________________
अथोत्सुकः पूर्वनियुक्तचारादलोकनायाऽवनिचक्रशक्रा | तत्राऽस्त पाथोधिरिव स्वकीयस्थितिक्रमे प्लावितभूतलोऽपि ||७४।। હવે પૂર્વે નિયુક્ત કરેલા ચરપુરુષોની અત્યંત ઉત્સુકતાપૂર્વક પ્રતીક્ષા કરતા ચક્રવર્તી ભરત ઉદ્યાનમાં એવી રીતે મર્યાદાપૂર્વક રહ્યા કે જેમ પૃથ્વીને રસાતલ કરવાની ક્ષમતા ધરાવતો એવો પણ સમુદ્ર પોતાની મર્યાદા મૂકતો નથી, તેવી મર્યાદા સાચવીને તે ઉદ્યાનમાં રહ્યા.
अनयदिह कियन्ति स्फारकीर्तिर्दिनानि । क्षितिपतिरथ बन्धोः किंवदन्ती—भुत्सुः ।
चरवदनसरोजात् पीनपुण्योदयान्यः । कलितललितलक्ष्मीलक्ष्यलावण्यलीलः |७५।। પોતાના ભાઈ બાહુબલિના વૃત્તાંતને ગુપ્તચરોના મુખે જાણવાની ઇચ્છાવાળા મહાન યશસ્વી ભરત મહારાજાએ ઉદ્યાનમાં કેટલાક દિવસો વ્યતીત કર્યા. પ્રકૃષ્ટ પુણ્યના સ્વામી ભરત લક્ષ્મીની વિશિષ્ટ પ્રકારની લીલાની સુંદરતાના હિમાયતી હતા.
इति सचैत्योद्यानाभिगमो नाम दशमः सर्गः આ પ્રમાણે જિનમંદિરવાળા લક્ષ્મીપ્રભ ઉધાન સુધીના પ્રબંધપૂર્વકનો દશમો સર્ગ સમાપ્ત.
૧. અવનિવા -નાના ભરતક | २. स्वकीयस्थितिक्रमे-आत्मीयमर्यादानुक्रमे । ૩. સુમુલુ-વહુનિસુI
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૪૮