________________
મારા શરીરના બધા જ અવયવોની વિધિએ જે રચના કરી છે તે ખરેખર સફળ છે. આપની પૂજા પ્રણામ અને સ્પર્શનાથી જ હું ધન્યાતિધન્ય બન્યો છું.
स्तुत्वेति क्षितिवासवो जिनवरं श्रीनाभिराजाङ्गजं, चैत्यादेत्य बहिश्च कङ्कट वरं व्याधामधारापहम् । संग्रामाय दधौ विभावसुरिव प्रोद्दीप्रमंशुव्रजं,
तूणीरद्वितयं च पाणिकमले द्राक् कालपृष्ठं धनुः ।।६४।। આ પ્રમાણે નાભિનંદન શ્રી ઋષભદેવ ભગવંતની સ્તુતિ કરીને મહારાજા બાહુબલિએ ચૈત્યથી બહાર આવી સંગ્રામ માટે વજના પ્રહારોને પણ ઝીલી શકે તેવા કવચ (બખ્તર)ને ધારણ કર્યું. તેમજ સૂર્ય, જેમ પ્રચંડ કિરણોના સમૂહને ધારણ કરે તેમ તીક્ષ્ણ ધારવાળાં બાણોથી ભરપૂર બે ભાથાંને કાંધ પર અને હસ્તકમળમાં કાલપૃષ્ઠ નામના ધનુષ્યને ધારણ કર્યું.
आरोहद् द्विरदं गिरीन्द्रसदृशं निर्यन्मदाम्भोधरं, मूर्तिमानमिव प्रमाणरहितं प्रोद्यत्प्रभालक्षणम् । कोटीरद्युतिदीप्रभालतिलको विश्वम्भरावल्लभो,
भूपालैः परिवारितश्च तनुजैः पुण्यैः सदेहैरिव ।।६५।। જેના કુંભસ્થળમાંથી મદ ઝરી રહ્યું છે તેવા મેરુપર્વત સમાન મોટા વિશાળ હાથી પર મહારાજા બાહુબલિ આરૂઢ થયા. તે જાણે દેદીપ્યમાન મૂર્તિમંત અમાપ અહંકાર જ હોય નહીં ! વળી, બાહુબલિ રાજાના મુકુટની કાંતિથી લલાટ પર કરેલું તિલક એકદમ ચમકી રહ્યું હતું. સદેહે પુણ્ય આવ્યું ના હોય તેવા રાજાઓ અને પોતાના પુત્રોથી પરિવરેલા બાહુબલિએ સંગ્રામ માટેના પ્રયાણની તૈયારી કરી.
मूर्नाऽधार्यत भूवरेण च शिरस्त्राणं रिपुत्रासकृत्, श्रृङ्गं मेरुमहीभृतेव सकलौन्नत्यस्पृशा नन्दनैः । अश्रान्तं परिवारितेन तनुभिः शैलेरिवायोधनं, . क्ष्मापीठं प्रयियासुना बहुविधैरस्त्रैश्च दीप्तधुता ||६६ ।। નાના નાના પર્વતોથી પરિવરેલો અને જગતમાં સૌથી ઊંચા એવા મેરુપર્વતની જેમ ઉન્નતિના શિખર સુધી પહોંચેલા પોતાના પુત્રોથી પરિવરેલા અનેક પ્રકારનાં ચમકતાં તીક્ષ્ણ શસ્ત્રોથી સજ્જ થયેલા અને શત્રુઓને ત્રાસ દેનાર બાહુબલિએ રણભૂમિ તરફ પ્રયાણ કરવાની ઇચ્છાથી મસ્તક પર છત્રને એવી રીતે ધારણ કર્યું કે જાણે મેરુપર્વત પર રહેલું શિખર ના હોય !
૧. વર-કવચ (સન્નાટો વર્ગ વાદઃ આ૦ રૂ૪િ૨૦) ૨. થાધા-વજ (વ્યાધાનયુનિશ • મ૦ ૨૨૬)
- શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય. ૧૯૦