________________
प्रावोचमन्येद्युरिति प्रणम्य, नाभेयदेवं नतविश्वदेवम् ।
भवन्निदेशाद् भगवन् ! मदीयस्तीर्थेषु कामोस्ति गुणेष्विवार्थः ||६७ ।। દેવ-દેવેન્દ્રો દ્વારા પૂજનીય શ્રી ઋષભદેવને વંદના કરીને મેં પૂછ્યું: “હે પ્રભુ! આપની આજ્ઞાથી હું શત્રુંજય આદિ તીર્થોમાં જવાનો અભિલાષી છું. જેમ શૌર્યાદિ ગુણોમાં શાંતિ રહેલી છે તેમ તીર્થવંદનાની મારી ભાવના છે,
इतीरितं मे विनिशम्य लाभालाभादिविज्ञानविशेषदक्षः । યુનિવઃ વિત્ત માં નાવ, યથા વત્સ ! રતિ તીર્થે T૬૮ાા. લાભાલાભને જાણવામાં કુશળ ભગવાન ઋષભદેવે મારી વાત સાંભળીને કહ્યું : “વત્સ ! તારી ઇચ્છા હોય તો ખુશીથી તીર્થસ્થાનોમાં પર્યટન કર.'
आज्ञा तदीयामधिगम्य राजनिहागतोहं जिनवन्दनाय । वाचंयमानां खलु तीर्थयात्रा, फलं मनोज्ञं किमिहान्यदेव ।।६९।। રાજન ! ભગવંતની આજ્ઞા પામીને જિનેશ્વર ભગવંતનાં દર્શન કરવા માટે હું અહીં આવ્યો છું. મુનિઓની તીર્થયાત્રા ફળદાયી હોય છે. ખરેખર તીર્થયાત્રાથી વધારે ફળદાયક શું હોઈ શકે ?
इदं नवं तीर्थमकारि बाहुबलेस्तनूजेन महाबलेन ।
चन्द्रामलं चन्द्रयशोभिधेन, तदीययात्राकृतयेऽहमागाम् ||७०।। ચન્દ્રસમાન ઉજ્વળ એવા આ નવીન તીર્થનું નિર્માણ બાહુબલિના બળવાન પુત્ર ચંદ્રસમાન ઉજ્જવળ યશવાળા ચંદ્રયશ રાજાએ કર્યું છે. તેથી આ તીર્થની યાત્રા કરવા માટે હું અહીં આવ્યો છું.
युगादिदेवाहिनिषेवणाय, तत्रैव गन्तास्मि पुनर्नरेन्द्र ! । विना शशाङ्गं धृतिमुद्वहेत, नान्यत्र कुत्रापि चकोरशावः |७१।। નરેન્દ્ર! હું અહીંથી યુગાદિદેવ ઋષભપ્રભુનાં ચરણકમલની સેવા કરવા માટે ત્યાં જ જવાનો છું. બાળચકોરના મનને ચંદ્ર સિવાય બીજે કયાંય પણ સંતોષ થતો નથી.”
इतीरायेत्वा विरतं मुनीन्द्रं, पुनर्ववन्दे भरताधिराजः | - ' શ્રત પાકા નતિલીયા, વાવ્યા વિશેષાવિતિ ભાગમાણE TIછરા
એમ કહીને મુનિ મૌન રહ્યા ત્યારે ભરત મહારાજાએ મુનિને ફરીથી વંદના કરીને કહ્યું, ‘પૂજ્ય પિતાજી ઋષભદેવ પ્રભુને વિશેષ પ્રકારે મારી વંદના કહેશો.”
अभ्यर्च्य देवं प्रणिपत्य साधु, ततः स्वमावासमियाय भूभृत् । આ સર્વેકfપ મૂપાસ્તવનું સ્વરુપુ, કેશ્વરવાજુનૂનિશાત્ IIGરૂ II - ભગવંતશ્રી ઋષભદેવની પૂજા કરીને અને સાધુ ભગવંતને વંદન કરીને મહારાજા ભરત પોતાના નિવાસસ્થાને આવી ગયા. ત્યાર પછી ભરત રાજાના આદેશથી બીજા બધા રાજાઓ પણ પોતપોતાના સ્થાને ગયા. १. गुणेष्विवार्थ:-गुणेषु-शौर्यादिषु अर्थ इव, गुणलुब्धाः स्वयमेव संपदः इति वचनात् । ૨. તા-નવન્તરમ્ |
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૧૪૭