________________
“હે સ્વામિન, જેમ નદી પર્વતની પાસે પહોંચે છે ત્યારે સ્ખલિત થાય છે તેમ મારી જીભ સ્નેહરૂપી પર્વતથી ટકરાય છે. છતાં પ્રાણના ભોગે પણ યશને અખંડિત રાખવો જોઈએ, કારણ કે જગતમાં યશસ્વી પુરુષો જ પ્રશંસાને પાત્ર બને છે.”
त्वं दाक्षिण्यपरो' यादृक् तादृग् नान्यो भुवस्तले । नात्र दाक्षिण्यमाधेयमस्थाने ह्यमृतं विषम् ।। ३५ ।।
“હે પ્રિયતમ ! જગતમાં આપના જેવા દાક્ષિણ્યના ગુણવાળા બીજા કોઈ પુરુષ શોધતાંયે મળે તેમ નથી, પરંતુ રણભૂમિમાં એવું દાક્ષિણ્ય કામ આવે નહીં તેને તિલાંજલિ આપશો, કેમ કે અસ્થાને પડેલું અમૃત પણ વિષરૂપ બને છે.”
वीरसूर्जननी तेऽस्तु पिता वीरः पुनस्तव ।
ત્વદેવ સાંપ્રત વીશ !, વીજપત્ની મવિત્ર્યમ્ IIરૂદ્ ।।
“હે વીર ! આપની માતા વીરપુત્રની માતા છે. આપના પિતા વીરપુત્રના પિતા છે, તેવી રીતે હું પણ વી૨ પતિની પત્ની બનીશ.”
सत्वरं त्वं मम स्नेहादागतो ग्रामतः प्रिय ! |
संग्रामे न त्वरा कार्या, स्वामिचित्तानुगो भवेः ।। ३७ ।।
“હે પ્રિય ! મારા પ્રત્યેના સ્નેહને આધીન બનીને બીજા ગામે ગયેલા આપ જલદીથી આવતા હતા, પરંતુ રણસંગ્રામમાં આપના સ્વામીના કાર્યને અનુરૂપ જ બનશો. ઘેર આવવાની ઉતાવળ કરશો નહીં.”
मम वक्षसि निःशङ्कं पातिताः करजा २ यथा ।
त्वया मत्तेभकुम्भेषु, प्रापणीयास्तथा शराः ।। ३८ ।
.
“હે દેવ, આપ નિઃશંક બનીને મારા વક્ષસ્થલ પર જેમ નખોથી પ્રહાર કરતા હતા, તેમ રણસંગ્રામમાં મદોન્મત્ત હાથીઓનાં કુંભસ્થલ પર બાણોના પ્રહાર કરજો.”
रणव्योम्नि परे वीरास्तव तेजोनिधेः पुरः ।
तारका इव नश्यन्तु त्वप्रतापोस्तु वृद्धिमान् ।। ३९ । ।
“આપ પરાક્રમરૂપી તેજના ભંડાર સૂર્ય સમાન છો, આપની આગળ શત્રુઓના સુભટો તારાની જેમ નિસ્તેજ બનીને ભાગી જશે અને આપનો પ્રતાપ વૃદ્ધિગત થશે.”
भटशौर्यबृहद्भानु दीपनाय धृतं वचः ।
सर्वासामिति नारीणां निर्ययौ मुखभाण्डतः । ॥४०॥
આ રીતે સુભટોના શૌર્યરૂપી અગ્નિને પ્રદીપ્ત કરવા માટે ધૃત સમાન બહલી દેશની નારીઓના મુખરૂપી પાત્રથી આવા પ્રકારનાં શૌર્યશાળી વચનો નીકળે છે.
૧. વાભિવ્યપત્તા લાવાન
૨. ના-નખ (જો નવરો ના મિ૦ રૂાર) રૂ. પૃષ્ઠમાનુઃ-અગ્નિ (વૃિ
માનુહિપ્પયેતો - અભિ૦ ૪/૧૬૩)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ ૭ ૧૫૫