________________
વિવેકરૂપી સૂર્યના ઉગમસ્થાન રૂપ ઉદયાચલ સમાન હતા, તે આજે અસ્તાચલ સમાન બની ગયા છે, કેમ કે પોતાના ભાઈ બાહુબલિને જીતવા માટે ભૂમિચારિણી અને આકાશચારિણી એમ બન્ને પ્રકારની સેનાને લઈને જઈ રહ્યા છે.
मण्डपः स यदि नीतिलताया, ज्येष्ठमानमति तहिं कथं नो ? मानहानिरधुनास्य न नत्यामुच्छिनत्त्यविनयं त्वनयाऽयम् ।। ६२ ।।
કોઈ કહે છે : જો બાહુબલિ નીતિલતાનો મંડપ હોય તો પોતાના વડીલ બંધુને પ્રણામ કરવા કેમ ના આવે ? હમણાં પણ જો બાહુબલિ નમી જાય તો એમાં કંઈ એમની માનહાનિ નહીં થાય, બલ્કે એમના અવિનયનો ઉચ્છેદ થઈ જાય.
मानिनां प्रथमता किल तस्य, प्राग् गता त्रिजगति प्रथमानम् । तामपास्य कथमेति स एनं जीविताच्छतगुणोऽस्त्यभिमानः ।। ६३ ।।
કોઈ કહે છે : અરે બાહુબલિ તો અભિમાની લોકોમાં પ્રથમ સ્થાને છે. એવી એમની પ્રસિદ્ધિ ત્રણે જગતમાં પહેલેથી જ છે. તો એ પોતાનો અહંકાર છોડીને ભરત પાસે નમતા કેમ આવે ? એમને એમનો અહંકાર તો એમના પ્રાણથી પણ સો ગણો વધારે પ્રિય છે.
एकदेशवसुधाधिपतित्वं, बान्धवस्य सहते न विभुर्नः ।
आत्मनो जलग़तं प्रतिरूपं, वीक्ष्य कुप्यति न किं मृगराजः ? ।। ६४ ।।
અમારા સ્વામી ભરત પણ પોતાના ભાઈના એક દેશનું પણ અધિપતિપણું સહન કરી શકતા નથી ! શું સિંહ જલમાં પડેલા પોતાના પ્રતિબિંબને જોઈને ક્રોધિત નથી થતો ?
यच्चकार रणचेष्टितमुच्चैर्भारतक्षितिधवस्य पुरस्तात् ।
एक एव बलवान् बहलीशः सत्त्ववानिति यशोस्य भविष्णु । । ६५ ।।
ભારતવર્ષના અધિપતિ ભરતની સામે ફક્ત બાહુબલિએ જ યુદ્ધ કરવાની ચેષ્ટા કરી છે એ જ ખરેખર મહત્ત્વની વાત છે. આ યુદ્ધથી બાહુબલિની કીર્તિ ચારે દિશામાં ફેલાશે કે બાહુબલિ બળવાન અને સંત્ત્વશાળી ગણાશે.
एतयोः समरतः किल भावी, नागवाजिरथपत्तिविनाशः ।
मत्तयोरिव वनद्विपयोर्द्राक्, पार्श्ववर्तितरुसंततिभङ्गः ||६६||
ત્યારે કોઈ મધ્યસ્થ માણસ કહે છે : જંગલમાં મદોન્મત્ત બે હાથીઓના યુદ્ધમાં જેમ વૃક્ષોના સમૂહનો નાશ થાય છે, તેમ આ બન્નેના પરસ્પર યુદ્ધમાં હાથી-૨થ-ઘોડા આદિ લાખો ને કરોડો સૈનિકોનો નાશ ને સંહાર થશે.
नागरैरिति वितर्कित एष, स्वर्वनात्यधिकविभ्रमभृत्सु ।
कोशलापरिसरोपवनेषु, क्षिप्तचक्षुरचलद् बलयुक्तः ।।६७।।
આ પ્રમાણે નગરવાસીઓ ચર્ચા કરી રહ્યા છે ત્યારે મહારાજા ભરત અયોધ્યાની નજીકમાં જ રહેલા નંદનવન સમાં ઉપવનોમાં દૃષ્ટિપાત કરતા પોતાની સેના સાથે આગળ વધ્યા.
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૯૧