________________
अस्मादृशाः संप्रति राज्यलीलाकूलङ्कषाकूलमहीरुहन्ति ।
चेद् भद्रभाजः खलु तत्र तर्हि, तातप्रसादाच्छिवगा भवद्वत् ।। ५३ ।।
મુનિવર .! હમણાં તો અમે રાજ્યલીલારૂપી નદીના કિનારા પર રહેલાં વૃક્ષો જેવા છીએ. તેમ છતાં જો જીવતા હોઈશું તો ભવિષ્યમાં પૂજ્ય પિતાજીની કૃપાથી આપની જેમ મોક્ષમાર્ગના અનુગામી બની શકીશું.
त्वया तपस्या जगृहे मुनीश !, कस्यान्तिके कस्तवशान्तहेतुः ?
अत्र प्रदेशे कथमागमस्ते, तत् सर्वमाशंस ममाग्रतस्त्वम् ।।५४।।
હે મુનીશ ! આપે કોની પાસે દીક્ષા ગ્રહણ કરી ? આપના શાંતરસ (વૈરાગ્ય)નું કારણ શું ? આપનું આ પ્રદેશમાં આગમન શાથી થયું ? તે કૃપા કરીને મને બતાવો.
एतावदुक्त्वा विरते क्षितीशे, मुनिर्मुखं सूत्रयतिस्म वाचा |
निजप्रवृत्तिप्रथिमानमुच्चैरित्युद्वहन्त्या खमिव त्विषेन्दुः ।। ५५ ।।
આ પ્રમાણે કહીને ભરત મહારાજા વિરામ પામ્યા. ત્યારે મુનીરાજ બોલ્યા : ‘જેમ ચંદ્ર પોતાનાં કિરણો વડે આકાશને પ્રકાશિત કરે તેમ મુની ચારિત્રની ગરિમાને સાચવીને ઉચ્ચ પ્રકારની વાણી પ્રકાશિત કરે છે.
पृच्छापरश्चेद् भरताधिराज !, त्वं तर्हि सर्वा श्रृणु मत्प्रवृत्तिम् । पृच्छापराणां पुरतो हि वाक्यं प्रणीयमानं सुभगत्वमेति ।। ५६ ।।
‘હે ભરતાધિરાજ ! આપ પૂછો છો અને જાણવાની ઇચ્છાવાળા છો તો મારું સર્વ વૃત્તાંત સાંભળો. કેમ કે પ્રશ્ન કરનાર અને જિજ્ઞાસુ વ્યક્તિ આગળ કહેલું વચન સૌભાગ્યશાળી બને છે.
भूभृत्सुनासीर ! रणं विधाय, समं त्वया शूरिमवारिराशिः ।
नमिः सबन्धुर्बुबुधे तदानीमेकान्तराज्यं नरकान्तमेव ।।५७ ।।
રાજાઓમાં ઇન્દ્ર સમાન હે ભરતરાજા ! તમારી સાથે યુદ્ધ કર્યા પછી પરાક્રમીઓમાં સમુદ્રસમાન નમિ-વિનમિ બન્ને ભાઈઓએ રાજ્યને એકાંતે ન૨ક સમાન માન્યું.
मयापि तन्मार्ग उरीकृतोऽयं, चन्द्रातपेनेव तुषारभानुः ।
स्वनन्दनेषु' प्रतिरोप्य राज्यं वयं विरक्ता अभवाम राजन् ! ।। ५८ ।।
રાજન ! રાજ્ય ઉપર પોતપોતાના પુત્રોને સ્થાપીને અમે ત્રણે વૈરાગી બન્યા. જેમ ચાંદની ચન્દ્રને અનુસરે તેમ મેં પણ નમિ-વિનમિના ત્યાગમાર્ગનું અનુકરણ કર્યું.
त्रयोपि हंसा इव राज्यभारसरोवरं तं परिहाय लीनाः ।
युगादिदेवं चरणैकलीलां विधातुमाकाशपथेन सद्यः । । ५९ ।।
જેમ હંસો સરોવરને છોડીને ક્રીડા કરવા માટે આકાશમાર્ગે જાય તેમ અમે ત્રણે રાજ્યભારરૂપી સરોવરને છોડીને સંયમમાર્ગમાં ૨મણતા કરવા માટે ઋષભદેવનાં ચરણોમાં લીન થઈ ગયા.
૧. પાબાર્ડ-સ્વનન્તનેયઃ ।
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૪૫