________________
पुनर्भारतभूपाल !, विद्याधरधराधवः । रत्नारिस्तमुपागच्छद्, दर्श' विधुरिवारुणम् ।।४७ ।। હે ભરતેશ્વર ! વિદ્યાધરોનો સ્વામી રત્નારિ પણ બાહુબલિની સાથે મળી ગયો છે. તે અમાવાસ્યાના દિવસે ચંદ્ર જેમ સૂર્યની નજીકમાં જાય તેમ બાહુબલિની નજીકમાં ગયો છે.
अमी विद्याभृतो वीरा, बहुशो बहलीशितुः |
अभ्यर्ण तूर्णमाजग्मुः, प्रवाहा इव वारिधिम् ।।४८।। પાણીનો પ્રવાહ જેમ સમુદ્રમાં મળે છે, તેમ બીજા પણ પરાક્રમી વિદ્યાધરો બાહુબલિ સાથે જલદી મળી ગયા છે.
किराता: पातितारातिदुर्मदाचलदोर्दुमाः |
उत्साहा इव देहाट्यास्तमुपागत्य चाऽनमन् ||४९।। શત્રુઓના અહંકારરૂપી પર્વતનાં ભુજારૂપી વૃક્ષોને નાશ કરનાર એવું ભીલસૈન્ય તો જાણે મૂર્તિમંત ઉત્સાહ ના હોય ! તેવા પ્રકારના ભીલો પણ બાહુબલિ પાસે નમસ્કાર કરીને રહ્યા છે.
सन्नद्धबद्धसन्नाहा, कण्ठप्रापितकार्मुकाः ।
मूर्ता इव धनुर्वेदास्तस्येयुर्लक्षशः सुताः ||५०।। ગળામાં ધનુષ્યબાણને ધારણ કરનારા અને બખ્તરથી સજ્જ થયેલા સાક્ષાત્ ધનુર્વેદ સમાન બાહુબલિના લાખો પુત્રો પણ શસ્ત્રસજ્જ બનીને બાહુબલિ પાસે આવી ગયા છે.
सभासीनमदीनास्ते, कीनाथमिव दुर्धरम् ।
परिवद्रुस्तदैवैनं, तरणिं किरणा इव ।।५।। રાજન! રાજસભામાં બેઠેલા સાક્ષાત્ યમ સમાન બાહુબલિ, કિરણોના સમૂહથી ઘેરાયેલો પ્રતાપી સૂર્ય જેમ શોભે તેમ વીર, ધીર, સુભટોથી ઘેરાયેલા શોભે છે.
अथ मन्त्री सुमन्त्राख्या, सुरमन्त्रीव मन्त्रवित् । निर्व्याजं व्याजहारेति, पुरस्तात् तस्य भूपतेः ||५२।।
બૃહસ્પતિ સમાન બુદ્ધિશાળી એવા, બાહુબલિના મુખ્યમંત્રી સુમંત્ર બાહુબલિ સમક્ષ સરળ ભાવે નિવેદન કર્યું.
देव ! त्वं मद्वचः स्वैरं, कुरुतात् कर्णगोचरम् । चिन्त्या हितविदोऽमात्याः, कार्यारभ्मे हि राजभिः ।।५३।।
१. दर्श:-माया (दर्शः सूर्येन्दुसङ्गमा- अभि० २१६४) २. किरात:-ole (माला भिल्लाः किराताश्च-अभि० ३५९८) ३. सन्नाहा-अन्तर (सन्नाहो वर्म कङ्कटा-अभि० ३।४३०) ४. कार्मुकम्-धनुष (कोदण्डं धन्य कार्मुकम्-अभि० ३।४३९) ५. पाठान्तरम्-सुमन्त्रीशः ।
ીિ ભરતબાહુબલિ મહાકાવ્ય ૦ ૧૫૭