________________
રાજકારણમાં બંધુઓ, ભાઈઓ, પિતા અથવા બીજા કોઈ પણ સ્નેહીજનો પ્રત્યે એવો સ્નેહ રાખવો ના જોઈએ કે જે રાજાઓના યશરૂપી ચન્દ્રને આચ્છાદિત કરવામાં વાદળનું કામ કરે.
तदर्पदीपं शममानयाम्यहमिन्द्रतातैलभरातिवृद्धम् ।
श्री ताततेजोधिकदीप्तिदीप्रमकाण्डदोकाण्डसमीरणेन ||७६ ।। એટલા માટે ભરત મહારાજા વિચારે છે જે અહમિંદ્રતારૂપી તેલથી ભરેલો અને પોતાની જાતને પિતાજીના તેજથી પણ અધિક તેજસ્વી માનનાર એવો જે કોઈ હોય તેના અહંકારરૂપી દીપકને પવિત્ર ભુજાદંડરૂપી પવનના ઝપાટા વડે બુઝાવી દઉં. • यथाधिपत्यं त्रिदिवस्य जिष्णुर्यथा ग्रहाणां तरणिश्च भुङ्क्ते ।
यथा नदीनां तटिनीश एकस्तथाहमीहे जगदाधिपत्यम् ।७७ ।। જેમ સ્વર્ગના અધિપતિ ઇન્દ્ર, ગ્રહોનો અધિપતિ સૂર્ય અને નદીઓના અધિપતિ સમુદ્ર છે તેમ હું પણ સમગ્ર વિશ્વનો સમ્રાટ બની સમસ્ત પૃથ્વીનો ભોક્તા બનું.'
ततो विमृश्येति हृदन्तरुच्चैश्चरान् करानर्क इवातिदीप्रान् ।
स बान्धवस्नेहरसातिरेकं, प्रसह्य संशोषयितुं मुमोच | ७८ ।। આ પ્રમાણે મનમાં બરાબર વિચારીને મહારાજા ભરતે ભ્રાતૃસ્નેહના અતિરેકને દબાવીને બંધુઓને પોતાને સ્વાધીન કરવા માટે સૂર્યના કિરણ જેવા તેજસ્વી દૂતોને સ્થાને સ્થાને મોકલ્યા છે.
ते भारती३ चारमुखान्निशम्य, तां भारती यास्य हृदन्तरूढा ।
चक्रुर्युगादेः शरणं तदैव, त्राता सुतानां विधुरे हि तातः ||७९ ।। પહેલેથી જ પોતાના હૃદયમાં બેઠેલી વાણી દૂતોના મુખેથી સાંભળીને તરત જ બધા ભાઈઓ ભગવાન ઋષભદેવના શરણમાં ચાલ્યા ગયા, કેમ કે, સંકટના સમયે પુત્રો માટે પિતા જ શરણરૂપ હોય છે.
तदात्मजेभ्यो विहितानतिभ्यः, प्रत्यर्पि पैत्रं भरतेन राज्यम् ।
कोपः प्रणामान्त इहोत्तमानामनुत्तमानां जननावधिर्हि ||८०।। તે બધા ભાઈઓના પુત્રો ભરત મહારાજાને પોતાના સ્વામી બનાવીને નતમસ્તક બની ગયા. ત્યારે ભરત મહારાજાએ પણ તેઓને પોતપોતાનાં રાજ્યો પાછાં આપી દીધાં. ખરેખર ઉત્તમ પુરુષોનો ક્રોધ સામી વ્યક્તિ નમે ત્યાં સુધી જ ટકે છે, જ્યારે અધમ પુરુષોનો ક્રોધ જીવનપર્યત રહે છે.
अथान्यदा भालनियुक्तपाणिद्वयाम्बुजः शस्त्रनिवासरक्षी ।
द्वात्रिंशता भूमिभुजां सहस्तैर्निषेव्यमानं नृपमित्युवाच ||८१।। બત્રીસ હજાર મુગટબદ્ધ રાજાઓ જેમની સેવા કરે છે તેવા ભરત ચક્રવર્તી પાસે કોઈ એક દિવસે આયુધશાળાના રક્ષકે બે હાથ જોડીને વિનંતિ કરી. ૧. અવા-વાદ્ધેતિ (મ. ૬ ૭૮), વાઉં-ગાર્હત્રિમ્ | ૨.નિષ્ણુ-ઇન્દ્ર (વિશુર્વિષ્ણુનાની-મ- રા૧૨૮) '૩. ભરતજી ટુચ-મારતી, તાં ભારત
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૩૧