________________
રાજાઓના અધિપતિ ભરત ચક્રવર્તી ત્યાંથી ઉત્તરાપથના દુર્ઘષ રાજાઓને જીતવા માટે આગળ ચાલ્યા. ઇન્દ્ર દૈત્યો પ્રત્યે અને સૂર્ય જેમ અંધકાર પર વિજય મેળવવા માટે પ્રયાણ કરે તેમ ઓજસ્વી ભરત મહારાજા દુર્ઘર્ષ રાજાઓને જીતવા માટે આગળ ચાલ્યા.
अनममौलीनपि नम्रमौलीन्, धृतातपत्रानधृतातपत्रान् ।
विधाय राज्ञः स्वपुरं स आगान्न दोष्मतां चित्रकरं हिं किञ्चित् । ।७० ।।
જે રાજાઓ નમતા ન હતા તેઓનાં મસ્તક નમાવીને અને જેઓ શ્ત્રો મૂકતા ન હતા તેઓને છત્રો વિનાના કરીને દિગ્વિજય કરી ભરત મહારાજા પોતાની રાજધાની તરફ પધાર્યા, ખરેખર પરાક્રમી પુરુષોને કંઈ જ આશ્ચર્યકારી અર્થાત્ અશક્ય હોતું નથી.
षट्खण्डखण्डीकृतकाश्यपीन्द्र छत्रः स वर्षायुतषड्भिरेवम् ।
आयात ऊर्ध्वकृततोरणाङ्कां वास्तोष्पतिर्द्यामिद राजधानीम् ।।७१।।
છએ ખંડના રાજાઓ પર વિજય પ્રાપ્ત કરી પોતાનું એકછત્રી સામ્રાજ્ય સ્થાપન કરી, ૬૦ હજાર વર્ષોની વિજયયાત્રા સમાપ્ત કરી ઇન્દ્ર જેમ અમરાવતીમાં પ્રવેશ કરે તેમ રાજાઓના રાજા ભરત મહા૨ાજાએ ધ્વજા અને તોરણોથી અલંકૃત એવી અયોધ્યા નગરીમાં પ્રવેશ કર્યો.
सर्वेपि शक्रप्रमुखा द्युलोकादेत्यादधुस्तस्य च तीर्थतोयैः ।
राज्याभिषेकं सजगत्यधीशाः पुरातनः कोपि विधिर्न लोप्यः । । ७२ ।।
પ્રાચીન પરંપરા અનુસાર દેવલોકમાંથી ઇન્દ્ર મહારાજા આદિ દેવગણ અને પૃથ્વીલોકમાંથી સમસ્ત રાજા મહારાજાઓએ આવીને સર્વે તીર્થોના પવિત્ર જળથી મહારાજા ભરતનો રાજ્યાભિષેક કર્યો ! કારણ કે પ્રાચીન વિધિનો લોપ કોઈને પણ કરવો યોગ્ય નથી.
महीशितुर्द्वादशवर्षमात्रे, जातेभिषेकेऽपि न कोऽपि बन्धुः ।
आयातवानित्थमनेकशङ्काशङ्कुरे प्रभिन्नं हृदयं बभूव ।। ७३ ।।
ચક્રવર્તી મહારાજા ભરતના રાજ્યાભિષેકનાં બાર વર્ષ થવા છતાં પણ પોતાનો કોઈ પણ ભાઈ આવ્યો નહીં તેથી મહારાજાનું હૃદય અનેક શંકારૂપી ભાલાથી વિીર્ણ થઈ ગયું છે.
स एव बन्धुः समये य एता, तदेव सौजन्यमजातदौष्ठ्यम् ।
स एव राजा न सहेत योत्राहमिन्द्रतां कस्यचिदुद्भटस्य ||७४ ।।
તે જ બંધુ છે કે જે સમય પર આવીને ઊભો રહે ! વળી તે જ સજ્જનતા છે કે જેમાં દુષ્ટતાનો લેશ ના હોય અને તે જ રાજા છે કે જે કોઈની પણ ઉદ્ધતાઈ કે અહમિન્દ્રપણાને સહી શકે નહીં.
न बन्धुषु भ्रातृषु नैव ताते, न नात्र संबन्धिषु राज्यकृद्भिः ।
स्नेहो विधेयो न यशःशितांशौ, तेषां पयोदन्ति यदेतदेव ।। ७५ ।।
૧. વ્યાશ્યપીન્દ્રઃ-વાયી-પૃથ્વી, તસ્યા ફાસ્વામી-જાના |
૨. વાસ્તોતિઃ-ઇન્દ્ર (સુત્રામવાોતિવત્મિશઃ - અમિ૦ ૨૦૮૬)
રૂ. શવુઃ-માના (શત્ત્વ શંł-અમિ૦ રૂ।૪૬૧)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૩૦