________________
युगादिदेवं द्रुतमेत्य बुद्धा, एवं त्रयोऽपि व्रतमाचराम ।
संसारतापातुरमानवानां, जिनेन्द्रपादा अमृतावहा हि ||६०।। હે રાજન ! એ પ્રકારે સંબુદ્ધ બનેલા અમે ઋષભદેવ પાસે આવીને શીવ્રતાએ ચારિત્ર અંગીકાર કર્યું, કેમ કે સંસારના તાપથી તપેલા મનુષ્યો માટે જિનેન્દ્ર ભગવંતનાં ચરણ જ શાંતિદાયક અને મોક્ષપ્રાપક બને છે.
युगादिनेतुश्चरणारविन्दे, वयं त्रयोऽपि भ्रमरायमाणाः ।
अमन्दमामोदमदध्म कामं, नित्यं त्वतिष्ठाम सुनिश्चलाशाः ||६१।। નિશ્ચલ મનવાળા અમે ત્રણે ઋષભદેવ ભગવાનના ચરણકમલમાં ભ્રમરની જેમ લીન બની ગયા છીએ. ભગવંતના ચરણમાં અમને હંમેશાં અનર્ગળ આનંદનો અનુભવ થાય છે.
अधीत्य पूर्वाणि चतुर्दशापि, निःशेषसिद्धान्तरसं निपीय । वयं विनीता व्यहराम भूमीपीठे समं श्रीजगदीश्वरेण ||६२।। અમે ચૌદ પૂર્વનું અધ્યયન કરી સંપૂર્ણ સિદ્ધાંતના રસનું પાન કરી વિનય ભાવથી પ્રભુની સાથે પૃથ્વીતલ પર વિહરી રહ્યા છીએ.
सर्वत्र योगे सुयता महीश !, प्रणीतमार्ग त्वचराम शीलैः ।
तपो द्विधा दुस्तपमाधराम, क्रियासु नालस्यमुपाचराम ।।६३।। હે રાજન ! અમે સર્વત્ર મન-વચન-કાયાની પ્રવૃત્તિમાં સંયમ કરીએ છીએ, ભગવંતે કહેલા સાધ્વાચારનું બરાબર પાલન કરીએ છીએ, બાહ્ય-અત્યંતર બન્ને પ્રકારનાં દુષ્કર તપને તપીએ છીએ અને ક્યારે પણ આવશ્યક ક્રિયામાં પ્રમાદ કરતા નથી.
चामीकराम्भोजनिवेशितांहिपद्मः सपद्मः सदनं गुणानाम् । वारामिवाब्धिर्गणनातिगानां, प्रणामयन् वैरिचयानिव द्रून् ।।६४।। त्रिछत्रराजी पुरुहूतहस्तविधूतबालव्यजनः समन्तात् ।। भामण्डलं भानुविडम्ब बिभ्रत्, सधर्मचक्रं निहताघचक्रम् ।।५।। अथान्यदा सर्वसुरासुरेन्द्रैः', संसेव्यमानांहिरलंचकार ।
लक्ष्मीप्रभोद्यानमनूनलक्ष्मि, देवो नभोमध्यमिवांशुमाली ।।६६ ।। કોઈ એક દિવસે ત્રષભદેવ ભગવાન આ લક્ષ્મીપ્રભ ઉદ્યાનમાં સમવસર્યા હતા. ભગવાન સુવર્ણના કમલ પર પગ રાખીને ચાલનારા, શોભાથી યુક્ત, ગુણોના ઘરસમાન, સમુદ્રની જેમ અસંખ્ય ગુણોના ભંડાર, શત્રુઓની જેમ વૃક્ષોને નમાવતા, ત્રણ છત્રને ધારણ કરનાર, ઇન્દ્ર મહારાજ પોતાના સ્વહસ્તે ચામર વીંઝી રહ્યા છે જેને એવા, ચારે બાજુ પ્રકાશ પાથરતા સૂર્યના બિંબસમાન ભામંડલને ધારણ કરનાર, પાપચક્રોને પ્રહાર કરનાર, ધર્મચક્રને ધારણ કરનાર અને સર્વે સુરાસુર દેવેન્દ્રોથી પૂજાતા એવા પરમાત્મા ઋષભદેવ આકાશમાં જેમ સૂર્ય પ્રકાશે તેમ લક્ષ્મીપ્રભ ઉદ્યાનમાં કોઈ એક દિવસે પધાર્યા. १. सर्वसुराऽसुरेन्द्रः-सकलवैमानिकभुवनपतिनाथैः ।
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૪૬