________________
સુકોમલ હોવા છતાં) પણ કામદેવનાં બાણોને ભેદવા માટે સમર્થ છો. જેમ વાસુદેવે લક્ષ્મીને પ્રાપ્ત કરી તેમ આપે ગૃહસ્થપણામાં અને મુનિપણામાં બધી જ રીતે શોભાને પ્રાપ્ત કરી છે.
त्वच्चित्तवृत्तिप्रथमाद्रिचूलां, शमांशुमाली समुदेत्युपेत्य ।
ततोस्मदीयं हृदयारविन्दं, विकासितामेति विलोकनेन ।।७।। હે પ્રતાપી મુનિ! શાંતરસરૂપી સૂર્ય આપની નિર્મળ ચિત્તવૃત્તિરૂપી ઉદયાચલ પર ઉદય પામ્યો છે, તેથી જ મારું હૃદયરૂપી કમલ આપનાં દર્શન માત્રથી પ્રફુલ્લિત થયું છે.
त्वमेव साधो ! समलोष्टरत्नः, स्त्रैणे तणे साम्यमुपैषि शश्वत् ।
तत् सिद्धिवध्यां भवतोभिलाषः, संसिद्धिमेष्यत्यचिराद् भवेऽस्मिन् ।।४८।। હે મુનીશ્વર ! આપ પથ્થર અને રત્ન, સ્ત્રી અને તૃણ એ બધામાં હંમેશાં સમભાવ રાખો છો તેથી આ ભવમાં સિદ્ધિરૂપી રમણીને વરવાની આપની અભિલાષા જલદી પૂરી થશે.
गीर्वाणनाथादपि सार्वभौमात्, सुखं मुनेरभ्यधिकं जगत्याम् ।
गवां प्रपञ्चं त्विति तीर्थनेतुः, पिबामि पीयूषमिवेन्दुबिम्बात् ।।४९।। આ જગતમાં સાધુનું સુખ ઇન્દ્ર અને ચક્રવર્તીના સુખ કરતાં પણ અધિક છે, તેથી ચંદ્રમાંથી જેમ અમૃતનું પાન થાય તેમ હું તીર્થકર ભગવંત શ્રી ઋષભદેવની વાણીરૂપી અમૃતનું આદરપૂર્વક પાન કરું છું.
इच्छामि चर्यां भवतोपपन्नां, कर्माणि मे नो शिथिलीभवन्ति ।
तैरेव बद्धो लभतेऽत्र दुःखं, जीवस्तु पाशैरिव नागराजः ||५०।। હે મુનિ ! આપે સ્વીકારેલી મુનિચર્યાને સ્વીકારવાની ઘણી ચાહના છે, પરંતુ હજી મારાં કર્મો શિથિલ થયાં નથી. જેમ બંધનગ્રસ્ત હાથી દુઃખ પામે છે તેમ કર્મનાં બંધનથી બંધાયેલો સંસારી જીવ દુઃખ પામે છે.
यतोऽत्र सौख्यं तत एव दुःखं, यतोऽत्र रागस्तत एव तापः | .
यतोऽत्र मैत्री तत एव वैरं, तत्सङ्गिनो ये न त एव धन्याः ।।५।। હે મનિરાજ ! સંસારમાં જે સુખનાં કારણ છે તે જ દુઃખનાં કારણ છે. જે રાગનાં કારણ છે તે જ તાપનાં કારણ છે. જે મૈત્રીનાં કારણ છે તે જ વૈરનાં કારણ છે. ખરેખર જે રાગાદિ પ્રતિબંધથી મુક્ત છે, તે જ આ સંસારમાં ધન્યવાદને પાત્ર છે.
कोपानलः क्षान्तिजलेन कामं, निर्वापितो मार्दवसिंहनादात् ।
मदद्विपः शान्यतरुस्त्वदम्भपरश्वधेनादलि लोभमुक्त ! ||५२।। હે નિર્લોભી મુનિ ! આપે ક્રોધરૂપી અગ્નિને ક્ષમારૂપી જલથી સર્વથા શીત કરી દીધી છે. માનરૂપી હાથીને માદેવરૂપી સિંહનાદથી પરાસ્ત કરી દીધો છે અને માયારૂપી વેલડીને (વૃક્ષને) સરળતારૂપી કુહાડા વડે મૂળમાંથી જ ઉખેડી નાખી છે.
૧. સ્ત્ર-સ્ત્રીઓનો સમૂહ ૨. શ્વ-કુહાડ (૨૫
મિ ૪૫૦) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૦૧