________________
હે રાજન ! આપે આપના આધિપત્યના ભાવથી યુદ્ધનો પ્રારંભ કર્યો છે, પરંતુ એ આપના માટે ઉચિત નથી. માટે અમારી વાત માનીને યુદ્ધ બંધ કરી આપના ભાઈની સાથે સંધિ કરી લો.”
ईरणादुपरतेषु सुरेष्वित्याह भारतपतिः स्फुटमेतान् ।
ब्रूथ यूयमिह यत् तदशेष, सत्यमेव हृदयं मनुते मे ||२५।। આ પ્રકારની પ્રેરણા આપીને દેવો જ્યારે વિરામ પામ્યા ત્યારે ભરત રાજાએ સ્પષ્ટપણે કહ્યું, આપને જે કહેવું હોય તે બધું જ કહો !મારું હૃદય આપની વાતને યથાર્થ માને છે.
किं करोमि लघुरेष मदीयो, बान्धवो न मतिमानभिमानात् ।
मानमिच्छति गुरुर्लघुवर्गाज्जीवनं जलनिधेरिव मेघः ||२६ ।। “પણ હું શું કરું? એ મારો નાનો ભાઈ બાહુબલિ અભિમાનના કારણે બુદ્ધિમાન નથી. મેઘ જેમ સમુદ્ર પાસેથી જલની ચાહના કરે તેમ વડીલો પણ નાના પાસેથી માનની ચાહના રાખે છે.
भूभुजोधिकबलाः क्षितिपीठे, वैरिवर्गमवधूय भवन्ति । મન્યનાદુનિક મનાતિ, સંવમૂવ વિન નન્દવેપાળ |ર૭ll
જેમ સમુદ્રનું મંથન કરવાથી જ વિષ્ણુએ લક્ષ્મી પ્રાપ્ત કરી, તેમ રાજાઓ શત્રુસમૂહનું ઉમૂલને કરે તો જ પૃથ્વી પર અધિક બળવાન બની શકે છે.
आयुधं न मम चायुधधाम्नोन्तर्विवेश सरलत्वमिवाऽहे | तेन मे तुदति मानसमेतद्, गात्रमस्त्रमिव मर्मविभेदि ||२८|| “જેમ સર્પ સરળ બને ત્યારે જ તે બીલમાં પ્રવેશી શકે છે, તેમ મારી આયુધશાળામાં ચક્રરત્નનો પ્રવેશ થતો નથી તેનું દુઃખ મારા મનને વીંધી રહ્યું છે. જેમ મર્મસ્થાનમાં શસ્ત્રનો ઘા વધારે પીડા કરે તેમ આ ઘટના મારા મનને વધારે પડી રહી છે.
मानवा जगति मानभृतः स्युः, प्रायशस्त्विति सुरा अपि वित्थ ।
तद् विचार्य वदतोचितमस्मान्, मानहानिरधुना न यथा मे ।।२९।। “સંસારમાં પ્રાય:મનુષ્યોમાં માન કષાય વધારે હોય છે એ વાતને આપ દેવો પણ જાણો છો, તેથી મારી માનહાનિ ના થાય તેવા પ્રકારનો કોઈ ઉચિત માર્ગ આપ વિચાર કરીને બતાવો.”
ते सुरा अपि तदीयगिरेति, प्रार्थिताः पुनरपीदमशंसन् । साधु साधु वृषभध्वजसूनो !, व्याहृतं ह्यघमुशन्ति न सन्तः ।।३०।। આ પ્રકારે પ્રાર્થનાગર્ભિત ભરતની વાણી સાંભળીને દેવોએ કહ્યું, “ભગવાન ઋષભદેવના પુત્ર! આપે કહ્યું તે બહુ સારું અને યોગ્ય કહ્યું છે, કેમ કે સજ્જન પુરુષો ક્યારે પણ પાપકર્મની કામના કરતા નથી.
अस्मदुक्तिकरणैकपटुत्वं, विद्यते तव हिताहितवेदिन् ! | यत् सुधां किरति तारकराजसून चित्रममला हि सदैवम् ।।३१।।
૧. નવા -વિનિનવ (સર) પાળો દ્ધિ યરા, તિરચ- (મ. રાવરૂદ સસ્તુન:) ૨. તાર/Mij–બુધ
થી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૩૦