________________
નિમગ્ન છે તેથી સ્વર્ગલોકની દેવાંગનાઓની લીલાને કેવી રીતે જાણી શકો ? હકીકત છે કે લવણ સમુદ્રના ખારા જળમાં રહેનારી માછલીઓને ક્ષીર સમુદ્રના અમૃતસમા જળના સંગનો અનુભવ કેવી રીતે હોઈ શકે.
स्वरूपलावण्यकलावलेपाच्छक्रेऽपि या दृष्टिमदान्न किञ्चित् ।
लक्ष्मीरिवास्वे रजनीव चन्द्रे, बिभर्ति रागं भवदीहिनी सा ||६४ ।। પોતાના અદ્વિતીય રૂપલાવણ્ય અને કલાઓથી ગર્વિષ્ઠ બનેલાં ગંગાદેવી, લક્ષ્મી જેમ દરિદ્રીની સામે જુએ નહીં તેમ દેવરાજ ઇન્દ્ર સામે પણ ક્યારેય પોતાની આંખ ઊંચી કરીને જોતાં નથી. એવી ગંગાદેવી રાત્રિ જેમ ચન્દ્રને ઇચ્છે તેમ, આપના પ્રત્યે તીવ્ર અનુરાગને ધારણ કરનારી બની છે.
मन्दाक्षमन्दाक्षमवेक्ष्य चाहं, तस्या मुखं सानिम निर्निमेषम् ।
भवन्तमेता सुभगावतंसं, सर्वान्तराकारविदो ह्यभिज्ञाः ||६५।। લજ્જાથી કંઈક મીંચાયેલી આંખો અને જીવિત હોવા છતાં નિદ્માણ એવા તેના મુખને જોઈને હું ભાગ્યશાળીઓમાં શિરોમણી એવા આપની પાસે આવી છું. ખરેખર વિચક્ષણ પુરુષો જ ઇંગિત આકારના જાણનાર હોય છે.
असंस्तवाद्रिः किल दूतिवाक्यवज्रेण भिन्नो विहितान्तरायः ।
एवं तयो रागवतोर्बभूव, संपृक्तिरन्योन्यरसातिरेकात् ।।६६ ।। દૂતીના વચનરૂપી વજથી વચમાં અંતરાય કરવાવાળા અપરિચયરૂપી પર્વતના ટુકડેટુકડા થઈ ગયા અને તે બન્નેનો ગાઢ સંપર્ક થવાથી પરસ્પર એકબીજાના અતિરેક રાગમાં અનુરક્ત બની ગયાં.
विस्मृत्य शुद्धान्तरवधूविलासाँस्तत्र क्षितीशोऽब्दसहस्रमस्थात् ।
નાઃ રીક્મવિસ્મૃતિઃ ચાત, વિં મન્નિવાપુBરસપ્રવજ્યા? TI૬૭IT. ગંગાદેવીના રાગમાં આસક્ત બનેલા મહારાજા ભરત પોતાના અંતઃપુરની રાણીઓના વિલાસીને ભૂલી ગંગા નદીના તટ પર એક હજાર વર્ષ સુધી નિરાંતે રહ્યા. મલ્લિકા પુષ્પના રસમાં ચકચૂર બનેલો ભ્રમર કરીર (કરડા)ના વૃક્ષને શું ભૂલતો નથી ?
वशीकृतान्तःकरणस्तथापि, न स्थातुमैहिष्ट रथाङ्गपाणिः |
सन्तो युगान्तेप्यविलङ्घनीयान्, धर्मार्थकामान् न विलङ्घयन्ति ।।६८।। ગંગાદેવીએ પોતાના પ્રેમમાં ભરત મહારાજાના ચિત્તને એવું વશ કરી દીધું હતું કે એમને બીજું કંઈ પણ યાદ આવે નહીં. છતાં પણ વધુ સમય ત્યાં રહેવાની ઇચ્છા કરી નહીં. ખરેખર સજ્જન પુરુષો અલંઘનીય એવા ધર્મ, અર્થ, કામનું યુગાન્ત પણ ઉલ્લંઘન કરતા નથી.
ततश्चचालाधिपतिर्नृपाणामुदीच्यवर्षार्द्धमहीमहेन्द्रान् । विजेतुमोजोधिकदुःप्रधर्षान्, दैत्यानिवेन्द्रो रविवत् तमांसि ।।६९ ।।
૧. સાનિ:-બાર ! - ૨. શુદ્ધાન્તા-અંતઃપુર (શુદ્ધાન્તઃ ચાન્તિઃપુરમ્ - મ૦ રૂરૂિ૫૧)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૯