________________
पश्य पश्य गगनक्षितिचारि, त्वद्बलं खररुचं पिदधाति ।
इत्यवेत्य' गगनान्तविहारी, ख्यातिमेति कथमत्र महस्वी २ ? ।। ५० ।।
અરે. જુઓ... જુઓ, આકાશ અને પૃથ્વી પર ચાલનારી આપની સેનાથી સૂર્યદેવ કેવા ઢંકાઈ ગયા છે ? તે શા માટે ??? ‘અહીં રહેવાથી મારી ખ્યાતિ કેવી રીતે જળવાશે ?' એમ વિચારીને જ જાણે સૂર્ય આકાશના અંતભાગમાં જતો રહ્યો ના હોય
इत्थमर्थिजनवाक्यपदान्याकर्णयन् क्षितिपतिर्विलुलोके ।
शाखिभिः परिवृतानि समन्तात्, काननानि सविधे पुर एव ।। ५१ ।।
મંગલપાઠકોની બિરદાવલિને સાંભળતાં મહારાજા ભરત નગરની સમીપમાં વૃક્ષોની ઘટાથી યુક્ત ચારેબાજુ ૨હેલાં ઉપવનો જોઈને પ્રસન્ન થયા.
स्वस्वनागहयपत्तिरथाढ्या, उत्तरोत्तररमार्पितचित्राः ।
पृष्ठतः क्षितिपतेः पृथिवीशा, अन्वयुः करभरा इव भानोः ।। ५२ ।।
પોતપોતાની હાથી, ઘોડા, સૈનિકો અને ૨થો ઉપર આરૂઢ થયેલા અને ઉત્તરોત્તર અધિક-અધિક ઐશ્વર્યથી એકબીજાને વિસ્મિત કરતાં બત્રીસ હજાર રાજાઓ સૂર્યની પાછળ જેમ સૂર્યનાં કિ૨ણોનો સમૂહ ચાલે તેમ મહારાજા ભરતની પાછળ-પાછળ ચાલ્યા.
आदिदेवतनयं ध्वजिर्नी तां, तारकारि मिव निर्जरसेनाम् । अन्वितां समवलोक्य सतर्क, नागरा इति परस्परमूचुः ।। ५३ ।।
દેવોના સેનાપતિ કાર્તિકેયની પાછળ જેમ દેવસેના ચાલે તેમ ઋષભનંદન ભરતની પાછળ ચતુરંગી સેનાને ચાલતી જોઈને નગ૨વાસીઓ પરસ્પર ચર્ચા કરવા લાગ્યા.
एतयोर्ननु पिता जगदीशः, सर्वसृष्टिकरणैकविधाता ।
किं विरोधतरुरुप्यत आभ्यां युत्फलश्चरनियोजनसूनः ? ।। ५४ ।।
જેઓના પિતા જગદીશ્વર તીર્થંકર ભગવાન છે, જે સમસ્ત જગતના એક વિધાતા છે, એવા પરમપિતાના બન્ને પુત્રો ભરત-બાહુબલિ શા માટે આ વૈરરૂપી વૃક્ષનું પોષણ કરતા હશે ? જેનું ફળ છે યુદ્ધ અને જેનું ફૂલ છે દૂતનું સંપ્રેષણ.
न प्रभुर्न इह तृप्तिमवापद्, भारतक्षितिपराज्यगृहीत्या ।
वाडवाग्निरिव दुर्घरतेजाः, सिन्धुराजसलिलाभ्यवहृत्या ।। ५५ ।।
સમુદ્ર અને નદીઓના પાણીનું ભક્ષણ કરવા છતાં જેમ દુર્ધર્ષ તેજવાળા વડવાગ્નિને તૃપ્તિ થતી
૧. યેક્ષ્ય-કૃત્યપિ પા |
૨. મરીી-સૂર્ય
રૂ. અર્જિનનઃ-મંગલપાઠક
૪. છત્તરોત્તર...-ઉત્કૃષ્ટોત્કૃષ્ટલક્ષ્મીમિપિતા-વત્તું ચિત્ર · આશ્ચર્ય યૈઃ, તે ।
ધુ. તારાશિ-કાર્તિકેય (તારાકિ શાન્તિભૂમિ ૨૦૧૨રૂ)
૬. યુત્પન્ન-યુત્ (યુદ્ધ) પુર્વે નં યસ્ય, અસૌ ।
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૮૯