________________
देव ! त्वदस्त्रालयमुग्रतेजो, 'रथाङ्गमायाति न देवसेव्यम् । भीरोमनः शौर्यमिवास्वगेहं२, निधानवद्दानमिवातिदीनम् ।।८२।। હે દેવ, દેવોથી સેવ્ય એવું અતિ તેજસ્વી ચક્રરત્ન આપના શસ્ત્રાગારમાં પ્રવેશ કરતું નથી. જેમ ભીરુ માણસના મનમાં શૂરવીરતા, દરિદ્રીના ઘરમાં નિધાન, અને કંગાલ-અતિ ગરીબ માણસના મનમાં દાનગુણ પ્રવેશી શકતાં નથી તેમ આયુધ શાળામાં ચક્રરત્ન પ્રવેશતું નથી.
राजेन्द्र ! तं हेतुमहं तु जाने, यन्नो तदायाति न शस्त्रधाम ।
शुभाशुभं क्षोणिभुजे निवेद्यं, नियोगिभियात्मनरा हि ते स्युः ।।३।। હે રાજેન્દ્ર, ચક્રરત્ન આયુધશાળામાં કેમ પ્રવેશતું નથી? તેનું કારણ હું જાણતો નથી, પરંતુ મારી ફરજ છે કે કોઈ પણ સારું ય ખોટું કાર્ય મહારાજાને જણાવી દેવું. ખરેખર રાજકર્મચારીઓ રાજાને સંપૂર્ણપણે વફાદાર હોય છે.
आकर्ण्य तां तस्य सरस्वती स, जगाद चित्तोन्नति गर्भवाक्यम् । ..
अखण्डषट्खण्डमहीधरेषु, प्रोच्चैःशिराः कोप्यविलध्यशक्तिः ||८४ ।। | ચિત્તમાં ઉન્માદ પેદા કરવાવાળી તેની વાણી સાંભળીને ભરત મહારાજા બોલ્યા : સંપૂર્ણ છએ ખંડના રાજાઓમાં એવો કોણ મારી શક્તિનું ઉલ્લંઘન કરનારો માથાભારે પાડ્યો છે કે જેણે મારી સામે માથું ઊંચકર્યું છે?
इतीरिणं तीरितराज्यभारो, राजानमूचे सचिवोऽथ नत्वा । . नरेन्द्र ! सर्व स्वयमेव वेत्सि, विश्वंभरा हि क्वचिदस्तिवीरा ||८५।। આ પ્રકારે પૂછવાથી રાજનીતિમાં વિચક્ષણ એવા મંત્રીશ્વરે નમસ્કાર કરીને કહ્યું : મહારાજા, આપ પોતે જ બધું જાણો છો કે આ પૃથ્વીમાં ક્યા કયા વીરપુરુષો રહેલા છે.
तदा भवान् मंत्रिभिरोदितस्तद्, भवत्समीपं प्रहितोस्मि राजन् !
तवापि तस्यापि हितं वचोऽहं, भाषे चिरं तेऽभिमुखं त्विदानीम् ।।८६ ।। એ સમયે ભરત મહારાજાએ આગ્રહપૂર્વક મંત્રીઓને પૂછ્યું ત્યારે મંત્રીઓએ આપનું નામ બતાવ્યું. ત્યારે ચક્રવર્તીએ આપની પાસે મને મોકલ્યો છે, માટે હું આપની સમક્ષ આપના અને તેઓના હિત માટે કંઈક કહેવા ઇચ્છું છું.
भवाँस्तुलां तस्य रथाङ्गपाणेनं काञ्चिदारोहति शौर्यसिन्धुः ।
निम्नोऽतिदीर्घः सरसीवरः किं, पाथोनिधेर्याति कियन्तमंशम् ।।८७ ।। ૧. રથા-ચક્ર (૨થા થાકોડરિ ચ-ગમરૂા૪૧૨) ૨. મરચાં -દરિદ્રનું ઘર | રૂ. લોનિમુખે-Mિ-પૃથ્વી મુ ક્તિ મુવ-૨ના, તને ! છે. નિયોજી-શર્મ-ચિવ (કાય મંત્રી) (નિયોની વારિ-ભ૦ રૂારૂ૮૩) ૫. ચિત્તોતિ -અહંકાર (માનોિ િમય:- રાર૩૧) ૬. વિશ્વેમરા-પૃથ્વી (વિશ્વા વિશ્વેમર ઘર • મિ૦ ૪.૧) ૭. રોજિત-કp: I
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૩૨