું છે. આપનું હૃદય ગૃહસ્થપણામાં પણ ભોગો ભોગવતાં છતાં પણ કેટલું વિરક્ત હતું ! વિષયો પ્રતિ કેવું પરોક્ષુખ હતું ! ખરેખર આપનું એ અનાસક્ત જીવન ત્રણે લોકમાં એક આદર્શરૂપ બની ગયું. निष्क्रान्तो भरतेश्वरोऽसुरसुरैरित्थं तदा संस्तुतो, भूपालायुतसंयुतो भवतु नः सर्वार्थसंपत्तये । सूनुः सूर्ययशा बभार वसुधाभारतदीयस्ततो, लक्ष्मीरचामरहासिनीरनुभवञ्चश्वेतातपत्राङ्किताः ।।८२।। દેવો અને અસુરોથી સ્તુતિ કરાયેલા મહારાજા ભરતે મહાભિનિષ્ક્રમણ કર્યું, અર્થાત્ ચક્રવર્તીપણાનો : ત્યાગ કરી સાધુવેશ ધારણ કરી પ્રવ્રજિત બન્યા. તેમની સાથે દશ હજાર રાજાઓ પણ પોતાના આત્મકલ્યાણ માટે પ્રવ્રજિત બન્યા. એમનું આ મહાભિનિષ્ક્રમણ અમારાં સર્વ પ્રયોજનોની સિદ્ધિ અર્થે હો. ભરતના જ્યેષ્ઠ પુત્ર સૂર્યયશાએ પિતાના રાજ્યની ધુરા સંભાળી લીધી. દેવોના પણ ઐશ્વર્યને શરમાવે તેવા પ્રકારનાં છત્ર-ચામર વૈભવ-સંપત્તિથી ભર્યાભર્યા ઐશ્વર્યથી યુક્ત સૂર્યયશા રાજ્યનું પાલન કરી રહ્યા છે. पुण्योदयाद् भवति सिद्धिरिहाप्यशेषा, पुण्योदयात् सकलबन्धुसमागमश्च । पुण्योदयात् सुकुलजन्मविभूतिलाभः, पुण्योदवाल्लसति कीर्तिरनुत्तराभा ||८३।। ખરેખર આ સંસારમાં સર્વ પ્રકારની સિદ્ધિઓ પુણ્યોદયથી જ પ્રાપ્ત થાય છે અને પુણ્યોદયથી જ બંધુ બાંધવ આદિ સાનુકૂલ સમાગમ પ્રાપ્ત થાય છે. પુણ્યોદયથી જ સુકુળમાં જન્મ, સંપત્તિ, આરોગ્ય અને સર્વ પ્રકારનો લાભ તેમજ દિગંતવ્યાપિ કીર્તિ પ્રાપ્ત થાય છે માટે સજ્જોએ પુણ્યનો સંચય કરવો જોઈએ. इति भरत बाहुबलि केवलोत्पत्तिवर्णनो नाम अष्टादशः सर्गः ઇતિ શ્રી પુણ્યકુશલગણિવિરચિત ભરત-બાહુબલિ મહાકાવ્ય સમાપ્ત. શુભ ભવતુ વિ.સં. ૨૦૫૫, શ્રાવણ સુદ - ૪ રવિવાર, તા. ૧૫-૮-૯૯ રંગવર્મા સોસાયટી, જેનનગર, અમદાવાદ ગુર્જરાનુવાદિકા સંઘસ્થવિર પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી (પૂ.બાપજી મ.)નાં સમુદાયવર્તી સ્વ. વયોવૃદ્ધ સાધ્વીજી સુનંદાશ્રીજી મ.નાં વિદુષી શિષ્યા સુલોચનાશ્રીજી સુજ્ઞ પુરુષોને નમ્ર વિનંતી કે અનુવાદમાં જે કાંઈ ક્ષતિ રહી હોય તો મિચ્છામિ દુક્કડમ્. જા રાબર પાક શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૬૮ Page #285 --------------------------------------------------------------------------  Page #286 -------------------------------------------------------------------------- ________________ श्री विश्वकल्याण प्रकाशन ट्रस्ट द्वारा प्रकाशित उपलब्ध हिन्दी साहित्य • धम्मं सरणं पवज्जामि (प्रवचन) (भाग १-२-३-४) • जैन रामायण (कथा) (भाग १-२-३). प्रीत किये दुःख होय (कथा) मारग साचा कौन बतावे (आनंदघन चोवीशी विवेचन). संसार सागर है . यही है जिन्दगी मायावी रानी • राजकुमार श्रेणिक • कथादीप जिनदर्शन (दर्शन विधि) • छोटी सी बात • राग-विराग • मोती की खेती. प्रशमरति (तत्त्वज्ञान विवेचन)(भाग-१-२). समरादित्य महाकथा भाग १ से ९ - शोध प्रतिशोध . द्वेष अद्वेष . विश्वासघात • वैर-विकार • संबंध संघर्ष • स्नेह संदेह • भाव अभाव • ताप संताप अंत अनंत • चिंतन की चांदनी • सबसे