________________
નથી તેમ અમારા સ્વામી ભરતને સમસ્ત ભારતવર્ષના રાજાઓનાં રાજ્ય ગ્રહણ કરવા છતાં પણ હજુ તૃપ્તિ થઈ નથી.
दैवतेशितुरपि स्पृहणीया, लक्ष्मि रस्य परिभाति गतान्ता । बन्धुबाहुबलिमण्डललिप्सोः, सांप्रतं किमधिकात्र भवित्री ।।५६ ।। જેની ઇન્દ્ર મહારાજા પણ સ્પૃહા કરે તેવી ભરત મહારાજા પાસે અપરંપાર લક્ષ્મી હોવા છતાં પોતાના બંધુ બાહુબલિના એક દેશને લઈ લેવાથી એમને કયા પ્રકારની સંપત્તિ વધારવાની છે !
वाजिराजिभिरिभैश्च विवृद्धात् प्राभवात् सुरनरोरगकान्तात् ।
मन्यते तृणवदेष जगन्ति, प्राभवस्मयगिरिॉविलध्यः ||५७।। દેવ, મનુષ્ય અને નાગલોકને ઇચ્છનીય એવા પ્રકારના અસંખ્ય ઘોડા-હાથીઓ-રથો વડે જેમનું સામ્રાજ્ય ભારતભરમાં વિસ્તરી રહ્યું છે, એવા સમસ્ત ભારતના માલિક હોવાથી મહારાજા ભરત જગતને તૃણની જેમ તુચ્છ ગણે છે, ખરેખર સત્તાધીશપણાથી ઉત્પન્ન થયેલો અહંકારરૂપી પર્વત અનુલ્લંઘનીય હોય છે.
सात्विका इह भवन्ति हि केचित्, केचिदादधति राजसभावम् । तामसत्वमिह कैश्चिदुपास्तं, यज्जना भुवि गुणत्रयवन्तः ।।५८ ।। આ સંસારમાં ત્રણ ગુણવાળા મનુષ્યો હોય છે. કેટલાક સાત્ત્વિક, કેટલાક રાજ શું અને કેટલાક તામસ્ ભાવવાળા હોય છે.
राजसाः किल भवन्ति महीन्द्रा, वैभवभ्रमिविघूर्णितनेत्राः ।
यत्प्रभुत्वमसदर्पयितारो, नाधिपत्यमितरत्र सहन्ते ।।५९ ।। ' રાજાઓ રાજસ્ વૃત્તિવાળા હોય છે. એમનાં નેત્રો એશ્વર્યના મદથી ઘેરાયેલાં હોય છે. તેથી બીજાનું અધિપતિપણું સહન કરી શકતા નથી. એટલે જ્યાં પોતાની સત્તા ના હોય ત્યાં પણ પોતાનું પ્રભુત્વ (સત્તા) જમાવવામાં રચ્યાપચ્યા હોય છે.
दायकत्वसुकृतित्वगुणाभ्यां, सात्विको नरपतिर्विविदेऽयम् । सात्विकत्वमवधूय युयुत्सु४, सोदरेण सह तत्कथमेषः ? ||६०||
જ્યારે ભરત મહારાજને તો ઉદારતા અને વિદ્વત્તા એ બે ગુણથી સાત્વિક ગુણવાન તરીકે જાણ્યા હતા, પરંતુ હમણાં તેઓ સાત્વિક ગુણને છોડીને ભાઈની સાથે યુદ્ધ કરવા માટે કેમ ઇચ્છતા હશે?
यो विवेकतरणेरुदयाद्रिः, सोऽधुनात्र भविता चरमाद्रिः । मेदिनीगगनचारिचमूभिर्यवृतो व्रजति बन्धुविजित्यै ।।६१।।
૧. “લભી' દીર્ઘ હોવી જોઈએ ૨. કામવા-મુત્વા, ગથિપત્યા ! 3. વિવિવિIT | ૪. યુયુત્સુ-યોનિષ્ણુ-યુયુ !
શ્રી ભરતબાહુબલિ મહાક્ષત્રમ્ ૦ ૯૦