________________
सुधामय इवानन्दमयस्त्विव तदाऽभवत् ।
सक्षणः' सक्षणो' युद्धाकांक्षिभिर्बलिभिर्मतः ।।४१।।
હે ચક્રવર્તિનૢ, એ સમયની ક્ષણ યુદ્ધાભિલાષી વીરપુરુષો માટે અમૃતમયી, આનંદમયી અને મહોત્સવરૂપ બની ગઈ હતી.
दोर्दण्डचण्डिमौद्धत्याद्, ये तृणन्ति जग्त्त्रयम् ।
तेऽपि वीरा यशःक्षीरार्णवास्तं प्रययुस्तदा ।। ४२ ।।
જે વીર સુભટો પોતાના પ્રચંડ ભુજાબળથી ઉદ્ધત બની ત્રણે જગતને તૃણની જેમ માને છે તેવા પ્રકારના યશરૂપી સમુદ્રમાં ડૂબેલા વીર સુભટો બાહુબલિ પાસે પહોંચી ગયા છે.
मन्दरा इव प्रत्यर्थिवाहिनीश्वरमन्थने ।
भूभृतश्चण्डदोर्दण्डशाखिनः केऽपि
વધુઃ ||૪રૂ||
શત્રુઓ રૂપી સમુદ્રને મંથન કરવામાં મેરુ સમાન અને પ્રચંડ ભુજાબળરૂપી શાખાવાળા કેટલાક રાજાઓ પણ બાહુબલિ પાસે પહોંચી ગયા છે.
ये भवन्तमवज्ञाय नृपं बाहुबलिं श्रिताः ।
dsपि विद्याधराधीशा, अभूवन् प्रगुणा ३ युध४ ।।४४।।
હે રાજન ! વિદ્યાધરોના સ્વામી રાજાઓ કે જે આપની અવજ્ઞા કરીને બાહુબલિના શરણે ગયા છે તે રાજાઓ પણ યુદ્ધ માટે તૈયાર થઈ ગયા છે.
विद्याधरवधूवर्गवैधव्यव्रतदानतः ।
यस्यासि र्गरुवद्वन्द्योऽनिलवेगः स दुःसहः ।। ४५ ।।
વિદ્યાધરોની સ્ત્રીઓને વૈધવ્ય આપનાર જેની તલવાર ગુરુની જેમ વંદનીય છે એવો અનિલવેગ વિદ્યાધર દુસહ છે. રણસંગ્રામમાં તેનો સામનો કરવો ખૂબ જ કઠિન છે.
बहलीनाथपाथोधिः, सर्वथैव दुरुत्तरः ।
भीष्मश्चौर्वानले नेवानिलवेगेन दोष्मता ।। ४६ ।।
પ્રખર, પ્રતાપી વડવાગ્નિ સમાન અનિલવેગની હયાતીમાં બાહુબલિરૂપી ભયંકર સમુદ્રને તરવો સર્વથા દુસ્તર છે.
૧. ક્ષ-અવસર (સમયે અળદ - અમિ૦૬।૧૪૧)
૨. સક્ષળ-સોત્સવઃ (હાયમાં ક્ષળોનો ર્યા - અમિ૦ ૬।૧૪૪)
રૂ. પ્રમુળા-પ્નાદ |
૪. યુદ્ધ-પ્રાભાય |
૧. વ્રતાનું-રીક્ષાર્વગમ્ |
૬. ગપ્તિ-તલવાર (અસિલ્ટિરિષ્ટી-અમિ૦ રૂ।૪૪૬)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૫૬