ऊंची प्रेम सगाई न म्रियते (मृत्यु पर विवेचन). श्रावक जीवन (भाग १-२-३-४) शांत-सुधारस (प्रवचन)(भाग-१-२-३). ज्ञानसार (संपूर्ण)(तत्त्वज्ञान विवेचन). पर्व-प्रवचनमाला (प्रवचन) जिन्दगी इम्तिहान लैती है विज्ञान सेट (बच्चों के लिए सचित्र रंगीन ३ पुस्तकें) • फूलपत्ती • मांगलिक (नित्य स्वाध्याय) • सुवास सेट (३ पुस्तकें) • शांत-सुधारस (अर्थ) प्रार्थना (परमात्म भक्ति) • सुप्रभातम् (सुबह का आरंभ) • शुभरात्रि (रात के समय चिंतन) व्रतकथा समाधान (कर्म तत्त्वज्ञान की पहचान). पीयो अनुभव रस प्याला (अध्यात्म विवेचना) • स्वाध्याय कलिकाल सर्वज्ञ (कहानी) • नैन बहे दिन रैन • हिसाब-किताब श्रद्धा संगीत भक्ति की शक्ति. उवसग्गहरं स्तोत्र • मयणा • अंतिम चिंतन Page #287 -------------------------------------------------------------------------- ________________ - શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન દૂરસ્ટ દ્વારા પ્રકાશિત) ઉપલબ્ધ ગુજરાતી પુસ્તકો ધર્મ સરણે પવન્જામિ : ભાગ : ૧-૨-૩-૪ (પ્રવચનો) ૯ શ્રાવક જીવન : ભાગ : ૧-૨-૩-૪ (પ્રવચનો) ૦ શાંતસુધારસ (પ્રવચનો) ભાગ : ૧-૨-૩ ૦ પર્વપ્રવચનમાળા (પ્રવચનો) ૦ સમરાદિત્ય મહાકથા ભાગ : ૧-૨-૩ (વાર્તા) – જૈન રામાયણ : ભાગ : ૧-૨-૩ (વાર્તા) પાંપણે બાંધ્યું પાણિયારું (વાર્તા) – પ્રીત કિયે દુ:ખ હોય (વાર્તા) સુલસા (સંવેદનાપૂર્ણ વાર્તા) મયણા (સંવેદનાપૂર્ણ વાર્તા) એક રાત અનેક વાત (વાર્તા) નીલ ગગનનાં પંખેરુ (વાર્તાઓ) મને તારી યાદ સતાવે (વાર્તા) દોસ્તી (વાર્તાઓ)૦રીસાયેલો રાજકુમાર (વાર્તા) સર્વજ્ઞ જેવા સૂરિદેવ (વાર્તા) સંવાદ (નિબંધ) અંજના (વાર્તા) વાર્તાદીપ (વાર્તાઓ) ફૂલપાંદડી (વાર્તાઓ) ૦ વ્રત ધરે ભવ તરે (વાર્તાઓ) ૦ શ્રદ્ધાની સરગમ (વાર્તાઓ)૦ જ્ઞાનસાર (સંપૂર્ણ) (તત્ત્વજ્ઞાન વિવેચન) પ્રશમરતિ (સંપૂર્ણ) (તત્ત્વજ્ઞાન વિવેચન) હરિભદ્રી યોગદર્શન (યોગ અંગે વિવેચન) લય-વિલયપ્રલય (ચિંતનપૂર્ણ પત્રો) ૦મારગ સાચા કૌન બતાવે (આનંદઘન ચોવીશી વિવેચના) સમાધાન (કર્મતત્ત્વજ્ઞાનની સમજણ) સ્વાધ્યાય (ચિંતન) શાંત સુધારસ (અનુવાદ) હું તો પલપલમાં મુંઝાઉં (મૌલિક ચિંતન) તારા દુ:ખને ખંખેરી નાખ (પત્રો દ્વારા મુંઝવણનો ઉકેલ) - વિચારપંખી (વિચારોનું વિશ્વ) ન પ્રિયતે (મૃત્યુ પર વિવેચન) ૦ ભવના ફેરા (કષાયો ઉપર ચિંતન) – જૈનધર્મ (પરિચય ગાઈડ) ૦ જિનદર્શન (દર્શન વિધિ) ૦ માંગલિક (નિત્ય સ્વાધ્યાય) ૯ વિજ્ઞાન-સેટ (બાળકો માટે સચિત્ર, રંગીન ૩ પુસ્તકો) ગીતગંગા (ગમતા ગીતોનું સંકલન) ૦ પીઓ અનુભવ રસ પ્યાલા (અધ્યાત્મ વિવેચના) ૦ મનને બચાવો (મનને સમજાવવાની રીત) ૦ તીર્થયાત્રા (માર્ગદર્શન) સુપ્રભાતમ્ (સવારનો પ્રારંભ) શુભરાત્રિ (રાતની વેળાનું ચિંતન) પ્રાર્થના (પરમાત્મા ભક્તિ) - ત્રિલોકદર્શન (જૈનભૂગોળની ડાયરી) ૯ વાર્તાની વાટે (વાર્તાઓ) – વાર્તાના ઘાટે (વાર્તાઓ) ૦ હિસાબ-કિતાબ (વાર્તાઓ) નિરાંતની વેળા (વાર્તાઓ) ૦ઉવસગ્ગહરં સ્તોત્ર Page #288 -------------------------------------------------------------------------- ________________ de 10